________________
(ન માને તે કાંઈ નહિ. અમે તે તે વાતને બરાબર પ્રમાણભૂત માનીએ છીએ. અને ભાઈજી, જરા શાંત નિર્મલ ભાવથી વિચાર કરશે તે તમને પણ માલુમ પડશે કે–એવી સાચી ખોટી વાતે ન ઉડાડીએ તે મૂતિને માને પણ કોણ? આજ તે “ચમત્કાર ત્યાં નમસ્કાર છે, અને જુઓને, અમારે ત્યાં આટલે ચમત્કાર છે, તેજ અમારી જન સંખ્યા તમારા કરતાં કેટલીએ વધારે છે.
જે ગાય તે જગાએ દૂધ ઝરતી ન હોત, તે અમને ખબર પણ કેમ પડત, કે ભગવાન અહીં પૃથ્વી નીચે છે. ગાયે દૂધ ઝર્યું, તેથી અમને ખબર પડી, અને અમે ભગવાનને બહાર કાઢી મંદિરમાં પધરાવ્યા. ભગવાન અમને સ્વપ્નામાં ન આવ્યા, તે ગાયને આવ્યા, અને તેથી અંતે તેઓ બહાર નીકળ્યા. આ વાત જેવી અમારા પૂજ્ય આચાર્યો કહી–લખી ગયા હતા, તેવી તમને કહી બતાવી. માનવી ન માનવી, તે તમારી ખુશીની વાત છે. જો કે તમે અમૂતિ પૂજકે તે વાત માનશજ નહિ, એવી મારી ખાત્રી છે, છતાં પણ તમે પ્રશ્ન પૂછે એટલે
મેં જવાબ આપ્યો. પ્રશ્ન-૩૧ મે-તેવીજ રીતે મૂર્તિપૂજક ભાઈઓ એમ કહે
છે કે-કુંડલપુરના મહાવીર સ્વામીજીની પ્રતિમાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com