________________
વિકાસનું મુખ્ય સાધન
[ ૭૧ પિતે પોતાનામાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ એવી જ રીતે બીજાં પ્રાણીઓનાં સર્જન કાર્યથી તેઓમાં રહેલી તે શક્તિનું અનુમાન કરી શકીએ છીએ, છતાં એને અનુભવ, અને તે પણ યથાર્થ અનુભવ, એક અલગ વસ્તુ છે.
સામે ઊભેલી દીવાલને કઈ નથી” એમ કહે તે પણ આપણે માની શકતા નથી. આપણે તે તે સામી રહેલ દીવાલના અસ્તિત્વને જ અનુભવ કરીશું. એ જ પ્રમાણે સામી ઊભેલી દીવાલના અનુભવની જેમ પિતાનામાં તથા બીજામાં રહેલ ત્રણ અંશવાળી શક્તિના અસ્તિત્વને તથા એના સામથ્યને અનુભવ કરે એ જ જીવનશક્તિને યથાર્થ અનુભવ કર્યો ગણાય. - જ્યારે આવો અનુભવ પ્રકટ થાય છે ત્યારે પિતાની પ્રત્યે તથા બીજા પ્રત્યે જીવનદષ્ટિ બદલાઈ જાય છે. પછી તે એ ભાવ ઉત્પન્ન થાય છે કે સર્વત્ર ત્રિઅંશી જીવનશક્તિ (સચ્ચિદાનંદ) કાં તો અખંડ કે એક છે, કાં તે સર્વત્ર સમાન છે. કોઈને સંસ્કાર-અનુસાર અખંડાનુભવ થાય કે કોઈને સમાનતાને અનુભવ, પરંતુ એનાથી પરિણામમાં કોઈ પણ ફેર નથી પડતો. અભેદદષ્ટિ ધારણ કરનાર બીજાની પ્રત્યે એ જ જવાબદારી રાખશે, જે એ પિતાની પ્રત્યે રાખતું હશે. વાસ્તવિક રીતે એની જવાબદારી કે કર્તવ્યદષ્ટિ પિતાના તથા પારકાના ભેદથી ભિન્ન નથી થતી. એ જ પ્રમાણે સામાન્ય દષ્ટિ ધારણ કરનાર પણ પિતાના અને પારકાને ભેદથી કર્તવ્યદ્રષ્ટિમાં કે જવાબદારીમાં તારતમ્ય નથી કરી શકતો.
મોહકોટિમાં ગણાતા ભાવોથી પ્રેરિત જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ એકસરખી અખંડ કે આવરણરહિત નથી હોતી, જ્યારે જીવનના યથાર્થ અનુભવથી પ્રેરિત જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ હંમેશાં એકસરખી તથા નિરાવરણું હોય છે, કારણ કે તે ભાવ રાજસ અંશથી નથી આવ્યો હતો તથા તે તામસ અંશથી અભિભૂત પણ નથી થઈ શકે. તે ભાવ સાહજિક છે –સાત્વિક છે.
મનુષ્ય જાતિને સૌથી મોટી કીમતી કુદરતી બક્ષિસ મળી છે તે સાહજિક ભાવને ધારણ કરવાનું કે ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તથા યોગ્યતા છે. તે અસાધારણું વિકાસનું મુખ્ય સાધન છે. મનુષ્યજાતિના ઈતિહાસમાં બુદ્ધ, મહાવીર વગેરે અનેક સંત મહન્તો થઈ ગયા છે કે જેઓએ સેંકડો વિદને આવવા છતાં પણ મનુષ્યજાતિના ઉદ્ધારની જવાબદારીમાંથી કેઈપણ દિવસ પિતાનો પગ પાછો નહોતે ફેરવ્યું. પિતાના શિષ્યના પ્રલેભન દ્વારા સેક્રેટિસ મૃત્યુના મુખમાંથી બચી શકતો હતો, પરંતુ તેણે શારીરિક જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org