________________
૧૫૩
લાગતું હોય ? ભગવાન ગર્ભમાં આવ્યા હતા ૨૫૦૦ વર્ષ પહેલાં, ત્યારે તમે કહો છો કે ભગવાન આજે ગર્ભમાં આવશે, ભગવાને જન્મ લીધો હતે ૨૫૦૦ વર્ષ પહેલાં ત્યારે તમે કહે છે કે–ભગવાન આજે જમ્યાઃ આવી તમારી વિચિત્ર વાતેથી અમને ઘણું જ દુઃખ થાય છે, પણ શું કરીએ? તમને કાંઈ કહેવાતું નથી અને કહીએ છીએ તે તમે ઉલટા ક્રોધે ભરાઓ છે. માટે હજુ પણ આવી બાળ ચેષ્ટા છેડી દેશે તે સારૂં છે.
વૈષ્ણવ ભાઈઓની માન્યતા અનુસાર તેમના રામકૃષ્ણની મૂર્તિઓ આગળ તેમણે કરેલી બધી લીલાઓ કરી, તે મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરી પૂજ્ય માનવી તે ઠીક છે, કારણ કે તેઓ તેમના ભગવાનને અવતાર રૂપ માને છે. પણ તેમની દેખાદેખી કરી આપણું પરમ વિતરાગી પ્રભુની પણ લીલા કરવી–તેમનું બાલ્યજીવન, ગૃહસ્થ જીવન અને રાજગ આદિ ઉજવવાં તે જરા પણ વ્યાજબી નથી. કાગડે હંસની ચાલે ચાલે, અને હંસ કાગડાની ચાલે ચાલે, એ બને નકલ ઠીક ન થઈ શકે પરન્તુ તે હાંસી–માલને પાત્રજ થઈ શકે છે. આવી જ હાલત પંચકલ્યાણકના વિષયમાં થઈ રહી છે. બીજાની દેખાદેખીએ મૂર્તિપૂજક ભાઈઓ લીલા તે કરે છે, ગર્ભથી લઈને નિર્વાણ અવસ્થા સુધીની; પણ આ ભાઈઓ પાસે મૂર્તિ છે ફકત એક નિર્વાણ અવસ્થાની જ, તેને પ્રતિષ્ઠિત કરવાના બહાને આ બધી લીલાઓ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com