________________
શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
રાજનૈતિક નિપુણતા ભગવાન હેમચંદ્રના, જેમાં તેમના ગુણોથી આકર્ષાયલા સંખ્યાબંધ પૂજા અને મિત્રો હતા, તે જ રીતે તેમના વિરોધીઓની સંખ્યા પણ તેટલી જ હતી. આમ છતાં પિતાની પ્રખર પ્રતિભા અને રાજ. નૈતિક નિપુણતાને પ્રતાપે તેઓ એ બધાયને અડગપણે સામને કરી શક્યા હતા; અને એમના આખા જીવનમાં એવો એક પણ પ્રસંગ આવ્યો નથી કે, કોઈ પણ પ્રસંગે કાઈ પણ એમને તેજોવધ કરી શકયું હોય. ખરે જ માનવજાતિ માટે બધું ય શક્ય હશે, પણ પરસ્પરવિરુદ્ધ વાતાવરણ અને કાવાદાવાથી ભરપૂર રાજસભામાં અડગપણે ટકી રહેવું - અને તે પણ સંખ્યાતીત વર્ષોને પારસ્પરિક વિરોધના ભંગ બનેલ શ્રમણ સંસ્કૃતિના ધારક સાંપ્રદાયિક પુરુષ માટે-ઘણું જ અઘરું છે. છતાં આપણે આજે એ પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ કે, ભગવાન હેમચંદ્ર એ સ્થિતિમાં પણ આપણે ઊભા રહી શક્યા હતા. એટલે આ રીતે વિચાર કરતાં ખરે જ ભગવાન હેમચંદ્ર જગત સમક્ષ ધાર્મિકતાપ્રધાન રાજનૈતિક-નિપુણતાને અપૂર્વ આદર્શ ખડો કર્યો છે.
કુમારપાલદેવ સાથે સંબંધ ભગવાન હેમચંદ્ર બે ચૌલુક્યવંશી ગૂજરેશ્વરના ગાઢ સમાગમમાં આવ્યા હતા. એક મહારાજા શ્રીજયસિંહદેવ અને બીજા મહારાજા શ્રી કુમારપાલદેવ. એકની સાથે અમુક અંશે ધાર્મિકતાને સંબંધ હોવા છતાં મુખ્યત્વે વિદ્વત્તાને સંબંધ હતા, જે આપણે ઉપર જોઈ ગયા છીએ; જ્યારે બીજાની સાથે સંબંધ ધાર્મિકતામાંથી જ હતો અને ધાર્મિકતામાં જ પરિણમે હતો.
આચાર્ય હેમચંદ્રને મહારાજા શ્રી કુમારપાલદેવ સાથે સંબંધ, તેઓ જ્યારે મહારાજા સિદ્ધરાજ તરફના મૃત્યુભયથી ત્રાસીને નાસભાગ કરતા હતા તે પ્રસંગે થયો હતો. અને એ, મુખ્યત્વે કરીને ભયપ્રસંગના તેમના રક્ષણની ધાર્મિક વૃત્તિમાંથી જ હતું અને આદિથી અંત એ સંબંધ એ રૂપમાં જ કાયમ બન્યા હતા.
ઉપદેશની અસર ભગવાન હેમચંદ્રના ઉપદેશે મહારાજ શ્રી કુમારપાલદેવના હૃદયમાં એટલી તીવ્ર અને ઊંડી અસર નિપજાવી હતી કે, આખરે એ એક ધાર્મિક અથવા જૈનધર્માવલંબી રાજા બની ગયો હતો. તે છતાં ભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org