________________
પ્રસ્તાવના
“ગાવ' શબ્દથી ગ્રાહ્ય પાઠોને નક્કી કરવાનું કામ કેટલીકવાર સરળ હોય છે. તો કેટલીક વાર અત્યંત મુશ્કેલ થઈ જાય છે. જ્ઞાતાધર્મકથા સત્રમાં પ્રાય: પહેલાં આવી ગયેલા અથવા ગ્રંથાંતરોમાં પ્રસિદ્ધ–બે પદો વચ્ચે રહેલા–પાઠને સૂચિત કરવા માટે નાવ શબ્દનો પ્રયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. પરંતુ નાવ શબ્દથી બે પદો વચ્ચે રહેલા પાકને બધે જ સ્થળે અક્ષરશઃ લેવાનો હોતો નથી. કેટલીક વાર પૂર્વના પાઠને વિભક્તિ બદલીને જ લેવાનો હોય છે, કેટલીક વાર પૂર્વે આવેલા કે ગ્રંથાંતરમાં પ્રસિદ્ધ પાઠમાંથી પ્રસંગ પૂરતો જરૂરી પાઠ જ લેવાનો હોય છે. કેટલીકવાર પૂર્વે આવેલા કે ગ્રંથાંતરમાં પ્રસિદ્ધ પાઠમાંથી માત્ર ભાવ જ ના શબ્દથી લેવાનો હોય છે. કેટલીક વાર વાવ શબ્દથી બે પદો વચ્ચેના પાઠને લેવાને બદલે, બે પદો પૂર્વેનો કે પછીનો પાઠ લેવા માટે પણ વાવ શબ્દનો પ્રયોગ કરેલો જોવામાં આવે છે. જેમકે જુઓ પૃ ૧૯૮ ૫૦ ૧૦ તથા ૫૦ ૨-૩. એ જ પ્રમાણે જુઓ પૃ૦ ૨૫૦ ૫૦ ૭ તથા પૃ૦ ૬૩ ૫ ૧૮.
જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયનોમાં ૧૯ જ્ઞાત=દષ્ટાંતો આપેલાં છે. તેનો ઉપનય કોઈક સ્થળે મૂળ ગ્રંથમાં પણ દર્શાવેલો છે. ટીકામાં વિશેષ કરીને ગાથાઓ દ્વારા ઉપનય વર્ણવેલો છે. પાંચમા પરિશિષ્ટમાં આ બધી ઉપનયગાથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
કેટલીક વિશેષ જણાવવા લાયક વાતો, સ્પષ્ટીકરણ, તથા મહત્વના શુદ્ધ પાઠો કે જે અમારા ખ્યાલમાં પાછળથી આવ્યા છે તે અમે છઠ્ઠા પરિશિષ્ટમાં આપ્યા છે.
તે પછી મુદ્રણ દોષથી અથવા અમારા અસાવધાનપણથી કે પ્રફ સુધારવામાં અમારી નજર ચૂકથી જે ભૂલો રહી ગયેલી કે થઈ ગયેલી છે તે સુધારવા માટે શુદ્ધિપત્રક આપેલું છે, જેમકે પૃ૦ ૩૩ પં. ૧૫ રાવ રઘળના બદલે જાવ હવે સાચો પાઠ છે. પૃ. ૫૭ ૫૦ ૨ માં પુવાવરુ ને બદલે Tચાવ સાચો પાઠ છે. પૃ૦ ૬૩ ૫૦ ૫૦૧ માં હાફળ મળે સાચી પાઠ છે. પૃ૦ ૧૫૪ ૫. ૧ માં છિપાવવાને બદલે નવાઝુરિવાર સાચો પાઠ છે. પૃ. ૧૫૫ ૫. ૧માં વહુરા પાઠને બદલે નવરપુર સાચો પાઠ છે. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોમાં આપણે જ્યાં જીવીએ છીએ ત્યાં ખરેખર જ પહેલાં એ રીતે લખાતો હતો એટલે પૃ. ૨૪૮ ૨૦ ૧૦ માં મોહ્યા (ઓફuT) એમ જે અમે છાપ્યું છે ત્યાં સોફuniા જ સાચો પાઠ સમજવાનો છે. આવા આવા મહતવના પાઠો અમે સુધાર્યા છે. તે બધાનો ઉપયોગ કરીને જ ગ્રંથ વાંચવા વિનંતિ છે.
ટીકા-આના ઉપર નવાંગીવૃત્તિકાર આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજે વિક્રમ સંવત ૧૧૨૦માં અણહિલપાટક (પાટણ)નગરમાં રચેલી ૩૮૦૦ શ્લોક પ્રમાણુ વિસ્તૃત ટીકા મળે છે. સામાન્યરીતે મૂળ ગ્રંથોને સમજવા માટે ટીકા એ ઘણું ઉપયોગી સાધન છે તેમાં પણ જ્ઞાતાધર્મકથામાં સાહિત્યિક અલંકારો તથા લાંબા લાંબા સમાસોથી ભરેલાં ઘણું ઘણું વર્ણન છે કે જે સમજવા માટે આ ટીકાને સામે રાખવી એ અત્યંત જરૂરી છે. જ્યાં પાઠાંતરો આપવાના હોય કે
१. एकादशसु शतेष्वथ विंशत्यधिकेषु विक्रमसमानाम् । अणहिलपाटकनगरे विजयदशम्यां च सिद्धेयम् ॥
प्रत्यक्षरं निरूप्यास्या ग्रन्थमानं विनिश्चितम् । अनुष्टुभां सहस्राणि त्रीण्येवाष्ट शतानि च ॥ વિક્રમ સંવત ૧૧૮૪ માં લખાયેલી વં૦ ૧ પ્રતિમાં, સં. ૧૨૦૧માં લખાયેલી છે. રૂ પ્રતિમાં તથા સર ૧૩૦૭ માં લખાયેલી વં૦ રૂ પ્રતિમાં ત્રીજી સપ્ત પાતાનિ ૬ એવો પાઠ છે. એ આધારે ત્રણ હજાર સાતસો શ્લોક આ ટીકાનું અક્ષરગણનાથી (૩૨ અક્ષરનો એક શ્લો) પ્રમાણ છે. આના અદિ ભાગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે– नत्वा श्रीमन्महावीरं प्रायोऽन्यग्रन्थवीक्षितः । ज्ञाताधर्मकथाजस्यानुयोगः कश्चिदुच्यते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org