Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 16
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના (૩) અધ્યાત્મોપનિષદ્ = સંસ્કૃતભાષામાં ૨૩૧ અનુષ્ટુપ શ્લોકો છે. તેમાં શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, જ્ઞાનયોગાધિકાર, ક્રિયાયોગાધિકાર અને સામ્યાધિકાર આમ ચાર અધિકારોનું વર્ણન છે. (૪) અનેકાન્ત વ્યવસ્થા = મૂળ શ્લોકો ૩૩૫૭ છે. અનેકાન્તવાદ સમજાવેલ છે. દ્રવ્યગુણ-પર્યાયના રાસમાં લખેલા સર્વે વિષયોનું આ ગ્રંથમાં સંસ્કૃતભાષામાં સુંદર આલેખન છે. ૧૫ (૫) દેવધર્મ પરીક્ષા = મૂળ શ્લોક ૪૨૫ છે. સ્વર્ગમાં રહેલા દેવો પણ પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે. તે સમજાવ્યું છે તથા જુદા જુદા ૧૭ મુદ્દાઓ દ્વારા દેવો ધર્મી છે. સમ્યક્ત્વધારી છે ઈત્યાદિ કહીને દેવ-દેવીઓએ કરેલી પ્રભુની પ્રતિમાની પૂજાને માન્ય રાખવાનું સમજાવેલ છે. (૬) જૈન તર્ક પરિભાષા મૂળ શ્લોક ૮૦૦ છે. તેના ત્રણ પરિચ્છેદ છે. એક એક પરિચ્છેદમાં પ્રમાણ-નય અને નિક્ષેપાનું સવિસ્તર વર્ણન છે. (૭) ગુરુતત્ત્વવિનિશ્ચય = મૂળ શ્લોક ૯૦૫ છે. પ્રાકૃતભાષામાં પદ્યરચનાવાળો આ ગ્રંથ છે. તેના ઉપર પોતે જ ૭૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃતભાષામાં ગદ્ય ટીકા બનાવી છે. તેમાં ચાર ઉલ્લાસની સંકલના છે. (૮) દ્વાત્રિંશદ્વાત્રિંશિકા = મૂળ શ્લોક ૧૦૬૪ છે. સંસ્કૃત પદ્યમય કાવ્ય છે. દાન વગે૨ે ૩૨ વિષયો ઉપર બત્રીસ બત્રીસ શ્લોકોની રચના છે. તેના ઉપર પોતાની જ બનાવેલી સ્વોપક્ષ સુંદ૨ ટીકા છે. તેનું ગુજરાતી ભાષાન્તર હમણાં જ વિ.સં. ૨૦૬૦માં જ પૂ. આ. મ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયવર્તી પૂજ્ય મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજશ્રીએ કર્યું છે. જે ગ્રંથ વિમોચનનો પ્રસંગ અમદાવાદમાં પાલડીમાં ઘણા ઉત્સવ અને ઉમંગ સાથે થયો હતો. (૯) યતિલક્ષણ સમુચ્ચય = મૂળ શ્લોક ૨૬૩ છે. પ્રાકૃત પદ્યરચના છે. સાધુ મહાત્માનાં ૭ લક્ષણોનું સવિસ્તર વર્ણન છે. (૧૦) નયરહસ્ય નૈગમાદિ સાત નયોનું તથા સપ્તભંગીનું વર્ણન છે. તેમજ કયા કયા નયના એકાન્તવાદમાંથી કયા કયા દર્શનની ઉત્પત્તિ થઈ છે ? ઈત્યાદિ વર્ણન છે. = (૧૧) નયપ્રદીપ = સંસ્કૃતભાષામાં ગદ્યરૂપે લખાયેલો આશરે ૫૦૦ શ્લોકો પ્રમાણ આ ગ્રંથ છે. તેમાં ૨ સર્ગ છે. પહેલામાં સમભંગીનું સમર્થન અને બીજામાં નયોનું સમર્થન કરેલ છે. (૧૨) નયોપદેશ = પ્રસ્થક - પ્રદેશ આદિના ઉદાહરણો આપીને સાત નયોનું વર્ણન કરેલ છે. પોતાની જ બનાવેલ નયામૃત તરંગિણી ટીકા છે. = (૧૩) જ્ઞાનબિંદુ = મૂલ શ્લોકો ૧૨૫૦ છે. જ્ઞાનના મતિજ્ઞાનાદિ પાંચ ભેદો તથા તેના ઉત્તરભેદોનું સ્વરૂપ તથા લક્ષણો સમજાવ્યાં છે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 475