________________
જિનવાણીની ઉપાસના તથા આપની મૂર્તિ પૂજામાં કેટલે કેડી અને મહેર એટલે ફરક છે. સૌથી પહેલાં આપ એક વાત વિચારો કે જિનવાણુનાં શબ્દોમાં તીર્થકરોનાં જે ભાવ “દિવ્યધ્વની બેડલવા વખતે ભર્યા હતા તે આ (જિનવાણું) શબ્દોમાં વર્તમાન કાલે તે ભાવ ભર્યા છે કે નહિ ? ત્યારે આપ તે વાતને સહર્ષ સ્વીકાર કરી લેશો કે બરાબર જિનવાણીનાં શબ્દોમાં તેજ ભાવ આ વખતે પણ મોજુદ છે. જે ભાવ તીર્થકરનાં મુખારવિંદથી વાણું કહેતા તે સમયે ભર્યા હતા અથવા તે જે જિન ભાવને ગણધરોએ દ્વાદશાંગમાં ગુંથીને તેમાં ભર્યા છે, જે તે ભાવે ન ભર્યા હોતે, તે આજ તીર્થકરોનો તથા ગણધરને સંપૂર્ણ આશય નષ્ટ થઈ જાત. બસ જૈનસિદ્ધાંતવાદી પણ તે ભાવને જ નમસ્કાર કરે છે કે જે ભાવ તે શબ્દોમાં ભર્યા છે, જેનસિદ્ધાંતવાદી ભાઈ શાસ્ત્રનાં કાગળ શાડી તથા વેષ્ટન આદિ વસ્તુઓને નમસ્કાર કરતા નથી તેમજ પુજા પણ કરતા નથી કે જેવી રીતે આપ પાષાણુ મૂતિને કરે છે, એટલા માટે કહેવું જોઈએ કે આપ “ભાવવાદ” તથા જડવાદની તુલના પિતાનાં કુતર્કોથી કરવા ઈચ્છે છે, તે ભલે કરો પરંતુ છેવટ આપના હાથમાં કુતર્કો જ રહેશે, પણ આપ જિનવાણથી લાભ ઉઠાવી શકશે નહિ, અને મૂતિ કોઈ પ્રકારને મને રથ સિદ્ધ કરી શકતી નથી એમ અમે પ્રથમથી જ કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com