________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસ ગ્રહ
૧૪૫
-
કુમારપાલના જૈનત્વ વિષેની વાત એટલી જ સાચી છે જેટલી તેના અસ્તિત્વ વિષેની હાઈ શકે છે. એ વિષેની માહિતી આપનારી સામગ્રી એટલી બધી સ્વયં પ્રતિષ્ઠિત છે કે જેની સાબિતી પુરવાર કરવા માટે બીજી કશી સાબિતીની જરૂર રહેતી નથી. યુરેાપિઅન સ્કાલરાએ એ વાત કયારની ય સિદ્ધ કરી મૂકી છે. પણ આપણા લેાકાની ધાર્મિ ક સંકીર્ણતા ઘણી વખતે આપણુને સત્યદર્શન થવા દેતી નથી અને તેથી આપણે અનેક રાગેાના ભેગ થઈ એ છીએ. કુમારપાલ જૈન હાય તા શું અને શૈવ હાય તા શું મારા મને તેમાં કશું વિશેષત્વ નથી. મારા મતે મહત્ત્વ છે તેના વ્યક્તિત્વનું. સિદ્ધરાજ જૈન બન્યા ન હતા પશુ ચુસ્ત શૈવ જ રહ્યો તેથી સિદ્ધરાજનું મહત્ત્વ જો હું ન સમજી શકું તા મારામાં સારાસારની વિવેકબુદ્ધિનું દેવાળું જ નીકળેલુ હું માનું. અમુક વ્યક્તિ અમુક ધર્મનુયાયી હતી એટલામાત્રથી જ તેના વ્યક્તિત્વને સમજવાની અને અપનાવવાની જો આપણે ખેદરકારી બતાવીએ તે। તેથી આપણે આપણી જાતિનું — રાષ્ટ્રીયતાનું જ અહિત કરીએ છીએ. શૈવ હૈ। કે વૈષ્ણુવ હા, ઔદ્ધ હૈ! કે જૈન હૈ। ધર્મથી ગમે તે હૈ। જેણે જેણે આપણી પ્રજાની ઉન્નતિ અને સ ંસ્કૃતિમાં જે જે કાંઈ વિશિષ્ટ ફાળા આપ્યા છે તે બધા જ આપણા ઉત્કર્ષક અને સંસ્કારક પુરુષો હતા. એ પુરુષા આપણી પ્રજાની સંયુક્ત અચળ સંપત્તિ છે. એમના ગુણાનું જો યથાર્થ ગારવ આપણે ન કરીએ તેા આપણે એક પ્રજાતરીકે નાલાયક ઠરીએ શૈવ, બૌદ્ધ, જૈન એ બધા મતા એક જ આ તત્ત્વજ્ઞાનરૂપ મહાવૃક્ષની જુદી જુદી દાર્શનિક શાખા જેવા છે. વૃક્ષની વિભૂતિ એની શાખાઓને લઈને છે. જ્યાં સુધી વૃક્ષ સજીવ છે ત્યાં સુધી તેમાં શાખા-પ્રશાખાઓ નીકળે જ જવાની. શાખા-પ્રશાખાએ નીકળતી બંધ થઈ એટલે વૃક્ષના જીવનના અંત આવ્યા. ધર્મોનુયાયીએ અને મુમુક્ષુઓ બધા પક્ષી જેવા છે. શાન્તિ અને વિશ્રાંતિની ખાતર એ બધા એવા મહાવ્રુક્ષનેા આશ્રય લે છે. જેને જે શાખા ઠીક અને અનુકૂળ આવે તે પક્ષી તે શાખાના આશ્રય લે છે અને આરામ મળવે છે. જેમ કાઈ એક પક્ષીને અમુક શાખા અનુકૂળ ન આવે તેા, તે તે શાખાને છોડીને બીજી શાખાના આશ્રય ખાળે છે, તેમ વિચારશીલ મનુષ્યને પણ જો કાઈ એક ધર્મવિચાર અનુકૂળ ન આવે તે તે ધર્માંતર કરે છે અને પેાતાની મનઃસમાધિ મેળવે છે. કુમારપાલે જે ધર્માન્તરને સ્વીકાર કર્યાં હતા તે આવી જ
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org