________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
૭૫
તેમને નમ્ર સૂચના એ છે કે, તેની જુદી જુદી પ્રત પરથી પાઠાંતરે સહિત તે પર પ્રકાશ ફેંકનારી વિસ્તૃત પ્રસ્તાવના, ટિપ્પણુ વગેરે આપીને અસલ છપાયેલમાંની અશુદ્ધિઓ – ભૂલે ટાળીને નૂતન વર્તમાન પદ્ધતિએ તૈયાર કરાવી તે કંડ છપાવશે એવી આશા છે.
ચરિત્રમાં તેમ જ અન્ય ગ્રન્થોમાં ઘણાં સુભાષિત ભર્યા છે. તે પૈકીના નમૂનારૂપ શાંતમૂર્તિ મુનિશ્રી જયંતવિજયજીએ “હેમચંદ્રવચનામૃત' એ નામથી ગૂજરાતી અનુવાદ સહિત એક નાનું પુસ્તક છપાવેલ છે, તે જ રીતે બીજાને પૂરો સંગ્રહ બહાર પડે તે યોગ્ય થશે.
આ સાહિત્યસ્વામી સૂરિના જીવન સંબંધી જે પ્રકટ અને અપ્રકટ પુષ્કળ સાધન છે, તે સર્વમાંથી ઐતિહાસિક પ્રમાણેની પુષ્ટિ સહિત સમગ્ર વૃત્તાંત અને તેમના સર્વે ગ્રંથની વિવેકદષ્ટિએ આલોચના તયાર કરાવી, પ્રકટ કરવી એ સૌથી વિશેષ ઉપયોગી કાર્ય છે. જ્યાં સુધી તે ન થાય ત્યાં સુધી તેમના પ્રત્યેના ઋણથી મુક્ત નહિ થવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org