________________
૧૪૪
અનાવશ્યક દિગમ્બર જૈનમૂતિ પર
સામાન્ય વિચારે દિગમ્બર જૈન મૂર્તિપૂજા તદન અનાવશ્યક જ છે-જરા પણ જરૂરી નથી, એ આપણે પાછળના પૃથ્યમાં જોઈ ગયા, છતાં પણ આ વાતને વધારે મજબુત કરવા અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિપૂજા બાબત દિગમ્બર જૈન મૂર્તિપૂજક ભાઈએજ શું કહે છે, તે હવે આપણે જોઈએ.
બાબૂ સૂરજભાનુજી વકીલ જેઓ દિગમ્બર મૂર્તિપૂજક સમાજના એક માનનીય નેતા છે, તેઓ કહે છે કે ૧–જૈન શા વાંચવાથી અને પંડિત ગોપાલદાસજી
આદિ પ્રખ્યાત વિદ્વાનોના ઉપદેશથી એ માલુમ
પડે કે–જૈન ધર્મ એ મૂર્તિપૂજક ધર્મ નથી. ૨–ધર્મને સાર એક ફક્ત વીતરાગતા અને વિજ્ઞા
નતા જ છે. એજ મોક્ષનું કારણ છે. આ બેમાંથી
પણ વીતરાગતાજ વિજ્ઞાનતાનું કારણ છે. ૩–વીતરાગતાથીજ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને
સર્વ સુખ મળે છે એટલા માટે જૈન ધર્મ એક
માત્ર વીતરાગતા પર જોર દીઓ છે. ૪–વીતરાગતા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ વીતરાગે
કહેલ જિનવાણીનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com