________________
અર્થ–તપ, વ્રત, ગુણથી જે શુદ્ધ સયમ ત્વને જાણે અને લખે એવી અરડુંત મૂદ્રા છે, તે દિક્ષા તથા શિક્ષા પ્રદાયક હોઈ શકે છે. આ વચનોથી પાષાણ મૂર્તિમાં જિન મુદ્રાની કલ્પનાને વિરોધ થઈ જાય છે, કેમકે તેમાં તપ, વ્રત, સમ્યકત્વ આદિને સર્વથા અભાવ છે, જેમાં તપ આદિ ગુણ હોય તે અરહંત મુદ્રા દીક્ષા અને શિક્ષા આપનાર હોય છે તે પાષાણ આદિની મૂર્તિ જડ સ્વરૂપ હોવાથી તે ઉપરનાં ગુણે રહિત છે, તે જિન મુદ્રા ન હોઈ શકે. હવે વિશેષરૂપમાં જિન મુદ્રાનાં ભેદ વિષે પણ શ્રી કુંદકુંદ સ્વામિ જે કહે છે તે સાંભળો -
दृढसंजम मुहाए, ईदियमुहा कसाय दृढ मुद्दा
मुद्दा इह णाणाए, जिणमुद्दा एरिसा जाणिया सं-युद्ध संयम मुद्रा, इन्द्रिय मुद्रा कषाय दृढ मुद्रा मुद्रा इह ज्ञानेन जिन मुद्रा ईदृशो भणिता
બોધ પાહુડ–૧૯ અર્થ–દઢ સંયમ મુદ્રા, ઇન્દ્રિય મુદ્રા, કષાય દ્રઢ મુદ્રા એ જિન શાસનમાં જ્ઞાનસ્વરૂપ જિનમુદ્રા કહેવાય છે.
શ્રી કુંદકુંદાચાર્ય મહારાજની આ આજ્ઞાનુસાર પાષાણાદિની મૂર્તિમાં આ કહેલ લક્ષણે ઘટી શકતા નથી, તેથી તે જિન મુદ્રા નથી થઈ શકતી. કારણ કે તેમાં દઢ સંયમ નથી. તેમજ પાંચ ઇદ્રિ પણ નથી. અને તે જડ સ્વરૂપ હોવાથી તે કષાને જીતી પણ શકતી નથી, જ્યારે પાષાણુની મૂર્તિમાં કાંઈ પણ ગુણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com