________________
શ્રી હેમ સારસ્વત સત્ર : અહેવાલ
જેમ સરદારશ્રી વલભભાઈ મહાત્મા ગાંધીજીની Practical Editon છે તેમ શ્રીયુત મુનશીજી શ્રી હેમચંદ્રાચાર્યજીની આ નવીન દેશાકાલાનુરૂપ નવીન આવૃત્તિ છે. આ પછી શ્રી. મુનશીજીના નાનપણના કેટલાક પ્રસંગે ઉલ્લેખ કરી એમની હાલની અનેકવિધ પ્રવૃત્તિઓને ગણાવી કહ્યું કે આવા એતિહાસિક સત્ર માટે એમના જેવા પ્રેરક પ્રમુખ મેળવવા એ આપણું અહેભાગ્ય છે.
શ્રી કનૈયાલાલ મુનશીનું વ્યાખ્યાન આ પછી શ્રી. મુનશીજીએ શ્રોતાજના ચાલુ તાળીઓના નાદ વચ્ચે વ્યાખ્યાનપીઠ ઉપર જઈ પિતાના છાપેલા વ્યાખ્યાન સાથે કેટલુંક મૌખિક વ્યાખ્યાન શરૂ કર્યું હતું – “હૈમ સારસ્વત સત્રમાં પધારેલાં સન્નારીઓ અને સદ્દગૃહસ્થ !
આ હેમ સારસ્વત સત્રનું પ્રમુખપદ લેતાં મને ઘણો સંકોચ થાય છે. હૈમ સારસ્વત સત્રની યોજના કરાંચી સાહિત્ય પરિષદ સંમેલન સમક્ષ મેં રજૂ કરી હતી, ત્યારે, ઘણું વર્ષોથી મેં જે સંકલ્પ કર્યો હતો, તે પાર પાડવાની મેં તક સાધી હતી ને અને તે સંકલ્પ એ હતું કે, ગુજરાતી સાહિત્ય પરિષદ. હંમેશને માટે, જે ગુજરાતી ભાષાના અને સાહિત્યના અગ્રણે વિધાતા છે, તેની સાથે જોડી દેવી; તેથી આપણે ગુજરાતી સાહિત્યના સ્વામીઓને પૂરો ઈતિહાસ મેળવીએ તે નરસિંહ મહેતા કે ભાલણથી નહિ પણ છેક હેમચંદ્રાચાર્યથી જોઈ શકીએ. આમ આ પ્રસંગ સુધી હું હેમચંદ્રાચાર્યની સાથે સંકળાતો રહ્યો છું.
પ્રમુખસ્થાનેથી આપેલું ભાષણ
અત્યાર સુધી પરિષદ મળતી ત્યારે સાહિત્યની આપ લે કરતા વિવાદમાં વધારે વખત જતે. આજે પહેલી વાર પરિષદ માત્ર સાહિત્યનું સત્ર ઊજવે છે, તે પણ અણહિલવાડ પાટણમાં અને તે વળી ગુજરાતી સાહિત્યના શિરોમણિ એવા શ્રી. હેમચંદ્રાચાર્યના સ્મરણ નિમિત્તે. પરિષદના જીવનમાં આજને પ્રસંગ અનેરે છે, તે ગુજરાતની ઘડતરભૂમિમાં તેની અસ્મિતાના આઘદ્રષ્ટાને અર્થે આપવા મળે છે.
આજને પ્રસંગે ગુજરાતી સાહિત્યના સેવકે અને પિષકે એવા હૈ.સા.સ.-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org