________________
પ્રસ્તાવના
પાઠમેદોમાં વિશેષતા દર્શાવવાની હોય કે શુદ્ધ પાઠ કરે છે તે નક્કી કરવાનું હોય કે મૂળમાં અમે સ્વીકારેલા પાઠના સમર્થન માટે જરૂર હોય તેવાં અનેક સ્થળોએ અમે ટીકામાંથી કોઈ કોઈ અંશોને ઉદ્દન કરીને ટિપણમાં સ્થાને સ્થાને આપેલા પણ છે. તે તે સ્થાને આપેલાં ટિપ્પણુ જેવાથી આ વાત સ્પષ્ટ સમજાશે.
ટીકાનો આદિ તથા અંત્ય ભાગ જોતાં આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજે આના ઉપર ટીકા રચી તે પૂર્વે આના ઉપર રચાયેલી કોઈ પણ ટીકા તેમના સામે હોય કે તેમના ખ્યાલમાં હોય એમ અમને લાગતું નથી. કારણ કે કોઈ પણ પૂર્વવત ટીકા જે હોત તો ટીકામાં નિર્દેશ કર્યો હોત.
આ. શ્રી. અભયદેવસૂરિજી મહારાજે રચેલી આ ટીકા વિક્રમ સંવત ૧૯૩૩માં રાય ધનપતસિંહજી બહાદુરના આગમસંગ્રહમાં ક્કા ભાગ તરીકે મુર્શિદાબાદ (બંગાળ)થી સૌ પહેલાં પ્રકાશિત થઈ હતી. તે પછી આ ટીકા શ્રી આગોદય સમિતિ તરફથી વિક્રમ સંવત ૧૯૭૫માં પ્રકાશિત થઈ છે. તે પછી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ–મુંબઈ તરફથી પણ પ્રકાશિત થઈ છે. અમે આ ગ્રંથનાં ટિપ્પણ તથા પરિશિષ્ટમાં ટીકાનો જ્યાં જ્યાં ઉપયોગ કર્યો છે ત્યાં અનેક હસ્તલિખિત તાડપત્રીય પ્રતિઓનો ઉપયોગ કરીને તે તે પાઠો શુદ્ધ કરીને તે તે પાઠો છાપ્યા છે. આથી જ વર્તમાન કાળમાં જેનો ઘણું ઘણું પ્રચાર છે તે મુદ્રિત પ્રતિઓ કરતાં જુદો પાઠ અનેક સ્થળે અમારા ટિપ્પણોમાં તથા પરિશિષ્ટોમાં જોવા મળશે.
મુદ્રિત પ્રતિઓના પાઠ કરતાં અમારો પાઠ કવચિત કવચિત ભિન્ન હોવા છતાં પણ, જોનારને સગવડતા રહે એટલા માટે પરિશિષ્ટોમાં તથા ટિપ્પણમાં જ્યાં જ્યાં અમે પત્રનો અંક આપ્યો છે ત્યાં આગમોદય સમિતિના પ્રકાશનનો અમે પત્રાંક આપ્યો છે.
પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી, તાડપત્ર તથા કાગળ ઉપર લખેલી અનેક પ્રતિઓને આધારે શુદ્ધ કરેલી આ. શ્રી અભયદેવસૂરિવિરચિત ટીકાને પાઠાંતરો આદિ સંસ્કારો સાથે નજીકના ભવિષ્યમાં પ્રકાશિત કરવાની અમારી ભાવના છે.
આના ઉપર લક્ષ્મીકલ્લોલ ગણીએ પણ વિક્રમ સંવત ૧૫૯૬માં ટીકા રચી છે એમ અમે અન્યત્ર વાંચ્યું છે, પરંતુ આ વૃત્તિ અમારા જોવામાં ક્યાંયે આવી નથી. પરંતુ સેવામંદિર, રાવટી, જોધપુર (Pin 342024), રાજસ્થાન–ના સંચાલક ત્યાગમૂર્તિ શ્રી હરીમલજી પારેખ કે જેમને ઘણું ઘણું હસ્તલિખિત ભંડારીનો પરિચય છે તેમને પૂછતાં તેઓ જણાવે છે કે-H. D. Velankar रोयल एश्याटिक सोसायटी बम्बई के भंडार की चार खण्डों में सूची सन् 1925 से 1930 तक में छापी थी, उसका हवाला जिनरस्नकोश में वेलनकर ने स्वयं दिया है, और इस वृत्ति का उल्लेख पृष्ठ 147 पर किया है। अन्यत्र यह वृत्ति कहीं भी हमारे देखने में नहीं आई है। ......"लक्ष्मीकल्लोल वाली टीका मुंबई एशियाटीक सोसायटी की लायब्रेरी टाउन हॉल फोर्ट में है।
અંત્ય ભાગમાં પ્રશસ્તિમાં આ પ્રમાણે ઉલ્લેખ છે – परेषां दुर्लक्षा भवति हि विवक्षा स्फुटमिदं विशेषाद् घृद्धानामतुलवचनज्ञानमहसाम् । निराम्नायाधीभिः पुनरतितरां मादृशजनस्ततः शास्त्रार्थे मे वचनमनघं दुर्लभमिह ॥३॥ ततः सिद्धान्ततत्त्वज्ञैः स्वयमूह्यः स यत्नतः । न पुनरस्मदाख्यात एव ग्राह्यो नियोगतः ॥४॥ तथान्यन्माऽस्तु मे पापं सद्धमत्युपजीवनात् । वृद्धन्यायानुसारित्वाद्धितार्थ च प्रवृत्तितः ॥५॥ तथाहि किमपि स्फुटीकृतमिह स्फुटेऽप्यर्थतः सकष्टमतिदेशतो विविधवाचनातोऽपि यत् । समार्थपदसंश्रयाद् विगुणपुस्तकेभ्योऽपि यत् (तत्-लीं०) परात्महितहेतवेऽनभिनिवेशिना
ચેતલા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org