________________
(લાગે તે છે, પણ કરવું શું? રોજ ઉઠીને પૂજાના દેવદ્રવ્યમાં એક રૂપીએ કેણું ખરચી શકે? તેથી એક રૂપીઆની બદલીમાં એક આનામાં તેટલાજ દ્રવ્યો મળી જતા હોય, તો વાંધે શું? ભગવાન ક્યાં તે દ્રવ્યો ખાવાના છે કે વ્યાધિ ? હા, જે ભગવાન તે દ્રવ્ય સ્વીકારતા ન હાય, તે વાસી દ્રવ્યો ન ચડાવાય. પણ ભગવાન તો ફક્ત જ્ઞાતા-દાજ છે, તેથી આવું વાસી દ્રવ્ય ચડાવવામાં પૈસાને ફાયદે હોય તે ખાસ વાંધો લેવા જેવું નથી. કારણકે કાંઈ બધા
મૂર્તિપૂજક દિગમ્બરો પૈસાદાર હોતા નથી.) ૨૬–મૂતિ અને મૂર્તિપૂજાને આ કપલ કલ્પિત માર્ગ
જે પ્રભુ આજ્ઞાનુસાર હોતે, તે આટલી ભૂલે તેમાં જરૂર ન હોતે. મૂર્તિપૂજા કરવામાં શરૂઆતથી જ અસત્ય અને કલ્પનાઓથીજ કામ લેવાય છે, તે ઠેઠ છેવટ સુધી સત્યનું નામ જ નહિ. તે શું આવા અસત્ય અને લિપત માર્ગના ઉપદેશક જિનેન્દ્ર દેવ હોઈ શકે ખરા? આવો છદ્મસ્થાએ સ્વાર્થવશ બનીને ચલાવેલ મિથ્યા માર્ગ આદરણય કેમ કરીને થઈ શકે?
ન જ થઈ શકે જ્યાં પહેલેથી છેલ્લે સુધી અસત્ય અને કલ્પના જ છે—સત્યનું જ્યાં નામ નિશાન પણ દેખાય નહિ તે મતિ પૂજકમાર્ગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com