________________
૯૪
તેઓ મોક્ષ પધાર્યા, કે તરત જ તેમના જડ શરીરને બાળી મૂકવામાં આવ્યું. જે જડની પૂજા પ્રભુની આજ્ઞાનુસાર હોત, તે તેમના શરીરને (પ્રાણ ગયા પછી પણ) સાચવી રાખ્યું હોત, અને તે જડ શરીરની પૂજા કરવામાં આવત પણ તેમ કદી હોઈ શકે જ નહિ. જડની પૂજા ત્રિકાળમાં પણ અજ્ઞાની સિવાય કોઈ
કરેજ નહિ. પ્રશ્ન૨ જે-પત્થર વગેરેના કપિત દેવ મેટા કે
તીર્થકરોના ગુણ મોટા? જે તીર્થકરેના ગુણ મોટા છે, તે પછી તે ગુણ આ કલ્પિત મૂતિ એમાં તે છે જ નહિ. તો આવી ગુણ વગરની મૂતિઓને વંદના કરવી, તે મિથ્યાત્વ ખરૂં કે નહિ?
(જરૂર મિથ્યાત્વજ છે. મૂર્તિમાં એક પણ પ્રકારને ગુણ છે જ નહિ. આવા ગુણ વગરના પત્થરને માનવાથી જે થંડે ઘણે પણ ધર્મ થતું હોય, તે પછી હિમાલય જેવા મેટા પત્થરને માની વધારે ધર્મ શા માટે ન મેળવ? કારણકે મૂર્તિ પણ પત્થર છે અને હિમાલય પણ એક પત્થરજ છે. પણ તેમ ન હોઈ શકે. પત્થરને માનવામાં ધર્મ કદાપિ થઈ જ ન શકે પત્થરને માનવાથી તે પત્થર જેવાજ થવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com