________________
શ્રી. હૈમ સાસ્વત સત્ર - નિબધસંગ્રહ
ધિરાજ સિદ્ધરાજ જયસિંહને જય હૈ। ! 'ની દ્વેષણા સભળાય છે. મુખ પર સહજ સ્મિત સહુ સૂરિ ઊભા રહે છે. પ્રજાજને નમન કરી રાજાના હાથીને જવા માટે માગ આપે છે. શૌય અને પ્રતાપના અભારથી આપતા સિદ્ધરાજ, તપસ્ અને વિદ્યાના ભર્ગથી પ્રકાશૃતા
આ યુવાન સૂરિને ઘડીભર જોઈને મુગ્ધ બને છે. હાથી ધડીભર થંભી જાય છે. માનવમેદની આ બે પુરુષને વિરલ મિલનસચૈાગ કાંઈક ઉત્સુકતા, કાંઈક કુતૂહળથી નીરખી રહે છે. ત્યાં તે પ્રતાપી હેમચંદ્રની અમૃતવાણી સરી પડે છે
कारय प्रसरं सिद्ध ! : हस्तिराजमशङ्कितम् । त्रस्यन्तु दिग्गजास्तेन भूस्त्वयैवोद्धृता यतः ॥ અર્થાત્ ‘ હૈ સિદ્ધરાજ ! તમારા આ શ્રેષ્ઠ હસ્તિરાજને શંકારહિતપણે આગળ ચલાવેા, અને તેનાથી દિગ્ગજો પણ ત્રાસ પામેા, કાર, પૃથ્વીના ઉદ્ધાર તમે જ કર્યાં છે.’
૧૧૩
સિદ્ધરાજ આ વાણીપ્રભાવથી અત્યંત આનંદ પામે છે. હાથી પરથી નીચે ઊતરી નમસ્કાર કરી એ સાધુપુરુષને રાજમહાલયમાં પધારી પાતાને કૃતા કરવા પ્રાથના કરે છે. એ પછી સૂરિ હેમચંદ્રની વિદ્વત્તાનાં પૂજન થાય છે અને ગુજરાતના એ સમાનશીલ મહાપુરુષા વચ્ચે સનસભ્ય જામે છે. સિદ્ધ્રાજની રાજસભામાં પાંડિત્યના તેજપુંજથી શોભતા આચાય હેમચંદ્ર તેજસ્વી સૂર્યની જેમ પ્રકાશમાન બની રહે છે.
વર્ષો પછી..........
ઊગ્યા છે.
અણુહિલવાડપાટણમાં આજે સાનાને સૂરજ સ્ત્રીઓ, પુરુષા, બાળકા સૈા ઉત્સવધેલાં બન્યાં છે; કારણ તેમને રાજા આજે માળવાના રાજા યશેાવમાં પર જીત મેળવી નગરપ્રવેશ કરે છે. પારજના નગરના પ્રવેશદ્વારે જઈ રાજાનું સામૈયું કરે છે અને પછી એક વિરાટ સરઘસના સ્વરૂપમાં નગરના રાજમાર્ગે થઈ રાજમહાલય તરફ વળે છે. ફૂલથી શણગારેલા હાથી પર સાનાની સુરોાભિત અંબાડી પર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ સના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org