________________
૩૬
તે ચીજ માગવી તે કેટલી ગતી છે ? એ વાત વૈરાગ્યનાં વિષયમાં પણ લાગુ થઈ શકે છે કે જ્યારે ઉલ્કાપાતાદિકથી વૈરાય થઈ શકે છે અને તે વૈરાગ્યનું કારણ અહીં પદે પદે ઉપસ્થિત છે તે પછી ખાસ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે મૂર્તિનું અવલંબન કરવું તે કેટલી મોટી ભૂલની વાત છે, જે તે મૂર્તિ દ્વારા થયેલ વૈરાગ્ય સ્થયિ હાય તે તેને બેડો પાર છે, પણ જ્યાં સુધી મંદિરમાં રહે ત્યાં સુધી વૈરાગ્ય અને મંદિરથી બહાર નીકલતા સાથેજ કચેરી, દુકાન આદિ વ્યવહારની હાય-વાય આવી ગઈ તે પછી શું લાભ છે.
ભલા બતાવે કે આ ક્ષણિક શાંતિ અને વૈરાગ્યની હસ્તિ-સ્નાન જેવી ક્રિયા કયાં સુધી મનુષ્યનું કલ્યાણ કરી શકશે, એટલા માટે આ વાતથી એ સિદ્ધ થયું કે જે ક્ષણિક શાંતિ વૈરાગ્યનાં વાસ્તે પાષાણાદિ મૂર્તિનું અવલંબન લે છે તે દિગંબરીય માન્યતા પ્રમાણે અનાવશ્યક છે એમ શ્રી કુંદકુંદાચાર્યજીને અગ સિદ્ધાંત છે. અને તેમનાજ સિદ્ધાંતને અનુકૂળ રહી આગળ પર મને આપવામાં આવ્યા છે–તે અમારા જૈન દીગબરીય ભાઈ અમારું સમાધાન કરશે અગર તે શ્રી કુકુન્દાચાર્યજીના વિચારને અનુમોદન આપશે તે અમારે પુરૂષાર્થ અમે પવિત્ર થય માનીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com