________________
પણ દીએજ નહિ. હવે જે પાપ ક્રિયા કરવાને ઉપદેશ જિનેન્દ્ર પ્રભુ દે છે, એમ જે અમારા મૂર્તિપૂજક ભાઈઓ કહેતા હોય, તે તે વાત તેઓએ પ્રમાણિક ગ્રંથથી સાબિત કરી બતાવવી જોઈએ. અને જે તેમ સાબિત ન કરી શકતા હોય, અને જિનેન્દ્ર દેવનાં વચને તદ્દન નિર્દોષ જ હોય એમ માનતા હોય, તો પછી આ “મૂતિ પૂજાની આજ્ઞા પ્રભુની નથીજ’ એમ દઢ રીતે માનીને મૂર્તિપૂજક દિગંબર ભાઈઓ જિનેન્દ્ર આજ્ઞાનુસાર મૃતિપૂજા છોડીને જૈન ધર્મનું પાલન કરે, ત્યારે તેઓનું કલ્યાણ થઈ શકે છે.
(જવાબ–ઉપરને પ્રશ્ન એ મજાને છે, કે દિગંબર જાઈએ તેને કાંઈ પણ જવાબ દઈ શકે તેમ નથી. કારણકે પાપવાળી મૂર્તિપૂજા કરવાને આદેશ વીતરાગ પ્રભુ ઈ દિવસ દીએજ નહિ. અને જે પાપકારી ઉપદેશ દીએ, તે તેને વીતરાગ
કહી શકાય નહિ ) પ્રશ્ન-૩ જે-જે માણસ પુણ્ય અને પાપ એ બનેથી
મુકત હશે, તેજ આત્મ કલ્યાણ કરી શકશે, પણ તેનાથી ઉલટુ જે માણસ થોડુંક પાપ કરીને મોટી પુણ્યરાશિ લુંટવાની ફિકરમાં પડશે, તે તે માણસ આત્મ કલ્યાણ નહિ જ કરી શકે. તથા જૈનધર્મને તે એ સિદ્ધાંતજ છે કે પુણ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com