Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રસ્તાવના
૧૭
ગ્રંથકારશ્રી કૃત ટીકાગ્રંથો
(૪૫) અષ્ટ સહસ્રી તાત્પર્ય વિવરણ = આ મૂલગ્રંથ દિગંબરાચાર્ય શ્રી સમંતભદ્રજીનો છે. આમ મીમાંસા તેનું નામ છે. તેના ઉપર ભાષ્ય લખનાર અકલંકાચાર્ય છે. તેના ઉપર દિગંબરાચાર્ય શ્રી વિદ્યાનંદજી કૃત ‘‘અષ્ટસહસ્રી’’ ટીકા છે. તે ટીકાની ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ વિવરણ કર્યું છે. આ વિવરણનું સંપાદન પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. ના વિદ્વાન શિષ્ય મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજીએ કરેલ છે. જે ગ્રંથનું હમણાં જ કા. સુદ ૧૧નું વિમોચન થયેલ છે.
:
(૪૬) કર્મપ્રકૃતિની બૃહદ્ ટીકા = મૂલગ્રંથકર્તા શ્રી શિવશર્મસૂરીશ્વરજી છે. પ્રાકૃતભાષામાં પદ્યગ્રંથ છે. તેના ઉપર આ. શ્રી મલયગિરિજી મ. શ્રીની ટીકા છે. તે સરળ છે. તથા આ કર્મપ્રકૃતિ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ ગદ્ય અને ન્યાયની પરિભાષાથી યુક્ત કંઈક કઠીન ટીકા બનાવી છે.
(૪૭) કર્મપ્રકૃતિની લઘુટીકા = જે આત્માનંદ જૈન સભા તરફથી છપાઈ છે.
(૪૮) તત્ત્વાર્થવૃત્તિ = મૂલગ્રંથ પૂજ્ય ઉમાસ્વાતિજીનો ૩૫૦ થી ૪૦૦ સૂત્ર પ્રમાણ સંસ્કૃત છે. તેના ઉપર પૂ. શ્રી હરિભદ્રસૂરિજી તથા પૂ. શ્રી સિદ્ધસેનગણિજીની ટીકા છે. તથા પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ પણ ટીકા બનાવી છે. પરંતુ ફક્ત પહેલા અધ્યાયની જ ટીકા મળે છે.
=
(૪૯) દ્વાદશા૨ નયચક્રોદ્વાર વિવરણ = પૂજ્ય મલ્લવાદીસૂરિજી કૃત શ્રી દ્વાદશાર નયચક્ર ગ્રંથ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૮૦૦0 શ્લોક પ્રમાણ વિવરણ (વિવેચન) સંસ્કૃત ભાષામાં ગદ્યરૂપે લખેલ છે.
(૫૦) ધર્મસંગ્રહ ટીપ્પણ મૂલગ્રંથકર્તા પૂજ્ય ઉ. શ્રી માનવિજયજી મ.શ્રી, તેના ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ ટીપ્પણ લખી છે. જે ભાવનગર જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ છે.
(૫૧) પાતંજલ યોગસૂત્રવૃત્તિ = પતંજલિ ઋષિના બનાવેલા ‘યોગસૂત્ર’ ઉપર ગ્રંથકારશ્રીએ ટીકા લખી છે. જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ છે.
(૫૨) યોગવિંશિકા પ્રકરણ=પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીની બનાવેલી વિંશતિવિંશિકામાં આવેલી ‘યોગવિંશિકા’ ઉપર સંસ્કૃત ટીકા લખી છે જેનું ગુજરાતીમાં વિવેચન અમે પણ પ્રકાશિત કર્યું છે.
(૫૩) શાસ્ત્રવાર્તા સમુચ્ચયવૃત્તિ = મૂલગ્રંથ પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.શ્રીનો છે. સંસ્કૃતભાષામાં પદ્યરચના છે. તેના ૮ સ્તબક છે. તેના ઉપર ગ્રંથકારશ્રીએ ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા બનાવી છે. તેનું નામ ‘સ્યાદ્વાદ કલ્પલતા’ છે. શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત
૨