________________
૧૫૬
શું આવી રીતે દુનિયાભરના યક્ષ પિશાચ આદિદેવદેવીઓની પૂજા કરવાથીજ જિન-પ્રતિમાં મંદિરમાં પધરાવવા યોગ્ય થઈ શકે? નહિતર નહિ? પંડિત આશાધરજીના પ્રતિષ્ઠા પાઠ અને પ્રાયઃ બીજા બધા પ્રતિષ્ઠા પાઠેમાં યક્ષયક્ષિણીઓ તથા ક્ષેત્રપાળ આદિની મૂતિઓ બેસારવાની પ્રતિષ્ઠા-વિધિ લખેલી છે અને પ્રતિષ્ઠા કર્યા બાદ યક્ષ પિશાચની નિત્ય પૂજા કરવી જોઈએ, એવી ભલામણ છે.
યક્ષાની પ્રતિષ્ઠા પાંચ જગાના પાણથી મૂતિને સ્નાન કરાવ્યા પછી રાત્રીએ કરવી (દિવસે કેમ નહિ, એ પણ એક સવાલ છે. કદાચ દિવસના યક્ષ-પિશાચે તે પૂજા-પ્રતિષ્ઠા જેવા આવવા નવરા નહિ હોય એમ લાગે છે.).
પંડિત આશાધરજીએ મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવાની વિધિમાં લખ્યું છે કે મંદિર પરના કળશેથી એક હાથ ઉંચી ધજા ચડાવે તો આરોગ્યતા વધે છે, બે હાથ ઉંચી ચડાવે તે પુત્ર આદિ સંપત્તિ થાય છે, ત્રણ હાથ ઉંચી ચડાવે તે ધાન્ય આદિ સંપત્તિ વધે છે, ચાર હાથ ઉંચી ચડાવે તે રાજ–વૃદ્ધિ કરે છે, વગેરે.
તે હું કહું છું કે ૫૦–૧૦૦ હાથ ઉંચી ચડાવવાથી દિગમ્બર મૂર્તિપૂજક ભાઈઓને જરૂર સ્વર્ગ કે મેક્ષ મળી જતું હશે. એક હાથ ઊંચી ધજા ચડાવવા માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com