________________
૧૫૪
છે. પરતુ નકલ તે નકલ જ રહે છે. પરમ વિતરાગી મૂર્તિને ગર્ભનું મ્હાનું કરીને જેવી રીતે નાના બચ્ચાંને ઘડીયામાં રાખી ઝુલાવાય છે તેવી રીતે આ વિતરાગી પ્રતિમાને ઘોડીયામાં ઉંધી રાખી ઝુલાવાય છે. આ ઝુલામાં ઝુલાવવાની વિધિ પ્રતિષ્ઠા કરવાવાળા જ કરે છે એમ નથી પણ દરેક સ્ત્રી-પુરૂષ આવીને એક બે હીંચકા નાખી જાય છે અને રૂપીઆ ચડાવે છે. આ સ્ત્રી-પુરૂષને જે કઈ પૂછે કે-જે તમે હીંચકો નાખે તે મતિ બાળ અવસ્થાની હતી કે વિતરાગી અવસ્થાની ? તે જરૂર જવાબ મળશે કે ઉંધી રાખેલ મૂતિ વીતરાગીજ હતી. તે પછી તમે ઝુલાવ્યા તે બાળક ભગવાનને કે વીતરાગને? જરા વિચાર કરે-ખૂબ વિચાર કરે કેઆ લીલા તમે શું હિસાબે કરી રહ્યા છે? આ તે તમે જૈન ધર્મની લીલા કરી રહ્યા છે કે મશ્કરી? જરા એટલે તે વિચાર કરે કે–આ કામ જૈન ધર્મને અનુકુળ છે કે પ્રતિકુળ? આવી લીલાઓથી એ વાત સ્પષ્ટ થાય છે કે હવે મૂર્તિપૂજક જૈન ધર્મ વીતરાગી ધર્મ રહ્યો નથી. મૂર્તિપૂજક ભાઈઓએ બીજાની દેખાદેખી કરીને અને ભટ્ટારકના ચડાવ્યા ચડીને પિતાના અસલી રીત-રીવાજ બેઈ નાખ્યા છે, તેથી તેઓ ન તે અહીંના રહ્યા કે ન તે તહીંના.
પ્રતિષ્ઠા કરાવતી વખતે શું શું કરવું જોઈએ, તેનું વર્ણન પણ જરા સાંભળવા જેવું છે. પ્રતિષ્ઠાના દિવસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com