________________
૪૮
વસ્તુની પ્રાપ્તિ કરવા માગે છે ? જૈન શાસ્ત્રોના આધારે જવાબ દીઓ.
જન શાસ્ત્રોના આધારે તે મૂર્તિ પૂજા છે જ નહિ, તે તમને એક વાર કહી દીધું, છતાં વારંવાર શા માટે તેના તેજ અને પૂછો છે? મૂર્તિ પૂજા કરવામાં કઈ પણ નય આધાર ભૂત નથી, તેમજ મૂર્તિ પૂજાથી અમારી કોઈ પણ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી સિવાય કે અમારા મનને સંતેષ કે અમે આજે મૂર્તિ પૂજા કરી ધર્મ કર્યો આટલા સિવાય મૂર્તિ પૂજામાં
બીજું કાંઈ પણ નથી. પ્રશ્ન ૧૫ મે-મૂતિ પૂજા કરતાં કયા કર્મોને આશ્રવ
અને બંધ થાય છે ? અને કયા કયા કર્મોની નિર્જરા થાય છે ?
મૂર્તિ પૂજા કરતાં આઠેય કર્મને આશ્રવ અને આઠેય કર્મને બંધ થાય છે. જયાં આઠેય કર્મને આશ્રવ અને બંધ થતું હોય, ત્યાં નિર્જરા થવાની તે વાતજ કયાં રહી ? અને તેમ છતાં કદાચ કઈ કર્મની નિર્જરા થતી હોય, તે તે શાતા વેદનીય કર્મની જે શાતા વેદનીય કર્મ બાંધ્યા હોય, તે આવી મહા પાપકારી મૂર્તિ પૂજા કરતાં શાતા વેદનીય કર્મની નિર્જરા થઈ જાય. શાતા વેદનીય ઉડી જઈ
અશાતા વેદનીય ઉદયમાં આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com