________________
સમર્થન કરનારાઓ પૂર્ણ વિચાર કરે) માટે આપ લેકેજ ગાથાઓના ખરા અર્થ સમજીને કુંદકુંદ સ્વામીની આજ્ઞા અને આશયને બરાબર હૃદયમાં ઉતારો તથા તેની ટીકા ટીપણીનું ગ્રંથની સાથે મીલાન કરી જુઓ કે તેના ટીકાકારોએ કેટલી ખેંચતાણ કરીને મુળ ગ્રંથની કેટલી દુર્દશા કરી નાખી છે ? અને તેનું ફળ તેમ કરનારને શું મળશે તે સર્વજ્ઞ દેવજ જાણી શકે છે. પાષાણુ મૂર્તિનું પૂજન કરવું તે ગૃહસ્થ લોકેાનાંજ કર્તવ્યમાં બતાવે છે પરંતુ શ્રાવક ગૃહસ્થનાં કર્તવ્યને પૂરેપૂરા હું આપની સમક્ષ રાખું છું અને તેમાં આપ જોઈ શકશે કે તેમાં મૂર્તિપૂજાને સમાવેશ કરવાની જગ્યા ક્યાં છે. શ્રી કુંદકુંદાચાર્યના વિના બીજા તમામ જૈનાચાર્યોએ શ્રાવકોનાં કુલ કર્તવ્યને નીચેની એક ગાથામાંજ બતાવી આપ્યા છે તે સિવાય શ્રાવકોનું કઈપણ કર્તવ્ય નથી. યથા
दसण वय सामाइय, पासह सचित रायभतेय
बंभारंभ परिगह अणुमण उदिट्ट देस विरदाय सं.-दर्शनं व्रतं सामायिकं पौषधं सचितं रात्रिभुक्तिश्च ब्रह्म आरंभ परिग्रहः अनुमतिः उदिट देशविरतश्च
- ચારિત્ર પાહુડ ૨) અર્થ—દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, સચિત ત્યાગ, રાત્રિ ભેજન ત્યાગ, બ્રહ્મચર્ય, આરંભ ત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતિત્યાગ, તથા ઉદિષ્ટ ત્યાગ આ અગિયાર કર્તવ્ય શ્રાવકો માટે છે તેજ શ્રાવકોની પ્રતિમા (પડિમાં) પણ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com