________________
મૂર્તિઓ પણ તીર્થકર રૂપે જ છે. આ પ્રશ્નને જવાબ દિગંબર ભાઈઓ કોઈ રીતે પણ આપી શકે તેમ નથી. કદાચ આપે તે એકજ રીતે કે
અમારી ખુશી, તેમાં તમારે શું ? કઈ મૂર્તિને પૂજ્ય માનવી અને કઈને ન માનવી, તે અમારી મરજીની વાત છે. અમૂતિ પૂજકેએ વચ્ચે આવવાની કે કુદી પડવાની જરાએ જરૂર નથી. કઈ મૂર્તિને માનવી અને કઈને ન માનવી, તે શાસ્ત્રમાં કયાંય લખ્યું નથી, તેથી અમારા આચાર્યો કહે છે, તે મુજબ અમે ભાંગી ગએલ મૂર્તિને જરાએ માનતા
પૂજતા નથી.) પ્રશ્ન-૭ મે-દ્રવ્ય નિક્ષેપાની અપેક્ષાએ શું દુનિયામાં
રહેલા દરેક પત્થર કે પહાડ વગેરે પણ આપને મનથી પૂન્ય થઈ શકે છે ખરાં? કેમકે, કદાચ તે પત્થર–પહાડના પરમાણુઓ કોઈ વખત પ્રતિમા રૂપે રહ્યા હોય અગર ભવિષ્યમાં પ્રતિમા રૂપે રહે.
(તેની તમારે શું પંચાત ? તમારે કોઈ પ્રતિમા પૂજવી નહિ, અને અમને પૂજવાવાળાને કેવળ નકામા પ્રશ્નો પૂછી શા માટે મુંઝવે છે ? હા, જો તમારે પ્રતિમા પૂજવી હોય, તે જવાબ દઉં. બાકી શું તમે અમને એવા મૂર્ખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com