________________
૧૧૨
બીજા ભાઈઓનું શું? શું તેમણે બારમે દેવલેક ન જવું ? જવું તે છેજ, એટલે પછી મૂળ નાયકની આસપાસ બીજા તીર્થકરને બેસારીને તે ભાઈઓની પણ બારમા દેવલોક જવાની ઈચછા અમારા આચાર્યોએ પૂરી કરવાને રસ્તો કાઢ.
જે કે આમાં પણ કેટલાક ભાઈઓ વાંધો ઉઠાવશે અને કહેશે કે શાસ્ત્રમાં તે તીર્થકરે તીર્થકર મળે નહિ, એમ કહ્યું છે, ત્યારે અહીં તે એક નહિ પણ ૨૪-૨૪ તીર્થકરે ભેગા કર્યા છે, તેનું શું ?
તે તેના જવાબમાં મારે કહેવાનું કે શાસ્ત્રમાં જે કહ્યું છે તે વાત ખરી પણ તે તે સાક્ષા–હાલતા ચાલતા ઉપદેશ દેતા તીર્થકરને માટે ત્યારે અહીં તે ફક્ત અમે બનાવેલ અને માનેલ ધાતુ કે પાષાણુની મૂર્તિરૂપ તીર્થકરે છે, માટે અમે જે કાંઈ કર્યું છે, તે વ્યાજબીજ
છે અને શાસ્ત્ર પણ સાચાં છે. પ્રશ્ન-૪૯ મો–આજ કાલના અતિશય ક્ષેત્રમાંના
કયા કયા અતિશય ક્ષેત્રના કયા કયા ચમત્કાર તમે અમને નજરો નજર બતાવી શકે તેમ તેમ છો?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com