________________
તે મૂતિ કેમ કાંઈ કરી શકતી નથી ? તે વખતે મૂતિની તાકાત કયાં ગુમ થઈ જાય છે ? સ્વપ્નમાં આવીને મૂર્તિ એમ કહી જાય છે કે હું ફલાણે ઠેકાણે દટાઈ ગઈ છું, માટે મને કાઢે, તે તે મૂતિ પોતાની રાત દિવસ સેવા કરનાર ભકતને એમ કેમ નથી કહી જતી કે-ફલાણે ઠેકાણે લાખ સોનામહોરોના ચરૂઓ પડયા છે, તે કાઢી લી. અને તે પૈસાથી મૂર્તિ પૂજક ધર્મ સારીએ દુનિયામાં ફેલાવે ! આટલું કહેવામાં મૂતિને કર્યો વાંધો આવે તેમ હતો ? પણ કયાંથી કહે ? મૂતિ–એક જડ પત્થર તેમાં આવું કાંઈ કહેવાની તાકાત હોયજ કયાંથી ? આ બધી વાતે મૂર્તિ પૂજકેએજ મૂર્તિના ફેલાવાની ખાતરજ ઉભી કરી છે. તેને અજ્ઞાની લોકોજ સાચી માને છે. પાનસરની મૂર્તિની વાત અને હજુ બે વરસ પહેલાં માટુંગા (મુંબઈ) માં બનેલો કીસ્સે–દેવકથી વિમાન મારફત આવેલી મૂતિ -દરેક ભાઈ જાણતા હશે. આવી વાત થોડે વખત થોડાને જરૂર મૂર્ખ બનાવી શકે છે, પણ આખરમાં તેની પિાલ પકડાઈજ જાય છે. અગાઉથી અમુક જગાએ મૂતિ દાટી રાખવી અને પછી કહેવું કે મને સ્વપ્ન આવ્યું. આવી વાતો આજના જમાનામાં તે હવે ચાલી શકે તેમ નથીજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com