________________
५४
બનાવ્યું, તે અમારા આચાર્યોએ સમેત શિખર અને શેત્રુંજય મહાભ્ય' બનાવ્યાં હિંદુઓએ ગંગામાં ન્હાવા માત્રથી મોક્ષ માળે, તે અમે સમેત શિખર જેવા માત્રથી બીજે ભવે અને શેત્રુંજય જેવા માત્રથી ત્રીજે ભવે મોક્ષ મા. હિંદુઓ જેમ પિતાના દેવ-દેવતાને કામ પડયે
લાવવાના ઢગ કરે છે, તેમ અમે પણ અમારા તીર્થંકર પ્રભુઓને બોલાવવાની વાત કરીએ છીએ. આમ જોશે, તો બધી રીતે અમારી મૂતિ પૂજા એ હિંદુઓની નકલ છે. અસલ
કાંઈ હતું જ નહિ, પછી તે નકલ જ રહેને ? પ્ર-ર૩ મા–“સત્યાર્થ પ્રકાશ” યાનું ૩૨૮માં સ્વામી
દયાનંદ સરસ્વતીએ જે નીચે લખ્યા મુજબ પ્રશ્નોત્તર કર્યા છે, તે સાચા છે કે જુઠ્ઠા ? પ્રશ્નમૂર્તિપૂજા કયાંથી શરૂ થઈ? ઉત્તર-જેનેથી. પ્રશ્ન-જૈને એ કેવી રીતે ચલાવી? ઉત્તર-પિતાની મૂર્ખાઈથી, વગેરે વગેરે.
• હવે જે ઉપરના પ્રશ્નોના ઉત્તરો ખોટા હોય, તે “સત્યાર્થ પ્રકાશ' ગ્રંથને માનવાવાળા આર્યસમાજીઓને નિરૂત્તર કરવા માટે તમે
કયાં કયાં પ્રમાણે આપ્યાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com