________________
૧૪૨
ગુજરાતી સાહિત્ય પરિષદ
કાંઈ ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ છે તે અપૂર્ણ, અસ્તવ્યસ્ત અને
ડીપણ અતિશયોકિતવાળી છે. છતાં એ સામગ્રીમાંથી, ગુજરાતના બીજા કોઈ પણ રાજા કરતાં વધારે વિસ્તૃત અને વધારે પ્રમાણભૂત ઇતિહાસ તેના જીવન માટે ઉપલબ્ધ કરી શકાય છે. ગુજરાત બહારના પણ બીજા કોઈ તેવા પુરાતન ભારતીય રાજાને તેટલે વિસ્તૃત જીવનઇતિહાસ ઉપલબ્ધ થવો શક્ય નથી. એ સામગ્રી ઉપરથી તેના કુલ, વંશ, જન્મ, બાલ્યાવસ્થા, થોવનાવસ્થા, દેશાટન, સંકટસહન, રાજ્યપ્રાપ્તિ, રાજકારભાર, ધાર્માચરણ, વગેરે વગેરે અનેક બાબતોની યથાર્થ માહિતી આપણને મળે છે. તેના રાજયના પ્રધાન પુરુષો, નામાંકિત પ્રજાજને, ધર્મગુરુઓ અને વિદ્વાન આદિ બીજી અનેક વ્યક્તિઓને પણ ઘણે ઘણે પરિચય એ સામગ્રીદ્વારા આપણે મેળવી શકીએ છીએ. તેણે કરેલા કેપયોગી અને ધર્મોપયોગી કાર્યોની ઠીક જેવી રૂપરેખા પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. હું અહીં એ રૂપરેખાનું કેટલુંક વિશિષ્ટદર્શન આપને આજે કરાવા માગું છું.
એતિહાસિક દૃષ્ટિએ કુમારપાલના રાજજીવનનું જે રેખાચિત્ર હું આખી આલેખવા ઇચ્છું છું તેની સામગ્રો પ્રમાણભૂત અને સર્વથા વિશ્વાસપાત્ર છે. એ સામગ્રી મૂકી જનારા, પ્રાયઃ કુમારપાલના, વધતા યા ઓછા, પણ ખાસ પરિચયમાં આવેલા પુરુષે છે. એમાં જે મુખ્ય સૂત્રધાર છે તે તે ખુદ કુમારપાલના પરમ ગુરુ અને ગુજરાતના સમગ્ર વિદ્વાનોના મુકુટમણિ આચાર્ય હેમચંદ્રાચાર્યના વ્યકિતત્વ અને કૃતિત્વ વિષે, હવે ઘણું ઘણું કહેવામાં આવ્યું છે તેથી તેનું પુનરાવર્તન કે પિષ્ટપેષણ કરવાની આવશ્યક્તા નથી. સંસ્કૃત ધયાશ્રય” કાવ્યના છેલ્લા પાંચ સર્ગોમાં અને પ્રાકૃત યાશ્રય'ના ૮ સર્ગોમાં એ આચાર્યો કુમારપાલનું કાવ્યમય જીવનચિત્રણ કર્યું છે. હેમચંદ્રનું એ ચિત્રણ કુમારપાલના રાજ્યાભિષેકથી જ શરૂ થાય છે. એમાં એતિહાસિક ઘટનાઓનું સૂચન તે નહીં જેવું જ છે, પણ એના રાજજીવનનું રેખાંકન કરવા માટેની સાધનસામગ્રી સારા પ્રમાણમાં સમાએલી છે. હેમાચાર્ય કેવળ કવિકલ્પનાનાં આકાશી ચિત્રો નથી આલેખતા. જે થાશ્રયપદ્ધતિનું એ કાવ્ય છે તેમાં એવાં કલ્પનાચિત્રો દોરવા માટેની મૂળભૂત એવી શબ્દ સામગ્રી જ નથી. એ કાવ્યમાં અર્થાનુસારી શબ્દરચના નથી પરંતુ શબ્દાનુસારી અર્થરચના છે. જે જાતના શબ્દપ્રયોગ કરણના ક્રમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org