________________
૧૪૭
ત્યારબાદ બાબુ જુગલકિશોરજી મુખ્તાર આ બાબતમાં શું કહે છે, તે આપણે જોઈએ.
૮ ઉપાસનાના ઢગ' નામના તેઓના ૧૬-૮-૨૬ ના લેખમાં તેઓ સ્પષ્ટ લખે છે કે – આજકાલ આપણું પૂજાભક્તિ વિકૃત અને સદેષ બની ગઈ છે. પાત્ર કેસરી ” તેત્રના ૩૭મા કલેક મુજબ જિનેન્દ્ર ભગવાને આવી કઈ પૂજા વિધિ બતાવીજ નથી, પણ શ્રાવકે એજ પિનાની મનમાની વિધિ કપિત કરી લીધી છે, અને જેમ જેમ વખત જતે ગયે, તેમ તેમ આ વિધિવિધાને રૂઢ થતાં ગયાં. પૂજાની જે વિધિ આજે પ્રચલિત છે, તેજ પ્રાચીન કાળમાં પણ હતી, એમ કઈ કહી શકે નહિ. પૂજાવિધિમાં બરાબર પરિવર્તન થતું ગયું છે. અમિતગતિ શ્રાવકાચારને બ્લેક કહે છે કે–એક વખત એ પણ હતું કે-જયારે આગળના આચાર્યો વચન અને શરીરને બરાબર સ્થિર કરીને પોતાના પૂજ્ય ગુરૂઓને હાથ જોડતા, મસ્તક નમાવતા અને તેમની સ્તુતિ કરતા; અને તેને જ દ્રવ્ય પૂજા કહેવામાં આવતી હતી, અને મનને દરેક પ્રકારના બાહા વિચારથી દૂર કરી, તેને ધ્યાન આદિ દ્વારા પરમાત્મમાં લીન કરતા અને તેને ભાવપૂજા કહેવામાં આવતી. ત્યારબાદ એક સમય એવો પણ આવ્યો કે–-દેશમાં નિવેદ, દિપ, ધૂપ અને ફળફૂલથી પૂજા થવા લાગી અને તેને દ્રવ્યપૂજા કહેવામાં આવી. હિંદુ દેવતાઓની માફક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com