________________
૧પ૦
પૂજક જને પણ મૂર્તિ પૂજાના આવા ઢંગથી અર્થ અને સમયને નકામે દુરુપયેગ થાય છે, એમ સમજી ગયા છે. અને સમજે તેમાં નવાઈ પણ શું છે? આપણી આજની મૂર્તિ પૂજા પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ અને આદર્શથી નીચી પડી ગઈ છે. તેમાં ફકત સૂકો (ક) ભાવહીન કિયાકાંડજ બાકી રહેલે છે.
જૈન ધર્મના બીજા વિષયે સંબંધી તે હજારે સંસ્કૃતમાં બનેલા પ્રાચીન ગ્રંથે છે, પરંતુ પૂજા વિષયના બહુજ ઓછા ગ્રંથ છે, અને જે છે તે પણ આજ કાલના બનેલા છે. જુના વખતમાં આજના જેવી આડંબર યુકત–ભભકા બંધ પૂજા નહતી થતી. પરંતુ વખત જેમ જેમ ગયે, તેમ તેમ હિંદુઓની દેખાદેખી વધવા લાગી અને જે જિનેન્દ્ર દેવ કેઈના બેલાવ્યા આવે નહિ, તે દેવને જેને મેક્ષમાંથી બોલાવવા લાગ્યા, બેસારવા લાગ્યા અને પછી તેમને યજ્ઞને ભાગ દઈ તેમને વિસર્જન કરવા લાગ્યા.
ઉપર મુજબ બીરધી લાલજી શેઠીના લખાણથી પણ સિદ્ધ થાય છે કે મૂર્તિ અને મૂર્તિ પૂજા નકામા જ છે. મૂર્તિમાં જિનેન્દ્ર હેય જ કેવી રીતે? જિનવર હે કલ્પિત રમેં,
ફિર તે મુકત કહાના કયારે ! વસ્તુ સ્વરૂપ ન જાના જગમેં,.
કિર તે જન કહાના કયારે |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com