________________
૧૪૬
ગુણોને યાદ કરીને તે ગુણેની ભક્તિ-સ્તુતિ કરે છે, તે તે બેશક મીડાકાર્યકારી અને ફળદાયક થાય છે. જૈનશાસ્ત્રને સ્પષ્ટ આશય આ છે. આ ઉપરથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ભક્તિ સ્તુતિ, પૂજા અને વંદના માટે નથી તે મૂર્તિની જરૂર કે નથી તે સ્થાપનાની જરૂર, કે નથી જળ કે ચંદન આદિ વસ્તુની જરૂર. જરૂર હોય તે ફક્ત એટલીજ કે, વીતરાગ પ્રભુના વૈરાગ્ય અને ત્યાગરૂપ ગુણેને પિતાના હૃદયમાં બરાબર સ્થાન આપી, તે પ્રમાણે વર્તન કરવાની. કે જેથી કરીને આપણા પાપી હૃદયમાંથી પણ રાગદ્વેષ રૂપી કચરે એ છે થઈ આપણે જરા વધારે પવિત્ર થઈએ, અને આપણે વીતરાગતાની વધારે નજીક પહોંચીએ. -તીર્થંકર પ્રભુએ, સિદ્ધ ભગવાને અને પરમ પવિત્ર સાધુ-મુનિ મહારાજેના ગુણેને યાદ કરી, તેમની સ્તુતિ-ભક્તિ કરતા રહેવાથી આપણા ભાવની શુદ્ધિ થાય છે, અને આ સ્તુતિ–ભક્તિ આપણે ગમે તે જગાએ અને ગમે ત્યાં કરી શકીએ છીએ, ત્યાં મૂતિ હોય કે ન હોય, તેની કઈ જરૂર નથી.
ઉપર મુજબના બાબુ સૂરજભાનુજીના શબ્દોથી સ્પષ્ટ થાય છે કે મૂર્તિની જરાએ જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com