________________
૧૪૧
(જરા જેટલું પણ નહિ. ઉલટું લાભને બદલે નુકશાન ઉઠાવી રહ્યા છે. હજારો અને લાખો રૂપિઆનું પાણી કરે છે, અને ર્મૂતિ પૂજકે, તારણપંથીઓ અને સ્થાનકવાસીઓ સાથે કજીયા ઉભા કર્યા કરે છે. મૂતિ થી ફાયદો કોઈ પણ છે જ નહિ, જ્યારે નુકશાનને તે કાંઈ હિસાબજ નથી. આ નુકશાન કેટલું છે, તેને જે વિગતવાર ખુલાસો લખવા બેસીએ, તે એક સારૂં જેવું પુસ્તક થઈ જાય. આવી રીતે, મૂર્તિ પૂજાથી દરેક
રીતે નુકશાન જ છે.) ૪૨– હવે જે મૂતિ દેખવાથી વૈરાગ્ય પિદા થાય છે,
અને એટલા કારણ માત્રથી જ તે પૂજા કરવા રોગ્ય માની જાતી હોય, તે વાદળાં, ઉલ્કાપાત, અને સ્મશાન વગેરને પૂજ્ય માનવામાં શું વાંધો છે? કે જેનાથી તીર્થકરે જેવાને પણ વૈરાગ્ય થઈ આવ્યો?
(બરાબર છે. મૂર્તિપૂજાએ હવેથી સ્મશાન વગેરેને પણ પૂજ્ય માની તેમની પણ પૂજા કરવી જોઈએ. કારણ કે તેનાથી તીર્થકર જેવા મહાપુરૂષને પણ વૈરાગ્ય થઈ આવ્ય; તે સ્મશાન વગેરેને તે વિશેષ પૂજ્ય ગણવાં જોઈએ. પણ નહિ, તેઓ તેમ નહિ કરે. તેઓ તે પત્થરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com