________________
તક, મીમાંસા, ધર્મશાસ્ત્ર વગેરે વિષયે તેમ જ વસ્તુસ્વભાવશાસ્ત્ર Metaphysics અને નીતિશાસ્ત્ર Ethicsને સમાવેશ પણ દ્રવ્યાનુયેગમાં થાય છે. વસ્તુસ્વભાવશાસ્ત્ર એ આપણે ખરેખરો દ્રવ્યાનુયોગ છે. બાહ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને અરસપરસ સંબંધ, એકબીજા પર થતી અસર અને તેઓનું વાસ્તવિક સ્વરૂપ દ્રવ્યાનુયેગમાં બતાવવામાં આવેલું હોય છે. એક જીવને નિગદમાંથી નીકળીને નિવૃત્તિ પ્રાપ્ત કરવા સુધીમાં વિકાસ કેવી રીતે થાય છે, કેવી કેવી ગતિઓમાં કેવા કેવા વેશ ધારણ કરે છે, કેવાં કેવાં પ્રાણીઓના વિચિત્ર પ્રકારના સંબંધમાં આવે છે અને આ સર્વ વેશ અને સંબંધનું વાસ્તવિક કારણ શું છે, કર્મ અને પુરુષાર્થને પરસ્પર કેવો સંબંધ છે. એ વગેરે અનેક દ્રવ્યાનુગ બતાવે છે. વ્યવહારનીતિને વિષય આ જ અનુગમાં આવે છે. આથી માલુમ પડશે કે દ્રવ્યાનુયોગ શબ્દ બહુ વિશાળ છે અને તેમાં અનેક વિષયોને સમાવેશ થાય છે.
અધ્યાત્મનું સ્થાન અને અધ્યાત્મના વિષયો–દ્રવ્યાનુયોગના પટામાં જે વિષે આપણે જોયા તે પૈકી એક બહુ અગત્યને વિષય અધ્યાત્મ શાસ્ત્રને છે. સામાનમfધાણામF અથવા સાતમનત્ય
૪૬. આત્મા શું છે? કેણુ છે ? તેને વિષય કેવો છે? તેને પૌગલિક વસ્તુઓ સાથે સંબંધ કેવો છે? ક્યારનો છે? કેટલા વખત સુધી છે? તેનાં સગાં-સ્નેહીઓ, મિત્રો અને સંબંધીઓને યોગ કયા કારણથી થયો છે અને તે સર્વમાં વસ્તુસ્વરૂપ યથાસ્થિત શું છે? કેવું લાગે છે? ખોટું સ્વરૂપ સત્ય જેવું લાગે છે તેનું કારણ શું છે ? આત્માની શુદ્ધ દશા કઈ? તેવી કયારે હતી ? નહોતી તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેને માટે કેવો પુરુષાર્થ કરવો પડે ? આત્મા અને કર્મનો સંબંધ કેવો છે ? ક્યાં સુધી છે? આ સર્વ અધ્યાત્મ ગ્રંથના મુખ્ય વિષય છે. એના સમર્થનમાં અનેક પ્રકારની શિક્ષાઓ, સગુણ ગ્રહણ કરવાના પ્રસંગે, સ્થાનો અને કારણે, કમળને દૂર કરવાના ઉપાયે અને વિરાગ્યવાસિત હદય કરવાનાં અનેક સાધન અધ્યાત્મના વિષયમાં ચીતરેલાં હોય છે. ભાવનાનું સ્વરૂપ, ભવની પીડા, પૌલિક પદાર્થોની અસ્થિરતા, રાગદ્વેષનું વિચિત્રપણું, કામનું અંધપણું. ક્રોધનું દુર્જયપણું, કષાયનું કિલષ્ટપણે, વિષયોનું વિરપણું, પાપસ્થાનકનું અધેગમનપણું, પ્રેમનું અનિત્યપણું, જીવનનું ક્ષણિકપણું વગેરે અનેક વિષયે અધ્યાત્મશાસ્ત્રમાં બતાવવામાં આવેલા હોય છે. મનુષ્યની મનોવૃત્તિને બરાબર અંકુશમાં રાખનાર આ અધ્યાત્મ વિષય બહુ જ અગત્યનું છે. દ્રવ્યાનુયોગના અનેક વિષયો પૈકી આપણે પ્રસ્તુત વિષય અધ્યાત્મને છે. તેથી તે શે છે? તેના અધિકારી કોણ છે? તેનાં લક્ષણે ક્યાં છે? આ જમાનામાં આ વિષયની કોઈ પણ રીતે જરૂરિયાત છે કે નહિ? એ બાબતમાં વિચાર કરો અત્રે પ્રસ્તુત છે. આત્મા સંબંધી અને તેને જે જ્ઞાન થાય તેને અધ્યાત્મ જ્ઞાને કહેવાય છે.
આત્માનું સ્વરૂપ-રમાત્મા કોણ છે અને કેવો છે, એવો પ્રશ્ન સહજ ઉત્પન્ન થાય તેવો છે. એ વિષયમાં વિશેષ ઊતરવા જતાં અતિ વિસ્તાર થાય, પણ જૈન શાસ્ત્રકાર એના સંબંધમાં શું કહે છે, તે બહુ સંક્ષેપમાં ધ્યાનમાં લેવું, એ આ ગ્રંથ સમજવાનું પ્રથમ પગથિયું છે. આપણા શરીરમાં ગમન કરવાની શક્તિ પગમાં નથી, જેવાની શક્તિ ચક્ષુઓમાં નથી, સૂંધવાની શક્તિ નાકમાં નથી, પણ એક અંતરંગ સત્તા એ સર્વને નિયમમાં મૂકે છે. એમ ન હોય તે મૃત શરીરને પણ પગ, નાક અને ચક્ષુ હોય છે, છતાં તેને તેને કાંઈ ઉપયોગ નશ્રી. એ અંતરંગ સત્તાને આત્મા તરીકે ઓળખવામાં આવે છે. તે પોતે નિલેપ અવસ્થાને પામે ત્યારે તે તદન શુદ્ધ છે અને તેના પ્રદેશે નિર્મળ તેમ જ અરૂપી છે, પરન્તુ કર્મ પગલના અનાદિ સંબંધથી તે વિચિત્ર વેશ ધારણ કરે છે અને તેથી તેનું મનુષ્ય, તિર્યચ, દેવતા અને નારકી વગેરે નામ આપવામાં આવે છે, કર્મ સંબંધથી જ તે કામ-ક્રોધાદિક કરે અને સુખદ:ખ સહન કરે છે. તેની સાથે લાગેલાં અને લાગતાં કર્મો તે સર્વ પૌગલિક જ છે. તેની શક્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org