________________
ગુજરાતી સાહિત્ય પરિષદ
જેને અલક (જ્યાં જીવની ગતિ નથી એ પ્રદેશ) સહિતને સકલ ત્રિલેક જેવી રીતે પિતાની મેળે આંગળીઓ સહિતની હથેલીની ત્રણ રેખા સાક્ષાત્ દેખાય છે તેમ સાક્ષાત ત્રણે કાલમાં દશ્યમાન છે; જેના પદનું ઉલ્લંઘન કરવામાં રાગદ્વેષ, “ ભય” આમય (ગ) અંતક (કાલ) જરા (વૃદ્ધાવસ્થા), લત્વ (ચપલતા), લેભ આદિ શક્તિમાન નથી એવા મહાદેવને હું વંદન કરું છું.
જે વેદવિદ્ય જગતને જાણે છે, જેણે જન્મ – ઉત્પત્તિરૂપી સમુદ્રની ભંગીઓની પાર જોયું છે. જેનું વચન પૂર્વાપર અવિરુદ્ધ, અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુપુરુષને વંદ્ય છે, સકલ ગુણના ભંડાર છે, દોષરૂપી શત્રુ જેણે નષ્ટ કરી નાખ્યા છે એવા તે બુદ્ધ હે, વર્ધમાન હે, એ પાંખડી પર રહેનાર કેશવ (વિષ્ણુ) હે કે શિવ છે તેને હું વિદુ છું.
“ઉદિતા સમનિઃ ' પંડિત સમદષ્ટિ હોય છે. સમદર્શી થઈ સર્વેએ પોતપોતાના ધર્મ પ્રત્યે પ્રેમ રાખી બીજાના ધર્મ પ્રત્યે પણ આદર દાખવી ચાલવું જોઈએ, એ બધ આ મહાન આચાર્યના જીવન અને કથન પરથી પ્રાપ્ત થાય છે.
સાહિત્યસર્વજ્ઞ સાહિત્યપ્રદેશમાં એક એવો વિષ્ય નહેતો કે જેમાં આ આચાર્યો પારંગતપણું મેળવ્યું ન હોય. કાવ્ય, અલંકાર, વ્યાકરણ, નામકશ, છંદ, ન્યાય, નિઘુટકેશ, યોગ અને ચરિત્રકથા એ સર્વે પર, તે દરેક વિષયના પ્રમાણભૂત તત્કાલીન ચ પર દક્ષતાથી કરેલા અભ્યાસ વડે. પ્રભુત્વ મેળવી, તેના દેહનરૂપે તેમજ પિતાની પ્રતિભાને ઉપયોગ કરી, તે દરેક પર પિતે ગ્રન્થ રહ્યા છે – એ પરથી તેઓ તત્કાલીન સાહિત્યસર્વા” અને “સાહિત્યસર્જક' હતા એ નિર્વિવાદ છે. તેથી તે કાળે તેમને “કલિકાલસર્વજ્ઞ” બિરુદ અપાયું તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી... 1 x સ્વર્ગસ્થ સાક્ષર શ્રી. નર્મદાશંકર મહેતાએ તેમને જૈનધર્મની સમયમર્યાદાના કળિકાળસર્વજ્ઞ બિરુદવાળા” પોતાના નડિયાદની પહેલી સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org