________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
-
સમદર્શિતા સામાન્ય રીતે સૈને પિતાપિતાના ધર્મ માટે અભિમાન રહે છે. માતાના દુધપાન સાથે મેળવેલા બાળકના સંસ્કાર તેના જીવનના ઘડતરમાં અગ્રપદ લે છે; છતાં જે પરીક્ષાપ્રધાન પુરુષ પાકે છે, તે પિતાની માન્યતાને બુદ્ધિ-તર્કની સરાણે ચઢાવી તેનું સાચું મૂલ્ય આંકે છે. હેમાચાર્ય પિતાના સ્યાદ્વાદ પ્રરૂપતા દર્શન માટે
अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपातो समयस्तथा ते॥
હે પ્રભુ! પરસ્પર સ્વપક્ષ અને પ્રતિપક્ષના ભાવથી મત્સરથી પ્રેરિત જુદા જુદા પ્રવાદ છે, તેમ તારા સિદ્ધાંતમાં નથી, કારણ કે તેમાં જુદી જુદી દષ્ટિઓથી એક જ વસ્તુને જોઈ શકાય એમ બતાવેલું હોવાથી તેમાં પક્ષપાત રહેતું નથી-એકપક્ષીપણું નથી; (દ્વાત્રિશિંકા) વગેરે વગેરે.
એ જ સ્યાદ્વાદની દષ્ટિથી અન્ય દર્શને પ્રત્યે પોતે જુએ છે અને તે તે દર્શનના મુખ્ય દેવોને સદેવની વ્યાખ્યા પ્રમાણે સંગત હેય તે, પિતે નમસ્કાર કરવામાં જરા ય આનાકાની કરતા નથી.
भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।। त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितम् । साक्षायेन यथा स्वयं करतले रेखात्रयं सांगुलिम् । रागद्वेषभयामयान्तकजरा लोलत्वलोभादयो नालं यत्पदलंघनाय स महादेवो मया वंद्यते ॥ यो विश्वं वेदवेद्यः जननजलनिधेर्भगिनः पारदृश्वा पौर्वापर्याविरुद्धं वचनमनुपम निष्कलंकं यदीयम् । तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषंतं बुद्धं वा वर्धमान शतदलनिलयं केशवं वा शिवं वा ।।
જેના ભવરૂપી બીજના અંકુરોને ઉત્પન્ન કરનારા રાગાદિ ક્ષય થઈ ગયા છે તે બ્રહ્મા છે, વિષ્ણુ હે, હર (શિવ) હો, અથવા જિન હે તેને નમસ્કાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org