________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
તેની રાજધાનીની (દશા દેશની) રાજ-સમૃદ્ધિને કુમારપાલને સ્વાધીન કરી હતી. કુમારપાલની સેનાએ ચેદીશ્વરના માનનું ખંડન કર્યું હતું, કુમારપાલે રેવા(ન દા)ના તટ પર પડાવ નાખ્યા હતા. મથુરાધીશે કનક વિગેરે સમણુ કરી કુમારપાલના સૈન્યથી પેાતાના પુરની રક્ષા કરી હતી. કુમારપાલના આરાધન માટે જંગલપતિ(રાજપૂતાનાના રાજા)એ હાથીએ ભેટ ધરી નમ્ર વિજ્ઞપ્તિ કરી હતી: એ સર્વનું પ્રત્યક્ષ દૃષ્ટ-જ્ઞાત પ્રામાણિક વર્ણન હેમચંદ્રાચાર્યે ઉપર્યુક્ત પ્રા. ‘યાશ્રય' મહાકાવ્ય( સ` ૬ । )માં આપેલું છે.
ત્રિષષ્ટિશલાકાપુરુષ(૨૪ તીર્થંકરા, ૧૨ ચક્રવર્તી, ૯ ખલદેવેશ, ૯ વાસુદેવા, અને ૯ પ્રતિવાસુદેવા)નાં ચરિત્રની રચના કરવામાં કારણભૂત કુમારપાલની પ્રના-પ્રેરણા હેાવાથી હેમચદ્રાચાર્યે તે મહાકાવ્યના અંતમાં પણ પરિમિત શબ્દોમાં કુમારપાલને ઉચિત પરિચય કરાવતાં પ્રકાશિત કર્યું છે કે:~
૧૦૧
'
· ચેદિ, દર્શાણુ, માલવા, મહારાષ્ટ્ર, અપરાન્ત, કુરુ, સિંધુ અને અન્ય શ્રેષ્ઠ ડ્ડ ( કિલ્લાવાળા અને દુઃખે, ગમન કરી શકાય તેવા) દેશાને બાહુ પરાક્રમશક્તિથી જીતનાર, વિષ્ણુ જેવા, ચાલુચ મૂલરાજના અન્વયમાં થયેલા પરમાહ, વિનયવાન કુમારપાલ પૃથ્વીપાલે એક વખતે તે ( આચાર્યોં હેમચંદ્ર)ને નમન કરી આ પ્રમાણે કહ્યું કેઃ—
હે સ્વામી ! ૧ શિકાર, ૨ જુગાર, ૩ મદિરા, વગેરે જે કંઈ પણ નારકીના આયુષ્યના નિમિત્તરૂપ છે, તે સ` નિનિમિત્ત ( નિષ્કારણ ને કાઈ પણ પ્રકારના સ્વાર્થ વિના) ઉપકાર કરવાની બુદ્ધિવાળા એવા આપની આજ્ઞાને પ્રાપ્ત કરી મેં પૃથ્વીમાં નિષિદ્ધ કર્યું છે—અટકાવ્યું છે, તથા પુત્રરહિત મૃત્યુ પામનારનુ ધન મેં મૂકી દીધું છે—લેવુ બંધ કર્યું છે, તથા અચૈત્યા (જિન-મંદિર)થી પૃથ્વીને મેં વિભૂષિત કરી છે; એવી રીતે હાલમાં હું સપ્રતિ (પહેલાં થયેલ જૈન રાન્ન)જેવા થયા છું.
પહેલાં આપે મારા પૂજ ભક્તિમાન સિદ્ધરાજ મહારાનની પ્રાર્થીનાથી સુંદર વ્રુત્તિથી સુગમ, તથા અંગે (‘લિંગાનુશાસન’, ‘ધાતુપારાયણ”, વગેરે) સહિત વ્યાકરણ રચ્યું હતું, અને મારે માટે નિલ યોગશાસ્ત્ર”, રચ્યું હતું, તથા લેાકા માટે ‘ચાશ્રય’, છંદ, અલંકાર, નામસંગ્રહે। (કો ), વગેરે અન્ય શાસ્ત્રો પણ રચ્યાં છે. જો કે લેાકેા પર ઉપકાર કરવાના કાર્યોંમાં આપ સ્વયમેવ (પેાતાની મેળે જ) સજજ છે; તે પણ હું આ પ્રાર્થીના કરું છું કે મારા જેવા મનુષ્યના પરિધિ (પ્રતિબાધ) માટે આપ ૬૩ શલાકાપુરુષા(ઉત્તમરેખાને પામેલા પુરુષા)નાં ચિરત્રને પણ પ્રકાશિત કરી.’ એ પ્રમાણે તે (કુમારપાલ )ના ઉપરાધ ( પ્રેરણા)થી હેમચદ્રાચાર્યે ધર્મપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org