________________
સારી રીતે જાણતા હશેજ. મેક્ષ ગયેલા ભગવાન પાછા આવે નહિ. પણ આ તો ફક્ત અમારી બાળચેષ્ઠાજ છે. આમ કરીને અમે અમારા મનને ખુશ રાખીએ છીએ. બાકી ક્યાં મહાવીર પ્રભુ, ક્યાં ત્રિશલાદેવી માતા અને ક્યાં સિદ્ધાર્થ પિતા ? જેમ મૂર્તિ ખાટી, તેમ આ
બધા પણ આવ્યા–ગયા ખોટા. પ્રશ્ન–૨૯ મે-મૂર્તિના કપિત અરિહંતને જ્યારે રોજ
રોજ સ્નાન કરાવવામાં આવે છે, જાતજાતનાં ભાતભાતનાં પદાર્થો તેમને ચડાવવામાં આવે છે, વગેરે અનેક સંસારી કિયાએ તેમની સાથે રોજ કરવામાં આવે છે, તે પછી બીજી અનેક ક્રિયાઓ જે બાકી રહી જાય છે તે કરવામાં આવે છે કે નહિ? જે નહિ તે કારણ શું ? તથા ઉપર કહેલી રાગયુક્ત ક્રિયાઓ તેમની સાથે કર્યા છતાં પણ આપણા કલ્પિત અરિહંત હજી પણ શું વીતરાગી રહી શકે ખરા?
જરૂર ક્રિયાઓ અમે કરીએ છીએ, તેથી તેમને કાંઇ લેવા દેવા નથી, તેથી . તેઓ તો વીતરાગી છેજ અને રહેવાના.
સ્થાન, ભોજન વગેરે દરેક કિયાએ અમે કરીએ છીએ, તેમાં અમારે હિસાબે તે કાંઈ
બાકી રહી જતું નથી. સંભારી સંભારીને દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com