________________
૧૨૫
સહન કરીને મેક્ષે ગયા છે, તેઓએ તે ખરેખર ભૂલજ કરી છે, એમ ઉપરના મતને હિસાબે કહી શકાય. પણ તેમ ન કહી શકાય. આવી સહેલાઈથી મેક્ષ મળે જ નહિ. એ તે દિગમ્બર ધર્મગુરૂએ
ચલાવેલા લાકડાં છે.) ૧૩––શું મૂર્તિની સામે ચંદન ચડાવી દેવાથી સંસારતાપને વિનાશ થઈ શકે છે?
(જવાબ ઉપરની માફક. ચંદનના જીવે તે જરૂર તડકો સહન કરવામાંથી છૂટી સીધા ઉકલી ગયા. પછી ચડાવવાવાળાઓનું શું થશે, તે તે
જ્યારે તે પાપને ઉદય આવશે, ત્યારે જ ખબર
પડશે.) ૧૪–શું મૂર્તિની સામે ચાવલે (ચેખા અક્ષત) ચડાવી દેવાથી અક્ષયપદ મળી શકે છે?
(જવાબ ઉપર મુજબ.) ૧૫-શું મૂર્તિની સામે પુષ્પ ચડાવી દેવાથી કામબાણેને નાશ થઈ શકે છે?
(જવાબ ઉપર મુજબ. કામબાણેને નાશ તે નથી થતું, પણ પુના જીવને નાશ તે
જરૂર થઈ જાય છેજ.) ૧૬–શું મૂર્તિની સામે નિવેદ ચડાવી દેવાથી ભૂખના
રોગને નાશ થઈ જાય છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com