________________
(શું ધુળ પ્રમાણે આપે? આર્ય સમાજએની વાત તદન સાચી જ છે, મૂર્તિપૂજક જૈનેએ ફક્ત પિતાની મૂર્ખાઈથી જ મૂર્તિપૂજા ચલાવી છે. આ વાત સો ટચના સોના જેવી સાચી છે. આવી સાચી વાતને ખેતી કરવા પ્રમાણે કયાંથી કાઢવાં? તેટલા માટે આજ અત્યાર સુધી તે વાતનો જવાબજ આ નથી.
પ્રશ્ન-૨૪ મે–ગોરોચન, (પ્રાણુ જ દ્રવ્ય) કસ્તુરી આદિ
જે ચીજોને અડતાં પણ શાસ્ત્ર અનુસાર શ્રાવકને પાપ લાગે છે, તે ચીને પૂજામાં ઉપયોગ કરે તે શું મેક્ષ માર્ગ છે?
(નહિજ, મોક્ષમાર્ગ નહિ, પણ નરકમા તે જરૂર છેજ. અમારા આચાર્યો કહી ગયા છે કે–જેથી આવી ઝીણી ઝીણી બાબતમાં અમે પાપને હિસાબજ કરતા નથી. અત્યારે તો મૂતિપૂજા કરી લીઓ, આગે આગે ગોરખ જાગે, તે હિસાબેજ હાલમાં કામ ચાલે છે, અને એમ જે દરેક બાબતમાં પાપને હિસાબ કરવા બેસીએ, તે પૂજા થાય જ કેમ ? અને મૂર્તિપૂજા તે અમારે (તમે લોકો ગમે તેટલું કહે તેપણુ ) કરવી છે જ, એટલે પછી અમે આવી વાતે લક્ષમાં લેતાજ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com