Book Title: Vatsalyanidhi Sanghnayak
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust
Catalog link: https://jainqq.org/explore/001452/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિજયશીલચન્દ્રસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ at Education Intemational Page #3 -------------------------------------------------------------------------- ________________ ale Education international For Privale & Personal Use Only www.jainelibrary Page #4 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યનિધિ સંઘનાયક (આચાર્ય શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર) વિજયશીલચન્દ્રસૂરિ GAR , - he ર રાવ w પ્રકાશક શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ ગોધરા વિ.સં. ૨૦૬૪ ઈ.સ. ૨૦૦૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યનિધિ સંઘનાયક (જન આચાર્ય શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર) લે. વિજયશીલચન્દ્રસૂરિ © સર્વાધિકાર સુરક્ષિત પ્રતઃ ૧૦૦૦ વિ.સં. ૨૦૬૪, ઈ.સ. ૨૦૦૮ પ્રકાશક શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ C/o કિરીટકુમાર શાંતિલાલ શાહ રૂષભ, રાયણવાડી, ગોધરા ૩૮૯૦૦૧ પ્રાપ્તિસ્થાન: ૧. નન્દનવન તીર્થ, હાઈ વે, તગડી (ધંધુકા) ૨. આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી જૈન સ્વાધ્યાય મંદિર ૧૨, ભગતબાગ, નવા શારદા મંદિર રોડ, જૈન નગર, આ.ક, પેઢીની બાજુમાં, અમદાવાદ ૩૮૦૦૦૭ મૂલ્ય રૂ. ૧૦૦/ મુદ્રણ વ્યવસ્થા આનંદ શાહ – પ્રારંભ, અમદાવાદ, મો. ૯૮૨૫૦૧૧૪૧૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદથી તથા તેઓશ્રીના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રીવિજયશીલચન્દ્રસૂરિ મહા૨ાજના માર્ગદર્શનપૂર્વક સ્થપાયેલા અમારા આ ‘ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ'ના ઉપક્રમે પરમપૂજ્ય પરમ દયાળુ સંઘનાયક આચાર્ય ભગવંત શ્રીવિજયનન્દનસૂરીશ્વરજી મહારાજના જીવન ચરિત્ર-ગ્રંથનું પ્રકાશન થાય છે, તે અમારા ટ્રસ્ટ માટે ગૌરવ તેમજ આનંદની બાબત છે. પૂજ્યશ્રીઓની પ્રેરણાથી આવા લાભ અમોને પ્રાપ્ત થાય છે, તેથી તેઓ પ્રત્યે અમો આ તકે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. આવા લાભ અમારા ટ્રસ્ટને વારંવાર તેઓશ્રી આપતા રહે તેવી અમારી વિનંતિ છે. આ પ્રકાશનમાં વલસાડ શ્રીસંઘની શ્રીમહાવીરસ્વામી જૈન દેરાસર પેઢીએ જ્ઞાનદ્રવ્ય અર્પણ કરીને ઉમદા લાભ લીધો છે, તેઓની અમે અનુમોદના કરીએ છીએ. આ જીવન ચરિત્ર, અગાઉ ‘શ્રીવિજયનન્દનસૂરિ સ્મારકગ્રંથ'માં પ્રકાશિત થયું છે, તેનું જ આ સ્વતંત્ર પુનઃમુદ્રણ છે. લી. ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરાનો ટ્રસ્ટી ગણ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા - : જે : : • : : : : - જે $ $ + $ $ $ = 9 : : ૦ : : ) 2 ૦ 9 ૦ : ૦ : 9 ૦ : . ૦ * : ૦ R : : S ૦ + S : o = : : 8 o o % : do : છે $ : જ $ જ $ ર + ર ક સમૃદ્ધ સૌભાગ્યનું મંગળ ચિહ્ન જન્મભૂમિ બોટાદ સંસ્કાર ઘડતર ત્યાગભાવનાનું બીજ ભાવતી વસ્તુ જાતવાન છોકરો નસીબ બે ડગલાં આગળ ! ૮. આખરી ફેંસલો ૯. મિસä મહાત્મનામ્ ૧૦. સિંહની જેમ પાળજો ૧૧. જૈન મુનિની વિકાસ કૂચ ૧૨. વિદ્યાની બે પાંખે ૧૩. ગુરુકૃપા ૧૪. કર્મ અને આગમ સાહિત્યનું જ્ઞાન ૧૫. આચાર્યપદવી ૧૬. જયોતિષ અને શિલ્પના જ્ઞાતા ૧૭. નૈતિક શક્તિ અને કુનેહબળ ૧૮. કુટુંબકથા ૧૯. અંજનશલાકા ૨૦. સાદું તત્ત્વજ્ઞાન ૨૧. સ્વાચ્ય ચર્ચા ૨૨. તિથિચર્ચા-૧ : મંડાણ અને ક્લેશવૃદ્ધિ ૨૩. તિથિચર્ચા-૨ : સમાધાનનો નક્કર છતાં નિષ્ફળ પ્રયાસ ૨૪. વેદાન્તના જ્ઞાતા ૨૫. ગુરુભક્તિની પરાકાષ્ઠા ૨૬. સિદ્ધાન્તનિષ્ઠા ૨૭. મુહૂર્ત મેળવવાનું મહાતીર્થ ૨૮, તિથિ ચર્ચા - ૩ ૨૯, શાસન પ્રભાવના ૩૦. સંઘની એક્તા ખાતર ૩૧. સં. ૨૦૧૪નું મુનિસમેલનઃ અમદાવાદ આવવાનો નિર્ણય ૩૨. સં. ૨૦૧૪નું મુનિસમેલન : અમદાવાદમાં આગમન ૩૩. સં. ૨૦૧૪નું મુનિસમેલન : નિષ્ફળતા એ જ સફળતા ૩૪. પંચાંગ પરિવર્તન ૩૫. ઉદારતાનું ઉમદા ઉદાહરણ ૩૬, શુભ કાર્યોની પરંપરા ૩૭. સંઘભાવના ૩૮. ગુણવૈભવ ૩૯. વાત્સલ્યસિંધુ ૪૦. સરળતા અને કુટિલતાનો તફાવત ૪૧. સર્વમાન્ય સૂરિવર ૪૨. શાસન પ્રભાવના ૪૩. પચીસમી નિર્વાણ શતાબ્દી : સફળ નેતૃત્વ ૪૪. જીવન ભવ્યતાનું અભિવાદન ૪૫. જીવન સંધ્યાની યાદગાર વાતો ૪૬. છેલ્લા દિવસો ૪૭. કાળધર્મ ૪૮. છેલ્લી વંદના ર = n m n ...૭૦ ...૭૪ ...૮૩ ...૯૦ ...૯૩ ••.૧૦૨ .૧૦૬ ...૧૦૮ ••.૧૧૨ ...૧૧૬ ...૧૨૨ .૧૨૪ ...૧૨૭ ...૧૨૯ •..૧૩૦ ...૧૩૬ ...૧૩૮ ...૧૪૫ ...૧૬૦ ...૧૬૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક નિવેદન શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ, શ્રીવિજયોદયસૂરિ, શ્રીવિજયનન્દનસૂરિ, આ ત્રણ નામો વીસમી સદીના તપગચ્છ જૈન સંધ માટે તેમજ સમગ્રપણે જૈન શાસન માટે ભારે મંગલકારી અને શાતાકારી નામો રહ્યાં છે. જૈન શાસનના આચાર્ય કેવા મધ્યસ્થ હોય, ઉદાર હોય, સરલ હોય, સહિષ્ણુ હોય, ગંભીર હોય અને વીર્યવાન હોય, તેનો અંદાજ આ ત્રણ ભગવંતોના જીવન-પરિચય થકી સાંપડી રહે તેમ છે. એ ત્રણ પૈકી એક, ત્રીજા ક્રમાંકના, આચાર્ય ભગવંતનું જીવનચરિત્ર આ પુસ્તકરૂપે પુનઃ પ્રસ્તુત થઈ રહ્યું છે ત્યારે, કેટલીક પ્રાસંગિક છતાં મહત્વની વાતો નોંધવી જરૂરી લાગે છે. આપણા કાળના ઉત્તમ શ્રાવકજન પંડિત શ્રીપ્રભુદાસ બેચરદાસ પારેખે પં. મફતલાલ ઝવેરચંદ ગાંધીને વારંવાર કહેલું : “શાસનસમ્રાટ મહાપુરુષનો પૂર્ણ વારસો ૫.પૂ. આચાર્ય શ્રી નન્દનસૂરીશ્વરજી મહારાજે સાચવ્યો છે.” પં. મફતલાલ ગાંધીએ લખ્યું છે ઃ “પ.પૂ.આચાર્ય શ્રીનન્દનસૂરિ મહારાજમાં વ્યવહારદક્ષતા, નિરહંકાર વૃત્તિ, ઊર્ધ્વગામી દષ્ટિ, શાસનરાગ, દૂરંદેશીપણું અને એકતાના વિશિષ્ટ ગુણો છે. શાસનસમ્રાટના પટ્ટધર આઠેઆઠ આચાર્યો હોવા છતાં આખા સમુદાયનું એકસૂત્રીપણું જાળવી રાખવું તે તેમની વ્યવહારદક્ષતાને આભારી છે.. . શાસનના આજે ડોળાતા કોઈ પણ પ્રશ્નમાં તટસ્થ નિરાકરણના સ્થાનરૂપ શાસનના મોવડી તરીકે તેઓ રહ્યા છે.” શ્રીરતિલાલ દીપચંદ દેસાઈએ નોંધ્યું છે : “જવાબદારીભર્યા સંઘનાયક પદને ચરિતાર્થ કરી શકે એવા શાણપણ, ધીરજ, ઠરેલપણું, સમયજ્ઞતા, દીર્ઘદષ્ટિ, સમયસૂચકતા, વિચક્ષણપણું, પારગામી વિદ્વત્તા, પ્રવચનનિપુણતા, અદમ્ય ઈચ્છાશક્તિ, વ્યવહારકુશલતા, દૃઢ મનોબળ વગેરે અનેક ગુણો અને શક્તિઓથી તેઓશ્રીનું જીવન સમૃદ્ધ બનેલું છે. અને તેથી જ શાસન ઉપર આવી પડતી આંતરિક તથા બાહ્ય કટોકટીને વખતે તેઓ સ્પષ્ટ અને પરિણામગામી માર્ગદર્શન આપીને શ્રીસંઘની રક્ષાના યશના ભાગી બની શકે છે.’’ પંડિતવર્ય શ્રીછબીલદાસ કેશરીચંદ સંઘવીએ કહ્યું : “નેમિસૂરિ મહારાજ ગયા ત્યારે સંઘને મોટી ખોટ પડી, ઉદયસૂરિજી મહારાજ ગયા તો પણ સંઘને અપૂરણીય ખોટ પડી : પણ એ બધાયની ખોટનો અનુભવ નન્દનસૂરિ મહારાજના નેતૃત્વ અને માર્ગદર્શન મળતાં રહેવાને કા૨ણે સંઘને ઝાઝો થયો નહિ. પરંતુ જ્યારે નન્દનસૂરિ મહારાજે વિદાય લીધી ત્યારે તો આ ત્રણે ગુરુભગવંતોની ખોટ એકી સાથે સંઘને પડી ગઈ હોવાનો અનુભવ થયો. આચાર્યો તો ઘણા છે, થાય છે ને થશે, પણ નન્દનસૂરિ મહારાજની હોડ કરે તેવા મહાપુરુષ હવે ભાગ્યે જ જોવા મળશે.” આપણા સમયના આ બધા ઉત્તમ ગુણીજનોએ જેમના વિષે આવા અભિપ્રાય દર્શાવ્યા છે તેવા એક આચાર્ય મહારાજનું જીવનચરિત્ર અહીં પ્રસ્તુત થાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક યુગને તેની આગવી ઉપલબ્ધિ પણ હોય છે, સમસ્યા પણ હોય છે. એ સમસ્યા તેમજ સમસ્યા પેદા કરનાર પરિબળો સામે ઝઝૂમનાર અને તે પરિબળોને માઝામાં રાખનાર શક્તિ પણ, આ બધાંની સાથે સાથે જ, પ્રગટતી હોય છે. વીસમા શતકના તપગચ્છ જૈન સંઘના સંદર્ભમાં આ બાબતને તપાસીએ તો, તિથિવિવાદ એ આપણા યુગની જટિલ સમસ્યા હતી. અને તેને પેદા કરનાર બેય તરફી પરિબળો પણ ભારે વિકટ ગણાય તેવાં હતાં. એની સામે, પોતાની મધ્યસ્થતા અને શાસ્ત્રપરંપરાનુસારિતાને સુદઢપણે જાળવી જાણીને, ઝઝૂમનાર શક્તિ એટલે ૫.પૂ. આચાર્ય શ્રીવિજયનન્દનસૂરિ મહારાજ. એમની હાજરી અને એમની હયાતી, તપગચ્છ સંઘ માટે એક ઢાલની અને એક છત્રની ગરજ સારનારી હતી. એમનો પોતાનો અલાયદો કોઈ પક્ષ કે મત ન હતો. શાસ્ત્રપરંપરાનો પક્ષ તે જ તેમનો પક્ષ હતો. વસ્તુત: શાસન, શાસ્ત્ર અને સંઘની મર્યાદા સામે યુદ્ધ અથવા બહારવટે ચડેલાઓને જેર કરવા, ફાવવા ન દેવા, એજ એમનું યુગ-કાર્ય કે જીવન-કાર્ય હતું. તે કાર્ય તેમણે કેટલું સુપેરે બનાવ્યું છે, તે આ ચરિત્ર વાંચનાર સુજ્ઞ જન બરાબર અનુભવી શકશે. એક વિદ્ધજજને મને પૂછેલું : “આ ચરિત્રમાં તો તિથિવિવાદની વાતો ઘણી આવે છે. એ ન રાખો તો ન ચાલે?' મેં કહેલું : “વિવાદ-તે પણ વરવો વિવાદ-આપણને ન ગમે તે સાચું જ છે. પણ જ્યારે આખાયે શાસનને-સંઘને, અમુક તત્ત્વો, અજુગતી રીતે વિવાદમાં હોમી દેતાં હોય ત્યારે જવાબદાર મનુષ્યનું કર્તવ્ય થઈ પડે છે કે સંઘને આ વિવાદમાં ખોટા પક્ષે તણાતો અને બરબાદ થતો બચાવવો. પૂજ્યશ્રીએ આ કર્તવ્ય જે રીતે સફળતાપૂર્વક બજાવ્યું છે તેનું જ બયાન આ પુસ્તકમાં છે. એને જો ટાળી દઈએ, તો આપણા યુગની મુખ્ય સમસ્યા પ્રત્યે અને તેનો નિકાલ કરનાર યુગ-શક્તિ પ્રત્યે આંખ આડા કાન ક્યનો દોષ વહોરવો પડે.” તિથિચર્ચાની વાત આવે એટલે ‘દેવસૂર સામાચારી ની વાત અચૂક સાંભરે. તપાગચ્છનો વર્તમાન મુનિગણ જે સામાચારી-મુખ્યત્વે તિથિવિષયક - આચરે છે, તે “દેવસૂર સામાચારી' તરીકે ઓળખાય છે. “દેવસૂર સંઘ”, “દેવસૂર તપાગચ્છ સંઘ' વગેરે શબ્દ પ્રયોગો પણ આ સામાચારીનો જ સંકેત આપનારા પ્રયોગો છે. સત્તરમા-અઢારમા સૈકામાં ભટ્ટારક વિજયસેનસૂરિ મહારાજ પછી તપગચ્છ સંઘ માં કેટલુંક કલુષિત વાતાવરણ પ્રવર્તેલું. તે પ્રસંગે ગચ્છમાં બે પટ્ટધર થયા, અને બન્નેના નામે બે શાખા પ્રવર્તી : આણંદસૂર (અણસૂર) તપાગચ્છ અને દેવસૂર તપાગચ્છ. પાછળથી બન્ને પક્ષોમાં સમાધાન અને એકીભાવ થતાં આણસૂર શાખા દેવસૂર શાખામાં ભળી ગઈ હતી, અને પછી એ એક જ શાખા - મુખ્યત્વે પ્રવર્તી હતી. આ બન્ને શાખાઓમાં એક મતભેદ તિથિવિષયક એ હતો કે આણસૂર પક્ષ પૂનમ-અમાસના ક્ષયે પછીની એકમ (પડવા) નો ક્ષય થાય તેવું સ્વીકારતો. જ્યારે દેવસૂર પક્ષ એકમનો નહિ, પણ તેરશનો ક્ષય થાય તેવું સ્વીકારતો. પરંતુ, બન્નેનું ઐક્ય થયા પછી તો દેવસૂર પક્ષની આચરણા જ વ્યાપક અને માન્ય ગણાઈ. તેથી આપણો સંઘ દેવસૂર સંઘ કે દેવસૂર તપગચ્છ સંઘ એવા નામે જાણીતો થયો, જે આજે પણ પ્રસિદ્ધ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ વિદ્યમાન છે પણ તપાગચ્છીય શ્રમણ-સમુદાયછે, તે સઘળો વિજયદેવસૂરિ મ.ની પાટપરંપરામાં જ આવનારો છે, તેનાથી અલગ કોઈ સંઘાડો નથી. શ્રી આત્મારામજી મહારાજે પણ પોતાને વિજયદેવસૂરિની પરંપરાના સાધુ તરીકે “જૈન તત્ત્વાદર્શ માં વર્ણવ્યા છે. અમારે ત્યાં, શાસનસમ્રાટ-સમુદાયમાં, જ્યારે દીક્ષા કે પદપ્રદાનના પ્રસંગે નામકરણ વિધિ થાય છે ત્યારે બોલવામાં આવતો પાઠ આ પ્રમાણે છે : “કોટિક ગણ, વજી શાખા, ચાન્દ્રકુલ, આચાર્યશ્રીવિજયદેવસૂરિ-વિજયસિંહસૂરિ પટ્ટપરંપરાપ્રતિષ્ઠિત આચાર્યશ્રીવિજયનેમિસુરિ'... અન્ય સમુદાયોમાં આ પાઠ-પ્રથા નથી જળવાઈ. દેવસૂર સામાચારીનો પ્રખર પુરસ્કર્તા હોવાનું માનનારો સાગર-સંઘાડો પણ આ પાઠ અને આ નામ નથી બોલતો, તે બહુ વિચિત્ર લાગે. “બૃહદ્યોગવિધિ' માં પદપ્રદાનવિધિના પ્રકરણમાં નામકરણવિધાનમાં ‘વિજયસિંહસૂરિ' નું નામ જોવા મળે છે, તે ઉપરથી ભૂતકાળમાં મોટા આચાર્ય ભગવંતોમાં ઉપરોક્ત જેવો પાઠ ઉચ્ચારવાની પ્રથા હોય તો સંભવ છે. પરંપરાથી અનભિજ્ઞ જનોએ પાછળથી તે ઉચ્ચારવાનું જતું કર્યું હશે? બનવાજોગ છે. હમણાં હમણાં “દેવસૂર’ શબ્દ તપગચ્છ સાથે કે સામાચારી સાથે જોડાય તે સામે અમુક વર્ગ તરફથી આપત્તિ ઊભી કરવામાં આવી રહી છે. એમના મતે દેવસૂર’ શબ્દ તપાગચ્છની વિશાળતાને સંકુચિત કરનારો છે. આ શબ્દ કોઈ પક્ષને માન્ય હોઈ શકે, આખા ગચ્છને નહિ. વળી, આ શબ્દ કોઈકે પોતાના હેતુ સિદ્ધ કરવા ઘુસાડેલો છે. મૂળભૂત રીતે આ શબ્દ ક્યાંય પ્રયોજાયો નથી. આનાથીય આગળ વધીને આ વર્ગે હસ્તલિખિત પાનાં શોધી કાઢ્યા છે. જેમાં વિજયદેવસૂરિ મહારાજ શિથિલાચારી હતા અને તેમને ગચ્છ બહાર મૂકવામાં આવેલા, એવું પ્રતિપાદન છે. અને તેથી, આવા આચાર્ય કાંઈ ગચ્છપતિ હોય ? અને તેમના નામે કાંઈ ગચ્છ ઓળખાય? આવો પ્રશ્ન તેઓ પૂછવા માંડ્યા છે. ટૂંકમાં, આ વર્ગનું માનવું એવું છે કે અમે “દેવસૂર’ નથી, અને અમારે એ શબ્દ માન્ય નથી. આ વર્ગને ઉદ્દેશીને કેટલાક મુદ્દા નોંધવા અહીં જરૂરી લાગે છે. ૧. પં.શ્રી રૂપવિજયજી (ડહેલાવાળા) જેવા વૈરાગી મુનિરાજે “ોડપિ યથાર્વઃ” આ શબ્દોમાં વિજયદેવસૂરિને વર્ણવ્યા છે. અર્થાત્ “ગચ્છ પણ જેમના નામે ઓળખાય છે તે.” ૨. તપગચ્છ સ્વયં એક અને અખંડ જ છે. ફક્ત આણસૂર-દેવસૂરના પક્ષ પડવાને લીધે, બન્ને પક્ષોના ઐક્ય બાદ પણ, તે “દેવસૂર તપગચ્છ ના નામે ઓળખાતો આવ્યો છે. અલબત્ત, “દેવસૂર’ શબ્દ લખવાનું બધો વખત આવશ્યક નથી. “તપાગચ્છ” સંઘ એવો શબ્દપ્રયોગ વાસ્તવિક તેમજ સર્વમાન્ય જ છે. માત્ર તિથિવિવાદનો મુદ્દો આવે છે ત્યારે, જે લોકો વિજયદેવસૂરિ-સ્વીકૃત પ્રાચીન અને શાસ્ત્ર-પરંપરાનુસારી આચરણાને સ્વીકારે છે તેઓ, તે આચરણાનો દ્રોહ કરનારા વર્ગથી પોતાને જુદો અને વેગળો રાખવા-દર્શાવવા માટે, “દેવસૂર’ શબ્દ નો પ્રયોગ કરે છે. અને તેમાં કાંઈ અજુગતું નથી જ. પૂનમ-અમાસના ક્ષયે તેરસનો ક્ષય એ દેવસૂર તપગચ્છની માન્ય આચરણા છે. તેથી જુદા પડનારા જે પણ હોય તે બધા દેવસૂર સંઘથી અર્થાત્ તપાગચ્છ સંઘથી વેગળા છે, તે સ્વયમેવ પુરવાર થતી સ્થિતિ છે. ૩. કવિબહાદુર પં. શ્રીદીપવિજયજી મહારાજે પણ આ વાત પોતાના પત્રમાં જણાવેલી છે... श्रीविजयानंदसूरिगच्छीया समस्त संप्रदाय प्रति श्री वडोदरेथी ली.पं. दीपविजयजीनी वंदना... वी. अमास पुंन्यम त्रुटती होइं ते उपर देवसूरिजीवाला तेरस घटाडे छे, तमो पडवो घटाडो छो, ए तमारो હીમો.” Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪. શ્રીપૂજ્ય વિજયધરણેન્દ્રસૂરિજી તરફથી વિ.સં. ૧૯૨૯ માં પ્રગટ થયેલ હેન્ડબિલ માં પણ “...તે ઉપર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયધરણેન્દ્રસૂરિશ્વરજીએ વિચાર્યું કે આપણે શ્રી દેવસુરગચ્છની સમાચારી શી રીતે છે એમ વિચારીને ઠામ ઠામ દેશાંતરના ગીતારથાઉને કાગળ લખ્યા.” આવું લખાણ જોવા મળે છે. એ ઉપરાંત, સાગરગચ્છના શ્રી શાંતિસાગરસૂરિના પત્રમાં પણ “દેવસુરગચ્છના શ્રીજી વિજયધરણેન્દ્રસૂરિ” એવા શબ્દો એકથી વધુ વાર જોવા મળે જ છે. ૪. એક મહત્વની વાત એ છે કે “ડૉ. પી.એલ. વૈદ્ય સમક્ષ (બન્ને પક્ષના આચાર્યોની) મૌખિક પૃચ્છા થઈ હતી.(વિ.સં. ૧૯૯૯ મહા વદિ અમાસ), તેની નોંધ તે વખતે ઉપસ્થિત એવા પં. શ્રીચંદ્રસાગરજી મહારાજે લીધી છે, જે “પર્વતિથિનિર્ણય' ગ્રંથમાં અક્ષરશઃ છપાઈ પણ છે. તેમાં એક પ્રશ્નોત્તર આ પ્રમાણે જોવા મળે છે? “વૈદ્યઃ આપ બન્ને આચાર્યો તપાગચ્છની માન્યતાવાળા છો? બન્ને આ. દેવ : હા. વૈદ્ય : વર્તમાનમાં તપાગચ્છની શાખાઓ કેટલી ? સાગરજી મુખ્યતાએ બે શાખાઓ છે. એક અણસુરતપાગચ્છ અને બીજી દેવસુરતપાગચ્છ. વર્તમાનકાળમાં તપાગચ્છનો સકલ સમુદાય દેવસુર ગચ્છની માન્યતાવાળો છે. આણસૂર ગચ્છની પરંપરાને અનુસરનારા સંતાનીયા નથી. રામવિ. તપગચ્છની ત્રણ શાખા છે. આણસૂર, દેવસૂર અને સાગર. વૈદ્યઃ એ ત્રણમાં તમે કઈ શાખામાં? રામ વિ.: અમે પોતે તો દેવસુર ગચ્છની માન્યતાને અનુસરનારા છીએ.” આ સમગ્ર સંવાદમાં રામ વિ. અર્થાત્ વિજયરામચન્દ્રસૂરિજીએ આપેલો છેલ્લો ઉત્તર, પ્રસ્તુત વિચારણાના સંદર્ભમાં, ખાસ ધ્યાનપાત્ર તથા મહત્વપૂર્ણ છે. વિડંબના એટલી જ કે પોતે પોતાને “દેવસુરગચ્છ” ના અનુસરનારા તરીકે આમ જાહેરમાં સ્વીકારતા હોવા છતાં, તેમના જ પાટવીઓ “દેવસૂર' હોવાનો ઈન્કાર કરતાં ખચકાતા નથી. અને એથીયે વધુ વિડંબનાની બાબત એ છે કે આવા પરંપરાભ્રષ્ટ જીવોની વાતમાં આવીને કેટલાક ભોળા જીવો પણ હવે ‘દેવસૂર’ શબ્દ સામે વિરોધનો ધંધો માંડી બેઠા છે. પ. રહી વાત દેવસૂરિ મહારાજ શિથિલાચારી અને ગચ્છબાહ્ય થયા હોવાની. સત્તરમા-અઢારમાં શતકના ક્લેશકલુષિત અને સંઘર્ષગ્રસ્ત ઈતિહાસથી તદન અનભિજ્ઞ જીવો, અધ્યયન અને વિમર્શ કર્યા વિના જ, આવાં પાનાંને ઈતિહાસનો કે શાસ્ત્રનો દરજ્જો આપી દઈને, એક મહાપુરુષ માટે યુદ્ધાતદ્વા વિચારે કે પ્રલાપ કરે, ત્યારે તેમની અનુકંપા જ ચિંતવવી પડે. ક્રિયોદ્ધારક પં. સત્યવિજયજી ગણિ તથા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ શિથિલાચારી હતા તેવું કોઈ કહે તો કોણ સ્વીકારશે? અને છતાં એમના માટે આવું કહેનારા આજે પણ મળી આવે છે. આ. શ્રી હંસસાગરજીએ, ઉપાધ્યાય ધર્મસાગરજી ગણિને મહાન ઠેરવવાની લ્હાયમાં આ બન્ને મહાપુરુષોને શિથિલાચારી અને અસંયમી વર્ણવવામાં કોઈ કસર નથી છોડી. ઉ. ધર્મસાગર ગણિના Page #12 -------------------------------------------------------------------------- ________________ જીવન-કવનને લગતા સમીક્ષા-ગ્રંથમાં આ વર્ણન જોઈ શકાશે. આ પણ અનુકંપાને પાત્ર જ ગણાય તેવી વાત છે. આમ કોઈ માણસ આવા મહાપુરુષો માટે યાતલ્લા લખી દે, તેથી કાંઈ તેઓ તેવા હોવાનું પ્રમાણિત નથી થઈ જતું. એવી જ રીતે વિજયદેવસૂરિ માટે કોઈકે ગમે તેવું લખી મૂક્યું હોય તેથી તેઓ તેવા હોવાનું સાબિત નથી થઈ જતું. સવાલ આવાં પાનાંઓને મહત્વ આપનારાઓના વિવેકનો છે. વિજયદેવસૂરિ મહારાજ તપગચ્છપતિ હતા. મહાતપસ્વી અને સંયમવંત હતા. તત્કાલીન સમગ્ર ભારતનો જૈન સંઘ તેમની આજ્ઞામાં વર્તતો હતો. ઉપા. યશોવિજયજી વગેરેએ પણ, આણસૂરદેવસુરના ઐક્ય થવા બાદ, તે મહાપુરુષની ગુણ ગાથા ગાવામાં કોઈ મણા નથી રાખી. ખરતરગચ્છના વાચક શ્રીવલ્લભગણિએ તો ‘વિનામદાભ્ય' નામે કાવ્યગ્રંથની રચના તેમના વિષે કરી છે. પોતાની અમુક સ્થિતિમાં અમુક જૂથના પક્ષપાત આદિ કારણે તેમના ગુરુમહારાજે-ગચ્છપતિએ તેમની સામે કોઈ શિક્ષાત્મક પ્રાસંગિક પગલાં લીધાં હોય તો પણ, પાછળથી તો તેઓ જ સમગ્ર તપગચ્છના ગચ્છનાયક બન્યા હતા, અને પક્ષપાતરહિતપણે તેમણે સઘળાં જુથોની માન્યતા મેળવી હતી, તે વાસ્તવિક ઈતિહાસ છે, તેને ઉવેખી કેમ શકાય? અને એટલા જ કારણે તેમને “શિથિલ કેમ કહી શકાય? વસ્તુતઃ તે કાળમાં થયેલા પક્ષભેદને અનુલક્ષીને, બન્ને પક્ષના અનેક લેખકોએ, પરસ્પરના પક્ષનું તથા તે તે પક્ષના ભગવંતોનું ઘસાતું-હલકું દેખાય તેવા અનેક પ્રબંધો, લેખો, રાસાઓ લખ્યા છે, જે ભંડારોમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ થાય છે. આ લખાણો તે ઇતિહાસ નથી. દસ્તાવેજી પ્રમાણો નથી. બન્ને પક્ષની આવી સઘળી પ્રાપ્ય રચનાઓનો તટસ્થ અને ગંભીર અભ્યાસ કરવામાં આવે, અને તેને અન્ય માન્ય પ્રમાણોના પરિપ્રેક્ષ્યમાં મૂલવવામાં આવે, ત્યારે જ તેની ખરાઈ થઈ શકે. તેમ કર્યા વિના આવાં પાનાંઓના આધારે મહાપુરુષો પ્રત્યે અરુચિ કેળવવી, તેમના નામનો નિષેધ કરવો, તે સુજ્ઞ અને વિવેકી જીવો માટે ઉચિત નથી લાગતું. ૬. ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી મહારાજનું નિરીક્ષણ નોંધીને આ વાત આટોપીએ : “લૌકિક પંચાંગમાં જયારે જ્યારે આ બારે પર્વતિથિની વધઘટ-ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે ત્યારે આરાધનામાં તે બારે પર્વતિથિમાંથી કોઈ પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ગણાતી નથી, પણ તેને બદલે અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ ગણાય છે, આ રીતે ચાલી આવતી જે શાસ્ત્રાનુસારિણી શુદ્ધ પ્રણાલિકા, જે પૂ. શ્રીવિજયદેવસૂરિજી મહારાજશ્રીની પરંપરાના નામે પ્રસિદ્ધિ પામેલી છે, એટલું જ નહિ, પણ તેમના પહેલાના સમયમાં પણ આ પ્રણાલિકા હોય, એવી અમારી માન્યતા છે, કારણ કે પૂ. શ્રીહીરવિજયસૂરિજી મહારાજની પરંપરાથી જુદી પરંપરા પ્રવર્તાવવામાં પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજનો કોઈ પણ હેતુ હોય, એવું માનવાને કંઈ પણ કારણ નથી. તપગચ્છ સંઘને તથા તેની સામાચારીને “દેવસૂર' ના નામે ઓળખવા પાછળની પૂર્વભૂમિકા, ઉપરોક્ત વિસ્તૃત વર્ણનથી, પૂરી પડે છે. અને આટલું સ્પષ્ટ હોવા છતાં જેમને સંતોષ થતો ન હોય, તેમને માટે વિશેષ કશું કહેવાનું હવે રહેતું નથી. પોતાની પરંપરાનું ગૌરવ ન સ્વીકારી શકે તેમને વધુ કહેવાનો અર્થ નથી. Page #13 -------------------------------------------------------------------------- ________________ સંકુચિતતાની વાત તો કેટલી બધી વિચિત્ર લાગે છે ! આપણે જૈન હતા, તેમાંથી શ્વેતાંબર થયા; માત્ર શ્વેતાંબર હતા, તેમાંથી મૂર્તિપૂજક થયા; જે. મૂ.પૂ. હતા, તેમાંથી કોઈ એક ગચ્છના થયા; વડગચ્છ કે ચંદ્રકુલના હતા, તેમાંથી તપગચ્છના થયા; તપગચ્છના હતા, તેમાંથી વડી પોષાલ અને લહુડી પોષાલના થયા; તેમાંથી અમુક તમુક સંઘાડાના થયા; આ બધામાં સંકોચ કે સંકુચિતતાનો અનુભવ ક્યાંય ન થાય, અને આણસૂર તથા સાગર ગચ્છના વ્યાવર્તક “દેવસૂર' શબ્દ વખતે જ સંકુચિતતા લાગે ? ગમ્મત પડે તેવી બાબત છે. તથાસ્તુ. શ્રી વિજયદેવસૂરિ મહારાજના નામે પ્રવર્તેલી આ પ્રાચીન અને શાસ્ત્રીય સામાચારી અથવા પ્રણાલિકાના વાહક કહો કે સંરક્ષક-સંવર્ધક કહો, તે છે સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ, અને તેમના પગલે પગલાને અનુસરનારા, તેમના પ્રશિષ્ય આચાર્ય શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજ. શુદ્ધ દેવસૂર પરંપરાનું સંરક્ષણ, આ સાધુપુરુષો અને તેમની અશુદ્ર-ગંભીર તેમજ ખાનદાની ભરેલી દષ્ટિ, સૂઝ અને ક્ષમતાનો લાભ સંઘને ન સાંપડ્યો હોત તો, અશક્યપ્રાય જ હતું, એમ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે. કેમ કે તિથિવિવાદના મૂળ અને ખરા પક્ષકારો બે જ સંઘાડા હતા : ૧. સાગરજી મહારાજનો સંઘાડો, ૨. રામચન્દ્રસૂરિજીનો સંઘાડો. બાકીના સર્વ આચાર્યો તથા તેમના સંઘાડા તો આ કે તે પક્ષના સમર્થક કે સાથીદાર માત્ર રહ્યા છે. માત્ર શાસનસમ્રાટશ્રી અને તેમનો એકમાત્ર સંઘાડો એવો હતો કે જે આ કે તે પક્ષમાં આંખો મીંચીને ઢળી પડ્યો નહિ, પણ સતત મધ્યસ્થતા પૂર્વક આ વિવાદના ઉકેલ માટે સન્નિષ્ઠપણે મથતો રહ્યો છે, અને બન્ને પક્ષકારો સહિત સકલ તપાગચ્છનું ઐક્ય સાધવાની મથામણ કરતો રહ્યો છે. અને તેમ કરવા જતાં બન્ને પક્ષો તરફથી થતા અયોગ્ય અસત્ આક્ષેપોને ખમી ખાઈને પણ ઘણો ભોગ આપતો રહ્યો છે. સં. ૧૯૯૩-૯૪, ૧૯૯૯, ૨૦૦૦, ૨૦૧૪, ૨૦૧૯, ૨૦૪૨, ૨૦૪૪ વગેરેના પ્રસંગો આ બાબતના સાક્ષીરૂપ તથા સાબિતીરૂપ છે. ગૃહસ્થોમાં કેટલાક મનુષ્યો રાજવંશી હોય છે તો કેટલાક મહાજન હોય છે. આવા લોકોમાં લોહીગત અને વારસાગત - જન્મજાત ખાનદાની હોય છે. આવા લોકો આજના નવધનિકો (Neorich) ની માફક “પૈસો છે માટે ઈજ્જત છે એવા નથી હોતા. પૈસો હોય અથવા ન પણ હોય, સત્તા ન પણ હોય, પણ આવા જનો પાસે બુદની ખાનદાની એવી હોય છે કે તે તેમને સહજપણે જ આબરૂદાર સિદ્ધ કરી દે છે. આવા લોકો લેતા નથી. આપે જ છે. એમનામાં અકથ્ય ઉદારતા. વિશાળતા અને સહિષ્ણુતા ભરી પડી હોય છે; દુમનની પણ આપત્તિ વેળાએ તેની પડખે જઈ ઊભા રહેવાનું સામર્થ્ય અને સજ્જતા આવા જનોમાં હોય છે; જતું કરવાની વૃત્તિ, છોડ્યા પછી પાછું વાળીને નહિ જોવાની વૃત્તિ, હીન સામે પણ હીન નહિ જ થવાની વૃત્તિ, હલકી વાતોના બળે એટલે કે હમણાંઅશુદ્ધ સાધનો વડે કોઈને પછડાટ આપવાની રુચિ તેમજ તૈયારીનો સદંતર અભાવ; ગંભીરતા અને દરિયાદિલી-આ બધાં વાનાં આવા ખાનદાન જોનોને જન્મસિદ્ધ હોય છે. જેવું ગૃહસ્થ જનો માટે આ બધું સાચું છે, તેવું જ કેટલાક સાધુપુરુષો માટે તથા તેમના સંઘાડા માટે પણ આ સાચું ઠરે તેમ છે. નેમિસૂરિમહારાજ શાસનના સમ્રાટ કહેવાતા હતા. તેમનામાં, એક સમ્રાટ કે રાજાધિરાજમાં હોવી ઘટે તેવી ખાનદાની ભરપૂર ભરેલી હતી. ઉપરના ફકરામાં વર્ણવેલી Page #14 -------------------------------------------------------------------------- ________________ બાબતો, સાધુપદના સંદર્ભમાં પણ, સૂરિસમ્રાટમાં પૂર્ણપણે અનુભવાતી. અને એ જ સ્થિતિ તેમના વારસદાર એવા નન્દનસૂરિ મહારાજમાં પણ બરાબર અનુભવાતી. એથીયે આગળ વધીને કહી શકાય કે તે મહાપુરુષના સંવાડામાં પણ તેમની ખાનદાનીભરી પરંપરા બહુ મોટા પ્રમાણમાં જીવતી રહી છે. આ મહાપુરુષોએ ક્યારેય હલકી લડાઈ કે લડત કરી નથી. એમની લડાઈ હલકા મુદે નહોતી રહેતી, હલકાં સાધનોથી ન થતી, હલકા લોકો સાથે ન થતી, હલકી રીતે ન થતી. એમની લડાઈ હમેશાં મર્દાનગી-સભર કે સામી છાતીની રહેતી. શુદ્ધ રીતે, શુદ્ધ સાધનો વડે અને શુદ્ધ સિદ્ધાન્ત ખાતર જ તેઓ લડત આપતા. એમાં પણ જયારે સામાવાળા લોકો હલકી રીત દાખવે કે તત્ક્ષણ તેઓ પોતાની વાતોને મ્યાન કરી દેતા. તેમણે, દુશ્મનોની મુશ્કેલીઓમાં તેમને ઉગાર્યાના દાખલા છે. દુશ્મનોની પણ નબળાઈનો લાભ તેમણે કદી ઉઠાવ્યો નથી. પોતાનું ભારોભાર નુકસાન કરનારાઓને પણ ઉદારભાવે ક્ષમા આપ્યાના પ્રસંગો છે. તેઓના નામે કે તેમના સંઘાડાના નામે, કોઈ ક્ષેત્રમાં કે સંઘમાં ક્લેશ અને કુસંપ કરાવ્યાના દાખલા નહિ મળે. પ્રતિષ્ઠા કે ઉદ્દઘાટન જેવાં ધર્મકાર્યો પોતાના હાથે ને નામે જ કરવાની લ્હાયમાં બીજાઓને ત્રાસ કે બરબાદી આપવા જેવી હીનવૃત્તિ આ ખાનદાન ગુરુજનોમાં તથા તેમના સંઘાડામાં જોવા નહિ મળે. સં. ૨૦૪૨ માં પટ્ટક થયો તે વેળા ચાલેલા પ્રચંડ ઊહાપોહ તથા સંઘર્ષના વાતાવરણમાં, તે વખતે બે તિથિ મતના ગણાતા એક અત્યંત પ્રબુદ્ધ તથા જવાબદાર મુનિરાજે મને લખેલું: “એક તરફ અમે – ૨ વાળા છીએ, બીજી તરફ સાગરજીવાળા છે. તમે, નેમિસૂરિવાળા આ બન્ને વચ્ચે ત્રાજવાની દાંડી જેવા કે પછી NAM MOVEMENT (અલિપ્ત ચળવળ) ના સૂત્રધાર સમાન છો. આ બે વચ્ચેના વિસંવાદને તમે જ- નેમિસૂરિવાળા જ શમાવી શકો તેમ છો.” શાસનસમ્રાટ અને તેમના પરિવારની મધ્યસ્થવૃત્તિ, અક્ષુદ્રતા તથા ઉદારતાથી છલકાતી ખાનદાની માટે આનાથી વધુ સારો કયો ઈલકાબ હોય? આવી, બુંદની કે લોહીસિદ્ધ ખાનદાની ભાગ્યે જ ક્યાંય જોવા મળે. આ ખાનદાની વિજયદેવસૂરિ-પરંપરા દ્વારા વારસામાં ઉતરી આવેલી ખાનદાની છે. આ ખાનદાનીમાં ક્ષાત્રતેજ પણ સચવાયું છે, અને મુત્સદ્દીવટ પણ સમાયેલ છે. અને જૈન સંઘે એકસ્વરે જો માન્યતા આપી હોય તો તે આ ખાનદાનીવાળી પરંપરાને જ આપી છે. વિજયદેવસૂરિ મહારાજે પણ જ્યારે અમુક ચોક્કસ જૂથ પ્રત્યે પક્ષપાત દાખવ્યો ત્યારે સંઘે તેમને એકી અવાજે ન સ્વીકાર્યા. તે કારણે જ “આણંદસૂર ગચ્છ' પ્રવર્તેલો. પણ જયાં તેમને વસ્તુસ્થિતિ સમજાઈ, અને પક્ષપાત-મુક્ત બન્યા, તો તત્પણ સકલ સંઘે તેમને વધાવી તથા સ્વીકારી જ લીધા છે. શ્રીનન્દનસૂરિ મહારાજ આ ખાનદાન અને વારસાગત પરંપરાના, દેવસૂર-સામાચારીના પ્રખર સંવાહક હતા. પ્રસંગોપાત્ત કહેવું જોઈએ કે આ સંઘાડામાં જ્યાં સુધી આવી ખાનદાની અંશતઃ પણ જળવાઈ રહેશે ત્યાં સુધી તેને આંચ નહિ આવે. ક્ષીણતા આવી હશે, નષ્ટ નહિ થાય. ક્ષીણતા પણ ક્યારેક, નાદાન પ્રભાવો અને પરિબળોથી ઉગારનારું સાધન બની રહે છે, તે સંભાવના ભૂલવા જેવી નથી. - Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂ. નન્દનસૂરિ મહારાજનું ચરિત્ર છપાય છે ત્યારે તેમના નામ સાથે સંકળાયેલી એક વિશેષ વાત પણ અહીં નોંધવી છે. તેઓશ્રીએ એક ગ્રંથ રચ્યો છે. - “પર્યુષ (તિથિ-વિનિય.’ આ ગ્રંથ સં.૨૦૫૫ માં છપાયા પછી તેનું ગુજરાતી ભાષાંતર આ. શ્રી નરેન્દ્રસાગરજીએ કર્યું તથા છપાવ્યું છે. તેમાં પાછળના અંશમાં તેમણે પોતાના તરફથી થોડુંક ઉમેરણ કર્યું છે, જેમાં ગ્રંથકાર આચાર્યશ્રીની ભૂલ દર્શાવી છે. વાત ભા.શુ. ૫ ના ક્ષયે ૩ નો ક્ષય કરવાના ભાષાંતરકાર આચાર્યશ્રીના સ્વપક્ષીય મતની છે. મૂળ ગ્રંથકારશ્રીએ તે મતનો અસ્વીકાર કરીને તેનાથી ભિન્ન મતનું સયુક્તિક પ્રતિપાદન કર્યું છે. ભાષાંતરકારને તે ગમ્યું નથી, તેથી તેમણે મૂળ ગ્રંથકારની તે ભૂલ' હોવાનું નિરૂપી દીધું છે. આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે પૂ. નન્દનસૂરિ મહારાજ ક્યારેય ત્રીજના ક્ષયના પક્ષમાં હતા નહિ, કે તેમણે તેના સમર્થનમાં કોઈ વાત કે લખાણ પણ કરેલ નથી. પોતાના ભાષાંતર-પુસ્તકની પ્રસ્તાવનામાં ભાષાંતરકારશ્રીએ એક રમૂજ પડે તેવી વાત નોંધી છે. “સં. ૨૦૦૭ માં કદંબગિરિમાં પૂ. નેમિસૂરિ મ.ને મળવાનું થયું ત્યારે તેમણે નન્દનસૂરિ મ.ને દેખાડી તેમના વખાણ કર્યા, તે વખતે મનમાં બેસતું નહોતું.” – (આ મતલબના શબ્દો છે.) હવે, નેમિસૂરિ મ. નો કાળધર્મ ૨૦૦૫માં થયો હતો. તો ૨૦૦૭માં તેઓ આ ભાષાંતરકારને મળ્યા તે કઈ રીતે સંભવિત ગણાય? સાર એટલો કે આટલી પ્રગટ વાતમાં પણ જો આવી ઘાલમેલ કરી શકાય તો ભાષાંતરમાં પણ તેવું થાય તેમાં શી નવાઈ? અસ્તુ. પૂજ્યશ્રીનો સ્મારકગ્રંથ વિ.સં. ૨૦૩૪ માં પ્રકાશિત થયેલો. તેમાં જ આ જીવનકથા પણ પ્રકાશિત છે. શ્રીરતિલાલ દી. દેસાઈએ તેનું સંપાદન કાર્ય સંભાળેલું. વિ.સં. ૨૦૬૪ ના ચાલુ વર્ષે, પૂજયશ્રીની અંતિમ સમાધિની ભૂમિસ્વરૂપ તગડી ક્ષેત્રમાં, શ્રીનન્દનવન તીર્થમાં, તેઓશ્રીના નવનિર્મિત મનોહર ગુરુમંદિરની તથા તેમાં તેમની સુંદર ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી છે તે અવસરને અનુલક્ષીને, સ્મારકગ્રંથમાંથી જીવનકથાનો અંશ આ સ્વતંત્ર પુસ્તકરૂપે પુનઃમુદ્રણ પામી રહ્યો છે, જે હર્ષપ્રદ બીના પૂજયશ્રીની આ જીવનકથા અનેક આત્માઓને અનેક પ્રકારે માર્ગદર્શન પૂરું પાડશે તેવી શ્રદ્ધા સાથે - શીલચન્દ્રવિજય નન્દનવનતીર્થ વિ.સં. ૨૦૬૪, મહાવદિ ૧૦ ૨-૩-૨૦૦૮. Page #16 -------------------------------------------------------------------------- ________________ ચાહે ભલું જગ-જીવનું, કરુણા ધરે દુઃખી પ્રતિ નજરે ચડે જો અન્યના અવગુણ ઉવેખે એ પ્રતિ જેમાં જુએ એ સદ્ગુણો તેની કરે અનુમોદના તે પૂજ્ય નંદનસૂરિવરને ભાવથી કરૂં વંદના Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧) સમૃદ્ધ સૌભાગ્યનું મંગળ ચિહ્ન જૈનધર્મ તો મહાન અને વિશાળ છે; એ જેવો વિશાળ છે એવો કોઈનો ધર્મ નથી. એ સંકુચિત નથી. પણ એને કૂવાના દેડકા જેવો તો આપણે બનાવી દીધો છે. એને વિશાળ કેમ કરવો ? એને વિશાળતા કેમ આપવી? એ માટે આપણામાં સામર્થ્ય નથી, એ આપણી શક્તિ બહારનો વિષય છે; પણ કરીએ તો થઈ શકે.’’ - પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ જૈન શાસનની સાંપ્રત પરિસ્થિતિનો ચિતાર આ શબ્દોમાં જોવા મળે છે. આવી પરિસ્થિતિ સર્જના૨ આપણે જ છીએ, એનો એમાં કડવો છતાં નેકદિલ એકરાર છે. અને આટલું છતાં હજી પણ બાજી હાથમાં છે, ‘જાગ્યા ત્યાંથી સવાર' ગણીને પરિવર્તનની પ્રક્રિયા આરંભીએ તો બગડેલી પરિસ્થિતિનો અંત અવશ્ય આવે, એવા દૃઢ આત્મવિશ્વાસનો સૂર પણ આ શબ્દો વ્યક્ત કરે છે. આ શબ્દોમાં અંતરનું દર્દ ભર્યું છે. હાથે કરીને આપણું સામર્થ્ય આપણે ખોયું છે અને હજી પણ ખોઈ રહ્યા છીએ, એની અકથ્ય વેદના છે. એ સામર્થ્ય પાછું મેળવીને અંતરના આ દર્દને દૂર કરવાની ક્ષમતા આપણામાં છે, એવી પ્રેરક આશા પણ આ શબ્દોમાં ભરી છે. અને એની સાથે જ, એ છતી ક્ષમતાની આપણે ઘોર ઉપેક્ષા કરી રહ્યા છીએ, એની ઘેરી ચિન્તા પણ આ શબ્દો પ્રગટ કરે છે. ભગવાન મહાવી૨ના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવનો ત્યારે પ્રારંભ થયો હતો. એના વિરોધનું તંત્ર પ્રબળ બન્યું હતું. નિર્વાણ મહોત્સવને છિન્નભિન્ન કરવાના પ્રયત્નો પૂરજોશમાં ચાલુ હતા. ગુજરાતના રાજનગ૨- અમદાવાદના સંઘે આ પ્રસંગે સુંદર ઉત્સવ યોજ્યો હતો. એ ઉત્સવ દરમિયાન યોજાયેલી એક સભામાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે ઉપર નોંધેલા શબ્દો ઉચ્ચાર્યા હતા. એ વખતે એમનું દિલ, આ ઉત્સવના વિરોધ દ્વારા જિનશાસનની થઈ રહેલી અવહેલનાને લીધે, ભારે વ્યથા અનુભવી રહ્યું હતું. વિરોધી પરિબળોની અવ્યવસ્થાજનક પ્રવૃત્તિ એમના અંતરને ઊંડો આઘાત આપતી હતી. આ અને આવી અનેક અવહેલનાઓ અને અવ્યવસ્થાજનક પ્રવૃત્તિઓને સર્વથા ડામી દેવાની તીવ્ર ઝંખના, શાસનદાઝ અને સત્યપ્રિયતાએ એમની પાસે આ શબ્દો ઉચ્ચારાવ્યા હતા. સાચી શાસન પ્રભાવનાનું મૂળ સમત્વની સાધનામાં છે. જે સૌનું કલ્યાણ વાંછે અને કરે, એ સાચો શાસનપ્રભાવક. મારાં-તારાંનો ભેદ જેને અસ્પૃશ્ય હોય, એ સાચો શાસનપ્રભાવક. ૧ www.jainelepery.org Page #18 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને સારાસારનો જે વિવેક કરે, એ સાચો શાસનપ્રભાવક. માત્ર સ્વપક્ષની જ નહિ, પરપક્ષની વ્યક્તિમાં પણ જે ગુણ હોય, તેને સરલભાવે સ્વીકારે અને અનુમોદે, એનું નામ સાચો શાસનપ્રભાવક. અન્યના અવગુણ જોવા-જાણવા છતાં, તેની પંચાતથી પર રહીને સમભાવમાં રાચે એનું નામ સાચો શાસનપ્રભાવક. - પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના હૈયાના અણુએ અણુમાં સ્વ-પર કલ્યાણનું અમૃત ભર્યું હતું; છતાં એના પ્રદર્શનની લાલસાથી તેઓ મુક્ત હતા. આ પોતીકો છે ને આ પારકો છે, એવો ભેદભાવ એમને સ્પર્શે જ ન હતો; આનો અનુભવ અનેકોને છે. અસામાન્ય દીર્ધદષ્ટિથી, દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવને અનુસરીને, સાર-અસારનો જે ઉચિત વિવેક તેઓ દાખવતા, એ કદાચ હવે નહિ જોવા મળે. બાહ્ય ડોળ કે આડંબર પૂરતાં જ નહિ, પણ અંતરના નિખાલસ અવાજથી પ્રેરાઈને થતું પરપક્ષના ગુણોનું અનુમોદન તેઓના મુખે સાંભળવું એય એક જીવનનો લહાવો હતો. એમનું જીવનસૂત્ર હતું: “પરની તારે શી પડી, તું તારું સંભાળ.” આ સૂત્રનું તાદાભ્ય એમના પ્રત્યેક વિચાર તથા આચારમાં અનુભવવા મળતું. અને તેથી જ તેઓ સાચા અર્થમાં શાસનપ્રભાવક હતા. એમણે કરેલી સમત્વની સાધના, એમની શાસનપ્રભાવકતાનું રહસ્ય હતી. એમના જીવનના પ્રત્યેક ધબકારે શાસનસેવાની સૂઝ અને દાઝ વણાયેલી હતી, છતાં એનો એમણે ક્યારેય દાવો નથી કર્યો. સાચી શાસનપ્રભાવકતા આજે દોહ્યલી બની છે, ત્યારે એ પૂજ્ય પુરુષના જીવનની ક્ષણક્ષણમાં અને તન-મનના કણ-કણમાં પરિણત થયેલી જિનશાસન પ્રત્યેની સૂઝ અને દાઝનો વાસ્તવિક પરિચય પામવો, એ સમૃદ્ધ સૌભાગ્યનું મંગળ ચિહ્ન બની રહેશે. (૨) જન્મભૂમિ બોટાદ કેટલીક વ્યક્તિઓ પોતાના વતનથી વિખ્યાત બને છે. કેટલાક માણસોની પ્રસિદ્ધિનું કારણ એમનું કુટુંબ હોય છે. in Education International Page #19 -------------------------------------------------------------------------- ________________ આથી ઊલટું, કેટલાંક વતન એમાં પેદા થનાર વ્યક્તિઓ વડે મશહૂર બને છે. અને, કેટલાક માણસો પોતાના કુટુંબને પ્રસિદ્ધિના શિખરે લઈ જવામાં નિમિત્ત બને છે. કશી જ ઐતિહાસિક વિશિષ્ટતા વિનાનું, છતાં પોતાની આગવી વિશિષ્ટતાઓથી ઓપતું બોટાદ શહેર આવાં કેટલાંક વતનોમાંનું એક છે. ઇતિહાસ નોંધ લે, એવો કોઈ બનાવ ત્યાં બન્યો નથી. ઐતિહાસિક ગણાય, એવું કોઈ સ્થાન ત્યાં નથી. અને છતાં, એને પોતાનું આગવું વ્યક્તિત્વ છે, એનું સ્વતંત્ર ખમીર છે. બંદૂકધારી બહારવટિયાઓને ધોકેણાંથી હંફાવીને હાંકી કાઢનાર સ્ત્રીઓ બોટાદમાં પાકી છે. શું વૃદ્ધ ને શું બાળક, શું સ્ત્રી કે શું પુરુષ, જે જાય તેને એક જ ભાવે, પૂરી પ્રામાણિકતાથી માલ વેચનાર વેપારીઓ આ બોટાદમાં થયા છે. ભારતના રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની બાનીને રાષ્ટ્રીયતાનાં પાણી પાઈને ઉછેરવામાં બોટાદનો ફાળો જેવો તેવો નથી. ગુજરાતી કવિતાવૈભવના સમર્થ સ્વામી કવિ શ્રી બોટાદકરની જનમભોમ પણ આ જ બોટાદ છે. ધર્મની અને નીતિની ભાવનાને જીવનમાં વણી જાણનાર ભદ્ર જનસમૂહ બોટાદનું જીવંત વ્યક્તિત્વ છે. નિત્ય સવારે આબાલવૃદ્ધ લોકથી ઊભરાતાં ધર્મસ્થાનો બોટાદની ધર્મભાવનાની સાક્ષી પૂરે છે. ફરતી નાની નાની ટેકરીઓની વચાળે, નદી કાંઠે, વસેલા બોટાદ ગામ સાથે, જળ માછલીના સંબંધે, જોડાયેલી આ વિશિષ્ટતાઓ છે. આવું બોટાદ ગુજરાતના સાહિત્ય ક્ષેત્રે કવિ બોટાદક૨થી પ્રતિષ્ઠા પામ્યું છે અને એમાં પાકેલા પનોતા સાધુપુરુષોએ એને ધર્મ ક્ષેત્રે ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે. આ સાધુપુરુષોમાંના એક હતા જૈન આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ. દેખીતી રીતે જૈન ધર્મક્ષેત્રે, અને ખરા સ્વરૂપે જોઈએ તો, જૈનેતર ધર્મ-સંપ્રદાય, સાહિત્ય અને એવાં વિવિધ ક્ષેત્રોમાં તેઓ પોતાની આગવી પ્રતિભા વડે પ્રતિષ્ઠા પામ્યા હતા અને એ રીતે તેમણે બોટાદને પણ ઉજ્જવલ પ્રતિષ્ઠા અપાવી હતી. બોટાદનું એક વણિક કુટુંબ આ સાધુપુરુષના જન્મે પાવન બન્યું હતું. બોટાદની વણિક કોમમાં એક સિંહપુરુષ રહેતા હતા. નામે શા. હેમચંદ શામજી, નાતે દશા શ્રીમાળી, ધર્મે જૈન. બોટાદમાં એ સાવઝ તરીકે ઓળખાતા. સાવઝ જો ખડ ખાય તો હેમચંદભાઈ પ્રામાણિકતા ૩ www.jaineliby.org Page #20 -------------------------------------------------------------------------- ________________ છોડે, સાવઝ જો પીછેહઠ કરે તો હેમચંદભાઈ પોતાની ટેકથી પાછા હઠે આવી એમની શાખ હતી. એ રૂના વ્યાપારી હતા, પણ મોસમ પ્રમાણે બીજા ધંધાય કરતા. સંતોષનો ને નિરાંતનો એ જમાનો હતો. પોતે પૂરતું કમાતા-રળી લેતા એટલે એમને બીજી કશી હાયવોય કે ઉપાધિ ન હતી. વ્યાપારની જેમ એમનો સંસાર પણ સાજા-નરવો હતો. એમનાં ધર્મપત્નીનું નામ સૌ. જમનાબહેન. જમના નદીમાં પાણીનો અખંડ પ્રવાહ વહે એમ એમના જીવનમાં સાદાઈ, સેવા ને સંતોષ જેવા આદર્શ ગુણોનો ઝરો સતત વહ્યા કરતો. સંસાર જીવનના મધુરાં ફળ જેવાં એમને ત્રણ પુત્રો હતા: મોટા સુખલાલ, વચેટ હરગોવિંદ ને નાના નરોત્તમ. નાના નરોત્તમ એ જ આપણા ચરિત્રનાયક. વિ.સં. ૧૯૫૫ની દેવઊઠી અગ્યારશે એમનો જન્મ થયો હતો. જે પર્વદિને યમુનાના લાલ, પુરુષોત્તમ શ્રીકૃષ્ણ દરિયામાં જાગ્યા, એ જ પુણ્યદિવસે બોટાદમાં માતા જમુનાના લાલ “નરોત્તમ'નો જન્મ થયો. આ પણ વિધિનો કેવો સુંદર સંકેત ! સંસ્કાર ઘડતર નરોત્તમનો ઉછેર ઠીક ઠીક કહી શકાય એવા સંસ્કારી અને સાદા વાતાવરણમાં થયો. મોટેરાંની ધાક ખાસ નહિ, છતાં ઘરનું વાતાવરણ જ એવું સ્વસ્થ હતું કે બધાં મોટેરાંની આમન્યા જાળવવામાં ને પોતાને કરવાના કામમાં નિયમિત રહેતાં. પોતાથી મોટાનું બહુમાન કરવાની વૃત્તિ નરોત્તમને પાયાના સંસ્કાર તરીકે મળી હતી. એ સમજણા થયા ત્યારથી કુટુંબગત ધાર્મિક સંસ્કારો પણ એમણે ઝીલવા માંડ્યા. રોજ દેરાસરે જવું, દર્શન-પૂજન કરવાં, એ એમાં મુખ્ય હતા. નાના હતા ત્યાં સુધી બા કે બાપુજી સાથે ને સમજુ થયા પછી પોતાની મેળે, ઉપાશ્રયે સાધુમહારાજ હોય તો તેમને વંદન કરવા જતા. નાનપણથી એમનામાં પરગજુપણાનો, કોઈનું ભલું કરી છૂટવાનો સંસ્કાર સારા પ્રમાણમાં ખીલેલો. આડોશ-પાડોશમાં કોઈ નાના-મોટા કાંઈ પણ કામ ચીંધે, તો તેઓ હોંશે હોંશે કરી આપતા; ઘરડાંને માંદાની માવજત પણ બને તેટલી કરતા. ઉપાશ્રયે સાધુ આવ્યા હોય, ને તેમણે શ્રાવકનાં ઘર ન જોયાં હોય, તો ખૂબ હોંશથી તેઓ એમને ઘરે ઘરે લઈ જતા. Ja Education International Page #21 -------------------------------------------------------------------------- ________________ પાંચ કે છ વર્ષની ઉંમરે તેઓ નિશાળે બેઠા. એ વખતે આંકને “રામ” કહેતા. બા ને બાપુજી વાળુપાણી કરી લીધા પછી રાત્રે પરવારે, ત્યારે નરોત્તમ એમની પાસે બેસે, ને એમના પગ દબાવે. પછી બા એમને પાસે બેસાડીને “રામના મોં પાઠ લેવરાવે. એકથી માંડીને સો સુધીના તથા સવાયા, અઢિયા, દોઢા વગેરે “રામ રોજ બોલી જવાના. પછી સૂતાં પહેલાં બા જૂના દુહા-છંદ શીખવે ને એ બહાને સારી સારી વાતો ય કહે : ભણે ગણે એ વેપારી, ના ભણે એ ઠોબારી; ભણે ગણે એ નામું લખે, ના ભણે એ દીવો ધરે.” નરોત્તમભાઈના કુમળા માનસ પર આ બધાની છાપ ઘેરી પડી હતી, એમ તેઓ છેલ્લાં વર્ષોમાં કહેતા. પ્રાથમિક ભણતર પછી તેમને અંગ્રેજી નિશાળમાં દાખલ કરવામાં આવ્યા. એ સાથે જ ધાર્મિક ભણતર માટે પાઠશાળાએ પણ જતા થયા. પાઠશાળાના માસ્તર જસરાજભાઈ હતા. એ ધાર્મિક ભણાવતા. ગ્રહણશક્તિ ને યાદશક્તિ પહેલેથી જ તીવ્ર, એટલે ભણવામાં સારી પ્રગતિ કરવા માંડ્યા. અંગ્રેજી ચાર ધોરણ સુધી ભણ્યા. અંગ્રેજી ગદ્ય ફકરાઓ અને કવિતાઓ બોલવાનો શોખ ઘણો. છટા પણ ખુમારી ભરી. જયોર્જ ધ ફિફથના રાજ્યાભિષેક વખતે બોટાદમાં મેળાવડો યોજાયો, ત્યારે અંગ્રેજી કવિતા બોલવા માટે એમની પસંદગી થઈ અને તેઓ પણ સૌને ટપી જાય એવી છટાદાર રીતે કવિતા બોલ્યા. પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ પણ સારું એવું લીધું. એકવાર બન્યું એવું કે, બાપુજીને ધંધાકીય કારણસર કોઈક કેસ લડવાનો આવ્યો. કેસ મુંબઈ ચાલે એટલે એ માટે મોટાભાઈ સુખલાલ મુંબઈ જઈને રહ્યા. એ વખતે એકવાર એમણે આખા કુટુંબને મુંબઈ તેડાવ્યું. મુંબઈ વાલકેશ્વરમાં ઘર ભાડે લઈને રહ્યા. ત્યાં છ માસ રહેવાનું થયું એટલે નરોત્તમને બાબુ પનાલાલની નિશાળમાં ભણવા મૂક્યા. અંગ્રેજી ચોથું ધોરણ ત્યાં જ પૂરું કર્યું. આ નિશાળમાં અંગ્રેજી સાથે ધાર્મિક અભ્યાસ પણ કરાવાતો. ધાર્મિક શિક્ષક તરીકે ઘણું કરીને શ્રી માવજી દામજી શાહ તે વખતે હતા. એકવાર નિશાળમાં ધાર્મિક પરીક્ષા લેવાઈ. એમાં નરોત્તમ પહેલે નંબરે આવ્યા. મુંબઈ રહ્યા એ દરમિયાન દર સોમવારે વાલકેશ્વરથી ભાયખલા મોતીશા ટ્રસ્ટના દેરાસર દર્શન કરવા કુટુંબ સાથે જતા. નરોત્તમે નીડરતા શરૂથી જ કેળવેલી. સાહસ કરવું, ને ડરવું નહિ, આ બે વાત એમણે બરાબર પચાવેલી. એ વખતની પરિસ્થિતિ એવી હતી કે બોટાદના સ્થાનકવાસી સંઘ ને દેરાવાસી સંઘ વચ્ચે www.jainelikeely.org Page #22 -------------------------------------------------------------------------- ________________ કજિયા-કંકાસ ચાલે, ગાળાગાળી ને મારામારી થાય, એકબીજાના ધર્મપ્રસંગે પથ્થરબાજી પણ થાય. આવી સ્થિતિને લીધે એકવાર તો બંને સંઘો કોર્ટે પણ ચડેલા. એક પ્રસંગે વરઘોડામાં તોફાન થયું ત્યારે ચાંદીનો રથ, સ્વપ્નાં, છડી વગેરે જોખમ સાચવવું જરૂરી બન્યું. નાની ઉંમરના નરોત્તમે એ વખતે ચાંદીની બે છડી પોતે લઈ લીધી, ને તોફાન શમી ગયું ત્યાં સુધી નીડરપણે સાચવી રાખી. આમ, નરોત્તમને ખૂબ જ સહજ રીતે, કોઈ વિશેષ પ્રયત્નો કર્યા વગર, પાયાના સંસ્કારોનું ઘડતર મળ્યું, એમ કહી શકાય. આ સંસ્કારોના પાયા પર એમની ઉત્તુંગ ને ભવ્ય જીવન ઇમારત બંધાઈ. (૪) ત્યાગભાવનાનું બીજ બોટાદે આજે ભારે રૂડા શણગાર સજ્યા હતા . ગામના પાદરથી લઈને દેરાસર- ઉપાશ્રય સુધી ચોતરફ લાલ-લીલી પતાકાઓનાં તોરણો લટકતાં દીસતાં હતાં. આંગણે આંગણે નાના નાના માંડવા બંધાયા હતા. દેરાસર આગળ મોટો મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી બજી રહેલી નોબતોના પડઘા ગામને પાદરને ઓળંગીને ક્યાંય દૂર સુધી સંભળાતા હતા – જાણે નોબતખાનામાંથી રેલાતા એ સૂરોને ઉતાવળ હતી – બોટાદને આંગણે પધારી રહેલા સૂરિસમ્રાટનું સૌપહેલું સ્વાગત કરી લેવાની. હા, તેઓ સૂરિસમ્રાટ હતા. કારણકે આગમ-સૂત્રોના યોગ વહેવાની સૈકાઓથી વસરાયેલી ને વીખરાયેલી પ્રણાલિકાનું પુનરુજીવન કરીને તેઓ સાચા અર્થમાં સર્વપ્રથમ સુવિહિત આચાર્ય બન્યા હતા. એમનાં પુનિત પગલાંથી આજે બોટાદ નગર પાવન થવાનું હતું. એના જ હર્ષમાં આજે એ સજધજ થયું હતું. સામૈયાનો વખત થયો ને ગામના આબાલવૃદ્ધ સૌ સુરિસમ્રાટને લેવા ગામ બહાર ગયાં. ઢોલ, ત્રાંસા, શહનાઈ, નોબત વગેરે દેશી વાદ્યો મીઠા સૂર રેલાવતાં હતાં. સ્ત્રીવૃન્દ મંગળગીત ગાતું હતું. સૌનો આનંદ માતો નહોતો. પોતાના વિદ્વાન યુવાન શિષ્યોના સમુદાય સાથે સૂરિસમ્રાટ વિહાર કરીને ગામને પાદર આવી પહોંચ્યા, ને સામૈયું શરૂ થયું. દસ દસ ડગલે બંધાયેલા નાના નાના માંડવાઓમાં સૂરિસમ્રાટ પ્રવેશ કરતા ત્યારે સામૈયું થોભતું. માંડવામાં પાટ ઢળાતી હતી. એના પર સૂરિસમ્રાટ બેસતા, જનતાના વંદન સ્વીકારતા અને બુલંદ અવાજે “ધર્મલાભ” ઉચ્ચારતા. ગહુલીઓ થાય, અક્ષતના વધામણાં થાય, પછી સામૈયું આગળ વધે. ain Education International Page #23 -------------------------------------------------------------------------- ________________ માણસ હકડેઠઠ ઊભરાયું હતું. કહે છે કે બોટાદ સંઘના સમગ્ર ઇતિહાસમાં આ રીતનું સામૈયું આ પહેલું જ હતું અને હજી પણ હૈયાની આવી ઊલટથી ભર્યું સામૈયું બોટાદ માટે અદ્વિતીય જ ગણાય છે. આ સામૈયામાં નરોત્તમ પણ સામેલ હતા. સામૈયું બધાંએ જે રીતે જોયું ને માણ્યું, એ કરતાં નરોત્તમે જુદી જ રીતે માણ્યું. એમના મન પર સામૈયાના ઘેરા અને ખૂબ સારા પ્રતિભાવ પડ્યા. એમને થયું : રે ! આ મહારાજ સાહેબ જેવા આપણે ન થઈ શકીએ ? આપણે પણ સાધુ થઈએ, તૈયાર થઈને આવી પદવીએ પહોંચીએ, ને ત્યારે આપણુંય આવું સામૈયું થાય, એવું આપણે ન કરી શકીએ ? હું ન કરી શકું ? અગિયાર વર્ષની ઉંમરના નરોત્તમના સંસ્કારી મનમાં સંસારના દોષો હજી પ્રવેશ નહોતાં પામ્યા પ્રવેશ પામે એવી એ ઉંમર પણ ન હતી – છતાં, પૂર્વના સંસ્કારો કહો કે પુણ્યબળ કહો, એમને સામૈયું જોઈને એ ઉંમરે પણ આવા વિચારો આવ્યા. છેલ્લાં વર્ષોમાં તેઓ કહેતા કે, ‘મારા મનમાં ત્યાગભાવનાનું બીજ એ સામૈયાએ વાવ્યું. એ સામૈયું જોઈને મને સૌ પ્રથમ દીક્ષા લેવાનું મન થયું.' રે ! પ્રાક્તન સંસ્કારોય કર્મની અનોખી ભેટ હોય છે. ક્યાંક એ ‘તેજીને ટકોર'ની જેમ સામાન્ય ઠેસ વાગતામાં જ જાગી ઊઠે છે, તો ક્યાંક વળી થાબડી થાબડીને થાકો તોય એ કુંભકર્ણની જેમ ઘોર્યા જ કરે છે. (૫) ભાવતી વસ્તુ જેને જે ભાવે, એ એને મીઠું લાગે. જેના મનને જે ગમે, એનું મન ત્યાં જ રમે. નરોત્તમનું પણ આવું જ બન્યું. એમના મનને સાધુપણું ભાવી ગયું હતું, એટલે એમને પણ સાધુઓની શુશ્રુષા ને પરિચર્યામાં જ મજા આવવા માંડી. એ મુનિરાજોને રોજ જુદા જુદા મહોલ્લામાં વહોરવા લઈ જાય. એ વખતે સૂરિસમ્રાટના બે શિષ્યો- શ્રી દર્શનવિજયજી અને શ્રી ઉદયવિજયજી- સાથે ગોચરી લેવા જતા. નરોત્તમ એમને શ્રાવકોનાં ઘર દેખાડે. વ્યાખ્યાન સાંભળવા હરરોજ જાય; એક ધ્યાને સાંભળે; સાંભળીને મનમાં અવ્યક્ત છતાં સ્વચ્છ વિચારો આવ્યા કરે. બપોરે કાયમ મહારાજ સાહેબ પાસે જાય. ૭ www.jainelisery.org Page #24 -------------------------------------------------------------------------- ________________ સુરિસમ્રાટના એક વિદ્વાન શિષ્ય હતા: પ્રવર્તક શ્રી યશોવિજયજી. એ ઉપાશ્રયના ઉપરના માળે બેસતા. બીજા છોકરાઓ સાથે નરોત્તમ પણ એમની પાસે બપોરે જઈને બેસે. મહારાજ છોકરાઓને વાર્તા કહે ને ગમ્મત કરાવે. તેઓ કહે : “છોકરાઓ ! બકરાં કેમ હંકાય, એ ખબર છે ? જો આમ હંકાય.” એમ કહીને બોલે : “ત્રો, ત્રો.” (બકરાંને હાંકવાની આ બોલી છે.) આવું આવું સાંભળે ને છોકરાઓ તો ખુશખુશ થઈ જાય બીજા એક પ્રભાવવિજયજી નામે મુનિરાજ હતા. નરોત્તમ તેમની પાસે પણ બેસતા. એકવાર એમને કાંટો વાગ્યો. એમણે નરોત્તમને કહ્યું : “છોકરા ! હજામને બોલાવી લાવીશ?” તરત જ હા કહીને નરોત્તમ દોડતા ગયા ને હજામને લઈ આવ્યા. એકવાર એ મહારાજે પૂછ્યું: “છોકરા ! તારે દીક્ષા લેવી છે?” નરોત્તમ કહે: “હા, મહારાજ.” મહારાજે પૂછ્યું: “બીજા કોઈને લેવાની છે? કહે: “હા, એક અમૃતભાઈ છે; એમની ભાવના છે.” વળી એકવાર એમણે નરોત્તમના ઘરનો મેડો ચડતાં જ પૂછ્યું: “તારે દીક્ષા લેવી છે?” કહે : “હા.” મહારાજ કહે : “અલ્યા, દીક્ષા લઈશ તો મા-બાપ માથું ફોડશે.” કહેઃ “ભલેને ફોડે.” રોજ રાત્રે સૂરિસમ્રાટ પાસે નિયમિત જવાનું, એમના પગ દબાવવાના; પગે ઘુસ્તા મારવાના - નરોત્તમનો આ ક્રમ બની ગયો; એક દિવસ પણ ખાલી નહિ. એકવાર સૂરિસમ્રાટે પૂછેલું: “અલ્યા, તું કોનો છોકરો?” ત્યારે જવાબ આપેલો: “હેમચંદ શામજનો.” બસ, આ સિવાય કોઈ દિવસ સૂરિસમ્રાટે કાંઈ પૂછ્યું નહિ, કહ્યું પણ નહિ. હા, એકવાર એમણે નરોત્તમની હથેળી હાથમાં લઈને જોયેલી, પણ કંઈ બોલ્યા નહિ. સં. ૧૯૬૬નું ચોમાસું સુરિસમ્રાટે બોટાદમાં કર્યું. ચોમાસા પહેલાં બોટાદનાજ એક વૃદ્ધ ભાવિકને દીક્ષા આપવાનું નક્કી થયું. એ વખતે બન્યું એવું કે, દીક્ષાની બધી સામગ્રી તૈયાર હતી, પણ એમાં દાંડો ન હતો. એના વિના કેમ ચાલે? ગામમાં તપાસ કરી, પણ ક્યાંથી મળે? એ વખતે એક મહારાજે નરોત્તમને પૂછયું: “એલા છોકરા, ક્યાંય દાંડો મળશે?” નરોત્તમ તો આવી તકની રાહ જ જોતા હતા. એ કહેઃ “હા સાહેબ, હમણાં જ લાવ્યો.” આમ કહીને એ દાંડો લેવા દોડ્યા. બોટાદમાં અત્યારે કેશવલાલ “ગુરુજી'ના નામે પ્રજ્ઞાચક્ષુ e in Education International Page #25 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ છે. તેઓ શા. ચુનીલાલ કેશવલાલ વિદ્યાર્થીગૃહના ગૃહપતિ છે. એમના પિતા ગિરધરકાકા હતા. એમના ઘરને મેડે ખીંટી પર ઘણા વખતથી એક દાંડો આડો પડી રહેલો, તેની નરોત્તમને બરાબર ખબર. બીજા કોઈને, અરે ખુદ ગિરધરકાકાનેય એની ખબર નહિ! એ દાંડો લઈને નરોત્તમ મહારાજ સાહેબને આપ્યો. એટલે મહારાજ સાહેબ ને બધા ખુશ ખુશ થઈ ગયા કે ખરો છોકરો !” આમ ને આમ પૂર્વના સુસંસ્કારો ઉદ્દબુદ્ધ થતા ગયા; નવા સંસ્કારોનો પ્રવાહ એમાં ઉમેરાતો ગયો, ને દીક્ષા લેવાની ભાવના, કોઈના ખાસ ઉપદેશ વિના જ, માત્ર આલંબનના બળે દઢ થતી ગઈ. ચોમાસું પૂરું થયું ને સૂરિસમ્રાટ વિહાર કરી ગયા. પહેલો મુકામ છ માઈલ દૂર અલાઉ ગામે હતો. ત્યાં સુધી બધા સાથે નરોત્તમ પણ ગયા, ને બધા સાથે પાછા આવ્યા. નરોત્તમના મનમાં દીક્ષાની ઉમેદ મજબૂત બની ગઈ – ઝાડના મૂળ જેવી. એમને એ ઉમેદ ભાવી ગઈ હતી, અને એટલે જ એ મીઠી પણ લાગતી હતી. પોતાને ભાવતી વસ્તુને મેળવવા કોણ ન ઝંખે? એનાં જતન કોણ ન કરે ? (૬) જાતવાન છોકરો સંસાર તો એક સંગ્રહસ્થાન છે - રાગ અને દ્વેષનું. સંસારી જીવ એ સંગ્રહસ્થાનનો રખેવાળ છે. એ સંગ્રહસ્થાનની સતત રખેવાળી કરવી, એ જાણે પ્રત્યેક સંસારી જીવ માટે ફરજિયાત છે. આવી રખેવાળીના આ ચક્કરમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે દીક્ષા. બાહ્ય દૃષ્ટિએ દીક્ષા એટલે પહેરવેશનું પરિવર્તન. આંતરદૃષ્ટિએ દીક્ષા એટલે રાગ-દ્વેષની રખેવાળીથી મુક્ત થવાનો નિષ્ઠાભર્યો પ્રયાસ. સંસારી જીવ માટે જેમ રાગ-દ્વેષની રખેવાળી ફરજિયાત છે, તેમ દીક્ષા લેનારે એ રખેવાળીમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરવો, એ જરૂરી છે. આ સમજીને દીક્ષા લે. એ ધર્મનો સાચો રાહ મેળવી શકે. દીક્ષા લઈને આ સમજણને આચરણમાં મૂકે, એ સાચો સાધુ બની શકે. ભલે અસ્પષ્ટ રીતે પણ, નરોત્તમના મનમાં આ સમજણ અવશ્ય જાગી ચૂકી હતી અને એટલે જ, હવે એમણે દીક્ષા માટેના પ્રયાસો આરંભવા માંડ્યા હતા. કે www.jainelief.org Page #26 -------------------------------------------------------------------------- ________________ એમના મનમાં એક વાત ચોક્કસ સ્થિર થઈ હતી કે, “દીક્ષા લેવી, અને તે સૂરિસમ્રાટ પાસે જ, બીજે નહિ.' બોટાદમાં દેસાઈ કુટુંબના અમૃતભાઈ (પૂ.આ. શ્રીવિજયામૃતસૂરીશ્વરજી મહારાજ) નરોત્તમથી ઉંમરે મોટા હતા. એમની પણ દીક્ષાની ભાવના હતી. એ પણ સૂરિસમ્રાટ પાસે જ દીક્ષા લેવાના વિચારના હતા. નરોત્તમ “કરવું એ કરવું, એમાં ઝાઝી લપછપ ના રાખવી,' એવા વિચારના હતા અને, “ભાગ્યશાળીને ભૂત રળે એમ નરોત્તમને એમના માર્ગમાં એક પુષ્ટ આલંબન પણ મળી ગયું. એક સાધ્વીજી હતાં. સુમતિશ્રીજી એમનું નામ. એમનાં એક શિષ્યા સાધ્વીજી, વિખ્યાત વૈદ્યરાજ શ્રી ઈશ્વર ભટ્ટ પાસે વિજયપ્રશસ્તિ મહાકાવ્ય ભણતાં, અને એ માટે તેઓ બોટાદ રહેલાં. એ સાધ્વીજીને નરોત્તમ તરફ ઘણું હેત. એમને કાગળ લખવો હોય તો નરોત્તમને બોલાવે, ને એની પાસે લખાવે. બીજું કાંઈ કામ હોય તો તે પણ નરોત્તમ પાસે જ કરાવે. નરોત્તમને પણ એમના પર એવું જ હેત. એ એમને “મા” જેવા ગણતા. એમનું બધું કામ ખૂબ હોંશથી કરી આપે. એ સાધ્વીજીને નરોત્તમ પોતાના મનની બધી વાત કરે. પોતાની દીક્ષા લેવાની ભાવના પણ ત્યાં વ્યક્ત કરે. એ માટે પોતે ક્યારે શું કરવા વિચારે છે, એ પણ એમને જ કહે. દીક્ષાની ભાવના થયા પછી દીક્ષા લેતાં સુધી જે જે પ્રવૃત્તિ કે વિચાર કરે, એ બધું આ સાધ્વીજીને ખૂબ સરળભાવે કહી દે, ને પછી જે કરવું હોય તે કરે. આ સાધ્વીજીએ એમને એકવાર કહેલું: “તું ઉદયવિજય મહારાજનો ચેલો થજે. એ નાના છે ને બહુ વિદ્વાન છે.” એ વખતે નરોત્તમે દીકરાને પોતાની મા ઉપર હોય, તેવી શ્રદ્ધાથી હા પાડેલી. પણ, એક વાત ચોક્કસ હતી કે, દીક્ષાની વાત ઘરમાં ઉચ્ચારાય તેમ ન હતું. અને ઘરેથી આ માટે રજા મળે , એ તો આકાશકુસુમ જેવી વાત હતી. ત્યારે કરવું શું? આમ ને આમ બે-અઢી વરસ વહી ગયાં. નરોત્તમના સ્વભાવની એક ખાસિયત એ હતી કે, પોતાને જે સારું ને સારું લાગ્યું, તે પ્રાણાતે પણ છોડવું નહિ; પૂરું કરીને જ ઝંપવું.” આ ખાસિયત એમના છેલ્લા શ્વાસ સુધી ટકી રહી. અને એ ખાસિયતે જ્યારે બળવો પોકાર્યો, ત્યારે તેમનાથી ન રહેવાયું. તેમણે મનોમન નિર્ણય કર્યો: ‘ભાગી છૂટવું !” આ નિર્ણયની સાથે જ એ તપાસ આદરી કે, સૂરિસમ્રાટ અત્યારે ક્યાં છે? સં. ૧૯૬૯ના એ વર્ષે સૂરિસમ્રાટ કપડવંજ હતા. પણ એ વાતની ખબર શી રીતે પડે? ગામમાં કોઈકને ત્યાં ટપાલ આવે ત્યારે જ ખબર પડે. એટલે નરોત્તમ ટપાલની રાહમાં રહ્યા. એ આતુરતા ય ફળી. ક્યાંક ટપાલ આવી, ને ખબર પડી કે સૂરિસમ્રાટ કપડવંજ છે. ખબર પડી કે નક્કી કર્યું. એ જ રાતે સાહસ કર્યું. રાતની ટ્રેનમાં ભાગી છૂટ્યા. કઈ ગાડીમાં ક્યાં જવાય એની બહુ ખબર નહિ, એટલે જે ગાડી જતી જોઈ એમાં તેઓ ચડી બેઠા. સવારે છ વાગે વીરમગામ આવ્યું. ત્યાં બીજી ગાડીમાં ચડીને નડિયાદ ગયા. હવે ત્યાંથી કપડવંજ શી રીતે જવું? - એ વિમાસણ થઈ. ૧૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ એ દિવસોમાં નડિયાદથી કપડવંજ સુધીની રેલ્વેલાઇન નવી જ નંખાયેલી. એની ચકાસણી માટે ભારખાનાના ડબ્બા ખૂબ ધીમે ધીમે એ પાટે કપડવંજ સુધી જાય. નરોત્તમે એ ડબ્બા જતા જોયા. કોઈકને પૂછીને ક્યાં જાય છે, એની ભાળ મેળવી અને કહ્યું: “મારે કપડવણજ જવું છે. મને આમાં બેસાડશો?” આમ કહીને ખીસામાં થોડાક પૈસા હશે તે ધર્યા. પેલાએ પૈસા લીધા, ને એમને ભારખાનાના ડબ્બામાં બેસાડી દીધા. કપડવંજ સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી પૂછતાં પૂછતાં ઉપાશ્રયે પહોંચ્યા. ઉપાશ્રયમાં પેસતાં જ સૌ પહેલા વાડીલાલ બાપુલાલ મળ્યા. નરોત્તમને જોઈને એ ચોંકી ઊઠ્યા: “તમે ક્યાંથી?” કહેઃ “હું બોટાદથી આવ્યો છું.” વાડીભાઈ જઈને સૂરિસમ્રાટને ખબર આપે, ત્યાં તો તેઓ પણ પહોંચી ગયા. જોતાવેંત સૂરિસમ્રાટે પૂછ્યું: “એલા, તું ક્યાંથી આવ્યો? કઈ રીતે આવ્યો? કેમ આવ્યો?” નરોત્તમ કહેઃ “સાહેબ! બોટાદથી આ રીતે ભાગીને આવ્યો છું. મારે દીક્ષા લેવી છે.” તરત જ સૂરિસમ્રાટે વાડીભાઈને કહ્યું: તું આને અત્યારે જ બોટાદ પાછો મૂકી આવ.” વાડીભાઈ તરત જ નરોત્તમને લઈને રવાના થયા. નરોત્તમે પણ સહેજેય આનાકાની કે હઠ ન કરી. મહારાજજી જેમ કહે એમ કરવું, આવી મનમાં શ્રદ્ધા. બોટાદ પહોંચ્યા. વાડીભાઈએ હેમચંદભાઈને વાત કરીને સોંપી દીધા. પણ નરોત્તમને કોઈ કાંઈ લડ્યું- વઢ્યું નહિ. આનું તો નરોત્તમને પોતાને અચરજ થયું. ઊલટું, મહારાજજીએ એમને તત્કાળ પરત મોકલ્યા, એની ઘરના બધા ઉપર સારી અસર થઈ. થોડા દિવસો ગયા અને ચોમાસું શરૂ થયું, ત્યાં નરોત્તમે ફરી એકવાર સાહસ કર્યું, ભાગીને કપડવંજ પહોંચ્યા. આ વખતે ઉપાશ્રયમાં પેસતાં સૌ પહેલાં શ્રી વિજ્ઞાનવિજયજી (પૂ.આ. શ્રીવિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ) મળ્યા. એમણે હસીને કહ્યું: “આવી ગયો?” સૂરિસમ્રાટ પાસે પહોંચ્યા. એમણે કહ્યું: “તારા ઘેર ટપાલ લખી નાંખ કે હું અહીં આવ્યો છું. ચિંતા કરશો નહિ.” તરત ટપાલ લખી નાંખી. ઘેરથી બાપુજીનો જવાબ પણ આવી ગયો. ચોમાસું હતું, એટલે દીક્ષા લઈ લેશે કે આપી દેશે, એવી કોઈ બીક ન હતી. પર્યુષણ પહેલાં કપડવંજ ગયા, તે દિવાળી સુધી ત્યાં રહ્યા. સૂરિસમ્રાટના બે સંસારી ભાણેજ હતા. એકનું નામ હેમચંદ, બીજાનું જેશીંગભાઈ. બંને ભાઈઓ ગારિયાધારના. દીક્ષાની ભાવનાથી મહારાજજી પાસે રહે. હેમચંદ નરોત્તમથી થોડાક મોટા ને જેશીંગભાઈ સરખી ઉંમરના હતા. એ ત્રણે સાથે એક મકાનમાં રહે. એ મકાનમાં સૂરિસમ્રાટ સાથેના ત્રણ વિદ્વાન શાસ્ત્રીજી પણ રહે. એક પં.શ્રી શશિનાથ ઝા, બીજા પં. શ્રી મુકુન્દ ઝા અને ત્રીજા પં. શ્રી વિક્રમ ઠક્કર. સૂરિસમ્રાટ સાથે રહેતા નારાયણ સુંદરજી નામે ભાઈ પણ એમની સાથે જ રહે, ત્રણેની રસોઈ એ બનાવી આપે. ક્યારેક કોઈ શ્રાવકના ઘેર પણ જમવા જાય. પૂ.શ્રી ઉદયવિજયજી મહારાજના એક શિષ્ય થયેલા, મુનિ કીર્તિવિજયજી. એ અહીં રહેતા. એમના ઘેર પણ જમવા જવાનું - : ૧૧ www.jaineli aay.org Page #28 -------------------------------------------------------------------------- ________________ થાય. આ ઉપરાંત એક ભક્તિવંત બહેન હતાં. એમના ઘેર કાંઈ સારી વસ્તુ બનાવે, તે આ તરુણો માટે આપી જાય. ભણવામાં ભાંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકાના થોડાક પાઠો કર્યા, થોડુંક પર લઘુ હેમપ્રભા વ્યાકરણ કર્યું. નરોત્તમ સ્વભાવે મૂળથી જ ક્રોધી. એમના બાપુજી શાન્ત હતા, પણ મોટાભાઈ સુખલાલ ખૂબ ક્રોધી, એમ નરોત્તમ પણ ક્રોધી. ખાસ કરીને સચ્ચાઈની વાત હોય તો તરત ગુસ્સો આવી જાય. એકવાર જેશીંગભાઈ સાથે કાંઈક પ્રસંગ બન્યો. એમણે એમાં નરોત્તમનો વાંકદેખાડ્યો, એટલે નરોત્તમ ચિડાયા. હાથમાં લોખંડનો ખાંડણીનો દસ્તો લઈને જેશીંગભાઈને મારવા દોડ્યા. એ જોઈને જેશીંગભાઈ નાઠા. સૂરિસમ્રાટ એ વખતે ગામ બહાર વાડીમાં હતા, ત્યાં પહોંચ્યા. એમને જોતાં જ સૂરિસમ્રાટે પૂછ્યું: “અલ્યા, શું છે? આમ બેબાકળો કેમ છે?” એમણે બધી વાત કરી. નરોત્તમ વચ્ચેથી જ પાછા ફરી ગયેલા. મનમાં ફડક પેઠી કે હવે આવી બન્યું, ને થોડી વારમાં જ તેડું આવ્યું: “મહારાજજી બોલાવે છે.” ગયા. મહારાજજીએ ખૂબ ઠપકો આપ્યો, એ વખતે રડી પડ્યા. થોડીવાર પછી પાછા શાંત- સ્વસ્થ થઈ ગયા, અને બધી વાત વીસરી ગયા. સાંજે મહારાજજી પાસે રોજની જેમ જઈને બેઠા. મહારાજજીને હતું કે હવે આ નહિ રહે, ઘરે જતો રહેશે. પણ નરોત્તમને એવો વિચારસુધ્ધાં ન આવ્યો એ જોઈને મહારાજજીએ કહેલું “છોકરો જાતવાન છે, સાચો છે, ખોટો નથી.” એકવાર એવું બન્યું કે, પોતે જે મકાનમાં રહેતા હતા, એ બંધ કરીને બધા મહારાજજી પાસે ગયેલા. એ વખતે મકાનમાં એક બિલાડુ પેઠું; પંડિતજીવાળા ઓરડામાં એક લોટો પડેલો, એમાં દૂધ હશે એમ માનીને એણે લોટામાં મોં નાંખ્યું. માં નાખતાં તો નાખી દીધું, પણ દૂધ તો ન મળ્યું, પણ માં લોટામાં સલવાઈ ગયું, કેમેય કરતાં નીકળે નહિ. એટલે બિલાડું તો આકળવિકળ થઈને ધમપછાડા કરવા માંડ્યું. કેટલીકવારે છોકરાઓ ને પંડિતો આવ્યા. અંદર થતી ધમાધમ સાંભળીને બારી વાટે નજર કરી તો વિફરેલું બિલાડું ! કોઈનું બારણું ઉઘાડવાની હિંમત ન ચાલી. છયે ગભરાયા. છેવટે નારાયણભાઈને બોલાવ્યા. એમણે બારણું ઉઘાડીને ચપળતાથી બિલાડાને પકડ્યું. કંસારાની દુકાને લઈ જઈ, લોટો કપાવ્યો, ને એને છૂટું કર્યું. આમ કરતાં દિવાળી આવી. એ અરસામાં નરોત્તમના બાપુજી બોટાદથી કોર્ટના કામે મુંબઈ ગયેલા, તે પાછા ફરતા કપડવંજ આવ્યા. એમણે નરોત્તમને કહ્યું: “ચાલો ઘરે.” એટલે તરત બે જોડ કપડાં ને એક ડબો હતો તે લઈને તૈયાર થયા, ને બાપુજી સાથે ઘરે ગયા. ઘરે પહોંચ્યા. પણ કોઈએ એક શબ્દ પણ ઠપકાનો ન કહ્યો, કાંઈ પૂછ્યું ય નહિ, આથી એમને ખૂબ શાન્તિ વળી. ઘરે ગયા તો ખરા, પણ મનમાં તો એ જ રટણ હતું: ૧ ૨ dain Education International Page #29 -------------------------------------------------------------------------- ________________ ક્યારે લાગ મળે, ને છટકું? ક્યારે મારી ભાવના સફળ બને? નસીબ બે ડગલાં આગળ ! દરેક પ્રવૃત્તિને મર્યાદા હોવી જરૂરી છે. મર્યાદા વિનાની પ્રવૃત્તિનો અંજામ બૂરો હોય છે. પણ એ મર્યાદા ઉચિત હોવી ઘટે; અનુચિત મર્યાદા બંધન બની જાય છે – એવું બંધન, જે જીવન વિકાસમાં બાધા પહોંચાડે. નરોત્તમ કંઈક આવા જ બંધનમાં ફસાયા હતા, પણ એ બંધન મૂંગું હતું. એ બંધનમાંથી છૂટવા નરોત્તમ જેમ તલપતા હતા, એમ એ વધુ દૃઢ થયે જતું હતું. જેમ નરોત્તમ એમ બીજા ત્રણ દીક્ષાર્થી તરુણો -અમૃતભાઈ, લવજીભાઈને ઝવેરભાઈ - પણ એવા જ બંધનમાં હતા. એ બધા વારંવાર ભાગી જતા હોઈ બોટાદ આખામાં લોકો ચેતી ગયેલા. આજુબાજુના ગામડાંઓમાં પણ લોકોને ચેતવી દેવામાં આવેલા, એટલે છોકરાઓ જે તરફ ભાગે, ત્યાં પકડાઈ જતાં વાર ન લાગતી ! ત્રીજી વાર નરોત્તમ ભાગ્યા, ત્યારે સ્ટેશને જ ઝડપાઈ ગયા ! પણ “જોનારની બે, તો લેનારની ચાર,’ એમ નાની ઉંમરના નરોત્તમ પણ નીવડેલ નીકળ્યા. એમણે ને ઝવેરભાઈએ એક દહાડો સંતલસ કરી લીધી, ને બંને ખરે બપોરે જ નાઠા; નાસીને સ્ટેશને ન ગયા, પણ ચાલતાં ચાલતાં બોટાદ નજીકના કુંડલીગામના સ્ટેશને પહોંચ્યા. ત્યાં ગાડી આવવાની વાટ જોતા બાંકડા પર બેઠા હતા, એટલામાં એમને જોઈને ત્યાંના સ્ટેશન માસ્તરે પૂછ્યું: “છોકરાઓ ! તમે ભાગી છૂટનારા છોકરા તો નથી ને?” બંનેએ ના પાડી, તો સ્ટેશન માસ્તરે પૂછ્યું: “ક્યાંના છો?” નરોત્તમ પણ પાછા ન પડ્યા. એમણે જવાબ આપ્યો: અમે અગાઉના અમુક ભાઈના છોકરાઓ છીએ.” આવો જવાબ આપીને સ્ટેશન માસ્તરની બલા તો ટાળી; પણ એમને લાગ્યું કે હવે અહીં બેસવું આપણે માટે કામનું નથી; અહીં જ પકડાઈ જઈશું, માટે ભાગો ! ૧૩ WWW.jaineletely.org Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યા રાણપુર તરફ. રસ્તે રામપરા ગામ આવ્યું. ભૂખ કકડીને લાગેલી એટલે ગામમાં તપાસ કરી. એક વાણિયાનું ઘર મળી ગયું. એને કહ્યું : “જમવું છે, જમાડશો?” પેલાએ પેટ ભરીને જમાડ્યા. જમ્યા પછી એને એક રૂપિયો રોકડો આપ્યો. પેલો તો ખુશ ખુશ થઈ ગયો. બીજો એક રૂપિયો આપીને સાંજ માટે પેંડા-ગાંઠિયા લઈ લીધા. પછી ચાલ્યા. સાંજ પડવા આવી, ત્યારે બોટાદથી ચૌદ માઇલ દૂર રાણપુરના પાદરે પહોંચ્યા. ત્યાં બંનેએ પંડા- ગાંઠિયા ખાઈ લીધા. ગાડી આવવાને હજી વાર હતી એટલે ગામમાં ગયા. ત્યાં દેરાસરે દર્શન કરીને ઉપાશ્રયે ગયા, ને સામયિક લઈને બેઠા. સામયિક પૂરું થયે સ્ટેશન પર પહોંચ્યા; બાંકડા પર બેઠા હતા ત્યાં સ્ટેશન માસ્તરે આવીને પૂછ્યું: “તમે ભાગીને આવ્યા છો ?” નરોત્તમે જોયું કે બધે ખબર પડી ગઈ છે, હવે જૂઠું બોલ્ય ફાયદો નથી, એમણે હા કહી. સ્ટેશન માસ્તરે ફરી પૂછ્યું: “અલ્યા, વારંવાર કેમ ભાગી જાવ છો?” ત્યારે કહે: “અમારે દીક્ષા લેવી છે, એટલે ભાગીએ છીએ.” સ્ટેશન માસ્તરે ત્યાં બેસવાનું કહ્યું; અને એમના પર ધ્યાન રાખવા સાંધાવાળાને ત્યાં ઊભો રાખીને એ ગયા. થોડીવાર થઈ એટલે નરોત્તમ ઊભા થયા. કહે: “હું ટિકિટ લઈ આવું.” સાંધાવાળાએ જવા દેવાની ના પાડી ત્યારે એને વિશ્વાસ પડે માટે એક ધોતિયું બાનારૂપે આપીને ટિકિટ લેવા ગયા. ઝવેરભાઈને ત્યાં જ બેસાડ્યા. ટિકિટબારીએ ગયા ને બે ટિકિટ માંગી, અંદર પેલા સ્ટેશન માસ્તર જ બેઠા હતા. છતાં એમણે બે ટિકિટ આપી; આનાકાની ન કરી. આથી નરોત્તમને આશ્ચર્ય થયું. પણ, એમને તો ટિકિટનું જ કામ હતું. એ મળી ગઈ એટલે હરખાયા. થોડીવારે ગાડી આવી એટલે નરોત્તમ સીધા એક ડબ્બામાં ઘૂસી ગયા. ઝવેરભાઈને ઈશારામાં સમજાવી દીધેલા, તે પ્રમાણે તેઓ પણ સાંધાવાળાની સાથે થોડીક રકઝક કરીને, એની નજર ચૂકવીને બીજા ડબ્બામાં પેસી ગયા. પણ નસીબ બે ડગલાં આગળ નીકળ્યું થોડીકવારમાં જ ઝવેરભાઈના કાકા વગેરે બોટાદથી આવી ગયા, ને બંનેને પકડીને બોટાદ લઈ ગયા. ડરના માર્યા નરોત્તમ પોતાના ઘરે ન જતાં જોડે કાકાના ઘેર સૂઈ રહ્યા. સવારે ઘેર ગયા. પણ, બીજા દીક્ષાર્થીઓની જેમ, એમને કોઈએ ન માર માર્યો કે ન ઠપકો ય આપ્યો. એટલે રાહતનો દમ લીધો. ૧૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૮) આખરી ફેંસલો “એલા નરોત્તમ.” આ વખતે બાપુજીએ પૂછ્યું: “તું ઘડી ઘડી કેમ ભાગી જાય છે? શું કરવું છે તારે ?” સાચું કહેવાની હામ નહોતી, ને વિચાર કરવાનો અવસર નહોતો. એટલે નરોત્તમે ગડું માર્યું “મારે મહેસાણા ભણવા જવું છે.” બાપુજી કહે: “ઓહો ! એમાં શું છે? કહેતો કેમ નથી? આમ ભાગાભાગ શા સારુ કરે છે? જરૂર મહેસાણે જા.” થયું. રજા મળી ગઈ. વળતે દિવસે મોટાભાઈ સુખલાલ મહેસાણા મૂકી પણ ગયા. મહેસાણા પાઠશાળામાં એક ત્રિભોવનદાસ માસ્તર હતા. એ મૂળ બોટાદના. એ ભણવાનું અને ભણાવવાનું, બેય કામ કરતા. પાછળથી એમણે પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધેલી. તેઓ સ્વભાવે ભોળાભલા હતા. સુખલાલે નરોત્તમની દેખભાળ કરવાનું એમને ભળાવ્યું. નરોત્તમને જોઈતા પૈસા ને એમનો સામાન પણ એમને જ સોંપ્યા. ક્યાંય ભાગી ન જાય, તેનું ધ્યાન રાખવા સૂચના કરી. પાઠશાળાના મેનેજર વલ્લભદાસ હાવા નામે હતા. એ નરોત્તમની બાના મામાના દીકરા ભાઈ થતા હતા. એમને પણ ભલામણ કરી. પછી સુખલાલ ઘરે પાછા ગયા. હવે નરોત્તમને નિરાંત થઈ. થયું: “હવે કાંક રસ્તો નીકળશે. આ વખતે તો આખરી ફેંસલો લાવવો છે. કાં આ પાર ને કાં પેલે પાર !” આમ વિચાર કરીને એ ત્યાં રહ્યા. રહ્યા તો ખરા, પણ મનને ચેન નહોતું. ક્યારે કેવું છટકું ગોઠવવું, એના જ વિચારો ચાલુ હતા. એમાં ને એમાં અગિયાર દહાડા પસાર કર્યા. અગિયારમે દહાડે અમદાવાદ વાડીભાઈ પર કાગળ લખ્યો કે “હું અમુક દિવસે ત્યાં આવું છું.” પછી ત્રિભોવનદાસને કહે : મારે અમદાવાદ જવું છે, પૈસા આપો.” એમનાથી ડરવા જેવું તું નહિ. ત્રિભોવનદાસે ત્રણ આના આપ્યા; વધુ આપવાની ના પાડી. એ વખતે મહેસાણાથી અમદાવાદની ટિકિટનું ભાડું પોણા આઠ આના થાય. ત્રણેક આના પાસે હતા. ત્રણ આના ત્રિભોવનદાસ પાસેથી લીધા. બાકીનું થઈ રહેશે, એમ વિચારીને ત્રિભોવનદાસ પાસેથી સામાનનો ડબ્બો માંગીને લઈ લીધો. ત્રિભોવનદાસે મેનેજરને ચેતવ્યા કે “આ ભાગી જાય છે.” પણ નરોત્તમના સભાગે મેનેજર કાંઈ લક્ષ્ય ન આપ્યું. ૧૫ www.feine I l Page #32 -------------------------------------------------------------------------- ________________ નરોત્તમ છટક્યા, સ્ટેશને ગયા; પાસે થોડી ટપાલની ટિકિટો હતી, તે કોઈકને આપીને તેના પૈસા મેળવી લીધા. આમ ટિકિટ જેટલા પૈસા થઈ ગયા, એટલે ટિકિટ લઈને અમદાવાદ જતી ટ્રેનમાં બેઠા, તે સીધાં અમદાવાદ સ્ટેશને ઊતર્યા. ત્યાં વાડીભાઈએ મોકલેલ માણસ સાથે ઘોડાગાડીમાં બેસી પાંજરાપોળ ઉપાશ્રયે પહોંચ્યા. આ વખતે સૂરિસમ્રાટ અહીં બિરાજતા હતા. તેમણે શરૂ કરેલી સંસ્કૃત પાઠશાળા અહીં ચાલતી હતી. હીરાલાલ બાપુલાલ કાપડિયા (ધી ન્યુ હાઈસ્કૂલવાળા) સંસ્કૃત ભણાવે, ને ઉમેદચંદ રાયચંદ માસ્તર ધાર્મિક ભણાવે. સૂરિસમ્રાટે નરોત્તમને બધી વિગત પૂછી, તે કહી. પછી સૂરિસમ્રાટે પોતાના સ્વભાવ અને નિયમ મુજબ શેઠ પ્રતાપશી મોહોલાલ, શેઠ જેસિંગભાઈ કાળીદાસ વગેરે પાંચ આગેવાન ગૃહસ્થોનો બોલાવ્યા. વાત કરી કે “આ છોકરો આ રીતે ભાગી આવ્યો છે; વારંવાર ભાગી આવે છે. ભાવના પ્રબળ છે. શું કરવું?” પ્રતાપશી શેઠે સલાહ આપી કે “સાહેબ ! ખરેખરી ભાવના જણાતી હોય તો દીક્ષા આપી દો ને! પાછળ બધું થઈ પડશે.” સૂરિસમ્રાટે કહે: “ના, એ વિચાર મને નથી બેસતો. દીક્ષા તો ન આપું. હા, સાથે રાખું ખરો; પણ એય મારી પાસે અહીં અમદાવાદમાં તો નહીં જ.” આમ બધી વાતોનો વિચાર કરી લીધો. પછી બધાની હાજરીમાં જ નરોત્તમને બોલાવ્યા. નરોત્તમ સમજતા હતા કે “ભલે આપણને કોઈ કાંઈ કહે નહિ, પણ આ બધાને આપણે માટે જ ભેગા કર્યા છે.” અને એ મનોમન મલકાય. બધા વચ્ચે જઈને એ બેઠા કે સૂરિસમ્રાટે પૂછ્યું: “કેમ, શું ભાવના છે તારી?” નરોત્તમે બેધડક કહ્યું: “મારે દીક્ષા લેવી છે.” આથી વધુ કાંઈ સવાલ-જવાબ ન થયા. બધા વીખરાયા. આ પછી સૂરિસમ્રાટે શ્રી પ્રભાવવિજયજીને શ્રી જીતવિજયજી, એમ બે મુનિઓ સાથે નરોત્તમને ગોધરા તરફ વિહાર કરાવ્યો. કહ્યું: “હમણાં એ તરફ રહેજો, હું બોલાવું ત્યારે આવી જજો.”મુનિઓને ખાસ સૂચના આપી કે, “આને હમણાં દીક્ષા ન આપશો.” સારું” કહી, આશીર્વાદ લઈને, ત્રણે નીકળ્યા. સાથે પ્રભુદાસ કડિયા નામના કાબેલ માણસને રાખ્યા. પહેલે દિવસે માહ શુદિ એકમે પાંજરાપોળથી બાર માઈલ દૂર રાયપુર પહોંચ્યા.મહા શુદિ બીજે વળાદ ગયા. વળાદ પહોંચીને તરત નરોત્તમ ઝળક્યા. એમને ને પ્રભાવવિજયજીને બોટાદનો જૂનો મેળ. નરોત્તમે કહ્યું: “આજે મને દીક્ષા આપો.” મહારાજે ના કહી, તો હઠ પકડી. મહારાજ કહે : “પણ મોટા મહારાજની ચોખ્ખી આજ્ઞા છે કે દીક્ષા મારી આજ્ઞા સિવાય ન ક, ૧૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ આપવી. કેમ કે પાછળ તોફાન થાય એમ છે. જો આમ હોય, તો હું શી રીતે તને દીક્ષા આપું?” નરોત્તમ કહેઃ “મોટા મહારાજને કહેજો કે આ છોકરાએ ખૂબ જક કરી, માટે આપવી પડી. અને તોફાન કરવા જે આવશે, એમને હું સંભાળી લઈશ. બધાને હું જવાબ આપીશ. એ જવાબદારી ને ચિન્તા મારા માથે. તમે મને હવે દીક્ષા આપો-જો તમારામાં હિંમત હોય તો” મહારાજ પણ જુવાન અને તરવરિયા હતા; નરોત્તમની ભાવના અચ્છી તરફથી જાણતા હતા. એમણે હિંમત કરી, ને હા ભણી. ગામમાં ખીમચંદભાઈ નામે વૃદ્ધ શ્રાવક રહે. અત્યારે અમદાવાદમાં શા. ભૂરાલાલ ફૂલચંદ નામના વિધિકારક છે, એમના એ દાદા થાય. એમને બોલાવ્યા. વાત કરી. એમને લાંબી શી ખબર? એમણે તો ઉપાશ્રયમાં ત્રણ બાજોઠ માંડીને ભગવાન પધરાવ્યા, ને ક્રિયા જોવા બેઠા. નરોત્તમ પાસે કાંઈક સાંકળી જેવું ઘરેણું હતું, તે તથા કપડાં ખીમચંદભાઈને સોંપીને ક્રિયાની શરૂઆત કરે છે, ત્યાં જ અમદાવાદથી સૂરિસમ્રાટે ખબર કાઢવા મોકલેલો માણસ આવ્યો. એ ચિઠ્ઠી પણ લાવેલો. એમાં સુખશાતાદિ સમાચાર સાથે છેલ્લે સૂચના હતી કે “દીક્ષાની વાત કરશો નહિ.” ભલું થજો એ માણસનું, કે એણે ચિઠ્ઠી સીધી નરોત્તમના હાથમાં જ આપી! નરોત્તમે વાંચીને એ સંતાડી દીધી. તરત ક્રિયા શરૂ કરી દીધી. દીક્ષાની ક્રિયા પૂરી થઈ, એટલે નરોત્તમમાંથી મુનિ નન્દનવિજયજી બનેલા એમણે પોતાના હાથે મોટા મહારાજ પર ચિઠ્ઠી લખી કે “મેંદીક્ષા લઈ લીધી છે, ને હવે બીજા મહારાજને મોકલો.” એ લઈને માણસને રવાના કર્યો. ચિઠ્ઠી અમદાવાદ પહોંચી. સૂરિસમ્રાટે જાણ્યું. હવે શું કરાય? એમણે બીજે જ દિવસે પંન્યાસ પ્રતાપવિજયજીને એ તરફ વિહાર કરાવ્યો. એ ચાલુ વિહારમાં ભળી ગયા, ને બધા આગળ વધ્યા. નરોત્તમમાંથી નન્દનવિજયજીરૂપે પરિવર્તન પામેલા નર–ઉત્તમના હૈયે ત્યારે આનંદનો દરિયો હિલોળા લેતો હતો. किमसाध्यं महात्मनाम् કર્તવ્યનું શિસ્તપૂર્વક પાલન કરવું, ને જવાબદારી પ્રત્યે સભાન રહેવું: સફળતા મેળવનારનાં આ બે મુખ્ય કાર્યો છે. નવદીક્ષિત મુનિ નન્દનવિજયજી આ બન્ને કાર્યો દક્ષતાથી કરવા તત્પર હતા. હવે એમનું લક્ષ્ય હતું માળવા પહોંચવાનું. આ માટે ત્વરિત વિહાર આવશ્યક હતો. અમદાવાદથી સૂરિસમ્રાટની પણ એવી જ આજ્ઞા હતી. એટલે એ બધાએ ઝડપી વિહાર આદર્યો. ૧૭. www.jainelilay.org Page #34 -------------------------------------------------------------------------- ________________ ગણતરીના દિવસોમાં જ ગોધરા પહોંચ્યા. ગોધરાના સંઘે પોતાને ત્યાં રહેવા, ને ચોમાસું કરવા ખૂબ આગ્રહ કર્યો. રોજિંદા વિહારથી શ્રમિત થયેલા મુનિઓએ ત્યાં બેચાર દહાડા રહેવા વિચાર્યું. ચોમાસા માટે કહ્યું કે તમે મોટા મહારાજની આજ્ઞા લાવો તો રહીએ. પણ બીજે દિવસે વાડીભાઈ અમદાવાદથી આવ્યા, કહે : “અહીં કેમ રોકાયા ? આગળ વધો. ક્યાંય રોકાવાનું નથી.' બપોરે જ વિહાર કરી દીધો. દાહોદ પહોંચ્યા. આ બાજુ ગોધરાનો સંઘ અમદાવાદ ગયો. સૂરિસમ્રાટને ખૂબ ખૂબ આગ્રહ કર્યો. એમણે સ્પષ્ટ ના પાડી, તોય હઠ પકડીને બેઠા. આખરે સૂરિસમ્રાટે કહ્યું : “એ સાધુઓની રહેવાની ઈચ્છા હોય, તો ખુશીથી રહે. મારી આજ્ઞા છે.” સંઘ રાજી રાજી થઈ ગયો. ત્યાંથી એ ગોધરા થઈને સીધો દાહોદ ગયો. પણ એ પહેલાં જ સૂરિસમ્રાટે વાડીભાઈને દાહોદ મોકલીને કહેવડાવી દીધું હતું : “ક્યાંય રહેવાનું નથી. આગળ જ વધો.’’ ગોધરાથી સંઘ આવ્યો. વાત કરી, વિનંતિ કરી, પણ પંન્યાસ પ્રતાપવિજયજીએ કહ્યું : “અમારા આ વૃદ્ધ મુનિ જીતવિજયજીને કેશરિયાજીની યાત્રાનો અભિગ્રહ છે. એમની ઉંમર થઈ છે, ને તીવ્ર ઈચ્છા છે કે યાત્રા કરવી જ. માટે હાલ અમે રોકાઈ શકીએ તેમ નથી.’’ આમ, ગોધરાના સંઘને વિદાય કરીને, એ લોકો આગળ વધ્યા. રસ્તો એવો લીધો કે ત્યાંથી રેલ્વે ને મોટ૨ રસ્તો બાવીસ ગાઉ લગભગ દૂર. રોજ વીસપચ્ચીસ માઈલ જેવો પંથ કાપે. રસ્તો ખૂબ ખરાબ ને બીકાળવો. રસ્તાની બંને બાજુ ગીચ ઝાડી.માત્ર(પેશાબ) કરવા જતાંય બીક લાગે. જંગલી જનાવરોની શંકા રોજ રહે. ગામો પણ રોજ વિચિત્ર આવે. એક ગામ એવું આવ્યું કે રસ્તા પર ટપાલખાતાના બે ખુલ્લા ઓરડા હતા. સાંજે ત્યાં પહોંચ્યા, ને એ ઓરડામાં ઊતર્યા. ગામ ત્યાંથી થોડે દૂર હતું. સાથે પ્રભુદાસ કડિયા અને નારાયણ સુંદરજી હતા. એમાંથી પ્રભુદાસ ગામમાં ગયા. ગામ ભીલોનું હતું. ત્યાંના લોકોને વાત કરી કે “અમારા સાધુ મહાત્મા આવ્યા છે, ને પેલા ઓરડામાં ઊતર્યા છે, ત્યાં રાત્રે ચોકી કરવા માટે બે—એક માણસ મળશે ?' ગામલોકોએ કહ્યું : “ના, ત્યાં તો રાતે રોજ વાઘ આવે છે, ને એકબે બકરાં લઈ જાય છે. અમે ત્યાં ન આવીએ.'' પ્રભુદાસે પૂછ્યું : “તો અમે લોકો અહીં ગામમાં આવતા રહીએ ? ઉતારો આપશો ?’’ ભલા ગામલોકોએ કહ્યું : “ખુશીથી આવો.” પ્રભુદાસ તરત જ પાછા ગયા, ને બધાને લઈને ગામમાં પહોંચી ગયા. ત્યાં એમને એક 27 ૧૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ ઝૂંપડામાં ઉતારો મળ્યો. ભીલના ગામમાં બીજું શું હોય? પ્રભુદાસ પાસે ભાતાનો ડબ્બો ભરેલો હતો. એમાંથી અર્ધ ભાતું ત્યાંના લોકોને આપી દીધું, એટલે એ લોકો ખૂબ રાજી થયા. ને પછી તો આખી રાત વારાફરતી તીરકામઠાં લઈને ઝૂંપડાને નાકે એ લોકો બેસી રહ્યા. આવા ભાતભાતના અનુભવ કરતા એ લોકો રાજગઢ પહોંચ્યા ને ત્યાં વિ. સં. ૧૯૭૦નું ચોમાસું રહ્યા. આ ચોમાસામાં એકવાર એવું બન્યું કે, પ્રતાપવિજયજી, પ્રભાવવિજયજી ને જીતવિજયજી ત્રણે માંદા થયા. મેલેરિયાની અસર થઈ ગઈ. હવે વ્યાખ્યાન વાંચવાનો સવાલ આવ્યો. પ્રતાપવિજયજી કહેઃ નન્દનવિજય! તું વાંચીશ?” એમણે હોંશથી હા કહી. સંસ્કૃતનું જ્ઞાન તો થોડુંક હતું જ. વળી, પ્રતાપવિજયજી મહારાજ પણ સૂરિસમ્રાટના તેજસ્વી વિદ્વાન શિષ્ય હતા. તેમની પાસે અભ્યાસ પણ ચાલુ જ હતો, એટલે વાંચવામાં વાંધો આવે એમ નહોતો. એમણે “વર્ધમાનદેશના’ વાંચવી શરૂ કરી. किमसाध्यं महात्मनाम् ? – મહાત્મા થવા સરજાયેલાને અસાધ્ય શું હોય? - - (૧૦) સિંહની જેમ પાળજો હવે એકવાર બોટાદની મુલાકાત લઈએ. મહેસાણાથી નરોત્તમ ભાગ્યાના ખબર, બને તેટલી ઝડપે, બોટાદ પહોંચાડવામાં આવ્યા હતા. સમાચાર આવ્યા કે દોડાદોડ શરૂ થઈ. બધા સમજતા હતા કે “ભૂતનું ઘર પીપળે!' ભાગીને જાય તો અમદાવાદ જ. એટલે આ વખતે તો ખાસું એક ટોળું જ અમદાવાદ ઊપડ્યું. કોણ જાણે કેમ, પણ સૌને ધાસ્તી પડેલી કે “આ વખતે કાંઈક નવાજૂની છે.” અને એ જો ધાસ્તી સાચી ઠરે તો બધું બળ અજમાવવાના પાકા નિર્ણય સાથે જ બધા ત્યાં જતા હતા. પણ, જમુનામાએ જનારાઓને ચોખ્ખું કહ્યું કે “મારા નરોત્તમે જો દીક્ષા લીધી હોય તો એને આંગળી અડાડશો મા ! અને જો દીક્ષા ન લીધી હોય તો પાછો લાવ્યા વિના રહેશો ના.” ટોળું પહોંચ્યું અમદાવાદ; સીધા પાંજરાપોળના ઉપાશ્રયે જતાંવેત ધમાલ આદરી: અમારો નરોત્તમ લાવો.” ૧૯ www.jainelibry.org Page #36 -------------------------------------------------------------------------- ________________ સૂરિસમ્રાટ કહે : “અહીં હોય તો લઈ જાવ.” ઉપાશ્રય આખો ફેંદી વળ્યા, પણ ત્યાં હોય તો મળે ને ? ન મળ્યા, એટલે મિજાજ કાંઈક નરમ પડ્યો. ઘૂરકિયાં કરતા સૂરિસમ્રાટ પાસે બેઠા. સૂરિસમ્રાટે એમને સાંત્વન આપ્યું : “મારી પાસે નથી. પણ જો મારી પાસે આવશે તો પહેલાં તમને ખબર મોકલીશ. તમે આવીને જે કરવું હોય એ કરજો.” આ વચન ઉપર સૌને વિશ્વાસ બેઠો. તોફાન સંકેલીને પાછા ગયા. પણ મોટાભાઈ સુખલાલને નિરાંત ન હતી. એમણે મન દઈને ચોમેર શોધખોળ આરંભી. જ્યાં જ્યાં શંકા પડી, ત્યાં ગામેગામ તપાસ કરી. ઘણા સાધુઓ પાસેય તપાસ કરી. અને એ તપાસ કરતાં કરતાં એ છેક કલકત્તા જઈ પહોંચ્યા; ત્યાં એક ધર્મશાળામાં ઊતર્યા. બીજું ગમે તેમ, પણ ગળથૂથીનાં સંસ્કાર હતા કે દેવપૂજા ને ગુરુવંદન બને ત્યાં સુધી કરવાં. એટલે દેરાસરે પૂજા કરવા ગયા. પડખે જ ઉપાશ્રય હતો. કોઈને પૂછ્યું : “અહીં કોઈ મહારાજ છે ?” જવાબ મળ્યો : “હા, એક મહારાજ સાહેબ છે.’ ઉપાશ્રયે ગયા. ત્યાં શ્રી શાન્તિવિજયજી રેલવિહારી હતા. આમને તો ભગવાન મહાવીરના વેષનું જ કામ હતું. એ હોય તો વંદન કરવાની એમની વૃત્તિ હતી. એના ગુણ–અવગુણની એમને નિસબત ન હતી. એમણે વંદન કર્યું, શાતા પૂછી. શાંતિવિજયજીએ પ્રશ્ન કર્યો : “કહાંસે આયે હો ?’’ કહે : “ગુજરાતથી આવ્યો છું, બોટાદનો છું.” “ક્યોં આયે હો ?’’ કહે : “મારો નાનો ભાઈ ભાગી ગયો છે, એને શોધવા નીકળ્યો છું. એ ક્યાં મળશે ?'’ શાન્તિવિજયજી અચ્છા જાણકાર હતા. એમણે તે જ વખતે પ્રશ્નકુંડલી મૂકી, ને કહ્યું : “તેરે ભાઈ ને દીક્ષા લે લી હૈ, ઔર બારહ માસ કે બાદ વહ તુમકો મિલેગા, પહેલે નહિ. બસ, અબ ચિન્તા મત કરો !” સુખલાલને આ વચન ૫૨ અનાયાસે જ આસ્થા બેઠી. એમણે તપાસ છોડી દીધી; ત્યાંથી સીધા ઘેર ગયા. આ પછી, સં. ૧૯૭૧માં ગુજરાતથી વિહાર કરી સૂરિસમ્રાટ મારવાડ ગયા. રાજગઢથી પૂ. પં. પ્રતાપવિજયજી વગેરે પણ ફરતા ફરતા મારવાડમાં ઊતર્યા અને સાદડી ગામે સૂરિસમ્રાટના સાંનિધ્યમાં જઈ પહોંચ્યા, ત્યારે મુનિ નંદનવિજયજીને દીક્ષા લીધાને બરાબર બાર મહિના થયા હતા. આ લોકો જેવા આવ્યા, એવા જ સૂરિસમ્રાટે બોટાદ તારથી ખબર આપ્યા કે “નંદનવિજયજી અહીં આવ્યા છે.’’ ૨૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ ખબર મળતાં જ હેમચંદભાઈ, જમુનામા અને આખું કુટુંબ સાદડી આવ્યું. બધાંને હતું કે કંઈક નવાજૂની થાય તો ના નહિ. પણ, હેમચંદભાઈએ એક જ વાત કરી : “હું બોટાદમાં સિંહ કહેવાઉં છું. તમે દીક્ષા લીધી છે, તો સિંહના દીકરાને શોભે એ રીતે, સિંહની જેમ દીક્ષા પાળજો, એ મારી ઈચ્છા છે.’’ વૃદ્ધ પિતાના આશીર્વાદ નંદનવિજયજી નતમસ્તકે ને પુલકિત હૈયે ઝીલી રહ્યા. મુનિ. (૧૧) જૈન મુનિની વિકાસ સૂચ રાગ, દ્વેષ અને અજ્ઞાનને જીતે, દૂર કરે તે જિન. દુઃખના દરિયામાં ડૂબતાંને બચાવે, તે ધર્મ. જિનવરે ઉપદેશ્યો ધર્મ, તે જૈનધર્મ. આ ધર્મના ત્રણ પાયા છે ઃ અહિંસા, સંયમ અને તપ. આ ત્રણેનું અણીશુદ્ધ પાલન કરે, તે જૈન જીવસૃષ્ટિના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ તેઓ હણે નહિ, હણાવે નહિ, હણતાંને સારો પણ માને નહિ. ગુસ્સામાં કે મશ્કરીમાં, બીકથી કે લોભથી તેઓ અસત્ય બોલે નહિ, બોલાવે નહિ, બોલતાંને અનુમતિ આપે નહિ. શું તણખલું ને શું સોનું, એક પણ ચીજ, જરૂર પડે તોય તેના માલિકની મંજૂરી વગર લે નહિ, લેવરાવે નહિ, લેનારને અનુમોદન પણ આપે નહિ. નિર્મળ—શુદ્ધ બ્રહ્મચર્યનું તેઓ પાલન કરે. જડ કે ચેતન, કોઈ પદાર્થ પર તેઓ મમત્વ રાખે નહિ..સંયમ એટલે ત્યાગ અને ઈન્દ્રિયોનો નિગ્રહ. જૈન મુનિની આચારસંહિતાનો આ પાયો છે. જૈનધર્મ કહે છે : “ત્યાગમાં જે આનંદ છે, એ ભોગમાં નથી.” આ ત્યાગમાં ખુદના શરીરની પણ મમતા ટાળવાની હોય છે. એ માટે સદા પ્રયત્નશીલ રહે, તે જૈન મુનિ કહેવાય છે. તપ એટલે નિરાહાર ભાવ. ગીતાજી ઉપદેશે છે : “જે આહારનો ત્યાગ કરે છે, તેની વિષયવાસના નિવૃત્ત થાય છે.’’ આ તપના અનેક પ્રકાર છે. જૈન મુનિ એ તપનું આચરણ પ્રસન્નભાવે કરે છે, અને એ દ્વારા પોતાના દેહને કસવા સાથે મનને પણ તાવે છે. મનના મેલને ધુએ છે. ૨૧ www.jainerary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના કેન્દ્રમાં કર્મનો સિદ્ધાંત છે. જીવ જેવી કરણી કરે, તેવાં કર્મતે એકઠાં કરે ને કાળાંતરે એનાં ફળ ભોગવે. સારાં-નરસાં કર્મ પ્રત્યે પણ નિઃસ્પૃહતા કેળવવાની પ્રક્રિયાને પ્રયોગાન્વિત કરનારા જૈન મુનિનું કેન્દ્ર-લક્ષ્ય મોક્ષ હોય છે. એમના આચારો પણ આગવા છે : શ્વેત વસ્ત્રો જ પહેરવાં. જ્યાં જવું હોય ત્યાં ઊઘાડા પગે ચાલીને જ જવું. યાંત્રિક કે પશુચાલિત વાહનનો કદી ઉપયોગ ન કરવો. ગૃહસ્થોના ઘરેથી ભ્રમરવૃત્તિએ આહાર લઈ આવવો. બાર મહિને બે કે એક વખત હાથ વડે કેશ–લોચ કરવો. ઉકાળેલું પાણી પીવું. કાચા પાણીને, વનસ્પતિને, અગ્નિને ને સ્ત્રીને સ્પર્શ પણ ન કરવો. ગુરુજનનો વિનય જાળવવો; એમની સેવા–શુશ્રુષા કરવી. ગામેગામ પાદવિહાર દ્વારા ફરવું ને આમ જનતાને ધર્મ, નીતિ ને સદાચારનો બોધ આપવો. ટાઢ, તડકો, વરસાદ, ભૂખ, તરસ ને એવાં કષ્ટો અગ્લાનભાવે સહેવાં. સ્વ–પર—દર્શનોના ઊંડા અધ્યયન ને અધ્યાપનમાં ઓતપ્રોત રહેવું. આ બધું કરવા પાછળ એમનો એક જ આશય હોય છે. આત્માને વળગેલી અશુભ વાસનાઓનો વિનાશ કરવો, ને શુદ્ધ આત્મસ્વરૂપને પામવું; ક્રમિક આત્મવિકાસ સાધીને અંતિમ લક્ષ્યરૂપ મોક્ષને મેળવવો. ક્રમિક આત્મવિકાસની આ પ્રક્રિયામાં મુનિ નન્દનવિજયજી, ગુરુભગવંતનું પાવન સાંનિધ્ય પામીને, તથા સ્વયંસ્કુરિત પ્રેરણા મેળવીને દત્તચિત્ત બની ગયા. સૂરિસમ્રાટ જેવા પરમગુરુનું એમને સાંનિધ્ય મળ્યું હતું. રસકવિ જગન્નાથ કહે છે તેમ બહારથી તલવારની ધાર જેવા તીખા, ને ફૂંફાડા મારતા નાગથીયે ભયંકર લાગતા એ ગુરુભગવંતના હૈયામાં દ્રાક્ષના ગર કરતાંય મીઠો હિતનો ઝરો વહેતો હતો. પોતાને આશરે આવેલા આવા જીવોનું કલ્યાણ કેમ થાય, તેની સતત ચિન્તા એમને હૈયે હતી. લોકો કહે છે: સૂરિસમ્રાટ તો ભાઈ બહુ કડક. સાધુઓને ભણાવે ત્યારે ખૂબ કડકાઈથી વર્તે. તરપણીના ને ઘડાના દોરાથી ને દંડાસણની લાકડીથીયે, કામ પડે તો, મારે ! વચનો પણ કેવાં કઠોર કહેતા કે “અલ્યા, વાણિયાના રોટલા મફત ખાઓ છો, ને બરાબર નહિ ભણીગણો, ને ચારિત્રની આરાધનામાં પ્રમાદ સેવશો, તો મરીને ભરુચના પાડા થશો.” ” આ વાત ખરી છે. પણ, આ બધું કરવા ને કહેવા પાછળ સૂરિસમ્રાટની એક જ ઈચ્છા હતી કે આ બધા જીવો જે લક્ષ્ય સાધવા સાધુ થયા છે, તે લક્ષ્ય તરફ સદા સાવધાન રહે, ને તેની સાધના કરે. અને આ કઠોરતાનાં પરિણામ કેવાં મીઠાં–મધુરાં આવ્યાં, એ તો સમગ્ર સંઘને સુપરિચિત છે. આ મીઠાં પરિણામને યાદ કરીને એકવાર આપણા ચરિત્રનાયકે વ્યાખ્યાનમાં કહ્યું હતું: “મોટા મહારાજ કહેતા હતા કે “અત્યારે ભલે અમારાં વચનો તમને કઠોર લાગે, એનાથી ત્રાસ ભલે થાય; પણ એથી અત્યારે તમે અમારાં વચનો નહિ સાંભળો, તો પછી વાણિયાના ખાસડાં જ તમારે ખાવાં પડશે. અમારાં વચનો સાંભળ્યા હશે તો જ તમે લોકોનો ઉપકાર કરી શકશો. નહિ તો ૨૨ Fan Education International Page #39 -------------------------------------------------------------------------- ________________ નહિ ભણો, નહિ ગણો, જ્ઞાનધ્યાન નહિ કરો તો મરીને ભરૂચના પાડા થશો!' એમની આ વાતનો ભાવ સમજીને એ વખતે અમે એ પ્રમાણે થોડુંક કર્યું છે, તો અત્યારે તમારી આગળ બે શબ્દો ઉપદેશના કહીને ઉપકાર કરી શકીએ છીએ. નહિ તો એટલુંય ન કરી શકત.” અને, સાધુઓને ભણાવવામાં ને ચારિત્રપાલનની બાબતમાં સૂરિસમ્રાટ જેટલા કડક દીસતા, એટલા જ કોમળ તેઓ એમને સાચવવામાં, એમની સારસંભાળ કરતી વખતે બનતા. સાધુને ઊની આંચ ન આવે એની જેવી કાળજી એમને હતી, એવી કોઈને ન હતી. વજ સમું કઠોર છતાં ફૂલ જેવું સુકોમળ એમનું હૈયું હતું. આવા હૈયાની હેતાળ હૂંફમાં મુનિ નન્દનવિજયજી ત્વરિત વિકાસકૂચ કરવા લાગ્યા. પોતાની તીવ્ર બુદ્ધિશક્તિના બળે સંસ્કૃત વ્યાકરણ, ન્યાયના તથા જૈન સિદ્ધાંતના પ્રાથમિક ગ્રન્થોનું જ્ઞાન એમણે મેળવી લીધું. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાથમિક ગ્રન્થો તેઓ સ્વયમેવ આ ચોમાસામાં જ વાંચતા થઈ ગયા. સં. ૧૯૭૧નું ચોમાસું જાવાલ અને ૧૯૭રનું સાદડીમાં રહ્યા. ત્યાં એમની શક્તિના વિકાસનું પહેલું ફળ નીપજ્યું : સ્તોત્રમાનુ નામે ગ્રન્થરૂપે. તીર્થંકરો, ગણધરો ને ગુરુવર્યોની સ્તુતિરૂપે સંસ્કૃત ભાષામાં રચેલ આ શ્લોકબદ્ધ ગ્રન્થ એમણે સૂરિસમ્રાટને સોંપ્યો, ત્યારે સૂરિસમ્રાટના ચિત્તની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેઓએ અમદાવાદની શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભાને પ્રેરણા આપીને એ ગ્રન્થ સત્વર મુદ્રિત કરાવ્યો; અને એમ કરીને દીક્ષા લીધા પછી ત્રીજા જ વર્ષે, પોતાના આચારોનું કઠોર પાલન કરવા સાથે પણ, જૈન મુનિ કેવી બુદ્ધિશક્તિ ફોરવી શકે છે, તેનો દાખલો સમાજ સામે રજૂ કર્યો. આચારપાલન ને અધ્યયનની સાથે નંદનવિજયજીએ વિનય, વૈયાવચ્ચ, ભક્તિ વગેરે ગુણો પણ ખૂબ ઉમદા રીતે કેળવ્યા. અને એથી ગુરુભગવંતની કૃપા ખૂબ સંપાદન કરી. સં. ૧૯૭૩નું ચોમાસું ફલોધી રહ્યા. ત્યાં શરૂઆતના દિવસોમાં જ એકવાર ઓચિંતા સૂરિસમ્રાટે પૂછ્યું: “નંદન ! તું વ્યાખ્યાન વાંચીશ?” હૈયે હોંશ ભરી હતી, નિર્દોષ સરળતા ભરપૂર હતી, બીકનું નામ નહોતું. એમણે તરત કહ્યું : “હા સાહેબ ! પણ શું વાંચું?” સૂરિસમ્રાટ કહે: “ઉત્તરાધ્યયન-લક્ષ્મીવલ્લભી ટીકાવાળું વાંચ. તને મજા આવશે ને વ્યાખ્યાન તૈયાર થશે.” ‘તહત્તિ’ કહીને શરૂ કર્યું. બરાબર પંદર દિવસ વ્યાખ્યાન વાંચ્યું. પર્યુષણ આવ્યાં. સુરિસમ્રાટે પૂછ્યું: “નંદન! તારે કલ્પસૂત્રનું કયું વ્યાખ્યાન વાંચવું છે?” કહે: “પહેલું.” હવે કલ્પસૂત્રનું પહેલું વ્યાખ્યાન કાયમ સૂરિસમ્રાટ જ વાંચે, પણ એમની હોંશ જોઈને એ ખૂબ ખુશ થયા. હા કહી, ને નંદનવિજયજીએ એ વાંચ્યું પણ ખરું. ૨૩ onal Use Only www.jainelisry.org Page #40 -------------------------------------------------------------------------- ________________ પોતાની હોંશ હોય અને વડીલોની હૂંફ હોય, પછી કયો માણસ વિકાસ ન સાધી શકે? (૧૨) વિદ્યાની બે પાંખે વિદ્યાને જો પંખી કલ્પીએ તો, બેશક, વિનયને ને વિવેકને એની બે પાંખો જ ગણવી જોઈએ. અને, આવી બે પાંખાળી વિદ્યા જેને વરે, એના જ્ઞાનના સીમાડા કેટલા વિસ્તરે, એની તો કલ્પના જ કરવી રહી. હરણવેગે વૃદ્ધિ પામતી નન્દનવિજયજીની વિદ્યાને આ બે પાંખોનો સબળ સહારો હતો. એ ભણતા ભણતી વખતે ગુરુભગવંતનાં કઠોર વચનો સાંભળતા; શિક્ષાય સહેતા. પણ આ બધું જ વિનયથી. એ વિનય જોઈને ગુરુભગવંતને મન થતું આને ખૂબ ભણાવું, જલ્દી તૈયાર કરું. એ મુનિજીવનના કઠોર આચારો પાળતા. તપ–ત્યાગમાં અપ્રમત્ત રહેતા. બોલવું, ચાલવું, ખાવું, પીવું બધું જ વિવેકને મોખરે રાખી કરતા. પોતાનું લેશમાત્ર વર્તન અવિવેકી ન બની જાય એ માટે તેઓ સતત જાગૃતિ રાખતા. આ ગુણોએ એમની વિકાસયાત્રાને વેગવાન બનાવી. સૂરિસમ્રાટ અને સંસ્કૃત વાડ્મયના અજોડ સમ્રાટ પંડિત શશિનાથ ઝા પાસે તેઓ વ્યાકરણ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, સાંખ્ય, વેદાન્ત, પાતંજલ વગેરે દર્શનોના મૂર્ધન્ય ગ્રંથોનો અભ્યાસ કરવા લાગ્યા. જૈન સાહિત્યનો અભ્યાસ પણ ચાલુ જ હતો. એક તો મુનિજીવન જ કઠોર, એમાં મેવાડમારવાડના પ્રદેશ ને ત્યાંનો વિહાર પણ અતિ કઠોર. મેવાડનાં ગામોમાં એમને નડેલી તકલીફો, અને જેસલમેર તીર્થની સંઘ સાથે યાત્રા વખતે ત્યાંના ભેંકાર રણપ્રદેશમાં વેઠેલાં કષ્ટોનું બયાન તો કોઈને પણ આશ્ચર્યમાં નાખી દે એવું છે. એ તકલીફો અને કષ્ટો વચ્ચે પણ એમની અભ્યાસયાત્રા તો અવિરત ચાલુ જ હતી. . એ કહેતા : “અમે વિહાર કરીને સામે ગામ પહોંચીએ, એટલે તરત જ મોટા મહારાજ બધા ભણનાર સાધુઓને ગામ બહાર જંગલમાં લઈ જાય. ત્યાં ઝાડ તળે બે-ચાર કલાક બેસે, ને બધાને તનતોડ ભણાવે. ખાવા-પીવાનું તો, સ્થિરતામાં કે વિહારમાં, સવારના કોઈને હોય જ નહિ. ખુદ મોટા મહારાજ પણ બપોરે બાર વાગ્યા લગભગ પચ્ચકખાણ પારતા. તે વખતે જ બધાએ આહારપાણી કરવાનાં. ત્યાં સુધી આ રીતે અભ્યાસ ચાલે. જો ગામમાં રહીએ તો લોકો આવ-જા કરે, ને સમય બગડે. માટે બધાને લઈને તેઓ શાંત–એકાંત જંગલમાં જઈ બેસતા. અને ગામમાં હોઈએ તોય મોટા મહારાજનો કડક નિયમ હતો : પોતે ઉપાશ્રયની વચ્ચોવચ બેસે. ચોતરફ ફરતાં સાધુઓનાં આસન હોય. બધા પોતાના ભણવામાં તલ્લીન હોય. મોટા મહારાજ પાસે જાતજાતના લોકો આવે. ૨૪ Ja education International Page #41 -------------------------------------------------------------------------- ________________ મોટા શેઠિયાય આવે અને અમલદારોય આવે. પણ એમાંના કોઈની સાથે અમારે કોઈ સાધુએ લગારે વાત કરવાની નહિ. એ લોકો શાતા પૂછવા આવે, તો એનો પણ જવાબ નહિ આપવાનો. ઊલટું, ક્યારેક તો પૂછવા જનારનો જ મોટા મહારાજ ઉધડો લઈ લે : ‘તારે મારા સાધુને વાતોડિયો બનાવીને બગાડી મૂકવો છે ? શાતા પૂછવી હોય તો મને નથી પૂછાતી ? કામ હોય તો હું નથી બેઠો ?’ “રાત્રે બધા સહપાઠી સાધુઓ આવૃત્તિ કરવા સાથે બેસીએ અને ભણેલા પાઠ—પદાર્થનું પુનરાવર્તન કરીએ. એમાં અગિયાર—બાર વાગી જાય. પણ, એ વખતે અમે બધા વાતો તો નથી કરતા ને એની તપાસ મોટા મહારાજ કાયમ રાખતા. રાત્રે નારાયણને કહે : ‘જા, જોઈ આવ, કોઈ સાધુઓ ભણવાને બદલે ગપ્પાં તો નથી મારતા ને ?’ અને એ અમને કોઈનેય ખબરેય ન પડે એ રીતે જોઈ જાય. એમાં જો ક્યારેક કોઈક વાતો કરતો ઝડપાઈ જાય, તો એનું આવી બને.” અને છેલ્લે એ ઉમેરતા ઃ “મોટા મહારાજની આવી દેખભાળ ને કડક કાળજીનાં સુખદ પરિણામ આજે અમે માણીએ છીએ; આવી કાળજી આજે ક્યાંય નથી, એનાં માઠાં પરિણામો પણ અમે નજરે જોઈએ છીએ.’’ એમના ભણતરના વિષય હતા ઃ ન્યાયમાં તર્કસંગ્રહ, સિદ્ધાન્તમુક્તાવલી (એ ૫૨ દિનકરી– રામરુદ્રી), વ્યાપ્તિપંચક, સિંહવ્યાઘ્રલક્ષણ, સિદ્ધાન્તલક્ષણ, અવચ્છેદકત્વનિરુક્તિ, સવ્યભિચારપ્રકરણ, પ્રશસ્તપાદ ભાષ્ય, ન્યાયકુસુમાંજલિ, લક્ષણાવલી, આત્મતત્ત્વવિવેક. ઉપરાંત – પંચદશી, વેદાન્તપરિભાષા—શિખામણિ, અદ્વૈતસિદ્ધિ; સાંખ્યકારિકા, તત્ત્વકૌમુદી, અર્થસંગ્રહ, પાતંજલયોગસૂત્રવૃત્તિ, શ્રીહર્ષનું ખંડનખંડખાદ્ય; સારસ્વતવ્યાકરણ, સિદ્ધહૈમવ્યાકરણ, નાગેશ ભટ્ટની મંજૂષા; સાહિત્યદર્પણ, કુવલયાનંદ વગેરે, અને રઘુવંશ, કિરાતાર્જુનીયાદિ કાવ્યો; જૈન દર્શનના પણ જૈન તર્કભાષા, સ્યાદ્વાદમંજરી, પ્રમાણનયતત્ત્વાલોક; અષ્ટકપ્રકરણ, ન્યાયાલોક, સપ્તભંગી તરંગિણી, અષ્ટસહસ્રી, સન્મતિતર્ક, ષહ્દર્શનસમુચ્ચય, ન્યાયખંડખાદ્ય વગેરે માન્ય, મૂર્ધન્ય ગ્રંથો. એમના ભણેલા ગ્રન્થોમાંથી માત્ર થોડાકનાં જ આ નામો છે. આમાંના અમુક ગ્રંથો પંડિતજી પાસે ભણ્યા, બાકીના બધા જાતે વાંચ્યા. સિદ્ધાન્તમુક્તાવલી ને સારસ્વતચન્દ્રિકા તો આખી ને આખી કંઠસ્થ કરી હતી. આ બધા ગ્રંથોના પાઠ સાથે તે વિષયને લગતા અન્ય ગ્રંથોનું અવગાહન પણ તેઓ કરી લેતા; જેમ કે સાહિત્યદર્પણની સાથે સાથે રસગંગાધર, કાવ્યપ્રકાશ જેવા મહાગ્રંથો પણ એમણે અવગાહ્યા હતા. ૨૫ www.jainst rary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ એ ઘણીવાર કહેતા: ગ્રન્થી પ્રસ્થાન્તરંટી-એક ગ્રન્થ બીજા ગ્રન્થની ટીકા બને છે. અર્થાત્ બીજો ગ્રન્થ વાંચીએ એટલે ભણાતો ગ્રન્થ પાકો થાય. સંસ્કૃત શબ્દો ને ક્રિયાપદોનાં રૂપો તૈયાર કરવામાં એમણે ખૂબ રસ લીધો હતો; ઊંઘમાંય કોઈ રૂપ પૂછો, તો સાચો જવાબ જ નીકળે. અને આ બધું ભણવામાં ને ચારિત્રપાલનમાં પણ એ પોતાનું ખરું કર્તવ્ય-ગુરુની ભક્તિ કરવાનું -ક્યારેય ચૂક્યા નહિ. સૂરિસમ્રાટ બોલાવે : “નન્દન !” ને તરત જીકારો દેતાંકને હાજર ! એમની સેવા–ભક્તિ નિયમિત કરવાની જ. રાત્રે પણ એમની પગચંપી કલાકો સુધી કરે, ને એ બરાબર નિદ્રાધીન થાય, ત્યારે ત્યાંથી ઊઠીને પાઠ કરે. ઝાઝું શું કહેવું? એમણે એ ઉંમરમાં ને એટલા ટૂંકા ગાળામાં મુનિજીવનમાં જે મહેનત કરી, જે કષ્ટ સહ્યાં, અને જે મેળવ્યું, એની અત્યારના યુગમાં તો માત્ર કલ્પના જ કરવી રહી. Iી * * * * (૧૩) * * 1 ગુરુકૃપા સં. ૧૯૭૪માં સૂરિસમ્રાટ બીકાનેર ગયા. ત્યાં નન્દનવિજયજીની તબિયત એકાએક બગડી. છાતીમાં દુઃખાવો ઉપડ્યો. સૂરિસમ્રાટને બીજા બધા જરાક ચિંતામાં મુકાઈ ગયા. એ વખતે ચાંદલમજી ઢઢા જયપુરના રાજવૈદ્ય લક્ષ્મીલાલજીને લઈને આવ્યા.તબિયત તપાસીને કહે : “હૃદય (હાર્ટ) બહું નબળું છે, એટલે હમણાં પથારીવશ રહેવું જોઈશે. પરિશ્રમ મુદલ નહિ કરાય, ને દવામાં હીરામાણેકની ભસ્મો લેવી પડશે. એ સિવાય તબિયત નહિ સુધરે.” સૂરિસમ્રાટ ચમક્યા.એમને દરદ કરતાં દવાની બીક વધુ હતી. તેઓ ભસ્મને માત્રાઓ લેવાની ખૂબ વિરુદ્ધ હતા. એમણે ઘસીને ના કહી: “કાષ્ઠૌષધિ આપો તો લેશે, માત્રાઓ નહિ.” પણ “જેમ વૈદ્ય મોટા, એમ દવાય મોટી.' રાજવૈધે પોતાની વાત પકડી રાખી. સૂરિસમ્રાટે નન્દનવિજયજીને પૂછયું: “તારે માત્રા લેવી છે?” એમણે ના પાડતાં કહ્યું: “મારે તો આપ જે આપો તે દવા; બીજું કાંઈ લેવું નથી.” પછી સૂરિસમ્રાટે પોતાને ઠીક લાગતા ઉપચારો કરાવ્યા. મહિનો માસ ત્યાં જ રહ્યા. ધીમે ધીમે તબિયતમાં સુધારો થતો ચાલ્યો. હજી વિહારની વાર હતી, પણ ત્યાંનું હવામાન બગડતું હોય એવું સૂરિસમ્રાટને લાગ્યું. એટલે એમણે વિહાર કરી દીધો. હજી એમની તબિયત પૂરેપૂરી રાગે નહોતી ચડી, તોય વિહાર કરી શકે એવી તો થઈ હતી, એટલે ત્યાંથી નીકળી ગયા. નીકળ્યા બાદ થોડા જ દિવસો પછી સાંભળ્યું કે, બીકાનેરમાં પ્લેગ ફાટી નીકળ્યો છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં ઢદાજીએ એમની સારવાર માટે એકવાર વૈદ્ય અને ડૉકટર, બન્નેને મોકલ્યા. એમણે પોતાની દવા લેવા આગ્રહ કર્યો. પણ સૂરિસમ્રાટને નંદનવિજયજી બન્ને મક્કમ હતા. એમણે દવાની ના પાડી. પોતાના રોજિંદા ઉપચારો ચાલુ રાખ્યા. ધીમે ધીમે દવા, હવા ને સૂરિસમ્રાટની સતત કાળજીભરી દેખરેખ, ત્રણેની અસર બરાબર થતી આવી, ને તબિયત પૂર્વવત્ થઈ ગઈ. સં. ૧૯૭૫માં કાપરડા તીર્થની ઉદ્ધાર–પ્રતિષ્ઠા વેળાએ સૂરિસમ્રાટ પ્રાણઘાતક કષ્ટમાંથી પસાર થયા. જાટ લોકોએ આ ઉપદ્રવ ઊભો કર્યો હતો. એ વખતે સૂરિસમ્રાટે બધા સાધુઓને કહ્યું: “અહીં તો મૃત્યુની રમત ચાલુ છે, તમને બધાને મારી છૂટ છે. નીકળી જવું હોય તો નીકળી જજો . મારી જરા પણ ચિન્તા ના કરશો.” આના જવાબમાં સાધુઓએ કહેલું કે: “સાહેબ! આ શું બોલ્યા? અમારે તો જ્યાં આપ ત્યાં અમે. જે થવું હોય તે થાય. આપને છોડીને અમે નહીં જઈએ.” આ બધામાં નન્દનવિજયજી મોખરે હતા. ગુરુવિનય, મેધાબળ ને વિવેકશીલતાને લીધે નંદનવિજયજીએ એટલી બધી પ્રગતિ સાધી હતી કે જેથી એમના ગુરુ ઉદયવિજયજી મહારાજની જેમ એમને પણ સૂરિસમ્રાટના ચરણમાં સ્થાન મળી ગયું. સૂરિસમ્રાટ પાસે અનેક ક્ષેત્રોના જુદા જુદા પ્રકારના લોકો આવે, અનેક જાતની વાતો ચર્ચાઓ કરે. કંઈક પ્રશ્નો આવે, એનાં સમાધાન થતાં હોય. આ બધો વખત–શરીરની જોડે પડછાયાની જેમનન્દનવિજયજી ત્યાં હાજર જ હોય. અને આ મૂંગા અનુભવોએ એમના જીવનનું ને માનસનું દઢ ઘડતર કર્યું. સં.૧૯૭૮માં એક ભદ્રપરિણામી ભાઈ દીક્ષા લેવાની ભાવનાથી આવ્યા. સૂરિસમ્રાટે એમને દીક્ષા આપીને નન્દનવિજયજીના શિષ્ય કર્યા. એમનું નામ મુનિ સોમવિજયજી. એ એમના સૌ પહેલા શિષ્ય. પિસ્તાલીશ આગમોના જોગ, એ જૈન મુનિઓનું વિશિષ્ટ તપ અને વિશિષ્ટ ક્રિયા છે. આચાર્ય થતાં પહેલાં મુનિએ એ કરી લેવા જોઈએ. સૂરિસમ્રાટની કૃપા ઉતરી ને નન્દનવિજયજીએ ક્રમશઃ જોગ કરવા માંડ્યા. આમેય મહિનામાં દસ ઉપવાસ ને એવા બીજા તપની ટેવ તો હતી જ. એટલે આ તપમાં એમને ભારે આનંદ આવવા લાગ્યો. તપ કરે, ક્રિયા કરે, ને સાથે ભણવાનું પણ ચાલુ જ. સૂરિસમ્રાટના સાંનિધ્યમાં આ બધું એમણે ખૂબ ઉમંગભેર કર્યું. મહાપુરુષોના સાંનિધ્યે શું શું નથી સધાતું? ૨૭ www.jefbrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ (૧૪) કર્મ અને આગમ સાહિત્યનું જ્ઞાન પોતે જે વિષય ભણે, એમાં તન્મય બની જવું, એ જ એમની સહજ પ્રકૃતિ હતી. એ વિષયના તળિયે સમાયેલાં રહસ્યોને બરાબર સમજવા તેઓ પ્રયત્ન કરતા, ને એકવાર સમજાયા પછી એ કદી ન ભૂલતા. ભણવામાં કે વિચારવામાં એ જ્યારે એકરસ થઈ જતા ત્યારે, કોણ આવે–જાય છે, શું કરે છે, એનોય એમને ખ્યાલ ન આવતો. આસપાસ કોઈવાતો ચાલતી હોય, એ પણ એમને ખલેલ પહોંચાડી ન શકતી. જિંદગીના અંત સુધી તેઓ આ એકાગ્રતાને સાચવી શક્યા હતા. આવી એકાગ્રતાને પરિણામે એ ન્યાય –ખાસ કરીને નવીન ન્યાય–જેવા શુષ્ક, નીરસ અને અતિગહન વિષયને પણ ખૂબ સરળતાથી પચાવી શક્યા હતા. અને આ ન્યાયશાસ્ત્રનો એમનો અભ્યાસ, માત્ર ગ્રન્થો ભણવા પૂરતો જ સીમિત નહોતો રહ્યો; એ અભ્યાસે તો એમની તાર્કિકતાને તથા એમની વ્યવહારુ બુદ્ધિને પણ ખૂબ તેજસ્વી બનાવી હતી. એક મોટા બૅરિસ્ટરનેય આંટે એવી બુદ્ધિપ્રતિભા આ અભ્યાસે એમને આપી હતી. એમના જીવનની આ અદ્ભુત શક્તિ હતી. જેમ ન્યાય, એમ કર્મગ્રન્થ પણ એમનો મનગમતો વિષય હતો; એમાં એ નિષ્ણાત બન્યા હતા. પ્રથમ ચાર કર્મગ્રન્થોની ટીકા એમણે શ્રાવક પંડિત હીરાલાલભાઈ પાસે વાંચેલી. એ સિવાયનું પ્રાચીન અને નવીન તમામ કાર્મપ્રન્થિક સાહિત્ય આપમેળે વાંચી ગયા હતા. “કમ્મપયડી” એ આ વિષયનો મૂર્ધન્ય ગ્રન્થ ગણાય છે. એ આખોય ગ્રન્થ એમણે વિહારમાં, રાત્રે ચન્દ્રના પ્રકાશમાં, વાંચ્યો હતો. આ વિષયમાં એ એટલા ઊંડા ઊતર્યા હતા કે એમની બરાબરી કરે, એવા બીજા સાધુ ન હતા. | દગડૂમલજી નામે એક મારવાડી ગૃહસ્થ. કર્મગ્રન્થ વિષયના એ જબરા જાણકાર. જૂની પેઢીના કર્યસાહિત્યના જાણકારોમાં એ સારા પંકાયેલા. એ એવી ઝીણી ઝીણી વાતો રજૂ કરે ને પૂછે કે ભલભલા ગૂંચવાઈ જાય. એ દગડૂમલજીને પણ એ વિષયમાં અમુક વાતો નહોતી સમજાઈ; એ વાતો એમના મનમાં શંકારૂપે ઘોળાતી હતી. એનો ઉકેલ મેળવવા એ ઘણે ઠેકાણે ગયા હતા. પોતાને પૂછવાજોગ માનતી વ્યક્તિઓને પૂછ્યું હતું, પણ ઉકેલ નહોતા મળ્યા. એવામાં એકવાર તેઓ ચરિત્રનાયક પાસે આવ્યા. જોકે, આવ્યા હતા તો અમસ્તાં જ, એમાં વાતવાતમાં વાત નીકળી ને એમણે પોતાની શંકા ચરિત્રનાયક આગળ રજૂ કરી. ચરિત્રનાયક પણ દગડૂમલજીની શંકાઓનું હાર્દ બરાબર સમજી ગયા ને પછી ખૂબ જ સરળ પદ્ધતિએ એના ઉકેલ કહી બતાવ્યા. દગડૂમલજીને એથી ખરેખરો સંતોષ થયો. એમણે કહ્યું: “બીજા ગમે તે કહેતાં ફરે, પણ આમના જેવા કર્મગ્રન્થના જ્ઞાતા બીજા કોઈ નથી.” એમણે કરેલ જૈન આગમોના વાંચન-અધ્યયનનું પણ આવું જ હતું. એનો એમને ખૂબ શોખ. પિસ્તાળીશે આગમો વાંચી ગયેલા. એ વખતે બધા આગમો ને એની ટીકાઓ મુદ્રણ નહિ પામેલી, એટલે હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરીને મૂળ આગમો ને ટીકાઓ વાંચતા. જયારે જયારે જે આગમના જોગ કરે, લગભગ ત્યારે ત્યારે તે આગમ વાંચી જાય. ૨૮ Jer Education International Page #45 -------------------------------------------------------------------------- ________________ એકવાર એવું બન્યું કે વ્યવહારસૂત્ર–ભાષ્ય સૌ પહેલું છપાઈને બહાર આવ્યું. એની એકથી વધુ નકલ સૂરિસમ્રાટ પાસે આવી. સૂરિસમ્રાટ એ વખતે મારવાડમાં હતા. એમણે એક પ્રતિ નંદનવિજયજીને આપીને કહ્યું: “નન્દન ! આપણે બેય વ્યવહારસૂત્ર–ભાષ્ય જાતે વાંચીએ; જોઈએ, કોણ પહેલું પૂરું કરે છે.” સૂરિસમ્રાટને જેટલો રસ ને શોખ, એટલો જ એમને પણ. એમણે આ વાતને હોંશે વધાવી, ને બંનેએ પોતપોતાની જાતે વાંચન શરૂ કર્યું. સૂરિસમ્રાટ વીસ દહાડામાં વાંચી રહ્યા. નંદનવિજયજીએ ત્રેવશ દહાડે પૂરું કર્યું. આવું ઘણીવાર બનતું. આમને આમ એમણે પૂરું આગમસાહિત્ય વાંચી લીધું હતું. એમનું વાંચન, માત્ર વાંચન જ ન રહેતું; એમાંનો મહત્ત્વનો સારભાગ એમના માનસપટ પર આપમેળે અંકિત થઈ જતો. એ બધા સારભાગ એમને જીવનના અંત સુધી યાદ હતા. આજના યુગમાં જ્યારે લોકો કાંઈ વાંચે છે ત્યારે, એમને જરૂરી ને ઉપયોગી લાગતી વાતોની નોંધ તેઓ નોંધપોથીમાં કરી લે છે–રખે એ ભૂલી જવાય ! પણ એમણે ક્યારેય એવું નહોતું કર્યું. એમનું મગજ જ એમની ટાંચણપોથી હતું. એમાં જ બધું નોંધાઈ જતું. આગમના પાઠો હોય, કે કર્મગ્રન્થના ગહન–સૂક્ષ્મ સિદ્ધાંતો હોય, ન્યાયના મૌલિક પદાર્થો હોય કે વ્યાકરણના વિશિષ્ટ ઉપયોગી અંશો હોય, કે પછી સાહિત્યના ને અલંકારના શ્લોકોના શ્લોકો હોય, એ બધા અનાયાસે એમની જીભ પર આવીને વસતા. આ એમની એકાગ્રતાનો, એમની કેન્દ્રિત મનોદશાનો પ્રભાવ હતો. આવી એકાગ્રતાને કઈ શક્તિ ન વરે? ને આવી શક્તિ આગળ કઈ સિદ્ધિ ન નમે? (૧૫) આચાર્યપદવી મુનિજીવનમાં હોવી જોઈએ એવી લાયકાતોનાં શિખર એક પછી એક, મુનિ નન્દનવિજયજી સર કરવા માંડ્યા હતા, વ્યવહાર–નિપુણતામાં એમનો સ્વભાવ અનોખી ભાત પાડતો થયો હતો. વિનય, અભ્યાસ ને તપશ્ચર્યાએ એમને સાત્ત્વિક વૃત્તિ બક્ષી હતી. પરિણામે, ગુરુકૃપા ઉત્તરોત્તર વધતી ગઈ. એમને દીક્ષા લીધે ફક્ત દસ જ વર્ષ થયેલાં, પણ એ દરમિયાન, એમની લાયકાતોનો ને એમની શક્તિઓનો વિકાસ એટલા વિપુલ પ્રમાણમાં થયેલો કે એમને પંન્યાસપદવી અને એથી વધીને આચાર્યપદ આપવાની સુરિસમ્રાટને પ્રેરણા થઈ. સૂરિસમ્રાટ ચોક્કસપણે માનતા કે આ પદવીઓ મેળવનારે, એ મેળવ્યા પછી, જિનશાસનની ને સંઘની ભારે મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવાની હોય છે. અને એટલે જ, એ પદવીઓ મેળવતાં છે. ૨૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ પહેલાં એ જવાબદારીઓ નિભાવવા જેટલી લાયકાત ને શક્તિઓ એનામાં સરજાવી જ જોઈએ. આ સાથે તેઓ એમ પણ માનતા કે આવી લાયકાત ને શક્તિ જેનામાં સરજાય, એની ઉંમરનાં કે મુનિજીવનનાં ગમે એટલાં વર્ષ હોય, પણ એને એ જવાબદારીઓ અને એને અનુરૂપ પદવીઓ આપવી જોઈએ. પોતાની આ વિચારધારાને એમણે ચરિત્રનાયકમાં અમલી બનાવી. સં. ૧૯૮૦માં એમણે એમને પંન્યાસ (પંડિત) પદ અને સં. ૧૯૮૩માં –દીક્ષા લીધાના ચૌદમે વર્ષે અને મુનિ નંદનવિજયજી માત્ર અઠ્ઠાવીસ વર્ષની ઉંમરના હતા ત્યારે—આચાર્યપદ આપ્યું. પંન્યાસપદ લેતાં પહેલાં પિસ્તાળીસ આગમોમાંનાં પાંચમા આગમ શ્રી ભગવતીસૂત્રના જોગ ક૨વા ફરજિયાત હોય છે. છથી સાત મહિનાના એ જોગમાં ઉગ્ર તપ અને ક્રિયા કરવાનાં હોય છે. એ એમણે અમદાવાદમાં કર્યાં. અને તે દરમિયાન જ એમને પંન્યાસપદ મળ્યું. આ વખતે પાંજરાપોળમાં આવેલી વિશાળ જગ્યા (જ્યાં હાલ શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા છે, તે)માં ભવ્ય મંડપ બાંધીને ગુરુભક્ત શ્રાવકોએ મોટો ઉત્સવ યોજ્યો, અને એ મંડપમાં જ પંન્યાસપદપ્રદાન થયું. પંન્યાસપદપ્રદાન વખતે, ભારતીય તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ વિદ્વાન પ્રો. આનંદશંકર ધ્રુવ ખાસ જિજ્ઞાસાથી હાજર રહ્યા હતા. પદપ્રદાનની ક્રિયા જોઈને, અને તેના અંતે પદગ્રહણ કરનારને અપાતી– તેમને મળેલી જવાબદારી પ્રત્યે સભાન રહેવાની—શિખામણો સાંભળીને તેઓ ખૂબ ખુશ થયા હતા. એમણે સૂરિસમ્રાટને કહ્યું : “પદવીદાનનો આવો વિધિ મેં પહેલી વાર જ જોયો. બધે પદપ્રદાન આવી રીતે વિધિસર જ થવું ઘટે. અમારે અમારા કૉલેજોના પદવીદાન–સમારંભોમાં પણ આવો કોઈક ખાસ વિધિ દાખલ કરીને, પદવી લેનારને, તેના શિરે કેવી જવાબદારી મૂકવામાં આવે છે, તેનો ખ્યાલ આપતી શિખામણો આપવી જોઈએ.” આચાર્યપદ મેળવનારે ચોરાશી દિવસની આરાધના, તપ ને જપ વડે, કરવાની હોય છે. એ શરૂ કરાવીને ૧૯૮૩ના વૈશાખ મહિને એમને એ પદ આપ્યું. આ વખતે આચાર્યપદની સાથે સૂરિસમ્રાટે એમને ‘ન્યાયવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, સિદ્ધાંત માર્તંડ, અને કવિરત્ન’ એમ ચાર યથાર્થ બિરુદો પણ આપ્યાં હતાં. આ પદપ્રદાન શેઠ જમનાભાઈ ભગુભાઈના શાહીબાગના બંગલે ક૨વામાં આવ્યું હતું. તે વખતે શેઠાણી માણેકબહેને પોતે કરેલી વિવિધ તપસ્યાઓ નિમિત્તે મોટો ઉજમણા- મહોત્સવ માંડેલો. નંદનવિજયજીને આચાર્યપદ આપવાની સૂરિસમ્રાટને ઊંડે ઊંડે ઇચ્છા હતી જ; એમાં આ વખતે નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈએ એમને ભાર દઈને કહ્યું કે, “સાહેબ ! નન્દનવિજયજીને હવે આચાર્ય બનાવો. એ આપના જેવા જ નીવડશે.’ આ પછી સૂરિસમ્રાટની ઇચ્છા પ્રબળ થઈ અને એનો અમલ કરવામાં આવ્યો. પદવીના દિવસે સૂરિસમ્રાટના પરમ ભક્ત ધ્રાંગધ્રા રાજ્યના દીવાન શ્રી માનસિંહજી ખાસ હાજર રહ્યા હતા. તેમણે પદવી વખતે કામળી ઓઢાડી. આ પદવીનું બયાન તે વખતના ‘જૈન ધર્મ પ્રકાશ’'માં આ રીતે મળે છેઃ “બહારગામથી ધ્રાંગધ્રાના મે. દીવાન સાહેબ વિ. જૈનો તેમજ જૈનેતરો પ્રાહુણા તરીકે તેમજ ૩૦ મ્ય Page #47 -------------------------------------------------------------------------- ________________ મહોત્સવના દર્શન માટે ઘણી મોટી સંખ્યામાં આવેલા હતા. શુદ દસમે ને શુદ અગ્યારસે નવકારશી કરવામાં આવી હતી. બાકીના દિવસોએ પણ સ્વામીવચ્છલ તો શરૂ જ રાખેલા. જેનો લાભ સારો લેવાતો હતો.” “શુદિ દસમે આ.મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરે પંન્યાસજી નંદનવિજયજી જેઓ શ્રીવિજયોદયસૂરિજીના શિષ્ય છે અને ઘણા વિદ્વાન થયેલા છે, તેમને આચાર્યપદવી ત્યાં જ ખાસ ઊભા કરાયેલા મંડપમાં આપી હતી. આ પ્રસંગે પણ પુષ્કળ શ્રાવક-શ્રાવિકાઓ આવેલા હતા. પ્રભાવનાઓ છ શ્રીફળની થઈ હતી. આચાર્યપદારોહણની ક્રિયા મહારાજશ્રીએ બહુ ફુટ રીતે કરાવી હતી, જે જોતાં ને સાંભળતાં બહુ આનંદ થયો હતો.” (- “જૈન ધર્મ પ્રકાશ”, સં. ૧૯૮૩, જેઠ) ચૌદ વર્ષ જેટલા નાના દીક્ષા પર્યાયવાળા ને અઠ્યાવીસ વર્ષ જેટલી નાનકડી ઉંમરના સાધુને આચાર્ય પદવી મળે, એ છેલ્લા ત્રણસો વર્ષોમાં કદાચ પહેલો જ બનાવ હતો. - આમ છતાં શ્રી વિજયનંદનસૂરિજીના જીવનમાં આડંબરનું કે અહંભાવનું તત્ત્વ ન પ્રવેશ્ય. એમનું જીવન તો સરળતાના નિર્મળ વહેણ જેવું જ રહ્યું. સાત્ત્વિકતા, સરળતા ને નિરાડંબરતામાં એ સુરિસમ્રાટની નાની આવૃત્તિ સમા હતા. પણ, એમની નિરાડંબર, સરળ વૃત્તિનો અવળો અર્થ કરીને એનો ગેરલાભ કેટલાંક તત્ત્વોએ લીધો. દેખીતી રીતે જ આ તત્ત્વો તેજોષથી પ્રેરાયેલાં હતાં. એમણે વાત ચલાવી કે “આટલી ઓછી ઉંમરના ને આટલા ઓછા દીક્ષાપર્યાયવાળા મુનિને- જેને વ્યાખ્યાન વાંચતાય આવડતું હશે કે કેમ? એ શંકા છે, એને આચાર્યપદવી ન અપાય. આમાં તો સૂરિસમ્રાટે આંધળો શિષ્યમોહ જ દેખાડ્યો છે વ.” જો કે, આ બધું સુરિસમ્રાટ અને શ્રી નન્દનસૂરિજીના કાને માત્ર અથડાઈને પસાર થઈ જવા સિવાય કોઈ જ વિપરીત અસર જન્માવી શક્યું નહિ. પણ પેલાં તત્ત્વોએ પોતાની ઉશ્કેરણીની પ્રવૃત્તિ આગળ વધારી; એક સુખી ગૃહસ્થને એમણે નન્દનસૂરિજીની વ્યાખ્યાન શક્તિની કસોટી કરવા પ્રેર્યા. એ ગૃહસ્થ, ઘણું કરીને મારવાડી હતા, સુખી હતા ને એવા આગ્રહી પણ હતા કે, “યોગ્યને જ યોગ્ય પદવી મળવી જોઈએ, અયોગ્યને નહિ'. એટલે એમણે સૂરિસમ્રાટ પાસે આવીને વિનંતી કરી કે: “નવા આચાર્ય મહારાજની વાણી સાંભળવી છે, માટે વિદ્યાશાળાએ મોકલવા કૃપા કરો.” સૂરિસમ્રાટને શું વાંધો હોય? એ તો જાણે આવા અવસરની રાહ જ જોતા હતા. એમણે તરત આજ્ઞા કરી, ને શ્રી નન્દનસૂરિજી તૈયાર થઈને ગયા વિદ્યાશાળાએ. ઘણીવાર, માણસની અને તેની શક્તિની વધારે પ્રસિદ્ધિ તેના વિરોધી તત્ત્વો જ કરતા હોય છે. એના પરિણામે ઊલટું પેલી વ્યક્તિની ખ્યાતિ વધતી જાય છે. અહીં પણ એમ જ બન્યું. પહેલાં કસોટી ને પછી હાંસી કરવાના ઇરાદાથી પેલાં તત્ત્વોએ આ વાતનો સારા પ્રમાણમાં પ્રચાર કર્યો હતો એટલે વિદ્યાશાળાએ મેદની માય નહિ એટલી ઊભરાઈ હતી. નવા આચાર્યશ્રીએ તો પોતાની આગવી ને અનોખી શૈલીથી નિરાંતે વ્યાખ્યાન આપ્યું. એ ૩૧ www.jainety.org Page #48 -------------------------------------------------------------------------- ________________ શૈલીનું વર્ણન ને પ્રશંસા કરવા કરતાં એટલું જ જાણવું રસપ્રદ થઈ પડશે કે એ વ્યાખ્યાન જ્યારે પૂરું થયું, ત્યારે પેલા મારવાડી ગૃહસ્થ એટલા હરખઘેલા થઈ ગયા કે એમની પાસે તે વખતે જેટલા રૂપિયા હતા તે બધા કાઢીને એમણે એ સભામાં ચોપાસ ઉછાળી દીધા. ને પછી શ્રીનંદનસૂરિજી પાસે જઈ, પગે પડીને પોતાની ધૃષ્ટતા કબૂલવા સાથે એમની ક્ષમા માંગી. આ પછી સં. ૧૯૮૩નું એ ચોમાસું સૂરિસમ્રાટની આજ્ઞાથી ને સંઘની વિનંતીથી એમણે વિદ્યાશાળાએ ખૂબ ભવ્ય રીતે પસાર કર્યું. ત્યાં એમનાં વ્યાખ્યાનોમાં પંડિત ફત્તેચંદ લાલન જેવા વિદ્વાન પણ ઘણીવાર આવતા. સરળતાની આ સિદ્ધિ હતી. નિરાડંબરતા આનું રહસ્ય હતું. (૧૬) જ્યોતિષ અને શિલ્પના જ્ઞાતા જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રમાં આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની નિપુણતા આગવી હતી; અને એ એમના અનુભવજ્ઞાનના પરિપાકરૂપે હતી. આ બંને શાસ્ત્રોનો એમણે અભ્યાસ કર્યો ન હતો; પણ, સૂરિસમ્રાટના તથા પૂ. ગુરુદેવ શ્રીવિજયોદયસૂરિજી મહારાજના સતત સાંનિધ્યના પ્રતાપે તેમજ નિજાભ્યાસથી આ બંને વિષયનાં અગાધ જ્ઞાન અને વિવિધ અનુભવો એમને સાંપડ્યાં હતાં. એ અનુભવોને એમની તીવ્ર બુદ્ધિએ ખૂબ પચાવ્યા હતા. જ્યોતિષમાં આરંભસિદ્ધિ, મુહૂર્ત માર્તડ, મુહૂર્ત ચિંતામણિ, દિનશુદ્ધિદીપિકા વગેરે તથા શિલ્પમાં શિલ્પરત્નાકર, વાસ્તુસાર, દીપાર્ણવ વગેરે અનેક ગ્રંથોનું ઊંડુ પરિશીલન આપમેળે કર્યું હતું. આ બધા ગ્રન્થો એમણે લગભગ આત્મસાત કર્યા હતા. તે એટલે સુધી કે મુહૂર્તના કોઈ પણ ગુણદોષ કે ગ્રાહ્યતા-વજર્યતાની વાત આવે, ત્યારે એના પોષક, વિરોધી કે અપવાદના પાઠો ક્યા ગ્રન્થમાં ક્યાં છે, તેનાં રહસ્ય શું છે, તેનો પૂરો ખ્યાલ તેમના મગજમાં સતત રહેતો હતો. પંચાંગ જોવાની અને સૂક્ષ્મ ગણિત કરવાની એમની પદ્ધતિ અતિશય સરળ છતાં એટલી જ વિલક્ષણ હતી. શિલ્પ બાબતમાં એમની સૂક્ષ્મ નજર ભલભલા નિષ્ણાત શિલ્પી, સોમપુરા કે ઈજનેરોનેય વિસ્મિત કરતી. સુરિસમ્રાટ પાસે કોઈ પણ મુહૂર્ત લેવા આવે, તો તેઓ તે આવનારને જ્યોતિષીને સાથે લાવવા સૂચવતા. એ આવે એટલે પૂ. આચાર્ય શ્રી વિજયોદયસૂરિજીને શ્રીવિજયનન્દસૂરિજીને બોલાવીને મુહૂર્ત જોવાનું કહેતા. તેઓ મુહૂર્ત નક્કી કરીને કહે, એની પોતે ચકાસણી કરીને જ્યોતિષીને કહેતા. ૩૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ અને કાયમ માટે એ વાત ચોક્કસ હતી કે ગમે તે જ્યોતિષી એ મુહૂર્તને શ્રેષ્ઠ ને નિર્દોષ તરીકે અવશ્ય સ્વીકારતા જ. ઘણીવાર જ્યોતિષી પણ એ જ મુહૂર્ત કહેવાના નિર્ણય પર આવતા હોય ને એમના તરફથી પણ એ જ મળે. ને ઘણીવાર તો જ્યોતિષીએ જોયેલા મુહૂર્ત કરતાં એમનું મુહૂર્ત શ્રેષ્ઠ ઠરતું. એમની મુહૂર્ત અંગેની સૂક્ષ્મ દૃષ્ટિ ને ચોકસાઈથી ઘણા નિષ્ણાત જ્યોતિર્વિદ પંડિતો પણ પ્રભાવિત થતા. આ અંગે વધુ આગળ જોઈશું. મુહૂર્તો અંગે તેઓ જરૂર પડે તો ‘નિર્ણય સિન્ધુ’ અને એવાં ઇતર ધર્મશાસ્ત્રોનો પણ ઉપયોગ કરતા. જ્યોતિષનું આટલું બધું જ્ઞાન, છતાં એમણે માત્ર મુહૂર્ત પૂરતું જ- અને તે પણ માત્ર ધર્મકાર્યોના મુહૂર્ત પૂરતું જ સીમિત રાખ્યું હતું. ફળાદેશના વિષયથી તેઓ સર્વથા અલિપ્ત રહ્યા હતા. સાંસારિક પ્રવૃત્તિનાં મુહૂર્તો કોઈ લેવા આવે, તો તેનો તેઓ સાફ ઇન્કાર કરતા. ફળાદેશ માટે કોઈ વિનંતી કરે, તો તેને તે વિષયની પોતાની અજ્ઞતા સ્પષ્ટ દર્શાવતા. આના અનુસંધાનમાં એક વાત યાદ આવે છે : “તેઓ જેમ ફળાદેશથી તેમ મંત્ર-તંત્રથી પણ સદા દૂર અને નિર્લેપ જ રહ્યા હતા. ઘણા એમની પાસે આ માટે આવતા, પણ તેઓ પોતાને એ વિષયથી દૂર જ રાખતા. બહુ આગ્રહ થાય તો વાસક્ષેપ કરી દેતા; તે પણ માત્ર ગુરુભગવંતે આપેલા, જિનશાસનના શ્રદ્ધાના ખજાનારૂપ સાત્ત્વિક મંત્રોથી જ મંત્રીને, બીજા કોઈ મંત્ર-તંત્ર તેમણે કદી કર્યા નથી, તેમ કોઈને કહ્યાય નથી.’ એમની લોકૈષણા ને માનેષણાથી મુક્ત રહેવાની સાત્ત્વિક વૃત્તિનું આ પરિણામ હતું. સસ્તી લોકપ્રિયતા ને પ્રસિદ્ધિની આકાંક્ષાના અભાવની આ નિષ્પત્તિ હતી. લેશ પણ દંભ ને માયાનો અભાવ, આનું કારણ હતો. -- (૧૭) નૈતિક શક્તિ અને કુનેહબળ નૈતિક જુસ્સો એ સત્ત્વશીલ મનુષ્યોનો ખાસ ગુણ હોય છે. સાત્ત્વિકતાનું પીઠબળ પામીને આ ગુણ ઘણી વ્યક્તિઓમાં વિલક્ષણ ઢબે પાંગરે છે. ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી એવી વિરલ વ્યક્તિઓમાંના એક હતા. સૂરિસમ્રાટના વારસારૂપે એમનામાં નૈતિક જુસ્સાની શક્તિ ઉતરી હતી. આ વાતની પ્રતીતિ કરાવે એવા ઘણા પ્રસંગો છે. અહીં એક પ્રસંગ જોઈએ. સં. ૧૯૮૩માં સૂરિસમ્રાટ પાટણમાં હતા. તે અરસામાં જૈનોના પવિત્ર તીર્થ શ્રી સિદ્ધાચલજીની ૩૩ www.jainelary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ યાત્રા બંધ કરવાનો ને પાલિતાણા રાજ્ય સામે અસહકારનું આંદોલન ચલાવવાનો અવસર ઉપસ્થિત થયો. પાલિતાણા રાજ્યની તરફેણમાં બ્રિટિશ સલ્તનતના કાઠિયાવાડના પૉલિટિકલ ઍજન્ટે એવો ચુકાદો આપેલો કે જ્યાં સુધી જૈનો પાસેથી ચોક્કસ રકમ લેવાનું ઠરાવાય નહિ, ત્યાં સુધી પાલિતાણા રાજ્ય, તીર્થના યાત્રાળુઓ પાસેથી મૂંડકાવેરો ઉઘરાવી શકે છે. જૈન સંઘ માટે આ મહાન અન્યાય હતો. આ અન્યાયનો અહિંસક પ્રતિકાર કરવા માટે જૈન સંઘ પાસે એક જ રસ્તો હતો, અને તે યાત્રામોકૂફીનો. પણ એ માટે અધિકૃત વ્યક્તિના આદેશની જરૂર હતી. ભારતના મોટા ભાગના જૈનોની મીટ સૂરિસમ્રાટ તરફ મંડાયેલી હતી. આ અરસામાં પાટણમાં સૂરિસમ્રાટના સાંનિધ્યમાં એક સભા યોજાઈ, તેમાં તેમણે ‘યાત્રાબંધ'નું એલાન કર્યું. ન આ સભામાં ચરિત્રનાયકે (તે વખતે આચાર્ય ન હતા) ખૂબ જુસ્સાદાર પ્રવચન કર્યું. તેમણે તીર્થરક્ષા કાજે જાનફેસાની કરવા તૈયાર રહેવા માટે સાધુઓને અને ગૃહસ્થોને હાકલ કરી. આ માત્ર બોલવા પૂરતું જ ન હતું એટલે એ વ્યાખ્યાન પછી તેઓ તથા તેમની સમાન વયવાળા મુનિવરોનું એક જૂથ તૈયાર થયું કે આપણે પાલિતાણા ઉપડીએ, અને આ આંદોલનનું નેતૃત્વ લઈએ. તીર્થ અને સંઘના સ્વત્વની રક્ષા કાજે પ્રાણની આહુતિ અપાય એથી રૂડું શું ? જો કે, સૂરિસમ્રાટે એમને એ વખતે જવાની ના કહી - અલબત્ત, એમના નૈતિક જુસ્સામાં સહેજ પણ ઓટ ન આવે એ રીતે. એમની કુનેહશક્તિ પણ અદ્ભુત હતી. એમ કહી શકાય કે જો તેઓ સંસારમાં હોત તો રાજદ્વારી ક્ષેત્રે એમને આ શક્તિ ચોક્કસ નામના અપાવત. સં. ૧૯૯૦માં અમદાવાદના આંગણે ઐતિહાસિક મુનિસંમેલન મળ્યું ત્યારે એની વિષયવિચારિણી સમિતિએ સંમેલનમાં ચર્ચવા લાયક અગિયાર મુદ્દાઓ નિયત કર્યા. શરૂઆતમાં તો એ મુદાઓ પર સંમેલનમાં મુક્ત ચર્ચા કરવા વિચારાયું; પણ એ ચર્ચા શરૂ થઈ તે પછી સંમેલનના નિર્વાહક સુકાનીઓને લાગ્યું કે, ‘આ ચર્ચાનો અંત નહિ આવે. આ કરતાં એક સમિતિ નીમીએ, એ આ અગિયાર મુદ્દા ૫૨ ખરડાઓ તૈયાર કરે. એ ખરડાઓ સંમેલનમાં વિચારણા માટે પ્રસ્તુત થાય, ને પછી એને ઠરાવરૂપે મંજૂરી પણ આપી શકાય.’ આ વિચાર બધાને પસંદ પડ્યો એટલે સર્વાનુમતે ચાર મુનિવરોની એક ‘ખરડા સમિતિ’ નીમાઈ. એમાં મુખ્ય હતા આપણા ચરિત્રનાયક. બીજા ત્રણ હતા - મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, મુનિરાજ શ્રી ચન્દ્રસાગરજી અને મુનિરાજ શ્રી રામવિજયજી. આ સમિતિએ લાગટ અઢી દિવસ ચર્ચા-વિચારણા કરીને અગિયારે મુદ્દા પર ખરડા ઘડ્યા. આમાં અતિશયોક્તિ લાગશે, પણ કહેવું જોઈએ કે આચાર્ય શ્રીવિજયનંદનસૂરિજીની કુનેહશક્તિએ અને વિદ્વત્તાએ આમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ‘કોઈને છેતરવા પણ નહિ, પણ એ સાથે કોઈથી ૩૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ છેતરાવું પણ નહિ- આ એમની કુનેહનો મુખ્ય ધ્વનિ હતો. આ ખરડાઓ એમણે અઢી દિવસમાં જ તૈયાર કરીને સંમેલનમાં રજૂ કર્યા. પણ એ દરમિયાન પોતે જે વિચારણાઓ- શાસ્ત્ર અને તત્કાલીન વૈચારિક વાતાવરણોને અનુસરીને - કરી, તેમાં એમણે કોઈની સલાહ-સૂચના ન લીધી; ખુદ સૂરિસમ્રાટની પણ નહિ. પોતે જે કાર્યવાહી કરી, તેની વાત પણ ન કરી. અહીં એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે સૂરિસમ્રાટે પણ એમને એ વિષયમાં કશું જ પૂછ્યું નહિ. સંપાદન કરેલા વિશ્વાસનું આ જવલંત ઉદાહરણ નથી? આ ખરડાઓ પર સંમેલને વિચારણાઓ કરી, ને છેવટે કેટલાક ફેરફારોને બાદ કરતાં, એ ખરડાઓ જ ઠરાવરૂપે પટ્ટકમાં મૂકાયા. એમની શક્તિ અને બુદ્ધિ પર સૂરિસમ્રાટને જ નહિ, અન્ય સમુદાયના વરિષ્ઠ આચાર્યોને પણ વિશ્વાસ હતો. સંમેલને જયારે ખરડાઓને આખરી ઓપ આપ્યો, તે વખતે આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજીને એક વિચાર આવ્યો; એમને થયું, કોને વાત કરવાથી એનું અસરકારક પરિણામ લાવી શકાય ? એ વિચારતાં એમની નજર આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી પર પડી. એમણે તત્કાળ એમને કહ્યું: “નન્દનસૂરિજી ! આ દીક્ષાની વયમર્યાદા સોળ વર્ષ છે તેને બદલે અઢારની રખાય તો સારું.” એમણે તરત જ એ વાત સૂરિસમ્રાટને કહી, પરિણામે સૂરિસમ્રાટે આચાર્ય શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજીની સાથે વિચારણા કરીને, અઢાર વર્ષવાળો સુધારો ખરડામાં દાખલ કરાવી દીધો. (૧૮) કુટુંબકથા કોઈ ન માને એવી, છતાં બિલકુલ સાચી વાત એ છે કે, એમણે દીક્ષા લીધા પછી કદી પોતાનાં સંસારી પિતાજી, માતુશ્રી વગેરે કુટુંબીઓ પર એક પણ પત્ર લખ્યો નથી. આ કંઈ દેખાવ કે ડોળ નહોતો, પણ જેનો ત્યાગ કર્યો એના તરફની અનાસક્ત નિર્લેપતા જ હતી. એમની આ અનાસક્તિને યાદ કરીને આજે એમના કુટુંબીજનો ગૌરવભેર કહે છે કે, “અમારા મહારાજ આવા નિર્લેપ હતા.” સાધુતાની સાધનાની આ આદર્શ સિદ્ધિ કહી શકાય. આ નિર્લેપતાની બીજી સિદ્ધિ હતી : નરોત્તમ દીક્ષા ન લે, એ માટેની કોશિશ કરવામાં મુખ્ય ભાગ ભજવનાર, એમના સંસારી વડીલભાઈ સુખલાલની દીક્ષા. સુખલાલ પરિણીત હતા. એમને ૩૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ એક પુત્રી પણ હતી. સ્વભાવે ખૂબ ઉગ્ર અને ક્રોધી. પણ સરળ અને નિખાલસ પણ એવા જ. એ સરળ માનસે જ એમનામાં પરિવર્તન આણ્યું. મોટી ઉંમરેય એમને દીક્ષા લેવાની વૃત્તિ જાગી. એ વૃત્તિને સૂરિસમ્રાટનું પ્રોત્સાહન મળ્યું. કુટુંબીઓની રજા મળી એટલે સં. ૧૯૭૯માં ખંભાત આવી, બીજા ત્રણ દીક્ષાર્થી ભાઈઓ સાથે, સૂરિસમ્રાટના હાથે દીક્ષા લીધી. એ પણ પૂ. આચાર્ય વિજયોદયસૂરિજી મહારાજના શિષ્ય થયા. નામ સુમિત્રવિજયજી પડ્યું. એમણે લગભગ ૪૪-૪૫ વર્ષ દીક્ષા પાળી. ગુરુજનોનો વિનય, સાધુઓની સેવા, અભ્યાસની ખંત અને આગમશાસ્ત્રોનું જ્ઞાન, તેમજ નિર્દોષ અને કઠોર ચારિત્રપાલનમાં એ બધા ય સાધુઓમાં આગળ વધી ગયા. એના પ્રતાપે એ ઉપાધ્યાયપદ સુધી પહોંચ્યા. છેલ્લા વર્ષોમાં આચાર્યપદ લેવા માટે ગુરુવરોએ ઘણું સમજાવ્યા, પણ એમણે ખૂબ નમ્રતા ને મક્કમતાથી એનો અસ્વીકાર કર્યો. સમગ્ર જીવન ગુરુની નિશ્રામાં ને સેવામાં જ વીતાવ્યું. છેલ્લે સં. ૨૦૨૪માં કદમ્બગિરિ તીર્થમાં એ સ્વર્ગવાસી થયા. એમની દીક્ષાનું અને આટલા આત્મિક વિકાસનું પ્રેરણાબળ આપણા ચરિત્રનાયક અને એમના સુંદર ગુણો જ હતા, એ નિર્વિવાદ છે. સં. ૧૯૮૮માં એવું બન્યું કે સૂરિસમ્રાટને અમદાવાદમાં ચોમાસું રહેવા સંઘે અતિ આગ્રહ કર્યો, ને નક્કી કર્યું. હવે, એ જ દિવસે બપોરે એક વાગ્યાના સુમારે આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજીના સંસારી ભાઈ હરગોવિંદદાસ, બોટાદના સંઘને લઈને આવ્યા. એમણે વાત કરી કે “મારા પિતાજી (હેમચંદભાઈ)ની તબિયત નરમ રહે છે. એમની ઇચ્છા છે કે, આ વખતે આપ ને વિજયનંદનસૂરિજી બોટાદ પધારો ને ચોમાસું કરો, અને એમને સમાધિ મળે એવી આરાધના કરાવો.' એમના કહેવાથી અમે વિનંતી કરવા આવ્યા છીએ.'' સૂરિસમ્રાટે એમને પૂછ્યું : “કેમ નન્દન ! શું કરીશું ?' એમને શું કહેવાનું હોય ? એ તો આ બધાથી પર-નિર્લેપ હતા, એમણે કહ્યું : ‘“આર્દ્રા બેસવાને હવે થોડા જ દિવસ આડા છે. ઉનાળો ભરપૂર છે. વિહારમાં આપનાથી પહોંચી કેમ વળાશે ?’’ સૂરિસમ્રાટ વિચારમાં પડી ગયા. એમની વાત સાચી હતી. પોતાના નિયમ પ્રમાણે સૂરિસમ્રાટ આર્દ્રા નક્ષત્ર બેઠા પછી વિહાર ન કરતા, અને હવે એની આડે ફક્ત તેર જ દહાડા બાકી હતા. એટલા દિવસમાં બોટાદ પહોંચવું કઈ રીતે ? ઘણા વિચારને અંતે એમણે અણધાર્યો નિર્ણય જાહેર કર્યો : “આજે જ સાંજે વિહાર કરવો છે. તૈયાર થઈ જાવ.’ સૌ સાધુઓ ઝપાટાબંધ તૈયાર થયા, ને સાંજ થતાં તો નીકળી પણ ગયા. હજી તો અમદાવાદ રહેવાનું નક્કી થયાના સમાચાર લોકોના કાને પહોંચ્યા જ હતા, ત્યાં તો વિહારનું દૃશ્ય જોવા મળ્યું. ને, શું સાચું ? સાંભળેલું કે જોયેલું ? – આ પ્રશ્ને લોકોને ગૂંચવી દીધા. ૩૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ વસ્તુતઃ, ચરિત્રનાયકની નિર્લેપતાએ સંપાદન કરેલી ગુરુકૃપાની આ મહાન ઉપલબ્ધિ હતી. બરાબર બાર દિવસે બોટાદ પહોંચ્યા. ચોમાસું ત્યાં ગાળ્યું. દરમિયાન, એમણે ને સૂરિસમ્રાટે હેમચંદભાઈને ઘણી ઉત્તમ ધર્મારાધના કરાવી. એથી, હેમચંદભાઈના આત્માને અપાર પ્રસન્નતા થઈ. એ પ્રસન્નતા અને સમાધિભાવનું ભાતું લઈને પર્યુષણા પહેલાં તેઓ સ્વર્ગે સંચર્યા. સૂરિસમ્રાટે કહ્યું : “નન્દન ! આપણું બોટાદ આવ્યું સાર્થક થયું. આ આત્મા એનું કલ્યાણ સાધી ગયો.” હરગોવિંદદાસ એમના બીજા મોટાભાઈ હતા. એમણે વર્ષો સુધી આણંદજી કલ્યાણજીની પેઢીની અગત્યની સેવાઓ કરી. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈના શબ્દોમાં કહીએ તો ‘હરગોવિંદદાસ જેવો ઉમદા માણસ પેઢીને ફરી મળવો મુશ્કેલ છે.’ એમણે રાણકપુર તીર્થની પેઢીમાં ઘણી સેવા આપી. એમની સજ્જનતાને લીધે એ “બાબુ સાહેબ” તરીકે બહુમાન અને ખ્યાતિ પામેલા. એ પોતાની પાછલી ઉંમરે નરમ રહેતા. અને જ્યારે છેલ્લે એમને લાગ્યું કે, “હવે હું વધારે સમય નહિ જીવું,’’ ત્યારે વિ.સં. ૨૦૧૭- ૨૦૧૮ના અરસામાં એમણે પોતાના બંને દીક્ષિત ભાઈઓને વિનંતી કરીને બોટાદ બોલાવ્યા. એમના સાંનિધ્યમાં ધર્મસાધના કરી, ને પિતાજીની જેમ એ પણ સમાધિ સાથે સ્વર્ગવાસ પામ્યા. એમને બે સંતાનો છે ; પુત્ર જયંતીલાલ ને પુત્રી હીરાબેન. -- (૧૯) અંજનશલાકા એ સમયમાં અંજનશલાકા નહોતી થતી. પચાસેક વર્ષથી થોડાક સમય અગાઉ પાલિતાણામાં ત્રણેક અંજનશલાકાઓ થયેલી, ત્યારે ત્યાં ગમે તે કારણે, રોગચાળાના ઉપદ્રવો થયેલા, એમ કહેવાતું. એ પછી લોકો અંજનશલાકાના નામથી ભડકતા; પ્રાયઃ તો થઈ જ નહોતી. અર્વાચીન યુગમાં એના પુરસ્કર્તા બનવાનું માન સૂરિસમ્રાટને ફાળે જાય છે. કદમ્બગિરિ તીર્થમાં મહાવીરસ્વામીનું દેરાસર તૈયાર થયું, ને એની પ્રતિષ્ઠા વખતે સં. ૧૯૮૯માં અંજનશલાકા ક૨વાનું એમણે જાહેર કર્યું. અંજનશલાકા ઘણાં વર્ષે થતી હોઈ હજારો લોકોએ એનો લાભ લેવા માંડ્યો. જો કે, અમુક વર્ગે તો પ્રચારવા માંડ્યું હતું કે, ‘મોટે ઉપાડે અંજનશલાકા કરવા નીકળ્યા છે, પણ બરાબરના હેરાન થવાના છે !’ પણ એમના નૈષ્ઠિક બ્રહ્મતેજને અને વિધિવિધાનની વિશુદ્ધિને લોકો બરાબર જાણતા હતા, એટલે કોઈને અશ્રદ્ધા ન જન્મી. ૩૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ આ માટે પૂરા બાવીસ દિવસનો ઓચ્છવ મંડાયો હતો અને એનાં દર્શન કરવા પચીસેક હજારની મેદની ઉમટી હતી અને, ‘સાંકડા ભાઈ પર્વના દહાડા' એ ઉક્તિ પ્રમાણે, જોતજોતામાં અંજનશલાકા આડો એક જ દિવસ બાકી રહ્યો. એ દહાડે, રાતના વખતે એકાએક જોરદાર વાવાઝોડું ધસી આવ્યું. તંબૂ, રાવટી, શમિયાણા માંડવા વેરવિખેર થઈ ગયા. લોકોના સરસામાન પણ અસ્ત-વ્યસ્ત થયા. ભારે બિહામણું વાતાવરણ સર્જાયું. પણ, આમાં અચ્છેરું તો એ થયું કે, આટલો મોટો વંટોળિયો આવી પડવા છતાં, લોકોને જાણે એની ખબર જ ન હોય એમ એ પોતાની જગ્યાએ ઊંઘતા જ રહ્યા. તંબૂ-રાવટી ઊડી ગયાં, તોય સૂનારા તો બેફિકરપણે સૂતાં જ રહ્યા. થોડીવારે વંટોળિયો શમ્યો એટલે સૂરિસમ્રાટે પડખે સૂતેલા ફૂલચંદભાઈને બૂમ પાડી : “અલ્યા ફૂલચંદ ! જાગે છે કે ?' એ ઊઠીને આવ્યા. કહે : “ફરમાવો સાહેબ ! જાગું છું”. + બધે તપાસ કરી આવ, બધું બરાબર છે ને ?’’ એ ગયા. પ્રતિમાવાળા મંડપ સિવાય બીજા મંડપોમાં અને તંબુ-રાવટીઓમાં બધે જોઈ આવ્યા. આવીને એમણે ‘સબ સલામત'ની વધામણી આપી, ભેગું કહ્યું : “પ્રતિમાવાળા મંડપમાં જઈ શક્યો નથી, સાહેબ !'' સૂરિસમ્રાટ કહે : “જા, નન્દનસૂરિને ઉઠાડ’ ઉઠાડ્યા. એમને કહે : “તું ને ફૂલચંદ પ્રતિમાવાળા મંડપમાં જઈ આવો.” તરત ગયા. બધે જોયું. એક હજારમાંથી એકેય પ્રતિમાને ઊની આંચ સરખી નહોતી આવી. બધાંને નિરાંત થઈ. આ પછી તેઓ (ચરિત્ર નાયક) તથા પૂ. આચાર્ય શ્રીવિજયોદયસૂરિ મહારાજ બંને પ્રતિમા મંડપમાં ગયા. ત્યાં દરવાજા બંધ કરીને બંનેએ એકાગ્ર મને જાપ આદર્યો. રાત આખી ભગવાન સાથે એકાકાર ભાવે ગાળી- જાણે ત્યાં ધ્યાતા અને ધ્યેય સિવાય કોઈનું અસ્તિત્વ જ ન રહ્યું. એ વખતની એકાગ્રતાને ચરિત્રનાયક ઘણીવાર - ખાસ કરીને અંજનશલાકાનો પ્રસંગ હોય ત્યારે – અચૂક યાદ કરતા, ને કહેતાઃ “એ વખતે જેવી એકાગ્રતા આવી, એવી હવે ક્યાં આવે છે ? હવે તો ઉંમર થઈ છે ને શરીર થાક્યું છે.” અને કહેવું જોઈએ કે, સૂરિસમ્રાટ ને એમના આ બે શિષ્યોની સાત્ત્વિકતાના પ્રતાપે, અંજનશલાકા નિરુપદ્રવપણે પૂરી થઈ. ૩૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૨૦) સાદું તત્ત્વજ્ઞાન “દીક્ષાર્થીના કુટુંબીઓની રજા હોય, તો જ એને પાસે રાખવો, અને તો જ એને દીક્ષા આપવી. કુટુંબીઓ દીક્ષાર્થીને બોલાવે કે ઘેર લઈ જાય, તો એને તરત મોકલી આપવો; એક મિનિટ પણ પાસે ન રાખવો. “દીક્ષા લેતાં પહેલાં દીક્ષાર્થી કે એના સગાં-વહાલાં આપણી પાસે કાંઈક અપેક્ષા રાખે, તો એવાને કોઈ દિવસ રાખવો નહિ, તેમ દીક્ષા આપવી નહિ. “દીક્ષા માટે કોઇને ક્યારેય ભગાડવા પ્રયત્ન ન કરવો, તેમ ઉપદેશ પણ ન આપવો. સામેથી ભાવના કરીને, રજા લઈને, આવે તો જ પાસે રાખવો.” – દીક્ષા બાબતમાં આચાર્યશ્રી વિજયનંદનસૂરિજીનું આ જગનિરાળું છતાં સાદું તત્ત્વજ્ઞાન હતું. અને એ એમણે જીવનભર આચર્યું હતું. આનું પરિણામ દેખાવે જરા વિચિત્ર લાગે એવું ખરું, પણ એમાં ઊંડા ઊતરીએ તો થાય કે, “જે થયું તે બહુ સારું થયું.” એકવાર ત્રણેક મુમુક્ષુ કિશોરો એમની પાસે આવ્યા, રહ્યા, ભણ્યા ગણ્યા, ને એમની મૂક પ્રેરણા પામીને એમને દીક્ષાની ભાવના ય જાગી. પણ એમને દીક્ષા ન આપી. એમાં કારણ બન્યું એમનું દીક્ષા સંબંધી આ સાદું તત્ત્વજ્ઞાન. એમના મુખ્ય શિષ્ય હતા પંન્યાસ શ્રી સોમવિજયજી ગણિ. ખૂબ સરળ, ભદ્ર પ્રકૃતિના ને સેવાભાવી એ સાધુ હતા. બીજા શિષ્ય થયા પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી ગણિ. ન્યાયશાસ્ત્રના એ સારા વિદ્વાન થયા. આ સિવાય એમને બીજા પણ શિષ્યો- પ્રશિષ્યો થયા. પણ શિષ્યમોહથી એ સદા દૂર જ રહ્યા. એમને એમના જીવનમાં મોહ કે રાગ જે કહો તે, એક જ ઠેકાણે હતો, અને એ સૂરિસમ્રાટ ગુરુભગવંત ઉપર. એમની સેવા ને એમની આજ્ઞાનું પાલન; એમને મન પ્રાણાધિક હતા. બીજું બધું પછી, પહેલાં ગુરુ ભગવંત, એમની શુશ્રુષામાં ખામી ન આવવી જોઈએ. એમણે સોપેલા કાર્યોમાં ત્રુટિ ન રહેવી જોઈએ : આ જ એમની લગન હતી, અને આવી લગનવાળી વ્યક્તિને શિષ્યમોહ શું સ્પર્શી શકે? ૩૯ www.jainelibre.org Page #56 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સ્વાસ્થ્ય ચર્ચા ‘જ્યાં જ્યાં વિદ્વત્તા, ત્યાં ત્યાં દરિદ્રતા’— આ કુદરતનો નિયમ છે. એ દરિદ્રતા કાં તો આર્થિક હોય, ને કાં તો શારીરિક સ્વાસ્થ્યની હોય. સશક્ત શરીર છતાં શ્રી વિજયનન્દનસૂરિજીનું સ્વાસ્થ્ય પૂરતી તંદુરસ્તી નહોતું ભોગવતું. પહેલાં કહ્યું તેમ, સૌ પહેલી મોટી બીમારી એમને બિકાનેરમાં આવી. એ વખતે વૈદ્ય ને ડૉક્ટરોને હાર્ટની તકલીફ લાગેલી, પણ ગુરુકૃપાએ એમાંથી જલદી ઊગરી ગયા. આ પછી ઘણું કરીને ૧૯૮૩ની સાલમાં, એમને ગેસનો ઉપદ્રવ લાગુ પડ્યો. એ વખતે એ દસ તિથિ ઉપવાસ કરતા. એવા એક ઉપવાસમાં આખો દિવસ પાણી નહિ વાપરેલું. એ વખતે વિહારમાં હતા. વિહાર કરીને મોડી સાંજે મુકામે પહોંચ્યા, ત્યારે સૂરજ આથમવાની તૈયારી હતી. તૃષા ખૂબ લાગેલી. પાણી તો હતું, પણ ગરમ. એ પાણી એમણે વાપર્યું ને એ પછી એમને વાયુના ઓડકાર શરૂ થયા. આ પછી એ ઉપદ્રવ ઉત્તરોત્તર વધતો ચાલ્યો. વાયુના ઓડકાર આવે ત્યારે એટલા મોટેથી આવે કે એ દૂર સુધી સંભળાય. આ અંગે દેશી ઉપચારો શરૂ કર્યા પણ એનાથી ક્ષણિક શાન્તિ થતી, કાયમી નહિ. વાયુની સાથે લિવરનો દુઃખાવો ને સોજો પણ થવા લાગ્યો. સં. ૧૯૯૬માં એની તકલીફ વિશેષ થઈ પડી એ કા૨ણે સૂરિસમ્રાટ પચ્છેગામ આવીને રહ્યા. ત્યાં વિખ્યાત વૈદ્યરાજ શ્રી નાગરભાઈની દવા, પથ્ય સાથે આદરી. વૈદ્યરાજ ભારે કુશળ અને અનુભવી હતા. એમને પણ એમની દવા પર પૂરો વિશ્વાસ હતો. મહિનો’ક ત્યાં રહ્યા, ને દવાએ સારી અસર કરી. એક વખત એમની સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ હતી. અને એ ગંભીર પરિસ્થિતિમાંથી એમને વૈદ્યરાજે ઉગાર્યા. ત્યાંથી વલભીપુર આવ્યા. ત્યાના સંઘ અને રાજકુટુંબના આગ્રહથી ચોમાસું ત્યાં રહ્યા. દરમિયાન ડૉ. વલ્લભદાસ ભાયાણીની દવા શરૂ કરી. એમણે ગેસ માટે એક ગોળી આપી ને કબજિયાત દૂર કરવા માટે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ આપ્યું. આ બંને ખૂબ અસરકારક નીવડ્યાં. એ ગોળી મળતી બંધ ન થઈ ત્યાં સુધી એ; ને પછી એના જેવી જે ગોળી ચાલુ થઈ તે; અને વિરેચન ચૂર્ણ, એમને એટલાં માફક આવી ગયાં હતાં કે ત્યાર પછી કાયમ માટે એ શરૂ જ રાખ્યાં. સં. ૨૦૦૦માં સૂરિસમ્રાટની ને એમની બંનેની તબિયત નરમ થઈ ગઈ. એના ઉપચાર માટે તેઓ પચ્છેગામ આવીને રહ્યા. તબિયતમાં સુધારો જણાતાં વળા જવા નીકળ્યા. પણ વચમાં લીંબડા ગામે જ એમની તબિયત અચાનક બગડી. એક દિવસમાં ૬૦ ઝાડા થઈ ગયા. એ સાથે લિવરનો દુઃખાવો, ગેસનો ભરાવો અને અશક્તિએ પણ ખૂબ પીડા આપી. તત્કાળ પચ્છેગામ ખબર પહોચતાં ત્યાંથી ઇશ્વર ભટ્ટના દીકરા ભાસ્કરરાવ, વૈદ્ય નાગરદાસ તથા વળાથી ડૉ. ભાયાણી આવી ગયા. ભાસ્ક૨૨ાવની દવાએ ગુણ કર્યો. ઝાડા બંધ થયા. ચલાય તેમ ન હતું, છતાં બીજે દિવસે સવારે, Sain Education International ४० Page #57 -------------------------------------------------------------------------- ________________ મક્કમ આત્મબળ દાખવીને ચાલતાં ચાલતાં પચ્છેગામ ગયા. ત્યાં દસેક દહાડા રહી ઝડપી ઉપચારો કર્યા. એનાથી ને પૂરતા આરામથી તબિયત સુધરતી ચાલી. લિવરના દુખાવા વિષે નિષ્ણાત ડૉક્ટરોનો મત હતો કે એમને “ગોલ્ડસ્ટોન - પિત્તની પથરી છે. એના લીધે વાંરવાર દુઃખાવો ને સોજો થઈ આવે છે. આ માટે એકથી વધુ વાર એક્સ-રે લેવરાવ્યા. પણ આશ્ચર્ય એ થતું કે એક પણ એક્સ-રેમાં ગોલ્ડસ્ટોન આવતો નહિ અને છતાં ડૉક્ટરો એમના મતમાં મક્કમ જ હતા. સારા સારા ડૉક્ટરો એમને એનું ઑપરેશન કરાવવાની સલાહ ભારપૂર્વક આપતા. પણ, એ ખૂબ મક્કમ રહ્યા. એ કહેતા: “એક્સ-રેમાં ન દેખાતી વસ્તુ છે જ એમ કેમ માની લેવાય?' ડૉક્ટરો પાસે આનો જવાબ ન રહેતો. આણંદના પ્રખ્યાત અંગ્રેજ ડૉક્ટર કૂક આ માટે એમની તબિયત જોવા બે-એકવાર આવ્યા. એમણે તો જોતાવેત જ કહી દીધું કે, “ગોલ્ડ સ્ટોન છે, અને ઑપરેશન વિના છૂટકો નથી.” આ પછી જ્યારે એ દર્દ વધુ પડતું થાય ત્યારે ડૉ. કૂકને બોલાવવામાં આવતા; તે વખતે એ વિનોદમાં કહેતા : મહારાજ ! હું તમને કહું છું કે તમને ગોલ્ડસ્ટોન છે જ; એક્સ-રેમાં ભલે ન આવે, પણ છે જ. પણ તમારે ઑપરેશન કરાવવાનું નહિ. તમારા શ્રાવકો પાસે ઘણા પૈસા છે. તમને જ્યારે દર્દ થાય, ત્યારે મને બોલાવવાનો ને મને સો રૂપિયા અપાવવાના!” અને એ ખડખડાટ હસી પડતા. આમ ને આમ ઘણાં વર્ષો પસાર થઈ ગયા. ગેસની ફરિયાદ રોજિંદી થઈ ગઈ હતી, લિવરનો ને એને લીધે પડખાનો દુઃખાવો રોજનો ભાઈબંધ બની ગયો હતો! એ છેલ્લા દિવસ સુધી રહ્યો. સં. ૨૦૧૧નું ચોમાસું અમદાવાદમાં કરેલું. એ વખતે કાર્તિક શુદિ પાંચમનો ઉપવાસ કરેલો. છઠે પારણું કરીને બેઠા હતા. પૂ. આચાર્ય શ્રી વિજયોદયસૂરિજી મહારાજ વ્યાખ્યાન આપવા ગયા, ને થોડીવારમાં જ એમને એકદમ મોમાં તમતમ થવા માંડ્યું, છાતીમાં ગભરામણ થવા લાગી. એમણે તરત સાધુ જોડે આચાર્ય મહારાજને કહાવ્યું: “વ્યાખ્યાન બંધ કરીને ઝટ પધારો, મારી તબિયત બગડી પૂ. શ્રીવિજયોદયસૂરિજી મહારાજ વ્યાખ્યાન પડતું મૂકીને દોડતા આવ્યા. પણ એટલી વારમાં તો, તેઓ બેભાન બની ગયા હતા. તત્કાળ ડૉક્ટરો આવ્યા. ચાંપતા ઉપચારો શરૂ થયા. પણ એકે ય દવા, ઇજેક્શન કે ઉપચાર લાગુ ન પડ્યાં. ઊલટું, નાડી લગભગ સ્થગિત થઈ ગઈ. હાર્ટ, ધબકારા, પલ્સ, પ્રેશર બધું એવી વિચિત્ર સ્થિતિમાં મૂકાયું કે ડૉક્ટરો વિમાસણ અનુભવી રહ્યા. ડૉ. સુમન્ત શાહ, સર્જન ડૉ. સોભાગચંદ શાહ, ડૉ. સી.એફ. શાહ, ડૉ. નાનાલાલભાઈ, ડૉ. ગુણવંતલાલ અલમૌલા, ડૉ. નટવરલાલ એસ. શાહ, ડૉ. ધીરુભાઈ શાહ, ડૉ. ચંદ્રકાંત વકીલ, ડૉ. છોટુભાઈ એફ. શાહ, ડૉ. જયસુખભાઈ વગેરે ડૉક્ટરો રાત-દિવસ હાજર રહીને શક્ય તમામ સારવાર કરતા હતા. આ સ્થિતિ બરાબર બોતેર કલાક ચાલી. ડો. સુમન્ત શાહને છેવટે લાગ્યું કે, “હવે આ કેસ ખોટો છે; બે-ચાર કલાકનો જ સવાલ છે.' અને, એમને ફરીવાર બોલાવવા જનારને એમણે સ્પષ્ટ કહી દીધું કે, “મને શા માટે બોલાવો છો? મારાથી થાય એ બધું જ મેં કરી લીધું છે. ને હવે મહારાજશ્રી બે ૪૧ www.jainelary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ ચાર કલાકથી વધુ નહિ જ કાઢે.” ખરેખર, આ જ સ્થિતિ હતી. ગંભીર તબિયતના સમાચારે જનતાને વિહ્વળ કરી મૂકી હતી. એ ટોળે વળીને દર્શને ઉમટવા લાગી. રિલીફ રોડના નાકા સુધી લોકોની કતાર જામવા લાગી. એ ધસારો રોકવા માટે ઉપાશ્રયના દરવાજે આગેવાન શ્રાવકો જાતે ઊભા રહ્યા. અમદાવાદમાં તે સમયે વિદ્યમાન મુનિસમુદાય ત્યાં સતત હાજર રહ્યો. ત્રીજા દિવસે, જીવદયાપ્રેમી ગુરુભક્ત શ્રાવક શા. સારાભાઈ જમનાદાસને થયું કે, “ડૉક્ટરોએ જો હાથ ધોઈ નાંખ્યા છે, કાંઈ ફેર પડે એમ લાગતું નથી, તો છેલ્લા ઉપાય તરીકે જીવદયાની પ્રવૃત્તિ કેમ ન કરવી ?' – આ વિચાર એમણે પૂ. આચાર્ય શ્રીવિજયોદયસૂરિજી મહારાજને જણાવ્યો અને એમની સંમતિ લઈને કતલખાનેથી જીવો છોડાવવા માંડ્યા. નાના-મોટા સેંકડો જીવોને એમણે છોડાવ્યા. ને એ બધાના ટોળાને પાંજરાપોળે લાવ્યા. ત્યાં એક પછી એક મૂંગા જીવને લઈને એમની પાસે જાય, ને એમના કાનમાં કહે કે, “સાહેબજી ! આપના નિમિત્તે આ જીવને અભયદાન આપીએ છીએ.” પછી એને પાછલે બારણેથી લઈ જાય. આમ સેંકડો જીવો એમની પાસે લઈ ગયા. સારાભાઈના કહેવા મુજબ, તેઓ જયારે જીવ છોડાવ્યાનું એમના કાનમાં કહેતા ત્યારે એ હોંકારો દેતા. આ પછી, એ દિવસે મોડેથી ડોક્ટરોને એક અને આખરી ઉપચાર- ઈજેક્શનનો પ્રયોગ કરવાનું જરૂરી લાગ્યું. એમણે એ માટેની તૈયારી કરી. પણ એ ઈજેક્શન હાથની નસમાં આપવાનું હતું. એ નસ કોઈના હાથમાં ન આવે. હવે શું થાય? બધા ડૉક્ટરોએ મહેનત કરી, પણ ન ફળી. સૌ થાક્યા. ડૉ. સોભાગચંદ સૌને યાદ આવ્યા. એ વખતે એ બહાર ગયા હતા. તાબડતોબ એમને બોલાવી મંગાવ્યા. આવતાવેંત એમણે નસ હાથમાં લીધી, ને ઈજેક્શન આપી દીધું. આ પછી કેટલીકવારે વળતાં પાણી થયાં. નાડીને છાતીના ધબકારા, પ્રેશર આ બધું ધીમે ધીમે નિયમ પ્રમાણે શરૂ થતું ચાલ્યું ને બરાબર બોંતેર કલાક બાદ થોડી વારે એમણે આંખો ઉઘાડી. એમને સંભાળવા આતુર ડૉક્ટરો, અને એમને સાજા થયેલા જોવા ઉત્કંઠ મુનિસમુદાય તથા જનમેદનીના આનંદનો અવધિ ન રહ્યો. ઉપાશ્રય પોળ જયનાદથી ગાજી ઊઠ્યાં, આચાર્યશ્રીને તો આ બધું જોઈને ભારે કૌતુક થયું: “આ બધું શું છે? આ બધાં કેમ ભેગા મળ્યાં છે? એમને તો હતું કે હું ઊંઘમાંથી ઊઠ્યો છું.” આ પછી સૌના અદ્ધર બનેલા જીવ હેઠા બેઠા. એમના જીવનની આ અસાધારણ જીવલેણ બીમારી હતી. એ કહેતા : “આમાંથી હું જાગ્યો, ત્યાર પછી મને લાગ્યું કે મારો પુનર્જન્મ થયો છે.” આ પછી પણ લગભગ બારેક મહિના સુધી તો બ્લડપ્રેશર, ઊલટી અને ભરપૂર નબળાઈ વગેરે વ્યાધિઓની સતત હેરાનગતિ ચાલુ રહી. દવા- ઇજેક્શનો પણ સતત ચાલુ રહ્યાં. આ પછી એકવાર મોટા મોટા સર્જન ડૉક્ટરોની એક કૉન્ફરન્સ ખાસ એમને માટે મળી. { આવા ધુરંધર ડૉક્ટરો એમાં ભેગા થયેલા. એમણે એમના આજદિન સુધીના એક્સ-રે, રિપોર્ટો વગેરે ઉપર ૪૨ Sain Education International Page #59 -------------------------------------------------------------------------- ________________ ગંભીર ચર્ચા-વિચારણા કરી. છેવટે એ બધા સર્વાનુમતે એક નિર્ણય પર આવ્યા કે એમના પર ઑપરેશન કરવું જોઈએ. આવા મોટા ડૉક્ટરોના નિર્ણય કે અભિપ્રાય સામે કોની હેસિયત હોય કે એક શબ્દ પણ ઉચ્ચારે ? પણ ડૉ. અલમૌલાને લાગ્યું કે આ નિર્ણય બરાબર નથી થતો. એમનાથી ન રહેવાયું. એમણે હતી એટલી હિંમત ભેગી કરીને કૉન્ફરન્સને પૂછ્યું : “પણ શા માટે ઑપરેશન કરવાનું ? કહો’. — એ તો જવાબ મળ્યો : ‘‘એ તો ઑપરેશન કરતી વખતે, ખોલ્યા પછી, નક્કી થશે.’ થયું. ચોક્કસ દર્દ કોઇ ન પારખી શક્યું. પરિણામે એમણે ઑપરેશનની સ્પષ્ટ ના ભણી દીધી. ધીરે ધીરે લૉ-પ્રેશર ને ઊલટી બંધ થઈ ગયાં. નબળાઈ ઓછી થઈ, પણ ગૅસની ફરિયાદ પૂર્વવત્ ચાલુ રહી. હાઇબ્લડપ્રેશર એમાં નવું ભળ્યું. સં. ૨૦૧૮માં જમણા પડખે સારણગાંઠનો ઉપદ્રવ થઈ આવ્યો. એના ઑપરેશન માટે મનમાં અનિચ્છા છતાં ડૉક્ટરો ને ભક્ત શ્રાવકોની હિંમતથી તૈયાર થયા. ને પાલીતાણાની હૉસ્પિટલમાં ડૉ. મુકુન્દ પરીખે એનું ઑપરેશન કર્યું. સં. ૨૦૨૮માં ફરી ડાબે પડખે સારણગાંઠ થઈ. એનું ઑપરેશન અમદાવાદમાં, પૉલિક્લિનિકમાં ડૉ. મુકુન્દ પરીખ, ડૉ. હરિભક્તિ વગેરેએ કર્યું. આ પછી બ્લડપ્રેશરનો ઉપદ્રવ ખૂબ ઓછો થઈ ગયો. એ સાથે જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ પ્રમાણમાં ગૅસનો ઉપદ્રવ પણ ઘટતો ચાલ્યો - અલબત્ત, પહેલાંનાં વર્ષોની અપેક્ષાએ. તબિયતના કારણે તેઓ અતિશય કહી શકાય તેવા નિયમિત રહ્યા. ઘણે ભાગે, એક ટંક ભાત-દાળ કે એવી વસ્તુ લેતા; બાકી ચા ને દૂધ. છેલ્લે, સં. ૨૦૩૧માં શરદીનો પ્રકોપ એકદમ થઈ આવ્યો. એમનો કોઠો શરદીનો હતો. આહારનું પ્રમાણ અલ્પ હતું. શિયાળાની ઋતુ હતી. શરીર ઘસાતું હતું એટલે ઠંડીએ વિશેષ અસર કરી. ફેફસામાં કફ ભરાયો, સોજો થઈ ગયો, તાવ આવ્યો ને જોતજોતામાં ડબલ ન્યુમોનિયા થઈ ગયો. બે દિવસ તો એવા પસાર થયા કે, સૌને લાગ્યું કે, હવે હાથ ખંખેરી નાંખવા પડશે. પણ સંઘનું ભાગ્ય જોરાવર નીકળ્યું. ડૉ. સુમન્ત શાહ, ડૉ. સી.એફ. શાહ, ડૉ. છોટુભાઈ, ડૉ. ચંદ્રકાન્ત વકીલ, ડૉ. કીર્તિ શાહ વગેરેના ઉપચારો ને દેખરેખના પરિણામે એમાંથી ઉગરી ગયા. સૌએ કહ્યું : ઘાત ગઈ. એમને પણ થયું કે બીજીવાર પુનરવતાર લાધ્યો ! આ એમના જીવનના નોંધપાત્ર વ્યાધિઓની વિગતો છે. આ સિવાય નાજુક તબિયતના કારણે, તાવ, શરદી, ઝાડા વગેરેની તકલીફ તો એમને અવારનવાર થયા જ કરતી. પણ આવી આવી અસ્વસ્થતાઓમાં પણ એ કદી નાસીપાસ થયા નથી. મનથી હાર્યા નથી. ગમે તેવો ગૅસ થયો હોય, પ્રેશરની વધઘટ હોય, પણ એ વખતે પણ જો શાસનનું કે સંઘનું, પેઢીનું કે ૪૩ www.jainellary.org Page #60 -------------------------------------------------------------------------- ________________ તીર્થનું કંઈ પણ જરૂરી કામ આવી પડે, તો તેઓનું સમગ્ર બુદ્વિતંત્ર એમાં પરોવાઈ જતું અને એ ટાણે તેઓ એમના અસ્વસ્થ શરીરની જરા પણ દરકાર ન કરતા. એ વખતે જોનારને થતુંઃ મહારાજ સાહેબ આવી તબિયતે પણ આ શ્રમ કરે છે ! સત્ત્વપૂત ચારિત્રજીવનનો જ આ પ્રભાવ હતો, એમ સ્વીકારવું રહ્યું. દેઢ અને સ્થિર મનોબળને જ આનું કારણ ગણવું જોઈએ. (૨૨) તિથિચર્ચા-૧ મંડાણ અને ક્લેશવૃદ્ધિ તિથિ ચર્ચાનો પ્રશ્ન તપાગચ્છ સંઘને માટે કલંકરૂપ નીવડ્યો છે. છેલ્લાં ચાલીશ વર્ષો દરમિયાન આ કલંકે, તપાગચ્છની શાન્તિમાં, સ્વસ્થતામાં, સમતામાં, એકતામાં અને નૂરમાં સુરંગો ચાંપી છે. આનાં મંડાણ સં. ૧૯૯૨ના વર્ષમાં થયાં. તે અગાઉ બે વર્ષ પહેલાં થયેલા મુનિસંમેલન વખતે પોતાની અસહિષ્ણુ અને કદાગ્રહી વૃત્તિને લઈને અમુક વર્ગને પોતાના કદાગ્રહની સ્થાપનામાં સાંપડેલી નિષ્ફળતા, કદાચ, આના ઉત્થાન માટે જવાબદાર હતી. સં. ૧૯૯૨માં, લૌકિક પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ આવી, ત્યારે સૂરિસમ્રાટ અને પૂ. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ વગેરે મૂર્ધન્ય આચાર્યોએ આરાધનામાં બે પાંચમને બદલે બે ચોથ કરીને, બીજી ચોથે (લૌકિક પંચાંગની પહેલી પાંચમ) સંવત્સરી મહાપર્વ આરાધવાનો નિર્ણય જાહેર કર્યો. આ નિર્ણય તપાગચ્છ સંઘની શાસ્ત્રશુદ્ધ પ્રણાલિકાને અનુસાર કરાયો હતો. પણ, “ચાલુ ચીલે તો બધા ચાલે, એમાં શી નવાઈ? ખરી હોંશિયારી તો નવો ચીલો પાડવામાં છે !' આ વિચારે એક વર્ગે, આ પ્રણાલિકાથી વિપરીત, લૌકિક પંચાંગની ચોથે સંવત્સરી કરવાનું નક્કી કર્યું અને બે પાંચમ કાયમ રાખી. આથી સંઘમાં મોટો વિખવાદ જન્મ્યો. આગેવાનોની દૂરદર્શી દૃષ્ટિએ આમાં સંઘ-સંઘર્ષના ચિહ્નો જોયાં. એમણે એને અટકાવવા પ્રયાસ આદર્યો. સૂરિસમ્રાટે કહ્યું: “જેમ આ વર્ષે, તેમ આવતા વર્ષે પણ આ પ્રમાણે બે પાંચમ આવનાર છે. આ વખતે આપણે કરેલ સર્વમાન્ય નિર્ણય અનુસાર આરાધના કરો. ચોમાસા પછી બધા આચાર્યો ભેગા મળીને આ અંગે વિચાર કરીને જે ઉચિત જણાશે તેમ નિર્ણય લઈશું.” પણ પેલા વર્ગે આનો અસ્વીકાર કર્યો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો, “કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતાં આપણાં બોલ રે”- જેવી એ વર્ગની મનોદશા બની ગઈ. . પરિણામે, તપાગચ્છ સંઘમાં આ પ્રશ્ન પર બે પક્ષ પડી ગયા; એક તિથિપક્ષ અને બે તિથિપક્ષ એવાં - ४४ Page #61 -------------------------------------------------------------------------- ________________ એનાં નામો પડ્યાં. સં. ૧૯૯૩માં પણ એ જ પ્રમાણે ભેદ રહ્યો. બંને પક્ષે પોતપોતાની માન્યતા સાચી ઠરાવવાના તમામ પ્રયાસો શરૂ થયા. એમાં વર્તમાનપત્રો ને પત્રિકાઓ દ્વારા એકબીજાને ખોટાં ઠેરવતાં લખાણો તથા સાચી-ખોટી ને સારી-નરસી રજૂઆતો થવાં લાગ્યાં ને ગાળાગાળીઓનું પ્રમાણ પણ ખૂબ વધવા લાગ્યું. ચોમેર નિંદા, ક્લેશ ને ઈર્ષ્યાના થર જામતા ગયા. એને નિયમનમાં રાખનાર કોઈ ન હોઈ, એ પુરજોશથી ફાલવા લાગ્યા. આના પરિણામે સંઘ હિતચિંતક, સરળ અને તટસ્થ પુરુષોના હૈયામાં ભારે વિષાદ વ્યાપી ગયો. આ મતભેદ દૂર કરીને ઐક્ય કરાવવાના એમના પ્રયાસોનું પરિણામ નિષ્ફળતામાં આવતાં, એમનાં મન ખેદ અનુભવી રહ્યાં. આ દિવસોમાં સૂરિસમ્રાટની પરિસ્થિતિ આવી હતી ? એમનો સિદ્ધાંત એ હતો કે, “છાપાં અને લેખો લખવા-લખાવવાથી છેટા રહેવું, સાધુઓએ એમાં કદી રસ ન લેવો.” એટલે ચાલતી ગાળાગાળીથી તેઓ પૂરા અલિપ્ત હતા. કોઈની જોડે લડવું નહિ, પણ સામેથી કોઈ લડવા ઇચ્છે અને આવે તો, પોતાના સાચા સિદ્ધાન્તની સબળતા પુરવાર કરવા, એની જોડે ચર્ચા કરીને એને સાચા માર્ગે લાવવો.” આ એમની વ્યવહારુ નીતિ હતી. તિથિ ચર્ચામાં લગભગ તેઓ મૌન રહેતા. આનો અર્થ એ નહિ કે તેઓ આ પ્રશ્નનું સમાધાન નહોતા ઇચ્છતા; તેઓ આના સમાધાન માટે ખૂબ આતુર હતા, ને જ્યારે જ્યારે જરૂર જણાય, ત્યારે ત્યારે એ માટે તટસ્થપણે પ્રયાસ પણ કરતા અને એટલે જ, જ્યારે સંઘના અને બંને પક્ષના આગેવાનોને આના સમાધાન અંગે કાંઈ વાટાઘાટો કરવી હોય, કે માર્ગદર્શન જોઈતું હોય ત્યારે, સૂરિસમ્રાટ વગર એમનો કોઈ જ માર્ગ ન રહેતો. એ લોકો વારંવાર એમની પાસે આવતા. અને ત્યારે સુરિસમ્રાટ પણ પૂરી નિખાલસતાથી, કોઈનીય શેહમાં તણાયા વિના, પોતાને જે સારું લાગતું તે કહેતા, ને માર્ગદર્શન આપતા. તિથિ ચર્ચામાં સૂરિસમ્રાટ જેટલી જ હૈયાઉકલત શ્રી વિજયનન્દનસૂરિજીની પણ હતી. કેટલીકવાર તો સૂરિસમ્રાટને જે રસ્તો સૂઝે , એ જ આમના મનમાં પણ અનાયાસે ઊગતો. સૂરિસમ્રાટ જેવું માર્ગદર્શન આપવા ધારે, એવું જ આ પણ આપતા. અને એ કારણે, તિથિ અંગેની સઘળી વાતોમાં ને વિચારણાઓમાં તેઓ પૂરો રસ લેતા, ને એ રીતે સૂરિસમ્રાટની જવાબદારીમાં સહભાગી બનતા. પણ સૂરિસમ્રાટ અને શ્રી વિજયનન્દનસૂરિજી, બંનેની પરિણામગામી દીર્ધદષ્ટિમાં ચોક્કસ વસી ગયું હતું કે “જે ઇરાદાઓથી અને હેતુથી નવા તિથિમતનું પ્રવર્તન થયું છે, તે જોતાં આ વાતનું સમાધાન કોઈ ઉપાયે થાય તેમ છે નહિ. બંને પક્ષે સરળતા હોય, સાચી વાત સમજવાની ને સ્વીકારવાની વૃત્તિ હોય તો જ સમાધાન શક્ય બને. એટલે એ માટે થતા પ્રયાસો એમની નજરમાં લગભગ નિરર્થક જ હતા. છતાં, સમાધાનના પ્રયાસમાં પોતાનો જે સહકાર અપેક્ષિત હોય, તે આપવામાં એમણે કદી કચાશ ન કરી. એક પ્રયાસ સં. ૧૯૯૩માં થયો. આમાં મુખ્ય ભાગ સામાપક્ષના આગેવાનોએ લીધેલો. ૪૫ www.jainelistary.org Page #62 -------------------------------------------------------------------------- ________________ એમની વિનંતી અનુસાર એવું નક્કી થયું કે “એકતિથિ પક્ષે સૂરિસમ્રાટ, આચાર્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરે અને સામા પક્ષે તેના જન્મદાતા આચાર્ય, બધાએ ખંભાતમાં ભેગા મળીને આ પ્રશ્નનો નિવેડો લાવવો.” સામા પક્ષની પાકી કબૂલાત મેળવ્યા પછી, પોતાની અનિચ્છા છતાં, શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરેના અનુરોધથી, એમની સાથે સૂરિસમ્રાટે નાદુરસ્ત તબિયતે પણ મનગરથી વિહાર કર્યો, પણ આ વિહારનો માર્ગ અરધો કપાયો કે તરત સામો પક્ષ ફરી ગયો ! એણે ગલ્લાતલ્લાં કરવા માંડ્યાં; જૂઠાણાનો આશ્રય, જે એમના તરફથી અપેક્ષિત જ હતો, લીધો. આ વખતે શ્રી વિજયનન્દનસૂરિજીએ એ પક્ષના આગેવાનોને ખૂબ ઠપકો આપ્યો; અને તે પછી સૂરિસમ્રાટે એ પ્રશ્નમાંથી રસ ઓછો કરી નાંખ્યો. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે સમાધાનની વાટાઘાટો ચાલુ રાખી. એના પરિણામે સં. ૧૯૯૮માં એવો નિર્ણય થયો કે, “શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ આ પ્રશ્ન હાથમાં લે. તેઓ એક મધ્યસ્થ (લવાદ) નીમે, એ લવાદ શાસ્ત્રાર્થના માધ્યમે બંને પક્ષના મંતવ્યો જાણે. ને પછી એ જે નિર્ણય આપે, એ બધાને કબૂલ-મંજૂર.” આ અનુસાર એક મુસદો ઘડીને એમાં બંને પક્ષના એક એક આચાર્યે સહી કરી, અને એ કસ્તૂરભાઈ શેઠને સુપરત કર્યો. એ મુસદા પર સૂરિસમ્રાટની સંમતિ અને સલાહ મેળવવા માટે શેઠે જાણીતા જજ શ્રી સુરચંદભાઈ પી. બદામી, શ્રી ભગુભાઈ સુતરિયા, શ્રી ચીમનલાલ લાલભાઈ, શ્રી જીવતલાલ પ્રતાપશી, અને શ્રી પોપટલાલ ધારશી આ પાંચ ગૃહસ્થોને સૂરિસમ્રાટ પાસે મોકલ્યા. એ વખતે સૂરિસમ્રાટ તળાજા હતા. એમણે મુસદાની વાત કરીને તેમાં સૂરિસમ્રાટની સંમતિ અને સલાહ માંગી. સૂરિસમ્રાટનું મંતવ્ય એવું હતું કે, “શાસ્ત્રાર્થ ભલે થાય, પણ એ લેખિત ન થવો જોઈએ; એ તો જાહેર અને મૌખિક જ હોવો જોઈએ;” આ મંતવ્ય ધરાવવા પાછળ એમની ઊંડી દીર્ધદષ્ટિ કામ કરતી હતી. આ બાબત લક્ષ્યમાં રાખીને સૂરિસમ્રાટ વતી શ્રી વિજયનન્દનસૂરિજીએ જ વાત ઉપાડી : “જાહેર અને મૌખિક રીતે વિજયરામચંદ્રસૂરિજીને શાસ્ત્રાર્થ કરવો હોય, તો એમાં અમારી સંમતિ બદામી કહે: “સાહેબ ! આ મુસદામાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કરવાની જ વાત છે.” આ સાંભળીને એમણે એ મુસદો વાંચવા માંગ્યો. બદામીએ એ કાઢી આપતાં એમણે મોટેથી વાંચ્યો. એમાં લખેલું : “પાલિતાણા તા. ૧૯-૪-૪૨ વૈશાખ સુદ-૪ રવિવાર શ્રી સકળ સંઘની તિથિચર્ચા સંબંધી મતભેદની શાન્તિને માટે નિર્ણય મેળવવાને સારું શેઠ કસ્તુરભાઈ લાલભાઈ જે ત્રણ મધ્યસ્થોનાં નામો લાવે તેમાંથી અમારે બંનેએ (આચાર્ય શ્રીસાગરાનંદસૂરિ તથા આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિએ) બે નામોની પસંદગી કરવી. એમાં જે એક નામ બંનેને સંમત આવે તેને સરપંચ નીમી, તે, બંને પક્ષોના મંતવ્યોને સાંભળીને, જે નિર્ણય આપે તે અમારે બંનેએ ૪૬ Rin Education International Page #63 -------------------------------------------------------------------------- ________________ કબૂલ રાખી, તે મુજબ વરતવું, આ મુજબ વરતવાનું બંધન બંનેના શિષ્ય સમુદાયને મંજૂર રહેશે. “વિજયરામચંદ્રસૂરિ દા. પોતે, આનંદસાગર દા. પોતે” આ વાંચીને એમણે કહ્યું : “સહી કરનાર બંને આચાર્યો જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ વિના પણ પોતપોતાનું મંતવ્ય મધ્યસ્થને સમજાવી શકે છે. આમાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ એવો કોઈ શબ્દ છે જ નહિ.” એ સાંભળીને બદામીએ મુસદો લઈને પુનઃ બરાબર વાંચ્યો, અને તરત એમણે કબૂલ્યું કે, “આપની વાત બરાબર છે.” પછી પૂછ્યું: “તો પછી સાહેબ ! જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કઈ રીતે થાય?” શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “એ ત્રણ રીતે થઈ શકે છે. એક રાજસભામાં ગોઠવવો હોય તો પણ થઈ શકે છે; ભાવનગર રાજય છે, વલભીપુર રાજય છે, પાલિતાણા રાજ્ય પણ છે. જયાં કરવો હોય ત્યાં અમે તૈયાર છીએ.” બદામી કહે : “આમ બનવું અત્યારે તો અસંભવ છે.” “તો પછી દયાળુ દાદાની પવિત્રછાયામાં પાલિતાણામાં હિંદુસ્તાનનો સકલ સંઘ ભેગો કરવો, અને ત્યાં ચતુર્વિધ સંઘની હાજરીમાં શાસ્ત્રાર્થ થાય.” બદામી કહે : “પણ આવું કરવામાં ઘણી ધમાલ થવાનો સંભવ રહે.” એટલે શ્રી નંદનસૂરિજી કહે: “એમાં ધમાલ શી થાય? બે જણા જાહેર, મૌખિક શાસ્ત્રાર્થ કરે અને બાકી તમામ વર્ગ શાંતિથી સાંભળે. બંને જણા પોતાના પક્ષકારોને શાંત રહેવા ભલામણ કરી શકે છે. અને છતાં તમને આ પણ ઠીક ન લાગતું હોય, તો ત્રીજો રસ્તો એ છે કે તમે પાંચ જણા, છઠ્ઠા શેઠ કસ્તુરભાઈ – આટલાની હાજરીમાં જાહેર, મૌખિક શાસ્ત્રાર્થ થાય પછી મધ્યસ્થ જે નિર્ણય આપે તે બંનેને કબૂલ રહે. આટલું તો થવું જ જોઈએ.” પાંચમાંના એક જીવાભાઈએ આ સાંભળીને કહ્યું : “આપનો જે રીતે વિચાર હોય તે આપ અમને લખીને આપો.” ત્રીજા વિચારમાં પાંચેની સંમતિ દેખીને એમણે તે જ વખતે એક મુસદો ઘડ્યો. એમાં લખ્યું કે: “તા ૩-૫-૧૯૪૨ “વિક્રમ સંવત ૧૯૯૨ની સાલમાં શનિવારની સંવત્સરી તથા વિ.સં. ૧૯૯૩ની સાલમાં બુધવારની સંવત્સરી વિજયરામચંદ્રસૂરીજીએ તથા તેમના ગુરુજીએ તથા તેમના સાધુસમુદાયે જે કરેલી તે શાસ્ત્રથી અને શ્રી વિજયદેવસૂરીશ્વરજીની પરંપરાથી વિરુદ્ધ છે, માટે તે સંબંધમાં પહેલવહેલો મૌખિક અને જાહેર શાસ્ત્રાર્થ વિજયરામચંદ્રસૂરિજીએ અમારી સાથે કરવો પડશે. તેઓએ તપાગચ્છના સર્વ આચાર્યોને જણાવ્યા સિવાય સંવત્સરી જુદી કરેલ હોવાથી તેમને જ પહેલાં પ્રશ્નો અમો પૂછીશું, અને તે પ્રશ્નોના ઉત્તર તેઓએ મૌખિક આપવા પડશે. અને પછી આ સંબંધમાં તેઓ પણ અમોને પ્રશ્નો પૂછી ૪૭ www.jainelary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ શકશે. ત્યારબાદ તિથિ સંબંધમાં પણ તે પ્રમાણે શાસ્ત્રાર્થ કરાશે. અને તેમાં મધ્યસ્થ જે ફેંસલો આપશે તે અમારે બંનેને કબૂલ રાખવો પડશે. જો કે મધ્યસ્થ તરીકે શ્રીસંઘમાંથી બંને પક્ષોને સંમત વ્યક્તિઓ નીમાય તે અમે વ્યાજબી માનીએ છીએ. છતાં ઠરાવ પ્રમાણે મધ્યસ્થ તરીકે જેને તમે નીમો તેમાં અમારો વાંધો ઉપયોગી નહિ હોવાથી અમારે વાંધો લેવો નથી. મધ્યસ્થ તરીકે નક્કી કરાયેલ વ્યક્તિ અમારા શાસ્ત્રાર્થના વિષયને બરાબર સમજી શકે તેમ છે કે નહિ, તેમજ પ્રામાણિક છે કે નહિ, તે માટે અમારે પણ તેને તપાસવી પડશે. શાસ્ત્રાર્થ વખતે બંને પક્ષ તરફથી જેમને હાજર રહેવાની ઇચ્છા હશે, તેઓ ભાગ લઈ શકશે.” આ મુસદો સૂરિસમ્રાટને વંચાવી, તેમની સંમતિ લઈને આ પાંચ ગૃહસ્થોને પણ વંચાવ્યો અને તેમને સુપરત કર્યો. તેઓ આ લઈને ગયા. પણ, એ મુસદો સામા પક્ષને નામંજૂર થયો. કારણ, પેલા મુસદામાં જે છટકબારીઓ રહેતી હતી, એમાંની એક પણ આમાં શોધી જડે એમ નહોતી. આ પછી સં. ૧૯૯૯માં સૂરિસમ્રાટ બોટાદ હતા, ત્યારે શેઠ કસ્તૂરભાઈ તથા શા. ચમનલાલ લાલભાઈ આ અંગે એમની સલાહ લેવા ત્યાં આવ્યા. એમણે પૂછ્યું: “આ રીતે મુસદો ઘડી, તેમાં બંને આચાર્યોની સહીઓ લીધી છે, અને આ રીતે શાસ્ત્રાર્થ રાખેલ છે, તો આ બાબતમાં આપનો શો અભિપ્રાય છે? અને શી સલાહ છે?” આનો જવાબ આપતાં શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “પ્રથમ તો આવી પ્રવૃત્તિ બને છે જ કેમ? સંઘમાં હું હોઉં કે બીજો હોય, પણ કોઈ સંઘથી જુદી પ્રવૃત્તિ કરવા માંગે તો તે વ્યક્તિ પાસેથી સંઘના આગેવાનોએ ખુલાસો માંગવો જોઈએ, આપણે એમ નથી કરતા, એ જ આપણી નબળાઈ છે.” “બીજું, તમે અમારી સંમતિ- સલાહ લેવા આવ્યા છો તો તે સહી કરનાર બંને આચાર્યોને પૂછીને આવ્યા છો કે એમને એમ જ ?” શેઠ કહેઃ “હું મારા વિચારથી જ આવ્યો છું.” શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “તો પછી અમારી સલાહ કે સૂચનાનો ઉપયોગ શો? કાલે એ બંનેમાંથી કોઈ પણ એમ કહે કે અમારે તેમની સલાહ કે સૂચના ની જરૂર નથી, તો અમારા સલાહસૂચનનો અર્થ શો રહે? અને અમારી સલાહ કે સૂચનાની જરૂર હોય તો આ તમારો મુસદો રદ કરી, ફરી નવો મુસદો ઘડાવી તેમાં “ચાર આ પક્ષના આચાર્યો અને ચાર સામા પક્ષના આચાર્યોની આમાં સંમતિ લેવી.' એ રીતે લખવું જોઈએ. નીચે બંને આચાર્યોની સહીઓ લેવી જોઈએ, ને પછી બંને પક્ષના ચાર ચાર આચાર્યો પાસે જવું જોઈએ. “અને, લેખિત શાસ્ત્રાર્થ કોઈ ઠેકાણે હોય જ નહિ. એવા શાસ્ત્રાર્થને શાસ્ત્રાર્થ પણ કહી ન ४८ Page #65 -------------------------------------------------------------------------- ________________ શકાય. જાહેર અને મૌખિક રીતના શાસ્ત્રાર્થને જ શાસ્ત્રાર્થ કહેવાય. મહાન કવિ અને વિદ્વાન શ્રી હર્ષના ‘ખંડનખંડખાદ્ય’ ગ્રંથમાં પણ કહ્યું છે કે “થાયાનેવ નિગ્રહઃ’- વાદી-પ્રતિવાદીની મૌખિક ચર્ચામાં જ નિગ્રહ થાય.’ ત્યાં પણ ‘લખાણમાં નિગ્રહ' નથી કહ્યો. “અને આ તમે ઘડેલો અને માન્ય કરેલો મુસદો અમને મંજૂર નથી એનો અર્થ એ નથી કે, અમે શાસ્ત્રાર્થ કરવા નથી ઇચ્છતા ! શાસ્ત્રાર્થ જો જાહેર અને મૌખિક રીતે કરાતો હોય તો તેમાં અમારી સંમતિ જ છે. “અને જાહેર, મૌખિક શાસ્ત્રાર્થમાં જે સાચું ઠરશે, તેનો સ્વીકાર કરવા અમો તૈયાર જ છીએ. એમાં અમારો કોઈ આગ્રહ સમજવો નહિ. “પણ, લેખિતમાં – જે રીતે તમે નક્કી કર્યું છે - અમારી સંમતિ ન સમજવી. કેમ કે, એમાં મધ્યસ્થને કોઈ પક્ષ તરફથી પાંચસો મળે, કોઈ હજાર આપે, ને કોઈ વળી બે હજાર પણ આપે.’ શેઠ કહે : “આમાં એવું નહિ બને.” એમણે કહ્યું : “નહિ બને તો ઘણું સારું. પણ અમારી તો જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થમાં જ સંમતિ છે. આમાં નહિ.’’ છેવટે શેઠે કહ્યું : “હવે આપને બીજું કંઈ કહેવાનું ન હોય તો અમે જઈએ છીએ.’’ આમાં સહેજ ચીડનો અને અણગમાનો ભાવ હતો, એ તેઓ તરત વતી ગયા. એમણે તરત જ કહ્યું : “તમે કુરાન ને તલવાર લઈને આવ્યા છો, એમ ન સમજવું. (અર્થાત્) અમારા મુસદ્દામાં સં કે આપો, નહિ તો આ બધા અપયશનો ટોપલો આપના માથે છે, એવું સમજશો નહિ.” પછી શેઠ ઊભા થયા. વંદન કરીને રજા માગી, ત્યારે એમણે પોતાના પેલા મુસદ્દાની નકલ શેઠ આપી, અને કહ્યું : “લો, આ અમારો જવાબ છે.” એ લઈને જતાં જતાં શેઠ કહે “મને ઠીક લાગશે તો હું આ મુસદ્દો આપીશ.’’ એટલે તરત જ શ્રી વિજયનંદનસૂરિજીએ જવાબ વાળ્યો : “તમે જે કાર્યને અંગે અમારી સંમતિ, સૂચન અને સલાહ લેવા આવ્યા છો, તેની જરૂર હોય તો આપજો, નહિ તો તમારી મરજી.’ શેઠ ગયા. શ્રી વિજયનંદનસૂરિજી તો ભવિષ્યની નક્કર કલ્પના કરીને જ બેઠા હતા કે (૧) આપણો મુસદો મંજૂર નથી જ થવાનો. અને, એથી આપણને તો લાભ જ છે. આપણી તટસ્થતા નિબંધ ૨હે છે. (૨) શાસ્ત્રાર્થ માટે ઉત્સુક બંને પક્ષે ઘડેલા મુસદ્દા પ્રમાણે લવાદ નીમાશે, શાસ્ત્રાર્થ લેખિત થશે, અને એમાં પોતાનાથી શક્ય તમામ પ્રયાસે સામા પક્ષવાળા આ પક્ષની સ૨ળતાનો લાભ ઉઠાવશે. પરિણામે, આ પક્ષને નુકસાની જ ભોગવવાની રહેશે; અપયશના જ ભાગીદાર બનવું પડશે. જૂના મુસદા અનુસાર લવાદની નિમણૂક કરીને શાસ્ત્રાર્થ કરવાનું સહી કરનાર બંને આચાર્યોએ અને શેઠ કસ્તૂરભાઈએ નક્કી કર્યું, અને તેનાં સ્થળ–સમય પણ નક્કી કરી લીધાં. ૪૯ www.jainer Ay.org Page #66 -------------------------------------------------------------------------- ________________ બોટાદથી સુરિસમ્રાટ રોહિશાળાના દેરાસરની પ્રતિષ્ઠા માટે ત્યાં પધાર્યા. ત્યાંથી પાછલા રસ્તે શ્રી વિજયનંદનસૂરિજી અવારનવારગિરિરાજની યાત્રાએ આવતા. એકવાર તેઓ ત્રણ–ચાર મુનિરાજો સાથે જતા હતા, ને રસ્તામાં જ આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીનો મેળાપ થઈ ગયો. બંનેએ સાથે યાત્રા-ચૈત્યવંદનાદિ કર્યા. અને રાયણપગલાનું ચૈત્યવંદન કરતી વખતે એમણે વિજયરામચંદ્રસૂરિજીને તળાજા અને બોટાદમાં થયેલી ઉપરની વાતો કહી સંભળાવી. આવી જ રીતે એકવાર ગિરિરાજ ઉપર શ્રી સાગરનંદસૂરિજી મહારાજનો મેળાપ થઈ ગયો. એમણે હ્યું: “નન્દનસૂરિજી ! ચાલો, તમારી જોડે વાતો કરવી છે.” અને બંને પેઢીની ઓફિસરૂમમાં જઈને બેઠા.બંનેએ ઘણી વાતો કરી. એમાં એમણે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને વિનયપૂર્વક સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “મહારાજ! આપ ભોળા છો, આ ક્યાંક આપને ફસાવી ન જાય, એનું ધ્યાન રાખજો! આપ આ શાસ્ત્રાર્થ તો કરો છો, પણ એવું થશે કે આપ એને પ્રશ્ન નહિ પૂછી શકો, ને એ આપને બધું પૂછી લેશે. “બીજું, આ શાસ્ત્રાર્થ અમને બંધનકર્તા નથી. અને, જાહેર અને મૌખિક રીતે કરવો હોય તો હજી પણ અમે તૈયાર છીએ.” પછી બંને છૂટા પડ્યા. શાસ્ત્રાર્થનો જે નિર્ણય લેવાયો હતો એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ હતું નહિ. એ શાસ્ત્રાર્થ શરૂ થાય, તે પહેલાં, એમાં મધ્યસ્થ–પંચ તરીકે નીમાયેલા વિદ્વાન ડૉ. પી. એલ. વૈદ્ય રોહિશાળા સૂરિસમ્રાટ પાસે આવ્યા. એમણે તો ઉપાશ્રયમાં પ્રવેશતાં જ બંધ પાળ્યો : (શૈવતં વન્દ્રનાથવા તોડર્મિ) “માત્ર વંદન કરવા માટે જ આવ્યો છું.' અર્થાત્ શાસ્ત્રાર્થ વિષે કાંઈ વાત કરવા નથી આવ્યો. આમ કહીને એમણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. એ જેવા બેઠા, એવું તરત જ સૂરિસમ્રાટે પોતાની સ્વભાવગત નિખાલસતા અને સ્પષ્ટતાની વૃત્તિથી કહ્યું: “તમારો શાસ્ત્રાર્થ અમને કોઈ રીતે બંધનકર્તા નથી, એ સમજી રાખજો.” આનો દોર પકડતાં શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “આનો અર્થ એ ન સમજશો કે અમે બંધાવા માગતા જ નથી. પણ, જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થની વાત હોય તો હજી પણ અમે બંધાવા તૈયાર જ છીએ.” આ પછી બીજી ઔપચારિક વાતો કરીને ડૉ. વૈદ્ય ગયા. પાલિતાણામાં લેખિત શાસ્ત્રાર્થ થયો. એમાં કચાશ રહી ગઈ હોય તેમ, મધ્યસ્થપંચે છેલ્લે બંને આચાર્યોને એક સ્થાને ભેગા કરીને બંનેની મૌખિક પરીક્ષા લીધી. અને એ પછી જે નિર્ણય (ચુકાદો) એમણે આપ્યો, એ જગજાહેર છે. એ ચુકાદા વખતે સૌને સૂરિસમ્રાટની અને શ્રી વિજયનંદનસૂરિજીની દીર્ઘદૃષ્ટિની સાચી પ્રતીતિ થઈ. અને, એ દીર્ધદષ્ટિનો અમલ નહિ કરવાના પરિપાકરૂપે, તિથિચર્ચાના પ્રશ્નનું સમાધાન તો બાજુ પર રહ્યું, ઊલટું એ પ્રશ્ન ક્લેશમાં વૃદ્ધિ જ કરી ! શિ * * * પ૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ (૨૩) તિથિચર્ચા-ર સમાધાનનો નક્કર છતાં નિષ્ફળ પ્રયાસ સં. ૧૯૯૦માં ભરાયેલા મુનિસમેલનનો પ્રધાન હેતુ એ હતો કે સંઘમાં અમુક અંશે ફેલાયેલા અનિચ્છનીય વાતાવરણને દૂર કરવું, અને ભવિષ્યમાં એવું ન થવા પામે તેવી વ્યવસ્થા કરવી. આ હેતુનો અમલ સમેલને એક સર્વસંમત પટ્ટકરૂપે અગિયાર નિયમો ઘડીને કર્યો. પણ અફસોસ, સમેલને ઘડેલા એ નિયમો કાગળ પર જ સચવાયા ! સમેલન પછી બે જ વર્ષમાં વાતાવરણ અનિચ્છનીય બનતું ગયું. એ અનિચ્છનીય વાતાવરણને કાયમી બનાવનાર તિથિચર્ચાનો જન્મ થયો. એને લીધે સમેલને ઘડેલા નિયમો પૈકી ત્રીજા નિયમનો અને એના અનુસંધાનમાં નવમા નિયમનો ખુલ્લેઆમ ભંગ થયો. બીજા નિયમોના પાલન તરફ પણ લાપરવાહી સેવાતી થઈ. નવા તિથિમતનું વલણ સંઘની શાંતિમાં ભંગાણ પાડનારું નીવડ્યું. પછીનાં આઠેક વર્ષમાં તો તપાગચ્છ અશાન્તિનું ધામ બની ગયો ! અશાન્તિના આ કલંકને નિવારવા, પહેલાં કહ્યું તેમ, કેટલાક પ્રયાસો થયા; પણ એ નિષ્ફળ બન્યા. પણ એમ છતાં શાન્તિપ્રિય વ્યક્તિઓએ એ અંગે પ્રયત્નો શરૂ જ રાખ્યા. નવા તિથિમતના વૃદ્ધ પુરુષો પણ આ માટે સક્રિય હતા. પણ એમનાં આંતરિક પરિબળો જ એમના એ પ્રયત્નોને નાકામિયાબ બનાવતાં હતાં. એ પરિબળો છિન્ન-ભિન્નતામાં માનતાં હતાં, સંપમાં નહિ. આથી વૃદ્ધ મહાપુરુષોની સક્રિયતા નિરાશામાં જ પરિણમતી. સં. ૨૦૦૦ના વર્ષે તિથિભેદનો અંત લાવીને અશાંતિ દૂર કરવાનો એક સંગીન, સુંદર પ્રયત્ન થયો. પણ, દર વખતે બનતું એમ, આ પ્રયત્ન પણ નિષ્ફળ જ રહ્યો. વાત આમ બની હતી : સં. ૨૦OOનું ચોમાસું સૂરિસમ્રાટ ખંભાતમાં રહ્યા હતા. યોગાનુયોગ, નવા તિથિમતથી કંટાળેલા ને એના નિવારણ માટે પ્રબળ ઉત્સુકતા ધરાવનાર આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ પણ ત્યાં જ ચોમાસું હતા. આ એ જ ખંભાત હતું, જ્યાં સં. ૧૯૯૨ પહેલાં તપાગચ્છના કોઈ પણ સમુદાયના મુનિરાજો “જૈનશાળા”ના ઉપાશ્રયે ઊતરતા ને ચોમાસું કરી શકતા. અને, ૧૯૯૨ પછી આ જ ખંભાતના સંઘની એકતાને તિથિક્લેશની આગે બાળીને ખાખ કરી નાખી હતી અને સંઘના બે વિભાગ થઈ ગયા હતા; એકતિથિને માનનાર સાધુ “જૈનશાળાએ જતા બંધ થયા; “જૈનશાળા' એ બેતિથિપક્ષનો ઉપાશ્રય બની ગઈ ! આ વર્ષે સૂરિસમ્રાટ ભંડોળના ઉપાશ્રયે હતા. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ જૈનશાળાએ હતા. બંને પૂજ્યવરો શાંતિ માટે અતીવ ઉત્સુક હતા. એક દિવસ બંને પૂજ્યવરો સ્તંભન પાર્શ્વનાથનાદેરાસરે ભેગા થઈ ગયા. શ્રીવિજયનન્દનસૂરિજી ૫૧ www.jainelikeary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ સાથે જ હતા. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ સૂરિસમ્રાટનો હાથ પકડીને પગથિયાં ચડ્યા. દેરાસરમાં બધાએ સાથે ચૈત્યવંદનાદિ ક્રિયા કરી. તે પછી બહાર નીકળીને પગથિયાં ઊતરતાં ઊતરતાં શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ સૂરિસમ્રાટને કહે : “હવે તમારી ઉંમર વૃદ્ધ થઈ છે. મારી ઉંમર પણ વૃદ્ધ થઈ છે. હવે કોઈ રીતે આ તિથિનો ઝઘડો પડી જાય તો સારું.” સૂરિસમ્રાટે તરત જ કહ્યું: “તમે જેમ કહો તેમ આપણે કરીએ, હું એ માટે તૈયાર જ છું.” આટલી વાત કરીને બંને પૂજ્યવરો છૂટા પડ્યા. બંનેના મુખ પર નિખાલસતા તરવરતી હતી. પર્યુષણા પછી બીજે જ દિવસે શ્રી વિજયલક્ષ્મણસૂરિજી વગેરે મુનિઓ સૂરિસમ્રાટ પાસે આવ્યા; ને એમણે વાતની શરૂઆત કરી: “તિથિ બાબતનો ક્લેશ દૂર કરવા આપણે કયો રસ્તો લેવો? એ અંગે આપ દોરવણી આપો.” સૂરિસમ્રાટે સ્પષ્ટ કહ્યું: “શ્રી લબ્ધિસૂરિજી મહારાજ જે રીતે કહે તે રીતે હું તૈયાર જ છું. મેં સ્તંભનાજીના દેરાસરે પણ આ જ કહ્યું છે.” એટલે શ્રી વિજયલક્ષ્મણસૂરિજી શ્રી વિજયનન્દનસૂરિજીને કહેઃ આપ કાંઈ રસ્તો બતાવો.” શ્રી વિજયનંદનસૂરિજી તો સમજતા હતા કે, શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની ગમે તેટલી ઈચ્છા હોય, પણ આ પ્રયત્નમાં, જેમને શાન્તિ જોઈતી જ નથી એવાં પરિબળોના પ્રતાપે, સફળતા મળવાની જ નથી. અને એ પરિબળોને ‘ભાઈ–બાપુકહેવાનો કોઈ જ અર્થ નથી. આમ છતાં, શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની સરળતા અને સંપની ભાવના જો સફળ બને તો ઉત્તમ કાર્ય બને, એવી ઈચ્છાથી, એમણે વાજબી માર્ગ દેખાડતાં કહ્યું : સં. ૧૯૯૨ પહેલાં આપણે કોઈએ પણ તપાગચ્છમાં બે બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ કે અમાસ ક્યારેય કરેલ નથી; તેમ જ બીજ વગેરે પર્વતિથિનો ક્ષય પણ કરેલ નથી. લૌકિક પંચાંગમાં બીજ વગેરે તિથિની વૃદ્ધિ કે હાનિ હોય તો પણ આરાધનામાં બારે પર્વતિથિની વૃદ્ધિહાનિ આપણે કરી નથી, તેમ કરાતી પણ નથી. આ પ્રણાલિકા આજ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવી છે. તે પ્રણાલિકામાં સં. ૧૯૯૨માં ને સં. ૧૯૯૩માં ભાદરવા સુદ પાંચમ બે કરી, સંવત્સરી સકલ સંઘથી જુદી કરીને, પહેલો ફેરફાર તમારા પક્ષવાળાએ કર્યો, અને તિથિમાં મતભેદ પાડ્યો. એથી ક્લેશની પરંપરા વધી. એટલે હવે તમારા પક્ષવાળાએ એ વૃદ્ધિ-હાનિ છોડી દેવી જોઈએ. એમ થવાથી આ તિથિચર્ચાનો અંત આવી જાય છે, અને કલુષિત વાતાવરણનો અંત પણ આપોઆપ આવી જાય છે. આ એક રસ્તો છે. “અને બીજો રસ્તો એ છે કે સં. ૧૯૯૨-૯૩માં વિજયરામચંદ્રસૂરિજી વગેરેએ રવિવારની તથા બુધવારની સંવત્સરી તપાગચ્છથી જુદા પડીને કરી છે, અને તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા વિના તથા તેમની સંમતિ વિના કરી છે, તો તે ૧૯૯૨-૯૩ની સંવત્સરી શાસ્ત્ર અને પરંપરા પ્રમાણે વાજબી છે, એમ જાહેર અને મૌખિક રીતે સાબિત કરી આપે તો તિથિચર્ચાનો અંત આવે.” ૫૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી શ્રીવિજયલક્ષ્મણસૂરિજી કહેઃ “હવે શાસ્ત્રાર્થ વગેરેની વાત જવા દો; બીજો કોઈ રસ્તો બતાવો.” “આ સિવાય બીજો રસ્તો મારી પાસે નથી. હવે તો તમે જ માર્ગ કાઢો.” શ્રી વિજયનંદનસૂરિજીએ સ્પષ્ટતા સાથે કહ્યું. એ બરાબર સમજતા હતા કે આમ કર્યા સિવાય કોઈ ઉપાય તિથિ-ક્લેશ અટકે તેમ નથી; બીજો એકેય ઉપાય કારગત નીવડે એમ નથી. આ પછી તો શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની સૂચનાનુસાર નક્કી થયું કે “પૂજય નેમિસૂરિજી મ. તથા પૂજ્ય લબ્ધિસૂરિજી મ. ભેગા મળીને સંવત્સરી અને તિથિ બાબતમાં એક નિર્ણય કરે, અને એ નિર્ણય બંને પક્ષોએ માન્ય કરવાનો. અને તપાગચ્છને પણ એ નિર્ણય મંજૂર રહે. વળી, બંને પૂજ્યવરોમાં કદાચ મતભેદ રહે, તો તેઓ બંને મળીને તપાગચ્છના ત્રણ કે પાંચ આચાર્યોને નીમે, અને તેમને એ મતભેદનો નિકાલ લાવવાનું સોંપે. એ નિકાલ સૌને મંજૂર રહે.” આ નિર્ણયમાં પોતપોતાના પક્ષકાર આચાર્યોની લેખિત સંમતિ બંને પૂજ્યવરો મેળવી લે, એમ પણ નક્કી થયું. આ નિર્ણયથી ખંભાતમાં આનંદ છવાઈ ગયો. તિથિપ્રશ્નનાં સૌથી વધુ કડવાં ફળ ખંભાતે ભોગવ્યાં હતાં, એટલે એને આ નિર્ણયથી વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક હતું. આ નિર્ણયને સંમતિ આપતા શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનીતિસૂરિજી મહારાજ વગેરે વૃદ્ધ પુરુષોના પત્રો સૂરિસમ્રાટ પર અઠવાડિયામાં જ આવી ગયા છે, એ વાતની ભાળ મળતાં જ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ તરફથી મુનિરાજ શ્રી વિક્રમવિજયજી તથા શ્રી ભાસ્કરવિજયજી એ અંગે આનંદ વ્યક્ત કરવા આવ્યા. એ વખતે શ્રીવિજયનંદનસૂરિજીએ એમને પૂછ્યું: “તમારું કામ કેટલે પહોંચ્યું?” જવાબ મળ્યો : “પ્રયાસ ચાલુ છે, હજી વાર લાગશે.” આ તક ઝડપીને શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “જ્યારે સં. ૧૯૯૨માં તમે બધાએ જુદી સંવત્સરી-શનિવારની–કરી, ત્યારે વિજયરામચંદ્રસૂરિજીએ સાદડી ગામે ચોમાસું રહેલા તમારા પૂજય ગુરુ મહારાજની (શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની) આજ્ઞા મેળવી, તેમની આજ્ઞાનુસાર શનિવારની સંવત્સરી જાહેર કરી હતી, અને તેનાં મોટાં મોટાં પોસ્ટરો છપાવીને બહાર પાડ્યાં હતાં, જે અત્યારે પણ મોજૂદ છે. તો આ વખતે જ્યારે, ખુદ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ પોતે સમાધાનનો માર્ગ કાઢે છે, અને સમાધાનનો નિર્ણય લાવે છે, ત્યારે વિજયરામચંદ્રસૂરિજીએ પોતે એમ જ કહી દેવું જોઈએ કે “પૂજય વિજયલબ્ધિસૂરિજી મહારાજની આજ્ઞાથી ૧૯૯૨માં ભાદરવા સુદ પાંચમ બે કરી હતી, ને શનિવારની સંવત્સરી માન્ય કરી હતી, તો અત્યારે તેઓશ્રી જે સમાધાન કરે, અને જે એક નિર્ણય લાવે તે માટે અને અમારે–સર્વને કબૂલ જ છે.' આ રીતે એમણે શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ ઉપર લેખિત સંમતિ મોકલી આપવી જ જોઈએ.” શ્રી ભાસ્કરવિજયજીએ કહ્યું: “સાદડીની વાત હું નથી જાણતો.” ત્યારે શ્રીવિક્રમવિજયજી કહેઃ “નંદનસૂરિજી મહારાજ જે કહે છે, તે બરાબર છે.” પ૩ www.jainelibresorg Page #70 -------------------------------------------------------------------------- ________________ આ પછી ફરી એકવાર શ્રી વિજયલક્ષ્મણસૂરિજી સૂરિસમ્રાટ પાસે આવ્યા. એ કહે : “શ્રીવિજયરામચંદ્રસૂરિજીની સહી કદાચ ન આવે તો ચાલે કે કેમ? કેમ કે, શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજની સહી આવે એમાં એમની સહી આવી જ જાય છે.' આના જવાબમાં શ્રી વિજયનન્દનસૂરિજીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું : “આમાં તો રામચંદ્રસૂરિજીની સહી જોઈએ જ. જ્યારે તિથિચર્ચાનો નિવેડો લાવવા માટે સાગરાનંદસૂરિજી મહારાજ અને વિજયરામચંદ્રસૂરિજીએ પી. એલ. વૈદ્યની મધ્યસ્થતા સ્વીકારી હતી ત્યારે લવાદના પ્રતિજ્ઞાપત્રમાં વિજયરામચંદ્રસૂરિજીએ પોતાના ગુરુ શ્રી વિજયપ્રેમસૂરિજીની હયાતી છતાંય પોતાની જ સહી કરી હતી; શ્રી વિજયપ્રેમસૂરિજીની સહી નહોતી કરાવી. એટલે આ નિર્ણયમાં પણ વિજયરામચંદ્રસૂરિજીની સહી હોવી જ જોઈએ.” શ્રી વિજયલક્ષ્મણસૂરિજી કહે: “એમણે પી. એલ. વૈદ્ય વખતે સહી આપી છે, એટલે જ આમાં સહી આપવા વિચાર નથી.” આનો ઉત્તર આપતાં સૂરિસમ્રાટે કહ્યું: “આ વિચાર એમનો વાજબી નથી. કારણ, હું તેમ જ વિજયલબ્ધિસૂરિજી મહારાજ જે નિર્ણય લાવીએ, તે કદાચ પી. એલ. વૈદ્યના ચુકાદાને મળતો આવે તો તેમાં વિજયરામચંદ્રસૂરિજીને કાંઈ વાંધો નથી. અને કદાચ અમારો નિર્ણય વૈદ્યના ચુકાદાથી જુદો આવે, તો પી. એલ. વૈદ્ય અમારા બન્નેની સાથે શાસ્ત્રાર્થ કરી શકે છે. એટલે એમાં પણ વિજયરામચંદ્રસૂરિજીને વાંધો હોય જ નહિ.” આની પૂરવણી કરતાં શ્રી વિજયનન્દનસૂરિજીએ કહ્યું: “પી. એલ. વૈદ્યના નિર્ણય વખતે વિજયરામચંદ્રસૂરિજીએ સહી આપી છે, એટલે આમાં આપવાની જરૂર નથી, એ એમનું કથન બિલકુલ વાજબી નથી; માત્ર બહાનું જ છે.” થોડા દિવસો પછી સૂરિસમ્રાટ સપરિવાર ખંભાતથી એક માઈલ દૂર આવેલા શકરપર ગામે પધાર્યા. ત્યાં પાટણવાળા સંઘવી શેઠ નગીનદાસ કરમચંદ વંદનાર્થે આવ્યા. શેઠ કેશવલાલ બુલાખીદાસ તે વખતે ત્યાં બેઠા હતા. નગીનભાઈએ વંદન કરીને બેસતાં બેસતાં કહ્યું: સાહેબ ! હવે આ તિથિનું બધું ચોક્કસ પતી જશે.” આટલું કહી ખિસ્સામાંથી એક કાગળ કાઢીને શ્રીવિજયનંદનસૂરિજીને વંચાવ્યો. એ વાંચીને તરત જ શ્રી વિજયનંદનસૂરિજીએ એમને રોકડું પરખાવ્યું: “હવે એ પતવાનું નથી, એ લખી રાખજો !” આપ આમ કેમ કહો છો, સાહેબ?” નગીનભાઈ અકળાઈ ગયા. શ્રી વિજયનંદનસૂરિજી કહેઃ “આ પત્રમાં વિજયરામચંદ્રસૂરિજી ખંભાત આવવાનું લખે છે. એટલે મને લાગે છે કે હવે એ પતવાનું નથી. ખરી રીતે તો તેમણે શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજને લખી દેવું જોઈએ કે તિથિ બાબતમાં આપ જે સમાધાન લાવશો તે મારે કબૂલમંજૂર છે. અહીં આવવાનો શો અર્થ છે?” મેં તો એકવાર વિજયલબ્ધિસૂરિજી મહારાજને પણ, સ્તંભનાજીના દેરે ભેગા થયા ત્યારે, જ , - ----ન ૫૪ in Education International Page #71 -------------------------------------------------------------------------- ________________ કહ્યું હતું કે “મહારાજ ! આપની ભાવના ઘણી ઉત્તમ છે, સરળતાથી ભરેલી છે. કોઈ રીતે આ તિથિચર્ચાનો અંત આવે અને સંઘમાં એકતા સ્થપાય તેવી આપની સાચી ભાવના છે. પણ આ બાબતમાં આપને જશ મળવો કે આપને જશ આપવો, એ આપના હાથમાં નથી, એમ મને લાગે છે.” આ સાંભળીને નગીનભાઈ અવાક બની ગયા. અને આખરે બન્યું પણ એમ જ. શ્રીવિજયનંદનસૂરિજીએ કહ્યા પ્રમાણે, શ્રીવિજયલબ્ધિસૂરિજી મહારાજે તિથિચર્ચાનો નિવેડો લાવીને સમસ્ત તપાગચ્છમાં શાંતિમય ઐક્ય સ્થાપવાનું જે ઉત્તમ કાર્ય હાથમાં લીધું હતું, તે કાર્ય વિજયરામચંદ્રસૂરિજીના ખંભાતમાં આગમન પછી ડહોળાઈ જવા પામ્યું ! પરિણામે, શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની હાર્દિક ભાવના નિષ્ફળ બની. એમના તરફથી સૂરિસમ્રાટને જણાવવામાં આવ્યું કે “અમે અમારા પ્રયત્નોમાં નિષ્ફળ નીવડ્યા છીએ. હવે સમાધાન નહિ થાય. આપ ખુશીથી વિહાર કરશો.' છિન્નભિન્નતામાં માનતાં આંતરિક પરિબળોનો આ પ્રભાવ હતો ! કહો કે, સંઘની શાંતિનો કાળ હજી પાક્યો ન હતો ! (૨૪) વેદાન્તના જ્ઞાતા શ્રી વિજયનંદનસૂરિજીને વેદાંતનો રસપૂર્ણ અભ્યાસ હતો. વેદાન્તના ગહન પદાર્થોની ને દ્વૈત—અદ્વૈતના તત્ત્વજ્ઞાનની ચર્ચા એ ખૂબ ૨સમય રીતે કરી શકતા. એ ચર્ચા કરતા એમને સાંભળીએ તો લાગે કે કોઈ મહાન વેદાન્તી આપણી સામે બેઠા છે. સંસારની નશ્વરતા અને એવી બાબતો પરનાં એમનાં ચિન્તનોમાં વેદાન્તના સિદ્ધાન્તોનું સારદોહન સતત જોવા મળતું. એક કપોળ ગૃહસ્થ હતા. નામે જમનાદાસભાઈ. મૂળ મહુવા પાસે રાજુલાના, પણ મુંબઈ ૨હે. ખૂબ સુખી. સરકાર તરફથી જે.પી.નો ઇલકાબ મળેલો. સૂરિસમ્રાટના ભારે અનુરાગી. ઘણીવાર આવે—જાય. એમને એક દીકરી હતી. નિર્મળાકુમારી. એ બહેનને સંસ્કૃતનો વિશેષ શોખ. વ્યાકરણ, કાવ્ય, તર્કશાસ્ત્ર ને વેદાન્ત, આ બધા વિષયો ઘણા રસપૂર્વક તૈયાર કરેલા, સંસ્કૃતમાં કડકડાટ વાતો કરે, ભાષણ પણ કરે. સં. ૧૯૯૯માં સૂરિસમ્રાટ રોહીશાળા હતા, ત્યારે એ બંને બાપ–દીકરી ત્યાં આવ્યાં. બાપુજી સૂરિસમ્રાટ પાસે બેઠા, ને નિર્મળાકુમારીએ કુતૂહલની વૃત્તિથી બધા સાધુઓને મળવાનું શરૂ કર્યું. બધામાં શ્રી વિજયનંદનસૂરિજી પાસે એમનું મન ઠર્યું. એમની પાસે બેસીને એણે સંસ્કૃતમાં વાતો આદરી. બંનેએ જુદી જુદી તત્ત્વચર્ચા સંસ્કૃતમાં ચલાવી. ૫૫ www.jaineliborg Page #72 -------------------------------------------------------------------------- ________________ રોહીશાળામાં અંજનશલાકા કરાવવાની હતી, એટલે ઉપાશ્રયમાં પ્રતિમાઓ પડેલી. એ તરફ નજર જતાં જ એ બહેને પ્રશ્નો પૂછવા શરૂ કર્યા : “આ શું છે ?’’ શ્રી વિજયનંદનસૂરિજીએ ઉત્તર આપવા માંડ્યા : “ભગવાન છે.'' “આ તો મૂર્તિ છે; એને ભગવાન કેમ કહેવાય ?” “મૂર્તિમાં ભગવાનની સમાપત્તિ કરી છે, માટે એને ભગવાન કહી શકાય. અને એટલે જ એની પૂજા પણ કરી શકાય.” “સમાપત્તિ એટલે શું ?’’ ‘સમાપત્તિ એટલે એક વસ્તુમાં બીજી વસ્તુનો ઈચ્છાપૂર્વક થતો આરોપ.” “આરોપ એટલે ભ્રમ,” ગૂંચવણમાં મૂકે એવો સવાલ ઉપસ્થિત કરતાં નિર્મળાકુમારીએકહ્યું : “આ તો મૂર્તિમાં ભગવાનનો ભ્રમ થયો. ખરેખર તો એ ભગવાન ન જ ઠર્યા; માત્ર ભગવાનનો ભ્રમ જ રહ્યો. અને એમ હોય, તો એની પૂજાનું ફળ કશું જ ન હોઈ શકે. એટલે પૂજા કરવી પણ નિષ્ફળ છે.” આ ચર્ચા સાંભળવા આસપાસ મુનિમંડળ એકઠું થઈ ગયેલું. એમાંના અભ્યાસી મુનિઓને લાગ્યું કે આમાં વિજયનન્દનસૂરિજી ગૂંચવાઈ જશે. પણ, એમણે તો લાગલો જ જવાબ આપ્યો : “તમે કહો છો કે આ ભ્રમ છે, એ બરાબર છે. પણ, ભ્રમ પણ બે પ્રકારના હોય છે ઃ એક સંવાદી ભ્રમ; બીજો વિસંવાદી ભ્રમ. સંવાદી ભ્રમથી કરેલી પ્રવૃત્તિ સફળ હોય છે, ને વિસંવાદી ભ્રમથી થતી પ્રવૃત્તિ નીષ્ફળ નીવડે છે. જેમ, છીપલું પડ્યું હોય, એના ચળકાટને લીધે એને ચાંદી સમજીને કોઈ લેવા દોડે; પણ ત્યાં પહોંચતાં એને નિષ્ફળતા જ મળે.આનું નામ વિસંવાદી ભ્રમ. અને, એક ઓરડામાં એક તરફ દીવો બળતો હોય, બીજી તરફ ઝગારા મારતો મણિ પડ્યો હોય; મણિ અને દીવો, બંનેના પ્રકાશ એકબીજામાં મળી જતા હોય; એ વખતે કોઈ માણસ મણિને કે દીવાને જોયા વિના જ ફક્ત પ્રકાશ જોઈ ને દીવાને મણિ માની લે, અને મણિને દીવો સમજી લે, એનું નામ સંવાદી ભ્રમ. કેમ કે, આવા ભ્રમ વાળો માણસ મણિ મેળવવા માટે જ્યારે દીવાના પ્રકાશ તરફ જાય છે, ત્યારે એ જેને મણિ માને છે, એ વસ્તુ મણિ નથી (એ તો દીવો છે), અને છતાં ત્યાંથી એને મણિ મળે તો છે જ. એટલે એની પ્રવૃત્તિ તો સફળ બની જ, માટે જ એનો ભ્રમ સંવાદી કહેવાય. એ જ પ્રમાણે, અહીં પ્રતિમામાં પણ ભગવાનનો આરોપ કરાયો છે, એટલે ભ્રમ તો છે જ; પણ એ સંવાદી ભ્રમ સમજવો, એનું ફળ અવશ્ય હોય; નિષ્ફળ ન હોય.” આ ઉત્તર સાંભળીને નિર્મળાકુમારીનો વેદાન્તરસિક આત્મા ખૂબ કોળી ગયો. એ કહે : “આપ મારા ગુરુજી છો.’’ ખંભાતમાં નવાબશાહી હતી, ત્યારે ‘બાપટ’ કરીને એક પોલીસઉપરી હતા. એ પણ વેદાન્તના ભારે રસિયા. સૂરિસમ્રાટ ખંભાત હોય, ત્યારે એ અવારનવાર આવે, ને ખાસ કરીને શ્રીવિજયનન્દનસૂરિજી પાસે વેદાન્તની ચર્ચાઓ કરે. પદ Page #73 -------------------------------------------------------------------------- ________________ પચાવેલા તત્ત્વજ્ઞાનની આ બલિહારી હતી. (૨૫) ગુરુભક્તિની પરાકાષ્ઠા શિષ્યના ચાર પ્રકાર છે: (૧) કેટલાક શિષ્ય વિદ્યમાન ગુરુની અખંડ ભક્તિ કરે, ને ગુરુની હયાતી પછી પણ એમનાં નામ-કામને ઉન્નત કરવા દ્વારા એમની ભક્તિ કરે. (૨) કેટલાક જીવતા ગુરુની ભક્તિ કરે, પણ પછી પોતાના સ્વાર્થમાં પરોવાઈ ને ગુરુને ને એમના ઉપકારોને સદંતર વીસરી જાય. (૩) કોઈ વળી, જીવતા ગુરુની સામુંય ન જુએ, ને પાછળથી એમને માટે અપાર ભક્તિ દાખવે; કટાક્ષની ભાષામાં આવા શિષ્યને “મૂર્તિપૂજક' કહેવાય છે. અને (૪) કેટલાક એવા હોય છે, જે ગુરુની હયાતીમાં અને ગેર હયાતીમાં પણ એમની લેશ પણ ભક્તિ નથી કરી શકતા. શ્રી વિજયનંદનસૂરિજી પ્રથમ પ્રકારના શિષ્ય હતા. પોતે દીક્ષા લીધી ત્યારથી તે સૂરિસમ્રાટના સ્વર્ગવાસ સુધી એમણે એમની જે અખંડ સેવાભક્તિ બજાવી હતી, તેવી જ સેવાભક્તિ એમણે સૂરિસમ્રાટના સ્વર્ગવાસ પછી પણ પોતાના જીવનની અંતિમ પળ સુધી કરી હતી. ગુરુભક્તિના એમની પાસે બે પ્રકાર હતાઃ શારીરિક અને માનસિક. સૂરિસમ્રાટનાં ગોચરીપાણીનું ને પડિલેહણાદિનું ધ્યાન રાખવું, એમની પ્રત્યેક ક્રિયામાં એમને શારીરિક તકલીફ ન પડે અથવા ઓછી થાય, તે રીતેની અહર્નિશ પરિચર્યા કરવી, એમનો પડ્યો બોલ ઝીલીને ચીધેલાં કાર્યો ત્વરિત રીતે કરવાં, પગચંપી વગેરે કરવું, આ બધાં એમની શારીરિક ભક્તિનાં અંગો હતાં. સૂરિસમ્રાટને જે વાત અને કાર્યચે, તે જ કરવાં, સૂરિસમ્રાટકે પ્રશ્નમાં કે ચર્ચામાં કે વિચારોમાં રસ લે, તેમાં જ ભાગ લેવો; સૂરિસમ્રાટના મહાન વિચારોને વહેવા; સૂરિસમ્રાટના આદર્શ અનુશાસનનું અને આજ્ઞાઓનું ખંતપૂર્વક પાલન કરવું; સૂરિસમ્રાટે સ્વીકારેલા આદર્શોને, અને પાળેલા સિદ્ધાંતોને સદા વફાદાર રહેવું આ બધા એમની માનસિક ભક્તિના પ્રકારો હતા. આ ઉત્કૃષ્ટ ભક્તિનું વર્ણન લોકો-ખાસ કરીને, આ ભક્તિને નજરે જોનારા–આ રીતે કરતા : સૂરિસમ્રાટની એક આકૃતિના બે પડછાયા છેઃ એક ઉદયસૂરિ મહારાજ, ને બીજા નન્દનસૂરિ મહારાજ.” આ અનન્ય અને અખંડ ગુરુભક્તિના પ્રતાપે તેઓ સૂરિસમ્રાટના હૈયામાં વસી ગયા હતા. સં. ૨૦૦૪ના વર્ષે સૂરિસમ્રાટ અમદાવાદ–સાબરમતી હતા, ત્યારે શ્રીવિજયનન્દનસૂરિજીનાં સંસારી માતુશ્રી જમનાબેન વંદન કરવા આવ્યાં. એમની ઉંમર છ— વર્ષની હતી. નવા દાંત પણ એમને આવેલા. શરીર એટલું શિથિલ કે હરગોવિંદદાસ (શ્રી વિજયનન્દનસૂરિજીના ભાઈ) એમને તેડીને લઈ આવેલા. એ માજીએ વંદન કરીને જતી વખતે સૂરિસમ્રાટને કહ્યું : “મહારાજ! મારાં ૫૭ Page #74 -------------------------------------------------------------------------- ________________ નન્દનને સાચવજો.” એટલે સૂરિસમ્રાટે કહ્યું: “માજી ! હું નન્દનને શું સાચવું? હવે તો નન્દન અમને બધાને સાચવે છે.” બીજા એક પ્રસંગે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે સૂરિસમ્રાટને તેમની તબિયતની ખબર પૂછી, ત્યારે સુરિસમ્રાટે પોતાની તબિયત અસ્વસ્થ હોવાનું કહીને અશાતા વેદનીયના ઉદયનું વર્ણન કર્યું. ત્યારે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ કહે: “આપ તો મહાપુણ્યશાળી છો. આપને ઉદયસૂરિજી અને નંદનસૂરિજી જેવા પરિચારિક શિષ્યો છે. આપને જરાય ઓછું આવવા દે એવા નથી.” સૂરિસમ્રાટે જવાબ આપ્યો : “એ જ મોટી શાતા છે.” પોતાના વડા ગુરુદેવના હૃદયમાં એમણે કેવું સ્થાન પ્રાપ્ત કર્યું હશે, એની ઝાંખી આવા પ્રસંગો કરાવે છે. પ્રાકૃતમાં એક સુભાષિત છે: “એ ધન્ય શિષ્ય છે, જેના હૃદયમાં ગુરુનો વાસ છે. પણ એ શિષ્ય તો ધન્યાતિધન્ય છે, જેનું સ્થાન ગુના હૃદયમાં છે.” એ અહીં કેવું ચરિતાર્થ થયું છે ! સાચે જ, શ્રીવિજયનંદનસૂરિજી “ધન્યાતિધન્ય બની શકેલા. સં. ૨૦૦૦ની સાલ પછી સૂરિસમ્રાટની શારીરિક સ્થિતિ ઉત્તરોત્તર કથળતી રહી. ૨૦૦૩માં ડોળીના ઉપયોગનો અવસર આવ્યો. છેવટે ૨૦૦૫માં એમનો સ્વર્ગવાસ થયો. આ ગાળામાં, શ્રી વિજયનંદનસૂરિજીએ સૂરિસમ્રાટની અગ્લાનભાવે અથાગ શુશ્રુષા કરી હતી. એમના જીવનના આખરી દિવસોમાં એ સતત એમની પાસે જ બેસી રહેતા, ને સૂરિસમ્રાટનું મન પ્રફુલ્લિત રહે એવી વાતો કરતા. સ્વર્ગવાસના બે દિવસ અગાઉ, ધનતેરશે સૂરિસમ્રાટને કંઈક ઠીક જણાયું, એટલે એમણે કહ્યું : “સાહેબ ! પરમ દિવસે દિવાળી છે. અને પેલે દિવસે બેસતા વર્ષે– આપનો જન્મદિવસ છે.” સૂરિસમ્રાટ કહે: “આપણે ક્યાં દીવાળી જોવાની છે?” આ સાંભળીને શ્રી વિજયનંદનસૂરિજી ગળગળા થઈ ગયા. એમણે કહ્યું: “સાહેબ ! આપ આમ કેમ બોલો છો ?” એ જ દિવસે બપોરે સૂરિસમ્રાટ એમને બોલાવીને કહે : “નંદન ! તું મારી પાસે બેસ. મને ગોઠતું નથી.” પછી સૂરિસમ્રાટે એમને અનેક ઉપયોગી બાબતોની સૂચનાઓ–ભલામણો કરી. આસો વદ અમાસે તબિયત ગંભીર થઈ, ત્યારે ડૉકટરોએ એક ઇન્જકશન આપવા ઇચ્છા દર્શાવી. એ વખતે એમણે જ ડૉકટરને કહ્યું: “ડૉકટર ! જો ઇજેકશન આપવાથી આયુષ્યબળ વધતું હોય તો જ આપો. નહિ તો, મહારાજજીએ આખી જિંદગીમાં ઇન્જકશન નથી લીધું, તેથી આ સમયે એમને આપીને એમની અસ્વસ્થતામાં વધારો કરવો નથી.” ૫૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ ડૉકટર પણ આ વાતમાં સંમત થયા. ચોવીસ કલાકની એકેએક પળને અને પોતાના શ્વાસોચ્છવાસને ગુરુની સેવામાં એકાકાર બનાવનારને મન, ગુરુના વિરહનો આઘાત કેવો આકરો નીવડે એનો અનુભવ સૂરિસમ્રાટના સ્વર્ગાગમન પછી એમના આ બધા શિષ્યોનાં દર્શને થયો. સૂરિસમ્રાટનું જીવનચરિત્ર લખાવવાની પૂર્ણ ઈચ્છા, છતાં જ્યારે જ્યારે એમના જીવનની વાત નીકળે, અથવા કોઈ પૂછે, ત્યારે પૂજ્ય વિજયોદયસૂરિજી મહારાજ તથા શ્રીવિજયનંદનસૂરિજી મહારાજની આંખે આંસુનાં જાળાં બંધાઈ જતાં અને ગળે ડૂમો ભરાઈ આવતો. પરિણામે તેઓ સૂરિસમ્રાટના જીવનની વાતો કરવા અસમર્થ બની જતા. પણ, ધીમે ધીમે, વર્ષો જતાં ગયાં એમ, સૂરિસમ્રાટનું પોતે અનુભવેલું મહાન પવિત્ર જીવન સમાજ સમક્ષ રજૂ કરવાની અને એ દ્વારા ગુરુ ભક્તિનો લાભ હાંસલ કરવાની ભાવના પ્રબળ બનતી ગઈ. બંને ગુરુ-શિષ્ય ભેગા મળીને એક જીવન–નોંધ તૈયાર કરાવી. તે પરથી વ્યવસ્થિત જીવનચરિત્ર તૈયાર કરાવવા માટે કેટલાક પ્રયાસો કર્યા. અને આખરે, સૂરિસમ્રાટના જન્મશતાબ્દી વર્ષમાં એમનું જીવનચરિત્ર પ્રકાશિત કરાવ્યું. જેમ સૂરિસમ્રાટના હસ્તે થયેલ તમામ અંજનશલાકાઓ અને અન્ય અનુષ્ઠાનોમાં મુખ્ય અને સાંગોપાંગ ભાગ આ બંને ગુરુ શિષ્યનો જ રહેતો તેમ એમની ઈચ્છા અનુસાર અંજનશલાકાનાં તમામ વિધાનો તથા અહંન્મહાપૂજન, બૃહત્સંદ્યાવર્તપૂજન, સિદ્ધચક્ર મહાપૂજન વગેરે વિશિષ્ટ અનુષ્ઠાનોને વિશુદ્ધ અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં પૂજ્ય શ્રીવિજયોદયસૂરિજી મહારાજની સાથે શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ પણ રહેતા. સૂરિસમ્રાટના સ્વર્ગવાસ પછી, એમણે સ્થાપેલા શ્રી કદમ્બગિરિતીર્થના સર્વાગીણ વિકાસ માટે, અને એમનાં બાકીનાં કાર્યો પૂર્ણ કરવા માટે એમણે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. એમના દિલમાં સતત એ જ ઝંખના રહેતી કે “સૂરિસમ્રાટની ઈચ્છા મુજબ તમામ કાર્યો પાર પડવાં જ જોઈએ.” સૂરિસમ્રાટ જે સ્થાને કાળધર્મ પામ્યા, ત્યાં સ્થાપેલા ગુરુમંદિરના ફરી દર્શન કરવાની ઉત્કટ ઈચ્છા છતાં, શાસનનાં અન્ય કાર્યોને લીધે, તે તરત અમલી બની શકી નહીં, એટલે આચાર્ય મહારાજે સર્વ મીઠાઈનો ત્યાગ કર્યો. છેવટે સં. ૨૦૦૮માં અમદાવાદથી ખાસ વિહાર કરીને મહુવા ગયા, ને ગુરુપાદુકાનાં ગદ્ગદભાવે દર્શન–વંદન કર્યા. તેઓ પોતે કોઈ પણ કાર્ય કરવા ધારે, અથવા કોઈ વ્યક્તિ એમને કાંઈક કાર્ય કરવા સૂચવે, ત્યારે તેઓ કહેતાઃ સૂરિસમ્રાટની અંત:પ્રેરણા મને જ્યારે થશે, ત્યારે આ કાર્ય હું કરીશ.” અને ઘણા પ્રસંગે આવું બનતું. કોઈક કાર્ય માટે એમણે હા પાડી હોય, પણ પાછળથી એમને આવી જ કાંઈક સ્વાનુભવસંવેદ્ય સુરિસમ્રાટની અંત:પ્રેરણા થાય, ને એ ના પાડી દે. અને એ કાર્યનું પરિણામ જાણીએ ત્યારે થાય કે ના, મહારાજજીએ ના પાડી તે જ ઉચિત થયું. અને, એ જ રીતે, ક્યારેક કોઈ કામની ના પાડી હોય, ને અંત:પ્રેરણા થતાં જો હા પાડે, તો એ કાર્યનું પરિણામ પણ યશદાયી જ હોય. ૫૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ એમની પાસે રોજ સેંકડો માણસો વાસક્ષેપ લેતા, મુહૂર્તો લઈ જતા, મંગલાચરણ સાંભળતા. પણ એ ત્રણે ક્રિયાઓ કરતાં પૂર્વે એમણે સુરિસમ્રાટનું નામ અચૂક લીધું જ હોય; એ સિવાય આ ત્રણમાંથી એકેય ક્રિયા નહીં કરવાની. હંમેશ સવારે ઊઠતાને રાત્રે પ્રતિક્રમણ પછી સૂરિસમ્રાટની મૂર્તિઓ જે જે ગામમાં જ્યાં બિરાજતી હોય, તેનું માનસિક સ્મરણ કરીને એને ભાવવંદન કરવાનો એમનો અતૂટ નિયમ હતો. કેવી નિઃસીમ ગુરુભક્તિ ! સૂરિસમ્રાટના સ્વર્ગવાસને વર્ષો વીત્યાં, છતાં જ્યારે પણ એમના જીવનના પ્રસંગોની વાત નીકળે, ત્યારે એમની આંખો ભીની થયા વિના ન રહે. સૂરિસમ્રાટની શતાબ્દીના વર્ષે એ પાલિતાણા હતા. દીવાળીના દિવસે સાહિત્યમંદિરમાં સભા યોજાઈ. જુદા જુદા વક્તાઓએ પ્રવચનો કર્યા. છેલ્લે ઉપસંહાર કરતા આચાર્ય મહારાજે માત્ર સૂરિસમ્રાટનાં ચોમાસાની નોંધ કહી; પણ, એમાંય જ્યારે સં. ૨૦૦૫ના ચોમાસાની વાત આવી કે ત્યાં ભરી સભામાં આંખો છલકાઈ ઊઠી. ગળે ડૂમો ભરાઈ આવ્યો, બોલી ન શક્યા. સૂરિસમ્રાટના આશીર્વાદ તરફની એમની શ્રદ્ધા તો જુઓઃ પૂજય શ્રીવિજયસૂર્યોદયસૂરિજીની આચાર્યપદવી અને ‘શાસનસમ્રાટ' ગ્રંથના પ્રકાશન–સમારોહ પછી પૂજ્ય શ્રી વિજયકસૂરસૂરિજી મહારાજ પર એમણે લખેલા પત્રના આ શબ્દો છે: “શાસનસમ્રાટ” ગ્રંથપ્રકાશનમાં પણ માનવમેદની ખૂબ જ ભરચક હતી. બંને પ્રસંગોમાં લોકોનો ઉત્સાહ અને ઉલ્લાસ ખૂબ ખૂબ હતા. ૫. પૂ. શાસનસમ્રાટનો શુભ આશીર્વાદ ધારાબદ્ધ વરસતો હતો.” આવી અખંડ અને અજોડ ગુરુભક્તિનાં એમના જ શબ્દોમાં દર્શન કરીએ : “જગદ્ગદનીય, જગદ્ગુરુ, જૈનધર્મના શાસનસમ્રાટ, વર્તમાનકાળમાં યુગપ્રધાન સમાન, બાલ્યપણાથી અખંડબ્રહ્મચર્યના મહાન જ્વલંત સિતારા, સુગૃહીતનામય,સૂરિચક્રચક્રવર્તી પ.પૂ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ “જેઓ મારા મહાન ઉપકારી છે, “મારા અનાથના નાથ છે, “મારા અશરણના શરણ છે, “મારા પરમ ઉદ્ધારક છે, “મારા તારણહાર છે, “મને અબોધને બોધ આપનાર છે, “મને સમ્ય દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયી પમાડનાર, તેમાં સ્થિર કરનાર અને ઉત્તરોત્તર તેમાં વૃદ્ધિ પમાડનાર છે. “મને શ્રી વીતરાગશાસનમાં આટલી ઉચ્ચ કોટિએ લાવનાર છે. છે. દ0 Sain Education International Page #77 -------------------------------------------------------------------------- ________________ “મને પામર કીડીને કુંજર સ્વરૂપ બનાવનાર તે મારા પરમ ગુરુભગવંતના ઉ૫કા૨નો બદલો ભવકોડાકોડીએ પણ વાળી શકાય તેમ નથી. તેઓશ્રીના મુખમાં છેલ્લા શ્વાસોચ્છ્વાસ સુધી પણ ‘ઉદય—નંદન’ હતા. ’” વગેરે. ગુરુભક્તિની આ પરાકાષ્ઠાને વંદન. રહ્યા. -- સૂરિસમ્રાટની પ્રબળ ઈચ્છા હતી કે, મારે પોતાને મુંબઈ ન જવું, અને મારો સાધુ પણ મુંબઈ ન જાય. શ્રી વિજયનંદનસૂરિજીએ આ ઈચ્છાને એક સિદ્ધાન્તની જેમ આજીવન પાળી હતી. મુંબઈ પધારવા માટે અનેક વાર વિનંતિઓ થઈ, ઘણા ઘણા આગ્રહ થયા, પણ તેઓ અચલ (૨૬) સિદ્ધાન્તનિષ્ઠા સં. ૨૦૨૬માં કલકત્તાવાળા શેઠ સવાઈલાલ કેશવલાલે વિનંતિ કરી : “આપ મુંબઈ પધારો, ને ઘાટકોપરની પ્રતિષ્ઠા આપને હાથે કરો. આપની ભાવના છે કે કદમ્બગિરિ તીર્થમાં બાકી રહેલાં કાર્યો પૂરાં કરવાં. હું ત્યાં કદમ્બગિરિ માટે દસ લાખ રૂપિયા એકઠા કરીશ. અને આપની ઈચ્છાનુસાર તમામ કાર્યો પૂરાં કરાવીશું, પણ આપ મુંબઈ પધારો.’ મુંબઈ જવામાં ઘાટકોપરની પ્રતિષ્ઠા ઉપરાંત બીજાં અનેક મહાન કાર્યો કરવાનો અવસર મળે એમ હતો, પણ, આચાર્યમહારાજે સ્પષ્ટ ના ભણી દીધી. જ્યારે વિનંતી થતી હતી, ત્યારે કેટલાકને થઈ આવેલું કે આના જેવા વિનંતી અને કાર્ય કરનાર નહિ મળે. પણ આચાર્ય મહારાજે ના પાડી ત્યારે લાગ્યું કે એમના જેવા ના પાડનાર પણ કોઈ નહિ મળે. આ વખતે એમણે સૂરિસમ્રાટની એક વાત કહી : “મોટા મહારાજ કહેતા હતા કે, એકવાર આત્મારામજી મહારાજે બૂટેરાયજી મહારાજ આગળ ઈચ્છા વ્યક્ત કરી કે “દમ વસ્વરૂં ગાનેી રૂા રહતે હૈ ।’’ ત્યારે બૂટેરાયજી મહારાજે કહ્યું કે “નિસનો સંયમા જીપ ન હોવે નઇ વન્વર્ફે નાય '' આ વચન સાંભળીને તરત જ આત્મારામજી મહારાજે મુંબઈનો વિચાર માંડી વાળ્યો.'' આટલું કહીને એમણે ઉમેર્યું : “મોટા મહારાજ પોતે પણ કહેતા કે આપણે શુદ્ધ સંયમ પાળવો હોય તો મુંબઈ નહિ જવું જોઈએ. કેમ કે ત્યાં ગયા પછી ઓછેવત્તે અંશે પણ શિથિલતા આવ્યા વિના ન જ રહે. અને આપણે આપણી જિંદગીમાં માંસ વગેરે અપવિત્ર અભક્ષ્ય પદાર્થો કદી પણ જોયા નથી. જો મુંબઈ તરફ જઈએ, તો એ નજરે પડ્યા વિના રહે જ નહિ, માટે મુંબઈ ન જવું.’’ સૂરિસમ્રાટનો બીજો નિયમ હતો : ‘આર્દ્રા નક્ષત્ર બેસે પછી વિહાર ન કરવો.’ આનું પાલન ૬૧ www.jaineliary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ પણ આચાર્ય મહારાજે બરાબર કર્યું હતું. આવા ઘણા સિદ્ધાંતો ને પ્રવૃત્તિઓ છે, જે સાધુજીવનની પવિત્રતાને પોષે અને અખંડ રાખે. એનું પરિપૂર્ણ પાલન તેઓએ પૂરી નિષ્ઠાથી કર્યું – અલબત્ત, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવના પરિવર્તનને સતત લક્ષમાં રાખીને જ. (૨૭) મુહૂર્ત મેળવવાનું મહાતીર્થ પાયા વિના ઘર ચણાય નહિ, મુહૂર્ત વિના શુભ કામ થાય નહિ. પાયો જેટલો મજબૂત, એટલું જ ઘર મજબૂત બને. મુહૂર્ત જેટલું શ્રેષ્ઠ—નિર્દોષ, એટલું કામ પણ નિર્વિઘ્ન થાય. પાયો ચણનાર કારીગર જેટલો કુશળ, એટલો પાયો દૃઢ થાય. મુહૂર્ત આપનાર જેટલા પવિત્ર, એટલું કામ પણ સફળ બને. શ્રી વિજયનન્દનસૂરિજી મહારાજની ગણના પવિત્ર પુરુષોમાં થતી. એમણે આપેલું મુહૂર્ત નિઃશંક પવિત્ર મનાતું. એમના આપ્યાં મુહૂર્ત થતું શુભ કામ હંમેશાં નિર્વિઘ્નપણે સફળ બનતું. એમના વહેતા ઝરણા જેવા સ્વચ્છ જીવન, અને સર્વાવસંવારિણી, સર્વકલ્યાણકારિણી વિશુદ્ધ ભાવનાનું આ પરિણામ હતું. અંજનશલાકા હોય કે પ્રતિષ્ઠા હોય, પ્રભુ પ્રવેશ હોય કે ખાતમુહૂર્ત હોય, દીક્ષા-વડી દીક્ષા હોય કે પદવી પ્રદાન હોય, ઉપધાન ને ઉજમણાં હોય કે બીજા મહોત્સવો હોય, મુનિઓનો વિહાર હોય કે પ્રવેશ હોય, કોઈ સંઘનું પ્રયાણ હોય કે તીર્થમાળારોપણ હોય, એક પણ ધર્માનુષ્ઠાન એવું નહોતું કે જે શ્રી વિજયનન્દનસૂરિજી મહારાજના મુહૂર્ત વિના થતું હોય. ભારતનાં સેંકડો ગામો, ને હજારો લોકો એમની પાસે મુહૂર્ત પ્રાપ્ત કરીને પોતાનાં ધર્માનુષ્ઠાનો સફળ બનાવતાં. દિવસ ઊગે ને પાંચ-સાત ગામના ભાઈઓ મુહૂર્ત લેવા આવ્યા જ હોય, મુહૂર્તની પૃચ્છામાંગણી કરતા થોકબંધ કાગળો આવ્યા કરતા હોય અને એ બધાને સંતોષ આપવા માટે શરીરની શક્તિ કરતાં અધિક પરિશ્રમ કરીને એ મુહૂર્તો આપે જતા હોય, એ દશ્ય તો રોજનું હતું. આ બધું જોઈને એમને ડૉક્ટરો કે બીજા કોઈ કહે કે “સાહેબજી ! આટલો પરિશ્રમ ન કરતા હો ને થોડો આરામ કરતા હો તો કેવું સારું ! મુહૂર્તવાળાને કાલે બોલાવજો .” ત્યારે એમનો ટકોરાબંધ જવાબ મળતો : “ભાઈ ! કેટલે દૂરથી આ લોકો આવ્યા છે ! એમને ક્યાં સુધી રોકી રાખવા? અને, આ કાગળ કેટલા દૂરથી આવ્યો છે ! એને આજ ને આજ જવાબ ન લખીએ, તો એનું કામ ઘણું લંબાય.” અને પછી ઉમેરતા: “આ બધે સ્થળે શાસનનાં કાર્યો થાય છે, ત્યાં આપણે ક્યાંય પહોંચી શકવાના તો નથી જ. Page #79 -------------------------------------------------------------------------- ________________ પણ શાસનસમ્રાટના આશીર્વાદથી આપણને આ બાબતનું થોડુંઘણું જ્ઞાન મળ્યું છે, તો એ દ્વારા એ બધાં શાસનકાર્યોની અનુમોદનાનો અહીં બેઠા બેઠા લાભ કેમ ન લઈએ ?’’ ઘણી વાર મુહૂર્ત લેવા આવ્યા હોય, એને પૂરી જાણકારી ન હોય, એ એટલું જ સમજે કે મારે દેરાસરની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોઈએ. એવે વખતે “લે દેવ ચોખા, ને મેલ મારો છેડો.’ એવી રીત તેઓની પાસે ન હતી. એ તો પાકી માહિતી માર્ગ : દેરાસર કઈ દિશાનું છે ? મૂળનાયક કયા છે ? આવી જરૂરી બધી માહિતી માગી લે. પેલાને ખબર ન હોય તો તેને પાછો મોકલીને ફરી મંગાવે, ને બધું ચોક્કસ કરી લે, પછી જ મુહૂર્ત આપે. આથી મુહૂર્ત લેનારને ચિરસ્થાયી શ્રદ્ધા જન્મતી. મુહૂર્ત નાનું હોય કે મોટું, પણ મહેનત પૂરેપૂરી કરતા ! એમની નોટબુકો જુઓ, તો ખ્યાલ આવે કે તેઓ કેવું સૂક્ષ્મ ગણિત કરતા ! એક મુહૂર્ત માટે ગુજરાતનાં, રાજસ્થાનનાં, મહારાષ્ટ્રનાં, બનારસનાં ને એવાં જાતજાતનાં પંચાંગો તપાસે, બધાંનો મેળ શક્ય હોય એટલો સાધે; વળી શંકા હોય તો મુહૂર્તના ગ્રન્થો અને પાઠોની ચકાસણી કરી એના આધારો લે; ઉત્સર્ગ–અપવાદ અને વિધિ— નિષેધોનો ખ્યાલ કરે, ને છેવટે એ બધાનો નિષ્કર્ષ કરીને મુહૂર્ત નક્કી કરે. મુહૂર્ત લેવા આવનાર કયા પ્રાન્તનો કે ગામનો છે, એની પહેલી પૃચ્છા કરે. એ પ્રાન્ત કે ગામને લાગુ પડતા જ્યોતિષશાસ્ત્રીય ગુણ—દોષો ને એના વહેમો, ગ્રાહ્યત્સ્યાય રિવાજો વગેરે બધું તેઓના ધ્યાનમાં જ હોય, એટલે એ અનુસાર જ મુહૂર્ત આપે. ક્યારેક કોઈક એમની પરીક્ષા કરવા પણ આવતા. એવા લોકોને ખરેખર મુહૂર્ત ન જોઈતું હોય, માત્ર એમનામાં કેટલું જ્ઞાન છે, એ જાણવા ખાતર જ પૂછે; ને પછી બીજે જઈને એની પરીક્ષા કરે—કરાવે. આવા લોકોને એ દાદ ન દેતા; એ કહેતા : “આ માટે મને સમય નથી. હું તો મારા ક્ષયોપશમ પ્રમાણે કહું છું. ખરેખર જરૂરિયાત હોય તો લઈ જાવ, નહિ તો ચાલ્યા જાવ.” કેટલાક લોકો બીજેથી મુહૂર્ત કઢાવીને એમની પાસે એની ખાતરી કરાવવાય આવતા, ત્યારે તેઓનો જવાબ સ્પષ્ટ રહેતો ઃ “કોઈએ કહ્યું એ સાચું કે ખોટું, એ શોધવાનું કામ મારું નથી. તમને ઠીક લાગે એમ કરો. હું બીજાની પંચાતમાં પડતો નથી.” કેટલાક વહેમી લોકો પણ આવતા. એમને સંતોષ આપવા માટે એ એમને જોષીને લઈને આવવાનું સૂચવતા. અમદાવાદમાં ગિરિજાશંક૨ભાઈ અથવા એમના પુત્ર બ્રહ્મકુમારભાઈ, સાબરમતીમાં રતિભાઈ, ખંભાતમાં હરિપ્રસાદ, પાલિતાણામાં હિંમતરામ શાસ્ત્રી, રાજસ્થાનમાં ઓટમલ; જે ગામમાં પોતે હોય, તે ગામના જોષીને બોલાવતા. જોષીઓ પેલા શ્રાવકોને કહેતા કે, “ભલા ! નન્દનસૂરિજી મહારાજ તો અમારાથીયે વધુ ઉત્તમ મુહૂર્ત આપશે, અમને શું કામ બોલાવો છો?’’ અને જોષી આવે એટલે બંને મુહૂર્તો કાઢે. એ બંનેનો મેળ મેળવવામાં આવે ત્યારે ક્યારેક બંનેનું મુહૂર્ત એકસરખું હોય અને ક્યારેક આચાર્ય મહારાજનું મુહૂર્ત જોષી કરતાં વધુ શ્રેષ્ઠ હોય. આમ છતાં જોષીનું પૂરું સન્માન થાય અને સચવાય, એની તેઓ પૂરી તકેદારી ને કાળજી રાખતા. આના પરિણામે, મુહૂર્ત લેનાર શ્રાવકોનો ને જોષીનો અનહદ પ્રેમ તેઓ સંપાદન કરી શક્યા હતા. ૬૩ www.jaine tery.org Page #80 -------------------------------------------------------------------------- ________________ વળી, પોતે આપેલું મુહૂર્ત ખોટું હોય જ નહિ, એવો આગ્રહ પણ તેઓ કદી ન સેવતા. કોઈ કાંઈ ભૂલ દેખાડે, તો તે પર ધ્યાન દઈને ફેર વિચાર કરતા. ને જે સારું લાગે તે સ્પષ્ટ કહેતા. એકવાર એવું બન્યું કે મૂછાળા મહાવીરજીની પ્રતિષ્ઠાના એમણે આપેલાં મુહૂર્તમાં એક આચાર્યશ્રીએ દોષ કાઢ્યો. હવે આ તો રાજસ્થાનનું કામ. જરાજરામાં વહેમ ભરાતાં વાર નહિ. ઘાણેરાવ અને સાદડી, બંને સંઘ આ પ્રતિષ્ઠાનું સંચાલન કરે. એમાં સાદડીના સંઘે કહ્યું: “નંદનસૂરિ મહારાજે આપેલું મુહૂર્ત અમારે પ્રમાણ છે.” પણ ઘાણેરાવમાં બે મત પડ્યા. એક વહેમે ભરાયો. બીજાએ વિશ્વાસ દર્શાવ્યો. આનો નિકાલ લાવવા બંને ગામના ને બંને મતના ગૃહસ્થોએ મળીને નક્કી કર્યું કે “નંદનસૂરિ મહારાજ કહે તે પ્રમાણ.” અને એ બધા ખંભાત આવ્યા. એ વખતે શ્રીવિજયનંદનસૂરિજી ત્યાં હતા. એમણે ખૂબ શાંતિથી બંને પક્ષની વાતો સાંભળી. અને ખાતરી આપી કે તમને વિશ્વાસ પડે એવું કરી દઈશ. પછી તેઓએ જોષી હરિપ્રસાદજીને બોલાવ્યા, બધી વાત સમજાવી,ને કહ્યું: “હવે તમને જે ઠીક લાગે તે નિર્ણય આપો. મારા મુહૂર્ત પર વહેમ છે. માટે મારે કશું નથી કહેવું. તટસ્થભાવે તમને ઠીક લાગે તે કહો.” હરિપ્રસાદજીએ મુહૂર્તની ફેર તપાસ કરી પણ દોષ હોય તો નીકળે ને? એમણે કહ્યું: આમાં તો તલભાર પણ દોષ નથી, સર્વશ્રેષ્ઠ છે. આ અનુસાર જ કાર્ય કરો.” ને બધા શ્રાવકો રાજી રાજી થઈ ગયા. એમણે એ જ મુહૂર્ત પ્રતિષ્ઠા કરી. એકવાર એવું પણ બન્યું કે સૂરતના વાસુપૂજયસ્વામી જિનાલયના વહીવટદારોએ વૈશાખ શદી છઠનો પ્રતિષ્ઠા–દિવસ આવે, એવી માગણી કરીઆચાર્યમહારાજે સં. ૨૦૩૦ના વૈશાખ શરિ છઠનો દિવસ કાઢી આપ્યો. પણ, એ પછી, નવું પંચાંગ એમના હાથમાં આવતાં જણાયું કે “આ મુહૂર્ત બિરાબર નથી અપાયું.' તરત જ એમણે સૂરત લખી જણાવ્યું કે “મેં કહ્યું, તે મુહૂર્ત બરાબર નથી લાગતું. તમે ફરી આવો.” સૂરતવાળા ભાઈઓ આવ્યા, એટલે એમને બધી વાત વિગતસર સમજાવી, ને નવું મુહૂર્ત મહા સુદિ સાતમનું કાઢી આપ્યું. કેટલાંક કાર્યો પોતાને ઉચિત ન લાગે, તો એ માટેનાં મુહૂર્તો તેઓ ન આપતા. ઘેટીની પાળે ભાતું આપવાની શરૂઆત કરવાનું મુહૂર્ત એમને પૂછવામાં આવ્યું, ત્યારે એમણે એ મુહૂર્ત આપવાની ચોખ્ખી ના ભણી દીધી. એકવાર, આચાર્ય નહિ એવા મુનિવરે અંજનશલાકાનું મુહૂર્ત પૂછાવ્યું, તો તેની પણ ના કહી. આ વિષે એમને પૂછીએ તો તેઓ કહેતાઃ “જે વસ્તુને કે કાર્યને હું વાજબીન માનું, એને માટે હું મુહૂર્ત આપું તો એમાં મારી સંમતિ જ માની લેવામાં આવે. એટલે મુહૂર્ત ન મોકલવું જ ઉત્તમ છે.” એમના વિચારો મર્યાદિત કે સંકુચિત નહિ પણ ઉદાર હતા. એટલે જ તપાગચ્છના દરેક સમુદાયનાં સાધુ-સાધ્વીઓ ઉપરાંત, અંચલગચ્છ, પાયચંદગચ્છને ખરતરગચ્છનાં સાધુ-સાધ્વીઓ ને સંઘો પણ એમને મુહૂર્તો પૂછાવતાં. આથી આગળ વધીને, તેરાપંથી, સ્થાનકવાસી સંપ્રદાયના લોકો પણ એમના મુહૂર્ત કાર્ય કરવામાં આનંદ અનુભવતા. સેંકડો સ્થળે દાદાસાહેબનાં પગલાં કે મૂર્તિની પ્રતિષ્ઠા એમણે આપેલ મુહૂર્ત થઈ છે. સેકડો સ્થાનકમાર્ગી ભાઈ-બહેનોની દીક્ષા એમના મુહૂર્તાનુસાર થઈ છે. ૬૪ ain Education International Page #81 -------------------------------------------------------------------------- ________________ બહાર એમના માટે વિરોધી વલણ અપનાવનાર, એમની નિંદા કરનાર વ્યક્તિ પણ જો મુહૂર્તના કામે આવે તો એને સંતોષકારક જવાબ એમની પાસેથી મળતો. એકવાર એક આચાર્યશ્રી બોલેલા કે, “નન્દનસૂરિ મહારાજ તો હમણાં શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ બહુ કરે છે, વગેરે.” આ વાત તેઓશ્રીની પાસે આવેલી. અને છતાં, એ જ આચાર્યશ્રી મુહૂર્તો અવારનવાર પૂછાવતા, બીજા કામો અંગે પણ વિનંતીઓ કરતા, ત્યારે તેઓ એમને કશા જ ભેદભાવ કે રોષ વિના જે રીતે મુહૂર્ત મોકલી આપતા કે સંતોષકારક ખુલાસા આપતા, એ જોઈને નવાઈ લાગતી. એમણે આપેલાં મુહૂર્તોની કોઈ સંખ્યા નથી. એમણે આપેલાં મુહૂર્ત જયાં જયાં શુભ કામો થયાં છે, ત્યાં ત્યાં નિર્વિઘ્નતા, સફળતા અને ઉન્નતિ જ થઈ છે. જન્મભૂમિ પંચાંગના કર્તા પં. શ્રી અમૃતલાલ લક્ષ્મીચંદ શાહ કહેતા કે, “મુહૂર્તના વિષયમાં મારા ગુરુ શ્રી નંદનસૂરિજી મહારાજ છે.” ખંભાતમાં કાશી-બનારસના એક અદ્વિતીય ગણિત નિષ્ણાત જ્યોતિષી આવેલા. નામ મથુરાપ્રસાદજી. કોની પાસે કેટલી મૂડી છે એ કુંડળી ઉપરથી જ કહી દે. એ મથુરાપ્રસાદજી ખંભાતના વિદ્વાન જ્યોતિષવેત્તા શ્રી ભાલચંદ્ર કવિને કહે “વિની મહારગ નૈનિમેં તો હેલ્લો, નન્દનસૂરિની મહારગ નેનોટ હૈં.” આટલું છતાં- મુહૂર્તજ્ઞાનના કારણે ભારત આખામાં ખ્યાતિ મેળવવા છતાં – અભિમાનનો અંશ પણ એમને સ્પર્યો હોય એવું જાણ્યું નથી. લોકો આવીને મુહૂર્તની ઉત્તમતાને પ્રશંસે, ત્યારે પૂરી નિખાલસતાથી કહે : “શાસન સમ્રાટ ગુરુભગવંતના આશીર્વાદનો જ પ્રતાપ છે; હું તો પામર, અજ્ઞાન છું.” મુહૂર્ત લઈ જનારને પણ એક જ આશીર્વાદ નિખાલસભાવે મળેઃ “શાસનસમ્રાટની કૃપાથી તમારું મંગળકાર્ય નિર્વિને સફળ હો !” કેવી નિખાલસતા અને કેવી નમ્રતા ! (૨૮) તિથિ ચર્ચા - ૩ વિ.સં. ૨૦૦૪ સંવત ૨૦૦૪માં સંવત્સરીમાં ભેદ આવ્યો. લૌકિક પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય હતો, એટલે બે સંવત્સરીની આરાધના તપાગચ્છમાં ત્રણ રીતે થઈ. બે તિથિવાળાને નામે ખ્યાત નવા પક્ષે પાંચમનો ક્ષય કાયમ રાખીને ચોથ- પાંચમ ભેગા ગણી મંગળવારે સંવત્સરી આરાધી. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ વગેરેએ પાંચમના ક્ષયે ચોથ અથવા ત્રીજનો ક્ષય કરીને ચોથ ૬૫. www.jainelisty.org Page #82 -------------------------------------------------------------------------- ________________ ને સોમવારે સંવત્સરી આરાધી. સૂરિ સમ્રાટે અને બીજાઓએ સં. ૧૯૫૨, ૧૯૬૧ને ૧૯૮૯માં તપાગચ્છના માન્ય વૃદ્ધ મહાપુરુષોએ અને સકલ શ્રી સંઘે શ્રી વિજયદેવસૂર તપાગચ્છ સંઘની સેંકડો વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રાનુસારી અવિચ્છિન્ન પ્રણાલિકા અનુસાર જે રીતે પાંચમના ક્ષયે અન્ય પંચાંગના આધારે છઠનો ક્ષય કરીને સુદ ચોથે સંવત્સરી કરેલી, તેજ રીતે આ વર્ષે (૨૦૦૪માં) પણ અન્ય પંચાંગના આધારે ભાદરવા સુદ છઠનો ક્ષય સ્વીકારીને સુદ ચોથને મંગળવારે સંવત્સરી જાહેર કરી અને આરાધી. સૂરિસમ્રાટ સ્વયં તો વૃદ્ધાવસ્થા ને અશક્તિને કારણે એમાં વિશેષ રસ નહોતા લઈ શકતા, પણ એમની સૂચના ને માર્ગદર્શન અનુસાર શ્રી વિજયનન્દનસૂરિજી એમાં પૂરતો રસ લેતા હતા. આ ત્રણ રીતની સંવત્સરીની આરાધનામાં બન્યું એવું કે બે તિથિવાળા ને સૂરિસમ્રાટ વગેરેની સંવત્સરી મંગળવારે સાથે થતી હતી; જયારે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ વગેરેની સોમવારે થતી હતી. આની ચર્ચા ને તોફાનો ખૂબ ચાલ્યાં, કોઈ રીતે સૂરિસમ્રાટ વગેરે સોમવારમાં આવે, એ માટે અથાગ પ્રયાસો થયા. પત્ર-પત્રિકાઓના થોકડા બહાર પડવા લાગ્યા.ગાળાગાળીની પણ સીમા ન રહી. પણ સૂરિસમ્રાટને આરાધનામાં રસ હતો - સાચી પ્રણાલિકા મુજબની આરાધનમાં; એમને આ ખટપટ, ચર્ચા કે ક્લેશમાં જરાય રસ ન હતો. એમના તરફથી સ્પષ્ટ જાહેર થયું કે, “અમે તો આપણી શબ્દ પ્રણાલિકાનુસાર છઠના ક્ષયે પાંચમ અખંડ રાખીને ચોથે સંવત્સરી કરવાના છીએ. બે તિથિવાળા સાથે અમારે કોઈ નિસબત નથી. અમારે તો પ્રામાણિક પ્રણાલિકા ને આરાધના સાથે જ સંબંધ છે.” એમની આ જાહેરાતથી વિરોધીઓના વિરોધમાં ભારે ઉછાળો આવ્યો. તા.૧૧-૮-૪૮ના મુંબઈ સમાચાર'માં સૂરિસમ્રાટને ઇર્ષાળુ, વ્યક્તિષી, મૂષકનીતિવાળા, કુબુદ્ધિ વાપરનારા, અશાન્તિ ફેલાવનારા વગેરે સ્વરૂપે ચિતરવામાં આવ્યા. તા. ૧૬-૮-૪૮ના “મુંબઈ સમાચાર'માં એમની ગણતરી મિત્રદ્રોહીમાં કરાઈ. અને ક્લેશ-કલહથી અલિપ્ત રહીને રચનાત્મક શાસનપ્રભાવના કરવાની એમની તટસ્થ વૃત્તિને લીધે એમને નિર્બળ અને નવા પક્ષ તરફ ઢળતા કલ્પવામાં આવ્યા. આ બધાં લખાણોથી અસ્વસ્થ ન થતાં સ્વસ્થ ને મૌન રહેવાની વિનંતી કરતા અનેક સમજુવિચારક આત્માઓના પત્રો સૂરિસમ્રાટ પર અને એમના શિષ્યો પર આવ્યા. એવા પત્રમાં શ્રીવિજયનંદનસૂરિજી ઉપર ભાવનગરથી શ્રી વિજયલલિતસૂરિજીએ લખ્યું હતું કે – વિ. શ્રી હંસસાગરજીનાં હેન્ડબીલો- લેખો અનેકવારવાંચ્યાં. તે વખતે મનમાં એવી વિચારણા આવી કે શ્રી નંદનસૂરિજી ગુરુભક્ત છે, તો એમનાથી આ લેખો, આ લખાણો સહન નહિ જ થાય. છતાં સમતા કરીને બેઠા છે, તે એમની વિદ્યાને અને સંયમશ્રુતિને જ આભારી છે. પણ આજે “મુંબઈ સમાચાર'નો એક લેખ જે સોનગઢથી લખાયો છે, તે શેઠ જુઠાભાઈ સાકરચંદ લેતા આવ્યા અને વ્યાખ્યાનમાંથી ઊઠ્યા બાદ અનેક ધર્મપ્રેમી મનુષ્યોએ વાંચ્યો. વાંચવાવાળા Page #83 -------------------------------------------------------------------------- ________________ અને સાંભળવાવાળા બંનેના મનમાં અત્યંત ગ્લાનિ થઈ. ―― “હવે હું પણ લગભગ સિત્તેર વર્ષનો વૃદ્ધ, બાવન વર્ષનો દીક્ષિત સાધુ છું, તો મારી હાર્દિક ભાવના એ જ છે કે, ‘કિ મન્તરાત્રિશિરવાં પતિતં વાષિત્’ જ · એવી ધીરતા રાખી જેવી રીતે આજ સુધી ઉપેક્ષણીય લોકોની ઉપેક્ષા કરતા આવ્યા છો એવી જ ગંભીર વૃત્તિ રાખશો. જેની આપણે આજ સુધી ચેષ્ટા જોઈ મનમાં દયાના પરિણામ લાવતા આવ્યા છીએ તેના દયાપાત્ર કે ચર્ચાપાત્ર આપણે ન બનીએ એવી મારી ખાસ ભલામણ છે. પછી તો વિ વહુના સુજ્ઞેયુ - વિદ્વાનોને વધારે લખવાનું ન હોય. એ જ.” પણ, સૂરિસમ્રાટ ને શ્રી વિજયનંદનસૂરિજી વાસ્તવમાં મેરુ શા અડગ હતા. ભયાનક જોખમકારી વાવંટોળમાં પણ જેઓ અવિચલ રહેતા, એમને આવી પત્ર-પત્રિકાઓ શી અસર કરી શકે ? એ તો નિર્લેપ અને નિર્વિકાર જ રહ્યા. આ અરસામાં મુનિરાજ શ્રી દર્શનવિજયજી ત્રિપુટીએ એક પત્ર શ્રી વિજયનંદન સૂરિજી ને લખ્યો. એમાં મંગળવારની સંવત્સરી ખોટી હોવાનાં પ્રમાણો, તથા બીજી શંકાઓનો ઉલ્લેખ હતો. એના જવાબમાં શ્રી વિજયનન્દનસૂરિજીએ ખૂબ સ્પષ્ટતા, નિખાલસતા અને નીડરતાથી એક પત્ર લખ્યો. એ એક જ પત્રમાં એમણે આજ સુધી નીકળેલ તમામ પત્ર-પત્રિકાઓનાં લખાણોને નિરર્થક બનાવી દીધાં. રામબાણ જેવો એમનો એ પત્ર આપણે પણ વાંચીએ = “વઢવાણ કેમ્પ, જેઠ વદ ૬ વિ. “વઢવાણ કૅમ્પથી વિજયનંદનસૂરિ, “તંત્ર મુનિ શ્રી દર્શનવિજયજી, મુનિ શ્રી જ્ઞાનવિજયજી તથા મુનિ શ્રી ન્યાયવિજયજી યોગ્ય અનુવંદના. “જેઠ વદ ૩ને ગુરુવારે શ્રાવક ગિરધરભાઈ સાથે મોકલેલ પત્ર પહોંચ્યું. સંવચ્છરી સંબંધી તમોએ કેટલાક ખુલાસા પૂછાવ્યા, પણ આવી બાબતો માટે રૂબરૂ મળી ખુલાસા મેળવવા વ્યાજબી છે તે તમે જાણો છો. અત્યાર સુધીમાં તમોએ તમારા તરફથી પંચાંગો છપાવ્યાં. તે તમોએ અમોને જણાવ્યું નથી તેમ કોઈ જાતનો ખુલાસો પણ પૂછાવ્યો નથી. ત્યાર પછી તમારા તરફથી તમોએ “જૈન પર્વ તિથિનો ઇતિહાસ” નામની પુસ્તિકા છપાવી તે પણ તમોએ અમોને જણાવ્યું નથી તેમ કોઈ જાતનો ખુલાસો પણ પૂછાવ્યો નથી, અને હવે અત્યારે ખુલાસા પૂછાવવાનો અર્થ શો ? ‘વિ. તા. ૭-૬-૧૯૪૮ સોમવારના ‘મુંબઈ સમાચાર'માં આવેલ આર્ટિકલ અમોએ, અમારા ગુરુ મહારાજાએ કોઈએ પણ આપેલ નથી, તેમ છપાવેલ પણ નથી, તેમ છાપામાં કોણે આપેલ છે તે પણ અમો જાણતા નથી. અમો પ્રાયઃ છાપામાં આપતા નથી તેમજ લખાવતા નથી, છતાં અમોએ તે આપેલ છે અથવા લખાવેલ છે એમ જે કોઈ માને તે તેની પોતાની સમજણ વગરનું છે. ૬૭ www.jainelibrety.org Page #84 -------------------------------------------------------------------------- ________________ “૧૯૫૨માં જોધપુરી ચંડાંશુ ચંડુ પંચાંગના બનાવનાર પંડિત શ્રીધર શિવલાલને જ તે વખતે પૂછાવતાં તેઓએ લખ્યું હતું કે, ‘અમારું પંચાંગ બ્રહ્મપક્ષી છે. તે મારવાડ દેશમાં માન્ય છે. તમારા દેશમાં સૌ૨૫ક્ષ માન્ય છે તો તે પ્રમાણે તમારે છઠનો ક્ષય કરવો.' અને આ સંબંધમાં ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૫નો ‘જૈન ધર્મ પ્રકાશ”નો પુસ્તક ૧૨, અંક ૫મો તથા ૧૯૫૨ના અષાડ વદ ૧૧નું ‘સયાજી વિજય’ વાંચશો તો વિશેષ ખુલાસો થશે. અને ‘શ્રી આત્મારામજી મહારાજનો પણ પોતાની હયાતીમાં એ પ્રમાણે જ (છઠના ક્ષયનો) મત હતો,' તે પણ તેમાં તમોને સ્પષ્ટ જણાઈ આવશે. તા. ૧૮-૫’૩૭ના ‘આત્માનંદ પ્રકાશ' પુ. ૩૪, અંક ૧૨મામાં આ. શ્રી વિજયવલ્લભસૂરિજી પણ લખે છે કે, ‘સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞા મુજબ ૧૯૫૨માં ભાદરવા શુદ ૬નો જ ક્ષય માન્યો હતો.' તો જો તે વખતે શ્રી આત્મારામજી મહારાજે તમારા લખવા પ્રમાણે ભા.શુ.-પના ક્ષયે પાંચમનો જ ક્ષય આદેશ્યો હોત તો આ રીતે શ્રી વિજયવલ્લભસૂરિજીને પોતાના ગુરુદેવની વિરુદ્ધ લખવાનું કાંઈ પણ કારણ હોય તેમ અમો માનતા નથી. “વળી તમે લખો છો કે, આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી કહે છે કે ‘હું પહેલેથી જ પાંચમનો ક્ષય માનતો આવ્યો છું. અને બીજાઓએ પણ પાંચમનો ક્ષય કરીને ઉદય ચોથે સંવચ્છરી કરી છે.’ એ પણ તદ્દન ખોટું છે. તે વાત ૧૯૮૯ના ‘વીરશાસન’ વર્ષ ૧૧ના અંક ૪૧ તથા ૪૪માં આ.શ્રી વિ. દાનસૂરિજીના ખુલાસામાંથી સ્પષ્ટ જણાશે. કારણ કે તેમાં આ.શ્રી. વિ. સિદ્ધિસૂરિજી તો શું પણ સકલ શ્રી તપાગચ્છીય ચતુર્વિધ સંઘમાંથી કોઈએ પણ ભા.શુ.પનો ક્ષય માન્યો ન હતો,પણ અન્ય પંચાંગોના આધારે છઠનો જ ક્ષય માન્યો હતો તે વાત સ્પષ્ટ છે. “વિ. તમે લખો છો કે ‘ભાદરવા શુદ ૬નો ક્ષય કરી શુદ ૪ને મંગળવારે સંવચ્છરી ક૨વાથી આ.શ્રી. વિ. રામચંદ્રસૂરિજીની સાથે સંવચ્છરી થશે. અને આથી તેમનો પક્ષ સાચો છે એવું ભદ્રિક જીવો તથા ભદૈયા શ્રાવકો માનશે.’ તે પણ તમારું માનવું ખોટું છે, કારણ કે તેમની અને આપણી સંવચ્છરી એક દિવસે આવવાથી કંઈ એક થઈ જવાતું નથી. કારણ કે તેઓ પાંચમનો ક્ષય કરે છે, જયારે આપણે છઠનો ક્ષય માનવાનો છે અને આપણે એવો વિચાર કરીએ તો લોકાગચ્છ વગેરેની સંવચ્છરી પણ આપણી સાથે આવશે તો શું આપણે તે વખતે તેવા થઈ જઈશું ? માટે તે વાતમાં કાંઈ પણ ભય રાખવાનો હોય નહિ. ‘વળી તમોએ લખ્યું કે, ‘આમ આ બાબત ઉપર ખૂબ વિચાર કરશો અને કલમવાર સમાધાન જણાવશોજી. અને વિગતવાર ખુલાસો કરશોજી.' તો અમારા ક્ષયોપશમ પ્રમાણે અમોએ પ્રાયઃ દરેક મુદ્દા ઉપર પ્રથમથી જ વિચાર કરેલો છે. ‘અળાવ્ વલ્ભીપ્' એ પાઠની વ્યવસ્થા તેમ જ ‘ક્ષયે પૂર્વા.’ એ વચનની વ્યવસ્થા પણ અમારા ધ્યાનમાં છે જ અને દરેકનો અમારા ક્ષયોપશમ પ્રમાણે વિગતવાર ખુલાસો છે પણ કાગળમાં એ બધા જ ખુલાસા થઈ શકતા નથી. બાકી આ. શ્રી વિજયાનંદસૂરિજી (શ્રી આત્મારામજી મહારાજ), પં. શ્રી ગંભીરવિજયજી ગણિજી મહારાજ, લવારની પોળના ઉપાશ્રયવાળા પં.શ્રી પ્રતાપવિજયજી ગણિજી મહારાજ વિગેરે આપણા વડીલો શાસ્ત્ર અને પરંપરાને આધારે જ ચાલનારા હતા, પણ પોતાની કલ્પનાને આધારે ચાલનારા ન હતા. તેઓ બહુશ્રુત, ભવભીરુ, અનુભવી અને શ્રી વીતરાગશાસનના સંપૂર્ણ પ્રેમી હતા. તેઓ શાસ્ત્ર અને પરંપરાને જરા પણ વિરોધ આવે એવું ૬૮ Page #85 -------------------------------------------------------------------------- ________________ કદી પણ કરે એવું માનવાને કાંઈ પણ કારણ નથી. “શાસ્ત્રાનુસારી, અવિચ્છિન્ન, સુવિહિત પરંપરા પ્રમાણે સેંકડો વર્ષોથી આ એક જ ધોરી માર્ગ ચાલ્યો આવે છે. સં. ૧૯૫૨માં આ, શ્રી સાગરાનંદસૂરિજીએ જુદી સંવચ્છરી કરી, તેમજ સં. ૧૯૯૨- ૧૯૯૩માં આ વિજયરામચંદ્રસૂરિજી, તેમના ગુરુજી, તથા તેમના અનુયાયીઓએ જુદી સંવછરી કરી. બાકી ભારત વર્ષના તમામ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા - એ ચતુર્વિધ સંઘ આ જ ધોરીમાર્ગ ઉપર ચાલ્યો આવે છે. અને અમો પણ શાસ્ત્ર અને પરંપરાએ તે જ ધોરીમાર્ગમાં ચાલ્યા જઈએ છીએ. છતાં પણ જ્યારે આ. શ્રી સાગરાનંદસૂરિજી સં. ૧૯૫૨ની સંવચ્છરી સંબંધી સકલ સંઘથી પોતાની જુદી આચરણા, તથા આ.વિ. રામચંદ્રસૂરિજી સં. ૧૯૯૨- ૧૯૯૩ની સંવચ્છરી સંબંધી સકલ સંઘથી પોતાની જુદી આચરણા શાસ્ત્ર અને વિજયદેવસૂરિજીની પરંપરા પ્રમાણે વ્યાજબી છે એમ અમારી રૂબરૂમાં, જાહેર અને મૌખિક રીતે સાબિત કરશે તો અમો પણ અમારા વિચાર છોડવાને તેમજ મિચ્છા મિ દુક્કડમ્ આપવાને તૈયાર જ છીએ. અને એમાં અમારો કદી પણ આગ્રહ સમજવો નહિ. વળી તમોએ લખ્યું કે “ભાવિ સંઘની રક્ષા તથા એકતાને ખાતર અમારી નમ્ર વિનંતી છે. તો તે સંબંધમાં જાણવું જે સંઘની રક્ષા અને એકતા ભા.રા.-પના ક્ષયે પાંચમનો ક્ષય માનવામાં જ કે, ભા.સુ.પના ક્ષયે ત્રીજનો ક્ષય કરવામાં જ હોય એવું અમોને લાગતું નથી. પણ સં. ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ પ્રમાણે સકલ શ્રી સંઘે આચરેલ ધોરીમાર્ગે ચાલવામાં જ સંઘની એકતા સચવાશે અને તે જ અમોને વ્યાજબી લાગે છે. તમોએ તમારી “જૈન પર્વ તિથિનો ઇતિહાસ” નામની પુસ્તિકામાં પત્ર ૪૪મે લખ્યું છે કે, સં. ૧૯૬૧માં શ્રી સાગરજી મહારાજે પણ કપડવંજના સંઘની એકતા માટે સંઘને અન્ય પંચાંગ માન્ય રાખવા દીધું હતું; તો આ વખતે પણ તેઓએ સં. ૧૯૬૧માં કપડવંજની જેમ અન્ય પંચાંગને માન્ય રાખી છઠનો ક્ષય કરી સકલ શ્રીસંઘની સાથે ભાદરવા સુદ ૪ મંગળવારે શ્રી સંવચ્છરી કરવી, તે જ અમોને વ્યાજબી લાગે છે અને તો જ સંઘની સાચી એકતા સાચવવાની ભાવના કહેવાય. તમારે પણ તે જ રીતે પ્રેરણા કરવી, તે જ વ્યાજબી છે. શ્રી કલ્પસૂત્ર, શ્રી નિશીથસૂત્ર તથા ચૂર્ણિ, તથા યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય ભગવાનની આચરણા વગેરે અનેક પ્રમાણોને અનુસાર તેમજ ત્રિકાલાબાધિત જૈનશાસ્ત્રાનુસાર તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરીય પરંપરા પ્રમાણે તેમ જ શ્રીધર શિવલાલવાળા જોધપુરી ચંડાશુગંડુ પંચાંગને આધારે; વળી ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯માં અમદાવાદના ડહેલાનો ઉપાશ્રય, લવારની પોળનો ઉપાશ્રય, વીરનો ઉપાશ્રય, વિમળનો ઉપાશ્રય વગેરે તમામ ઉપાશ્રયવાળાએ અને હિન્દુસ્તાનના સકલ શ્રી તપાગચ્છના આચાર્યોએ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંઘે આચરેલ આચરણા મુજબ આ વર્ષે પણ સં. ૨૦૦૪નું સંવચ્છરી મહાપર્વ ભાદરવા સુદ ૪ મંગળવારે તા. ૭-૯-૪૮ના રોજ આરાધવું તે જ અમોને વ્યાજબી લાગે છે. તમારે પણ આ જ પ્રમાણે સંવછરી પર્વ આરાધવું તે અમોને ઉચિત લાગે છે, વ્યાજબી લાગે છે, અને હિતકર લાગે છે. પછી જેમ તમારી મરજી. સં. ૧૯૫રની શ્રીસંઘની આચરણાથી અત્યાર સુધીમાં કોઈ પણ જાતની ગરબડ ઊભી થઈ નથી. તેમ ભવિષ્યમાં થશે એવું અમારું માનવું છે જ નહિ. www.jaineliborg Page #86 -------------------------------------------------------------------------- ________________ “મુનિ શ્રી દર્શનવિજયજીની તબિયત હવે સારી હશે.” કેવો સ્પષ્ટ અને સુંદર છે આ પત્ર! એની સરળ, સભ્ય ભાષા, વાંચનારને તરત જ સમજાઈ જાય એવી છે. શબ્દ શબ્દ શ્રીવિજયનંદનસૂરિજીની દીર્ઘદર્શી બુદ્ધિમત્તા નીતરે છે. શાંતિની સાચી ચાહના અને શાંતિના માર્ગની એમની ઊંડી સૂઝબૂઝ આ પત્રની પૂર્વભૂમિકામાં પડ્યાં છે. કાશ, આ અદ્ભુત શક્તિપુંજનો પૂરો લાભ લઈ શકાયો હોત તો? (૨૯) શાસન પ્રભાવના સૂર્યના તેજમાં બીજાં ગ્રહ-નક્ષત્રોનાં તેજ સમાઈ જાય, એમ સૂરિસમ્રાટે કરેલી શાસનપ્રભાવનાઓમાં આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની શાસનપ્રભાવના સમાઈ જતી. સૂરિસમ્રાટનું એક પણ કાર્યએવું ન હતું જેમાં આચાર્યશ્રી વિજયોદયસૂરિજી મહારાજની જેમ જ શ્રી વિજયનંદનસૂરિજી પણ ન સંકળાયા હોય. સૂરિસમ્રાટથી તેઓ બેએકવાર જ જુદા પડ્યા હતા. એકવાર હતા વિ.સં. ૧૯૯૦માં સાતઆઠમુનિઓને લઈને જૂનાગઢની યાત્રાએ ગયા ત્યારે; અને બીજીવારતબિયતના કારણે સં. ૧૯૯૫માં. પણ આ બંને પ્રસંગે મહિનો- બે મહિના જેટલો જ સમય જુદા રહ્યા હતા. યાત્રા પૂરી થઈ અને તબિયત સ્વસ્થ થઈ કે તરત સૂરિસમ્રાટના સાંનિધ્યમાં. સુરિસમ્રાટને એ કલ્પવૃક્ષ માનતા. અને એમની સેવાથી વંચિત એક દિવસ પણ રહેવું પડે, એ એમને દુઃખકર હતું. વિ.સં. ૧૯૯૫માં તબિયતના કારણે પાલિતાણા રહી જવું પડ્યું, ત્યારે એમણે સૂરિસમ્રાટ પરના એક પત્રમાં લખ્યું હતું? “કલ્પવૃક્ષની સેવનાથી કોણ સહૃદય જીવ વંચિત રહે? કલ્પવૃક્ષની સેવનાથી કારણસર વંચિત રહેવું પડે તે પણ એક કુદરત અધીન અંતરાય જ છે.” સૂરિસમ્રાટના કાળધર્મ પછી એમના આદર્યા કાર્યો પૂરાં કરવામાં અને બીજાં પણ શાસનપ્રભાવનાનાં મહત્ત્વનાં કાર્યો કરવામાં એમણે અથાગ મહેનત લીધી હતી. કેટલાંક કાર્યો પોતાના પૂજય ગુરુ મહારાજ શ્રી વિજયોદયસૂરિ મહારાજની નિશ્રામાં રહીને કર્યો અને કેટલાંક સ્વતંત્રપણે પણ કર્યા હતાં. મહુવામાં સૂરિસમ્રાટના જન્મસ્થળ પર જિનાલય બાંધવાની એમના આ બંને અંતેવાસીઓની ૭૦ En Education International Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રબળ ભાવના હતી. તે અનુસાર ત્યાં શ્રી નેમિવિહાર નામે સુંદર જિનાલય તૈયાર થતાં સૂરિસમ્રાટના હાથે તેની પ્રતિષ્ઠા કરવાની વિચારણા ચાલુ હતી. પણ, સં. ૨૦૦૫માં જ તેઓ કાળધર્મ પામ્યા, એટલે એ કાર્ય એમના હાથે ન થઈ શક્યું ! એ નેમિવિહારપ્રાસાદને અડીને જ બીજું પણ શ્રી કેસરિયાજીપ્રાસાદ નામે ચૈત્ય કરાવેલું. આ બંને પ્રાસાદો ભવ્ય, શિખરબંધી, બે અને ત્રણ મજલાના અને રમ્ય કોતરણીયુક્ત હતા. સૂરિસમ્રાટની પ્રેરણાથી શ્રી કદમ્બગિરિ તીર્થના વહીવટ અને રક્ષણ અર્થે સ્થપાયેલી તપાગચ્છીય શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી તરફથી એ પ્રાસાદો તૈયાર થયા હતા ને પ્રતિષ્ઠા પણ પેઢી તરફથી જ કરવાની હતી. આ પેઢી સુરિસમ્રાટના માર્ગદર્શન અનુસાર તીર્થના વહીવટ અને રક્ષણનું કાર્ય કરતી હતી. એ મના કાળધર્મ પછી એમના ઉપદેશાનુસાર શ્રીવિજયોદયસૂરિજી મહારાજ તથા શ્રીવિજયનંદનસૂરિજીના માર્ગદર્શન પ્રમાણે એણે કાર્યો કરવાનું ચાલુ રાખ્યું હતું. ઉપર્યુક્ત બંને દેરાસરોની પ્રતિષ્ઠા અંગે બંને આચાર્યદેવોના ઉપદેશાનુસાર પેઢીએ વિ.સં. ૨૦૦૬માં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય કર્યો. પ્રભુજીના આદેશ અનેક ભાગ્યવંત ગુરુભક્તોએ લીધા, અને ફાગણ મહિનામાં સૂરિસમ્રાટના પ્રાયઃ સમસ્ત શિષ્ય સમુદાયની હાજરીમાં એ બંને દેરાસરોની અને સૂરિસમ્રાટના સ્વર્ગગમન-સ્થાને તૈયાર થયેલ ગુરુમંદિરની પ્રતિષ્ઠા થઈ. અહીંથી સૌ કદંબગિરિ તીર્થે આવ્યા. ત્યાં ગિરિરાજ ઉપર શ્રી નમિનાથજિન પ્રાસાદનું નિર્માણ થયું હતું. આ પ્રાસાદ શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી બંધાયેલો છે. વર્ષો પૂર્વે સૂરિસમ્રાટ મહુવા બિરાજતા હતા, ત્યારે તેઓ વંદન કરવા આવેલા. તે વખતે તેમણે કાંઈ કામકાજ ફરમાવવા વિનંતી કરી. એ સમયે જ પાસે બેઠેલા શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “બે કાર્ય છે. એક તો ગુરુ મહારાજના જન્મસ્થળે – અહીં દેરાસર બંધાવવાનું છે; ને બીજું કદંબગિરિ ઉપર એક ચૈત્ય બંધાવવાનું છે. તમારી ભાવના થતી હોય તો તેમાં લાભ લો.” આના ઉત્તરમાં માણેકલાલભાઈએ કહ્યું: “સાહેબ ! કદંબગિરિના દેરાસરનો લાભ મને આપો.” એ લાભ એમને મળ્યો. એ દેરાસર હવે તૈયાર થયું હોઈ તેની અંજનશલાકા પ્રતિષ્ઠા (૨૦૦૬માં) વૈશાખ માસમાં કરાવી. નીચે કદંબવિહાર પ્રાસાદમાં સૂરિસમ્રાટના ગુરુમંદિરની પ્રતિષ્ઠા પણ કરાવી. આ પ્રસંગે સામુદાયિક એકતા, મર્યાદા અને વ્યવસ્થા અંગે અનેકવિધ વિચારણાઓ કરીને જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા. આ બધાં કાર્યોમાં શ્રી વિજયનંદનસૂરિજીની અસાધારણ બુદ્ધિપ્રતિભા અને વ્યવસ્થાકૌશલ્ય મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ પછી તેઓ સુરેન્દ્રનગર આવ્યા. ત્યાં પણ શ્રી વાસુપૂજ્યસ્વામીના દેરાસરની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. ચોમાસું પણ ત્યાં કર્યું. ૭૧ www.jaineliberorg Page #88 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૦૭માં સમુદાયના અનેક મુનિરાજોને યોગવહન કરાવવાપૂર્વક ગણિ-પંન્યાસપદ સમર્ણા. અમદાવાદમાં તો એકીસાથે સોળ મુનિવરોને પંન્યાસપદ અર્પણ કર્યું. જીવનમાં કદી જોવા ન મળે, એવું એ દૃશ્ય હતું. વિ.સં. ૨૦૦૯માં માગશર મહિનામાં સાબરમતીના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી. એ પ્રતિષ્ઠાને આજે પણ ત્યાંના લોકો યાદ કરીને કહે છે: “અમારા સાબરમતીમાં બાર ઘર હતાં. તેનાં બારસો ઘર થયાં તેનો રૂડો પ્રતાપ સૂરિસમ્રાટનો અને પછી શ્રી વિજયોદયસૂરિ મહારાજ અને શ્રી વિજયનંદનસૂરિ મહારાજનો. એમણે કરાવેલી પ્રતિષ્ઠા અને તે પ્રસંગે થયેલી કેસર ને અમીની વૃષ્ટિ અમારા સંઘને કલ્યાણ- મંગળ કરનારી નીવડી છે.” શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો નિયમ હતો કે તીર્થના વહીવટ- રક્ષણ અને તીર્થ કે સંઘ સંબંધી કાંઈ પણ કાર્ય કરવું હોય તો, ટૂરિસમ્રાટના માર્ગદર્શન અને સૂચન અનુસાર જ કામ કરવું. સૂરિસમ્રાટ પછી પણ તીર્થના જીર્ણોદ્ધારો, વહીવટમાં આવતા અગત્યના પ્રશ્નો, શિલ્પ અને મુહૂર્તના પ્રશ્નો વગેરે દરેક મહત્ત્વના કાર્યોમાં શ્રી વિજયોદયસૂરિ મહારાજ અને શ્રી વિજયનંદનસૂરિ મહારાજની સૂચના મેળવીને જ પેઢી કાર્ય કરતી. પેઢી તરફથી શ્રી રાણકપુર તીર્થનો ઉદ્ધાર પૂરો થતાં તેની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. એ પ્રસંગે મુહૂર્ત જોવાથી પ્રારંભીને તે પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધીના તમામ કાર્યો પેઢીએ આ બંને આચાર્ય મહારાજોના હાથે અને તેમની સલાહ પ્રમાણે જ કર્યા હતાં. રાણકપુરની પ્રતિષ્ઠા માટે કહેવાય છે કે એવી પ્રતિષ્ઠા કદી થઈ નથી ને થશે પણ નહિ. એ પ્રતિષ્ઠામાં એક લાખથી વધુ લોકો એકત્ર થયેલાં. એ બધાંને રહેવાની- ખાવાપીવાની વ્યવસ્થાના વર્ણનો સાંભળીએ છીએ ત્યારે આપણી કલ્પના પણ થંભી જાય છે. રોજ સેંકડો મણ શીરો અથવા લાપશી રંધાય. એ માટે સાવન-ભાદો નામના બે મોટા જબ્બર ઊંડા કઢા ગોઠવાયેલા. નિસરણી મૂકીને શીરો લેવા એમાં ઉતરવું પડે. દસ મણ ઘી એકલા સંભારમાં વપરાતું. ત્રણસો તો રસોઈયા હતા. લાખ લાખ માણસ ધર્મશાળામાં, તંબુ- રાવટીઓમાં, કંતાનની ઓરડીઓમાં ને ખુલ્લા મંડપમાં દિવસ રાત પડ્યું રહે, ને આ પ્રતિષ્ઠાનો લાભ લે. બધાંને જમવાની એક અજબ વ્યવસ્થા. એક પંગત જમીને ઊઠે કે તરત જ સફાઈ કામદારો ફરી વળે. એવી સફાઈ થાય કે જોનારને ખબર જ ન પડે કે થોડીવાર પહેલાં અહીં લોકો જમી ગયાં હતાં. ઉછામણીઓનો ઉછરંગ પણ ગજબનો એક મારવાડી ભાઈએ પરણવાની હોંશે એકવીશ હજારની રકમ એકઠી કરેલી. રાત્રે ભાવનામાં બેઠેલા. એમાં ઉછામણી ચાલી. હાથી પર બેસીને તોરણ પોંખવાનું ઘી બોલાવા માંડ્યું. આ ભાઈને હૈયે ઉમળકો આવ્યો. એમણે પેલી પરણવા માટે સાચવી રાખેલી રકમમાંથી સોળ હજાર રૂપિયા ઉછામણીમાં બોલી દીધા, ને નસીબજોગે એમને આદેશ મળી ગયો ! એ ભાઈનો ઉત્સાહ તો કેમે સમાય નહિ. એમની વાતની ખબર પડી ત્યારે શ્રી વિજયનંદનસૂરિજી વગેરેએ પૂછ્યું કે, “આ ઉમળકો કેમ આવ્યો?” તો કહેઃ “બાપજી ! સંસારના પોંખણા તો ગમે ત્યારે થશે, એની પરવા નથી; એ તો સંસાર વધારે એવા છે. આ ભગવાનના પોખણાં ૭૨ ' Page #89 -------------------------------------------------------------------------- ________________ મારા ભાગ્યમાં ક્યાંથી ?” સૌએ એની ભાવનાને અનુમોદી. રાણકપુર તીર્થ બંધાવનાર ધરણાશા શેઠની ચૌદમી પેઢીના વારસને ધ્વજાદંડનો આદેશ મળ્યો અને આશ્ચર્ય તો જુઓ, શેઠની ચૌદમી પેઢી, એમ ત્યાંના પૂજારીની પણ ચૌદમી પેઢી, અને દેરાસર બાંધનાર શિલ્પીની પણ ચૌદમી પેઢી, આ પ્રતિષ્ઠામાં હાજર હતી ! દરેક રીતે, આ પ્રતિષ્ઠા ઐતિહાસિક બની રહી. આમાં માર્ગદર્શક અને સાંનિધ્યપ્રદાતા બનવાનું સદ્ભાગ્ય શ્રી વિજયોદયસૂરિ મહારાજ તથા શ્રી વિજયનંદનસૂરિજીને સાંપડ્યું હતું. પોતાના સમુદાયનાં અને અન્ય સમુદાયનાં સેંકડો સાધુ-સાધ્વીઓ આ પ્રસંગે હાજર હતાં. રાણકપુરની ધર્મશાળાઓમાં ને ઉપાશ્રયોમાં એ બધાં સમાઈ શકે તેમ ન હતું, હવે જો વ્યવસ્થા કરનાર તરીકે પોતે ઉપાશ્રયમાં ઉતરે તો અન્ય સાધુ-સાધ્વીઓમાં અસંતોષ રહે. આવું ન થાય એટલા માટે શ્રી વિજયનંદનસૂરિજીએ પોતાને માટે એક તંબુ તૈયા૨ કરાવ્યો, ને તેમાં જ પોતે ઉતર્યા. પછી તો કહેવાનું જ શું ? એમના તંબુમાં સમાય એટલા એમાં, ને બાકીના સાધુઓ લાઇનસર તંબુઓમાં ઉતરવા લાગ્યા. નાનો કે એકલદોકલ સાધુ પણ ઉતારા વગરનો રહેવા ન પામે, એની એમણે ખાસ કાળજી રખાવી. સાધ્વીઓ માટે પણ એ જ રીતે કાળજી કરી. આના પરિણામે તેમના પ્રત્યે સૌના દિલમાં હતો તે કરતાં વધુ આદર અને પ્રેમ પ્રગટ્યો. પ્રભુ-પ્રતિમાઓની ગોઠવણી, પ્રતિષ્ઠાના કાર્યક્રમની યોજના, વ્યવસ્થા, ઉછામણીઓ બોલનારને તેને મળેલા આદેશની મહત્તાની સમજૂતી, રોજેરોજના કાર્યક્રમો તથા પ્રતિષ્ઠાના મુહૂર્તસમયો કાઢવા તથા સાચવવા, પેઢીને, આગેવાન ગૃહસ્થોને, કાર્યકરોને ઉપયોગી સલાહ સૂચનાઓ આપવી, આ બધાં કાર્યોમાં શ્રી વિજયનંદનસૂરિજીની સૂઝબૂઝ અને વ્યવસ્થાશક્તિ સોળે કળાએ ઝળકતી જોવા મળતી. યોગાનુયોગ એ હતો કે, એમના જ સંસારી ભાઈ હરગોવિંદદાસ રાણકપુરની પેઢીના મુખ્ય મુનીમ સાહેબ હતા. એમની વ્યવસ્થા શક્તિ પણ અજોડ હતી. પેઢી અને સાદડી- ઘાણેરાવ વગેરે ગામોના સંઘો મહદઅંશે એમના પર નિર્ભર હતા. શ્રી વિજયનંદનસૂરિજીના મુખે આ પ્રતિષ્ઠાનું બયાન સાંભળવું એ પણ એક આહ્લાદક બીના હતી. એ બયાન કરતી વેળાએ એ ભાવવિભોર અને તન્મય બની જતા. સં. ૨૦૧૩માં શેઠ હઠીસિંહની વાડી (અમદાવાદ)ના દેરાસરમાં મૂળનાયક પ્રભુની પુનઃપ્રતિષ્ઠા કરાવી. ૭૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સંઘની એકતા ખાતર વિ.સં. ૨૦૦૪ની જેમ વિ.સં. ૨૦૧૩માં પણ તપાગચ્છમાં સંવત્સરી-ભેદ આવતો હતો. લૌકિક પંચાંગ (ચંડાંશુ ચંડુ)માં ભાદરવા શુદ પાંચમનો ક્ષય હતો. એટલે આપણે ત્યાં આરાધનામાં, ૨૦૦૪ની જેમ ત્રણ મત પ્રવર્તે તેવી સ્થિતિ હતી. એમાં નવો તિથિમત તો પાંચમનો ક્ષય માનીને ચોથને ગુરુવારે સંવત્સરી ક૨ના૨ હતો અને એક તિથિપક્ષમાં પણ સૂરિસમ્રાટનો સમુદાય અને અન્ય કેટલાક સમુદાય પણ પાંચમના ક્ષયે, અન્ય પંચાંગના આધારે, છઠ્ઠનો ક્ષય સ્વીકારીને ચોથ ને ગુરૂવારે જ, સંવત્સરી કરવાના હતા; જ્યારે આચાર્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરે સમુદાયોએ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરીને ચોથ ને બુધવારે સંવત્સરી કરવાનું નક્કી કર્યું હતું. અમદાવાદના ડેલાના ઉપાશ્રયનો સાધુ-સમુદાય પણ આ વખતે એ માન્યતામાં ભળ્યો હતો અને અમદાવાદની લવારની પોળના ઉપાશ્રયનો મુનિ-સમુદાય પણ, પાંચમના ક્ષયે ચોથનો ક્ષય માનીને, સંવત્સરી બુધવારની કરનાર હતો. આમ, વિ.સં. ૨૦૧૩ની સાલમાં સંવત્સરી મહાપર્વની આરાધના અંગે, વિભિન્ન મતો પ્રવર્તતા હતા. અને સૌ પોતપોતાની માન્યતામાં મક્કમ હતા. અને પોતાની માન્યતા બીજાને મનાવવા સતર્ક હતા. આમાં, કેટલાક એકતા અને સમાધાન માટેની પ્રવૃત્તિ પણ કરતા હતા. એમાં બે પ્રકારની વ્યક્તિઓ હતી. કેટલીક વ્યક્તિઓ નવા તિથિમતના સંદેશવાહક તરીકે કામ કરતી હતી. નવા તિથિમત તરફથી એમને માત્ર સમાધાન અને એકતાની વાતો જ ચલાવવાની રહેતી. એવી વાતો ચલાવીને તેઓ એવું દેખાડવા મથતા કે ‘અમારા પક્ષને સમાધાનની ઉત્કટ આતુરતા હોવા છતાં એકતિથિવાળાઓને સમાધાન ખપતું નથી.' પણ એમની આ વાતોની અસર વાત પૂરતી જ રહી શકતી. બીજો વર્ગ એવો હતો, જેને સાચેસાચ સુલેહ ને સમાધાનની ઘણી આતુરતા હતી. એ લોકો તપાગચ્છના બંને પક્ષમાં ઐક્ય સધાય એ માટે ભરપૂર મહેનત કરી રહ્યા હતા અને એમાં સફળ ન થવાય, તો પણ એકતિથિ પક્ષમાં આ વર્ષની સંવત્સરી અંગે જે મતભેદો દેખાતા હતા, તે નિવારીને એ બધા એક જ તારીખે સંવત્સરી આરાધે, એ માટેના પ્રયાસો એ લોકોએ વિશેષપણે ચાલુ રાખ્યા હતા. આ વર્ષે, આવા જ સત્પ્રયત્નોના એક મહત્ત્વના ભાગરૂપે મુંબઈ- ગોડીજી- શ્રી દેવસૂર તપાગચ્છ સંઘના આગેવાનો એકતિથિ પક્ષના જુદા જુદા આચાર્યો પાસે એકવાક્યતા કરવાની વિનંતી કરવા ગયા. સૌ તરફથી સલાહ મળી કે શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ પાસે જાઓ. એ કરશે એ સૌને મંજૂર રહેશે. એટલે એ આગેવાનો અમદાવાદ બિરાજતા શ્રી વિજયોદયસૂરિજી મહારાજ તથા શ્રીવિજયનંદનસૂરિજી પાસે આવ્યા; આવીને એમને વિનંતી કરી કે, “સાહેબ ! આપના ઉ૫૨ સૌ મીટ માંડીને બેઠા છે. ગમે તે માર્ગ કાઢો, પણ આખા તપાગચ્છમાં, અથવા છેવટે આપણા પક્ષમાં એકતા ૭૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ થાય તેવું કરી આપો. આ વખતે આપણામાં જુદી જુદી સંવત્સરી થશે તો આપણી શોભા ઘટશે.’ આ આગેવાનો સમાધાનની ભૂમિકા લઈને આવ્યા હતા, અને એ પ્રમાણે, દેખીતી રીતે જ, તેઓ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવો ઉચિત છે, એવા વિચારના હતા. અને એ વિચાર શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સ્વીકારે, તો સૂરિસમ્રાટે આજ સુધી આચરેલી અને દેવસૂર તપાગચ્છ સંઘની અવિચ્છિન્ન પ્રણાલિકા, જે પાંચમના ક્ષયે છઠનો ક્ષય કરવાની છે, તેને છોડવાની જ વાત હતી. આ વાત શ્રી વિજયનંદનસૂરિજીને પસંદ નહોતી. એટલે એમણે ડેલાના ઉપાશ્રયનો ને લવારની પોળના ઉપાશ્રયનો અવિચ્છિન્ન અને સાચો ધોરીમાર્ગ, એ માર્ગને માટે પોતે તથા પોતાના પૂજ્યોએ રાખેલી વફાદારી, એ માર્ગે ચાલવાથી શાસ્ત્ર અને પરંપરા બંનેની જળવાતી શુદ્ધિ અને વફાદારી, એ માર્ગને બદલવાથી ઊભી થતી મુશ્કેલીઓ' વગેરે વાતો ખૂબ સ્વસ્થ અને વ્યવસ્થિત રીતે એ આગેવાનોને સમજાવી. એ વાતો ખરેખર જાણવા લાયક હોવા સાથે એમના અગાધ બુદ્ધિકૌશલ્ય અને નિરાગ્રહ ભાવની દ્યોતક છે, એટલે આપણે પણ જાણવા જેવી છે. સૌ પ્રથમ આજ સુધી પોતે આચરેલી અને આ વખતે પણ આચરવા ઇચ્છેલી માન્યતાને સ્પષ્ટ કરતાં એમણે કહ્યું : (૧) ‘સંવત ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ અને ૨૦૦૪માં ચંડાંશુચંડું પંચાંગમાં ભાદરવા શુદિ પનો ક્ષય હતો. પણ બીજા અનેક પંચાંગોમાં છઠ્ઠનો ક્ષય હોવાથી અમદાવાદના પ.પૂ.પં.શ્રી રૂપવિજયજી મહારાજના ડહેલાના જૈન ઉપાશ્રયે ભાદરવા શુદિ છઠ્ઠનો ક્ષય (અન્ય પંચાંગના આધારે) માની પાંચમને સાચવી રાખી, ભાદરવા શુદ ચોથની સંવત્સરી આરાધી હતી. અને એ જ રીતે લુહારની પોળના ઉપાશ્રયે, શ્રી વીરવિજયજી મહારાજના ઉપાશ્રયે, ઉજમફઈની ધર્મશાળાએ, આંબલી પોળના ઉપાશ્રયે તથા વિમળના ઉપાશ્રયે વગેરે તમામ સ્થળે સંવત્સરીની આરાધના થઈ હતી. અને અમોએ પણ એ જ રીતે આરાધના કરી હતી. એવી જ રીતે આ વર્ષે - ૨૦૧૩માં પણ ચંડાંશુચંડુ પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમનો ક્ષય છે, અને બીજા અનેક પંચાંગોમાં (જ્યોતિષ માર્તંડ, શિવ, વિશ્વનાથ તેમજ માલવીયાજીવાળું વિશ્વ પંચાંગ વગેરેમાં) શુદ છઠ્ઠનો ક્ષય હોવાથી તે આધારે અમોએ ભાદરવા શુદ છઠ્ઠનો ક્ષય માની, ભાદરવા શુદ પાંચમને સાચવી, ભાદરવા શુદ ચોથ ને ગુરુવારે સંવત્સરી પર્વ આરાધવાનો નિર્ણય રાખ્યો છે.” આ પછી આ વિષયની ચર્ચામાં આજદિન સુધી પોતે રાખેલી તટસ્થતા વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું : (૨) ‘સંવત્સરી કે તિથિ બાબતની કોઈપણ જાતની ચર્ચામાં અમો અત્યાર સુધી ઊતર્યા નથી, તેમજ ચર્ચામાં ઊતરવાની અમારી ભાવના પણ નથી. ડહેલાના ઉપાશ્રયની આજ સુધીની (સં. ૨૦૧૨ સુધીની) ચાલી આવતી તિથિની અવિચ્છિન્ન પરંપરા પ્રમાણે જ અમો કરતા આવ્યા છીએ. તિથિ પ્રરૂપણાની પ્રાચીન મર્યાદા ડહેલાના ઉપાશ્રયની હોવાથી તે રીતે જ ચતુર્વિધ સંઘ આરાધના કરતો આવ્યો છે. ડહેલાના ઉપાશ્રયે પણ તે રીતે તિથિની આરાધના થતી આવી છે. વિ.સં. ૧૯૫૨માં, ૧૯૬૧માં, ૧૯૮૯માં અને ૨૦૦૪માં ડહેલાના ઉપાશ્રયે આ જ રીતે આરાધના થઈ હતી. ચાલુ વર્ષમાં ડહેલાના ઉપાશ્રયે કદાચ જુદી રીતે (બુધવારની) સંવત્સરીની આરાધના થાય, અને તે રીતે ૭૫ www.jainelicy.org Page #92 -------------------------------------------------------------------------- ________________ લુહારની પોળના ઉપાશ્રય વગેરે સ્થળે પણ પરંપરાથી ચાલી આવતી આરાધના ફેરવાય, પણ ૨૦૧૨ સુધીમાં તો ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા – એટલે કે શ્રી ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી ચાલી આવતી પ્રણાલિકા તો — સંવત્સરી બાબતમાં જે રીતે અમોએ નિર્ણય રાખ્યો છે તે રીતે જ છે, અને ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે જ અમોએ નિર્ણય રાખ્યો છે, તેમાં કોઈ પણ જાતનો નવો વિચાર અમોએ કર્યો નથી. આજ સુધીની (સં. ૨૦૧૨ સુધીની) ડહેલાના ઉપાશ્રયની તિથિની પરંપરાનો જે ધોરીમાર્ગ છે, તે માર્ગથી અમો જરા પણ જુદા પડ્યા નથી.” આની સાથે જ ૧૯૫૨થી માંડીને ૨૦૧૩ સુધીની આચરેલી પ્રણાલિકાનું વર્ષવાર દર્શન એમણે કરાવ્યું. “૧૯૫૨માં તો સકળ તપાગચ્છ સંઘે આ રીતે જ આરાધના કરી હતી - એક સાગરજી મહારાજ સિવાય. “૧૯૬૧માં પણ તે જ પ્રસંગ આવ્યો હતો અને ૧૯૫૨ પ્રમાણે આરાધના થઈ હતી. વિશેષમાં, તે વખતે સાગરજી મહારાજે પણ, કપડવંજ સંઘની એકતા માટે સંઘને અન્ય (છઠ્ઠના ક્ષયવાળું) પંચાંગ માન્ય રાખવા દીધું હતું. તેમ જ મારી માન્યતા ત્રીજના ક્ષયની છે પણ તેમ કરતાં સંઘમાં એકતા ન સચવાય તેમ હોય તો હું તેનો આગ્રહ કરતો નથી. (‘જૈન પર્વતિથિનો ઇતિહાસ' ત્રિપુટી, પત્ર-૪૪)” એવું પણ સાગરજી મહારાજ તે વખતે બોલ્યા હતા. એટલે ૧૯૬૧માં પણ તપાગચ્છ સકળ સંઘે આ રીતે જ આરાધના કરી હતી. “તો, આ વખતે પણ તેઓશ્રીના સમુદાયે, ૧૯૬૧માં કપડવંજની જેમ, અન્ય પંચાંગને માન્ય રાખી, છઠ્ઠનો ક્ષય કરી તપાગચ્છ સકળ શ્રીસંઘની સાથે ચોથને ગુરુવારે સંવત્સરી કરવી, તે વ્યાજબી ગણાય. અને તો જ તપાગચ્છ (દેવસૂર) સંઘની એકતા સાચવવાની ખરી ભાવના સચવાય. “૧૯૮૯માં પણ સાગરજી મહારાજના સમુદાય સિવાય તમામે આ રીતે જ આરાધના કરી હતી.” છઠ્ઠનો ક્ષય ક૨વાની પ્રણાલિકાને પોષણ આપનારાં નક્કર દૃષ્ટાંતો રજૂ કરતાં એમણે ખૂબ શ્રદ્ધાથી વાતો કરી : ‘આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી (શ્રી આત્મારામજી) મહારાજ, શ્રી મોહનલાલજી મહારાજ, પં. શ્રી પ્રતાપવિજયજી ગણિ મહારાજ (લવારની પોળવાળા), પં. શ્રી ગંભીરવિજયજી ગણિ મહારાજ, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયમોહનસૂરિજી, ડેલાવાળા શ્રી ધર્મવિજયજી ગણિ વગેરે પૂર્વપુરુષો આજ સુધીની ડહેલાના ઉપાશ્રયની શાસ્ત્ર અને પરંપરા અનુસારી તિથિની પ્રણાલિકાઓને આધારે જ ચાલનારા હતા; પોતાની કલ્પનાના આધારે ચાલનારા નહોતા. તેઓ બહુશ્રુત, અનુભવી અને શ્રી વીતરાગ શાસનના સંપૂર્ણ પ્રેમી હતા. તેઓ શાસ્ત્ર અને દેવસૂર પરંપરાને જરા પણ વિરોધ આવે એવું કદી પણ કરે એવું માનવાને કંઈ પણ કારણ નથી. ૭૬ Page #93 -------------------------------------------------------------------------- ________________ “શ્રી આત્મારામજી મહારાજનો પણ પોતાની હયાતીમાં છઠ્ઠના ક્ષયનો જ મત હતો. તા. ૧૫-૮-૩૭ના ‘શ્રી આત્માનંદ પ્રકાશ” પુ. ૩૪, અંક ૧૨મામાં આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજ પણ લખી ગયા છે કે, સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞા મુજબ ૧૯૫૨માં ભાદરવા સુદ છઠ્ઠનો ક્ષય માન્યો હતો. “તેમજ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી મહારાજ વગેરેએ પણ ૧૯૮૯ સુધી તો આ પ્રમાણે અન્ય પંચાંગને આધારે છઠ્ઠનો ક્ષય માન્યો હતો તે વાત ૧૯૮૯ના ‘વીરશાસન’, વર્ષ ૧૧ના અંક ૪૧ તથા ૪૪માં સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલે સકળ તપાગચ્છીય દેવસૂર શ્રીસંઘમાં એક સાગરજી મહારાજના સમુદાય સિવાય તમામે આજ (૨૦૧૨) સુધી ડહેલાના ઉપાશ્રયની ચાલી આવતી તિથિની શુદ્ધ પ્રણાલિકા પ્રમાણે અન્ય પંચાંગના આધારે છઠ્ઠનો ક્ષય માની, પાંચમને સાચવી, ચોથની સંવત્સરી કરી હતી અને એ પ્રણાલિકા પ્રમાણે જ આ વર્ષે પણ અન્ય પંચાંગના આધારે છઠ્ઠનો ક્ષય માની, પાંચમ સાચવી, ચોથને ગુરુવારે સંવત્સરી આરાધવી જ વ્યાજબી ગણાય.'' કેટલાક લોકો શંકા કરતા હતા કે, ‘વડીલોએ આચરેલી પ્રણાલિકા સાચી જ હોય, એમ કેમ માની લેવાય ?’ આવી શંકાનો એમણે ઉપરની વાતમાં નિરાસ કર્યો, અને વડીલો અને એમની પ્રણાલિકાને સ્વચ્છ શ્રદ્ધાથી સ્વીકારવા પર ભાર મૂક્યો. ૨૦૦૪થી શરૂ થયેલા મતભેદોનો નિર્દેશ કરતાં એમણે જણાવ્યું : “૨૦૦૪માં આ પ્રસંગમાં કીર્તિસાગરસૂરિજી, પ્રતાપસૂરિજી, રામસૂરિજી તથા વિમળવાળા વગેરે અમુક વ્યક્તિઓ જુદા પડ્યા છે, કે જેઓએ અને જેઓના વડીલોએ ૧૯૯૨ સુધીમાં તો આ રીતે જ છઠ્ઠનો ક્ષય કરી ચોથની સંવત્સરી કરી હતી. પણ ડહેલાના તથા લવારની પોળ વગેરે ઉપાશ્રય તેમજ ધર્મશાળા તથા આંબલી પોળના ઉપાશ્રય વગેરે સ્થળે પણ આ રીતે જ આરાધના થઈ હતી. માત્ર અમુક વર્ગ ડહેલાની પરંપરાના ધોરી માર્ગથી જુદો પડ્યો હતો.’’ સં. ૨૦૧૩માં હવે શું થશે, એનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું : “અને આ વખતે ૨૦૧૩માં ડહેલાના ઉપાશ્રય તથા લવારની પોળ વગેરે ઉપાશ્રય તેમજ નીતિસૂરિજી મહારાજના અને વલ્લભસૂરિજીના સમુદાય જુદા પડવાનો વિચાર કરશે, એટલે બુધવારની સંવત્સરીનો વિચાર કરશે. પણ અમો તો, જે ચાલ્યો આવે છે, તે જ ધોરીમાર્ગમાં છીએ અને જુદા પડ્યા નથી.’ પોતાની માન્યતાને કેટલાક લોકો કદાગ્રહમાં ગણતાં હતાં. એમની એ માન્યતાને નિખાલસભાવે રદિયો આપતાં એમણે સ્પષ્ટતા કરી : “આજ સુધીનો (૨૦૧૨ સુધીનો) તિથિ-પરંપરાનો ડહેલાના ઉપાશ્રયનો વર્ષોથી ચાલ્યો આવતો ધોરીમાર્ગ વ્યાજબી નથી અને વ્યાજબી હતો નહિ, એ રીતે જો સંઘ ઠેરવશે અને સમજાવશે, તો અમારે કાંઈ આગ્રહ છે જ નહિ. જે વ્યાજબી હશે તે કરવાને અમો ખુશી છીએ. કોઈ રીતનો અમારો આગ્રહ 66 www.jaineliary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ સમજવો નહિ. કદાગ્રહ એ જ મિથ્યાત્વનું મૂળ છે અને સર્વ દુઃખનું કારણ છે, એમ અમો માનીએ છીએ. અમો તો ડહેલાના ઉપાશ્રયની આજ સુધીની તિથિની શુદ્ધ પરંપરાને શાસ્ત્રાનુસારી સાચી સમજીને જ આચરતા આવ્યા છીએ અને આચરીએ છીએ.” ૨૦૧૩માં ચોથ-ગુરુવારની સંવત્સરી કરો, તો બે તિથિવાળાની સાથે થશે, ને તેથી તો એમના મતને ફાવતો વેગ મળશે તેનું શું? – આ પ્રશ્નનો ઉત્તર સમજાવતાં એમણે કહ્યું ઃ બીજા પક્ષ સાથે કે બીજા ગચ્છ સાથે અમો ભળી જઈએ છીએ, એવું પણ કશું નથી. જયારે બીજો પક્ષ ભાદરવા શુદિ પાંચમનો ક્ષય માનીને ચોથને ગુરુવારની સંવત્સરી આરાધે છે, ત્યારે અમો ડહેલાની પરંપરા પ્રમાણે, અન્ય પંચાંગના આધારે, છઠ્ઠનો ક્ષય માનીને, પાંચમને સાચવીને ચોથને ગુરુવારે સંવત્સરી આરાધવાનો નિર્ણય રાખીએ છીએ. અને, એક દિવસે અનેક ગચ્છોની સંવત્સરી સાથે આવે છે, એથી કાંઈ એકબીજામાં ભળી જવાતું નથી.” પાંચમના ક્ષયે છઠ્ઠનો ક્ષય સ્વીકારવામાં બળ પૂરતો એક વિશિષ્ટ ફાયદો દર્શાવતાં એમણે કહ્યું: “જે વારની સંવત્સરી હોય તે વારનું બેસતું વર્ષ આવે છે, તે પણ અત્યાર સુધી પ્રાયઃ મળી રહે છે. એટલું જ નહિ, પણ કાલિકાચાર્ય મહારાજે ચોથની સંવત્સરી કરી ત્યારથી, જૈન પદ્ધતિના પંચાંગ પ્રમાણે, વારેવારની સંવત્સરી અને બેસતું વર્ષ અવશ્ય મળી રહે છે; કારણ, જૈન પદ્ધતિમાં તિથિની વૃદ્ધિ આવે નહિ અને ક્ષય ફક્ત સંવત્સરી પછીના સિત્તેર દિવસમાં એક જ આવે. કારણ, અષાઢ વદ એકમથી જૈન પંચાંગ પદ્ધતિ પ્રમાણે યુગની અને વર્ષની શરૂઆત થાય, અને બે મહિને એક તિથિનો ક્ષય આવે. આ રીતે જૈન પંચાંગ પદ્ધતિના પંચાંગ પ્રમાણે સંવત્સરીનો વાર જ આગામી બેસતા વર્ષે અવશ્ય મળી રહે. હાલ, જૈન પંચાંગ નહિછતાં પણ, લૌકિક પંચાંગ પ્રમાણે બેસતું વર્ષ અને સંવત્સરીનો એક જ વાર મળી રહે છે, તો એ દષ્ટિએ પણ ચોથ ને ગુરૂવારની સંવત્સરી વ્યાજબી ગણાય.” કેટલાકની એવી શંકા હતી કે, “ગુરુવારે સંવત્સરી કરવામાં પચાસને બદલે એકાવન દિવસ થઈ જાય છે.” આ વિશે વિશદ છણાવટ કરતાં તેઓએ કહ્યું: “૫૦ દિવસ અને ૭૦ દિવસની ગણતરી વારેવારની ગણતરીએ નથી, પણ તિથિએ તિથિની ગણતરી છે. તેમાં તિથિની વૃદ્ધિ હોય કે ક્ષય હોય તેથી વધારે કે ઓછો દિવસ ન ગણાય. અને એ રીતે તિથિની ગણતરીએ ૫૦, ૭૦ દિવસ મળી રહે. ગણતરી પણ ચોમાસી પ્રતિક્રમણ પછી જ પૂનમથી ચોથ સુધીના ૫૦ દિવસ અને સંવત્સરી પ્રતિક્રમણ પછી પાંચમથી કાર્તિક શુદિ ૧૪ સુધીના ૭૦ દિવસ, આ રીતે જ હોય; તેમાં વારેવાર મેળવવાના હોય નહિ. પહેલાં ચોમાસી અષાડ શુદિ પૂનમની હતી. ત્યાર પછી પંદર દિવસ અષાડ વદના, શ્રાવણ મહિનાના ત્રીસ દિવસ, અને ભાદરવા શુદિ પાંચમની સંવત્સરી એટલે એ રીતે ૫૦ દિવસ થયા. અત્યારે પણ અષાડ શુદિ ૧૪ની ચોમાસી, ત્યાર પછી પૂનમનો એક દિવસ, અષાડ વદના પંદર, શ્રાવણ મહિનાના ત્રીસ અને ભાદરવા શુદિ ચોથની સંવત્સરી એટલે ચાર દિવસ તે; એટલે ૫૦ દિવસ મળી રહે. ચોથ ગુરુવારે હોય કે ચોથ બુધવારે હોય, પણ બંને પક્ષો ચોથની જ સંવત્સરી માને એટલે પ૦ દિવસ તો બંનેને મળી જ રહે.” ૭૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ વારેવારની ગણતરીએ ૫૦ દિવસ મેળવવા જઈએ તો અષાડ ચોમાસાનો અને સંવત્સરીનો એક વાર આવે તો જ ૫૦ દિવસ થાય. પણ એ રીત વ્યાજબી નથી. જે વર્ષમાં ભાદરવા સુદ પાંચમની વધઘટ પણ ન હોય અને અષાડ ચોમાસી ગુરુવારની હોય અને સંવત્સરી ભાદરવા સુદ ચોથ શુક્રવારની આવતી હોય ત્યાં વારેવારની ગણતરીએ ૫૦ દિવસનો નિયમ સચવાશે નહિ; ૫૦ને બદલે ૫૧ દિવસ થઈ જશે. અને આવી ખોટી મુશ્કેલી આવે છે, આગ્રહને કારણે સમજાતી નથી. આવી મુશ્કેલીવાળા ૫૧ દિવસના દાખલા પણ ભૂતકાળના પંચાંગોમાં મળી શકે અને ભવિષ્યમાં પણ મળશે. માટે વાસ્તવિક તો ચોમાસી પછી પૂનમથી ચોથ સુધી ૫૦દિવસ ગણાય અને તે પણ તિથિની ગણતરીએ જ ગણાય.” “૫૦ દિવસ પણ જો ચોમાસી ચૌદશથી ગણીએ તો જૈન પદ્ધતિ પ્રમાણે સંવત્સરીના દિવસે ૫૦મો દિવસ આવે નહિ, પણ ૫૧મો આવે. જેમ અષાડ શુદિ પૂનમે ચોમાસીનો એક દિવસ, પછી અષાડ વદના પંદર, શ્રાવણના ત્રીસ અને ભાદરવા શુદિ પાંચમની સંવત્સરી એટલે પાંચ દિવસ તે; અને જૈન પદ્ધતિ પ્રમાણે અષાડ શુદિ પૂનમથી ભાદરવા શુદિ પાંચમ સુધીમાં એક પણ તિથિનો ક્ષય આવે જ નહિ, એટલે સંવત્સરી ૫૧મા દિવસે આવે, જે વ્યાજબી નથી. એટલે ચોમાસી પછીના દિવસથી જ ૫૦ની ગણતરી, અને સંવત્સરી પછીના દિવસથી જ ૭૦ દિવસની ગણતરી કરાય. અને તે પણ તિથિએ તિથિની જ ગણતરી કરાય. “૨૦૦૪માં કેટલાકે પહેલાં સોમવાર જાહેર કરેલો અને પછીથી વ્યાજબી લાગતાં ચોથને મંગળવાર જાહેર કરેલો. તે વખતે મંગળવાર જાહેર કરવામાં “અષાડ શુદિ ૧૪ને મંગળવાર અને ભાદરવા સુદ ચોથે મંગળવારે ૫૦ દિવસ થાય.” આવી ખોટી દલીલની સાથે મંગળવાર જાહેર કરેલો; તે વસ્તુને અત્યારે પણ કેટલાક આગ્રહથી પકડી રાખીને “૨૦૧૩માં અષાડ શુદિ ૧૪ને બુધવાર છે એટલે ૫૦મો દિવસ ચોથ ને ગુરુવારે ના આવે પણ ચોથ ને બુધવારે આવે, અને ચોથ ને ગુરુવારે પ૧મો દિવસ થઈ જાય,- આ રીતે કહે છે. પણ તે, પૂર્વની જેમ, ગેરસમજણની જે ખોટી પકડ, તે છૂટતી નથી એમ અમોને લાગે છે. કારણ, ઉપરોક્ત રીતે ચોમાસાનો ને સંવત્સરીનો એક વાર ગણી ૫૦ દિવસ મેળવવા તે વ્યાજબી નથી. તિથિ-ગણતરીએ જ ૫૦ દિવસ મેળવવા જોઈએ, અને તે ચોથ ને ગુરુવારે પણ મળી રહે.” ગોડીજીના આગેવાનોની ઊંડે ઊંડે ઇચ્છા એવી હતી કે, “આપ પણ સાગરજી મહારાજ વગેરેની જેમ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય માનો.” પણ એમને ત્રીજનો ક્ષય માનવો અરુચિકર હતો. ત્રીજનો ક્ષય કરવા પાછળ એક પણ શાસ્ત્રવચનનું બળ નથી; અને જે છે તે વિશ્વસનીય મનાય તેમ નથી, આવા પોતાના મંતવ્યને સમજાવતાં તેમણે કહ્યું: “શ્રીમાન કાલિકાચાર્યજીએ ચતુર્થીની સંવત્સરી કરી, તે પંચમીના રક્ષણાર્થે કરી છે. તેમ છતાં આ પ્રમાણે કરવાથી શુદ ચોથ ને શુદ પાંચમ બંનેને મૂકીને શુદિ ત્રીજે - અપર્વે પર્યુષણા કરવા જેવું થશે. શુદ ત્રીજનો ક્ષય કરવા ઇચ્છનારા શુદ પૂનમના ક્ષયે શુદ તેરસનો ક્ષય કરવાની રીતિનો દાખલો આપે છે. પરંતુ એને માટે ચોક્કસ શબ્દો શાસ્ત્રોક્ત છે કે શુદ પૂનમના ક્ષયે શુદ તેરસનો ક્ષય કરવો. પરંતુ ભાદ્રપદ શુદ પાંચમનો ક્ષય હોય તો શું કરવું? એને માટે બિલકુલ શાસ્ત્રલેખ પૂર્વાચાર્યના ગ્રંથોમાં www.jainelis.org Page #96 -------------------------------------------------------------------------- ________________ કે સેનપ્રશ્ન-હીરપ્રશ્નાદિ પ્રશ્નોત્તર ગ્રંથોમાં નથી. (સં. ૧૯૫૨ શ્રાવણ શુદિ પૂનમનું ‘શ્રી જૈન ધર્મ પ્રકાશ’, પુસ્તક ૧૨ અંક-૫)' તથા સાગરજી મહારાજ તરફ થી ૨૦૦૧માં છપાયેલ ‘પર્વતિથિ નિર્ણય’પ્રસ્તાવના (પાનું ૫૨મું)માં - ‘વયોવૃદ્ધ, જ્ઞાની અને પ્રભાવશાલી પૂ.આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે જે સંવત ૧૯૯૨માં આ માર્ગ લીધો હતો તે દેવસૂર જૈન તપાગચ્છના ધોરીમાર્ગના રક્ષણ માટે લીધો હતો. તેમ જ સંવત ૧૯૮૯માં જે ટિપ્પણાની ભાદરવા શુદિ ચોથનું પરાવર્તન નહોતું કર્યું, તેમાં પોતાના વડીલોની આચરણાનો આધાર હતો.’ “વાસ્તવિકપણે તો વિ.સં. ૧૯૮૯ વગેરેમાં પણ ડહેલાના ઉપાશ્રયની તિથિની શુદ્ધ પરંપરાના આજ સુધીના દેવસૂર જૈન તપાગચ્છના ધોરીમાર્ગના રક્ષણ માટે જ શુદિ છઠ્ઠનો ક્ષય કરી શુદિ ચોથનું પરાવર્તન કર્યું નહોતું. અને અમો પણ એ જ રીતે વડીલોની આચરણાના આધારે તે જ ધોરીમાર્ગમાં રહ્યા છીએ. “સંવત્સરી અને બેસતું વર્ષ જૈનોમાં એક જ વારનું હોય છે, આવી ઘણાં વર્ષોથી જૈનેતર વિદ્વાનોમાં પણ પ્રસિદ્ધિ છે. અને તે નિયમ પાંચમના ક્ષયે અન્ય પંચાંગના આધારે છઠ્ઠનો ક્ષય કરી પાંચમને સાચવી ચોથની સંવત્સરી આરાધવામાં અને પાંચમની વૃદ્ધિમાં બીજી ચોથની સંવત્સરી આરાધવામાં જ ઘણાં વર્ષો સુધીમાં પ્રાયઃ મળી રહે છે. “અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી મુંબઈ–ગોડીજીના ઉપાશ્રય વગેરે સ્થળે પણ ૧૯૯૨ સુધીમાં આ રીતે જ આરાધના થતી હતી. ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં પાંચમના ક્ષયે આ રીતે જ એટલે ચોથને ગુરુવાર પ્રમાણે જ આરાધના થયેલી છે. તેમ જ ૧૯૯૨-૯૩માં તથા તે પહેલાં પણ પ્રાયઃ વિ. સં. ૧૯૩૦–૩૧ના ચોપડાઓમાં પણ ભાદરવા શુદિ બે ચોથ કરેલી છે, પણ બે ત્રીજ કરેલી નથી, તે પણ જરૂર વિચારવાનું છે. “પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાના જે પાઠો રજૂ કરાય છે, તે પાનાં ૧૯૫૨માં આત્મારામજી મહારાજને, સાગરજી મહારાજને, મોહનલાલજી મહારાજને, પં. પ્રતાપવિજયજી ગણિ મહારાજને, પં. ગંભીરવિજયજી મહારાજ ને વગેરેને કોઈ ને પણ કોઈ પણ પુસ્તકભંડારમાંથી મળ્યાં નહિ. તેમ જ ૧૯૬૧માં તથા ૧૯૮૯માં પણ તે પાનાં સાગરજી મહારાજને પણ મળ્યાં નહિ; પણ જ્યારે ૧૯૯૨માં ભાદરવા શુદિ બે પાંચમ આવી અને એક બીજો પક્ષ બે પાંચમ માનનાર તરીકે જાહેર થયો, ત્યારે જ આ પાનાં - જે ૧૯૫૨થી ૧૯૯૨ સુધીનાં વચલાં ચાલીશ વર્ષનાં ગાળામાં કોઈને ન મળ્યાં, ખુદ સાગરજી મહારાજને પણ ન લાધ્યાં, તે પાનાં–એકાએક ચાલીશ વર્ષે બહાર જાહેરમાં આવ્યાં, એ પણ એક વસ્તુ જરૂર વિચાર માગે છે.” ‘આપ ગુરુવારની સંવત્સરી કરશો તે સામા પક્ષને પ્રોત્સાહન અને સંઘના વિભાગને કાયમી રાખવામાં બળ મળશે.’ એવી એક શંકાને અયોગ્ય ગણાવતાં એમણે કહેલું : “અમો ચોથ બુધવારે કે ચોથ ગુરુવારે કરીએ, પણ એથી સંઘના બે વિભાગ, જે વર્ષોથી છે, તે તો કાયમ રહે જ છે. તે વિભાગ અમારા નિમિત્તે નથી. માટે ખરી રીતે તો ચોથ—બુધ કે ચોથ—ગુરુનો આગ્રહ રાખવા કરતાં આખો તપાગચ્છ સમાજ એક દિવસે સંવત્સરી આરાધે એવો પ્રયાસ સમાજના ain Education International ८० Page #97 -------------------------------------------------------------------------- ________________ ડાહ્યા પુરુષોએ, મધ્યસ્થ દષ્ટિએ, કરવો જોઈએ. અને તે રીતે તપાગચ્છ સમુદાયમાં સંવત્સરીનો જે એક દિવસ નિર્ણત થાય તે રીતે અમારે પણ કબૂલ છે. પણ કોઈ પણ એક પક્ષમાં રહેવું તે વ્યાજબી લાગતું નથી.” પોતે જાહેર કરેલી ગુરુવારની સંવત્સરી સામે થતાં અનિચ્છનીય વિરોધી પ્રચાર અંગે પોતાની વ્યથા ઠાલવતાં એમણે આ આગેવાનોને કહ્યું : “ડહેલાના ઉપાશ્રયની આજ (૨૦૧૨) સુધીની તિથિની પરંપરા અને પ્રણાલિકા પ્રમાણે, અમારા પૂજ્ય વડીલોની આચરણાના આધારે, અમોએ ચોથ-ગુરુવારનો નિર્ણય રાખ્યો છે. સંવત્સરીને હજુ દસ મહિના બાકી હતા, તેમાં તો બુધવાર પક્ષ તરફથી કેટલાંક વિરુદ્ધ લખાણો બહાર પડ્યાં, જે કેવળ કદાગ્રહ અને કષાયમય, અનિચ્છનીય અને ગેરવ્યાજબી વિચારથી ભરેલાં છે. આ રીતે કાંઈ બુધવારની સંવત્સરીની પ્રામાણિકતા અને આરાધના ના કહેવાય. આ તો કષાય વધારવાનાં કારણો થાય છે.” ડહેલાના ઉપાશ્રયનો મુનિસમુદાય જે કરે, તે ડહેલાની પ્રણાલિકા ગણાય, માટે આપે પણ ગુરુવારની સંવત્સરી ન કરતાં બુધવાર કરવો ઉચિત છે.”– આવી રજૂઆતના ઉત્તરમાં ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા સ્પષ્ટ કરતાં એમણે સમજાવ્યું : ડહેલાના ઉપાશ્રયનું બંધારણ, જે બદામી સુરચંદભાઈ તથા સોલીસીટર ચીનુભાઈએ તૈયાર કર્યું છે અને નામદાર ડીસ્ટ્રીક્ટ કોર્ટે મંજૂર કર્યું છે અને જે સં. ૨૦૧૨માં સને ૧૯૫૬માંડહેલાના ઉપાશ્રય તરફથી છપાયું છે, તેમાં પૃષ્ઠ બીજા ઉપર કલમ નં.૩ વ્યાખ્યામાં આ પ્રમાણે છે: “પ્રણાલિકા એટલે શ્રી ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી આજ સુધી ચાલી આવતી પ્રણાલિકા. ડહેલાના ઉપાશ્રયની અનેક પ્રણાલિકા પૈકી જે સંવત્સરી અને તિથિની પ્રણાલિકા, તે પ્રમાણે જ તિથિની આરાધના કાયમથી તપાગચ્છ શ્રી સંઘ કરે છે.” પ્રણાલિકાની આ વ્યાખ્યાનુસાર એ પ્રણાલિકાને અસંગત હોય એ રીતે કોણે કોણે ક્યારે આચરણા કરી, તે જણાવતાં તેઓશ્રીએ કહ્યું : “આ પ્રણાલિકાથી ૧૯પરમાં સાગરજી મહારાજ જુદા પડ્યા. ત્યારપછી ૧૯૯૨ અને ૯૩માં આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી વગેરે સમુદાય ડહેલાની તિથિ પ્રણાલિકાથી જુદા પડ્યા. બાકી સર્વ તપાગચ્છ સમુદાયે પ્રણાલિકા પ્રમાણે જ આરાધન કર્યું. ૨૦૦૪માં અમુક સમુદાય તે પ્રણાલિકાથી જુદો પડ્યો. પણ આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજનો સમુદાય, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનો સમુદાય તથા અમો વગેરેએ તે પ્રણાલિકા પ્રમાણે જ આરાધન કર્યું. હવે આ ૨૦૧૩માં ઉપરોક્ત બંને સમુદાય તે ડહેલાની પ્રણાલિકાથી જુદા પડવાનો વિચાર રાખે છે, પણ અમોએ તો તે જ કાયમની પરાપૂર્વથી ચાલી આવતી ડેલાની શુદ્ધ પરંપરા પ્રમાણે જ આરાધનાનો વિચાર રાખ્યો છે.” શુદ્ધ પ્રણાલિકાને વળગી રહેવાની અને પોતાની તટસ્થતાને જાળવીને તથા ક્લેશથી પર રહીને ૮૧ www.jainelatefy.org Page #98 -------------------------------------------------------------------------- ________________ આરાધના કરવાની પોતાની મનઃસ્થિતિ આ રીતે એ આગેવાનોને સમજાવીને છેવટે, પોતાનાં આટલાં સ્પષ્ટ મક્કમ ને નિષ્પક્ષપાતી વિચારો ને માન્યતા હોવા છતાં, શ્રીસંઘ જે નિર્ણય કરે તેમાં પોતાની મંજૂરી આપતાં પૂજ્યશ્રીએ કહ્યું “છતાં, તપાગચ્છ દેવસૂર સંઘમાં કોઈ પણ સર્વાનુમત એક નિર્ણય થશે તો તે રીતે જ આરાધના કરવામાં અમો પણ સંપૂર્ણ સંમત છીએ.” આ સાંભળીને દેવસૂર સંઘના આગેવાનોએ વિનંતી કરી: સાહેબ ! આખા એકતિથિપક્ષની એક જ સંવત્સરી થાય, એ માટે આપ બુધવારની સંવત્સરી કરવાનો નિર્ણય આપો. સંઘની એકતા ખાતર આપ બુધવાર સ્વીકારો.” સંઘના અને સમાજના શાણા માણસોમાં કહેવાતું કે આચાર્ય વિજયનંદનસૂરિજી મહારાજ પાસે સરળ અને સાચી ભાવનાથી કોઈ માણસ વાત કે વિનંતિ રજૂ કરે, તો એ અવશ્ય સફળ થઈને જ આવે. દેવસૂર સંઘના ભાઈઓ એકતાની સાચી ભાવનાથી આવેલા. શ્રીવિજયનંદનસૂરિજી પોતે પણ એકતા અને સંપ માટે દિવસોથી ઝંખતા હતા. અને અત્યારે એ એકતા માટે સંઘસમસ્ત એમના તરફ મીટ માંડીને બેઠો હતો. આ પરિસ્થિતિમાં એમણે ઝડપી અને મહત્ત્વનો નિર્ણય આપવો અનિવાર્ય હતો. પણ આમ કરવા જતાં, સૂરિસમ્રાટે ૨૦૦૪ સુધી જે શુદ્ધ પ્રણાલિકા આચરેલી, તેનો ત્યાગ કરીને બુધવાર આચરવાનો હતો. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને તથા શ્રીસંઘની એકતાના મહાન લાભને નજર સામે રાખીને એમણે પોતાના ગુરુમહારાજ આચાર્ય શ્રીવિજયોદયસૂરિજી મહારાજ સાથે પૂરો વિચાર–વિનિમય કરીને દેવસૂર સંઘના આગેવાનોને નિર્ણય આપતાં જણાવ્યું કે : “આ બાબતમાં અમારે અમારા સમુદાયની સંમતિ લેવી જરૂરી છે. આમ છતાં શ્રીસંઘના લાભાલાભનો વિચાર કરતાં અમો પણ બુધવારની સંવત્સરી સ્વીકારીએ છીએ. શ્રી દેવસૂર સંઘના આગેવાનો જ નહિ, પણ આ સાંભળીને હિન્દુસ્તાનનો સમસ્ત જૈન સંઘ આનંદમાં આવી ગયો. શ્રી વિજયનંદનસૂરિજીની દીર્ધદષ્ટિભર્યા આ નિર્ણયની સર્વત્ર માનભરી પ્રશસ્તિઓ ગવાઈ. પણ, એ બધામાં એમને રસ ન હતો. એમને રસ હતો શ્રીસંઘની એકતામાં નિર્ણયની સાથે જ તેમણે કહ્યું કે “એટલું ધ્યાન માં રાખજો કે, બુધવારમાં પણ ત્રણ મત છે. એક વ્યક્તિ ચોથનો ક્ષય કહે છે; બીજા ત્રીજનો ક્ષય કહે છે; ત્રીજા વળી દ્વિધામાં છે. આ ત્રણનોય ઝઘડો જબરો છે. આ ત્રણમાંથી કયા મતને અનુસાર બુધવાર કરવાનો છે, તે નક્કી કરવું જોઈએ. આપણામાં પહેલાં સાગરજી મહારાજનો સમુદાય, નીતિસૂરિજી મહારાજનો સમુદાય, ડહેલાનો સમુદાય, વલ્લભસૂરિજી મહારાજનો સમુદાય વગેરે ને તમારે પૂછી લેવું જોઈએ કે બુધ અને ગુરુનો આગ્રહ રાખ્યા સિવાય આપણે તપાગચ્છીય દેવસૂર સંઘની એકતાનો વિચાર કરવો છે? અને તેને માટે શો રસ્તો લેવો છે? ત્યાર પછી સિદ્ધિસૂરિજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ, પ્રેમસૂરિજી મહારાજ વગેરેને પણ તમારે પૂછી લેવું જોઈએ કે એકતાનો વિચાર કરવો છે કે કેમ? અને બધાનો એક વિચાર થાય તે માર્ગ આપણે લેવો; અને એમ ન થઈ શકે ૮૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ તો પછી એક પક્ષની એકતાનો વિચાર કરવો, એ માર્ગ વ્યાજબી લાગે છે. બુધવાર વર્ગમાં પણ વિચારભેદ ન રહેવો જોઈએ; તેની એકતા કાયમને માટે થવી જોઈએ.” આ બધી વિચારણાઓવાતો કરીને એમણે શ્રીસંઘની વિનંતિ અનુસાર બુધવાર અંગેનો નિર્ણય લખીને શ્રી દેવસૂર સંઘને સુપ્રત કર્યો. આ પછી સંઘની એકતા ખાતર લીધેલા નિર્ણયમાં શ્રી વિજયદર્શનસૂરિજી મહારાજ, શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ, શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ, શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ વગેરે ગુરુભાઈઓની સંમતિ મેળવી લીધી, અને એ રીતે આખા સમુદાયમાં એકવાક્યતા જાળવી. આ પછી, ૨૦૧૩ના એ વર્ષે સમગ્ર એકતિથિપક્ષના શ્રીસંઘે ભાદરવા સુદ ચોથને બુધવારે મહાન ઉલ્લાસ સાથે સંવત્સરી મહાપર્વની આરાધના કરી. (૩૧) સં. ૨૦૧૪નું મુનિસમેલનઃ અમદાવાદ આવવાનો નિર્ણય વિ. સં. ૨૦૧૩ની એકપક્ષીય એકતાએ સંઘમાં આશાનો સંચાર કર્યો હતો. સંઘના આગેવાનોને સમગ્ર તપાગચ્છમાં તિથિ અને સંવત્સરીની એક સરખી આરાધના થવાની શક્યતાઓ જણાવા લાગી હતી. નવા તિથિપક્ષના આગેવાન આચાર્યો અને શ્રાવકોની અંતરેચ્છા સમાધાન કરવાની હતી. એ માટે તેઓ યોગ્ય હિલચાલ અને વાટાઘાટો પણ ચલાવી રહ્યા હતા. શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજ પાલિતાણામાં શ્રી વિજયનંદનસૂરિજીને મળ્યા, ત્યારે તે બંને વચ્ચે ખૂબ સમજણપૂર્વક સંપ કરવાની વિચારણાઓ થઈ હતી; બાર પર્વતિથિની ક્ષય–વૃદ્ધિની નવી પ્રણાલિકા છોડી દેવાની ભાવના પણ એમણે વ્યક્ત કરી હતી. પણ એ આચાર્યો અને શ્રાવકોની એ અંતરેચ્છાને સફળ થવા દેવી, એ એમના પોતાના હાથની વાત ન હતી; એ વાત એ આચાર્યોના અમુક મત-મંદાગ્રહી શિષ્યગણ તથા ભક્તગણના હાથમાં હતી. અને એને લીધે જેમની ભાવના સાચી હતી તેમને પણ પોતાની ભાવના ત્યજી દેવી પડતી હતી. આમ છતાં, ૨૦૧૪ના પર્યુષણની આરાધના સકળ તપાગચ્છમાં એકસરખી થાય, એ માટેના વિચારો ગતિમાન થઈ ચૂક્યા હતા. બંને પક્ષના અમુક તત્ત્વો તરફથી થતી પત્રિકાબાજી અને ગાળાગાળીથી સંઘ ત્રાસી ઊઠ્યો હતો. કોઈ ઉપાયે એકતા થાય અને આ રોજિદા ક્લેશોનો અંત આવે, એમ ડાહ્યા માણસો ઉત્કટપણે ઇચ્છી રહ્યા હતા. ૮૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીએ આ માટે એક મુનિસમેલન બોલાવવાનો વિચાર વ્યક્ત કરીને સંઘની આ પ્રબળ ઇચ્છાને વાચા આપી. એમણે કહ્યું: ‘તિથિચર્ચાનો સળગતો સવાલ ઉકેલવો હોય, તો તપાગચ્છના આગેવાન આચાર્યાદિ મુનિઓ ભેગા મળે, તો જ તે પ્રશ્નનો ઉકેલ આવે; એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.” અને એમના આ સુંદર વિચારને સંઘના અનેક આગેવાનોએ સહર્ષ વધાવી લીધો. પછી તો, આ માટે ઝડપી કાર્યવાહી આદરવામાં આવી. શેઠ કેશુભાઈને જ આ કાર્ય ઉપાડવા અને સફળતાથી પાર પાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી. તેમની આગેવાની નીચે અમદાવાદના તમામ ઉપાશ્રયોના વહીવટદાર શ્રાવકોની એક મોટી (૭૧ સભ્યોની) કમીટી નીમવામાં આવી. આ પછી, આ બાબત અંગે, શેઠ કેશુભાઈએ બંને પક્ષના જુદા જુદા આચાર્યાદિ સાથે વિચારવિમર્શ અને પત્રવ્યવહાર શરૂ કર્યો. આના પરિણામમાં એમને ખૂબ આશા બંધાય તેવા જવાબો મળ્યા. સમેલન એકત્ર કરવા માટેના અને એ માધ્યમે તિથિપ્રશ્નનો નિવેડો લાવવા માટેના પ્રયત્નને સૌએ સુંદર અને આવકારદાયક ગણાવ્યો. એટલે શેઠ કેશુભાઈએ, સમેલન કરવાનો નિર્ણય કરીને, બધા આચાર્યાદિ મુનિવરોને અમદાવાદ પધારવાની વિનંતી કરવી શરૂ કરી. શ્રી વિજયોદયસૂરિજી મહારાજ અને શ્રીવિજયનંદનસૂરિજીએ પણ વિનંતિપત્ર લખી મોકલ્યો. એ બંને આચાર્યોએ સમેલનના શુભ કાર્યમાં સમ્મતિ આપી. પણ શ્રી વિજયોદયસૂરિજી મહારાજને આંખની તકલીફ હતી, અને શ્રી વિજયનંદનસૂરિજીને ગેસ, લીવરના દુઃખાવાને કારણે વધુ પડતી નબળાઈ આવી ગઈ હતી અને વિહાર થઈ શકે એવી સ્થિતિ ન હતી, એટલે એ બંનેએ હાજર રહેવાની પોતાની અંગત પ્રતિકૂળતા પણ જણાવી. પણ, આની અસર વિપરીત થઈ. શેઠે શ્રી વિજયનંદનસૂરિજીને જણાવ્યું: “આપના તરફથી આપે આવવું જ પડશે. આપ અહીં આવવાનો વિચાર નહીં રાખો તો આપનો સમુદાય નિર્ણય કરવા માગતો નથી તેવું સામા પક્ષને બોલવાનું થશે.” શ્રી વિજયનંદનસૂરિજી એકતા માટે ખૂબ ખૂબ આતુર હતા, પણ, જયાં તબિયત જ કહ્યું ન કરતી હોય, ત્યાં તેઓ શું કરી શકે? એમણે શેઠને જવાબ લખ્યો : “તિથિચર્ચાનો એક નિર્ણય આવે એવી અમો પણ પૂર્ણ ઇચ્છાવાળા છીએ. “આપના તરફથી આપે આવવું જ પડશે.' લખ્યું, તો તમો પણ સારી રીતે સમજી શકો છો કે અમારી તબિયત તેવો શ્રમ લઈ શકીએ તેવી અનુકૂળતાવાળી બિલકુલ નથી. હજુ કાયમ ગેસ, પડખાનો દુઃખાવો રહ્યા જ કરે છે, તેમ જ નબળાઈ તો ખૂબ જ રહે છે. હજુ અધું માઈલ ચાલી શકાય તથા દાદરો ચડી શકાય તેટલી પણ શક્તિ નથી... આવી અમારી પરવશતાની સ્થિતિમાં અમો ત્યાં કેવી રીતે પહોંચી શકીએ? અને કેવી રીતે ત્યાં પરિશ્રમ લઈ શકીએ? .. “આપ નહીં આવો તો આપનો સમુદાય નિર્ણય કરવા માગતો નથી તેવું સામા પક્ષે બોલવાનું થશે.” વિ. જે તમોએ લખ્યું તે વ્યાજબી નથી. અમારા સમુદાય તરફથી કે ८४ Page #101 -------------------------------------------------------------------------- ________________ કોઈ હાજર ન રહે, અથવા સર્વાનુમતે જે નિર્ણય આવે તે અમો કબૂલ ન રાખતા હોઈએ, તો કદાચ સામા પક્ષને કે બીજાને તમારા લખવા પ્રમાણે બોલવાનું થાય એમ કહી શકાય, પણ એવું અમારા તરફથી કંઈ છે જ નહિ.” આ સ્પષ્ટ ખુલાસાથી શેઠને ખૂબ સંતોષ થયો. તેમણે વળતો પત્ર લખ્યો: “આપની તબિયતના સમાચાર જાણી ચિન્તા થાય છે. તબિયતની અનુકૂળતા મુજબ વર્તવાનું રાખશો...આપને આવવું પડશે, એવું મેં જે લખ્યું છે તે પણ “આપના સિવાય ઠેકાણું પડે તેમ નથી.' તેમ બધાના અભિપ્રાય જાણીને જ લખ્યું છે.....સંઘની શાન્તિ સારુ આપને તબિયતની અનુકૂળતા ન હોવા છતાં તસ્દી આપવી પડશે. કારણ, આપના વગર ઠેકાણું પડવાનું નથી.” આના અનુસંધાનમાં બંને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ જ રહ્યો. શેઠના દરેક પત્રોમાં વિનંતી મુખ્યરૂપે રહેતી. તા. ૨૫-૧૨- ૫૭ના પત્રમાં લખ્યું કે : “આપની ગેરહાજરીમાં ચર્ચાનો નિર્ણય થઈ શકે તેમ નથી.” તા. ૨- ૧- ૫૮ના દિવસે શેઠે સંમેલન વિષે માર્ગદર્શન મળે, એ હેતુથી પણ પધારવાનો આગ્રહ કરતાં લખ્યું કે : “પૂજય આચાર્યશ્રીઓનું મિલન તિથિચર્ચાનો નિર્ણય લાવી સંઘમાં એકતા સ્થાપવા માટે છે. શાસન ની ગૌરવતા તથા ઉન્નતિ પ્રત્યે અમારા કરતાં તેમને વધુ રસ હોઈ નિર્ણય કેવી રીતે લાવવો એને તેને સારુ શું શું કરવું તથા કેવી રીતે ગોઠવવું, તે તેમના બધાના ઉપર છોડવાનું વાસ્તવિક તથા શોભારૂપ હોવાથી તે સંબંધી કોઈ પણ ચર્ચા કોઈ સાથે કરવામાં આવી નથી અને તે અગાઉથી ન કરવી હિતાવહ છે. તદુપરાંત આપના સમુદાયમાંથી આપે તથા પૂ. ગુરૂ શ્રીવિજયોદયસૂરીશ્વરજીએ તો પધારવું જ જોઈએ તેવી સર્વે વૃદ્ધ, વડીલ આચાર્યશ્રી તેમ જ મુનિમહારાજશ્રીઓની પ્રબળ ઇચ્છા છે, તેમ નિર્ણય લાવવામાં આપ યોગ્ય રીતે દોરવણી આપી કાર્ય ફળીભૂત કરી શકશો તેવી ભાવનાથી આપ જરૂર પધારવું, તેવું આપને વિનંતી કરવા મને પ્રેરણા અપાઈ છે, તેથી મારી વિનંતીને આપ માન્ય રાખી બની શકે તેટલા વહેલાં આવી શકો તેવી રીતે વિહાર ગોઠવશો.” આના ઉત્તરમાં પહેલાં તો શ્રી વિજયનંદનસૂરિજીએ તબિયતની પ્રતિકૂળતાના કારણે ના જ લખી, એ સાથે સંમેલન કઈ રીતે થઈ શકે, અને તેમાં ચર્ચાને નિર્ણય કઈ પદ્ધતિથી લઈ શકાય, તેનું વિસ્તૃત માર્ગદર્શન પણ લખી મોકલ્યું. પણ આના જવાબમાં શેઠે લખ્યું કેઃ “આપના સિવાય સંમેલન અશક્ય લાગે છે તેથી જે જે પૂજ્ય આચાર્યશ્રીઓએ મારી વિનંતીને સ્વીકારી, લાંબા વિહાર તેમ જ શારીરિક સ્થિતિ બરોબર નહીં છતાં જેમ બને તેમ વહેલાં આવવા કબૂલ થયા તેમને અગાઉથી વધુ પરિશ્રમ નહીં લેવા જણાવવું એ મારી ફરજ સમજું છું. આ પત્ર, આપની સલાહ તેમ જ આપના સિવાય એકઠાં થવું અશક્ય છે, તેટલું આપના ધ્યાન પર લાવવા, તેમજ તે બાબત વિચાર કરવા સારુ લખું છું.” શેઠના આ પત્રથી એમને મનમાં વિચાર આવ્યો કે, “બધાં મારા માટે આટલો આગ્રહ રાખે છે, અને સંઘની એકતાનું કામ છે, તો તબિયતનો વિચાર ન કરીને પણ જવાય તો સારું.” આ વિચારથી એમણે શેઠ પર તાર કરાવ્યો કે હું ત્યાં આવવાનો વિચાર રાખું છું. નાગરદાસભાઈને અહીં પહેલી ટ્રેઈનમાં મોકલો.” ૮૫ www.jainelibrarorg Page #102 -------------------------------------------------------------------------- ________________ આ તારમાં હજી વિહારનો વિચાર જ સૂચવ્યો હતો; ચોક્કસ નિર્ણય નહિ. પણ શેઠને એથી ખૂબ આનંદ થયો, પણ, શ્રી વિજયનંદનસૂરિજીની પ્રતિકૂળ રહેતી તબિયતે તેમને તેમનો આ વિચાર ફેરવવાની ફરજ પાડી. તેમણે તરત જ પત્રથી જણાવ્યું: અમારી તબિયતની પ્રતિકૂળતાથી અમે આવી શકીએ તેમ નથી.” આ દિવસોમાં તેઓ કદમ્બગિરિમાં બિરાજતા હતા. ઉપરનો જવાબ લખ્યો, પણ મનમાં હજી જવું–ન જવુંની દ્વિધા ચાલુ જ હતી. એક વાર તો જવાનો ચોક્કસ વિચાર થઈ ગયો, એટલે કદમ્બગિરિથી પાલિતાણા તરફ વિહાર પણ કર્યો. પણ એ ચાર દિવસ દરમ્યાન ચક્કર, ગેસ, દુઃખાવો, અને એને લીધે વધતી નબળાઈથી થાકીને પાલિતાણાથી આગળ વધવાનું મોકૂફ રાખવું પડ્યું. શેઠ કેશુભાઈ ઉપરાંત એકતિથિપક્ષના બીજા પણ અનેક ગૃહસ્થોના પત્રો શ્રીવિજયનંદનસૂરિજી પર આવ્યે જ જતા હતા. સૌની એક જ ભાવના હતી કે “આપ પધારો, તો જ સમેલનમાં મઝા અને વ્યવસ્થા રહી શકશે.” તા. ૧-૨–૫૮ના પત્રમાં સલોત ફૂલચંદભાઈ છગનલાલ લખે છે: “આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ પ્રેમસૂરિજી મહારાજ સાહેબજીએ મને આજે બોલાવ્યો હતો, અમારી સાથે એકલા એકાંતમાં ઓરડીમાં ખરતરગચ્છના ઉપાશ્રયે હાલ છે ત્યાં બેસી અમોને જણાવ્યું કે નન્દનસૂરિજી તથા ઉદયસૂરિજી મહારાજને કોઈ રીતે અહીં લાવ્યા વિના ચાલવાનું નથી. તેમની હાજરી વગર આ ઠેકાણું પડે તેમ નથી. હું નંદનસૂરિજી માટે પ્રથમ એવું મંતવ્ય ધરાવતો હતો કે તેમને કોઈ દિવસ મળવું નહીં. પણ પાલિતાણામાં અમો મળ્યા બાદ તેમના માટે મને પૂરેપૂરું માન થયું છે, અને તે વાત હું હૃદયથી કહું છું. અમે બન્ને એક થઈ તુરત પતી જશે. અને હું માનું છું ત્યાં સુધી અમારા બન્નેના વિચારો મળવામાં અશક્ય લાગતું નથી. જેથી હું અંગત ખાસ કહેવરાવું છું કે તેમણે–ઉદયસૂરિજી તથા નન્દનસૂરિજીએ–ગમે તે રીતે-ડોળીમાં બેસવું પડે તો ડોળીમાં–આવી પહોંચવું બહુ જ જરૂરી શેઠ આણંદજી કલ્યાણજી ની પેઢીના મુખ્ય મેનેજર શ્રી નાગરદાસભાઈ એક અંગત પત્રમાં લખે છે: “અમદાવાદમાં આ તબક્કે, આપની હાજરીની કેટલી અગત્યતા છે, અને શાસનને આપની દોરવણી તથા દીર્ઘદૃષ્ટિની કેટલી આવશ્યકતા ઊભી થઈ છે તે આપનાથી અજાણ નથી છતાં, કમભાગ્યે, આપનું સ્વાથ્ય વિહાર યોગ્ય જણાતું નથી..... હું તો હજુ પણ એવી આશા સેવી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું કે આપની તબિયતમાં ઝડપથી સુધારો થાય અને શાસન–સંગઠન અને અભ્યદયના આ કાર્યમાં વહેલા-મોડા પણ, અત્રે હાજરી આપવા યોગ્ય સ્વાથ્ય આપ પ્રાપ્ત કરો.” શેઠ શકરચંદ મણિલાલ લખે છે: “અમદાવાદના સકળ સંઘની મીટ આપના ઉપર વધારે જોઈ રહેલ છે કે ક્યારે આપશ્રી અત્રે પધારો ! અમારા જાણવા, જોવા અને સાંભળવા પ્રમાણે અમને બીજી વાર કારણ મલે છે કે આપશ્રીની અત્રે હાજરીની ખાસ જરૂર છે.” ૮૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ આમ સૌનો આગ્રહ હતો. આની સામે એમની પણ ભાવના પ્રબળ હતી, પણ તબિયતથી પરવશ હતા. સૌનો જેવો આગ્રહ એમના માટે હતો, તેવો જ શ્રી વિજયોદયસૂરિજી મહારાજ માટે પણ હતો. અને બેમાંથી એકે તો અવશ્ય હાજર રહેવું જ જોઈએ. એટલે શ્રી વિજયોદયસૂરિજી મહારાજે ફાગણ માસમાં અમદાવાદ તરફ વિહાર કર્યો. સંમેલનનું શુભ મુહૂર્ત એ બંને આચાર્યદેવોએ ફાગણ વદ બીજ અને છઠ્ઠનું આપેલું. પણ શ્રી વિજયોદયસૂરિજી મહારાજ તથા બીજા શ્રી ચન્દ્રસાગરસૂરિજી મહારાજ વગેરેને આવી પહોંચવામાં વિલંબ થાય તેમ હોવાથી તે મુહૂર્ત મુલત્વી રાખી નવું મુહૂર્ત રાખવાનું નક્કી થયું. શ્રી વિજયોદયસૂરિજી મહારાજનો વિહાર થઈ ગયો એટલે સૌને લાગ્યું કે હવે શ્રીવિજયનંદનસૂરિજી મહારાજ નહીં જ પધારે, છતાં સાચા દિલની લાગણીવાળા ભાવિકો વિનંતી કરતા અટક્યા નહિ. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ જનતાની વ્યાપક લાગણીને વાચા આપતાં લખ્યું: “અહીંના સાહજિક વાતાવરણનો પડઘો આપને મારે પહોંચાડવો જોઈએ એ દૃષ્ટિએ આપની સેવામાં એક અરજ કરું છું, જ્યારથી આપના અહીં આગમનના અભાવના સમાચાર સંભળાતા રહ્યા છે, ત્યારથી સાધુગણમાં સહજભાવે અસંતોષ રહ્યો છે. અને ધીરે ધીરે સૌને આપનો અભાવ ઘણો જ સાલે છે. અલબત્ત, અહીં ગુરુ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી ઉદયસૂરીશ્વરજી મ. પધારી રહ્યા છે અને સર્વ રીતે સમર્થ છે, તે છતાં આપનું તેજ, પ્રભાવ, વિચારણાઓ ગાંભીર્ય ભરેલી હોઈ સૌને આપની હાજરીની આવશ્યકતા લાગે જ છે. સૌમાં હું બાકાત તો નથી જ. અલબત્ત, જો શક્ય હોય, આપની પ્રકૃતિને કષ્ટ તો જરૂર પડશે, તે છતાં આપની હાજરી અહીં સમેલન પ્રસંગે અનિવાર્ય રીતે આવશ્યક છે. તો મારી તો આપને સવિનય હાથ જોડીને વિનંતી છે કે આપ જે રીતે ઉચિત ધારો તે રીતે પણ અહીં પધારો અને તે આપને અને સૌ શ્રીસંઘને લાભદાયી નીવડશે. આપ જ્ઞાનીવરને વિશેષ તો લખવાનું શું હોય? આપશ્રી સ્વયં દેશ-કાળ–આગમજ્ઞ છો. જો કે અહીં શાસ્ત્રોની ચર્ચાઓ ઉકેલવાની નથી, અને એનો પાર પણ ન આવે; તે છતાં આપની પ્રતિભામાંથી શ્રીસંઘને જે વ્યાપક માર્ગદર્શન મળશે,તે વિશિષ્ટ જ હશે–એવો મારો નહિ, અનેક વ્યક્તિઓનો વિશ્વાસ છે.” વકીલ છોટાલાલ ત્રિકમલાલ પરીખે વિનંતીપત્રમાં લખ્યુંઃ “આપના સિવાય જરા પણ ચાલી શકે એવું નથી. એટલે હું અને સર્વે એમ ઈચ્છીએ છીએ કે આપે ગમે તે અગવડ–સગવડે પણ આવવાની ખાસ જરૂરિયાત છે.” મુંબઈથી શેઠ હીરાલાલ પરશોત્તમદાસ, શેઠ ભાઈચંદ નગીનદાસ, શેઠ કેશવલાલ બુલાખીદાસ, શા. શાન્તિલાલ મગનલાલ અને શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી એક સંયુક્ત પત્રમાં લખે છે : “વાતાવરણ જોતાં અને જે મહત્ત્વનું કાર્ય શાસન–શ્રેયના અંગે કરવાનું છે એ વિચારતાં કોઈ પણ પ્રયત્ન આપશ્રીની હાજરીની ખાસ આવશ્યકતા છે. જૈન સમાજની નજરે અને આપનું માર્ગદર્શન જે સમુદાય સ્વીકારે છે એ સર્વની દષ્ટિએ આપની હાજરીની ખાસ જરૂર છે.” www.jainelibre.org Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોડીજી–દેવસૂર સંઘે પણ વિનંતિપત્ર લખ્યો કેઃ “ગયા વર્ષે અમોએ શ્રીસંઘ એકતા સાધી આરાધના એક દિવસે કરે એ માટે જે પ્રયત્નો કરેલા એમાં આપનું માર્ગદર્શન ભારે લાભદાયી નીવડ્યું હતું. તિથિના પ્રશ્નનું સમાધાન, આપે પંચાંગ આદિ જે પ્રશ્નો દર્શાવેલા એના ઉકેલ ઉપર જ અવલંબે છે. એ બાબત માટે આપ સચોટ અને સુખદ રીતે સમર્થન તેમ જ ઉકેલ કરી શકો છો, એટલું જ નહિ, પણ એ પાછળની આપની ભાવના પ્રબળ હોવાથી ધારી અસર ઉપજાવી શકો તેમ છો. વાતાવરણ જોતાં જે મહત્ત્વનું કાર્ય શાસનના શ્રેય અંગે કરવાનું છે એ વિચારતાં આપની હાજરીની ખાસ આવશ્યકતા પં. મફતલાલ ઝવેરચંદે પણ ભારપૂર્વક લખ્યું : “હું અંગત રીતે આપને જણાવું છું કે આપની તબિયત નાદુરસ્ત છે, આવી શકાય તેવી સ્થિતિ નથી, આ બધું છતાં કેટલાંક કામો એવાં હોય છે કે તબિયતને ગુમાવીને પણ કરવો પડે છે. અને કોઈ વાર મુશ્કેલીમાં અપવાદ સેવીને પણ શાસનકાર્ય કરવાની ફરજ થઈ પડે છે. આ પ્રસંગે આપે અવશ્ય આવવા જેવું છે. “પૂ. લાવણ્યસૂરિજી અહીં છે. પૂ. મહારાજ સાહેબ આવે છે. છતાં મને લાગે છે કે આપ નહિ આવો તો ઠીક નહિ થાય.... “આપ આ વિષયના પૂર્વાપરના જાણકાર છો. પૂ. સ્વ. ગુરુમહારાજનો પાવર-શક્તિ પણ આપનામાં છે. કહેતાં પણ આવડે છે અને વાળમાં પણ આવડે છે. માંદા માંદા પણ ઉકેલ આણવાની તાકાત છે. સાથે શાસનની એકતામાં આપનું પૂરું ચિત્ત છે. આ બધાનો આજે ઉપયોગ છે. “મારી તો અંગત દઢ માન્યતા છે કે આપ અત્યારે નહિ આવો તો આ સંમેલનને સફળ રીતે પાર પાડવું હશે તો ભેગા થયા પછી પણ તમારી રાહ જોવી પડશે. અગર ગમે તેમ ભીનું સંકેલવું પડશે, કે કાંઈક અજુગતું થયું તેમ ઉકેલવું પડશે. આવું ન બને અને ભવિષ્યમાં સુધારવાનું પણ અશક્ય થાય તે પહેલાં આપે આવવું જરૂરી છે.” આ. શ્રી વિજયધર્મસૂરિજી લખે છે: સંમેલનની સફળતાનો આધાર મુખ્યત્વે આપની હાજરી ઉપર અવલંબે છે. માટે કોઈ પણ ઉપાયે પધારવા માટે કૃપા કરશો.” શ્રી વિજયોદયસૂરિજી મહારાજે પણ એમને લખી જણાવ્યું કે “ક્ષણે ક્ષણે એવો વિચાર રહ્યા કરે છે કે તમો અમદાવાદ તરફ વિહાર કરો, મને એમ લાગે છે કે તમારી હાજરીની અમદાવાદને ખાસ જરૂર છે.” એક બાજુ, પૂજ્ય ગુરુમહારાજની ઇચ્છા અને બીજા બધાની આગ્રહભરી વિનંતીઓ શ્રી વિજયનંદનસૂરિજીને અમદાવાદ જવા માટે સોત્કંઠ બનાવતી હતી, ને બીજી બાજુ શરીરની નાજુક દશા ન જવા ફરજ પાડતી હતી. શું કરવું? એ ચોક્કસ નહોતું થતું. શેઠ કેશુભાઈને છેલ્લી વાર ના લખી, ત્યારે એમને પણ લાગ્યું કે આવી તબિયતે વધુ આગ્રહ કરવો વ્યાજબી નથી. એથી એમણે લખ્યું: “આપનો પત્ર મલ્યો. શિવલાલનો પણ પત્ર છે. આપની - કરવો વ્યાજ ૮૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ તબિયતના સમાચાર જાણી ચિન્તા થાય છે. આપની તબિયતની અનુકૂળતા મુજબ આપને જણાય કે વિહાર અશક્ય છે તો આપ તે પ્રમાણે ઘણી ખુશીથી અત્રે આવવાનો વિચાર માંડી વાળશો. આપે શાસનહિતની દષ્ટિએ તેમ હમારી વિનંતીથી આપનાથી બનતો પ્રયાસ કર્યો, છતાં ના ઉપાયે જ વિચાર માંડી વાળો તો કોઈ ને કાંઈ કહેવાપણું રહેતું નથી. પૂ. આચાર્યશ્રી લાવણ્યસૂરિજી અત્રે છે તો આપ તેમને સૂચના આપતા રહેશો.” આ પત્રમાં શેઠની સૂચનાનુસાર શ્રી વિજયનંદનસૂરિજીએ શ્રી વિજયલાવણ્યસૂરિજીને સૂચના કરાવી કે “તમે શ્રી વિજયોદયસૂરિજી મહારાજ જોડે રહીને આપણા સમુદાય વતી પ્રતિનિધિત્વ કરજો.” પણ આના જવાબમાં એમણે ૫. મફતલાલને મોંએ કહ્યું કે : “હું સંમેલનમાં હાજર રહીશ, વાતો કરીશ, પણ નંદનસૂરિ મહારાજ જેવી પકડ અને એમના જેવું નિર્ણયાત્મક વલણ હું ન જાળવી શકું. વધુ ખેંચતાણ થશે તો મારી પકડ ઢીલી પડી જશે. માટે એ આવે તો જ સારું.” આમ કહીને એમણે શ્રી વિજયનંદનસૂરિજી પર પત્ર પણ લખ્યો: રાજનગરની સકલ જનતા અને અન્ય સમુદાયો પણ આપ અહીં પધારો તેમ ઉત્કંઠાવાળા છે. આપ નહિ આવો, એ જાણીને સૌ ઉદ્વેગ પામે છે. માટે આપે અહીં પધારવું અતીવ આવશ્યક છે. આપની છાયામાત્રથી જ બધું સ્વચ્છ થઈ જશે.” આ જ અરસામાં શેઠ કેશવલાલ લલુભાઈ ઝવેરી, છેલ્લો પ્રયત્ન કરવાની ગણતરીથી, પાલીતાણા આવ્યા, ને ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરી. આ પહેલાં શ્રી રાકરચંદ મણિલાલ વગેરે આગેવાનો રૂબરૂ આવ્યા, ત્યારે જે જવાબ આપેલો, તે જ જવાબ શ્રી કેશુભાઈ શેઠને આપ્યો: “મારી હાલ ઇચ્છા નથી. તબિયતની અનુકૂળતા નથી. એમ છતાં મને શાસનસમ્રાટની અંત:પ્રેરણા થશે તો હું તરત તમોને કહેવરાવીશ.” શેઠ પાલિતાણા પેઢીમાં કહેતા ગયા કે “મહારાજજીનો વિચાર થાય તો મને તરત જ તારથી જણાવી દેજો.” થોડા દિવસ ગયા, ને એક દિવસ સવારમાં ઊઠતાં વાર જ એમને અંત:પ્રેરણા થઈ કે “તારે સંમેલનમાં જવું જ જોઈએ.' આ થતાં જ એમનું ચિત્ત પ્રફુલ્લ ને પ્રસન્ન બની ગયું. થોડી વાર પછી તેઓ પૂજ્ય આચાર્ય શ્રીવિજયદર્શનસૂરિજી મહારાજને વંદન કરવા ગયા. ત્યાં એમને વાત કરી કે “આજે મને એવી પ્રેરણા થઈ છે, માટે જવાનો વિચાર કરું છું.” શ્રી વિજયદર્શનસૂરિજી મહારાજ કહેઃ “હું તો તમને પહેલેથી જવાનું કહું છું. જરૂર જાવ.” , બસ, વડીલના આશીર્વાદ મેળવીને તરત જ પેઢીમાંથી મુનીમ કરુણાશંકરને બોલાવીને અમદાવાદ શેઠ ઉપર તાર કરવાનું જણાવી દીધું. ૮૯ www.jainelity.org Page #106 -------------------------------------------------------------------------- ________________ (૩૨) સં. ૨૦૧૪નું નિસમેલન : અમદાવાદમાં આગમન જે સમાચારની આતુરતાપૂર્વક આશા સેવાતી હતી, એ સમાચાર આખરે આવ્યા. સંઘના શાન્તિપ્રિય વિશાળ વર્ગની આશા અને મહેનત અંતે સફળ થઈ. શેઠ કેશુભાઈએ તારના ઉત્તરમાં લખ્યું : “ગઈ કાલે રાત્રે કરુણાશંકર તરફથી તાર મલ્યો કે આપ ચૈત્ર શુદિ ૧૦ ને રવિવારે અત્રે સારુ વિહાર કરો છો. આપના આ નિર્ણયથી અત્રે મુનિમહારાજશ્રીઓ તથા ગૃહસ્થીઓમાં ઘણો જ આનંદ થયો છે. સંમેલન સારુ શુભ દિવસ કાઢી મને જણાવવા વિનંતિ છે.” શ્રી વિજયનંદનસૂરિજીએ સંમેલનના શુભ મુહૂર્ત માટે ચૈત્ર વદિ ૮, ૯, ૧૧ અને વૈશાખ શુદિ ૩ એમ ચાર દિવસો લખી જણાવ્યા. એમના વિહારના સમાચાર સાંભળીને અતિ આનંદમાં આવી ગયેલી વ્યક્તિઓએ એમના પર પત્રો લખ્યા. એમાંના અમુક પત્રો આપણે વાંચીએ: શેઠ કચરાભાઈ હઠીસિંગ : “આપે શુભ પગલું ભર્યું છે. અમોને આનંદની સીમા નથી રહી. આપ સુખરૂપ પધારો ને વિહારમાં આપની તબિયત સારી રહે એમ પ્રાર્થના કરીએ છીએ.” શેઠ શકરચંદ મણિલાલ : “ઘણો જ આનંદ થયો છે. આપના વિહાર કરવાના સમાચાર સાંભળી અત્રે પણ ઘણી જ ખુશી પથરાઈ છે. છેલ્લે છેલ્લે પણ આપશ્રીને વિહાર કરવાની પ્રેરણા પરમ પૂજય પ્રાતઃસ્મરણીય ગુરુમહારાજે કરી તે પણ એક આશ્ચર્યજનક ઘટના છે.” મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ : “ગઈ કાલે રાત્રે તાર મળ્યો. આપશ્રી વિહાર કરવાના છો, તેથી સર્વત્ર આનંદ થયો છે, મને તો સવિશેષ જ થયો છે.” નિર્ણય પ્રમાણે ચૈત્ર શુદિ દશમે વિહાર કર્યો. પહેલો મુકામ પાલિતાણા ગામ બહાર મોદીના બંગલે કર્યો. તેઓ બંગલે પહોંચ્યા કે થોડી વારમાં અમદાવાદથી શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજના ખાસ સલાહકાર શ્રીકાંત ત્યાં આવી પહોંચ્યા. એ કહે: “સાહેબ! ઘણા સમયથી આપને મળવાનું મન હતું. વળી, મને થતું'તું કે મહારાજ સંમેલનમાં કેમ નથી આવતા? એમણે આવવું જ જોઈએ. આ કહેવા માટે પણ આવવું હતું, પણ સમય નહોતો મળતો. ત્યાં સાંભળ્યું કે આપ પધારો છો, એટલે હું તો બધું મૂકીને દોડતો આવ્યો. બહું સારું થયું, આપે પધારવાનું નક્કી કર્યું તે.” શ્રીકાંત કેમ આવ્યા છે, એ શ્રી વિજયનંદનસૂરિજી બરાબર સમજતા હતા. સૂરિસમ્રાટ અને શ્રી વિજયનંદનસૂરિજીમાં એક તફાવત હતોઃ સૂરિસમ્રાટને લાગે કે આ માણસ વિશ્વાસ કરવા લાયક નથી, તો તેઓ એને દૂરથી જ રવાના કરી દે, એની જોડે વાત સુધ્ધાં ન કરે; જ્યારે શ્રી વિજયનંદનસૂરિજી એવી વ્યક્તિને કાઢી ન મૂકતાં બેસાડે, એની વાતો સાંભળે, ને છેવટે એને પોતાને જ ભોંઠા પડ્યા જેવું લાગે એવી સ્થિતિમાં એને મૂકીને વિદાય આપે ! 9: ૯૦ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાંત સામા પક્ષની વ્યક્તિ હતા, અવિશ્વસનીય હતા, છતાં એ મળવા આવ્યા, ત્યારે એની જેડે એમણે શાંતિથી વાતો કરી. એ દિવસોમાં “સેવા સમાજ” નામના જૈન પેપરમાં એક લેખ આવેલો. એમાં સંમેલનની કશી આવશ્યકતા નથી, એ મતલબનું લખાણ હતું. એ લેખ શ્રી વિજયરામચંદ્રસૂરિજીની તરફેણનો હતો. એ અંગે શ્રી વિજયનંદનસૂરિજીએ શ્રીકાંતને પૂછ્યું: “અત્યારે આવો લેખ કોણે લખ્યો હશે ?” શ્રીકાંત કહે: સાહેબ! મેં લખ્યો હોય એમ આપને લાગે છે ખરું?” શ્રી વિજયનંદનસૂરિજી આ જવાબ પરથી જ સમજી ગયા કે આ ભાઈએ જ એ લેખ લખ્યો છે. વળી, “સેવાસમાજ'નું સંપાદનકાર્ય સંભાળતા શ્રી ઈન્દિરાબહેન જ્યારે અમદાવાદ આવેલાં, ત્યારે તેમણે શેઠ કેશુભાઈના પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કહેલું કે આ લખાણ શ્રીકાંત તરફથી જ આવેલું છે, એ વાતની પણ એમને ખબર હતી. પણ અત્યારે તેઓ અજાણ જ રહ્યા. એમણે ભીનું સંકેલ્યું: “ના ના, એમ તો શેનું લાગે?” આ પછી શ્રીકાંત કહે: “સાહેબ ! આચાર્ય મહારાજે (વિજયરામચંદ્રસૂરિજીએ) મને કહ્યું છે કે સંમેલન માટે ચર્ચા કરવાના પોઈન્ટો મહારાજજીએ કંઈ વિચાર્યા હોય તો લેતો આવજે. માટે આપે વિચાર્યા હોય તો આપો.” શ્રી વિજયનંદનસૂરિજી કહે: “હજી તો આજે વિહાર કર્યો છે. અત્યાર સુધી આવવાનું નહોતું. એકાએક નક્કી થયું ને વિહાર કર્યો. એમાં વિચારનો સમય ક્યાંથી મળે?” પોઈન્ટો ન મળતાં નિરાશ થઈને શ્રીકાંત પાછા ગયા. જ્યારે શ્રી વિજયનંદનસૂરિજી કોઠ આવી પહોંચ્યા, ત્યારે શ્રીકાંત ફરીવાર આવ્યા; કહેઃ “સાહેબ! વિનંતી કરવા તો બધા આવશે, પણ હું તો કહું છું કે આપ અને આચાર્ય મહારાજ ગામ બહાર–બકુભાઈના બંગલે–એક વાર મળી લો, તો ઠીક થશે. શ્રી વિજયોદયસૂરિ મહારાજ પધાર્યા ત્યારે મળવાનું ગોઠવેલું, પણ તે વખતે આચાર્ય મહારાજને તાવ ખૂબ આવ્યો, એટલે મળાયું નહિ.” શ્રી વિજયનંદનસૂરિજી કહે: “હજી તો વાર છે, ત્યાં આવીએ એટલે વિચાર કરીશું.” પછી કહે: “પોઈન્ટો વિચાર્યા હોય તો મહારાજે મંગાવ્યા છે.” આચાર્ય શ્રી કહે: “અત્યારે તો વિહારમાં થાકી જવાય છે. ક્યાંથી સમય મળે ?” આ પછી સરખેજ મુકામે શ્રી રમેશચંદ્ર બકુભાઈ વગેરે આવ્યા, ને પોતાના બંગલે શ્રી વિજયરામચંદ્રસૂરિજી સાથે મળવાનું નક્કી કરી ગયા. બીજે દિવસે સરખેજથી વિહાર કરી બકુભાઈના બંગલે ગયા. ત્યાંથી શ્રી વિજયધર્મસૂરિજી વગેરે આપણા પક્ષના, અને સામા પક્ષે શ્રીવિજયરામચંદ્રસૂરિજી, શ્રી વિજયમનોહરસૂરિજી, શ્રી વિજયજંબૂસૂરિજી, શ્રી કીર્તિવિજયજી વગેરે આવેલા. બધા મલ્યા. અરસપરસ સુખશાતાદિની વાર્તા કરી. એ વખતે રમેશભાઈએ વિનંતી કરી. “આપ બંનેના મળવાનો સમય ગોઠવો.” ૯૧ www.jainerary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું: “તમે નક્કી કરો તે સમય રાખીએ.” બે વાગ્યાનો સમય નક્કી થયો. બે વાગે સૌ એક ખંડમાં મળ્યા, બેઠા. બીજી આડીઅવળી વાતો ચાલી. પણ એ વખતે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પ્રસ્તુત પ્રકરણની કશી વાત જ ના ઉચ્ચારી. છેવટે શ્રી નંદનસૂરિજીએ સરળ ભાવે કહ્યું : “આપણે સંમેલનમાં શેની વિચારણા કરવી છે, એ વિષે આપણે અહીં થોડીક વિચારણા કરી લઈએ.” ત્યારે શ્રી વિજયરામચંદ્રસૂરિજી કહે: “ના ના, એ વિચારણા અત્યારે ખાનગીમાં કરવાની શી જરૂર છે? એ માટે તો સંમેલન બોલાવ્યું છે, ત્યાં જ વિચારીશું.” થયું. સરળતાને અને સામા પક્ષને બાર ગાઉનું આંતરું છે, એવી શ્રી વિજયનંદનસૂરિજીની માન્યતા સાચી હોવાની સૌને આ બનાવે પ્રતીતિ થઈ. આ પછી એમણે શ્રીસંઘના ઉત્સાહ વચ્ચે શહેરમાં પ્રવેશ કર્યો. એમના આગમનથી શહેરની હવામાં પરિવર્તન આવ્યું હતું. કાંઈક સંગીન અને સુંદર પરિણામ આવવાની આશા સૌને બંધાઈ હતી. એમની શક્તિ અને પ્રતિભા ઉપર સૌને અખૂટ અને અગાધ શ્રદ્ધા હતી. એ જે કરશે તે સંઘના વ્યાપક અને શ્રેષ્ઠ હિતમાં જ હશે એની સૌની ખાતરી હતી. એટલે સી નિશ્ચિત્ત બનીને સંમેલનની શુભ શરૂઆતની વાટ જોવા લાગ્યા. એકતિથિપક્ષના સમગ્ર શ્રમણ-સમુદાયે પણ શ્રી વિજયનંદનસૂરિજીને પોતાનું નેતૃત્વ સોંપીને રાહતનો દમ ખેંચ્યો. પાંજરાપોળનો ઉપાશ્રય અનેક મુનિરાજો તથા આગેવાન ગૃહસ્થોની આવન–જાવનથી ચોવીસે કલાક ધમધમી રહ્યો, શ્રી વિજયનંદનસૂરિજીનું બુદ્ધિતંત્ર બરાબર કામે લાગી ગયું. કોને શું જવાબ આપવો, કોને ક્યાં નિયુક્ત કરવા, કોનો ઉપયોગ કેમ કરવો, સામા પક્ષના વિચારોનો પ્રતિવાદ કેમ કરવો, આ બધામાં તેઓ પૂરા સક્રિય બની ગયા. અને જોતજોતામાં સંમેલનની શરૂઆતનો મંગળકારી દિવસ–અક્ષય તૃતીયાનો દિવસ – આવી પહોંચ્યો. - Zain Education International Page #109 -------------------------------------------------------------------------- ________________ (૩૩) સં. ૨૦૧૪નું મુનિસમેલન : નિષ્ફળતા એ જ સફળતા આ મુનિસમેલનનું ધ્યેય હતું. શ્રીસંઘમાં એકતા અને સાત્તિની પુનઃ પ્રતિષ્ઠા. છેલ્લા કેટલાય સમયથી સંઘમાં છવાયેલા ફ્લેશમય વાતાવરણને દૂર કરવું જરૂરી હતું. અને એ વાતાવરણ ત્યારે જ દૂર થઈ શકે તેમ હતું, જ્યારે એની જન્મદાતા તિથિચર્ચાના પ્રશ્નનો ઉકેલ આવે. આ પ્રશ્ન ઘણા ઘણા ક્લેશ-કલહ જન્માવ્યા હતા એટલે એ એક પ્રશ્નના નિકાલમાં જ અનેક પ્રશ્નોના નિકાલ સાથે ક્લેશનો પણ નિકાલ થઈ જવાનો હતો. અને એટલા માટે જ આ સમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં શું બન્યું, તેની વિસ્તૃત નોંધ એક પુસ્તકરૂપે છપાયેલી છે. (“રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી” –લેખક : આચાર્ય શ્રી હંસસાગરસૂરિજી, પ્રકાશક : શાસનકંટકોદ્ધારક જ્ઞાનમંદિર, મુ. ઠળિયા.) એમાં જો કે ઘણી વસ્તુ અધૂરી હોય તેવું લાગે છે, છતાં એ દિવસોની કાર્યવાહીની મોટાભાગની માહિતી એમાંથી આપણને મળી જ રહે છે. એટલે અહીં સમેલનની કાર્યવાહીની વિગતો નહિ આપતાં, તેમાં શ્રી વિજયનંદનસૂરિજીના અને એકતિથિપક્ષના વલણ તેમ જ દૃષ્ટિબિન્દુનું વિહંગાવલોકન કરીશું. ઉપર કહ્યું તેમ, સમેલનનાં ધ્યેય “એકતા અને શાન્તિ' હતાં. પણ એ ધ્યેયની સફળતા, સરળતા અને અકદાગ્રહી મનોદશા ઉપર અવલંબતી હતી. એ બંને વસ્તુનો અભાવ સામા પક્ષમાં પૂરા પ્રમાણમાં હતો. અને એને લીધે સમેલનનું પરિણામ નિષ્ફળતામાં આવ્યું. જોકે તિથિચર્ચા એક એવો મુદ્દો છે કે જેમાં બંને પક્ષ એકબીજાને દોષિત અને ખટપટી ઠરાવતા જ આવ્યા છે. સમેલનની નિષ્ફળતામાં પણ બંને પક્ષ એકબીજાને જ જવાબદાર ગણાવતા રહ્યા છે, આમ છતાં, જે વાસ્તવિક છે, જે બન્યું છે, તે તો તેના નિર્ભેળ શુદ્ધ સ્વરૂપે રજૂ કરવું જ રહ્યું. સામા પક્ષની એક મુરાદ એ હતી કે ૧૯૯૨ના વર્ષથી ચલાવેલી નવી તિથિ–પ્રણાલિકાને એકતિથિપક્ષના આચાર્યો પણ માન્ય કરે, અને સાચી ઠેરવે, એ રીતે સમેલનના પ્રવાહને વળાંક આપવો. આમ કરવામાં એમને બે રીતે લાભ હતો : એક તો, જો પોતાની નવી માન્યતાને બધા સ્વીકારે, તો તો મોટો લાભ હતો જ; અને, એમ ન થાય તોય, સામા પક્ષની સરળતાનો ગેરલાભ ઉઠાવીને એમાં પણ તડા પડાવવા, એ પણ કંઈ જેવો તેવો લાભ ન હતો. અને આ લાભ લેવાની ઉત્તમ તકનો પૂરેપૂરો ઉપયોગ કરવાની ઇચ્છાથી જ એ પક્ષના અગ્રણીઓ ઇચ્છતા હતા કે શ્રી વિજયનન્દનસૂરિ મહારાજ સંમેલનમાં ન આવે તો ઘણું સારું. સારાંશ કે એ પક્ષની વાતો શાણી હતી પણ દાનત કાણી હતી. સંઘમાં એકતા ને શાન્તિ સ્થપાય કે ન સ્થપાય, એની એમને ખેવના ન હતી; એમને તો માત્ર સ્વમત–પોષણની જ તમા હતી. પણ, એમની આ મુરાદ ફળીભૂત ન થઈ શકી. શ્રી વિજયનંદનસૂરિજીની પરિણામગામી દીર્ઘદ્રષ્ટિમાં આ મુરાદ બરાબર વસી ગઈ હતી; તેથી જ એમણે છેક છેલ્લા સમયે સમેલનમાં હાજરી આપવાનું નક્કી કર્યું હતું ને એ આવ્યા હતા. એ આવ્યા કે વાતાવરણ બદલાવા માંડ્યું. તિ ૯૩ www.jainelige ry.org Page #110 -------------------------------------------------------------------------- ________________ તિથિચર્ચાની બાબતમાં એમના પ્રાથમિક વિચારો આવા હતા: “સંવછરી અને તિથિ બાબતમાં ચર્ચામાં કે વિવાદમાં અમો અત્યાર સુધી કોઈની સાથે ઊતર્યા નથી, તેમ ઊતરવાની અમારી ઈચ્છા પણ નથી. અમો ડહેલાના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. છતાં, તપાગચ્છની પ્રણાલિકામાં સંવચ્છરી અને તિથિ બાબતમાં, જેઓને અરસપરસ જે મતભેદ વર્તમાનમાં ચાલી રહ્યો છે, તે મતભેદનું નિરાકરણ તેઓ અરસપરસ શાંતિપૂર્વક, ચર્ચાથી, વિચારણાથી કે સમજૂતીથી કરી, જે એક નિર્ણય સર્વાનુમતે લાવે તેમાં અમારી સંમતિ છે.” પણ, સામા પક્ષની મુરાદ જાણ્યા પછી એમણે એ મુરાદને નિષ્ફળ બનાવવાનો અને એકતિથિપક્ષની સરળતાનો ગેરલાભ એ પક્ષને ન લેવા દેવાનો નિર્ધાર કર્યો હતો. એમણે સમેલનના બીજા જ દિવસે એક મક્કમ, સ્પષ્ટ અને છતાં સરળ નિવેદન રજૂ કર્યું: “તિથિવિષયકવિચારભેદોમાં–જેમાં બાર પર્વતિથિ, સંવત્સરી મહાપર્વની આરાધનાનો દિવસ, કલ્યાણક તિથિઓ, તથા અન્ય તિથિઓ વગેરેનો સમાવેશ થાય છે, તેમાં બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારશ, બે ચૌદશ, પૂનમ અને અમાસ, આ બારેય પર્વતિથિ બાબતની જે પ્રણાલિકા પ્રચલિત છે, તેમાં–“લૌકિક પંચાંગમાં જ્યારે જ્યારે આ બારે પર્વતિથિની વધઘટ–ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે ત્યારે આરાધનામાં તે બારે પર્વતિથિમાંથી કોઈ પણ પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ ગણાતી નથી, પણ તેને બદલે અપર્વતિથિની ક્ષય–વૃદ્ધિ ગણાય છે.”—આ રીતે ચાલી આવતી જે શાસ્ત્રાનુસારિણી શુદ્ધ પ્રણાલિકા, જે પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રીની પરંપરાના નામે પ્રસિદ્ધ પામેલી છે, એટલું જ નહિ, પણ તેમના પહેલાંના સમયમાં પણ આ જ પ્રણાલિકા હોય, એવી અમારી માન્યતા છે; કારણ કે પૂ. વિજયહીરસૂરિજી મહારાજની પરંપરાથી જુદી પરંપરા પ્રવર્તાવવામાં પૂ. શ્રીવિજયદેવસૂરિજી મહારાજનો કોઈ પણ હેતુ હોય, તેવું માનવાને કંઈ પણ કારણ નથી. “વળી, પૂ. વિજયહીરસૂરિજી મહારાજના સમયમાં પણ આ જ રીતની પ્રણાલિકા માન્ય હતી, અને તે જ પ્રણાલિકા પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજાએ અપનાવી હતી, જે અત્યાર સુધી આપણા વારસામાં અવિચ્છિન્ન રીતે ચાલી આવે છે. અને તે જ પ્રણાલિકા સંવિગ્ન વિદ્વાન ગીતાર્થ મહાપુરુષોએ આદરેલી અને આચરેલી છે, જેમાં કોઈ પણ જાતના તર્કને કે શંકાને કે ચર્ચાને અમો અવકાશ માનતા નથી. કોઈ વર્ગની એવી માન્યતા હોય કે આ પ્રણાલિકા યતિઓના ગાઢ અંધકારમય સમયમાં અસંવિગ્ન, અગીતાર્થ અને પરિગ્રહધારી શિથિલાચારીઓએ ચલાવી છે, તો તે માન્યતા તે વર્ગને જ ભલે મુબારક રહે! યતિઓમાં ભલે શિથિલાચાર અને પરિગ્રહ કહીએ, છતાં એટલું તો ચોક્કસ છે કે તેઓ વીતરાગધર્મમાં પૂર્ણ શ્રદ્ધાનંત તો હતા જ. તેઓને તિથિ બાબતમાં ઇરાદાપૂર્વક અશુદ્ધ પ્રરૂપણા કરવાનું કાંઈ પણ કારણ માનવાની જરૂરત નથી. તેઓએ તો તે કાળમાં ધર્મને સાચવી રાખ્યો હતો. “છતાં એટલું પણ ચોક્કસ છે કે પૂર્વોક્ત બાર પર્વતિથિની આરાધનામાં ક્ષય–વૃદ્ધિ ન કરવી અને તેના બદલે અપર્વતિથિની ક્ષય–વૃદ્ધિ કરવી, આ અત્યાર સુધી ચાલી આવતી અવિચ્છિન્ન શુદ્ધ પ્રણાલિકા સેંકડો વર્ષોથી આખા ગચ્છમાં આપણા પૂજય વડીલો અપનાવતા આવ્યા છે, તે આપણે | ८४ duin Education International Page #111 -------------------------------------------------------------------------- ________________ અનુભવીએ છીએ અને પૂ. પંન્યાસ શ્રી રૂપવિજયજીગણિ મહારાજના ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી અત્યારની ઘડી સુધી આપણે પણ તે રીતે જ આખા તપાગચ્છમાં વર્તીએ છીએ. ભલે એક વર્ગ લૌકિક પંચાગમાં પર્વતિથિની ક્ષય–વૃદ્ધિમાં, આરાધનામાં પણ પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ કાયમ રાખવાની જુદી પ્રણાલિકા, તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા સિવાય, બાવીસ વર્ષથી આચરી. પણ વિ. સં. ૧૯૯૨ પહેલાં તો આખા તપાગચ્છમાંથી તેમજ તે વર્ગમાંથી કોઈ પણ વ્યક્તિએ, પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આચરી નથી. પણ પૂ. શ્રી મણિવિજયજી દાદા, પૂ. શ્રી બૂટેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, પં. શ્રી પ્રતાપવિજયજી ગણિ, પં. શ્રી દયાવિમળજી મહારાજ, પં. શ્રી સૌભાગ્યવિમળજી મહારાજ, ૫. શ્રી ગંભીરવિજયજી ગણિ, બંનેય કમળસૂરિજી મહારાજ, શ્રી નીતિસૂરિજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ, પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ, મુનિ શ્રી હંસવિજયજી મહારાજ, કાશીવાળા શ્રી ધર્મસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, શ્રીવલ્લભસૂરિજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ તથા શ્રીઝવેરસાગરજી મહારાજ, શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ તથા શ્રી મોહનલાલજી મહારાજ, મુનિ શ્રી કાંતિમુનિજી મહારાજ, શ્રી ખાંતિસૂરિજી મહારાજ વગેરે તમામ આપણા વડીલ પૂજ્ય મહાપુરષોએ એ જ પ્રણાલિકા (એટલે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકા) આચરી છે અને આદરી છે. ઉપરોક્ત તમામ મહાપુરુષો ગીતાર્થ હતા, અગીતાર્થ નહોતા; મહાત્યાગી હતા, શિથિલાચારી નહોતા; પરિગ્રહધારી નહોતા, પણ શુદ્ધ અપરિગ્રહવંત હતા; તેમ જ વિદ્વાન અને સમયજ્ઞ મહાપુરુષ હતા. તેમ જ તે સમયે જરા પણ અંધકાર નહોતો, એટલું જ નહિ, પણ તે તમામ મહાપુરુષો ભવભીરુ હતા અને શાસ્ત્રને જ અનુસરીને પ્રવર્તનારા હતા. તેઓને શાસ્ત્રવિરુદ્ધ કે પરંપરાવિરુદ્ધ (આચરણા) કરવાને કંઈ પણ કારણ ન હતું, અને આપણે એવું માનવું કે બોલવું, એ પણ એ મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે, એમ અમારું ચોક્કસ માનવું છે. “એટલે હવે છેવટનું અમારું મન્તવ્ય અને અમારું કથન એ છે કે બારે પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ ન કરવી. લૌકિક પંચાંગમાં ઉપરોક્ત બારે પર્વતિથિની વધઘટ–ક્ષયવૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેના બદલે અપર્વતિથિની ક્ષય–વૃદ્ધિની પ્રણાલિકામાં અમો જરાય ફેરફાર કરવા માંગતા નથી. તેમ જ આપણા આખા તપાગચ્છમાં તમામ ચતુર્વિધ શ્રીસંઘ એ જ પ્રણાલિકાને એકસરખી રીતે માન્ય રાખે, અને તેથી થોડા સમયથી આચરેલી જુદી પ્રણાલિકાને હૃદયની વિશાળતાથી છોડી દે એવી તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘને મારી નમ્ર વિનંતી છે. અને આ ચર્ચાના વિષયમાં બાર પર્વતિથિની ચાલી આવતી ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને ચર્ચામાં લાવવી, તે અમો વ્યાજબી માનતા નથી. અમો તો જે રીતે ચાલી આવે છે, તે રીતે જ કરવાની ઇચ્છાવાળા છીએ. બાકી, સંવત્સરી મહાપર્વની આરાધનાના દિવસની તેમ જ બીજી કલ્યાણક વગેરે તિથિઓની ચર્ચા કરી નિર્ણય લાવવામાં અમારી સંમતિ છે.” આ નિવેદન પૂરું કરતાં પહેલાં, બાર પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને ચર્ચાનો વિષય ન બનાવવાના પોતાના વિચારને દઢતાથી રજૂ કર્યા છતાંય, પોતાની ઉદારતા અને સરળતાનું દર્શન કરાવતાં એમણે ઉમેર્યું કે – “ઉપરોક્ત બાર પર્વતિથિમાં પણ વર્તમાન બંને પક્ષમાંથી જેઓ કોઈ અરસપરસ ચર્ચા કે www.jainely.org Page #112 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરવાની ઈચ્છા ધરાવતા હોય, તેઓ બંને પક્ષવાળા ખુશીથી અરસપરસ ચર્ચા ને વિચાર કરી શકે છે, એટલું જ નહિ, પણ તેઓ અરસપરસ ચર્ચા–વિચાર કરી જે એક નિર્ણય સર્વાનુમતે લાવશે તેમાં અમારી સંમતિ છે. પણ આરાધનામાં બાર પર્વતિથિની ક્ષય–વૃદ્ધિને ચર્ચાનો વિષય નહિ કરવાની અમારી માન્યતા સચોટ છે; તે તો આપણા પૂજય વડીલ મહાપુરુષો આ બાર પર્વતિથિની પ્રણાલિકા જે રીતે આચરી ગયા છે, તે જ રીતે રાખવી જોઈએ. એમાં જ આપણું શાસ્ત્રાનુસારિપણું, પરંપરાનુસારિપણું અને ગુર્વાજ્ઞાનુસારિપણું પૂરેપૂરું સચવાય છે, એવી અમારી માન્યતા છે.” આ નિવેદન શું હતું, ધરતીકંપનો આંચકો હતો ! સામા પક્ષે તો ખરેખર, આ નિવેદનમાં વીજળીના કડાકાનો અનુભવ કર્યો. એમની માન્યતાને, ને એમની મુરાદને આ નિવેદનથી ભારે વિપરીત અસર પહોંચી. અરે, આથી તો એકતિથિપક્ષમાં પણ ઘડીભર સન્નાટો છવાઈ ગયો; નિવેદનનું ઊંડું તાત્પર્ય સૌને જલદી ન સમજાયું. પણ, પછી તો, ગણતરીની જ પળોમાં સૌની બુદ્ધિમાં આ નિવેદનના મુદ્દાઓ સરળતાથી ઊતરી ગયા. તાત્પર્ય સમજાતાં જ નિવેદન સર્વસમ્મત બની ગયું. શ્રી વિજયનંદનસૂરિજીને સોપેલું નેતૃત્વ અને એમનામાં મૂકેલો વિશ્વાસ-સૌને ફળીભૂત થતાં દેખાયાં. સામા પક્ષે જે મુદ્દા પર આખા પ્રવાહને પોતાની તરફ વાળવાની ગણતરીઓ ગોઠવેલી, તે જ મુદ્દો “બાર પર્વતિથિ ચર્ચાનો વિષય હોઈ શકે જ નહિ” આમ કહીને શ્રી વિજયનંદનસૂરિજીએ તોડી નાખ્યો. અને સમેલનના સમગ્ર પ્રવાહને ખોટી દિશામાં તણાઈ જતો અટકાવી દીધો. એમના આ મુદ્દા પર સામા પક્ષે સજ્જડ વિરોધ–વાંધો ઉઠાવ્યો. એ કહે : “અમે તો બાર પર્વતિથિની ચર્ચા કરવાની છે, એ માટે જ ભેગા થવાનું છે, એમ સમજીને અહીં આવ્યા છીએ. અમને પહેલેથી આવી ખબર હોત તો ન આવત.” આના ઉત્તરમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખૂબ સ્પષ્ટ કર્યું: “પણ અમે તો અહીં સંવત્સરીની ચર્ચા-વિચારણા કરવાની છે, એમ સમજીને જ આવ્યા છીએ; બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાની ચર્ચા નથી કરવાની, એમ સમજીને જ આવ્યા છીએ. એ પ્રણાલિકા ચર્ચાનો વિષય હોઈ શકે જ નહિ. એ પ્રણાલિકા તો સેંકડો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા સિદ્ધાન્તરૂપ છે, અને એ પ્રણાલિકા માતા સમાન છે. અને હંમેશા ચર્ચાનો વિષય દીકરી હોઈ શકે, માતા નહિ.” “તમે ૧૯૯૨થી આ પ્રણાલિકાનો ભંગ કરીને, તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા સિવાય, બાર પર્વોની ક્ષય-વૃદ્ધિની નવી આચરણા આદરી છે, માટે પહેલાં એ નવી આચરણાનો ત્યાગ કરીને શુદ્ધ પ્રણાલિકા સ્વીકારી લો, પછી એની વિચારણા આપણે સાથે બેસીને કરીશું; તે સિવાય હરગિજ નહિ.” એમના આ વિધાનને સામા પક્ષે “ચર્ચાનાં દ્વાર બંધ કરવારૂપ ગણાવ્યું. એમણે એમના રોજિંદા રિવાજ મુજબ ગણગણવા માંડ્યું કે : “અમે તો શાસ્ત્રાર્થ દ્વારા તિથિના પ્રશ્નનો નિર્ણય લાવીને સંઘમાં શાંતિ સ્થાપવા ઘણા ઉત્સુક છીએ, પણ એકતિથિ પક્ષને શાંતિ થવા જ ક્યાં દેવી છે? એ તો ચર્ચાના દરવાજા જ બંધ કરવા માંગે છે, પછી શાંતિમય ઉકેલ શક્ય કેમ બને? વગેરે.” lain Education International Page #113 -------------------------------------------------------------------------- ________________ આ બધા કથનનો છેદ ઉડાડી નાંખતાં શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “તમે નવી આચરણ ન કરી હોત તો ચર્ચાનાં દ્વાર જરૂર ખુલ્લાં રહેત, અને સાચું સમજો તો, ચર્ચાનાં દ્વાર બંધ ક્યાં થયા છે? હજી સંવત્સરીની, કલ્યાણકતિથિની ચર્ચા ઊભી જ છે. હા, બાર પર્વ તિથિની ચર્ચા નહિ કરી શકાય, કેમ કે એ અંગે તમે તદન નવી પ્રણાલિકા શરૂ કરી છે. અને ગમે તે માણસ ગમે તે પ્રણાલિકા નવી શરૂ કરે, તો એની જોડે શું અમારે શાસ્ત્રાર્થ કરવા જવું? એક વર્ગ એવો નીકળે અને કહે કે, “અત્યારે દુનિયામાં ધર્મના પ્રચારની ઘણી જરૂર છે, અને એ માટે આપણે, એરોપ્લેન આપણે માટે બનાવ્યાં નથી, ને આપણે નિમિત્તે ઊડતાં પણ નથી, માટે એરોપ્લેનમાં બેસીને ધર્મનો પ્રચાર કરીએ તો તેમાં કોઈ પાપ નથી,” આવી પ્રરૂપણા કરી એ વર્ગ એરોપ્લેનમાં બેસતો થઈ જાય, તે પછી દસ-બાર વર્ષે અમારી સામે આવીને કહે કે, “એરોપ્લેનમાં બેસવામાં પાપ શું?' એ માટે અમારી જોડે શાસ્ત્રાર્થ કરો. તો શું અમારે એ વર્ગ જોડે શાસ્ત્રાર્થ કરવો?” આનો જવાબ સામા પક્ષ પાસે ન હતો. શ્રી વિજયનંદનસૂરિજીના મુદ્દાને સમર્થન આપતું એક નિવેદન કરતાં શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે કહ્યું : “પૂ. વિજયનંદનસૂરિજી મહારાજે બાર પર્વતિથિની આરાધના પરત્વે પોતાના જે વિચારો રજૂ કર્યા તેની પાછળ તેમનો શું આશય છે, તે હું મારી બુદ્ધિથી આ પ્રમાણે સમજી શક્યો છું કે ૯૨' પહેલાંનો ભૂતકાળ મને કે અત્રે ઉપસ્થિત પૂજ્ય પુરુષોને જેટલો ખ્યાલમાં છે તેમાં સંવત્સરી બાબતમાં વિચારભેદ અને આચરણાભેદ થએલ, પણ બાર પર્વતિથિ માટે કોઈ ભેદ થયો નથી. સંવત્સરીના વિચાર કે આચારના ભેદ પાછળ બાર તિથિનો એક પણ દિવસ ઓછોવત્તો ન થાય એમ આપણા પૂજ્ય પુરુષોએ વિચારપૂર્વક ગોઠવેલ છે એમ મને લાગ્યું છે... વિચારભેદ અલબત્ત, ભલે થાય, ક્ષાવિકભાવે જ વિચારભેદ ન થાય. બાકી તો, શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, શ્રી મલ્લવાદીજી મહારાજ અને શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજમાં પણ વિચારણાભેદ થયેલ. મહાપુરુષોને વિચારભેદ ભલે થાય, પણ તેમાં ચર્ચાને અવકાશ ત્યાં સુધી જ હોય કે જયાં સુધી એક વિચાર આચરણમાં ન મૂકાયો હોય. જે વસ્તુ પૂજય પુરુષ, ગીતાર્થોની સંમતિ વિના આચરણામાં મૂકાઈ જાય તેની ચર્ચા શી રીતે થઈ શકે ? “કોઈ ગમે તેમ આચરણાભેર સ્વચ્છંદરૂપે કરી લે તેમાં વારે વારે શું આપણા સંઘે તેની સાથે ચર્ચા કરવી? સંવત્સરી બાબત વિચારભેદ થયો હોવા છતાં આચરણાભેદ થયો નથી, પાંચમની ક્ષયવૃદ્ધિ કરવામાં આવી નથી. ૧૯૫૨માં મારો જન્મ ન હતો, ૬૧મા દીક્ષા નહોતી લીધી, પણ ત્યારે પણ, પંચમીના ક્ષય અંગે વિચારભેદ ભલે થયો હશે, પણ આચરણાભેદ થયો જ નથી. બધાને ખૂંચેલ છે કે પંચમીની હાનિ ન થાય. માટે પૂજ્ય નંદનસૂરિજી મહારાજની બાર પર્વતિથિની મૂળ પ્રણાલિકા અપનાવવાની વાત અનુચિત નથી. તેમાં ચર્ચાનાં દ્વાર બંધ કરવાની વાત જ ક્યાં છે? પૂ. નંદનસૂરિ મહારાજના હૈયામાં શાસનની એકતાની જે શુભેચ્છા છે, અને તે શુભેચ્છાપૂર્વક સરળ રીતે જે શાન્તિનો ઉપાય બતાવ્યો છે, તે અપનાવવા જેવો છે.” www.jaine Getary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ કેવી સ્પષ્ટ અને સરળ રજૂઆત છે! પણ એ સમજવી જ કોને હતી? એ જો સમજવી હોત, તો સમેલનનીયે જરૂરત ન હતી. સરળતાનો નિતાન્ત અભાવ જ સમેલનનો (અને એની નિષ્ફળતાનો પણ) હેતુ બન્યો, એમ કહીએ તો અજુગતું નહીં લેખાય. એક તબક્કે સમેલનના મુખ્ય સંચાલક- નિમંત્રક શેઠ શ્રી કેશવલાલ લલુભાઈએ કદાચ ગમે તે વલણથી દોરવાઈ જઈને, દરમિયાનગીરી કરી કે, “મેં તો બધાને બાર પર્વતિથિની ચર્ચા કરીને નિર્ણય કરવા સારુ જ નિમંત્રણ આપ્યું છે.” આમ કહીને એમણે પોતે લખેલા નિમંત્રણપત્રનો એક ભાગ વાંચી સંભળાવ્યો : “વિનંતી કે, તિથિચર્ચાનો નિર્ણય શાસ્ત્રાધારે બધા ગચ્છાધિપતિ ભેગા મળી પરસ્પર સમજી વિચારીને યોગ્ય નિર્ણય લે તેમાં શાસનનું ગૌરવ છે.” આ વાંચીને એમણે કહ્યું: “તિથિચર્ચા એટલે બાર પર્વતિથિની ચર્ચા.” આ વખતે શ્રી વિજયનંદનસૂરિએ વાત ઉપાડી લેતાં કહ્યું: “કેશુભાઈ શેઠ! તિથિચર્ચા એટલે બાર પર્વોની ચર્ચા, એવો અર્થ કોણે કહ્યો? એવો અર્થ કરવાનો તમને શો અધિકાર છે? યાદ રાખો કે કાયદો ઘડવો એ ધારાસભાનું કામ છે, પણ એ કાયદાનો અર્થ શો કરવો એ હાઈકોર્ટ જજનું કામ છે. આવો અર્થ કરવાનો તમારો અધિકાર નથી. અને એ તમારો વિષય પણ નથી.” આ પછી એમણે સામા પક્ષને ચેલેન્જ આપી કેઃ “૧૯૯૨ પહેલાં બાર પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ કોઈએ કરી હોય તો એનો લેખિત પુરાવો અમને દેખાડો.” સામો પક્ષ એક પણ લેખિત પુરાવો રજૂ ન કરી શક્યો; ઊલટું એણે માંગણી કરી કે, “તમે, કોઈએ ક્ષયવૃદ્ધિ નથી કરી, એનો પુરાવો અમને દેખાડો.” આના જવાબમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખુદ આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી મહારાજના તથા બીજા પણ લેખિત પુરાવા રજૂ કર્યા. એટલે હવે, સામા પક્ષને પણ પુરાવા દેખાડવાની ફરજ પડી. એણે દયવિજયજીની ચોપડી, બુદ્ધિસાગરસૂરિજીનો પત્રાસદુપદેશ, અનોપચંદ શ્રાવકનો પ્રશ્નોત્તરરત્નચિંતામણિ વગેરેને પુરાવારૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો. પણ એ બધા જ એમને માટે નિરાધાર અને પાંગળા જ સાબિત થયા ! એટલે થાકીને એમણે છેલ્લે બળવાન હથિયારનો ઉપયોગ કર્યો: “સિદ્ધિસૂરિ મહારાજ બુઝર્ગ મહાપુરુષ છે, પૂજનીય છે. તેઓ અત્યારે વિદ્યમાન છે. તેઓ કહે છે કે, મેં ૧૯૫૨ વગેરેમાં પાંચમનો ક્ષય કર્યો હતો. તેમના વચનને અસત્ય ન જ મનાય.” આનો વ્યવસ્થિત ઉત્તર આપતાં શ્રી વિજયનંદનસૂરિજીએ જણાવ્યું: “શ્રીવિજયસિદ્ધિસૂરિજી મહારાજ બુઝર્ગ છે, મહાપુરુષ છે, અને સૌને પૂજનીય છે, એ બરાબર છે. પણ તે છતાં, તેઓ અત્યારે એક પક્ષમાં છે. અને એક પક્ષકાર હોવાને લીધે તેમનું વચન પુરાવો ન ગણાય. કોર્ટ પણ તેમના વચનને પુરાવો ન માની શકે. અને અમારે તો લેખિત પુરાવો જોઈએ છે. આ તો મૌખિક છે. એ ન ચાલે. લેખિત રજૂ કરો.” થયું. સામા પક્ષનું બળવાન હથિયાર બૂઠું ઠર્યું. હવે તેમણે નવી જ તરકીબ કરી. ૯૮. Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીગંભીરવિજયજી મહારાજ તથા શ્રી પ્રતાપવિજયજી મહારાજ વગેરે પૂજ્યોના પત્રો, જે વિચારણાસ્વરૂપ જ હતા, નહિ કે પ્રરૂપણા કે આચરણારૂપ, તેને પાંચમનો ક્ષય કર્યાના પુરાવારૂપે રજૂ કર્યા. પણ શ્રી વિજયનંદનસૂરિજીની જાણ બહાર કાંઈ જ ન હતું. એમણે તો લાગલો જ પ્રશ્ન મૂક્યો : “ગંભીરવિજયજી મહારાજે ને પ્રતાપવિજયજી મહારાજે પાંચમના ક્ષયની આચરણા કરી છે ?” જવાબ મળ્યો : “નથી કરી.” પૂછ્યું: “તો એને આચરણાના લેખિત પુરાવારૂપે કેમ રજૂ કરાય છે?” સામો પક્ષ થોથવાયો. એણે આડેધડ જવાબ વાળ્યો : “આચરણા કરતાં પ્રરૂપણા કરનાર વધારે ગુન્હેગાર છે, એમ અમે માનીએ છીએ. માટે આ પત્રોને પુરાવારૂપે રજૂ કર્યા છે.” આ સાંભળતાંજ શ્રી વિજયનંદનસૂરિજીનો પુણ્યપ્રકોપ પ્રજવળી ઊઠ્યો. એમણે ખૂબ ગંભીર રીતે કહ્યું: વિશેષમાં, તે (પાંચમનો ક્ષય કર્યાના પુરાવાની) ચર્ચાના પ્રસંગમાં વિજયરામચંદ્રસૂરિજી ૧૯૫રનો પૂજય શ્રી પ્રતાપવિજયજી ગણિ મહારાજનો પત્ર વાંચી સંભળાવે છે, પછી પૂજ્ય પં. ગંભીરવિજયજી મહારાજનો પત્ર તથા પૂ. ઉપાધ્યાય દયાવિજયજી મહારાજનો પત્ર પણ યાદ કરે છે, જે પૂજ્યશ્રીઓના પત્રો વિચારણારૂપ છે, પણ આચરણારૂપ નથી જ, એ વાત ચારે દિવસોની ચર્ચામાં અનેકવાર નિશ્ચિત થઈ ચૂકી છે, છતાં તે પત્રોની બાબતમાં વિજયરામચંદ્રસૂરિજી પોતાના મનસ્વીપણે વિચારણા' શબ્દને ઠેકાણે “પ્રરૂપણા’ શબ્દ ગોઠવી દે છે; અને એ બોલે છે કે, “આચરણ કરનારા ગુનેગાર છે, પણ પ્રરૂપણા કરનારા તો તેના કરતાં પણ વધારે ગુનેગાર છે. આ રીતની અનુચિત, અયોગ્ય અને અક્ષત્તવ્ય શબ્દોવાળી ભાષા અમારા પૂજ્ય પરમોપકારી વડીલો માટે બોલાય તે કોઈ પણ સંયોગોમાં જરાય વ્યાજબી નથી, એટલું જ નહિ, પણ તદન ખોટી રીતે ગેરસમજ ઊભી કરાવી તે પૂજ્ય મહાપુરુષોની આશાતના કરવા બરાબર છે.” “શેઠ કેશવલાલ લલુભાઈ ઝવેરીએ અમોને અહીં મુનિ સમેલન અંગે બોલાવેલા છે, તે કાંઈ અમારા પૂજ્ય મહાપુરુષો માટે આવા અયોગ્ય અને અનુચિત શબ્દોવાળી ભાષા સાંભળવા માટે બોલાવ્યા નથી. અને અમો મુનિસંમેલનમાં આવ્યા છીએ, તે પણ અમારા પૂજ્ય મહાપુરુષો માટે આવી રીતના અસભ્ય શબ્દોવાળી ભાષા સાંભળવા હરગિજ નથી આવ્યા. એટલે હાલ બીજી વિચારણા સ્થગિત કરી પ્રથમના તબક્કે વિજયરામચંદ્રસૂરિજીએ અમારા પૂ. વડીલો પ્રત્યેની તે શબ્દોવાળી ભાષા શ્રી શ્રમણ સંઘ સમક્ષ પાછી ખેંચી લેવી જોઈએ. અને તેવી ભાષા બોલ્યાની પોતાની ભૂલને માટે શ્રીશ્રમણ સંઘ સમક્ષ એમણે જાહેર માફી માંગવી જોઈએ, એવી મારી શ્રી શ્રમણ સંઘ પાસે નમ્ર માંગણી છે.” આ પછી સંમેલનમાં ખાસું ડહોળાણ થયું. એ પછી તો બંને પક્ષ પોતપોતાની પક્કડમાં વધુ દઢ થઈ ગયા. એક પક્ષનો કદાગ્રહ હતો કે બારપર્વની ચર્ચા કરવી જ જોઈએ; બીજા પક્ષનો સત્યાગ્રહ હતો કે બારપર્વની ચર્ચા ન જ કરી શકાય. ૯૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ આનો રસ્તો લાવવા માટે શાંતિ ને સમાધાનના પરમચાહક શ્રી પુણ્યવિજયજી મહારાજે એક માર્ગ મૂક્યો કે = “અવાજ એમ આવેલ છે કે, ઉદયસૂરિજી મહારાજ, માણેકસાગરસૂરિજી મહારાજ, હર્ષસૂરિજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ અને પ્રેમસૂરિજી મહારાજ આ પાંચ બુઝર્ગ પુરુષો આ બાબતમાં વિચારણા કરે કે આપણે શું કરવું અને કેવી રીતે નિર્ણય લાવવો ? એઓ જ આ કાર્ય કરી લે.” આ માર્ગ પર પોતાનું ખાસ હેતુસરનું મંતવ્ય રજૂ કરતાં શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ કહ્યું: “જેઓ યોગ્ય રીતે શાસ્ત્રો જોઈ શકે, સમજી શકે, વિચારી શકે તેવા યોગ્ય મહાપુરુષોને આ કાર્ય સોંપીએ તો થોડા વખતમાં શાસ્ત્રોની વાતોનું સ્પષ્ટીકરણ કરી શકીએ. વગેરે” આ સાંભળીને ઘણા સમસમી ગયા. એ દિવસનો કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ શ્રી વિજયલક્ષ્મણસૂરિજી દોડાદોડ પાંજરાપોળના ઉપાશ્રયે આવ્યા ને શ્રી વિજયનંદનસૂરિજીને કહે : “આપને આમાં કાંઈ કરવું છે કે નહિ ? હવે તો હદ થાય છે.” શ્રીવિજયનંદનસૂરિજી કહે : “હું શું કરું ? તમારે કરવું જોઈએ ને ?” શ્રી વિજયલક્ષ્મણસૂરિજી કહે : “પણ આપ જ કાંઈ કરો ને !'' શ્રી વિજયનંદનસૂરિજી કહે : “હું જે કરું એ કાલે જોજો.’ અને બીજે દિવસે શ્રી પુણ્યવિજયજી મહારાજ અને શ્રી વિજયપ્રતાપસૂરિજીના કથન પછી એમણે શ્રી વિજયરામચંદ્રસૂરિજીના વકતવ્ય ઉપર કડક સમાલોચના કરતાં જણાવ્યું : “ગઈકાલે પોણા બે વાગે પુણ્યવિજયજીના નિવેદનમાં જે સૂચન થયું, જે તેમનું પોતાનું સ્વતંત્ર નહોતું પણ તેમની પાસે કોઈ પણ તરફથી આવેલ સૂચના ઉ૫૨થી હતું, કે આ. શ્રી લબ્ધિસૂરિજી, આ. શ્રી પ્રેમસૂરિજી, આ. શ્રી ઉદયસૂરિજી, આ શ્રી હરખસૂરિજી, આ.શ્રી માણેકસાગરસૂરિજી, આ પાંચે વૃદ્ધ પુરુષોને આ કાર્ય સોંપવામાં આવે અને તેઓ આનો વિચાર કરી જે માર્ગ સૂચન કરે તે માર્ગે આપણે ચાલીએ તો તે જરૂર ઇચ્છવા યોગ્ય છે. આના જવાબમાં પોણા ચાર ને પાંચ મિનિટે રામચંદ્રસૂરિજીએ પોતાનું જે વકતવ્ય કર્યું તેમાં તેઓએ ‘ઉપરોક્ત પાંચ વૃદ્ધ પુરુષો અમારે કબૂલ છે, બરાબર છે, તેઓને આ કાર્ય સોંપીએ અને તેઓ જે વિચાર આપે તે માર્ગે આપણે જઈએ તે વાત અમારે સંમત છે,’ તે રીતે સ્વીકાર કર્યો નથી એ ચોક્કસ છે. અમોને લાગે છે કે તેઓની સમજણમાં ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષો યોગ્ય મહાપુરુષો નહોતા, યોગ્ય લાગ્યા હશે તો મહાપુરુષ નહિ હોય; મહાપુરુષ તેઓની સમજણમાં હશે તો પણ તેઓ યોગ્ય છે, તેવું તેઓની સમજણમાં નહિ હોય. એટલે તેઓની સમજણમાં તે પાંચે યોગ્ય મહાપુરુષ નહોતા. તેઓ પોતાના વકતવ્યમાં જણાવે છે કે, “જે યોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે, વિચારી શકે અને સમજી શકે, તેવા યોગ્ય મહાપુરુષોને સોંપવું જોઈએ.” એનો સ્પષ્ટ અર્થ છે કે : ‘ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષો યોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે છે,' તેવું તેમની સમજણમાં નથી. ‘યોગ્ય રીતે શાસ્ત્રો વિચારી શકે છે’ તેવું પણ તેમની સમજણમાં નથી. અને ‘ઉપ૨ોક્ત પાંચે જણા શાસ્ત્રોને યોગ્ય રીતે સમજી શકે ૧૦૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ છે' તેવું પણ તેમની સમજણમાં નથી. એટલું જ નહિ, પણ ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષો યોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે, વિચારી શકે કે સમજી શકે તેવા નથી એવું રામચંદ્રસૂરિજીની સમજણમાં જરૂર જણાય છે. જેથી તેઓએ તે પાંચે વૃદ્ધ પુરુષોનાં નામ કાલે કબૂલ કર્યો નથી. હવે આ પાંચે વૃદ્ધ પુરુષો સિવાય અત્રે વિદ્યમાન તપાગચ્છીય શ્રી દેવસૂર શ્રમણસંઘમાં યોગ્ય મહાપુરુષો બીજા રામચંદ્રસૂરિજીની સમજણમાં કોણ કોણ છે તે પણ આપણી સમજણ બહારનો વિષય છે. કારણ, આપણે કદાચ કોઈ નામ સૂચવીએ તો તેઓ કહી શકે છે કે, “આ પુરુષ યોગ્ય રીતે શાસ્ત્રને જોઈ શકે એમ નથી.” બીજું નામ સૂચવીએ તો પણ તેઓ કહી શકે છે કે “આ પુરુષ યોગ્ય રીતે શાસ્ત્રોને વિચારી શકે તેમ નથી.” ત્રીજાનું નામ કદાચ સૂચવીએ તો પણ તેઓ કહી શકે છે કે, “આ પુરુષ યોગ્ય રીતે શાસ્ત્રને સમજી શકે તેમ નથી. અને આવું કોઈ પણ મહાપુરુષ માટે “તે મહાપુરુષ યોગ્ય નથી.” એવું રામચંદ્રસૂરિજીના મોઢે અમારે કહેવરાવવું અને અમારે સાંભળવું, એ અમારી જરાય ઇચ્છા નથી.” આના પ્રત્યાઘાતમાં સામા પક્ષ તરફથી “મારો એવો આશય ન હતો”- ને એવાં અનેક મંતવ્યો રજૂ થયાં, પણ “બુંદકી બિગડી હોજ સે નહીં સુધરતી હૈ”- વાળો ઘાટ થઈ ગયો! પછી તો ડોળાણ વધી ગયું, ઉગ્રતા પણ આવવા લાગી. પરિણામે થોડા જ દિવસોમાં સમેલનનો નાટકીય રીતે અંત આવ્યો. બંને પક્ષ અન્યોન્ય પર આનો ટોપલો ઓઢાડવા લાગ્યા. પણ, ખરી રીતે તો, સામા પક્ષમાં સરળતાનો નિતાન્ત અભાવ અને એનું કદાગ્રહી માનસ જ આ માટે જવાબદાર ગણાવું જોઈએ. શ્રી વિજયનંદનસૂરિજીનું કથન સ્પષ્ટ હતું કે, “પાકિસ્તાન હિન્દુસ્તાન સાથે સમાધાન કરવાની વાતો કરે છે, પણ એ એની વાતો જ કર્યા કરે, ને પોતે દબાવેલી હિંદની જમીનો કે મિલકતો પરનો કન્નો છોડે નહિ, તો સમાધાન કઈ રીતે શક્ય બને? એ રીતે તમે જે નવી આચરણા કરી છે, તે ચર્ચાનો વિષય ન હોઈ શકે. આમ છતાં તમે પહેલાં નવી આચરણા છોડી દઈને આપણી શુદ્ધ પ્રણાલિકાનો સ્વીકાર કરી લો, પછી આપણે સાથે બેસીને એની ચર્ચા-વિચારણા અવશ્ય કરીએ અને એમાં જે સત્ય નીકળે તે આપણે બધાય સ્વીકારીએ.” ખૂબ સરળતાની ને સમજણની આ વાત હતી, પણ એ સમજમાં આવે એટલી સરળતા સામા પક્ષે ન હતી. એનું પરિણામ સંમેલનના અંતમાં આવ્યું. સમગ્ર તપાગચ્છની એકતા થાય, એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલી ભારત વર્ષની જૈન જનતાને આનો ભારે રંજ થયો. પણ આથી એટલું તો ચોક્કસ થયું કે અશક્ય ભૂમિકાઓ પર કલ્પાયેલી તપાગચ્છીય શ્રમણ સંઘની એકતા ન થવા છતાં, શ્રી દેવસૂર તપાગચ્છ સંઘની (એકતિથિ પક્ષની) એકતા જરૂર થઈ. આ સંમેલનના પ્રતાપે એ સંઘના તમામ સમુદાયો ખૂબ નિકટમાં આવ્યા; એમનું સંગઠન વિશેષ મજબૂત બન્યું, અને એ સંગઠનને સંમેલનના માધ્યમથી તોડી પાડવાના સામા પક્ષના પ્રયત્નોને નિષ્ફળતા જ સાંપડી ! આ એકતાના ફળસ્વરૂપે શ્રી દેવસૂર તપાગચ્છ શ્રમણ સંઘ તરફથી શ્રીવિજયનંદનસૂરિજીના નામનું એક નિર્ણયાત્મક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું. એમાં ત્રણ ૧૦૧ www.jaineliborg Page #118 -------------------------------------------------------------------------- ________________ નિર્ણયો જાહેર કરાયા : “(૧) બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કોઈ પણ સંયોગોમાં ન જ કરી શકાય. (૨) સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ પાંચમને અખંડ રાખીને જ કરવાની છે. (૩) ચાલુ વર્ષે (સં. ૨૦૧૪) તા. ૧૬-૯-૫૮ને મંગળવારે જ સંવત્સરી કરવાની છે.” સં. ૨૦૧૪ના આ સમેલનને શિષ્ટ સભ્ય સમાજના લોકોએ જૈન સમાજની મોટી નિષ્ફળતા ગણી. આજે પણ એ લોકો એને નિષ્ફળતા જ કહે છે. અલબત્ત, એ સંમેલન નિષ્ફળ જરૂર ગણાય, પણ એ નિષ્ફળતાનું મૂલ્ય સફળતા જેટલું જ આંકવું જોઈએ. આ જેવી તેવી સફળતા નથી. અને આટલું લાવ્યા છતાંય એને જો નિષ્ફળતા કહેવાતી હોય તો તે પણ આદરણીય જ ગણાશે. શ્રી વિજયનંદનસૂરિજીને એક પત્રમાં પં. મફતલાલ ઝવેરચંદ લખે છે : “મને પોતાને તો સ્પષ્ટ લાગે છે કે આજ સુધી આપણા પક્ષે જે કાંઈ વલણ લીધું છે તે યોગ્ય, વ્યાજબી અને જરૂરી જ લીધું છે. આમાં જરા પણ આપણી ભૂલ થઈ નથી.” “કોઈનું ભૂંડ ઇચ્છનાર પોતાનું જ ભૂંડુ કરે છે.પારકાનું કાંઈ કરી શકતો નથી. ગયા સંમેલનમાં અને આ સંમેલનમાં બંનેમાં તેઓ બન્યા છે.” “હું તો ખરેખર આપને જ આનો યશ આપું છું. આપ જો ન આવ્યા હોત તો શું પરિણામ આવત તે તો ભાવિ જાણે, પણ આપે આવી, પર્વતિથિનું રક્ષણ કર્યું છે. અને જે કામ સાગરાનંદસૂરિજી કે કોઈ ન કરી શક્યા તે કર્યું છે. આ કરવામાં આપે શાસનનું પરમ કલ્યાણ કર્યું છે. એટલું જ નહિ, પણ શાસનના શિરસ્તાને ઉલ્લંઘનારને યોગ્ય શિક્ષા આપી શાસનના રાહનું રક્ષણ કર્યું છે, નહિતર એ સ્થિતિ આવી પહોંચી હતી કે ગમે તે માણસ મનગમતી વસ્તુ ભક્તોના કે પૈસાના જોરે શાસનમાં ઘુસાડી અને સાચી વાતને હંમેશ માટે ધકેલી દેત. આપે તો આ કામ આપના જીવનમાં પરમસુકૃત અને અંતે પણ સુકૃત અનુમોદનારૂપ કર્યું છે. આની પાછળ કોઈને પાછા પાડવાની કે કિન્નો લેવાની બુદ્ધિ નથી. માત્ર ચાલુ પરંપરાને કોઈ પણ માણસ તોડે તે ઉત્પથથી સમાજને રક્ષવાની ભાવના હતી.” અંતે એટલું જ કહીશું કે આ સંમેલનમાં શ્રી વિજયનંદનસૂરિજી ન આવ્યા હોત તો સં. ૧૯૯૯માં પી. એલ. વૈદ્યના ચુકાદા વખતે સર્જાયેલી સ્થિતિથીયે વધુ કફોડી સ્થિતિ પેદા થાત એ નિઃશંક છે. (૩૪) પંચાંગ પરિવર્તન સંમેલનની સમાપ્તિ થઈ તો ખરી, પણ એ પછી પુનઃ પત્રિકાબાજી શરૂ થઈ ગઈ. સામો પક્ષ કે તો લખાણ અને પત્રિકાને જોરે જ ઝઝૂમતો અને નભતો હતો. એનું એ પ્રબળ પ્રચાર માધ્યમ હતું. પણ છે. આ પક્ષમાં પણ અમુક તત્ત્વો એવાં હતાં, જેને આવી પત્રિકાબાજીમાં રસ હતો. આનાથી ૧૦૨ Pain Education International Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયનનન્દનસૂરિજી નારાજ હતા. એકવાર તો એમણે એક પત્રમાં લખેલું પણ ખરું ઃ ખરી રીતે સામા પક્ષની તો ચૅલેન્જ, ચર્ચા કે જવાબ હાલ કાંઈ પણ કરવાની ઉતાવળ ન કરવી મને વ્યાજબી લાગે છે. નિવેદન કે લખાણ સામાનાં થવા દેવાં. તેઓને એટલાથી સંતોષ માનવા દેવો. સામાનું લખાણ માત્ર વાંચી જવાબની ઉતાવળ કરવી ઠીક નથી લાગતી. લખાણની પાછળ સામાનું હૃદય કેટલું બેસી ગયું જણાય છે તેમજ લખાણમાં કેટલી પૉલિસી છે, તે જ પહેલું બરાબર વિચારવું જોઈએ. જયાં સરળતાનો અંશ નથી, તેમ શાસનની સાચી ધગશ નથી, ત્યાં તેની સામે ચેલેન્જ કે ચર્ચાનો અર્થ શો? પણ ઉતાવળિયા સ્વભાવનું ઔષધ શું?” પત્રિકા ને લખાણથી તેઓ કેટલા નારાજ હતા, તે આ પરથી પણ સમજાય છે. પણ, થોડા જ સમયમાં સામા પક્ષના એક ખાસ વર્તુળે એકદમ નવો વળાંક લીધો. બાર પર્વતિથિ અંગેની નવી પ્રણાલિકા મૂકી દેવાની વાતો એ વર્તુળ શરૂ કરી. આનું પણ કારણ હતું : હજુ હમણાં જ સંમેલનનો બનાવ દાખલારૂપ બન્યો હતો. એ પછી થોડા સમયમાં સંવત્સરીનો પ્રશ્ન આવતો હતો. એ સંવત્સરીમાં સામો પક્ષ તપાગચ્છથી સાવ અલાયદો પડી જવાનો હતો. આ નવા પક્ષે માત્ર ૧૫ ટકા જેટલો જ વર્ગ હતો; જ્યારે જૂના પક્ષે ૮૫ ટકા જેટલો વર્ગ રહેતો હતો. આ સ્થિતિમાં જો સામો નવો પક્ષ જુદી સંવત્સરી કરે, તો સર્વત્ર સર્વ લોકોને થઈ જ જાય કે, “આ લોકો જ સંઘની એકતામાં બાધક છે. અને આ લોકોના કારણે જ વિ.સં. ૨૦૧૪ના સંમેલન પહેલાં, સંમેલનમાં અને તે પછી પણ સંઘમાં ક્લેશ થયા કરે છે.” આમ ન થાય, એ હેતુથી એ વર્તુળ આવો વળાંક લેવાનું સાહસ કરેલું. પણ એ એને માટે દુસ્સાહસ કર્યું. સામા પક્ષનાં જ બળવાન પરિબળોએ એ વર્તુળને નવો વળાંક લેતાં અટકવાની ફરજ પાડી. આથી સામા પક્ષમાં તિથિપ્રશ્ન આંતરિક ઘર્ષણ શરૂ થયું. આ પછી આચાર્ય વિજયપ્રેમસૂરિજીએ એક્તા માટે સંઘમાન્ય પંચાંગનું પરિવર્તન કરવાનો નવો વિચાર વહેતો મૂક્યો. એમના આ વિચારથી શ્રી વિજયનંદનસૂરિજીને વાકેફ કરવા માટે પં. શ્રી મફતલાલ ઝવેરચંદે એમને લખ્યું “બધાં વમળો પૂરા થયા પછી આ એક નવી વાત છે અને તે આપના અભિપ્રાય ઉપર અવલંબે છે.” પ્રેમસૂરિજી રામસૂરિજી બારપર્વ ન છોડે તો ઉપવાસ ઉપર ઊતરવા તૈયાર થયા છે, આનું પરિણામ એ આવવાનું કે બારપર્વ તે બધા છોડે અને આપણને બુધવાર માટે આગ્રહ થશે.” પરંતુ આ વાતમાં મેં કહ્યું કે પ્રત્યક્ષ પંચાંગનો આશરો લો તો આ પંચાંગ જૈન સંઘ સદા માટે સ્વીકારે અને તે રીતે આ સાલ મંગળવારી સંવચ્છરી બધા કરે. આ માટે એમણે રામચંદ્રસૂરિજીને પૂછી જોયું પણ તે તેને નથી ગમ્યું.” “પરંતુ તે પોતે-પ્રેમસૂરિ-તે માટે તૈયાર થયા છે. તેમનું કહેવું એવું છે કે અમદાવાદના મુખ્ય મુખ્ય આચાર્યોને ડહેલું કે બીજે કસ્તૂરભાઈ ભેગા કરે અને કહે કે “પ્રત્યક્ષ પંચાંગ સ્વીકારી મંગળવારી ૧૦૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ બધા કરો.” આપણે અને પ્રેમસૂરિએ તુર્ત કબુલ કરવું. રામસૂરિજીને સમજાવવા પ્રયત્ન થાય. ન માને તો તેને દબાવવા પ્રેમસૂરિ ઉપવાસ ઉપર ઊતરે, અગર છેવટે તેને મૂકી દઈને પણ પ્રેમસૂરિ બધી રીતે આપણામાં બારપર્વ અને સંવચ્છરીમાં જોડાઈ જાય-આ ગણત્રી છે.' આ વાત પૂ.આ. ઉદયસૂરિજી મહારાજ, પૂ. ચંદ્રસાગરસૂરિજી મહારાજ અને ડહેલાને પૂછી, પણ તે બધાનો નિર્ણય આપના ઉપર અવલંબે છે.” આ જ મતલબનો એક પત્ર શ્રી પુણ્યવિજયજીએ પણ શ્રી વિજયનંદનસૂરિજીને લખ્યો. પં. મફતલાલ, શ્રી પુણ્યવિજયજી વગેરેના પત્રોના ઉત્તરમાં શ્રી વિજયનંદનસૂરિજીએ જણાવ્યું : “પ્રેમસૂરિજીની મંગળવારની આ નવી ભાંજગડમાં પડવાની અમારી સલાહનથી. પહેલાં સિદ્ધિસૂરિજી, લબ્ધિસૂરિજી, પ્રેમસૂરિજી, અને રામચંદ્રસૂરિજી- આ ચારેયની બાર પર્વતિથિની પ્રણાલિકાને સ્વીકારવાની લેખિત કબૂલાત લેવી જોઈએ, પછી જ આવી કોઈ પણ ભાંજગડમાં ભાગ લેવો વ્યાજબી છે.” આ વાતના અનુસંધાનમાં એમણે સલોત ફૂલચંદ છગનલાલ પરના પોતાના પત્રમાં પણ લખ્યું છે કે, “આપણે તો સામા પક્ષની પાસે મંગળવાર કરાવવાની પણ આશા કે ઇચ્છા રાખવાની જરૂર નથી. તેઓને તિથિ કે સંવચ્છરી જે રીતે કરવી હોય તે રીતે ભલે કરે, આપણને હવે શાંતિથી મંગળવારની સંવર્ચ્યુરી કરવા દે, એટલું જ બસ છે.” શ્રી વિજયનંદનસૂરિજીની અંગત માન્યતા હતીઃ “આપણા પક્ષમાં તો સર્વસંમતિએ મંગળવારે સંવત્સરી કરવાની નક્કી જ છે. તો પછી સામા પક્ષ ખાતર પંચાંગ પરિવર્તન કરવાની શી જરૂર છે? એમને ઉચિત લાગતું હોય તો એ લોકો ભલે મંગળવારે કરે, પણ એ લોકો મંગળવાર કરે, એ માટે આપણે જૈન સંઘના તમામ ગચ્છોને સર્વમાન્ય ચંડુ પંચાંગનો ત્યાગ કરીને માત્ર તપાગચ્છમાં જ સ્વીકાર્ય બની શકે એવું નવું પંચાંગ માનવું, બિલકુલ ઉચિત નથી. હા, સામો પક્ષ બારપર્વની નવી પ્રણાલિકા છોડવાનું જાહેર કરે તો કોઈ પણ બાબતનો વિચાર કરીએ. પણ તેવું તો છે જ નહિ. પછી શા માટે પંચાંગની બાબતમાં એમને ખાતર સર્વ ગચ્છોથી જુદા પડવું?” પણ ભાવિ જુદું જ હતું. સામા પક્ષની વારંવારની ઉદીરણાથી પ્રેરાયેલા મુંબઈ તથા અમદાવાદના આગેવાન શ્રાવકોના સૂચનને માન આપીને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ શ્રી સંઘ વતી આ પ્રશ્નની જવાબદારી લીધી. તેઓ બાર તિથિ અને સંવત્સરી, બંને પ્રશ્નનું એકીસાથે સમાધાન થાય એ હેતુથી દરેક આચાર્યોને મળ્યા, વિનંતી કરી. પણ છેવટે બાર તિથિની વાત ભવિષ્ય ઉપર છોડીને સંવત્સરીની એકતા કરવાનો એમણે નિર્ણય કર્યો. એ માટે સંઘમાન્ય ચંડુ પંચાંગના પરિવર્તનનો વિચાર બધા આચાર્યો પાસે મૂક્યો. સામા પક્ષને તો “ભાવતું'તું ને વૈદે કહ્યાં’ જેવું જ હતું ! પણ આ પક્ષના આચાર્યોએ પણ “શેઠે ઉપાડ્યું છે, અને સંઘની એકતા ખાતર થાય છે.” એમ વિચારીને એ વિચારને સંમતિ આપી. આથી સૂરિસમ્રાટ સમુદાય વતી શ્રી વિજયોદયસૂરિજી મહારાજ અને શ્રીવિજયનંદનસૂરિજીએ પણ, પોતાની સચોટ માન્યતાનો આગ્રહ ન રાખતાં, સમ્મતિ આપી; કહો કે આપવી પડી. . ૧૦૪ Sain Education International www.jainelib Page #121 -------------------------------------------------------------------------- ________________ આ બાબતમાં સમ્મતિ મંગાવતો શેઠનો પત્ર આવ્યો, ત્યારે તેના જવાબમાં શ્રીવિજયનંદનસૂરિજીએ લખ્યું: “શ્રી પર્યુષણ પર્વના પ્રશ્નનો પૂ. આચાર્ય મહારાજાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવાની અને સકલ શ્રી સંઘમાં એક સાથે પર્યુષણ પર્વની આરાધના કરાવવાની તમારી ઉત્તમ ભાવના જાણી ખૂબ જ અનુમોદના સાથે સંતોષ થયો છે અને તે કાર્યની સફળતા માટે અમારા સહકાર અને આશીર્વચનની અપેક્ષા જણાવી, તો ત્યાં અમદાવાદ બિરાજતા પરમપૂજય પરમોપકારી પૂજયપાદ અમારા ગુરુમહારાજશ્રીજી વિજયોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબનો જે સહકાર અને તેઓશ્રીજીનું જે આશીર્વચન તેમાં જ સંપૂર્ણ રીતે અમારો સમાવેશ આવી જાય છે. છતાં તમોએ તમારા પૂર્ણ વિવેકભર્યા વલણને અનુસરી અમારી ઉપર પણ પત્ર લખ્યો છે, તેના જવાબમાં – જ્યારે ભારતના તમામ તપાગચ્છ શ્રી ચતુર્વિધ સંઘનો આ સંવત્સરી મહાપર્વની આરાધનાનો પ્રશ્ન છે, અને આખા ય તપાગચ્છીય શ્રી સંઘમાં એક જ દિવસે એક જ સરખી સંવચ્છરીની આરાધનાની વિચારણા કરાય છે, અને એ રીતે આખાય તપાગચ્છ શ્રી સંઘમાં એકતા અને શાંતિ સ્થાપવા તમો તથા અમદાવાદનો શ્રી સંઘ આ પ્રશ્ન હાથ ધરે છે, ત્યારે તે બાબતમાં અમદાવાદનો શ્રી સંઘ જે નિર્ણય જાહેર કરશે તેમાં અમારો પૂરો સહકાર છે, અને અમારી સમ્મતિ છે.” આ પછી દ્વિતીય શ્રાવણ વદિ ૭ને ગુરુવારે (તા. ૭-૮-૫૮) શ્રી સંઘ ભેગો કરીને શેઠ શ્રીકસ્તૂરભાઈ લાલભાઈએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે – શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રી સંઘે અત્યાર સુધી પંચાંગ તરીકે ચંડાશુ ચંડ પંચાંગનો ઉપયોગ કર્યો છે. પણ આજથી એ પંચાંગની જગ્યાએ જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગનો ઉપયોગ કરવા આપણા શ્રી તપાગચ્છીય આચાર્ય મહારાજો આદિએ સર્વસમ્મત નિર્ણય કર્યો છે. શ્રી રાજનગરનો જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રી સંઘ આજથી તે પ્રમાણે વર્તવા જાહેર કરે છે.” આ ઠરાવ પછી તપાગચ્છ શ્રી સંઘમાં તાત્કાલિક શાન્તિ અને નિરાંતનું આનંદમય વાતાવરણ છવાયું. સમગ્ર સંઘમાં એક જ પર્યુષણા અને એક જ સંવત્સરી થઈ. આ બાબતનો આનંદ વ્યક્ત કરતાં શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી વિજયનંદનસૂરિજીને લખે છે : “ધર્મપસાથે આ વર્ષે આખા સંઘનાં પર્યુષણા એક જ થયાં એથી ઘણી જ શાંતિ રહી છે એમાં ફરક નથી.” શેઠ શ્રી કસ્તૂરભાઈએ પણ લખ્યું કે - આપ સૌ આચાર્ય મહારાજોની કૃપા અને ઉદારતાથી સમસ્ત જૈન સંઘે મહાપર્યુષણ પર્વની આરાધના એકચિત્તે ખૂબ આનંદથી કરી અને તેથી જૈન સમાજમાં અનુપમ ખુશાલી વ્યાપી રહી છે.” ૧૦૫ www.jainelistary.org Page #122 -------------------------------------------------------------------------- ________________ (૩૫) ઉદારતાનું ઉમદા ઉદાહરણ સકલ સંઘમાં એક સંવત્સરીની આરાધનાની આ વાતે શેઠ કસ્તુરભાઈને તિથિચર્ચાના પ્રશ્નના ઉકેલની દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. સંવત્સરી પછી તરત જ એમણે બારપર્વનો નિવેડો લાવવાના પ્રયાસો શરૂ કર્યા. એ પ્રયાસોના પ્રારંભમાં એમણે એ અંગેનું માર્ગદર્શન મેળવવા માટે એક પત્ર શ્રી વિજયનન્દનસૂરિજી પર લખ્યો: હજુ આપણે બીજા ઘણા કોયડા ઉકેલવાની છે, તે સુલભ રીતે ઉકેલવા સારુ તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર એકમત થવો જરૂરી છે. તેમાં આપનો પૂરો અને ઉત્સાહી સાથ મળશે તેમાં મને શંકા નથી. આ પ્રશ્ન ઉપર માર્ગદર્શન આપી આભારી કરશો.” આ વાતને પુષ્ટિ આપવા માટે શ્રી પુણ્યવિજયજીએ પણ એક પત્ર લખ્યો કે: બારપટ્વના સમાધાન અંગેનું માર્ગદર્શન મેળવવા માટે શેઠશ્રી તેમને પોતાના પત્ર સાથે મોકલી રહ્યા છે. શેઠ ઈચ્છે છે કે બારપર્વ અને સંવત્સરી આદિ અંગે કાયમી એક નિર્ણય થઈ જાય તો એક મોટી સિદ્ધિ જૈન સંઘ માટે થઈ ગણાય, અને સંઘને લગતાં બીજાં કાર્યો કરવાની સુગમતા ઊભી થાય. અને આ વિષેના માર્ગદર્શનની આશા શેઠ શ્રી પરંપરાનુસારી વર્ગ પાસેથી રાખે છે. ખાસ કરીને આપની પાસેથી જ રાખે છે. પ્રસંગોપાત્ત મેં સૂચના કરી હતી કે, આ વિશેનું વિચારપૂર્ણ માર્ગદર્શન મળવાનું સ્થાન વાસ્તવિક શ્રી નંદનસૂરિજી મહારાજ છે. શેઠને એ વાત સમજાઈ છે. મને લાગે છે કે આ પ્રસંગે આપના તરફથી માર્ગદર્શન મળશે એ અતિ લાભદાયી બાબત છે. શાસનની દષ્ટિએ અને અનેક દષ્ટિએ શેઠશ્રીને શ્રદ્ધા પણ છે, તો આપ યોગ્ય કરશો.” શેઠના પત્રના ઉત્તરમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખૂબ ઉદારતા, તટસ્થતા અને દીર્ધદષ્ટિભર્યું સવિસ્તર માર્ગદર્શન આપ્યું. એ કેવું કીમતી હતું એ આપણે પણ જોઈએ: “તમોએ લખ્યું જે “બીજા ઘણા કોયડા ઉકેલવા સારુ તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર એકમત થવો જરૂરી છે. તે તદન વ્યાજબી છે. કારણ, તિથિ-આરાધનાના એકમતમાં જ ભાવી તમામ ઉકેલોની સુલભતા છે, અને તેમાં જ શ્રી જૈન સંઘનું ગૌરવ સમાયેલું છે. “તમોએ તે તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર તમામનો એકમત થવા બાબતમાં અમારી પાસે માર્ગદર્શન માગ્યું તો તેના જવાબમાં – (૧) અમોને એમ લાગે છે કે તિથિનો એક નિર્ણય પટ્ટકરૂપે લેવાય તો તે કામ વધારે સુગમ થાય એટલે –“અત્યાર સુધીમાં તિથિની આરાધના તપાગચ્છના જે જે સમુદાયે પોત પોતાની માન્યતા પ્રમાણે જે જે રીતે કરી છે તે તમામ સમુદાયે શાસ્ત્રના સાપેક્ષભાવે, સમજીને કરી છે. પણ હવે તે રીતે જુદી જુદી આરાધના ન થતાં એક જ આરાધના થાય તે માટે, શાસ્ત્રના વિધિ–નિષેધ કાયમ રાખીને, અરસપરસ શાંતિપૂર્વક અને સમજૂતીથી, એક પટ્ટકરૂપે નિર્ણય લાવવો જોઈએ.” અને આ પટ્ટકનું કાર્ય ત્યાં અમદાવાદ બિરાજતા આચાર્ય મહારાજો વિ. એકમત થઈ અને બહાર બિરાજતા આચાર્ય ૧૦૬ Page #123 -------------------------------------------------------------------------- ________________ , મહારાજો વગેરેના વિચારો મેળવી સર્વસંમત થઈ કરે અને અમદાવાદનો શ્રીસંઘ તે કાર્યને સહર્ષ વધાવે. (૨) હવે કદાચ ઉપર જણાવ્યા પ્રમાણે પટ્ટકરૂપે નિર્ણય ન આવી શકે તો પછી અમદાવાદના નગરશેઠ વિમળભાઈ શેઠ, તમારા જેવા વિચારશીલ પુરુષો સાથે વિચારવિનિમય કરી, અમદાવાદના શ્રીસંઘને બોલાવે અને શ્રીસંઘમાં તેઓ તિથિ બાબતનો એક નિર્ણય જાહેર કરે અને તે પ્રમાણે તમામ તપાગચ્છ ચતુર્વિધ શ્રીસંઘ તિથિની આરાધના કરે. આ રીતે અમારા ક્ષયોપશમ પ્રમાણે આ પ્રકારનું માર્ગદર્શન હાલ અમારા વિચારમાં આવે છે.” આવું કીમતી માર્ગદર્શન આપવાછતાં, એનો અમલ થવો જ જોઈએ એવો આગ્રહ ન રાખતાં, એની સાથે જ એમણે ૧૯૯૨થી શરૂ થયેલી નવી પ્રણાલિકાનો નિર્દેશ કરવા સાથે ઉમેર્યું ઃ “તો હવે તિથિ-આરાધનાના તે મતભેદના ઉકેલ લાવવામાં અને એકમત થવામાં તેઓની શી ઇચ્છા છે, અને કઈ રીતે તેઓ એકમત થવા ઇચ્છે છે? –આ બાબતમાં તે વર્ગમાંથી વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી વિગેરેના ચોક્કસ વિચાર સ્પષ્ટ રીતે તમારે પહેલા જાણી લેવા જરૂરી છે. તેથી તે બાબતની વિશેષ વિચારણામાં અનુકૂળતા રહેશે અને ઉચિતતા જળવાશે એવું અમારું માનવું છે.” - શ્રી વિજયનંદનસૂરિજીના સૂચન અનુસાર, બન્ને પક્ષે સંમત નિર્ણય થાય તો સારું, એવા ઇરાદાથી શેઠે વાટાઘાટો ચલાવી. પણ સામા પક્ષે પૂનમ–અમાસની ક્ષય–વૃદ્ધિ કાયમ રાખવાની અને સંવત્સરી પણ પોતાની માન્યતાની ચાલુ રાખવાની શરતે બાકીની પર્વતિથિઓની નવી પ્રણાલિકા છોડવાની વાત મૂકી. કોઈ પણ તટસ્થ અને સમજી વિચારક વ્યક્તિ નામંજૂર કરે એવી આ વાત હતી. આમ થવાથી, કશું પરિણામ આવવાની આશા–શક્યતાઓ ઘટી ગઈ. આખરે શેઠે એ વિશેની વાટાઘાટો અને હિલચાલો બંધ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું: “ગુરુવાર તા. ૭-૮-૫૮ના રોજ સંવત્સરીની આરાધના એક જ દિવસે કરવાની સૌ આચાર્ય મુનિ–મહારાજોની સંમતિ આવતાં જૈન જનતામાં અનેરો ઉમંગ આવ્યો હતો. ત્યારબાદ તિથિ-આરાધના પણ એક જ દિવસે કરવા સારુ મેં અનેક પ્રયત્નો કર્યા, છતાં એમાં સફળતા મળી નથી. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, અમુક આચાર્ય-મુનિરાજોને બાદ કરતાં, મોટા ભાગના બંને પક્ષોનું વલણ એવા પ્રકારનું છે કે જેમાં તેઓ સમજ્યા તે સાચું મનાવવાની તમન્ના સેવાઈ રહી છે; જ્યારે તેથી જૈન સંસ્કૃતિ અને સમાજને કેટલું પારાવાર નુકસાન થઈ રહ્યું છે અને થવાનું છે તે તેમના ધ્યાન બહાર રહે છે.” (“ગુજરાત સમાચાર',તા. ૯-૧૨-૫૮) અને આ તિથિચર્ચાનો પ્રશ્ન જેમ હતો તેમ જ કાયમ રહ્યો. ઈ ૧૦૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ (૩૬) શુભ કાર્યોની પરંપરા સૂરિસમ્રાટના સ્વર્ગવાસ પછી કેટલાંક બાકી રહેલાં કાર્યો પૂરાં કરવાની દિશામાં, શ્રી વિજયનંદનસૂરિજી પૂરા સક્રિય હતા. મહુવામાં સૂરિસમ્રાટના અગ્નિસંસ્કાર—સ્થળે શ્રીસંઘે એક નાનું પણ નાજુક જિનમંદિર તૈયા૨ કરાવ્યું હતું. વિ. સં. ૨૦૧૫માં એની અંજનશલાકા—પ્રતિષ્ઠાનું શુભ કાર્ય ગુરુદેવ શ્રી વિજયોદયસૂરિજી મહારાજ સાથે કર્યું. એમાં સૂરિસમ્રાટની પાદુકા પણ પ્રતિષ્ઠિત કરી. કદમ્બગિરિ તીર્થના વિકાસ માટે સૂરિસમ્રાટના મનોરથો અતિભવ્ય હતા.એ મનોરથને મૂર્તિમાન કરવા માટે એમના આ બે શિષ્યો—શ્રીવિજયોદયસૂરિજી તથા શ્રી વિજયનંદનસૂરિજી—અને શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી સતત પ્રયત્નશીલ હતા. એ પ્રયત્નોના પરિપાકમાં કદમ્બગિરિ ઉપર અનેક જિનચૈત્યોનું નવનિર્માણ થઈ રહ્યું હતું. એમાં ૧૧૫ ઇંચની ઊંચાઈની શ્રી આદીશ્વરપ્રભુની પ્રતિમાવાળો શ્રી પંચમેરુપ્રાસાદ, શ્રી પાર્શ્વનાથપ્રભુના ભૂમિગૃહ—ચૈત્યવાળો શ્રી અષ્ટાપદ તીર્ઘાવતાર પ્રાસાદ, વાવડી પ્લોટનો જિનપ્રાસાદ, આ બધાંનું નિર્માણકાર્ય પરિપૂર્ણ થયું હોઈ, વિ. સં. ૨૦૧૬માં એ બધા પ્રાસાદોની પ્રતિષ્ઠા સાથે અનેક જિનબિંબોની અંજનશલાકા કરી. આ જ વર્ષે શ્રી કદમ્બગિરિમાં ઉપધાનની મંગળ આરાધના પણ કરાવી. ક્ષેત્રસ્પર્શના, તબિયતની પ્રતિકૂળતા, કદમ્બગિરિ તીર્થનો વિકાસ વગેરે અનેક કારણોસર વિ.સં. ૨૦૧૪ થી લઈને ૨૦૨૦ સુધીનાં સાત ચોમાસાં તેઓશ્રીએ પાલિતાણામાં, સાહિત્યમંદિરમાં જ કર્યા. આ ગાળામાં—સં. ૨૦૧૭–૧૮માં—શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર જુદી જુદી ટૂંકોમાં અનેક જિનમૂર્તિઓની પ્રતિષ્ઠા એમના હાથે થઈ. સં. ૨૦૧૯માં કપડવંજના સુશ્રાવક શેઠશ્રી રમણભાઈ નગીનદાસ પરીખને કપડવંજથી કેસરીયાજી તીર્થનો છ ‘રી’ પાળતો યાત્રાસંઘ કાઢવાની ભાવના થતાં તેમણે તેમાં પધારવાનો ખૂબ આગ્રહ કર્યો. એટલે તેઓ કપડવંજ પધાર્યા. ત્યાંથી તેમની નિશ્રામાં ચિરસ્મરણીય, ભવ્ય યાત્રાસંઘ નીકળ્યો. સાથે આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તથા શ્રી પુણ્યવિજયજી મહારાજ વગેરે મુનિવૃત્ત્વ પણ હતું. સંઘ સાથે શ્રીકેસરિયાજી તીર્થની યાત્રા અંતરના ઉલ્લાસથી કરીને વર્ષોની ભાવના અને અભિગ્રહ પૂર્ણ કર્યાં. ત્યાંથી પાછા કપડવંજ, અમદાવાદ થઈ વલભીપુર આવ્યા. ત્યાં સૂરિસમ્રાટની પ્રબળ ભાવનાને અનુસરીને, જિનદાસ ધર્મદાસની પેઢીએ, ગામબહાર પ્લોટમાં ચા૨ મજલાનું ગગનોત્તુંગ શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ—સ્મૃતિમંદિર તૈયાર કરાવેલું હતું. આ ભવ્ય પ્રાસાદમાં જિનબિંબો ઉપરાંત વલભીવાચનાના ઐતિહાસિક અવસરે શ્રી દેવર્ધિગણિજીના નેતૃત્વમાં એકત્ર મળેલા પાંચસો આચાર્યોની મૂર્તિઓ પણ બિરાજમાન કરવાની હતી. એટલે શ્રી વિજયોદયસૂરિજી તથા શ્રી વિજયનંદનસૂરિજી અહીં રહ્યા, ૧૦૮ Page #125 -------------------------------------------------------------------------- ________________ અને ભવ્ય ઉત્સવપૂર્વક આ દેરાસરની પ્રતિષ્ઠા અને અંજનશલાકા કરી. ખંભાતમાં માણેકચોક મહોલ્લામાં જમીનનું ખોદકામ કરતાં અનેક પ્રાચીન જિનબિમ્બો મળી આવ્યાં હતાં. આઠસોથી હજાર વર્ષ જેટલાં જૂનાં, નયનમનોહર એ બિંબ હતાં. લોકોને જાણ થતાં જ દૂર દૂરના ગામોના સંઘો તથા લોકો એમાંથી પોતાને ગમતાં જિનબિંબોની માગણી કરવા લાગ્યા. એના બદલામાં મોં માગ્યું દેવદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય પણ આપવા તૈયાર થયા. આ સ્થિતિમાં મહોલ્લાના રહેવાસી શા. હીરાલાલ સોમચંદ વગેરે શ્રાવકોએ શ્રી વિજયનંદનસૂરિજીની સલાહ લેતાં તેમણે એક પણ બિંબ કોઈને ન આપવાની સલાહ આપી. અને એ પછી, એમના પૂરા સ્પષ્ટ માર્ગદર્શન અનુસાર, માણેકચોકના ચિંતામણિ પાર્શ્વનાથના નાના દેરાસરનો જીર્ણોદ્ધાર કરીને તેને વિશાળ બનાવાયું, અને તેમાં શ્રી વિજયનંદનસૂરિજીએ તમામ બિંબોની વ્યવસ્થિત ગોઠવણી કરાવી; એ માટે આરસની છત્રીઓ પણ બનાવરાવી. અને સં. ૨૦૨૨માં માહ મહિનામાં એ બિંબોને ભવ્ય મહોત્સવ સાથે ગાદીનશીન કરાવ્યાં. ખંભાતમાં જ ભોંયરાપાડામાં જીર્ણોદ્ધાર કરાયેલા શ્રી શાંતિનાથપ્રભુના દેરાસરની પણ વૈશાખ મહિનામાં પ્રતિષ્ઠા કરાવી. ત્યાં ખારવાડામાં ભંપોળ (બ્રહ્મપોળ)નો ઉપાશ્રય છે. એ ઉપાશ્રય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય કહેવાય છે. તેમાં એક ભોંયરું છે. એ માટે એવી લોકોક્તિ છે કે સિદ્ધરાજ જયસિંહના ભયને લીધેભાગી છૂટેલા રાજા કુમારપાળ જ્યારે ખંભાત આવ્યા, ત્યારે તેમને કલિકાલસર્વજ્ઞ પોતાના ગ્રંથભંડારના ઉપયોગમાં આવતા આ ભોંયરામાં સંતાડેલા હતા. આ ઐતિહાસિક સ્થાન અને પ્રસંગની સ્મૃતિને મૂર્ત રૂપે દેખાડવાની ભાવના થતાં શ્રી વિજયનંદનસૂરિજીએ આ ઉપાશ્રયના નીચેના વિભાગમાં શ્રી હેમચન્દ્રાચાર્ય સ્મૃતિ–મંદિરની સ્થાપના કરાવીને તેમાં હેમચન્દ્રાચાર્ય, કુમારપાળ વગેરેની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવી. આ સ્મૃતિ–મન્દિરની અને તેની પ્રતિષ્ઠાની એક સુંદર શ્લોકબદ્ધ પ્રશસ્તિ પણ એમણે રચી હતી. સં. ૨૦૨૩માં પેટલાદ સંઘની વિનંતી થતાં ત્યાંના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી. અમદાવાદ ઘીકાંટા પર શેઠ અંબાલાલ સારાભાઈનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું દેરાસર હતું. એ દેરાસર તેમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દીધું હતું. પેઢીને વિચાર થયો કે આ દેરાસર અહીંથી ઉપાડી લેવું. આની ખબર શ્રી વિજયનંદનસૂરિજીને પડતાં તેમણે પેઢીના વહીવટદારોને તેમ ન કરવા સમજાવ્યા. એમનું સૂચન પેઢીએ માન્ય રાખ્યું અને એ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો; પછી, સં. ૨૦૨૩માં એની પ્રતિષ્ઠા પણ શ્રી વિજયનંદનસૂરિજીના હાથે જ કરાવી. આજે એ દેરાસરનો મહિમા અને એની જાહોજલાલી અભુત, અપૂર્વ છે. અમદાવાદમાં શાંતિનાથની પોળના કાષ્ઠની નાજુક, અતિરમણીય કોતરણીથી દર્શનીય સ્થળ તરીકેની પ્રસિદ્ધિ પામેલા શ્રી શાંતિનાથપ્રભુના દેરાસરનો જીર્ણોદ્ધાર પૂરો થતાં શેઠ નરોત્તમભાઈ મયાભાઈ વગેરેની વિનંતિથી તેની પ્રતિષ્ઠા પણ કરાવી. દોશીવાડાની પોળ (અમદાવાદ)ના પરમ પ્રભાવશાળી શ્રી ભાભાપાર્શ્વનાથના દેરાસરની ૧૦૯ www.jaineliffary.org ww Page #126 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૧૬માં લાલાભાઈની પોળના શ્રી વિમળનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર પૂરો થતાં માગશર મહિને તેની પ્રતિષ્ઠા કરાવી. કલકત્તામાં કાર્તિકી પૂનમે જૈનોની અતિશય ભવ્ય એવી રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં રથમાં બિરાજમાન કરવા માટે ધાતુની નાની પ્રતિમાની જરૂર ઊભી થઈ. એવી એક પ્રતિમા લાલાભાઈની પોળના દેરાસરે હતી. શ્રી વિજયનંદનસૂરિજીના પરમ અનુરાગી અને કલકત્તા સંઘના પ્રમુખ શેઠ સવાઈલાલ કેશવલાલને એ પ્રતિમા ખૂબ ગમી. ને તેમણે એની માંગણી કરી. શ્રીવિજયનંદનસૂરિજીની અનુજ્ઞા મેળવીને સલોત ફુલચંદભાઈ છગનલાલે એ પ્રતિમા કલકત્તા સંઘને અર્પણ કરી. આ પછી શેઠ સવાઈલાલને થયું કે, હું પણ આવી પ્રતિમા કેમ ન ભરાવું? વિચાર થયો ને તેઓ અમદાવાદ આવ્યા. તેમણે શ્રી વિજયનંદનસૂરિજીને કહ્યું: “મારે આવી પ્રતિમા ભરાવવી છે. કઈ રીતે થાય? આચાર્યશ્રીએ કહ્યું: “અંજનશલાકા કરાવવી પડે.” સવાઈલાલ કહે: “મારે પ્રતિમાજી ભરાવવાનાં નક્કી, પણ આપ અંજનશલાકા કરી આપતા હો તો. જ્યારે આપની અનુકૂળતા હોય ત્યારે ફરમાવજો. એમનો ઉત્સાહ અને ઉત્તમ ભાવો જોઈને શ્રી વિજયનંદનસૂરિજીને પણ ઉત્સાહ થયો. એમણે કહ્યું: “તમે અંજનશલાકા કરાવવા માંગતા હો, તો પછી તમારે એક નહિ, ચોવીશેય જિનેશ્વરોની ચોવીશ મૂર્તિઓ જ ભરાવવાની.” સવાઈલાલને કબૂલ જ હતું. એ કહેઃ “આપ જે કહો તે તહત્તિ, પણ શરત મારી એક જ કે તે આપે કરી આપવાના.” નક્કી થયું. અવસરે કાર્ય કરવાનું વિચારાયું. થોડોક સમય ગયો, ને ફરી સવાઈલાલભાઈ આવ્યા. વાત સંભારી કે “મારું કામ ક્યારે કરી આપો છો ?” આ વખતે તેઓશ્રીને નવો વિચાર આવ્યો, એમણે કહ્યું : “સવાઈલાલ ! તમે ૨૪ ધાતુની મૂર્તિઓ ભરાવો એના કરતાં એકવીસ ઇંચની પાષાણની મૂર્તિઓ જ ભરાવો તો કેમ?” સવાઈલાલ કહે: “કેમ, એવું પૂછવાનું નહિ, આજ્ઞા જ કરવાની. અને હું આમાં કાંઈ સમજું નહિ. મારે તો આપ અને ફુલચંદભાઈ કહો તે કબૂલ મંજૂર.” આ પછી સં. ૨૦૧૬માં વૈશાખ મહિને પાલિતાણામાં અંજનશલાકા કરવાનું નક્કી થયું. એ અનુસાર શ્રી વિજયનંદનસૂરિજી સપરિવાર વિહાર કરી પાલિતાણા આવ્યા. લગભગ ૩૫૦ જિનબિંબોની અંજનશલાકા એમની નિશ્રામાં, શંત્રુજયવિહાર ધર્મશાળામાં થઈ. એમનું સાત્ત્વિક માર્ગદર્શન, સવાઈલાલની ઉદાર ધર્મભાવના અને ફુલચંદભાઈની અદ્દભુત કાર્યશક્તિના પરિણામે ૧૧૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ એ પ્રસંગ ચિરસ્મરણીય બની રહ્યો. આ પહેલાં પણ સવાઈલાલભાઈને શ્રી વિજયનંદનસૂરિજી ઉપર ખૂબ શ્રદ્ધા–ભક્તિ તો હતી જ, પણ આ પ્રસંગ પછી એમાં ઘણી વૃદ્ધિ થઈ. એમની આવી ભક્તિનાં આલ્હાદકારી દર્શન અવારનવાર કરવા મળતાં, પણ એનાં ખરાં દર્શન તો ઘાટકોપરના નૂતન દેરાસરના મૂળનાયકની પ્રતિષ્ઠાના આદેશ બાબત ત્યાંના સંઘ અને સવાઈલાલભાઈ વચ્ચે પડેલા મતભેદના નિવેડા વખતે થયાં. એ દેરાસરના મૂળનાયકનો આદેશ સવાઈલાલભાઈએ લીધેલો. એ અંગે સંઘના પ્રમુખ શેઠ વાડીલાલ ચત્રભુજ સાથે એમને સમજણફેરના કારણે મતભેદ પડેલો. એનો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રતિષ્ઠા ન થઈ શકે. આવી સ્થિતિમાં બન્ને પક્ષે નક્કી કર્યું કે શ્રીવિજયનંદનસૂરિજી મહારાજને આ પ્રશ્ન સોંપવો. તેઓ જે ફેંસલો આપે તે બંનેને મંજૂર. આ રીતે આ આખો મામલો શ્રી વિજયનંદનસૂરિજી પાસે આવ્યો. તેમણે બધી વિગતો ઝીણવટથી સાંભળી, મેળવી. બંને પક્ષને સાંભળ્યા. બંનેની કબૂલાત લીધી. અને, એ પ્રશ્નનો નિવેડો પૂરી નિષ્પક્ષતાથી એમણે શ્રીસંઘની તરફેણમાં આપેલો. પણ, એમ છતાં–સવાઈલાલભાઈને લેશ પણ દુઃખ ન લાગ્યું. એમણે તો ફેંસલાના જવાબમાં લખ્યું: “નંદનસૂરિ મારા ગુરુ છે, એ જે ફેંસલો આપે, તે મારે મંજૂર જ હોય. ગુરુવચન તહત્તિ.” આખરે એ પણ કલકત્તાના પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ હતા ને ! એમની આવી શ્રદ્ધાનાં દર્શને મન ડોલી ઊઠ્યું હતું. સં. ૨૦૨૮માં બોટાદના શ્રી ચુનીલાલ કેશવલાલ વિદ્યાર્થીગૃહના નૂતન જિનમંદિરની અને ભાવનગર દાદાસાહેબમાં તૈયાર થયેલ શ્રી વિજયોદયસૂરીશ્વર–ગુરુમંદિરની પ્રતિષ્ઠા કરાવી. પાલિતાણા-કદમ્બગિરિની વચાળે રોહીશાળા ગામ હતું. સિદ્ધાચલજીની બાર ગાઉની પ્રદક્ષિણામાં એ વચ્ચે આવે. ત્યાં સૂરિસમ્રાટની પ્રેરણાનુસાર શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીએ શિખરબંધી દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા વગેરે બાંધેલું. સં. ૨૦૧૫માં શેત્રુંજી નદીનો બંધ (ડમ) બંધાતાં અનેક ગામોની સાથે રોહીશાળા પણ જળચરણ બન્યું. આ પછી ત્યાંના દેરાસરમાંથી જિનબિંબો લઈ લેવામાં આવ્યાં. રોહીશાળાની ફેરબદલીમાં સરકાર તરફથી વળતર લેવાનું હતું. એ વળતર જમીનમાં જ લેવાનું નક્કી થયું. હવે જમીન ક્યાં અને કઈ લેવી તેની વિચારણા અને તપાસ ચાલુ હતી. એ અરસામાં શ્રી વિજયનંદનસૂરિજી પાલિતાણાથી શેત્રુજા–ડેમ પર પધાર્યા. આ સ્થળ એમને ખૂબ ગમ્યું, ને અહીં જ કોઈક જગ્યા મળે તો લેવી, એવો મનોમન નિર્ણય કર્યો. તે વખતે ઈરિગેશન ખાતાના મુખ્ય ઇજનેર શ્રી નટુભાઈ એન. સંઘવીસાહેબ ત્યાં સરકારી બંગલામાં રહે. એ આગ્રહ કરીને તેઓને પોતાને બંગલે લઈ ગયા. ત્યાં આખો દિવસ રહ્યા. એમાં વાતવાતમાં જમીનની વાત નીકળી. એટલે સંઘવી સાહેબ તથા શ્રી વિજયનંદનસૂરિજી વગેરે જમીન જોવા નીકળ્યા. ફરતાં ફરતાં અત્યારે જે સ્થળે દેરાસર વગેરે છે, તે જગ્યા પર આવ્યા. એ જગ્યા જોતાં જ તેઓને પસંદ પડી ગઈ; એમણે એ વ્યક્ત કરી. એ જમીન ઈરિગેશન ખાતાએ ખૂબ મહત્ત્વની ગણીને એકવાયર કરેલી હતી. સરકારે એ ૧૧૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ જમીન એ ખાતાને આપવાનું મંજૂર કરી દીધેલું. એ જમીન કેમ મળે? પણ શ્રી સંઘવીસાહેબ ખૂબ ધર્મભાવનાવાળા અધિકારી હતા. એમણે જોયું કે મહારાજ સાહેબનું મન અહીં ઠર્યું છે, એમણે તરત જ કહ્યું : “સાહેબ ! આપને આ જમીન ગમે છે, અને આ જ જમીન સર્વશ્રેષ્ઠ છે, તો એ માટે બીજો કશો વિચાર કર્યા વગર સરકારમાં અરજી કરાવી દો. આ જમીન મળી જશે.” આચાર્ય મહારાજે તાબડતોબ પેઢી દ્વારા સરકારમાં અરજી કરાવી. સરકારે ઇરિગેશન ખાતાને પૂછતાં, એ ખાતાના મુખ્ય અધિકારીની રૂએ, શ્રી સંઘવી સાહેબે મંજૂરીના હસ્તાક્ષર કરી દીધા, અને એ જમીન પેઢીને મળી ગઈ. આ પછી, એ જમીન પર શ્રી નેમિસૂરિ ધર્મોદ્યાનની રચના શ્રી વિજયનંદનસૂરિજીએ કરાવી, અને ત્યાં દેરાસર બંધાવવાનો વિચાર કર્યો. સં. ૨૦૨૧માં, આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી તથા આચાર્ય શ્રી વિજયકસૂરસૂરિજીના ઉપદેશથી, શેઠ ખુમચંદ રતનચંદ જોરાજી તથા શેઠ સોમચંદ ચુનીલાલે ત્યાં દેરાસર બંધાવવાનો આદેશ લીધો. આમ એ ભૂમિનાં ભાગ્ય જાગી ઊઠ્યાં. જોતજોતામાં ત્યાં શિખરબંધી ભવ્ય જિનમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. સં. ૨૦૨૮માં એ તૈયાર થતાં વૈશાખ મહિનામાં અનેરા ઠાઠમાઠ સાથે મૂળનાયક શ્રી શત્રુંજય પાર્શ્વનાથ સહિત સેંકડો જિનબિંબોની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી. રોહીશાળાના દેરાસરનાં જિનબિંબોને પણ એમાં જ પધરાવ્યાં. શ્રી શત્રુંજય મહાતીર્થની ઉપત્યકામાં શેત્રુંજી ડેમ ઉપર જિનપ્રાસાદનું નિર્માણ કરવું, એ શ્રી વિજયનંદનસૂરિજીનું ભવ્ય જીવન સ્વપ્ન હતું. એ સ્વપ્ન આ રીતે સાકાર થયું, ત્યારે એમના આત્માને અવર્ણનીય અને અનિર્વચનીય હર્ષ અને સંતોષ થયો. (૩૭) સંઘભાવના મામકા-પારકાના વિશાળ સામ્રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી આ એક વસ્તુ છે. અને આજે તો એનાં દર્શન પણ દોહ્યલાં બન્યાં છે. ગચ્છભેદની સંકુચિત વૃત્તિ એક ડગલું આગળ વધીને સમુદાયભેદરૂપે વધારે સંકોચ પામે એટલે પછી ભેદવૃત્તિના વેરાન રણમાં સંઘભાવનાની મીઠી વીરડી તો જોવા જ ક્યાં મળે? પણ, સંઘભાવનાની ગઈકાલ ઠીક ઠીક ઊજળી હતી. મેદવૃત્તિના રણમાં મીઠી વીરડીસમી સંઘભાવના અણધારી જોવા, જાણવા ને માણવા મળતી. એ મીઠી વીરડીના માલિકની મીઠપ પણ ભારે આનંદ અને સંતોષ આપનારી બનતી. શ્રી વિજયનંદનસુરિજી આવી જ મીઠી વીરડીના માલિક હતા. એમના હૈયાના અણુઅણુમાં ૧૧૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ સૌથી વધુ વ્યાપેલી વૃત્તિ સંઘભાવના હતી. આ વૃત્તિના નવલાં અને નરવાં દર્શન એમનાં જીવન અને કાર્યમાં થતા હતાં. વિ.સં. ૨૦૧૯માં આવાં દર્શન બે વાર થયાં : વાત એવી બની કે સં. ૨૦૧૪માં પડી ભાંગેલી તિથિ સમાધાનની વાત વિ.સં. ૨૦૧૯માં પાછી ઉપસ્થિત થઈ. સમાધાન થાય તેવી શક્યતાઓ જો કે તેઓશ્રીને નહોતી દેખાતી; તો પણ તેના પ્રયત્નો સામા પક્ષ તરફથી જ પ્રારંભાયા હતા; શેઠ કસ્તૂરભાઈને પણ સફળતાની આશા જન્મી હતી; એટલે આ અંગે એમનું માર્ગદર્શન જ્યારે માંગવામાં આવ્યું, ત્યારે એમણે સં. ૨૦૧૩માં, ૨૦૧૪માં સંમેલન શરૂ થતાં પૂર્વે અને સંમેલન પૂરું થયા પછી પણ જે સૂચના કરી હતી, તે જ આ વખતે પણ કરી કે ‘તિથિપ્રશ્નનું સમાધાન એક પટ્ટકરૂપે કરવું જોઈએ.' આ સૂચના સર્વસમ્મત થઈ. પછી બંને પક્ષ પાસેથી પટ્ટકનો ખરડો તૈયાર કરીને શેઠે મંગાવ્યો. સામા પક્ષ તરફથી શ્રીવિજયરામચંદ્રસૂરિજીએ અને આ પક્ષ તરફથી શ્રી વિજયનંદનસૂરિજીએ મુસદ્દા તૈયાર કર્યા. આ રહ્યા એ બંને મુસદ્દા ઃ (૧) શ્રી વિજયરામચંદ્રસૂરિજીનો મુસદ્દો : “રાજનગરનો જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રી સંઘ એ જાહેર કરતાં અતિશય આનંદ અનુભવે છે કે અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘમાં સંવત્સરી અને ચોમાસી તથા પક્ષ્મી સહિત બાર પર્વની આરાધનાના દિવસમાં હવે પછીથી જુદાપણું આવશે નહિ. ‘કારણ કે શ્રી સંઘમાન્ય (હાલમાં જન્મભૂમિ) પંચાંગમાં બારપર્વોની ક્ષયવૃદ્ધિ આવતાં તેના બદલે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિ કરનારા પૂ. આચાર્ય ભગવંતો આદિ મુનિવરોએ હવે પછીથી જ્યારે જ્યારે મજકુર પંચાંગમાં ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ત્યારે ત્રીજ કે ચોથની ક્ષય-વૃદ્ધિ નહિ કરતાં છઠની ક્ષયવૃદ્ધિ કરીને પંચાંગમાંની ઉદયાત્ ભાદરવા શુદિ-૪ સંવત્સરી કરવાનો અને શ્રી સંઘમાન્ય પંચાંગમાં આવતી દરેક તિથિની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખનારા પૂજ્ય આચાર્ય ભગવંતો આદિ મુનિવરોએ હવે પછીથી જ્યારે જ્યારે મજકુર પંચાંગમાં પૂનમ કે અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવાનો નિર્ણય અપવાદરૂપે કર્યોછે. આ સિવાયની તિથિઓની બાબતમાં બંને પક્ષના પૂજ્ય આચાર્ય ભગવંતો આદિ મુનિવરો હાલમાં જે રીતિએ વર્તે છે એ રીતિએ વર્તવાનું ચાલુ રાખશે.” * આ મુસદો સર્વથા અમાન્ય જ ઠર્યો. આ વિષે શ્રી પુણ્યવિજયજી મહારાજે શ્રીવિજયનંદનસૂરિજીને એક પત્રમાં લખ્યું હતું : “શ્રીકાંતે રામસૂરિજી વતી એક ખરડો આપ્યો છે. જો કે તે અહીં માન્ય નથી કરવામાં આવ્યો. પણ તેઓ શું કરવા માંગે છે તેનું પ્રતિબિંબ જણાય છે.’ (૨) અને આ રહ્યો શ્રી વિજયનંદનસૂરિજીનો મુસદ્દો : ૧૧૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ “(૧) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધ શ્રી સંઘમાં અત્યાર સુધીમાં જેણે જેણે સંવત્સરી તથા તિથિની આરાધના જે જે રીતે કરી છે, તે બધાએ પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે શાસ્ત્રના સાપેક્ષભાવે રહીને જ કરી છે. પણ હવેથી તપાગચ્છીય શ્રીસંઘમાં કાયમ એકસરખી જ આરાધના થાય એ રીતે સર્વસમ્મત આ પટ્ટક કરીએ છીએ. અને હવેથી આ પટ્ટક પ્રમાણે તપાગચ્છીય શ્રીસંઘમાં બધાએ સંવત્સરી તથા તિથિની આરાધના કરવાની છે. (૨) શ્રી જૈન શ્વેતામ્બર પાગચ્છીય શ્રી સંઘે માન્ય કરેલ પંચાંગમાં જ્યારે જ્યારે શુક્લ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ અને અમાસ, આ બારેય પર્વતિથિમાં કોઈનો પણ ક્ષય આવે કે વૃદ્ધિ આવે ત્યારે ત્યારે પરંપરા પ્રમાણે આરાધનામાં તે બારેય પર્વતિથિમાંથી કોઈ પણ પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ ગણવાની નથી તેમજ કરવાની નથી. પણ તેને બદલે તે પહેલાંની જે અપર્વતિથિ છે તેની ક્ષય-વૃદ્ધિ ગણવાની છે અને કરવાની છે. એટલે આરાધનામાં પૂર્વોક્ત બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની અવિચ્છિન્નપણે ચાલી આવતી પરંપરાની આચરણા કાયમ રાખવાની છે. (૩) પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમનો ક્ષય હોય કે પાંચમની વૃદ્ધિ હોય ત્યાં આરાધનામાં પાંચમની ક્ષય-વૃદ્ધિ નહિ કરતાં પાંચમને અખંડ રાખીને જ પાંચમ પર્વતિથિની આરાધના કરવાની છે. એટલે ભાદરવા શુદિ પાંચમનો ક્ષય આવે ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ છઠ્ઠનો ક્ષય ગણવાનો છે અને કરવાનો છે. તેમજ પંચાંગમાં ભાદરવા સુદિ પાંચમની વૃદ્ધિ આવે ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ છઠ્ઠની વૃદ્ધિ ગણવાની છે અને કરવાની છે. અને એ રીતે પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમના અવ્યવહિત પૂર્વ દિવસે એટલે કે પંચાંગમાં ભાદરવા શુદિ ચોથ જે દિવસે અને જે વારે ઉદયાતું હોય તે દિવસે અને તે વારે ઉદયાત્ ચોથે સંવત્સરી મહાપર્વ ગણવાનું છે અને સંવત્સરી મહાપર્વની આરાધના કરવાની છે. (૪) પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમનો ક્ષય હોય ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ ત્રીજનો, ભાદરવા સુદ ચોથનો કે ભાદરવા શુદિ પાંચમનો હવેથી ક્ષય કરવાનો રહેતો નથી તેમજ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ હોય ત્યારે પણ આરાધનામાં ભાદરવા શુદિ બે ત્રીજ, બે ચોથ કે બે પાંચમ પણ હવેથી કરવાની રહેતી નથી. વિક્રમ સંવત ૧૯૯૧ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવતી બારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની તપાગચ્છની પરંપરાની આચરણાને ફેરવી વિક્રમ સંવત ૧૯૯૨માં અને ૧૯૯૨થી શરૂ થયેલી બારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની આચરણા પણ હવેથી રહેતી નથી. “(૫) તથા પંચાંગમાં વૈશાખ સુદિ ત્રીજનો ક્ષય હોય ત્યારે પણ વૈશાખ સુદિ બીજ પછીના દિવસે જ વર્ષીતપના પારણા કરવાની આચરણા છે તથા અષાઢ શુદિ છઠનો ક્ષય હોય ત્યારે પાંચમ પછીના દિવસે જ શ્રી મહાવીરસ્વામીના ચ્યવનકલ્યાણકના વરઘોડાની આચરણા છે, તથા શ્રાવણ શુદિ છઠનો ક્ષય હોય ત્યારે પાંચમ પછીના દિવસે જ છઠ્ઠની પ્રતિષ્ઠાની વર્ષગાંઠ અમદાવાદ, ખંભાત, પાટણ વગેરે સ્થળે ઉજવાય છે. પંચાંગમાં મહા શુદિ ૧૧નો ક્ષય હોય ત્યારે પંચાંગમાંના નોમના દિવસે ભોયણીજીની ૧૦ની વર્ષગાંઠ ઊજવાય છે, ઇત્યાદિક પરંપરાની આચરણા પણ તે રીતે કાયમ ૧૧૪ Lain Education International Page #131 -------------------------------------------------------------------------- ________________ રાખવાની છે. (૬) સંવત ૧૯૯૦ના અખિલ ભારતવર્ષીય મુનિસમેલનમાં અનેક બાબતોમાં અનેકનાં મંતવ્યો જુદી જુદી રીતે હતાં, છતાં તે વખતે શાસ્ત્રના વિધિ-નિષેધ કાયમ રાખીને સંજોગ અનુસાર કવચિત્ અપવાદરૂપે પણ સમેલનનો નિર્ણય પટ્ટકરૂપે જ થયો હતો. અને તમામ ગચ્છવાળા શ્રીસંઘોએ તે સર્વાનુમતે માન્ય કર્યો હતો. “તે રીતે આ પટ્ટક પણ સર્વાનુમતે કરેલછે એટલે તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘે માન્ય રાખવાનો છે અને તે અનુસારે કોઈ જાતના મતભેદ વિના સંવત્સરીની તથા તિથિની એકસરખી આચરણા અને એકસરખી આરાધના સદાય શાન્તિપૂર્વક કરવાની છે.” આ મુસદો વાંચતાં વાર જ શેઠે કહ્યું: “કોઈ સારામાં સારો બૅરિસ્ટર પણ ન ઘડી શકે એવો આ મુસદો ઘડ્યો છે.” શ્રી પુણ્યવિજયજી મહારાજ આ વિષે લખે છે : “આપશ્રીએ લખી આપેલો તિથિનિર્ણયનો ખરીતો વકીલ છોટાભાઈએ વંચાવ્યો હતો. બહુ જ સુદઢ રીતે અને અતિપ્રગલ્યપણે લખાયો છે.” આ મુસદો સર્વમાન્ય થયો. તેને પટ્ટકરૂપે ઠરાવી, અમલ કરવાનો દઢ વિચાર પણ થયો. પણ વધુ પડતી સરળતા એમાં અવરોધક બની. આ મુસદો ગમે તે રીતે, સામા પક્ષને પ્રાપ્ત થઈ ગયો. અને પરિણામે એનો અમલ અશક્ય બની ગયો. એનો અમલ થયો હોત તો આજે કેવી મીઠી શાન્તિ શ્રીસંઘ માણી રહ્યો હોત એની હવે તો કલ્પના જ કરવી રહી. ખેર, જે થયું તે થયું. પણ આપણે તો શ્રી વિજયનંદનસૂરિજીની સંઘભાવના જોવી છે. વિચારક માણસ, તટસ્થ દષ્ટિએ આ મુસદાનો અભ્યાસ કરે; વધુ નહિ, પણ એનો પહેલો ફકરો જ વાંચે, તો એમની સંઘભાવનાનાં મહામૂલાં દર્શન થશે. શ્રી વિજયનંદનસૂરિજીની આવી ભવ્ય સંઘભાવનાનાં દર્શન બીજીવાર ત્યારે થયા જ્યારે એમના પર “અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંઘ સમિતિએ પસાર કરેલા ઠરાવ વગેરે, સમિતિના અધ્યક્ષ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ મોકલ્યા. શેઠના પત્રનો જવાબ આપતાં એમણે એક અતિ સ્તુત્ય અને વાસ્તવમાં ઉદારતાપૂર્ણ સૂચન કર્યું : . “વિશેષ તે અંગે જણાવવાનું કે, જે આસમિતિ “શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંઘ સમિતિ હોવાથી અને તેમાં તમામ ગચ્છોનો સમાવેશ થતો હોવાથી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજકોમાં વર્તમાન તમામ ગચ્છો પ્રત્યે કાર્યવાહક સમિતિના મેંબરોને સદ્ભાવ અને પૂજ્યભાવ હોવો જોઈએ. અને તે રીતે તેમણે એક પ્રતિજ્ઞાપત્રથી જાહેર કરવું જોઈએ, જેથી તમામ ગચ્છોમાં સમિતિ પોતાના ઉદેશની સફળતા મેળવી શકે અને તમામ ગચ્છોને પણ સમિતિના કાર્યવાહકો પ્રત્યે આત્મીય ભાવ ૧૧૫ www.jainedfary.org Page #132 -------------------------------------------------------------------------- ________________ “અમારી માન્યતા મુજબ નીચે પ્રમાણે પ્રતિજ્ઞાપત્ર બહાર પાડવું જોઈએ : પ્રતિજ્ઞાપત્રનો મુસદ્દો સાચી એક માયા રે જિન અણગારની “શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંઘ સમિતિના કાર્યવાહકો અમો શ્રીકસ્તૂરભાઈ લાલભાઈ, શ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરી, શ્રી છોટાલાલ ત્રિકમલાલ પરીખ, શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ, શ્રી મોતીલાલ વીરચંદ શાહ, શ્રી મનસુખલાલ ચુનીલાલ મહેતા, પ્રતિજ્ઞાપૂર્વક જણાવીએ છીએ કે – શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી જૈન સંઘમાં વર્તમાન શ્રી તપાગચ્છ, શ્રીખરતરગચ્છ, શ્રી અચલગચ્છ, શ્રી પાયચંદગચ્છ, શ્રી બૃહત્તપાગચ્છ, શ્રી ઉકેશગચ્છ વિગેરે તમામ ગચ્છોમાં પૂ. શ્રી સાધુ- સાધ્વી- શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી શ્રમણસંઘમાં અમો સાદરભાવે સમ્યગ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર માનીએ છીએ અને સદહીએ છીએ. અને તમામ ગચ્છોને વફાદાર રહીને શ્રી સંઘની સેવા બજાવવાની અમારી ફરજ અમે અદા કરીશું અને તે રીતે તે જ ઉદેશથી અમો ઉપરોક્ત શ્રી સંઘ સમિતિના કાર્યવાહક તરીકે નીમાયા છીએ, તે વિદિત થાય.” સંઘભાવનાનું આ દર્શન કેવું સર્વમંગલકારી છે ! એનું અનુમોદન આપણને કૃતકૃત્ય બનાવે. એનું અનુકરણ આપણી સંકુચિતતાના ઝેરને ઊતારી નાંખે. (૩૮) ગુણવૈભવ સંસ્કૃતમાં એક સુભાષિત છે : યત્રામાવાન્ન, મેળ કુળોષોઃ न यन्निन्दास्तुती कर्तुं, शक्येते खलसज्जनैः ॥" - સત્પરુષો એમની પૂરી ગુણ-સ્તુતિ કરવા અસમર્થ હતા; કારણ, એમના ગુણો અપરિમેય હતા. કેટલા ગુણની સ્તુતિ કરે? અને ખલપુરુષો એમની નિન્દા કરવાનેય અશક્ત હતા; કારણ, એમનામાં નિંદનીય કોઈ દોષ જ ન હતો.” કવિની આ કલ્પના શ્રી વિજયનંદનસૂરિજીનાં દર્શને અચૂક યાદ આવતી. સરળતા-આડમ્બરવિમુખ સરળતા-એમનો સૌથી વિશિષ્ટ ગુણ હતો; એમનાં વિચાર, વાણી ૧૧૬ Lain Education International ational www.jainelib Page #133 -------------------------------------------------------------------------- ________________ અને વર્તન ત્રણેમાં એ ઓતપ્રોત હતો. દંભનો કે પ્રપંચનો છાંટો ય એમના વિચારમાં ન ભળી શકતો. જેવો વિચાર એવી જ વાણી અને એવું જ વર્તન એ કરતાં. બોલવું કાંઈને કરવું કાંઈ, એ એમના સરળ સ્વભાવને અણગમતું હતું. અમદાવાદમાં જ્યારે તેરાપંથી આચાર્ય તુલસી આવ્યા, ત્યારે એકવાર એમના પ્રેર્યા કેટલાક તેરાપંથી ગૃહસ્થો શ્રી વિજયનંદનસૂરિજી પાસે આવ્યા. એ ગૃહસ્થોએ પ્રશ્ન કર્યોઃ “બાપજી ! આપણા જૈનોની એકતા ક્યારે થશે? આપનું જ્યોતિષ શું કહે છે?” એમણે જવાબ આપ્યો : “ભાઈ ! થેવધારસ્તે, મનેષુ સ્રાવન- પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો, એ જ આપણા અધિકારની વાત છે; ફળ શું આવશે, એ આપણે વિચારવાનું નથી. માટે એકતા માટે પુરુષાર્થ કરો. પણ, એ પુરુષાર્થમાં સરળતા હોવી જોઈએ. છળ, કપટ કે સ્વાર્થ વૃત્તિ હોય તો એ પુરુષાર્થ ન ફળે. સરળતાથી પ્રયત્ન કરશો તો જરૂર ફળશે.” બીજા એક પ્રસંગે, આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિજીના સ્વર્ગવાસ પછી ચોથે જ દિવસે, એમના ગુણાનુવાદની સભા અમદાવાદમાં યોજવાની હતી. અમદાવાદમાં તે વખતે સર્વજયેષ્ઠ આચાર્ય તરીકે શ્રી વિજયનંદનસૂરિજી હતા એટલે આ સભા એમની નિશ્રામાં થાય, એમ શ્રી વિજયપ્રેમસૂરિજીના શિષ્યાદિ વર્ગની ઇચ્છા થઈ. જો કે, આ શિષ્યાદિ વર્ગમાંના ઘણા એમનું ઘસાતું બોલવામાં આનંદ પામતા હતા; અને એ વાત શ્રી વિજયનંદનસૂરિજી જાણતા પણ ખરા, છતાં એ લોકો જયારે આ માટે વિનંતી કરવા આવ્યા, ત્યારે કાચી મિનિટમાં એમણે હા ભણી અને, એ સભામાં એમણે જે વકતવ્ય રજૂ કર્યું, એથી તો પેલા શિષ્યાદિ વર્ગનાં મસ્તક પણ ઝૂકી પડ્યાં. જીવનના કણકણમાં પથરાયેલી સરળતાની આ ઉપલબ્ધિ હતી. એમનો વ્યવહાર પણ ખૂબ સરળ-નિરાડંબર હતો. કોઈ કાર્ય માટે, કોઈ મુહૂર્નાદિ માટે કે ક્યાંક પધારવા માટે લોકો વિનંતી કરવા આવ્યા હોય, તો તેઓ એમને હા કે નાનો- જેવી પોતાની ઇચ્છા અને અનુકૂળતા હોય તેવો- જવાબ તત્કણે જ આપી દેતા. એમ નહિ કે, “તમે ફરીવાર આવજો, ડેપ્યુટેશન લઈને આવજો, તે વખતે વિચાર કરીશું.’ આ બધાને તેઓ બાહ્યાડંબર ગણતા. તેઓ કેટલીકવાર કહેતા : “આપણી જવાની કે કાર્ય કરવાની ઇચ્છા હોય, છતાં ય લોકોને આ રીતે હેરાન કરવા, એ ખોટી વસ્તુ છે. હા તો હા, ને ના તો ના. એમાં આ બધો ડોળ શો કરવો?” એમની જીવનસાધનાનું બીજું ફળ હતું સહિષ્ણુતા. કોઈ એમની નિંદા કરે, એમને પરોક્ષ રીતે ગાળ દે, એમનો અવર્ણવાદ બોલે, અને એ બધું તેઓ જાણે તો ય એમના પેટનું પાણી સરખું ન હલે. ઊલટું, મુહૂર્નાદિ માટે કોઈ અવર્ણવાદ બોલનાર પણ એમની પાસે આવે, તો પણ ખૂબ પ્રેમથી એનું કાર્ય કરી આપે. આવે વખતે કોઈ ઉતાવળિયો પૂછી બેસે: સાહેબ ! આ તો આપને વિષે આવું બોલે છે, એને વળી મુહૂર્ત શું જોઈ દેવાનું? ના પાડી દ્યો ને.” ત્યારે કહેઃ “હોય ભાઈ ! માણસ છે. બોલે, ભલે બોલે. પણ એ અહીં તો સારા કામ માટે આવ્યો છે ને? એ સારા કામમાં એને અનુકૂળતા આપણા તરફથી મળશે, તો એમાં આપણને તો લાભ જ છે ને? અને જો એ સમજુ હશે તો આપોઆપ બોલતો અટકી જશે. પણ ના કહી દેવાથી તો ઊલટો વધુ બોલતો થશે.” ૧૧૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ મોટા માણસોમાં પોતે કહે તે જ સાચું, એવી દઢ માન્યતા ઘણે ભાગે જોવામાં આવે છે. આવી વૃત્તિ અને માન્યતાથી શ્રી વિજયનંદનસૂરિજી દૂર હતા. બીજી વ્યક્તિનો-પોતાનાથી નાનાનો પણ અભિપ્રાય પોતાનાથી વિપરીત હોય, છતાં પણ જો તે ઉચિત હોય તો તેઓ ખૂબ પ્રસન્નતાથી એને આવકારતા; આમ કરવામાં તેઓ નાનમ ન અનુભવતા. ઊલટું તેઓ લોકોને કહેતા કે “મેં તો આમ કરવા વિચારેલું, પણ એણે આવી સારી વાત મને સુઝાડી.” જીવન સાથે એકરસ બનેલી સહિષ્ણુતાનું તથા ગુણગ્રાહક દૃષ્ટિનું આ પરિણામ હતું. એમની વિચાર-સહિષ્ણુતા અમુક વ્યક્તિઓ પરત્વે જ સીમિત હતી એવું ય ન હતું. એ તો વ્યાપક રૂપ ધરીને પરમત-સહિષ્ણુતા અને પરધર્મ-સહિષ્ણુતા સુધી વિસ્તરેલી હતી. કેટલાક લોકો બીજાના મતની વાતોની ટીકા કે હાંસી કરે, ત્યારે શ્રી વિજયનન્દનસૂરિજી એમાંથી પણ સાર શોધી બતાવતા. અને એમ ન બને ત્યારે પણ ટીકા કે હાંસીથી તો દૂર જ રહેતા. એક પ્રસંગ યાદ આવે છે. આચાર્ય તુલસી અમદાવાદ આવનાર હતા. એ અવસરે એક વર્ગ એમની સામે વિરોધનો વંટોળ ઊભો કર્યો. ઉત્તેજક પ્રવચનો ને પત્રિકાઓ દ્વારા એમના બહિષ્કારની હિલચાલ આદરી. પોતાના આ કાર્યમાં શ્રી વિજયનંદનસૂરિજીની સંમતિ લેવા અને તેમને એમાં સંડોવવા માટે એ વર્ગ એમની પાસે આવ્યો. ત્યારે એમણે કહ્યું: “ભાઈ ! સહિષ્ણુ બનો. આચાર્ય તુલસી હજી અહીં આવ્યા નથી, જીવદયા કે મૂર્તિપૂજાનું ખંડન થાય એવું કાંઈ હજી બોલ્યા નથી, તે છતાં અત્યારથી એનો વિરોધ શા માટે? આ વિરોધથી તો ઊલટો એમનો જ પ્રચાર થશે, અને આપણા સમય-શક્તિ વ્યર્થ બરબાદ થશે.” પણ એ વર્ગ માટે આ સૂચના બહેરા આગળ ગાન સમી નીવડી ! એણે વિરોધનો કાર્યક્રમ જોરશોરથી આગળ વધાર્યો. એનું પરિણામ- એનો અંત એટલે એ વર્ગની કેવળ હાંસી, એથી વિશેષ કોઈ જ ફળ ન નીપજયું! વૈષ્ણવ, શૈવ વગેરે ઇતર ભારતીય ધર્મોના ધર્મકાર્યો થતાં સાંભળે કે નજરે પડે, ત્યારે એ કહેતાં: “કોઈ ધર્મનું કાર્ય થતું સાંભળીને મને ખૂબ આનંદ આવે છે. એટલે અંશે પણ લોકોમાં ધર્મભાવના તો છે ને! ભલે એ ઈતર હોય, પણ કામ તો ધર્મનું જ છે ને! ધર્મની આવી ભાવના છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ વિજયવંતી જ છે અને રહેવાની છે.” આ સહિષ્ણુતાના પરિણામે એમનામાં સમન્વયવાદી દૃષ્ટિનો સોળે કળાએ વિકાસ થયેલો. એમનું વ્યાખ્યાન એટલા પાતંજલ યોગદર્શન, ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ વગેરેના સિદ્ધાંતોનો જૈન સિદ્ધાંત સાથે રસપ્રદ સમન્વય. એમની આ સમન્વયવાદી દૃષ્ટિથી જૈનેતરો એમનાથી ખૂબ પ્રભાવિત થતા. સહિષ્ણુતાનું બીજું મધુર ફળ એમને ‘અનાગ્રહભાવના વરદાનરૂપે મળ્યું હતું. એમના એક પણ વિચારમાં, એક પણ પ્રવૃત્તિમાં ખોટો આગ્રહ જોવા ન મળતો. “મારું એ જ સાચું.” એમ નહિ, પણ “સાચું હોય તે મારું.’ આ ભાવના એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધબકતી. વિવેકશીલતા, એ એમના સ્વભાવની આગવી વિશેષતા હતી. કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પૂર્વે ૧૧૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ તેઓ વિવેકની પાળ બાંધી દેતા અને એ પછી કરેલી પ્રવૃત્તિ ક્યારેય અનાદર ન પામતી. જ્યારે મારે હાથે સુરિસમ્રાટનું જીવનચરિત્ર લખાતું હતું, ત્યારે એમાં કેટલીક ઘટનાઓ એવી હતી, જે બની ત્યારે એનું ખાસ મૂલ્ય હતું, પણ અત્યારે એનું કોઈ જ મૂલ્ય ન હતું; એથી ઊલટું એ ઘટનાઓને અત્યારે યાદ કરવાથી નિરર્થક વિવાદો જન્મે એવી શક્યતા હતી. આ સંયોગોમાં એમની વિવેકશીલતાને લાગ્યું કે “એ ઘટનાઓ જીવનચરિત્રમાં દાખલ થવી ન ઘટે.” એ વાતનો અમલ કરવામાં આવ્યો. એનું પરિણામ એ આવ્યું કે એ જીવનચરિત્રને આવી ઘટનાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ પણ આદર આપ્યો. આત્મીયતા અને સહૃદયતા એમના સ્વભાવનાં અભિન્ન અંગો હતાં. એમની આત્મીયતાને લીધે એમનો દ્વેષી પણ એમનો ભક્ત અથવા પ્રશંસક બની જતો. અને સહૃદયતાને લીધે વિદ્વાનો, સજ્જનો અને વિવિધ ક્ષેત્રોમાં વિખ્યાત બનેલા લોકો એમનો આદર કરતા. સંસારના ક્લેશ- કંકાસથી બળ્યાઝળ્યા જીવને શાંતિનો દમ આપે, એનું નામ સાધુ. તેઓશ્રીની વત્સલતા, આત્મીયતા અને સહૃદયતા એમની આ પ્રકારની સાધુતાને પ્રગટ કરતી. ગુણપક્ષપાત-ગુણાનુરાગ માટે તેઓ સર્વત્રખ્યાત હતા. પોતાના સમુદાયના કે અન્ય સમુદાયકે ગચ્છનાં સાધુ-સાધ્વીના હાથે શાસનપ્રભાવનાનાં સત્કાર્ય થયાં સાંભળે તો તેઓ ખાસ અનુમોદના કરતા અને કહેતા : “આનામાં આવાં કાર્યો કરવાની ખૂબ સારી શક્તિ છે. અમુક પ્રદેશમાં આ ઘણાં સારાં કાર્યો કરાવે છે. આના બે-ત્રણ દૃષ્ટાંતો રજૂ કરવાનું મન થાય છે. પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જ્યારે જન્મશતાબ્દી ઊજવાઈ ત્યારે એની અનુમોદના કરતાં એમણે લખ્યું: આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે પંજાબમાં તેમજ અન્ય દેશોમાં શાસનની ઘણી પ્રભાવના કરી હતી. પંજાબમાં પ.પૂ. શ્રી આત્મારામજી મહારાજે જે ધર્મવૃક્ષના ઊંડાં મૂળિયાં રોપેલાં, તેને શ્રી વલ્લભસૂરિજીએ ઉપદેશ- સિંચન દ્વારા સારી રીતે વિકસાવ્યું અને એ વૃક્ષના ફલસ્વરૂપે આજે અનેક ભવ્યાત્માઓ લોકોત્તર ધર્મની આરાધના કરી રહ્યા છે. આવા શાસનપ્રભાવક આચાર્યશ્રીની જન્મ શતાબ્દી તમે ઊજવી રહ્યા છો, તે જાણી સંતોષ અને અનુમોદના થાય છે.” આચાર્ય શ્રી વિજયકસૂરસૂરિજી વિરચિત “સિરિચંદરાયચરિયના પ્રકાશન-અવસરે પોતાનો આનંદ વ્યક્ત કરતાં એમણે લખ્યું હતું: “જેમ, પ.પૂ. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલા ‘દ્રવ્ય-ગુણ-પર્યાય'ના રાસ ઉપરથી પ.પૂ. મુનિ શ્રી ભોજસાગરજી મહારાજે સંસ્કૃતમાં દ્રવ્યાનુયોરતા ' નામે અપૂર્વ ગ્રંથ રચ્યો; તે રીતે ૫.પૂ. પંડિતવર્ય શ્રી મોહનવિજયજી મહારાજ વિરચિત “શ્રી ચંદ્રરાજાના રાસ'ના આધારે આચાર્ય શ્રી વિજયકસૂરસૂરીશ્વરજીએ પ્રાકૃત ભાષામાં પિરિવંરાયવરિય’ ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથથી આપણા પ્રાકૃત કથા-ચરિત્ર- સાહિત્યમાં એક મહત્ત્વના ગ્રંથનો ઉમેરો થાય છે, એ આપણે માટે આનંદ તેમજ ગૌરવનો વિષય છે.” શંખેશ્વર તીર્થમાં ગણિવર શ્રી અભ્યદયસાગરજીની પ્રેરણાથી આકાર પામતા આગમ મંદિરની ૧૧૯ www.jainel rty.org Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિની એમણે આ રીતે પ્રશંસા કરી હતી : “પૂજ્ય પંડિતવર્ય શ્રી વીરવિજયજી મહારાજે એક ઠેકાણે ફરમાવ્યું છે કે “વિષમકાળ જિનબિંબ, જિનાગમ, ભવિયણકું આધારા' આ ઉક્તિ આજે યથાર્થ જ નીવડી છે. કલિકાલમાં આપણ સૌને મહાન આધાર અને આલંબનભૂત શ્રી વીતરાગ શાસનના અણમોલ ખજાના સ્વરૂપ શ્રી આગમોને “યાવચ્ચન્દ્રદિવાકરી’ ટકાવી રાખવા માટે તમારા સદુપદેશથી શ્રી શંખેશ્વર મહાતીર્થમાં આગમ મંદિર બંધાય છે, તથા તેમાં તામ્રપત્રોત્કીર્ણ ૪૫ આગમો પ્રતિષ્ઠિત કરવાનું વિચાર્યું છે, તે ઘણું જ અનુમોદનીય કાર્ય છે. આ મંગળકારી કાર્યમાં શ્રી દેવગુરુધર્મની કૃપાથી તમો સફળ થાવ એવા અમારા શુભાશીર્વાદ આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજની ગુણાનુવાદસભા અને આચાર્ય શ્રી કનકવિમળસૂરિજી અંગેના પુસ્તક-પ્રકાશનનો સમારોહ એમની નિશ્રામાં થયો, એ એમના નિરાડંબર ગુણાનુરાગને કારણે જ. એમનો ગુણાનુરાગ માત્ર સાધુ-સાધ્વી પૂરતો જ મર્યાદિત ન હતો; ગૃહસ્થોની પણ ઉચિત પ્રવૃત્તિને તેઓ અનુમોદતા. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ’ તરફથી બહુમાન થયું, ત્યારે એમણે આ વાતની પ્રતીતિ આ રીતે કરાવી હતી – શ્રી રતિભાઈ, જૈન સંઘ જેને માટે ગૌરવ લઈ શકે તેવા વિચારશીલ, લાગણીપ્રધાન ચિન્તક અને લેખક વિદ્વાન છે. જૈન સંઘની ઉન્નતિની સાચી ધગશ અને એવા બીજા સગુણોને લીધે શિષ્ટ સમાજ ઉપરાંત સાધુગણમાં પણ તેઓ પ્રિય અને આદરને પાત્ર થઈ પડ્યા છે. જૈન સંઘની અને જૈન સાહિત્યની વિશિષ્ટ કહી શકાય એવી સેવા તેમણે “ગુરુ ગૌતમસ્વામી’ એ નામે, અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંતના જીવન ચરિત્રનો વિસ્તૃત, હૃદયંગમ અને બોધપ્રદ ગ્રંથ લખીને કરી છે. એ રીતે વિચારીએ તો જેને માટે તેઓ સર્વથા યોગ્ય છે, તેવું આ તેમનું બહુમાન થાય એ ખૂબ ઉચિત છે.” આથી આગળ વધીને વિખ્યાત જૈન કલાકાર શ્રી હિંમતસિંહ ચૌહાણની કલાની અનુમોદના કરતાં એમણે જણાવ્યું હતું: “ભાઈ શ્રી હિંમતસિંહજી ચૌહાણે “નેમરાજુલ'ના એકપાત્રી છતાં સુંદર, રમણીય, કલાસભર નૃત્યનું સુરેખ, નિર્દોષ આયોજન કરીને જૈન સમાજની ઉત્તમ સેવા બજાવી છે. આ નૃત્ય દ્વારા ભગવાન નેમિનાથના જીવનમાં વણાયેલી અહિંસાની સુંદર અનુભૂતિ તેઓ કરાવે છે. જૈન સમાજમાં આવા ઉત્તમ કલાકાર કદાચ આ એક જ છે. તેઓ ભક્તિ કરે છે, અને પ્રેક્ષકગણને પણ ભક્તિમાં તરબોળ બનાવે છે : આ એમની વિશિષ્ટતા છે. એમના ગુણાનુરાગનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો મળેલો એક સુઅવસર અહીં યાદ આવે છે. જૈન સંઘના વિશિષ્ટ અને વિખ્યાત શ્રાવક સંગીતકાર શ્રી હીરાલાલ ઠાકુર એમના પ્રતિ ખૂબ આદરભાવ ૧૨૦ en Education International a Internationai Page #137 -------------------------------------------------------------------------- ________________ ધરાવતા એમને પણ હીરાભાઈ તરફ સદ્ભાવ હતો. ક્યાંક ઉત્સવાદિ પ્રસંગ હોય તો હીરાભાઈને બોલાવવાનું ખાસ સૂચન કરતા. કેટલાક સમય પૂર્વે એમને મન થયું કે હીરાભાઈ આપણા જૈન સંઘના અદ્વિતીય સંગીત કલાકાર છે. એ પણ સાધર્મિક છે. એમના ગુણનું ઉચિત સન્માન થવું જોઈએ. વિચાર આવ્યો કે તરત અમલમાં મૂક્યો. કેટલાક શ્રાવકોને ઉપદેશ આપીને રૂા. ૨૫૦૦ની રકમ એકત્ર કરાવી, ને તે શ્રી હીરાભાઈને બહુમાનપૂર્વક સમર્પણ કરાવી. આ રીતે એમનો ગુણાનુરાગ નિબંધ, હાર્દિક અને વાસ્તવલક્ષી હતો. નિષ્પક્ષતા એમનો સર્વોપરી ગુણ હતો. કોઈની પણ શેહશરમ રાખ્યા વિના સૌના અને સંઘના હિતમાં જે વાજબી લાગે તે જ ચુકાદો – જવાબ મેળવવો હોય તો નંદનસૂરિ મહારાજ પાસે જવું.” આવી જનસાધારણમાં કહેવત હતી. અને આ જ કારણે દરેક વ્યક્તિ, દરેક નાના મોટા સંઘ અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પણ વિવાદાસ્પદ કે શંકાસ્પદ મુદ્દાઓનું પ્રશ્નોનું નિરાકરણ એમની પાસેથી મેળવવામાં નિરાંત અનુભવતાં. જૈન સંઘની તેઓ “સુપ્રીમ કોર્ટ' ગણાતા. એમનું વ્યક્તિત્વ શાંત, ઓજસ્વી, નિખાલસ અને નિર્ણયાત્મક હતું. સત્યદૃઢતા તો એમની જ. કોઈ પણ પ્રસંગ અથવા પરિસ્થિતિને પૂરેપૂરી રીતે સમજવાં, તેની ઉપયોગિતા કે અનુપયોગિતાને અને તેનાથી થનાર લાભ-હાનિને પોતાની આગવી વિલક્ષણ દીર્ધદષ્ટિ વડે નીરખવી અને તે પછી તેને અંગે ચોક્કસ નિર્ણય લેવો; અને પોતે લીધેલા એ ઉચિત નિર્ણયમાં, ગમે તેવાં વિઘ્નો આવે તો પણ અફર રહેવું, આ એમના સ્વભાવનું બંધારણ હતું. વર્ષો પૂર્વે પાલિતાણા- ગિરિરાજ ઉપર પેઢીએ પ્રતિમાજીઓનું ઉત્થાપન કર્યું, ત્યારે મુહૂર્ત અને માર્ગદર્શન એમની પાસેથી લીધેલા. તે પ્રસંગે લોકોએ એમની સામે પ્રબળ વિરોધ ખડો કર્યો, પણ એની સામે પણ તેઓ એટલા જ સુદઢ રહ્યા. ઔચિત્ય જાળવવાની એમની કુશળતા અભુત હતી. એમના હાથે કોઈ અનુચિત કાર્ય ન થતું. એમના મુખમાંથી અનુચિત શબ્દ ન નીકળતો. જે કાર્ય ક્ષેત્રકાળને ઉચિત હોય તે જ તેઓ કરતા. એમની આ ઔચિત્ય - કુશળતાએ એમને સમાજમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. સાચાને સાચું, સારાને સારું ને ખોટાને ખોટું કહેતાં તેઓ કદી ન અચકાતા. ગમે તેવો આપ્તજન હોય, ભક્ત હોય, પણ અનુચિત કે ખોટું કામ કરતો હોય તો તેને, લાગણીમાં જરા પણ ખેંચાયા વિના, પોતાને લાગે તે સ્પષ્ટપણે કહી દેતા. અને એ કહેવાની આવડત પણ એવી કે સામી વ્યક્તિને એથી માઠું લાગવાને બદલે પ્રેમ વધે. એકતાની ઝંખના એમની રગરગમાં વ્યાપ્ત હતી. એ ઘણીવાર બળાપો કાઢતા: “જૈનો તો એક થતાં થશે પણ, આ આપણામાં જ બાર ભાઈ ને તેર ચોક છે, તે એક થાય તો કેવું સારું ! બધાને વાતો ડાહી ડાહી કરવી છે. પણ સ્વાર્થ છોડવો નથી. પછી એકતા કેમ થાય?” એમનું શ્રુતજ્ઞાન અજોડ હતું, સર્વતોમુખી જ્ઞાનપ્રતિભા એમણે પ્રાપ્ત કરેલી, ને જીવનના અંત સુધી ટકાવી રાખેલી. ગમે તે શાસ્ત્રની, ગમે તે વિષયની ચર્ચા છેડો, પ્રશ્ન પૂછો, એનું સરળ સમાધાન ૧૨૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ એમની પાસે તૈયાર જ હોય. એમને જંગમ વિશ્વવિદ્યાલય કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. આટલું છતાં, કોઈ માણસ વિજ્ઞાનની કે નવા યુગની નવી વાત એમની પાસે રજૂ કરે, તો ઊંડી જિજ્ઞાસાથી તે સાંભળતા. સાંભળીને તે પર વિચાર કરીને શાસ્ત્ર સાથે એનો સમન્વય કઈ રીતે સાધી શકાય એ ચિંતનમાં ઊતરી જતા. આ જોઈને અનેકને પ્રેરણા મળતી. મૃતધર હોવા સાથે તેઓ ગ્રન્થકાર પણ હતા. એમની વિદ્વત્તા અને સંશોધનની આપસૂઝ એમણે રચેલા સોળ ગ્રંથોમાં પ્રતિબિંબિત છે. પોતાની તંદુરસ્ત વિદ્વત્તા ને ભવ્ય વિચારશક્તિને લીધે એમણે પોતાની એકેએક કૃતિને સમૃદ્ધ કરી છે. આ બધું હોવા છતાં લોકેષણા અને માનેષણાથી તેઓ પર હતા. નામનો મોહ એમને સર્વદા અસ્પૃશ્ય જ રહ્યો. પોતાનું નામ ક્યાંય ન આવે તેની તેઓ વિશેષ દરકાર રાખતા. સં. ૨૦૩૦માં એમના દીક્ષા-પર્યાયને ૬૦ વર્ષ પૂરાં થતાં હોઈ, તેની સ્મૃતિ કાયમ રહે તે હેતુથી શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરનો હૉલ એમના નામે કરવાનો વિચાર સૌએ કર્યો. એમને આ વાતની જાણ થતાં એમણે સ્પષ્ટ ના ફરમાવી દીધી. કહેઃ “શાસનસમ્રાટનું નામ રાખો, મારું નહિ; મારી સંમતિ નથી.” શું કરવું? છેવટે સૌએ ભેગા મળીને તોડ કાઢ્યો કે, “શાસનસમ્રાટ જન્મશતાબ્દી સ્મૃતિ નિમિત્તે “શ્રી નેમિ-નન્દન પ્રવચન હૉલ” નામ રાખીએ.” આ વાત એમને જણાવી ત્યારે સૌના આગ્રહ આગળ લાચાર થઈને હા ભણી. બોટાદમાં ય એવું જ બન્યું. એમના સાંસારિક જ્ઞાતિજનો કહે: “આપના નામનો ઉપાશ્રય બંધાય તો જમીન માટે વિચારીએ.” તેઓ કહે: “મારું નામ ન જોઈએ.” છેવટે સંઘે આગ્રહ કરીને નેમિ-નંદન વિહાર-પૌષધશાળા' નામ રાખવાની હા ભણાવી. આવા તો અનેક પ્રસંગો છે, જેમાં એમનો ગુણવૈભવ જળાંહળાં કરતો દર્શન દે છે. આ તો માત્ર એનું આછું દર્શન જ સમજવું. (૩૯) વાત્સલ્યસિંધુ પર્વતની ગોદમાં ખળખળ કરતું નાજુક અને નિર્મળ ઝરણું વહે, એમ શ્રીવિજયનંદનસૂરિજીના અંતરમાં વાત્સલ્ય વહેતું. એ વાત્સલ્યના અમૃતનું પાન કરવાનો જે કોઈને અવસર મળતો, એ ધન્ય બની જતો. ઝરણાની જેમ જ તેઓ સુખી- ગરીબ કે નાના-મોટા સૌને, સમાન રીતે, વાત્સલ્ય-પાન કરાવતા. સંપન્ન કે પ્રસિદ્ધ વ્યક્તિ આવે તો તેનું કાર્ય વહેલું પહેલું કરી આપવું ને સામાન્ય વ્યક્તિનું કાર્ય પછી કરવું આવો પંક્તિભેદ એમના હૃદયમાં ન હતો. ઊલટું, કેટલાક પ્રસંગો તો એવા આ ૧ ૨૨ Jan Education International Page #139 -------------------------------------------------------------------------- ________________ જાણવા મળશે કે જેમાં એમણે સામાન્ય અને નાની વ્યક્તિનું કાર્ય પહેલું કરી દીધું હોય ને એ કારણે અન્ય સંપન્ન વ્યક્તિઓને રાહ જોવી પડી હોય. એક ગામડાના ભાઈ કહેઃ મહારાજ સાહેબ ખૂબ દયાળુ હતા. અમારા જેવા નાના લોકો દસ વખત જઈને દસ જાતના મુહૂર્ત પૂછે, પણ એમને રોષ નહિ, અમને કોઈ દી' એમ નથી કીધું કે હવે છાલ છોડ ને ભાઈ.” એમના વાત્સલ્યની ખરી ખૂબી એ હતી કે તેઓ માર્ગશ્રુતને કે પતિતને પણ તિરસ્કારતા નહિ; પણ એને માર્ગે લાવવા પ્રયત્ન કરતા. અથવા એ આપમેળે માર્ગગામી બને અથવા વધુ પતન તરફ ન જાય, એવું વર્તન એના પ્રત્યે કરતા. આ જ કારણે શિષ્ટ જનોમાં એવી માન્યતા બંધાયેલી કે, “જેનું કોઈ નહિ, એના નંદનસૂરિ.” અને આ માન્યતા સાચી હોવાનો અનુભવ જ્યારે ચિત્રભાનુ અમેરિકાથી અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે થયો. ચિત્રભાનુ એમને મળવા આવેલા. ત્યારે એમને એમણે પ્રેમથી બોલાવ્યા, એમની સાથે વાતો કરી. આ પ્રસંગે કોઈકે એમને પૂછ્યું: “સાહેબ! આવી વ્યક્તિને આદર-પ્રેમ આપવાની શી જરૂર?” ત્યારે એમણે જવાબ આપ્યો : “ભાઈ ! જીવ કર્મને વશ છે. આવી પરિસ્થિતિમાં એ છે, એ ય કર્મનું જ ફળ છે ને? હવે એને તરછોડવાથી કે એનો દ્વેષ- તિરસ્કાર કરવાથી શો ફાયદો? એને પ્રેમ મળશે તો માર્ગ તરફ સદ્ભાવવાળો થશે, તિરસ્કારશો તો એનામાં હશે તે સદ્ભાવેય ચાલ્યો જશે.” અને સાચે જ, એમના વાત્સલ્યના પાનથી તૃપ્ત બનેલા ચિત્રભાનુએ કહેલું: “નંદનસૂરિ મહારાજ જેવા સરળ આત્મા અને સાધુ મેં કોઈ નથી જોયા. મારા પર તો એમના મહાન ઉપકાર છે.” અને આવા નિર્વાજ, નિઃસ્વાર્થ વાત્સલ્યનો જ એ પ્રતાપ હતો કે, તેઓ અજાતશત્રુ હતા; એમના કોઈ શત્રુ ન હતા. અને હોય તે પણ એમના પરિચયે, એમના દર્શને જ એમના તરફ સદ્ભાવ ધરાવતા થઈ જતા. એમના સ્વભાવની આ નિસર્ગજાત શક્તિ હતી. જનસમાજમાં એમના માટે એક શ્રદ્ધા હતી કે : નંદનસૂરિ મહારાજના આશીર્વાદ લઈએ તો આપણને ખૂબ શાંતિ મળે. આ શ્રદ્ધાને વાચા આપતા એક પત્રકાર ભાઈએ કહેલું : “સંસારી છીએ એટલે દુઃખ અને ઉપાધિ તો લાગેલાં જ છે. એ માત્ર આશીર્વાદ લેવાથી નષ્ટ નથી થઈ જવાનાં. પણ આ આચાર્ય મહારાજના આશીર્વાદ લઈએ છીએ, ત્યાર પછી આપણા જીવને ક્લેશ ને સંતાપ ઓછા થઈ જાય છે, દુઃખમાં પણ માનસિક શાંતિ ને સ્વસ્થતા ચોક્કસ અનુભવાય છે.” જનસાધારણમાં વ્યાપેલી આ શ્રદ્ધાને લીધે એમની પાસે લોકો સતત આવતા રહેતા. રવિવાર કે બેસતો મહિનો હોય ત્યારે તો લોકોને પૂર ઊમટતું. અને તેઓ પણ પૂરી પ્રસન્નતાથી, સૌને પૂરો સંતોષ થાય એ રીતે, આશીર્વાદ- વાસક્ષેપ આપતા અને મંગલાચરણ સંભળાવતા. પરીક્ષાના દિવસોમાં એક પણ પરીક્ષાર્થી બાળક એમની પાસેથી નિરાશ થઈને ન જતું. તેઓ પ્રેમથી બોલાવીને એમને વાસક્ષેપ નાખી આપતા. નાનાં નાનાં બાળકો- ભૂલકાંઓ પ્રત્યે તેઓ અપાર વાત્સલ્ય દાખવતા. કોઈની પાસે ન જનારાં બાળકો એમની પાસે આવીને નિરાંતે બેસી જતાં, વાસક્ષેપ નંખાવતાં. એવાં બાળકો સાથે આનંદ કરતાં એમને જોવા, એ પણ એક લહાવો હતો. ૧૨૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ એમના વ્યાખ્યાનમાં પણ વિશ્વ વાત્સલ્યની ભાવના છલકાતી. મૈત્રી, પ્રમોદ, કરુણા ને માધ્યચ્ય ભાવના પર વિવેચન કરતી વખતે તેઓ ખૂબ ભાવવિભોર અને પ્રસન્નમુખ બની જતા. આ વાત્સલ્યના ઘૂંટડા જેમણે પીધા એ લાભી ગયા. વાત્સલ્યના આ સમુદ્રમાં જેમણે સ્નાન કર્યું, તેઓ નિર્મળ બની ગયા. (૪૦) સરળતા અને કુટિલતાનો તફાવત બેતિથિપક્ષની કટ્ટર વ્યક્તિઓની કાર્યપદ્ધતિ એવી છે કે જ્યારે જ્યારે સંવત્સરીમાં ભેદ આવવાનો હોય ત્યારે તેઓ વરસ-બે વરસ અગાઉથી જ પ્રચારની કાર્યવાહી શરૂ કરી દે. આ કાર્યવાહી બેધારી હોય છે. શરૂઆતમાં તિથિ પ્રશ્નનું સમાધાન કરવાની વાતો શરૂ કરે, એ માટે ખાસ માણસો પણ ફેરવે; અને પછી ધીમે ધીમે એ વાતો ચાલુ રાખીને જ, પોતે સાચા ને પરંપરાવાળા ખોટા, એવી માન્યતા વ્યક્ત કરતા લેખો- હેન્ડબિલો પ્રગટ કરવા શરૂ કરી દે. સરવાળે મીંડું જ હોય. સં. ૨૦૨૮માં લૌકિક પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ આવતી હતી. એટલે પરંપરાપક્ષ બે ચોથ કરીને બીજી ચોથે સંવત્સરી કરવાનો હતો. જ્યારે સામો પક્ષ બે પાંચમ જ રાખવાનો હતો. પણ, આ પ્રસંગે પણ સામા પક્ષે ઉપર લખેલી પોતાની નીતિ અમલમાં મૂકી હતી. એ પક્ષની આવી બેધારી નીતિથી પરંપરાપક્ષને સાવધ રાખવા અને એ ખોટી ભ્રમજાળમાં ન ફસાય એ હેતુથી શ્રી વિજયનંદનસૂરિજીએ સં. ૨૦૨૭ના ભીંતિયા પંચાંગમાં અગમચેતીરૂપ સૂચના કરી : શાસ્ત્રજ્ઞા અને સુવિહિત પરંપરા મુજબ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રી સંઘે વિ.સં. ૨૦૧૮ના આવતા વર્ષે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ બીજી ચોથ મંગળવાર તા. ૧૨-૯-૭૨ના દિવસે કરવાની છે.” એમના આ સમયસરના નિવેદનથી પરંપરાપક્ષ સાવધ અને જાગૃત બની ગયો. સૌ ચેતી ગયા કે આપણને મોટા મહારાજનું માર્ગદર્શન મળી ગયું છે, હવે બીજી કોઈ ચર્ચામાં કે કજિયામાં ઊતરવું નથી. આપણે તો સાચી આરાધના થાય તેવો પ્રબંધ કરી લઈએ. હવે બન્યું એવું કે, એમના આ નિવેદન સામે પરંપરાપક્ષના પાંચમની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરનારા વર્ગે જ વાંધો લીધો કે, બે ચોથ કેમ લખી? આ વાત એમની પાસે આવી ત્યારે તેઓ ખૂબ હસ્યા. એમણે કહ્યું: “આખરે તો ખાટલા વચ્ચે શરીર છે ને?‘શબ્દભેદ ઝઘડો કિશ્યો.” બે ચોથ અમે કહીએ, તમે બે ત્રીજ કહો, પણ સંવત્સરી તો ૧૨૪ Vain Education International Page #141 -------------------------------------------------------------------------- ________________ બંનેની મંગળવારે જ છે ને ! એ જુદી થતી નથી ને ? તો પછી નાહકની ચર્ચા શા માટે કરવી ?” નિવેદન ઉપરાંત એમણે શ્રીદેવસૂર તપાગચ્છ સંઘની શાસ્ત્રશુદ્ધ અવિચ્છિન્ન પરંપરાનુસારી તિથિ- સંવત્સરીની આચરણાનું સરળ અને સ્પષ્ટ ચિત્ર દર્શાવતી ‘તપાગચ્છીય તિથિપ્રણાલિકા' નામે પુસ્તિકા લખી અને પ્રકાશિત કરાવી. આ પુસ્તિકામાં એમણે થોડાક શબ્દોમાં ખૂબ ગંભીર રહસ્યો ગૂંથ્યા છે. એ વાંચીએ ને વિચારીએ ત્યારે મહાન કવિ શ્રી હર્ષનો આ શ્લોક અવશ્ય યાદ આવે છે: ग्रन्थग्रन्थिरिह क्वचित् क्वचिदपि न्यासि प्रयत्नान्मया, प्राशंमन्यमना हठेन पठिती मास्मिन् खलः खेलतु । श्रद्धाराद्धगुरुश्लथीकृतदृढग्रन्थिः समासादयत्वेतत्तकैरसोमिमज्जनसुखेष्वासञ्जनं सज्जनः ।। (મેં આ ગ્રંથમાં ક્યાંક ક્યાંક ખાસ પ્રયત્નો દ્વારા અમુક વિશિષ્ટ ગ્રંથિઓ (ગૂંચો) યોજી છે. જે લોકો પોતાની જાતને સર્વોત્તમ પ્રાજ્ઞ માનવાનું અભિમાન કરતા હોય, એવા ખલ લોકોને એ ગૂંચો અને એના ઉકેલો નહિ જડે. પણ જેમણે શ્રદ્ધાપૂર્વક ગુરુ મહારાજની આરાધના કરીને પોતાના ચિત્તની ગાઢ (અજ્ઞાનરૂપી ગ્રંથિઓને શિથિલ બનાવી છે, એવા સજ્જન પુરુષને આ મેં યોજેલી ગ્રંથિઓના રહસ્યભૂત તર્કરસના તરંગોમાં સ્નાન કરવાનો આનંદ પ્રાપ્ત થશે. અર્થાત્ આવા સજ્જન પુરુષો જ એ ગ્રંથિઓને સમજી શકશે અને એને ઉકેલી પણ શકશે.) એમની આ પુસ્તિકા સામે સામા પક્ષે પુષ્કળ ઊહાપોહ કર્યો. “શ્રી મહાવીર શાસન' માસિકમાં તો એના વિરોધમાં અસભ્ય ભાષાવાળા લેખો પણ સામાપક્ષના આચાર્યાદિએ લખ્યા. એ લેખોની કઢંગી યુક્તિઓ, કઢંગા વિચારો અને કઢંગી રજૂઆત જોઈને તેઓને ભારે રમૂજ થઈ. કોઈએ એમને કહ્યું કે : “આ બધાના જવાબ આપો.” ત્યારે કહે: “ભાઈ ! આપણે એમને જવાબ આપવાની જરૂર નથી.” પણ સામા પક્ષના એ લખાણોની શિષ્ટ વર્ગમાં ખૂબ માઠી અસર પડી. એ માઠી અસરનું પ્રતિબિંબ પાડતાં વૈદ્ય શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીએ તા. ૧૬-૭-૭રના “જયહિન્દ' પેપરમાં લખ્યું કે : “પૂ. આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજાએ ‘તપાગચ્છ તિથિ પ્રણાલિકા” નામની એક પુસ્તિકા પ્રગટ કરી છે, ત્યારે તેના જવાબરૂપે પંન્યાસ મહારાજ શ્રી રવિવિજયજી ગણિવરે મૂળ પુસ્તિકાને પણ નાની કહેવડાવે એવો એક મોટો લેખ પ્રસિદ્ધ કર્યો છે, એટલું જ નહિ પણ, તેઓએ જે આક્ષેપો આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી ઉપર કંઈક કટુ ભાષામાં ર્યા છે તેવા જ આક્ષેપોના પોતે પણ અધિકારી છે તે વાત છતી થઈ છે.” આ પછી તો સંવત્સરી આવી, પંચાસી ટકા વર્ગે મંગળવારની સંવત્સરી કરી. પંદર ટકા જેટલા (બે તિથિવાળા) વર્ગે જ સકલ સંઘથી જુદી સોમવારી સંવત્સરી કરી. ભેદ કાયમ રહ્યો. શ્રીનંદનસૂરિજી તો કાયમ કહેતા આવ્યા હતા કે, “સરળતા વિના સમાધાન થાય નહિ. વાતોથી શું દહાડા વળે ?” છે ૧૨૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ આ વખતે એક નવીનતા એ બની કે સંવત્સરી ગયા પછી પણ સમાધાનની વાટાઘાટો સામા પક્ષે ચાલુ રાખી, એટલું જ નહિ પણ, વધુ જોરદાર બનાવી. સમાધાનની વાટાઘાટો ચલાવવા માટે સેવંતીલાલ ભગાભાઈ નામની એક વ્યક્તિને સામા પક્ષે વિષ્ટિકાર તરીકે ગોઠવી. આ વાટાઘાટોમાં પરંપરા પક્ષના સરળ આગેવાન શ્રાવકો પણ જોડાયા. એમને આ વાતના ભેદનો ખ્યાલ ક્યાંથી હોય? સેવંતીભાઈ વાટાઘાટો માટે એકતિથિના ઘણા આચાર્યો પાસે જઈ આવ્યા. બધાએ વાતો સાંભળી અને વાતો કરી પણ ખરી, પણ છેવટે “નંદનસૂરિ મહારાજને મળો’એ સૂચના પણ આપી. એ ભાઈ તેઓની પાસે આવ્યા. તેઓની વાત તો સ્પષ્ટ હતી કે, “સમાધાન કરવું હોય તો બાર પર્વોની નવી પ્રણાલિકા છોડવાની જાહેરાત કરો. પછી આગળ વાત.” સામા પક્ષે પહેલાં “સંવત્સરીની કબૂલાત” માંગી. એમણે એ માટે સ્પષ્ટ ના કહી. કહે: “સરળતા હોય, સાચી ભાવના હોય, તો બારપર્વ છોડો. સંવત્સરીનું થઈ રહેશે.” પણ, સરળતા લાવવી ક્યાંથી? એક તબક્કે, એ જયારે ખંભાત હતા ત્યારે રાત્રે દસ વાગે મુંબઈથી સેવંતીભાઈનો કૉલ આવ્યો કે “રામચંદ્રસૂરિ મહારાજ એવું કહે છે કે ચૌદશ અને ભાદરવા શુદિ પાંચમ અમારી, બાકીની તિથિઓ માટે તમે કહો તેમ.” આના જવાબમાં જો હા કહેવરાવે, તો સામા પક્ષની અસત માન્યતાને સમર્થન મળી જાય; અને ના કહેવરાવે તો સામા પક્ષને જોઈતું મળી જાય, એ તરત જ પ્રચાર શરૂ કરે કે, “અમે તો આટલી હદ સુધી તૈયાર હતા, પણ નંદનસૂરિજીએ ના પાડી.” આ બધી વાતોનો વિચાર કરીને એમણે જવાબમાં કહેવરાવ્યું: “રામચન્દ્રસૂરિજી જે રીતે કહેતા હોય, તે રીતનું લખાણ કરી, તેમાં તેમની સહી કરાવીને અહીં લઈ આવો.” થયું. આજની ઘડી ને કાલનો દહાડો ! આનો કંઈ જવાબ જ ન આવ્યો. સમાધાનની વાતો હવામાં ઊડી ગઈ.. શ્રી વિજયનંદનસૂરિજી તો કાયમ કહેતા હતા કે, “ભાઈ ! તમને ગમે તે તમે કરો. અમને ઠીક લાગે તે અમે કરીએ. નાહકની આ ચર્ચા કરીને શાંત વાતાવરણને શા માટે ડહોળો છો? જુદા જુદા ગચ્છના ને સંપ્રદાયના લોકો પોતાની જુદી જુદી આરાધના કેવી શાંતિથી કરે છે ! કોઈ કોઈનામાં ડખલ નથી કરતું. તો પછી આપણે પણ શાંતિથી આપણું કર્યા કરીએ. આમ ડહોળવાથી તો સંઘમાં અશાંતિ જ વધવાની ને ભદ્રસમાજ ધર્મવિમુખ થતો જવાનો.” આ પછી તો એમણે એક નિર્ણય કર્યો કે, જ્યાં સુધી સામો પક્ષ “સંવત ૧૯૯૨થી તથા ૧૯૯૩થી સંવચ્છરીની તથા તિથિ આરાધનામાં બાર પર્વતિથિની તથા ભાદરવા શુદિ પાંચમની ક્ષયવૃદ્ધિ રાખવાની જે પ્રણાલિકા અમોએ અપનાવી છે, તે અમો આજથી છોડી દઈએ છીએ; અને આરાધનામાં બાર પર્વતિથિની તથા ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાને A વૃદ્ધિ રીમ ૧૨૬ dan Education International Page #143 -------------------------------------------------------------------------- ________________ આચરણામાં તેમ જ પ્રરૂપણામાં આજથી અમો સ્વીકારીએ છીએ” આવું લેખિત જાહેર ન કરે ત્યાં સુધી સમાધાન કે બાંધછોડની કોઈ જ વાટાઘાટોમાં એની સાથે ઊતરવું નહિ, અને એવી વાતો સાંભળવી પણ નહિ. (૪૧) સર્વમાન્ય સૂરિવર કોઈ એક સમુદાયના આચાર્ય તરીકે, તપાગચ્છના મુનિસમુદાયોમાં અને એથી આગળ વધીને ખરતરગચ્છ અને પાયજંદગચ્છ વગેરે અન્ય ગચ્છોમાં પણ બહુમાન્ય, આદરણીય અને સલાહ મેળવવાના સ્થાનરૂપ બનવાનું સૌભાગ્ય શ્રી વિજયનંદનસૂરિજીને વર્યું હતું. આનું કારણ એમનો ઉદારતાપૂર્ણ, નિષ્પક્ષ, નિખાલસ અને વાત્સલ્યપૂર્ણ સ્વભાવ હતો. મોટા ભાગનો મુનિસમૂહ એમને પૂછીને, એમની સલાહ-સૂચના મેળવીને જ પોતાનાં કાર્યો કરતો. અન્ય સમુદાય કે ગચ્છના મુનિરાજો પોતાનાં સામુદાયિક પદવી વગેરે કાર્યો કરતી વખતે એમની પાસેથી મુહૂર્ત અને આશીર્વાદરૂપ વાસક્ષેપ મંગાવતા. કેટલીક વખત તેમને કોઈને કોઈ કાર્ય કરવામાં સામુદાયિક ગૂંચો ઊભી થતી, ત્યારે તેમાંથી માર્ગ મેળવવા માટે તેઓ શ્રી વિજયનંદનસૂરિજીનું માર્ગદર્શન ઇચ્છતા, મેળવતા અને તદનુસાર વર્તતા. એક મુનિરાજે ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ કર્યો હતો. ખાસા દિવસો પસાર થઈ ગયેલા. હવે, એ મુનિરાજને ભગવતીજીના જોગની પહેલાંના એક કે બે યોગ વહેવા બાકી રહી ગયેલા. આ વાત ધ્યાનમાં આવતા કેટલાકોએ એમને કહ્યું : “ભગવતીજીના જોગ મુલત્વી રાખીને પેલા રહી ગયેલા જોગ કરો ને પછી પુનઃ ભગવતીના જોગ કરજો .” એ મુનિરાજ આથી ભારે વિષમ સ્થિતિમાં મૂકાઈ ગયા. એમને હતું કે રહી ગયેલા જોગ પછી કરી લેવાશે. એ પહેલાં જ કરવા જોઈએ એવા ખ્યાલના અભાવે તેમણે એમ વિચારેલું. પણ હવે ભગવતીજી જેવા આગાઢ જોગ અધૂરા છોડવા કેમ પાલવે ? આગાઢ જોગમાંથી તો પ્રાણાંતે પણ ન નીકળાય; એ પૂરા કર્યે જ છૂટકો. એટલે એમની સ્થિતિ તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ. આમાંથી બહાર કેમ નીકળવું? એ માટે કોઈની સલાહ લેવાનો એમણે વિચાર કર્યો ત્યારે એમની નજર શ્રી વિજયનંદનસૂરિજી ઉપર ઠરી. એમને થયું: “એ સૌના આધાર છે. મને પણ સાચી સલાહ આપશે ને સાચો માર્ગ સુઝાડશે.' એમણે તરત એમને પત્ર લખીને માર્ગદર્શન માંગ્યું. એમણે તત્કાળ એ મુનિરાજને ખૂબ આશ્વાસનદાયક માર્ગદર્શન આપ્યું. એ મુનિરાજને એથી પરમ શાંતિ અને આનંદ પ્રાપ્ત થયાં. અને એમનાં યોગવહન - પદપ્રદાનાદિ કાર્યો પણ નિર્વિને થઈ ગયાં. ૧૨૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૩૦માં લવારની પોળના ઉપાશ્રયના સંઘનો વિચાર થયો કે પૂ. શ્રી મંગળવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવી. એણે શ્રી મંગળ વિજયજી મહારાજને ખૂબ વિનંતી કરીને હા પડાવી હતી. હવે એ પદવી કરવી કોના હાથે? - આ પ્રશ્ન ઊભો થયો. સંઘ તથા મુનિગણ સૌને થયું કે શ્રી વિજયનંદનસૂરિ મહારાજના હાથે જ પદવી થવી જોઈએ. એ વખતે શ્રી વિજયનંદનસૂરિજી ખંભાત હતા. સંઘના ભાઈઓ ત્યાં પહોંચ્યા. એમણે વિનંતિ કરી કે પદવી આપના સિવાય બીજા પાસે નથી કરાવવી, પધારો. એમણે હા પાડી, ને ખંભાતના ઉપાધાનાદિ કાર્યો બાકી રાખીને તેઓ અમદાવાદ આવ્યા, અને વિશદ્ધ ક્રિયા કરાવવાપર્વક આચાર્યપદ પ્રદાન કર્યું. સં. ૨૦૩૧માં શેઠ કેશવલાલ લલુભાઈએ વિનંતી કરી કે, મુનિ શ્રી દુર્લભસાગરજી મહારાજને આપ આચાર્યપદવી આપો. સૌના બેલી બનવાને સર્જાયેલા એવા એમની ના ક્યાં હતી ? એમણે શેઠની વિનંતી માની અને પોતાની અશક્ત તબિયતના કારણે શ્રીવિજયસૂર્યોદયસૂરિજીના હાથે હઠીભાઈની વાડીમાં આચાર્યપદ અપાવ્યું. આવા તો અનેક પ્રસંગો છે. અને આવા પ્રસંગો જ “જેનું કોઈ નહિ, એના નંદનસૂરિ- આ કહેવતને પોષણ આપે છે. રાજસ્થાનમાં ખૂબ બહુમાન પ્રાપ્ત કરનાર, પ્રતિષ્ઠિત જૈનાચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી, પોતાના નિર્ણાત તમામ મુહૂર્તા શ્રી વિજયનંદનસૂરિજીને મોકલીને તેમાં એમની મંજૂરી- મહોરછાપ મેળવતા; તેઓ કહે એ મુહૂર્તને અનુસરતા, અને તેઓ સૂચવે તે મુજબ ફેરફાર કરીને જ કાર્યો કરતા. સં. ૨૦૩૦માં ભાદરવા મહિનાની વૃદ્ધિ (અધિક ભાદરવા માસ) હતી. આ વખતે અંચલગચ્છના પર્યુષણા શ્રાવણ વદમાં શરૂ થઈ, પહેલા ભાદરવામાં પૂરા થતાં હતાં. મુંબઈના અંચલગચ્છના આરાધકોએ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ પાસે પોતાને કલ્પસૂત્રાદિનું શ્રવણ કરાવવાને સાધુઓ મોકલવા વિનંતી કરી. એમણે શ્રી વિજયનંદનસૂરિજીને એ બાબત પૂછાવતાં એમણે લખ્યું: “ચેમ્બરમાં તેમજ મુંબઈના દરેક પરાંઓમાં અચલગચ્છવાળાના પર્યુષણનો પ્રારંભ આ શ્રાવણ મહિનામાં છે, અને સંવત્સરી (સમાપ્તિ) પહેલા ભાદરવા શુદિ પાંચમના દિવસે છે. તેઓની વ્યાખ્યાનની માંગણી અઢાઈધરના ત્રણ દિવસ માટેની છે. અને ત્યારબાદ શ્રી ભગવાન મહાવીરનું ચરિત્ર વાંચી સંભળાવવાની માંગણી છે, તો તે બાબતમાં તેમની માંગણી જરૂર સ્વીકારવી, અને વ્યાખ્યાન માટે સાધુ પણ આપવા તે ઉચિત અમોને લાગે છે. અને તેમાં કોઈ જાતની હરકત અમોને લાગતી નથી. અમારી તેમાં સંમતિ છે, અને તમારા પૂજ્ય ગુરુદેવની પણ સંમતિ અને અનુમતિ જરૂર મેળવી લેશો. શ્રી કલ્પસૂત્ર તથા બારસાસૂત્ર પણ ત્યાં અચલગચ્છાવાળાઓને સંભળાવવામાં અમોને કોઈ હરકત જણાતી નથી.” આવી ઉદાર વિચારધારા એમને સર્વમાન્ય બનાવે એમાં શી નવાઈ ? ૧૨૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ (૪૨) શાસન પ્રભાવના એમના સાંનિધ્યમાં, એમના હાથે, અગણિત ભાઈ-બહેનોની દીક્ષા થઈ; અનેક સાધુ-સાધ્વીની વડી દીક્ષા અને પદવીઓ થઈ; અસંખ્ય ધર્માનુષ્ઠાનો થયાં. સં. ૨૦૧૯માં સૂરિસમ્રાટની જન્મશતાબ્દીનો પાવન અવસર આવ્યો. કેટલાકો તરફથી પૂછાવવામાં આવ્યું, આપણાથી (જૈનોથી) શતાબ્દી ઊજવી શકાય ખરી? એમણે હા કહી; કહ્યું કે: “જન્મ તો શ્રી જિનેશ્વરદેવ સિવાય કોઈનો પ્રશસ્ત નથી હોતો, પણ આપણે ગુરુભગવંતની શતાબ્દી ઊજવવા દ્વારા શ્રી દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ અને શાસનની પ્રભાવના જ કરવાની છે. તો પછી શા માટે ન ઊજવવી?” અને એમણે પોતે એ ઊજવી. અને એમના આદેશ અનુરોધથી સર્વત્ર એની શાનદાર ઉજવણી થઈ. - તિથિ- મતભેદ શરૂ થયો ત્યારથી ખંભાત સંઘ બે વિભાગમાં વહેંચાઈ ગયો હતો. પરંપરાનુસારી શ્રી સ્તંભતીર્થ તપાગચ્છ જૈન સંઘ હતો. એ સંઘની ભાવના ઘણાં વર્ષોથી ઉપધાન તપ કરાવવાની હોવા છતાં એ થતાં ન હતાં. સં. ૨૦૨૯નું ચોમાસું શ્રી વિજયનંદનસૂરિજી ખંભાતમાં રહ્યા હતા. શ્રી સંઘે કહ્યું : “આપ સાહેબ આ વાત લક્ષ્યમાં લો તો, અમારા સંઘમાં ઉપધાન ચોક્કસ થઈ જાય.” એમણે એમાં રસ લીધો અને ચોમાસા પછી સં. ૨૦૩૦માં ઉપધાનતપની ભવ્ય આરાધના કરાવી. આ અરસામાં ત્યાં સુરિસમ્રાટના ગુરુમંદિરની પ્રતિષ્ઠા, બોળપીપળાના શ્રી ચંદ્રપ્રભસ્વામીના જિનાલયની પ્રતિષ્ઠા તથા અન્ય અનેક ધર્મકાર્યો કરાવ્યાં. ખંભાતથી તેઓ અમદાવાદ આવ્યા. સં. ૨૦૩૦ના અષાડ મહિને એમણે પોતાના અંતરથી કરવા ધારેલાં બે કાર્યો કર્યા : એક, પોતાની નિશ્રામાં રહેલા પંન્યાસ શ્રી સૂર્યોદયવિજયજી ગણિને આચાર્યપદપ્રદાન; અને બીજું, સૂરિસમ્રાટના જીવનચરિત્ર ‘શાસનસમ્રાટ’ નામે ગ્રંથનું પ્રકાશન. આચાર્યપદવી અષાડ શુદિ દસમે કરી. એ સાંજે એમના મુખમાંથી શબ્દો નીકળેલા : “મારી અંતરની ઇચ્છા ત્રણ વર્ષથી હતી કે સૂર્યોદયને આચાર્યપદ આપું. એ આજે મારા હાથે જ પૂરી થઈ. હવે મારે કોઈની ય પદવી કરવી નથી.” ખૂબ સાહજિક રીતે બોલાયેલા આ શબ્દો અગમવાણી બની રહ્યા. એ પછી એમના હાથે કોઈની પદવી ન થઈ. “શાસનસમ્રાટ” ગ્રંથનું પ્રકાશન એમને મન જીવનનો પરમ ધન્ય પ્રસંગ હતો. અને ગુરુભગવંતોની ભક્તિનો અવસર કયા નિષ્ઠાવાન ગુરુભક્ત શિષ્યને માટે ધન્ય ન હોય ભલા ? આ દિવસે તેઓ ગદગદ બની ગયેલા. અમદાવાદના પાલડી વિસ્તારમાં શ્રી વિજયમહિમાપ્રભસૂરિજીની પ્રેરણાથી શ્રી મહિમાપ્રભસૂરિ ૧૨૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન મંદિર તથા શ્રી વાસુપૂજયસ્વામી જિનમંદિરનું નિર્માણ થયું છે. એ જિનમંદિરની પ્રતિષ્ઠા એમણે સં. ૨૦૩૧માં કરાવી. - પાંજરાપોળમાં શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં બે મનોહર દેરીઓમાં પરમપૂજ્ય મુનિરાજ વૃદ્ધિચંદ્રજી મહારાજની તથા શ્રી સૂરિસમ્રાટની ભવ્ય અને નયનાલાદક મૂર્તિઓ બિરાજતી હતી. તેની પ્રતિષ્ઠા બાકી હતી. સં. ૨૦૩૧માં શ્રી વિજય મહિમાપ્રભસૂરિજી તથા શ્રી વિજયસૂર્યોદયસૂરિજી વગેરેની વિનંતી- પ્રેરણા થતાં તેની પ્રતિષ્ઠા કરાવી. શાસનપ્રભાવનાનાં આવાં તો અનેકાનેક કાર્યો એમના હાથે ને એમની નિશ્રામાં થયાં. અહીં તો આ કાર્યોમાંના કેટલાંકનો જ નિર્દેશ કર્યો છે. ખરી રીતે તો, એમના જીવનની એક એક પળ શાસન માટે સમર્પિત હતી. અનેકવિધ મુહૂર્તો જોવામાં, સંઘના અનેક અટપટા પ્રશ્નોનું ને ગૂંચવણોનું નિરાકરણ કરવામાં, ને સ્વ-પરગચ્છના સાધુઓ અને સાધ્વીઓની હેતભરી વિશ્રામણા- કાળજી કરવામાં એમને વ્યસ્ત રહેતા જેણે જોયા હશે, એ જ એમની સાચી શાસનપ્રભાવનાને મૂલવી શકશે, સમજી શકશે, ને અનુમોદી શકશે. (૪૩) પચીસમી નિર્વાણ શતાબ્દી : સફળ નેતૃત્વ ભગવાન મહાવીરદેવનો ર૫૦૦મો નિર્વાણ મહોત્સવ, આ યુગની શકવર્તી ઐતિહાસિક ઘટના બની. આ ઘટનાને પૂર્ણરૂપે સફળ બનાવવામાં અને તેમાં સક્રિય ભાગ લેવામાં શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુ સંઘનું નેતૃત્વ શ્રી વિજયનંદનસૂરિજીએ સંભાળેલું. - આ મહોત્સવ વર્ષની ઉજવણી આંતરરાષ્ટ્રીય તેમજ સરકારી ધોરણે પણ થવાની છે, એવા સમાચારથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના અમુક સંકુચિત મનોવૃત્તિ ધરાવતા વર્ગમાં હલચલ મચી ગઈ. એમને લાગ્યું કે “આ ઉજવણી એક કાવતરું છે. અને એ દ્વારા ભારતીય આર્ય સંસ્કૃતિનો જડમૂળથી નાશ કરવાની કાવતરાબાજોની નેમ છે. માટે આ ઉજવણી અટકાવવી જોઈએ.” એમણે એ અંગે પ્રવૃત્તિ આદરી. લેખ લખવા, પત્રો લખવા વગેરે શરૂ થયું. એક પત્ર, આ ઉજવણીના વિરોધના મુખ્ય સૂત્રધાર પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે શ્રીવિજયનંદનસૂરિજીને પણ લખ્યો. એના જવાબમાં એમણે જણાવ્યું: “શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની સામેના કે શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ સામેના વિરોધમાં તો અમારો સહમત હોય જ નહીં, પરંતુ આ તમારા ઉજવણીના વિરોધના કાર્યમાં પણ અમારી સંમતિ નથી, તેમ તે અમો યોગ્ય પણ માનતા નથી. ‘તેમાં અમારી સંમતિ જાણી શકાઈ હતી'- એવું જે તમારા સમજવામાં છે, તે પણ તમારી સમજણ ખોટી છે. ૧૩૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ “વિ. અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક સભા તરફથી તા. ૧૧-૧૦-૭૧, સોમવારના બહાર પડેલ તેમજ તા. ૨૯-૧-૭૨ શનિવારના બહાર પડેલ પત્રિકામાં ‘પ્રભુ શ્રી મહાવીર ભગવાનની ૨૫૦૦મા વર્ષની ઉજવણી સંબંધમાં ભાગ ન લેવા ને લેનાર ભાઈઓને રોકવા, શ્રી શ્રમણસંઘનો આદેશ છે કે શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમણસંઘનો આદેશ છે,' આવું જે લખવું તે પણ વ્યાજબી નથી. અમુક અમુક વ્યક્તિઓગત વિરોધમાં શ્રી શ્રમણ સંઘને કાંઈ પણ સંબંધ નથી.” આ પછી એમણે અન્ય ત્રણ આચાર્યોની સાથે એક જાહેર નિવેદન બહાર પાડ્યું. ઉજવણીના સરકારી કાર્યક્રમની રાહ જોવાનો અને તેનો વિરોધ નહિ કરવાનો એ નિવેદનમાં અનુરોધ હતો. આ પછી બિનસાંપ્રદાયિકતાની નીતિને વરેલી ભારત સરકારે ઉજવણીનો રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કર્યો. સરકારની ભાવના હતી કે, “ભારતમાં થયેલ મહાન પુરુષોની આવી પુણ્યતિથિઓની ઉજવણી કરીને એ મહાન પુરુષોના ધર્મ- નીતિ, સદાચારમય જીવન તથા ઉપદેશોને ભારતની તથા વિશ્વની જનતા સમક્ષ રજૂ ક૨વા અને એ રીતે જનતાના નૈતિક મૂલ્યોને ઉન્નત બનાવવાં, અને એમાં સાંપ્રદાયિક માન્યતા કે ધોરણોને જરા પણ હસ્તસ્પર્શ ન કરવો.” સરકારની આ સીધી- સ્પષ્ટ વાત હતી. એને અનુલક્ષીને જ એણે ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણોત્સવનો બિનસાંપ્રદાયિક વિશિષ્ટ કાર્યક્રમ નક્કી કરીને જાહેર કર્યો હતો. વળી, એ કાર્યક્રમ પૂરેપૂરો બિનસાંપ્રદાયિક હોવા છતાં એમાં જૈન ધર્મની દૃષ્ટિએ કશો બાધ આવે એવો કાર્યક્રમ ન થઈ જાય એ હેતુથી જૈન સંઘના ચારે સંપ્રદાયના બે-બે શ્રમણોને સ૨કારે સમિતિમાં ખાસ સલાહકાર અને અતિથિવિશેષ તરીકે ભાગ લેવાને વિનંતી કરી હતી. એ શ્રમણોએ એ વિનંતી માન્ય કરી, ને સમિતિમાં ભાગ લેવો શરૂ કર્યો. આમ થતાં, જૈનધર્મના આશય વિરુદ્ધનાં કાર્યક્રમ કે પ્રવૃત્તિ તદન અસંભવિત બની ગયાં. પણ જેને વિ૨ોધ જ કરવો છે, એને કોણ સમજાવી શકે ? ‘દુઃખે પેટ ને ફૂટે માથું' જેવી એમની મનોદશા હતી. એ વર્ગે પોતાનો વિરોધ વેગીલો ને જોરદાર બનાવ્યો. ‘હંમેશા નક્કર કરતાં પોલાનો અવાજ બમણો હોય છે,’ એ કહેવત મુજબ એમના વિરોધના ઢોલે મોટું ધાંધલ મચાવી મૂક્યું. જો કે, ચાર-પાંચ સૂત્રધારોને બાદ કરતાં બીજા કોઈને આ પ્રવૃત્તિમાં રસ ન હતો, પણ સૂત્રધારો પાસે દુરૂપયોગ માટે સર્જાયેલા પ્રચારતંત્રનો, શક્તિનો, સમયનો અને આર્થિક સાધન-સામગ્રીઓનો ભંડાર હતો. એની સહાયતાથી એમણે મંડળો, દળો ને સભા-સંસ્થાઓનાં સર્જન કર્યા. સંસ્કૃતિના રક્ષણના નામે, આ શાસનપ્રભાવક પ્રવૃત્તિઓનો અહંકારપ્રેરિત વિરોધ કરવો, એ આ બધાંનો ઉદ્દેશ હતો. આનું પરિણામ એ આવ્યું કે તપાગચ્છમાં બે ભાગ પડ્યા. એક ભાગ, ઉપર કહ્યું તેમ વિરોધમાં રાચવા માંડ્યો. જ્યારે બીજો ભાગ, ઉજવણીની તરફેણમાં રહ્યો. આ ભાગની દીર્ઘદૃષ્ટિ કહેતી હતી કે “આપણે વિરોધ કરીશું તો ય સરકાર પોતાના નિર્ણયમાંથી ચલિત નથી થવાની; એ એનું કામ ક૨વાની જ છે. તો, ઉજવણીમાં સહયોગ આપીને આપણે એવા પ્રયત્નો કરીએ જેથી ધર્મબાધક કોઈ કાર્યો ન જ થાય અને આપણને લાભ થાય. બીજું, આ ઉજવણીથી આપણને જ ફાયદો છે. ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશનો સર્વત્ર ફેલાવો થશે, અને એથી જેટલા પણ લોકો ભગવાનના ધર્મમાર્ગનો ૧૩૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ આદર કરશે, એને અનુસરશે, એટલે અંશે ધર્મની પ્રભાવના પણ થશે. આ કાર્ય આપણે – જૈનોએ કરવાનું છે, તે આપણે કરી શકતા નથી. અને એ કાર્ય અનાયાસે આ રીતે થઈ રહ્યું છે, તો એનો વિશિષ્ટ રીતે લાભ કેમ ન લેવો ? એ કાર્યને વધુ ને વધુ વેગ મળે, એવા પ્રયત્નોને બદલે વિરોધ કરવાનો શો અર્થ છે ?’ આ દીર્ઘદૃષ્ટિ શ્રીવિજયનંદનસૂરિજીની હતી. પણ વિરોધી વર્ગને આની દરકાર ન હતી. યેનકેન પ્રકારેણ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ટૂંકી દૃષ્ટિના ધ્યેયથી એને આવી લાભકારક વાતો પણ ચલિત ન કરી શકી. એ વર્ગે તો ભારત સરકારની સામે દિલ્હીની હાઇકોર્ટમાં ઉજવણીનો વિરોધ કરવા માટે અને ઉજવણીને અટકાવવા માટે ચાર ચાર તો રીટ અરજીઓ પેશ કરી હતી ! આમ, તપાગચ્છમાં બે પક્ષ પડી ગયા ને વાતાવ૨ણ વિશેષ કલુષિત બનતું ચાલ્યું. આમ થતું અટકાવવા માટે સંઘના કેટલાક સમાધાન પ્રેમી અને શાંતિપ્રિય મહાનુભાવોએ પ્રયાસો આદર્યા. વકીલ છોટાલાલ ત્રિકમલાલ તથા પં. મફતલાલ ઝવેરચંદ વગેરે ભાઈઓ શ્રીવિજયનંદનસૂરિજી પાસે આવ્યા, અને આવી સ્થિતિમાં કાંઈક વ્યવસ્થિત માર્ગ કાઢવાની વિનંતી કરી. એ વખતે એ ગૃહસ્થો પણ ઉજવણીને અનર્થકારી માનતા હતા; પણ એ ગૃહસ્થોને તોફાન નાપસંદ હતું; એમને શાંત અને સ્વસ્થ પ્રવૃત્તિ કરવી હતી. આ માટે જ તેઓ ખંભાત આવ્યા હતા. એમણે શ્રી વિજયનંદનસૂરિજીને કહ્યું : “સાહેબ ! દરેક સંપ્રદાયના સાધુઓની- વડીલોની દૃષ્ટિ આપના તરફ છે કે નંદનસૂરિજી મહારાજ જે કહે અને કરે, તે અમારે મંજૂર છે. માટે આ ઉજવણીની અનુકૂળપ્રતિકૂળ અસરો વિચારીને આપ કાંઈક માર્ગદર્શન આપો.” શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “તમે કહો છો તેમ, બધાની મારા તરફ દૃષ્ટિ હોય, તો મારે ખૂબ વિચારીને વર્તવું જોઈએ. બધા સમુદાયોના અંગત અભિપ્રાય મારે મેળવી લઈને પછી જ કાંઈક નિર્ણયાત્મક માર્ગદર્શન અપાય. એમ કરતાં પહેલાં એક કામ થાય તો મને ઉચિત લાગે છે. એ કામ એ કે, ચોમાસું પૂરું થયે એક તિથિ પક્ષના મુખ્ય મુખ્ય સાધુઓ ભેગા થવાનું રાખીએ. હું અમદાવાદ આવું, બીજા પણ આવે. જે સ્વયં ન આવી શકે તે પોતાના પ્રતિનિધિને મોકલે અથવા સોંપે. એ વખતે વિચારણા કરીને આ વિષે ચોક્કસ નિર્ણય લઈએ ત્યાં સુધી ઉજવણીની તરફેણમાં કે વિરોધમાં કશી જ કાર્યવાહી કોઈએ કરવી નહિ.' આ ગૃહસ્થોને આ વિચાર ખૂબ ગમ્યો. નક્કી કરીને તેઓ ગયા. પણ આ પછી થોડા જ દિવસોમાં વિરોધી વર્ગે ફરી પાછો ઝનૂની વિરોધનો વંટોળ ઉભો કરી દીધો. નિત નવી પત્રિકાઓ, લેખો, પેપરોમાં જાહેરાતો અને એવી એવી અનેક રીતિઓ વડે એ વર્ગે ઉજવણીનો વિરોધ ચલાવ્યો. સભાઓ, સરઘસો પણ કરવા માંડ્યા. આ વર્ગમાં મુખ્યત્વે નવો તિથિપક્ષ તો હતો જ, પણ એની સાથે એક તિથિપક્ષનો પણ કેટલોક વર્ગ હતો. એ વર્ગની આવી પ્રવૃત્તિઓને રોકનાર કે ટોકનાર કોઈ ન રહ્યું. જે હતા, તેની વાતો એ વર્ગે કાને ન ધરી. આવી સ્થિતિમાં ભેગાં મળવાનું ને વિચાર કરવાનું રહ્યું જ ક્યાં ? C ૧૩૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનંદનસૂરિજી તો ઉજવણીને લાભદાયી માનતા હતા; તો પણ એમણે એ અંગે આગ્રહ ન રાખતાં ભેગા મળીને જે નિર્ણય થાય તે સર્વમાન્ય કરવાનો વિચાર રાખ્યો હતો. પણ પરિસ્થિતિ જ એવી ઊભી થઈ કે એ વિચારનો અમલ ન થઈ શકે. આ ઉપરાંત, મુંબઈના આગેવાનોએ એમને વિનંતી કરી કે, “સાહેબ ! વિરોધીઓનો પ્રચાર જોરશોરથી ચાલુ છે. એથી સામાન્ય જનતાની મતિ મૂંઝાઈ રહી છે કે સાચું શું? એ લોકોને સાચું જાણવાની ખાસ અગત્ય છે. માટે આપ સાહેબ એક જાહેર નિવેદન આપો તો સારું. આપ જે કહેશો, તેની અસર લોકો પર ખૂબ જ સારી થશે.” એટલે શ્રી વિજયનંદનસૂરિજીએ પોતાની માન્યતા સ્પષ્ટ કરતું એક નિવેદન જાહેર કર્યું. આ રહ્યું એ નિવેદન– આપણા આસન્ન ઉપકારી ચરમતીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ૨૫૦૮મા નિર્વાણ કલ્યાણકની રાષ્ટ્રીય ધોરણની ઉજવણીમાં અમારો વિરોધ નથી. વિરોધ કરવો એ પણ ડહાપણભર્યું કામ નથી. તેમ વિરોધ કરવો તે ભવિષ્યમાં શ્રી જૈન સંઘને તથા જૈન તીર્થોને નુકસાનકારક છે, એમ અમારું માનવું છે. આ માંગલિક પ્રસંગને અનુલક્ષીને શ્રી મહાવીરસ્વામી ભગવાનના શ્રદ્ધાવંત અને ગૌરવવંતા અનુયાયી સમગ્ર શ્રી જૈન સંઘને કલ્યાણક–મહામહોત્સવ ઊજવવા સાથે રચનાત્મક કાર્યો કરવાકરાવવા અમારો અનુરોધ છે.” આ નિવેદનની ધારી અસર થઈ. ઉજવણીમાં માનનાર વર્ગ આથી વધુ ઉત્સાહિત બન્યો. સામાન્ય જનતાની દ્વિધા દૂર થઈ ને રચનાત્મક કાર્યોમાં વેગ આવ્યો. વિરોધપક્ષે વિરોધના ઘેલછાભર્યા આવેશમાં એક કાર્ડ છપાવ્યું હતું. એમાં લખવામાં આવ્યું હતું કે “વીરનો નિર્વાણ–મહોત્સવ એ હકીકતમાં તો વીરશાસનનો જ નિર્વાણ—મહોત્સવ જણાય છે.” આ કાર્ડ સાંવત્સરિક ક્ષમાપના અંગેનું હતું. એક વ્યક્તિએ એ કાર્ડ શ્રી વિજયનંદનસૂરિજી પર પણ મોકલ્યું હતું. એ વાંચીને એમના હૈયામાં પારાવાર વેદના થઈ. શ્રી જિનશાસન પરની શ્રદ્ધાના મૂળમાં કુઠારાઘાત કરતી આ પંક્તિના જવાબમાં એમણે લખ્યું “ભગવાન મહાવીર પરમાત્માનું શાસન તો હજી એકવીસ હજાર વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલવાનું છે. આ આગમવચન પર જેને શ્રદ્ધા ન હોય, તે વ્યક્તિ જ આવા શબ્દો લખી શકે.” પણ ઝનૂને ચડેલા વિરોધીઓ ઉપર આની અસર ન થઈ. એમનો વિરોધ વધે જ ગયો. પણ આનું એક સારું પરિણામ એ આવ્યું કે ખંભાત આવેલા પેલા ગૃહસ્થોની માન્યતા ઉજવણીના વિરોધની હતી, તે બદલાઈ ગઈ અને તેઓ ઉજવણીની તરફેણ કરવા લાગ્યા. વિરોધીઓની ખતરનાક વિરોધપ્રવૃત્તિ, અને ઉજવણીથી થનાર ફાયદા,-એ બંને આનું નિમિત્ત હતાં. ખંભાતથી શ્રી વિજયનંદનસૂરિજી અમદાવાદ આવ્યા. શ્રીસંઘના આગ્રહથી ત્યાં ચોમાસું રહીને ઉજવણીનું યશસ્વી નેતૃત્વ એમણે સંભાળ્યું. ૧૩૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ આ ચોમાસા દરમિયાન વિરોધીઓ તરફથી અનેકવિધ ઝંઝાવાતી પ્રવૃત્તિઓ થઈ. વિવેકને ચૂકીને એમણે વિરોધના શક્ય એટલા અનુચિત માર્ગો અપનાવ્યા. અસત્યનો નિઃસંકોચ વપરાશ એમનું હથિયાર હતો. શેઠ કસ્તૂરભાઈ તથા શ્રી વિજયનંદનસૂરિજી વગેરે વ્યક્તિઓનો તેજોષ, અને એવી બીજી અનેક વાતો એમના વિરોધની આગમાં ઘી જેવું કામ કરતી હતી. આ પ્રવૃત્તિઓ એવી સખત અને સતત ચાલુ રહી કે કાચોપોચો હોય તો બધું છોડીને ભાગી જ છૂટે ! પણ આ તો વિજયનંદનસૂરિજી હતા. એમના પેટનું પાણી હાલે એમ ન હતું. એ ઠંડે કલેજે મુંબઈ અને અમદાવાદમાં બનતા બનાવોને નિહાળ્યા કરતા હતા; ઉજવણી કરનારાઓ ઢીલા ન પડી જાય એ માટે એમને ઉત્તેજન–પ્રોત્સાહન આપ્યું જ જતા હતા. વિરોધની એમને મન કશી જ કિંમત ન હતી. એની સામે આંદોલન ચલાવવાની કોઈકે વાત કરી તો કહે : “અલ્યા ! આવાની સામે વળી આંદોલન શો ? આંદોલન કરીને એને પ્રોત્સાહન આપવું છે? આ તો ચોમાસાના અળશિયા જેવું છે. ચોમાસું પૂરું થશે ને પાછું ધરતીમાં સમાઈ જશે. એને બહુ જોર ન આપવું.” વિરોધીઓએ એમને મળવા, એમને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા. પણ વ્યર્થ. આની સામે ઉજવણીને માનનારો વર્ગ પણ નિષ્ક્રિય ન હતો; એ એના કાર્યમાં સક્રિય હતો. વિરોધીઓના વિરોધની આગ પર ઠંડું પાણી રેડવાનું અને ઉજવણીનું રચનાત્મક કાર્ય કરવાનું એ વર્ગનું કામ હતું. આમ ને આમ દીવાળી આવી. આસો વદ અમાસ ને તા. ૧૩–૧૧–૧૯૭૪ના દિવસે ભગવાન મહાવીરનો ૨૫૦૦મો નિર્વાણ-કલ્યાણક દિવસ હતો. એ ઐતિહાસિક દિવસને અનુલક્ષીને ભારત સરકારે, ભારતના દરેક પ્રાન્તોની સરકારોએ, અને ભારતભરના તમામ જૈનોએ વિશિષ્ટ અને વિવિધ મંગલ કાર્યક્રમો યોજ્યા હતા. અમદાવાદના શ્રીસંઘે પણ શ્રી વિજયનંદનસૂરિજીની નિશ્રામાં ભવ્ય મહોત્સવ યોજ્યો હતો. શેઠ હઠીભાઈની વાડીમાં એ મહોત્સવ ઉજવાયો. શાનદાર વરઘોડો, ગુણાનુવાદ સભા, અષ્ટોત્તરી સ્નાત્ર આદિ કાર્યક્રમો તથા જીવદયા, સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન વગેરે પ્રવૃત્તિઓ ખૂબ સુંદર રીતે થઈ. આ પ્રસંગે શ્રી વિજયનંદનસૂરિજીએ કરેલું પ્રવચન ખૂબ મનનીય બન્યું. જૈનધર્મની સાચી વિશાળતા કેવી છે? અને એ વિશાળતાનું સ્થાન સંકુચિતતાએ લઈ લેતાં અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે? – એનું એમાં એમણે ખૂબ હૃદયસ્પર્શી બયાન કર્યું હતું. આ ઉપરાંત, એમણે એક કાર્ય એવું કર્યું કે જેનાથી વિરોધીઓની આજ સુધીની તમામ પ્રવૃત્તિઓનો જવાબ આવી જાય ને એની નિરર્થકતાનું સૌને ભાન થઈ જાય. એમનું એ કાર્ય હતું : ભારતના વડાપ્રધાન, માનનીય શ્રીમતી ઈન્દિરા ગાંધીને, રાષ્ટ્રપતિને અને અખિલ ભારતીય નિર્વાણમહોત્સવ સમિતિને ઉજવણીના કાર્ય અંગે પત્ર તથા તારથી પોતાના શુભાશીર્વાદ પાઠવવાનું. ઉજવણીને આવકાર આપવા પાછળનો પોતાનો શુભ આશય તા. ૮-૧૧-૧૯૭૪ના પોતાના પત્રમાં વ્યક્ત કરતાં તેઓએ લખ્યું હતું કે કે ૧. જુઓ પ. ૧૬૬ ૧૩૪ . ate & Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ “આપના અધ્યક્ષપણા નીચે, રાષ્ટ્રીય ધોરણે, ઊજવાઈ રહેલ ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ મહોત્સવ પ્રસંગે અમે અમારાં હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. “અત્યારે આખું વિશ્વ વિનાશના પંથે આગળ વધી રહ્યું છે. શાંતિમય સહઅસ્તિત્વ, બીજાના અભિપ્રાય અંગે સહિષ્ણુતા, સાપેક્ષ મૂલ્યોનો સિદ્ધાંત, અનેકાંતવાદ, અહિંસા, અને સૌ પ્રત્યે વિશ્વવ્યાપી ભ્રાતૃભાવ–ભગવાન મહાવીરે ઉપદેશેલા આ પાયાના સિદ્ધાંતો માનવસમાજને વિનાશને પંથે જતો રોકશે અને ફરી પાછું વિશ્વને સૌને માટે શાંતિ અને સમૃદ્ધિના માર્ગે દોરશે. વિશ્વભ્રાતૃત્વ, શાંતિ, સમૃદ્ધિ અને દુનિયાના નૈતિક તથા આધ્યાત્મિક ઉત્થાનનું ધ્યેય હાંસલ કરવા માટે, ભગવાન મહાવીરના પાયાના ઉપદેશોનો, દરેક કક્ષાએ, વિશાળ પાયા ઉપર, ફેલાવો અને પ્રચાર કરવામાં આવે તે જરૂરી છે. “અમે આ બાબતમાં આપને તા. ૬-૧૧-૧૯૭૪ના રોજ તાર કર્યો છે. વિશ્વશાંતિ અને ભારતના કલ્યાણ તથા ઉત્કર્ષમાં આપ આપનો ફાળો આપી શકો એ માટે અમે આપને લાંબું આયુષ્ય ઈચ્છીએ છીએ.” આ પત્રમાં જે તારનો નિર્દેશ કરવામાં આવ્યો છે, એમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે – “ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ મહોત્સવની ઉજવણીનું અમે સ્વાગત કરીએ છીએ. અમે ઉજવણીની પૂર્ણ સફળતા ઈચ્છીએ છીએ. અમે માનીએ છીએ કે રાષ્ટ્રીય ધોરણે થતી ઉજવણીના માધ્યમ દ્વારા, ભગવાન મહાવીરે ઉપદેશેલ અહિંસા અને વિશ્વભ્રાતૃભાવના મહાન સિદ્ધાંતની વિશાળ પાયા પર જાહેરાત થશે અને વ્યાપક માનવસમૂહ, એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહો, તિરસ્કારની લાગણી અને વેરભાવને ભૂલીને વિશ્વભ્રાતૃભાવ કેળવવાનો પ્રયાસ કરશે. આથી આપણો દેશ અને આખું વિશ્વ, જીવનનાં બધાં ક્ષેત્રોમાં સમૃદ્ધ અને સુખી થશે. અમે દરેક કક્ષાએ થનાર ઉજવણી માટે, મોટી શ્રદ્ધા અને આસ્થા સાથે, અમારાં હાર્દિક આશીર્વાદ અને શુભેચ્છા પાઠવીએ છીએ.”? એમના શુભાશીર્વાદ સંદેશાએ અમોઘ રામબાણનું કામ કર્યું. વિરોધ પક્ષમાં આની કલ્પનાતીત અસરો પડી. શ્રી વિજયનંદનસૂરિજી શું છે, એ આ પ્રસંગે સૌને ખબર પડી. ઉજવણીની તરફેણ કરનાર વર્ગમાં પણ આ વાતથી અકથ્ય આનંદ છવાયો. પાવાપુરી તીર્ષે ચોમાસું રહેલા ખરતરગચ્છીય શ્રી કાંતિસાગરજી મહારાજે એક પત્રમાં લખ્યું – દુનિયા આપશ્રીને સર્વાનુમતે સમયજ્ઞ કહે છે તે વાત શતશઃ સત્ય છે. આવા અવસરે આપે દિલ્હી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને શુભ સંદેશ પાઠવી જૈન ધર્મનો મોભો રાખ્યો છે. અમને તો આ સાંભળીને બહુ આનંદ થાય છે. હૃદય ભરાઈ જાય છે. કેટલી સમયસૂચકતા ! અમે આપશ્રીને શું ધન્યવાદ આપીએ? આખો જૈન સમાજ આપશ્રીને ધન્ય ધન્ય કરે છે.” ૧. જુઓ ૫. ૧૬૬ ૧૩૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ એમના નેતૃત્વને બિરદાવતાં “જૈન” પત્રે નોંધ કરી : “ઉજવણીના ઝંઝાવાત જેવા અને અવિરત વિરોધની સામે, જૈનપુરી અમદાવાદમાં ચાતુર્માસ રહેવા છતાં આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરિજી મહારાજે જે સ્વસ્થતા, સમતા, શાંતિ, મક્કમતા, નિર્ભયતા, સમયજ્ઞતા, આપસૂઝ, દૂરંદેશી, વિવેકશીલતા અને કુશળતાથી કામ લીધું તે વિરલ અને દાખલારૂપ બની રહે એવી છે; અને એથી જૈન ધર્મ અને સંઘની શોભામાં વધારો થવા સાથે રાષ્ટ્રીય અને બિન૨ાષ્ટ્રીય બંને ધોરણની ઉજવણીમાં ખૂબ ઉત્સાહ પૂરાયો છે. આવી સમયસૂચકતા દાખવવા બદલ આપણે આચાર્ય મહારાજશ્રીનો ઉપકાર માનવો ઘટે છે.’’ વધુ કેટલું વર્ણન કરીએ ? છતાં એટલું કહેવા મન લલચાય છે કે વિજયનંદનસૂરિજીનું નેતૃત્વ ન હોત તો, ગુજરાતે ઉજવણીનો જે લહાવો લઈને ભારતવ્યાપી ઉજવણીમાં પોતાનો સૂર પૂરાવ્યો છે, તે કદાચ ન પૂરાવી શકત. આ પછી ચૈત્ર મહિને ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક આવ્યું એ પ્રસંગે ગુજરાત રાજ્ય સ૨કા૨ની સમિતિ તરફથી સ૨કા૨ી ધોરણે ભવ્ય કાર્યક્રમ યોજાયો. એમાં પણ શ્રી વિજયનંદનસૂરિજીની આગેવાની રહી. “સમણપુત્તું” ગ્રંથનું પ્રકાશન કરીને શેઠ કસ્તૂરભાઈએ એમને સમર્પણ કર્યો. એ દિવસનું એમનું પ્રવચન પણ ખૂબ મનનીય રહ્યું. ઇંદોરથી પ્રગટ થતા ‘તીર્થંકર’ માસિકના તંત્રી ડૉ. નેમિચન્દ્ર જૈને કહ્યું : ‘બહુત ક્રાન્તિકારી થા ગુરુ મહારાજ કા પ્રવચન. મૈં મુગ્ધ હૂં ઉસ પ્રવચન પર.’ કારતક મહિના પછી વિરોધીઓની પ્રવૃત્તિ વિશેષ નિરંકુશ બની હતી. પણ આ ચૈત્ર મહિને તો એમની પ્રવૃત્તિઓએ મારામારી કરવાની હદ જેટલી માઝા મૂકી હતી ! પણ જે થયું તે સારું થયું. એમની આ નિરંકુશતાએ જ એમના યુક્તિહીન, વિતંડાવાદી તોફાની માનસનો જનતાને પરિચય કરાવી આપ્યો. શિષ્ટ સમાજને પ્રતીતિ થઈ કે આ લોકોનું તોફાન માત્ર વ્યક્તિદ્વેષપ્રેરિત જ છે. લોકોને, શ્રી સંઘને શ્રી વિજયનંદનસૂરિજીની દૃઢ- અડગ નિર્ણય શક્તિની અને વિશ્વાસપ્રેરક સફળ નેતૃત્વશક્તિની પણ આ ઉજવણી-વર્ષમાં વિશેષ પ્રતીતિ થઈ. -- Jan Education International (૪૪) જીવન ભવ્યતાનું અભિવાદન “मैं अहमदाबाद आया था तब आचार्यश्रीके दर्शन मेरी बहुत बडी उपलब्धि थी। मैं आचार्यश्री बहुत प्रभावित हुआ। मुझे विश्वास है कि ऐसे उदार और सरल स्वभावी महापुरुष ही शासन का हित ર મતે હૈં !'’ જાણીતા કાર્યકર શ્રી રિષભદાસજી રાંકાએ અર્પેલી આ અંજલિમાં શ્રી વિજયનંદનસૂરિજીના ૧૩૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ જીવનની ભવ્યતાની ઝાંખી થાય છે. એ ભવ્યતાના આવાં જ ઉદાત્ત દર્શન એમણે પં. શ્રી બેચરદાસજી દોશી જેવા ખ્યાતનામ વિદ્વાનોનો અને અસંખ્ય લોકોના અંતરની મમતાથી ભરેલો પ્રેમ જીતીને કરાવ્યાં. એમના પ્રત્યેની જનસાધારણની મમતાને મૂર્તરૂપ આપતા અમદાવાદના “સેવા' માસિકના તંત્રી શ્રી કૃષ્ણવદન જોષીએ લખ્યું હતું “સમાજમાં વ્યક્તિની ઉંમરનું નહિ, પણ લાયકાત અને ગુણવત્તાનું મહત્ત્વ વિશેષ છે. નાના બાળકથી માંડીને મોટેરા સુધીની દરેક વ્યક્તિઓ સાથે નિર્ચાજ વત્સલભાવ દર્શાવતા જૈન આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને અમે ‘સેવા' માસિકનો આ અંક અર્પણ કરીએ છીએ. આજે તેઓની ઉંમર ૭૭ વર્ષની છે. સોળ વર્ષની બાળ વયે દીક્ષા લઈને તેઓએ પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે, અનેકોનાં જીવન સન્માર્ગે વાળ્યાં છે. ભગવાન તેમને ધર્મની વધુ ને વધુ રક્ષા કરવાની શક્તિ આપે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ, અને એમના ધન્ય જીવનને બિરદાવીએ છીએ.” આ ભવ્યતાના મૂળમાં દેવ- ગુરુ- ધર્મ અને સંઘ-શાસન પ્રત્યેની અનન્ય નિષ્ઠા, સ્વીકારેલા કર્તવ્યધર્મનું અપ્રમત્તભાવે અણીશુદ્ધ પરિપાલન, ઉદાર છતાં, ઔચિત્યસભર અને નિખાલસ વ્યવહાર, વાત્સલ્યપૂર્ણ સ્વભાવ, સર્વના ભદ્ર-કલ્યાણની વિશુદ્ધ ભાવના– આ અને આવાં અનેક તત્ત્વો ઊંડી જડ નાંખીને પડ્યાં હતાં. એમની આ ભવ્યતાનું અભિવાદન, અમદાવાદની અને બહારની જનતાએ એમની જીવન સંધ્યાએ ૭૮મા વર્ષના મંગળ પ્રારંભ અવસરે, એ ભવ્યતાને છાજતી રીતે કર્યું હતું. સં. ૨૦૩૨ની શરૂઆતના કાર્તિક સુદ આઠમથી તેરશ સુધીના પાંચ દિવસ એમના ૭૮મા જન્મદિવસને અનુલક્ષીને યોજાયેલા મંગળ કાર્યક્રમ વડે ધન્ય બની ગયા. એ મંગળ કાર્યક્રમ પણ ચિરંજીવ સ્મૃતિ મૂકી ગયો. આ બધું છતાં તેઓ તો નિર્વિકાર- નિર્લેપ જ રહ્યા. તિથિચર્ચા વખતે, ૨૫00માં વર્ષની ઉજવણી વખતે ને અન્ય અનેક પ્રસંગોમાં એમનો વિરોધ થયો, એમની ટીકા-નિંદાઓ પણ થઈ. એ વખતે એમણે જે નિરપેક્ષ અને નિર્વિકાર વૃત્તિનાં દર્શન કરાવ્યાં હતાં, એવી જ નિર્વિકાર અને નિર્લેપ વૃત્તિનાં દર્શન એમણે પોતાના ગુણાભિવાદનના- પોતાની મહત્તાના ગુણગાનના- આ પ્રસંગે પણ કરાવ્યાં હતાં. નિન્દાથી એ દુઃખી ન થતા, એમ સ્તુતિથી ફુલાઈ પણ જતા નહિ. નહિ તો, ભલભલાને અભિમાની અને આત્મશ્લાઘી બનાવી દે તેવું એ અભિવાદન હતું. પોતાની પ્રશંસા પોતાની સામે જ થતી હોય ત્યારે પણ અહંથી અલિપ્ત રહી શકે એવી વ્યક્તિઓ અતિ વિરલ હોય છે. તેઓશ્રી આવી વિરલ વ્યક્તિ હતા, કેમ કે સૂરિસમ્રાટના આશીર્વાદ એમના મન-વચન-કાયાની સાથે એકાકાર થયા હતા. એમની નમ્રતાએ ને સરળતાએ એમનામાં અહંના અસ્તિત્વનો નાશ કરી દીધો હતો. એટલે એ તો આ પ્રસંગે, દરેક ઉત્સવોની જેમ જિનેન્દ્રભક્તિના પૂજા- પૂજનાદિ કાર્યક્રમોમાં જ પૂરા ઓતપ્રોત બની ગયા હતા. આ પ્રભુભક્તિ કે પૂજન વગેરે કયા નિમિત્તે થાય છે એમાં એમને રસ ન હતો. એમને તો ભગવાનની ભક્તિમાં જ રસ હતો. એ રસથી જ એમણે આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એમની આ નિર્લેપતામાં જ એમના ભવ્ય વ્યક્તિત્વનાં પુનિત દર્શન થતાં હતાં. આ પછી માગશર મહિનામાં શ્રી સંઘની તથા આચાર્ય શ્રી વિજયસૂરસૂરિજી મહારાજ વગેરેની વિનંતી થતાં તેઓ સાબરમતી પધાર્યા. ત્યાં એ બંને પૂજ્યોએ અંજનશલાકા અને બે નૂતન જિનાલયોની ૧૩૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા કરાવી. એમના પ્રતિ જનતાની અવિહડ શ્રદ્ધાનાં આ પ્રસંગે રોમાંચક દર્શન થયાં. સાબરમતીનાં મંગળ કાર્યોની સમાપ્તિ થતાં પાંજરાપોળ પાછા આવ્યા, એટલે વિહારની તૈયારીઓ થવા લાગી. પાલિતાણા સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર વર્ષો પૂર્વે એમના આપેલા મુહૂર્ત અને માર્ગદર્શનાનુસાર સેંકડો જિનબિંબોનું ઉત્થાપન થયેલું હતું. તે જિનબિંબોને માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ, ગિરિરાજ ઉપર, જાણે દાદાના દરબારમાં હોય એમ મુખ્ય ટૂંકમાં જ એક ભવ્ય નૂતન જિનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એની પ્રતિષ્ઠા કરાવવા માટે ત્યાં પધારવાની પેઢીના વહીવટદારો, શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ વગેરેએ વિનંતી કરેલી. એ વિનંતી એમણે સ્વીકારી હતી, એટલે તે માટે તરત જ વિહાર કરવાનો હતો. આ પ્રતિષ્ઠાના મંગળ કાર્ય સામે પણ ૨૫મી નિર્વાણ શતાબ્દીની જેમ જ, અમુક વર્ગે વિરોધનો વાવંટોળ ઊભો કર્યો હતો. આ વિરોધમાં તો એ વિરોધ કરનારાઓના વ્યક્તિદ્વેષની પ્રતીતિ ભારતભરના જૈનોને થઈ ગઈ. આ વિરોધને ડામવા માટે જરૂરી પગલાં લેવાનાં તથા પ્રતિષ્ઠા અંગેનાં અનેક ઉપયોગી સૂચનો એમણે ખૂબ ઉત્સાહપૂર્વક કર્યા હતાં. “પેઢીનું કાર્ય એ પોતાનું જ કાર્ય છે એમ સમજીને પેઢી જે કરે તેમાં પૂરો સહયોગ આપવો- એ પોતાના જીવનસિદ્ધાન્તને આ અવસરે પણ એમણે આચરણમાં મૂક્યો હતો. એમનાં તન અને મન બંને આ કાર્યને લગતી પોતાની જવાબદારી અદા કરવામાં પરોવાઈ ગયાં હતાં. ગમે તે થાય, પણ આ મંગળ કાર્ય પાર પાડવું જ છે, એવો દૃઢ નિશ્ચય એમના હૃદયમાં અંકિત થઈ ગયો હતો. (૪૫) જીવન સંધ્યાની યાદગાર વાતો એમનાં અહોરાત્ર શાસનની સેવામાં સમર્પિત હતાં. એમની ઉદાત્ત વિચારધારા, ઉન્નતિલક્ષી વાતો ને પ્રવૃત્તિઓ બેસુમાર હતી. એની પૂરી નોંધ લેવી અશક્ય હતી. જે જીવન જ સંઘ-શાસનનું હોય, એના અમુક દિવસો ને અમુક સમય શાસન માટે વપરાયા, એવું લખવું કે કહેવું, એ પણ એ જીવનને અન્યાય કરવા જેવું ગણાય. શાસન - સમર્પિત એ પુણ્યપુરુષના જીવનના અંતિમ વર્ષની કેટલીક યાદગાર વાતો – જે યાદ આવી તે – અહીં રજૂ કરવી ઉચિત અને જરૂરી લાગે છે. (સં. ૨૦૩૨) કાર્તિક શુદિ ૧૧ : ૧૩૮ can Education International Page #155 -------------------------------------------------------------------------- ________________ એમને માટે યોજાયેલ ગુણાનુમોદન સભા, અન્ય કાર્યક્રમ, તેમજ સૌની અપાર મમતા એમના હૃદયને ભીંજવી ગઈ હતી. એ સાંજે ગગદ સ્વરે કહે: “આટલાં વર્ષોમાં મેં જે કાંઈ ઉપકાર આની ઉપર કર્યા છે, એ બધાંનો એક સામટો બદલો આ બધું કરીને એક જ દિવસમાં વાળી દે છે, મારે શું કહેવું?” એ પછી ડૉ. સી. એફ. શાહ આવ્યા. તો એમને કહે: “મોટા મહારાજજીએ ૭૭ વર્ષ પૂરાં કરેલાં. મને પણ ૭૭ પૂરાં થઈ ગયાં છે. હવે ઉપર જે દિવસો જાય છે એ લાભમાં- નફામાં છે. તૈયાર થઈને બેઠા છીએ. જ્યારે આવવું હોય ત્યારે (મૃત્યુ) આવે !" રે! નજીકના જ ભવિષ્યમાં બનનાર દુઃખદ બનાવની આગાહી કરતી શું આ અગમવાણી હતી ? કાર્તક વદિ ૪: જો કે, આજે તબિયત ઠીક ન હતી. ડોળીમાં બેસીનેય વિહાર કરવા જેટલી શરીરમાં શક્તિ ન હતી. તો પણ શેઠ કસ્તૂરભાઈ, પં. દલસુખભાઈ માલવણિયા વગેરેનો પ્રેમભર્યો અનુરોધ હતો એટલે - અને ખાસ તો વિરોધી વર્ગે એ અંગે તોફાન કરવા ધારેલું એટલે એના પ્રતિકાર તરીકે પણ, – લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણ શતાબ્દીના ઉપલક્ષ્યમાં યોજાયેલ પ્રાચીન જૈન સ્થાપત્ય-સાહિત્ય-કલાનું પ્રદર્શન જોવા પધાર્યા. ખૂબ શાંતિથી, સ્વસ્થતાથી ને પ્રસન્નતાથી બધું જોયું. આનંદ વ્યક્ત કર્યો. ત્યાં પં. શ્રી બેચરદાસજી દોશી વગેરે પણ આવ્યા હતા. પંડિતજીએ કહ્યું: અમે અહીં પ્રાચીન લિપિના અભ્યાસનો એક વર્ગ શરુ કરવા વિચારીએ છીએ – એ વર્ગની શરૂઆત આપના સાંનિધ્યમાં કરવી છે. આપ આવશો?” તરત જ હા કહી. પછી ત્યાંથી પાછા ફરતા રસ્તામાં પ્રદર્શન અંગે મેં લખેલો અભિપ્રાય વાંચવા આપ્યો ને કહ્યું કે, “મેં મારા નામથી ત્યાં લખ્યો છે.” એ વાંચીને કહે: “સરસ લખ્યું છે. તારે મારા નામથી જ લખી દેવો જોઈએ ને? શો વાંધો હતો? સારું, પણ હવે આ નોંધી રાખજે.” ઉપાશ્રયે પહોંચીને મને કહે: “આમાં કઈ વસ્તુ વિશેષ ગમી એ કહે.” હું કાંઈ જવાબ આપું ત્યાં તો પોતે જ ગણાવવા માંડ્યા: “જોમને તો જહાંગીર બાદશાહે પંડિત વિમલહર્ષને આપેલું અમારિ-ફરમાનનું એના દરબારી ચિત્રકાર શાલિવાહને દોરેલું ચિત્ર, ગણધરોની મૂર્તિ કંડારેલો શંખ, સર્વ દેવોની આકૃતિવાળી તાંબાકુંડી, આટલી વસ્તુઓ ખૂબ ગમી. જૂના જમાનાના લોકો કેવું કેવું કામ ને કેટલી મહેનત કરતા હશે !” આના એક દિવસ પછી પંડિત બેચરદાસજીનો પત્ર આવ્યો કે, મહારાજ સાહેબની તબિયત ઠીક ના રહેતી હોય તો લિપિના વર્ગ પાંજરાપોળે જ શરૂ કરવાનું રાખીશું. એમને વિદ્યામંદિર સુધી લઈ જવાની જરૂર નથી.” આ વાંચીને કહે, “એમને લખી નાંખ કે આ કાર્ય વિદ્યામંદિરમાં જ શોભે. હું , ૧૩૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ તમે કહેશો ત્યારે ત્યાં આવીશ. મારી ચિંતા ન કરશો.” પછી કહેઃ “આ વર્ગ માટે જવાનું થાય, ત્યારે ત્યાં લિપિ અને સભ્ય જ્ઞાન વિશે મારે બોલવું પડશે. શું બોલવું? એના મુદાઓ શોધીને તૈયાર રાખજે.” હું વિમાસણમાં પડ્યો કે હું વળી આ ક્યાંથી શોધવાનો છું? ત્યાં તો એ કળી ગયા; કહે “નંદીસૂત્રની ટીકા જોજે, એમાં લિપિઓનું સ્વરૂપ આવે છે, શ્રુતજ્ઞાનના નિરૂપણમાં વ્યંજનાક્ષરનું સ્વરૂપ આવે છે. એ બધું જોઈ જજે.” કરવા ધારેલા કોઈ પણ કાર્યને ખંતથી સફળ બનાવવાની તત્પરતા માટે તેઓ સુખ્યાત હતા. આ પ્રસંગમાં પણ એ ખંત ને તત્પરતાની ઝલક જોવા મળે છે. માગશર સુદિ ૧: આજે બપોરે શેઠ કસ્તૂરભાઈ આવ્યા. બિહારનાં જૈન તીર્થો સહિત બધાં ધાર્મિક ટ્રસ્ટોમાં બિહાર સરકારના થઈ રહેલા હસ્તક્ષેપની વિગત કહી, પછી શેઠે કહ્યું: “એને અટકાવવાના પ્રયાસો ચાલુ છે, લગભગ તો સફળ થઈશું. પણ, તીર્થરક્ષાના ઉદ્દેશથી આપ અમદાવાદમાં એક હજાર આંબેલ કરાવો.” એમણે એ સ્વીકાર્યું. શ્રી વિજયસૂર્યોદયસૂરિજીને બોલાવ્યા ને વાત કરી; કહે: “હજાર આંબેલ તો એકલી પાંજરાપોળમાં જ થઈ જાય.” શેઠ કહે: “શું પાંજરાપોળ એટલી બધી મોટી છે?” સૂર્યોદયસૂરિજી : “ના, પણ પાંજરાપોળે આવનાર વર્ગ ઘણો મોટો છે.” પછી શેઠ કહે: આપના નામથી તીર્થરક્ષા માટે તપ-જાપ વગેરે કરવા માટેનું એક નિવેદન બહાર પાડો.” એમણે હા કહી. અને શેઠના ગયા પછી તત્કાળ એક નિવેદન તૈયાર કરાવ્યું. એ નિવેદન બીજા જ દિવસના “સંદેશ” તથા “ગુજરાત સમાચાર'માં જાહેર કરાવી દીધું. આ રહ્યું એ નિવેદન : “સકલ જૈન સંઘને આદેશ” “બિહાર સરકાર તરફથી બિહારમાં આવેલાં આપણાં પરમ પાવન તીર્થો શ્રી સમેતશિખરજી, પાવાપુરી, રાજગૃહી વગેરે તીર્થોના વહીવટમાં સરકારી હસ્તક્ષેપ કરવાનો જે મેનીફેસ્ટો બહાર પડ્યો છે તેના વિરોધમાં અને શાસન ઉપર આવેલ આ આફત દૂર થાય તે માટે ગામેગામના સકલ સંઘોએ માગશર શુદિ ૧૫, ગુરુવાર તા. ૧૮-૧૨-૭૫ના દિવસે હજારોની સંખ્યામાં આયંબિલ તપ કરવું અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૦ નવકારવાળી તીર્થરક્ષા નિમિત્તે ગણવી. “તદુપરાંત, આપણા આગેવાનો શ્રીસંઘ ઉપર આવેલ આ આફતને દૂર કરવા સક્રિય પ્રયત્ન કરે તેને સૌએ તન-મન-ધનથી સહકાર આપી આ આફત જલ્દી દૂર થાય તેમ શાસનદેવને પ્રાર્થના કરવી. પ.પૂ. શ્રી સાધુ- સાધ્વીજી મહારાજ તથા શ્રાવક-શ્રાવિકા વર્ગ વધુ પ્રમાણમાં આયંબિલ તપ ૧૪ Esain Education International Page #157 -------------------------------------------------------------------------- ________________ કરી શાસન ઉપરની આ આફતને દૂર કરવામાં તથા શાસનરક્ષામાં પોતાનો સહયોગ આપે. જે જે ગામના સંઘમાં જેટલી સંખ્યામાં આયંબિલ તપ થાય તેના સમાચાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ઝવેરીવાડ અમદાવાદ તથા જૈન ઉપાશ્રય, પાંજરાપોળ, અમદાવાદને મોકલી આપવા. “અમદાવાદ તા. ૩-૧૨-'૭૫ વિજયનંદનસૂરિ એમની શાસનસેવાની આ તમન્ના કેવી હૃદયસ્પર્શી હતી ! માગશર શુદિ ૨ : આજે સવારે વિહાર કરીને સાબરમતી ગયા. ત્યાં અંજનશલાકાનો મહોત્સવ ચાલુ હતો. ભવ્ય સામૈયું થયું. મંડપમાં પધાર્યા. હજારોની મેદની હતી. ઉછામણી અને ક્રિયાવિધાન શરૂ થાય તે પહેલાં શ્રીસંઘની સ્તુતિસ્વરૂપ “નક્ષત્રાક્ષતપૂર્તિ” શ્લોક ચારવાર બોલાવીને ચારે દિશામાં અક્ષત વતી શ્રીસંઘને વધાવો કર્યો, પછી મંગલાચરણ કરીને ઉપદેશ આપ્યો. એમના ઉપદેશના એ શબ્દો આજે ય કાનમાં ગૂંજે છે : “નક્ષ્મીઃ કૃતાથ વગુ સૈવ યા નિનप्रासादपूजाधुपयोगिनी भवेत् । सपादकोटीमणिना विभूषितं हारं यथा श्रीजगडो व्यधापयत् ॥" “જ્યારે કુમારપાળ રાજા સંઘ લઈને સિદ્ધાચળજીની યાત્રાએ ગયા છે, ત્યાં સંઘ સાથે યાત્રા કરીને દાદાના દરબારમાં એ બેઠા છે, ને તીર્થમાળની ઉછામણી ચાલે છે. એક બાજુએ રાજા કુમારપાળ ઉછામણી બોલે છે. એની સામે બાહડમંત્રી બોલે છે. મંત્રી બે લાખ બોલે છે તો રાજા ચાર લાખ બોલે છે. એમ કરતાં આઠ લાખ, સોળ લાખ ને બત્રીસ લાખ સોનૈયા બોલાય છે અને ત્યાં ઉછામણી અટકી જાય છે. બત્રીસ લાખ સોનૈયા બાહડ મંત્રી બોલ્યા છે. એ વખતે એક બાજુએથી અવાજ આવ્યો કે, “સવા ક્રોડ સોનૈયા” ! આ સાંભળીને બધા વિચારમાં પડી ગયા કોણ બોલે છે, એ જોવા નજર ફેરવી તો એક મેલાઘેલા વેષવાળા ભાઈને જોયા. એમણે સવા ક્રોડ સોનૈયા કહ્યા હતા. એના દેદાર જોઈને કુમારપાળે મંત્રીને ઈશારો કર્યો કે, કોણ છે એ જરા તપાસી લેજો; કોઈ બનાવટી ન હોય. પણ એનો ઇશારો પેલી વ્યક્તિ પામી ગઈ. એણે ત્યાં તરત જ કહ્યું: ‘પરમહંત રાજા કુમારપાળ ! આ તીર્થ કોઈ રાજા કે મહારાજાનું નથી, કોઈ મંત્રી કે શ્રીમંતોનું નથી. આ તો સકળ સંઘનું તીર્થ છે ને દરેકને અહીં ઉછામણી બોલીને લાભ લેવાનો અધિકાર છે. તમને મારા પર વિશ્વાસ ન આવતો હોય, ને શંકા આવતી હોય તો લ્યો, સવા ક્રોડની કિંમતનું આ રત્ન લઈ લ્યો.' આ શબ્દો બોલતી વખતનું પૂજ્યશ્રીનું જોમ, એમની ખુમારી, એમની છટા, અદ્ભુત-અપૂર્વ જ ૧૪૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ હતાં. મંડપમાં બેઠેલા શ્રોતાઓ ને મારવાડી ગૃહસ્થો આ શબ્દો સાંભળીને, એમાં રહેલી ખુમારી અનુભવીને ‘વાહ વાહ !' પોકારી ગયા. એ ખુમારીભર્યો અવાજ હજી પણ જાણે કર્ણપટ પર અફળાઈ રહ્યો છે ! માગશર શુદિ ૩ : આજે રાત્રે અધિવાસનાની મંગલ ક્રિયા હતી. એ કરીને બહાર નીકળ્યા પછી કહે : “અમુક આચાર્યે અંજન કરેલી પ્રતિમાનો પ્રભાવ વધુ ને અમુક આચાર્યે અંજન કરેલી પ્રતિમાનો પ્રભાવ ઓછો, આવું જે કહેવાય છે તેનું કારણ ‘સમાપત્તિ’ છે. સમાપત્તિ- એકાગ્રતા સધાવી જોઈએ. એની તરતમતાએ પ્રતિમાના પ્રભાવની તરતમતા થાય. મેં, કદંબગિરિની પહેલી અંજનશલાકા થઈ, ત્યારથી આ સમાપત્તિની શોધ કરીને તેનો પ્રયોગ શરૂ કર્યો છે.’ માગશર શુદે ૪ : બે નૂતન જિનાલયોમાંના એક શ્રી ગોડીપાર્શ્વનાથના દેરાસર અંગે કેટલાક લોકોને વહેમ હતો;કોઈક વિઘ્નસંતોષીએ એ વહેમનું વિષ સીંચેલું. એ લોકોની વિનંતીથી બપોરે તેઓ એ દેરાસરે ગયા. ત્યાં પ્રભુ સમક્ષ ચારે દિશામાં શાંતિકારક સ્તોત્રપાઠ કરાવ્યો. ચારે તરફ સંઘને વધાવો કર્યો. વહેમ દૂર થાય તેવાં મંગલ વચનો કહ્યાં. એમની સર્વકલ્યાણ ની ભાવના ઉ૫૨ લોકોને એટલી શ્રદ્ધા હતી કે એમણે આ વિધાન કર્યા પછી વહેમ સર્વથા નાબૂદ થઈ ગયો અને પ્રતિષ્ઠા દિને, પ્રતિષ્ઠા કરાવવા પોતે ત્યાં હાજર રહ્યા, ને ઉમંગભેર પ્રતિષ્ઠા કરાવી. પરિણામે પ્રતિષ્ઠા પછી ત્યાં અમીઝરણાં થયાં. આ ઉપરાંત આ મહોત્સવ દરમ્યાન બીજા પણ એવા પ્રસંગો બન્યા,જેમાં એમના પ્રતિની લોકોની શ્રદ્ધાના અને એ શ્રદ્ધાનુસા૨ ચીંધ્યા પ્રમાણે મુહૂર્તાદિ કાર્યો કરવાથી આવેલાં સુપરિણામના સુખદ અનુભવો થયા. માગશર શુદ ૧૧ (મૌન એકાદશી) : સવારે ૧૧ વાગ્યા લગભગ પાંજરાપોળે આવ્યા. પછી થોડી જ વારમાં મુનિ શ્રીભદ્રસેનવિજયજી બહારથી આવ્યા. એમને પૂછે ઃ “ક્યાં જઈ આવ્યા ?” એ કહે : “કીકાભટની પોળે વ્યાખ્યાન વાંચવા જઈ આવ્યો.'' એ સાંભળી હસતાં હસતાં મને કહે : “જો આને વ્યાખ્યાન વાંચતાં આવડી ગયું. તું રહી ગયો; તને ન આવડ્યું.” એ રાત્રે ક્રિયાકુશળ ભોજક કેશવલાલ આવ્યા. એમની જોડે વિચાર કરીને પાલિતાણાની પ્રતિષ્ઠાનો વિધિવિધાન અંગેનો તમામ કાર્યક્રમ, દિવસ અને સમયવા૨, નક્કી કર્યો, લખાવ્યો ને પ્રતિષ્ઠાને લગતી બીજી વિચારણાઓ પણ કરી. માગશર શુદિ ૧૩ : આજે શ્રી આત્મારામ ભોગીલાલ સુતરીઆ તથા પેઢીના મુખ્ય મેનેજર શ્રી ઠાકર આવ્યા. in Education International ૧૪૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ C એમને પ્રતિષ્ઠા અંગે વિગતવાર દોરવણી આપી. વિરોધીઓને ડામવા માટે ખાસ ખાસ સૂચનાઓ કરી. પછી સહાસ્ય કહે : “વિરોધ વધે, ને તે વખતે તમે કહેશો કે હવે પ્રતિષ્ઠા મુલત્વી રાખીએ, તો એ નહિ બને. તમે તમારા ઘેર રહેજો, અમે પ્રતિષ્ઠા કરીને જ રહીશું, એ ધ્યાન રાખજો ! અને આવું ન કરવું પડે તે જોજો.’’ પછી કહે : “આમાં તમે ઢીલા પડશો તો તમારું જ ઓછું દેખાવાનું છે, અમારું કાંઈ નથી જવાનું. પણ અમે તમારી સાથે છીએ એટલે અમનેય છાંટા લાગ્યા વિના ન રહે. માટે ઢીલા પડવાની તો વાત જ નહિ. અને ખરી વાત તો એ છે કે આ બધાં પ્રતિમાજી સેંકડો વર્ષો પહેલાંના છે. એનું ઉત્થાપન પેઢીએ કરેલું છે, એટલે પેઢીએ એને પાછાં બેસાડવા જોઈએ; એ એની ફરજ છે. પેઢી એની પ્રતિષ્ઠા જાતે કરી શકે છે; કોઈને આદેશ આપવાની કે ઉછામણી કરવાની પણ જરૂર નથી. આમ છતાં, પેઢીએ લોકોને લાભ મળે એ માટે ચિઠ્ઠીની પ્રથા અપનાવીને આદેશો આપવાનું કર્યું છે, એનો વિરોધ કરવાનો અર્થ શો છે? આવા વિરોધને ગણકારવો નહિ, ને વધુ થાય તો એનો પૂરેપૂરો સજ્જડ પ્રતિકાર કરવાનો જ.'' માગશર શુદિ ૧૪ : આજે રાત્રે પ્રતિક્રમણ પછી અચાનક કહે : “હવે મને આ શરીરનો કાંઈ જ ભરોસો નથી.” હું તો સ્તબ્ધ થઈ ગયો. મનમાં ખિન્નતાનો પાર ન રહ્યો. એ વાત આગળ વધે એ પહેલાં જ બીજી આનંદની વાતો મેં આદરી દીધી.જ્યારે તેઓ ખિલખિલાટ હસ્યા, ત્યારે જ ચિત્તને ચેન પડ્યું. પણ તે વખતે ક્યાં કલ્પના હતી કે આ અગમવાણી આવતી ચૌદશે જ સાચી પડવાની છે ને ચિત્તનું ચેન વિલીન થવાનું છે ? માગશર શુદિ ૧૫ : આજે સવારે શ્રી કાંતિલાલ ઘીયા વંદનાર્થે આવ્યા, કલાકથી વધુ બેઠા. એમની સાથે મુક્ત વાતો કરી. મને બપોરે પં. બેચરદાસજી આવ્યા. એમના પુત્ર ડૉ. પ્રબોધ પંડિતનું તાજેતરમાં જ અવસાન થયું હોઈ, એ અંગે એમને આશ્વાસન આપ્યું. પૂજ્યશ્રીનો નિખાલસ, ઉદાર સ્વભાવ અને એ સ્વભાવ તરફ પંડિતજીનો અપૂર્વ અહોભાવ આજે જોવા મળ્યા. માગશર વિદ ૧ : આજે બપોરે શેઠ કસ્તૂરભાઈ આવ્યા. એમને કહે : “પ્રતિષ્ઠા અટકાવવા માટે વિરોધીઓ સ્ટેઑર્ડરની તજવીજમાં છે, માટે પાકો બંદોબસ્ત રખાવજો. ગમે તે ભોગે પ્રતિષ્ઠા કરવી જ છે.’’ શેઠે પણ એવી જ મક્કમતા દાખવી. રાત્રે મને કહે : “આ વખતે વિહારમાં બીજુ કાંઈ ભણવાનું (નવું) થાય એમ નથી લાગતું. મારો વિચાર થાય છે કે તને ને દાનવિજયને જ્યોતિષ કરાવું. આરંભસિદ્ધિ હોય તો લઈ લેજે. ટાઇમ મળશે ત્યારે કરાવીશ.” એમનાં વ્યાખ્યાનોનો સંગ્રહ છપાઈને તૈયાર થઈ રહ્યો હતો, એના ફર્મા એમને બતાવ્યા. એ ૧૪૩ www.jainefibrary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ જોઈને સંતોષ પામ્યા. મેં પૂછ્યું: “સાહેબ ! આપના વખતમાં આવી પ્રથા નહોતી, પણ અત્યારે એવી પ્રથા છે કે પુસ્તક કોઈને સમર્પણ કરાય. આ કોને સમર્પણ કરવું?” કહે: “કસ્તૂરસૂરિજીને જ સમર્પણ કરવાનું.” માગશર વદિ ૨: આજે બપોરે ડૉ. સુમન્તભાઈ શાહ તથા ડૉ. છોટુભાઈ આવ્યા. તબિયત તપાસી. એ વખતે ગમ્મતમાં ડૉક્ટરને પૂછે: “મારું હાર્ટ તો મજબૂત છે ને ? વિહાર કરું તો વાંધો નથી ને?” ડૉક્ટર કહે : “આપનું હાર્ટ તો કોઈનું ન હોય એવું મજબૂત છે. તબિયત જોતાં શરદીની પ્રકૃતિ છે અને શિયાળો છે, એટલે વિહાર માટે સિઝન તો સારી ન કહેવાય. પણ આપને ડોળીમાં જવાનું, નાના નાના વિહારો કરવાના, દવા બરાબર લેવાની અને બરાબર ઓઢવાનું એટલે વાંધો નથી.” પછી ડૉક્ટર પૂછે: “પણ કમુરતામાં વિહાર થાય?” કહેઃ “બીજાં કાર્યો કમુરતાંમાં ન કરીએ, પણ યાત્રામાં કમુરતાનો દોષ નથી ગણાતો.” બપોરે મને કહે: “પારકર્ષ (સ્વાધ્યાય સંગ્રહ)ની ચોપડી લઈ લેજે. મારી પાસે એ કાયમ રાખું છું, પણ આજે હાથ નથી આવતી. તું લઈ લેજે.” મેં કહ્યું: “મારી પાસે એ રાખું જ છું, સાહેબ !” તો કહેઃ “બસ, તો વાંધો નહિ.” સાંજે “જનસત્તા'ના રિપોર્ટર શ્રી રમેશભાઈ આવ્યા. તેમણે વિહારના સમાચાર છાપવાની રજા માંગી. ત્યારે મને કહેઃ “હમણાં પેઢીની વિનંતીથી પ્રતિષ્ઠા માટે જઈએ છીએ, એવું લખાવતો નહિ. યાત્રા માટે જઈએ છીએ, એમ જ લખાવજે.” મને આશ્ચર્ય થયું. પણ, એમના અંતરના ઊંડાણને પામવાનું આપણું શું ગજું? રાત્રે પેઢીના બે મેનેજરો શ્રી શિવલાલભાઈ તથા શ્રી ઠાકર આવ્યા. એમને નઝરબાગમાં મહોત્સવ કરવાની, નવકારશીઓ વંડે કરવાની, છાપાંના રિપોર્ટરોને માહિતી આપવાની વગેરે અનેક સૂચનાઓ કરી. વિરોધીઓના પ્રતિકાર માટેના પગલાં પણ સૂચવ્યાં. એ વખતે મેં કહ્યું: “એ તો આપના નામે પાલિતાણા પહોંચ્યા પછી એક નિવેદન બહાર પાડવું પડશે.” ત્યારે કહે: એ વાત બરાબર છે. હમણાં જ બહાર પાડી દઈએ. તું પોઈન્ટો ટાંકી રાખજે.” મેં કહ્યું: સાહેબ ! એકદમ ઉતાવળ નથી કરવી, પાલિતાણા પહોંચીએ, કોઈ જવાબદાર વ્યક્તિ (વિરોધી) જાહેરમાં આવે, પછી આપણે વિચાર કરવાનો. રતિભાઈ ને મફતભાઈની સલાહ પણ લઈ લઈશું.” આ વાત એમને જચી ગઈ. કહે: “કાલે મફતલાલને બોલાવીને વાત કરવાનું ધ્યાન રાખજે.” એક નવલોહિયા યુવાનને પણ પ્રેરણા આપે એવો ઉત્સાહ, અડગતા ને શક્તિ એમના પ્રત્યેક વચનમાં ને પ્રત્યેક પ્રવૃત્તિમાં નીતરતાં હતાં, એનાં દર્શન પણ જોનારામાં જુસ્સો ને તાકાત પ્રેરતાં હતાં. ૧૪૪ Sain Education International Page #161 -------------------------------------------------------------------------- ________________ (૪૬) છેલ્લા દિવસો માગશર વદિ ત્રીજની સવાર ઊગી. વાતાવરણ વાદળિયું હતું. શિયાળાની ઋતુ હોઈ સ્વાભાવિક ઠંડક વ્યાપી હતી. પાંજરાપોળમાં માનવમેદની વહેલી સવારથી જ ઊભરાવા લાગી હતી. આજે એમના પરમશ્રદ્ધેય, હેતાળ મહારાજ સાહેબ વિહાર કરી જવાના હતા. હવે દિવસો સુધી એમનાં દર્શનનો ને આશીર્વાદનો લાભ નહોતો મળવાનો. એટલે આજે મન ભરીને એ લાભ લઈ લેવાની જાણે પડાપડી ચાલતી હતી. મહારાજ સાહેબ જાય છે, એ વિચારે સૌના દિલમાં જેટલી ગમગીની ફેલાતી હતી, એટલો જ આનંદ ‘તેઓ પ્રતિષ્ઠાના મહાન કાર્ય માટે જઈ રહ્યા છે એ ખ્યાલ આવતાં છવાતો હતો. અને એ ખ્યાલે એમને પોતાના શ્રદ્ધેય આ પુણ્યપુરુષની મહત્તાની, એમના પુણ્યબળની પણ કલ્પના આવતી હતી. નિયત કરેલા શુભ સમયે પરમ ગુરુદેવોની મૂર્તિઓને વંદન કરીને, શ્રી વિજયનંદનસૂરિજી, મુનિસમુદાય સાથે ઉપાશ્રયની બહાર નીકળીને ચાર માણસો ઉપાડે એવી મોટી ડોળીમાં બેઠા, ત્યારે જનતાએ એમને જયનાદથી વધાવી લીધા. એમના પ્રસ્થાનને સૌએ અંતરની મંગળકામનાઓ વાંછી. પાંજરાપોળથી નીકળી, રિલીફ રોડ, લાલ દરવાજા, નહેરુપુલ થઈને પાલડી વિસ્તારમાં આવ્યા. ત્યાં શ્રી ભોગીભાઈ સુતરિયા, ડૉ. રસિકભાઈ સ્વરૂપચંદ શેઠ વગેરેની વિનંતિથી તેમને આંગણે પગલાં કરતાં કરતાં ફત્તેહપુરા શ્રી રમણલાલ ચંદુલાલ ગાંધીને બંગલે પધાર્યા. ત્યાં કલાક સ્થિરતા કરી પચ્ચખાણ પાર્યું. અહીંથી સામૈયા સાથે શાંતિવન શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરમાં પધાર્યા. ચાલુ સામૈયામાં શ્રી વિવેકવિજયજીને બોલાવ્યા; કહે : “કેશુભાઈ શેઠ અત્યારે દસ વાગે આવવાના છે. એમનાથી પગથિયાં નથી ચડી શકાતાં. એટલે બહાર ચોકમાં એક પાટ ને એક ખુરશી મુકાવી દેજે.” વિવેકવિજયજીએ અચકાતાં અચકાતાં કહ્યું: “પણ સાહેબ ! આજે છાપામાં આવ્યું છે કે કેશુભાઈ શેઠના દીકરા મનુભાઈ રાત્રે ગુજરી ગયા છે. આવું હોય તો શેઠ આવે ખરા ?” આ સાંભળીને તેઓ એકદમ ચોંકી ગયા. કહે: “સાચી વાત છે?” હાનો જવાબ મળતાં મને બોલાવીને કહે: “આવું બન્યું છે. મનુભાઈ કેવા સારા માણસ હતા ! હવે શેઠ નહિ આવે.” આટલું કહીને તેઓ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. મોં પર વિષાદની રેખાઓ અંકિત થઈ. સામૈયું જ્ઞાનમંદિર પહોંચ્યું. ત્યાં મંગલાચરણ કરી પોતે જ દસ મિનિટ પ્રવચન આપ્યું. भवजलहिमि अपारे, दुलहं मणुअत्तणं पि जंतूणं । तत्थ वि अणत्थहरणं, दलहं सद्धम्मवररयणं ।। આ ગાથાના વિવેચનમાં સંસારની સમુદ્ર સાથે સરખામણી કરી બતાવી. સંસારની અસારતા ૧૪૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ ને નશ્વરતા હૈયા સોંસરવા ઊતરી જાય એવા શબ્દોમાં વર્ણવી. વ્યાખ્યાન સમાપ્ત કરીને હજી પાટ પરથી ઊતરતા હતા ત્યાં જ ૫. મફતલાલ આવ્યા. એમને બોલાવીને કહે: “મફતલાલ ! આ મનુભાઈનું તો ગજબ બની ગયું છે! મેં તો સાંભળ્યું છે ત્યારથી એના જ વિચારો આવે છે. કેવો સારો માણસ! તબિયત પણ કેવી સારી ! છતાં અમારા જેવા ઘરડા એમ ને એમ રહે છે, ને આવા જુવાનો અચાનક જતા રહે છે. આવું બને છે ત્યારે સંસારનું સ્વરૂપ ખરેખર સમજાય છે.” “यत्प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याह्ने न तन्निशि । दृश्यते च भवेऽस्मिन् हि पदार्थनामनित्यता ।" “- જે સવારે છે, એ બપોરે નથી. સવારે આનંદમંગળ કરતો હોય ને બપોરે સંભળાય કે એને હાર્ટફેઇલ થઈ ગયું. બપોરે બજારમાં ફરતો હોય ને વાતો કરતો હોય, ને સાંજે જુઓ તો એને હાર્ટએટેક કે હેમરેજ થઈ ગયાં હોય. ભગવાન તો કહે છે: “Tઢા ય વિવા1 મુને,સમયે યમ! મા મિથU” “કર્મના વિપાક ગાઢ-અણધાર્યા આવીને ઊભા રહે છે. માટે હે ગૌતમ ! ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ.” આવું બને છે, ત્યારે આ બધી વાતો સાચી લાગે છે. પછી પાટ પરથી ઊતરીને રૂમમાં ગયા. ત્યાં પ્રતિષ્ઠાના વિરોધની હિલચાલો અને તેની સામેનાં પગલાંની વ્યવસ્થા અંગે મફતભાઈ સાથે વિચારણા કરી. પોતાના નામે નિવેદન બહાર પાડવું ઠીક લાગે કે કેમ તેની સલાહ પણ પૂછી. મફતભાઈએ “અત્યારની પરિસ્થિતિમાં જરૂર નથી.' એમ કહેતાં તે વાત માની લીધી. અગિયાર વાગે તબિયત અનુકૂળ ન હોવા છતાં સૌના ભાવથી ખેંચાઈને પગલાં કરવા ગયા. એમાં ૫. મફતલાલનો પણ વિશેષ આગ્રહ હતો, એટલે એમને ત્યાં ગયા. ત્યાં જઈને મફતભાઈને કહે : “કુંડનિચ્છા પછી ૨, પ્રારબ્ય ત્રિવિશં મતમ્ ” પ્રારબ્ધ ત્રણ જાતનાં હોય છે એક ઇચ્છા પ્રારબ્ધ, બીજું અનિચ્છા પ્રારબ્ધ. અને ત્રીજું પરેચ્છા એટલે દાક્ષિણ્ય પ્રારબ્ધ પોતાની ઇચ્છા ન હોય તો ય બીજાને માટે- બીજાની ઇચ્છાથી કરવું પડે, તે પરેચ્છા પ્રારબ્ધ કહેવાય. આ માટે અહીં નહોતું આવવું, પણ તારે માટે આવવું પડ્યું, એ દાક્ષિણ્ય પ્રારબ્ધ કહેવાય.” એટલે પં. મફતલાલ (એમની પત્ની તરફ આંગળી ચીંધીને) કહે: “આપનાં પગલાં કરાવવાનું આમનું બહુ મન હતું, સાહેબ !” આ સાંભળતાં જ કહે: “હું એટલે જ આવ્યો છું, એમની ઇચ્છા હતી માટે આવ્યો છું, તારે માટે નથી આવ્યો.”ને સૌ હસી પડ્યાં. એક વૃદ્ધ માજી માંદા હતા, એટલે અહીંથી તેમને ત્યાં ગયા. એમને ચાર શરણાં વગેરે સંભળાવી ઉપાશ્રયે પધાર્યા. રાત્રે શ્રી રતિભાઈ દેસાઈ આવ્યા. એમની સાથે જૂની વાતોના અદ્ભુત રંગે ચડ્યા લાલન- શિવજી, ભગુભાઈ ફત્તેહચંદ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ - આ બધાના જૂના પ્રસંગો જેવા બન્યા હતા તેવા તેમના સ્મરણપટ પર અંકિત હતા, તેનું તાદશ વર્ણન કર્યું. એ પ્રસંગો જેવા ' ૧૪૬ Jah Education International Page #163 -------------------------------------------------------------------------- ________________ બન્યા તે વખતનું સૂરિસમ્રાટનું જોમ અને એ વખતની પરિસ્થિતિ, આ વાત કરતી વખતે, જાણે એમનામાં અવતીર્ણ થઈ ગયાં. આ વાતો વખતે એમની નિખાલસતા તેમજ ગુણગ્રાહક તેમજ સત્યપ્રિય વૃત્તિનાં નવલાં દર્શન થયા. દેવદ્રવ્યની પણ વાતો થઈ. આજે બપોરે સ્થાનકવાસી મુનિરાજ શ્રી અમીચંદજી મહારાજ એમને મળવા આવ્યા. એમના પ્રતિ અપાર સદ્ભાવ દાખવ્યો; કાંઈ પણ કામ હોય તો જણાવવાનું સૂચન કર્યું. એ મુનિરાજનો એમના પ્રતિનો આદર અને પૂજ્યભાવ અજબ હતો. તેઓશ્રીના ઉદાર, સમભાવી સ્વભાવનું એ પરિણામ હતું, એ સહેજે અનુભવાયું. માગશર વદિ ૪: આજે સરખેજ આવ્યા. ડોળી બે માણસની રખાવી; ચાર માણસની ડોળી ન ફાવી. આખો દિવસ કોઈના મુહૂર્ત કાઢવામાં, કોઈને પત્ર લખવામાં, ને શહેરમાંથી આવતા દર્શનાર્થીઓ સાથે વાતચીત કરવામાં ગાળ્યો. મોડી સાંજે શ્રી રતિભાઈ દેસાઈ આવ્યા. એમણે ખબર આપ્યા કે પ્રતિષ્ઠા કરવાના પ્રતિમાજીઓની ચિઠ્ઠીઓ આજે ઊપડી ગઈ, ડો થઈ ગયો. આ જાણીને તેઓ ખૂબ ખુશ થયા. એની પદ્ધતિ વિષે જાણકારી મેળવી, ઝીણી ઝીણી વિગતો પૂછી લીધી. પછી જતી વખતે રતિભાઈને કહ્યું: “ઠાકરને સૂચના કરજો કે જેને આદેશ મળ્યા હોય, તેને ખબર મોકલાવી દે અને એનાં નામોનું લીસ્ટ મને પણ મોકલે.” માગશર વદિ ૫ : આજે સવારે વિહાર કરી ચાંગોદર આવ્યા. અહીં, વિહારમાં સામેલ થવા માટે સૂરતથી શા. ડાહ્યાભાઈ હઠીચંદ પણ આવી ગયા, એટલે ખૂબ જ પ્રસન્ન થયા. મને કહે: “ડાહ્યાભાઈ આવી ગયા એટલે હવે કશી ચિંતા નહિ કરવાની. ડાહ્યાભાઈ પાસે કદમ્બગિરિના ઇતિહાસની જૂની વાતો ઘણી જાણવા જેવી છે. એ સાંભળીશ તો તારો ટાઇમ ક્યાં જશે એની ખબર નહિ પડે.” બપોરે અમદાવાદથી ખંભાતવાળા શા. હરિભાઈ વાડીલાલનાં સાસુ, પત્ની-પુત્રાદિ વંદનાર્થે આવ્યા. એમને ગમ્મત કરતાં કહે : “આના એકે છોકરાને આપણી સાથે મોકલે છે? મોકલે જ નહિ ને ! ક્યાંક મહારાજ દીક્ષા આપી દે તો? -- એવી એને બીક લાગે છે.” આજે શેઠ કેશુભાઈ ઝવેરીનો કાગળ આવ્યો હતો. રાત્રે મને કહે: “આ કાગળ તેં વાંચ્યો? બહુ સરસ ને સમજણવાળો કાગળ શેઠે લખ્યો છે. કાલે વાંચી જજે.” માગશર વદિ ૬: આજે બાવળા આવ્યા. મને શેઠવાળો કાગળ વંચાવ્યો. એમને ખૂબ ગમી ગયેલો એ કાગળ આ પ્રમાણે છે : “પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી તથા પૂ.આ.મા. શ્રીવિજયસૂર્યોદયસૂરિશ્રી આદિ ઠાણા. ૧૪૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ સમાચાર આપતાં દુઃખ થાય છે કે મારા પુત્ર મનુભાઈનું માગશર વિંદ ૨ની રાત્રે અગિયાર વાગે દુઃખદ અવસાન થયું છે. મારા તથા મારા કુટુંબીઓ તથા સ્નેહી સંબંધી સાથેનો આ ભવનો સંબંધ છૂટી જાય છે. ઘણા ભવો કરતાં કરતાં કેટલીકવાર આ જીવ સાથે સંબંધ થયા હશે અને જ્યાં સુધી ભવભ્રમણ હશે ત્યાં સુધી પાછા સંબંધ થવાના હશે. આત્મા અજર-અમર-અવિનાશી છે. ફક્ત દેહનું જ કર્મ પ્રમાણે પરિવર્તન થયા કરે છે. અજ્ઞાનતા લેઈ અને ઘણા ભવોનાં આવરણ લેઈ મોહ-મમતાથી હર્ષ-શોકની લાગણીઓ અનુભવાય છે. તે અજ્ઞાનનો નાશ થયે આત્મસ્વરૂપે સ્થિત થવાય છે. નરભવ પામી, તે ભાવમાં રમણતા પામવી; અને ગતાનુગતનો શોક કરવો મિથ્યા છે અને ગત આત્માને ચિ૨શાંતિ અર્પે તેટલું ઇચ્છવું આપણું કર્તવ્ય છે. આ વાંચીને હું એમની કમ્મર દાબવા બેઠો. ડાહ્યાભાઈ પણ હતા. દોઢેક કલાક સુધી કદમ્બગિરિ વગેરે તીર્થોની વાતો કરી. એ વાતોમાં એમના અંતરમાં ભરપૂર પડેલી તીર્થસેવાની ધગશ વ્યક્ત થતી હતી. પછી ડાહ્યાભાઈને કહે : “મારે આ વખતે આને હસ્તગિરિની ને ઘેટી-પાગની જાત્રા કરાવવી છે; એણે કોઈ દી’ કરી નથી. પ્રતિષ્ઠાનું કામ પતી જાય પછી જવાનું કરીશું. તમારે સાથે રહેવાનું.” લી. કેશવલાલ લલ્લુભાઈના ૧૦૦૮ વંદના સ્વીકારશો.” “પાલિતાણાથી ડુંગરપર - જીવાપર થઈને રોહીશાળા; ત્યાંથી મુંડકીધાર થઈ ઉપર ચડી, જાત્રા કરી હાથસણી ઊતરી જવાય. અથવા પાલિતાણાથી રોહીશાળાની પાગે ઊતરી જઈ, જાળિયા થઈને ય મુંડકીધાર જવાય. પાછા આવતાં ઘેટીના રસ્તે આવીએ. ત્યાંથી ડુંગર ચડીને જાત્રા કરીને પાલિતાણા આવી જવાય. જતી વખતે નવા રસ્તે નથી જવું. આવતા નવા રસ્તે આવવું હોય તો અવાય.” મારે તો સાંભળવાનું જ હતું. આટઆટલાં વર્ષો પછી પણ કયા રસ્તે કેમ ને કઈ રીતે જવુંઆવવું, એ એમને બરાબર યાદ હતું. સાંજે એક ભજનિક ગામમાં નીકળ્યો. એનો કંઠ ખૂબ સૂરીલો હતો. સમિયાજી એને બોલાવી લાવ્યા. એના હાથમાં ચંગ નામનું વાદ્ય હતું. એ લઈને એણે બે ભજનો સંભળાવ્યાં એ ભજનોની એક એક લીટી યાદ રહી છે : “કાયાકા પિંજરા ડોલે, એક શ્વાસ કા પંછી બોલે’” અને “ઇશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ બાની મેં.” એના ગયા પછી કેસરિયાજીના સંઘમાં એક હરિજન રાવટીનું ભજન ગાતો હતો, તેને યાદ કર્યો. કહે : “એ ખૂબ સરસ ગાતો હતો. એનો કંઠ ખૂબ મીઠો હતો. રાવટીનું ભજન ખૂબ સુંદર હતું.” બપોરે કેશુભાઈ શેઠ પર તેમના પત્રનો જવાબ લખાવ્યો. સાંજે મારી પાસે એની નકલ કરાવી. આ કાગળમાં એમના હૃદયના ભાવોનું સ્વચ્છ પ્રતિબિંબ પડે છે. આ રહ્યો એ કાગળ : “તમારા સુપુત્ર શ્રી મનુભાઈનું માગશર વિદે બીજની રાત્રે ૧૧-૦૦ વાગે દુઃખદ અવસાન થયું તે જાણ્યું. ૧૪૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ આ સમાચાર આપતાં દુઃખ થાય તે સ્વાભાવિક છે. સમાચાર સાંભળતાં પણ દરેક સહૃદયી આત્માને દુઃખ થઈ આવે, તેવો તેમનો પ્રેમાળ અને સરળ સ્વભાવ હતો. તમારા જેવા પૂર્ણ શ્રદ્ધાળુ અને વીતરાગ ધર્મના પરમ ઉપાસકના ઘરે જન્મ લઈ, અનેક ઉત્તમ સંસ્કારો પામી, તેઓ પોતાના આત્માનું સાધી ગયા છે. બાકી , તમારા લખવા પ્રમાણે, તેમની સાથેનો આ ભવનો સંબંધ છૂટી જાય છે. જેટલું લેણું હોય તેટલું જ લેવાય છે. નાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ- ધૃવં જન્મ મૃતી ૨ ” - જન્મ્યો છે, તેને સો વર્ષે પણ નિશ્ચિત જવાનું છે; કોઈને પાંચ વર્ષ વહેલું તો કોઈને પાંચ વર્ષ મોડું. અને જયાં સુધી આત્માને વિદેહ કૈવલ્ય થયું નથી, ત્યાં સુધી ફરી ફરી જન્મ લેવાનો છે. અને જન્મ ને મરણ, જેનો પરિહાર આપણા તાબામાં નથી, તેમાં કોઈ પણ જાતનો શોક કરવો, તે વિવેકી અને સમજણવંત આત્માને ઉચિત નથી. “આવા પ્રસંગે, તમારા લખવા પ્રમાણે, મોહ અને મમતાથી હર્ષ અને શોકની લાગણીઓ અનુભવાય છે; બાકી હર્ષ અને શોક લાવવો મિથ્યા છે, એ પણ સાચું છે. : “તે સ્વર્ગસ્થ આત્માને ચિર શાન્તિ થાય તેટલું ઈચ્છવું, આપણું કર્તવ્ય છે, તે બરાબર છે. અમો પણ સદ્ગત આત્માને ચિર શાન્તિ થાઓ, એમ ઇચ્છીએ છીએ, બાકી, "अवश्यंभाविभावानां, प्रतीकारो भवेद्यदि । तदा दुःखैन लिप्येरन्, नलरामयुधिष्ठिराः ॥" “- અવશ્ય ભાવિ- થનાર બનાવ-નો પણ જો પ્રતિકાર થતો હોત તો નલ રાજા, રામચંદ્રજી તથા ધર્મરાજા યુધિષ્ઠિર જગતમાં દુઃખ પામત નહિ. “यदभावि न तद्भावि, भावि चेन्न तदन्यथा । રૂતિ વિસ્તાવિષMોડવું, વોથો પ્રતિવર્તવઃ ” “- જે બનવાનું નથી તે નથી જ બનવાનું, અને જે બનવાનું છે તે અન્યથા થવાનું નથીઃ આટલો જ બોધ જો આત્માને પરિણમે તો તે બોધ ચિંતારૂપી ઝેરનો નાશ કરનાર છે અને બ્રાન્તિને દૂર કરનાર છે. “જ્ઞાનિનોડજ્ઞનિનશપિ, સમે પ્રારબ્ધની ! ન વર્તશો જ્ઞાનિનો ધૂત, મૂઢ: વિતસ્થત્યશૈર્યતઃ ” “- જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સમજણવંત આત્મા હોય કે બિનસમજણવંત હોય, પણ બંનેને પ્રારબ્ધ કર્મ તો સરખું જ ઉદયમાં આવે છે; પણ સમજણના ઘરમાં રહેનાર આત્માને ધીરજ રહે છે, જેથી એને ક્લેશ થતો નથી. અને મૂઢ એટલે બિનસમજણવંત આત્માને આવા સમયે ધીરજ રહેતી નથી અને ક્લેશ થાય છે, જેથી તે નવો કર્મબંધ કરે છે. ૧૪૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ “તમે તો ખૂબ સમજણવંત તથા વિવેકનંત આત્મા છો, તેથી વધારે લખવાની જરૂર નથી. “શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવંત શ્રી મહાવીર મહારાજા શ્રી ગૌતમસ્વામી ભગવાનને કહે છે કે – "गाढा य विवाग कम्मुणो, समयं गोयम ! मा पमायए" “- હે ગૌતમ! કર્મના વિપાકો ગાઢ છે, અણધાર્યા આવીને ઊભા રહે છે, માટે સમયમાત્રનો પ્રમાદ કરીશ નહિ. “અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી વીતરાગ ધર્મ પામી, તથા તેની આરાધનાની સામગ્રી- મનુષ્ય અવતાર, પંચેન્દ્રિયપણું તથા સમજણ અને શ્રદ્ધા પામી યથાશક્તિ, મન-વચનકાયાથી તેની આરાધનામાં ઉદ્યમવંત રહેવું, એ જ માનવજીવન પામ્યાનું સર્વસ્વ છે, તેમ વિવેકી ભવ્ય જીવોનું કર્તવ્ય છે. “શ્રી જ્ઞાની ભગવંતે દીઠેલ ક્ષેત્રસ્પર્શના હશે તો પોષ સુદિ ૮ શનિવાર તા. ૧૦-૧-૭૬ના રોજ પાલિતાણા પહોંચવાની ધારણા છે. શ્રી દેવગુરુધર્મ પસાયે તથા પ.પૂ. શાસનસમ્રાટના પુણ્યપસાયથી અમારી તબિયત વિહારમાં ઠીક રહી છે. માગશર વદિ ૭: આજે ભાયલા આવ્યા. પહેલા જિનમાં ઉતર્યા. પછી ત્યાંથી પંચાયતના ચોરે આવી ગયા. કહે: “હું જ્યારે આવું ત્યારે અહીં જ ઊતરવું ફાવે છે. મોટા મહારાજ અહીં જ ઊતરતા ને હું બેઠો છું ત્યાં જ બેસતા. પછી શ્રી પ્રેમપ્રભસાગરજીને પૂછે: “તમે ક્યાં ઊતર્યા? ઉપાશ્રયમાં ને?” ઠીક કર્યું.” આ બોલતાં એમની નજર એક બોર્ડ પર પડી. એમાં લખેલું કે કામ સિવાય કોઈએ બેસવું નહિ. આ વાંચીને હસતાં હસતાં કહે : “આપણે પણ કામ હોય ત્યારે જ બેસવું; કામ ન હોય ત્યારે ઊભા રહેવાનું !” આ વખતે મેં કહ્યું: “સાહેબ ! આવા વિહારમાં જંગલમાં ઝાડ તળે બેસીને વાંચવા-લખવાની કેવી મઝા આવે !” આના જવાબમાં કહેઃ “મોટા મહારાજ ઘણીવાર એવું કરતા કે વિહાર કરી ગામમાં જાય, ત્યાં નવકારશી તો કોઈને કરવાની જ ન હોય. એટલે ત્યાં બેસીએ તો વાણિયા આવે ને ટાઈમ વાતોમાં જાય. એટલે મોટા મહારાજ બધા સાધુઓને લઈને જંગલમાં ઝાડ તળે પધારે. પુસ્તકો સાથે લઈ લે. ત્યાં નિરાંતે ભણાવે. બે-ચાર કલાકે ગોચરીવેળા થાય ત્યારે ગામમાં આવતા.” અગિયાર વાગે તાડપત્રી ગામના ભાઈઓને મુહૂર્ત કાઢી આપ્યું. ત્યાં ફૂલચંદભાઈ તથા પ્રબોધભાઈ સી. વકીલ આવ્યા. ફૂલચંદભાઈએ એક સાધ્વીજી માટે મુહૂર્ત પૂછ્યું, તો પંચાંગ જોઈને માગશર વદ સાતમને ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ કહ્યો. બીજો એક દિવસ શ્રેષ્ઠ નથી આવતો, એ પણ કહ્યું. ૧પ૦ din bucation International Page #167 -------------------------------------------------------------------------- ________________ આ સમયે એમને તો નહિ, પણ પડખે બેઠેલાઓમાંથી કોઈનેય ખ્યાલ ન આવ્યો કે સાતમ તો આજે જ છે ! એ મુહૂર્ત કઈ રીતે સાધી શકાય? કદી પણ, સ્વપ્નમાંય સરતચૂક ન કરનાર એ પુણ્યપુરુષને પોતાને પણ આ સરતચૂકનો ખ્યાલ ન આવ્યો. જાણે આ પણ વિધિનો કોઈ અકળ સંકેત હતો ! બીજાં પણ મુહૂર્તો જોવાનાં હતાં, તે જોઈ આપ્યાં. ગોચરીનો સમય થયો. મને પગે કાંટો વાગેલો. એ કઢાવીને હું પાછો આવ્યો, એટલે પૂછ્યું : “કેમ પાછો આવ્યો?” મેં કાંટાની વાત કરી તો સમિયાને કહે: “આને પાટો બાંધી દે.” મેં કહ્યું : પછી બંધાવીશ.” તો કહે “ના; પહેલા બંધાવી લે.” સમિયાજીએ અળસીનો લેપ લગાડી, પાટો બાંધવા માંડ્યો. એ જોઈને કહે: “પાટોય બરાબર બાંધતા નથી આવડતો. લાવ હું બાંધી આપું.” પણ પછી સમિયાજીએ બરાબર બાંધી દીધો. બપોરે મારી પાસેથી દશવૈકાલિકની નાની-નવી પુસ્તિકા જોવા લીધી. આખી બરાબર જોઈ ગયા. પછી કહેઃ “તેરાપંથીઓએ છપાવ્યું લાગે છે. બહુ સારું છે. કેટલી સરસ ને શુદ્ધ છપાઈ છે !” આ પછી શ્રી રતિભાઈએ નંદિસૂત્રનાં વ્યાખ્યાનોના પુસ્તક માટે લખેલી પ્રસ્તાવના મેં વાંચવા આપી. એ વાંચીને કહેઃ રતિભાઈ કેવું સરસ લખે છે ! આપણને તો આવી કલ્પના ય ન આવે.” માગશર વદિ ૮: વહેલી સવારે ભાયલામાં સાધુઓ વાંદવા આવ્યા, ત્યારે કહે: “પોષ દશમનાં ત્રણ એકાસણાં આજથી શરૂ કરવાના. મોટા મહારાજના વખતમાં અમો બધા સાધુઓ કાયમ પોષ દશમ કરતાં. ખુદ મોટા મહારાજ પોતે કરે, પછી બીજું કોણ ન કરે? એકવાર તો વિહારમાં બધાએ ત્રણે એકાસણાં ઠામચોવિહાર કરેલાં. એક જ વાર હોં. બાકી તો કાયમ ત્રણ એકાસણાં કરવાનાં, અત્યારે કોણ કરે છે? છેવટે, ત્રણ મુનિઓએ એકાસણાનાં પચ્ચકખાણ લીધાં, એટલે ખૂબ ખુશ થયા. કહે: “ત્રણ તો નીકળ્યા કરનારા !” ભાયલાથી આજે કોઇ આવ્યા. ત્યાં અમદાવાદથી રામજી ફોટા લઈને આવ્યો. એ જોઈને પૂછ્યું: “શેના ફોટા છે?” મેં કહ્યું: “પાંજરાપોળથી વિહાર કર્યો તે વખતના છે.” એટલે કહે: પછી જોઈશું.” પછી ડૉક્ટર છોટુભાઈ આવ્યા. ખૂબ આનંદથી વાતો કરી. તબિયત ઘણી સરસ રહી હોવાનું ડૉક્ટરને કહ્યું. પછી કહે: “હવે મારી તબિયત જોવા વલભીપુર આવવાનું છે ને?” બપોરે કોઠવાળા ભાઈઓએ વિનંતી કરીઃ “ગુંદી ને ભાયલામાં વૈયાવચ્ચ અંગે કાંઈક કાયમી યોજના કરી આપો.” એ અંગે શ્રી સૂર્યોદયસૂરિજીને બોલાવી, વિચારણા કરીને નક્કી કર્યું કે, “૧૫૦/-રૂા.ની એક ૧૫૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ તિથિ એવી તિથિઓ બને તેટલી નોંધવી; એના વ્યાજમાંથી આ કાર્ય કરવું.” સાંજે હું ગયો ત્યારે મને કહે: “અલ્યા! તારી તો આખી એક માળા ગણીએ તોય તારાં દર્શન દુર્લભ છે! શું કર્યું આખો દિવસ?” મેં કહ્યું : “લખતો હતો, સાહેબ !” પછી મને રૂ. ૧૫૦/-ની તિથિવાની વાત કરીને કહે: “પ્રબોધચંદ્રને મારા નામે આ તિથિ માટે લખજે કે મહારાજજીએ ખાસ લખાવ્યું છે. એ ઘણી તિથિ કરાવી લાવે એવી શક્તિવાળો છે.” અમે રોજ સાંજે બહાર ઠલ્લે જતા. આજે કહે: “આજે તમને ઠલ્લે બહાર નથી જવા દેવાના; દરે જવું હોય તો જજો, ઇલ્લે નહિ.” રે ! આ લાગણીનું ઝરણું આજે ક્યાં જોવા મળે? માગશર વદિ ૯-૧૦: આજે ગુંદી આવ્યા. નિશાળમાં ઉતારો હતો. સવારે અમે ઠલ્લે જઈને આવ્યા તે વખતે બહાર ચોગાનમાં તડકે બેઠા હતા. એક પડખે નિશાળના વિદ્યાર્થીઓ પ્રાર્થના ગાતા હતા ? ‘ભક્તિ કરવી તો ના ડરવું દુરિજન (દુર્જન) લોકથી રે...” આ ભજન સાંભળીને તેઓ ખૂબ રાજી થયા હતા. ભજન પૂરું થયું ને શિક્ષકે વિનંતી કરી કે, બાળકોને ઉપદેશની કાંઈક વાતો કહો. એટલે લાગતું મને જ પૂછ્યું: “આ છોકરાઓને ઉપદેશ આપવાનો છે, તું આપીશ?” ના કહી એટલે કહે: “આનો વાંધો જ આ છે.” પછી શ્રી સૂર્યોદયસૂરિજીને કહ્યું. તેમણે બાળકોને બે શબ્દો કહ્યા. એ પછી નિશાળ શરૂ થઈ. આ પુણ્ય પુરુષના મનમાં સદા બાળકો તરફ અપાર પ્રીતિ રહેતી. એમને વિચાર આવ્યો કે બાળકોને કાંઈક વહેંચાય તો સારું. તરત ડાહ્યાભાઈને બોલાવ્યા, સૂચના કરી. ડાહ્યાભાઈ પણ કાબેલ હતા. એમણે થોડીક જ વારમાં પેંડા- ચવાણું મંગાવી લીધું અને નિશાળના તેમજ ગામના મળીને ૪૫૦ બાળકોને વહેંચી આપ્યું. બાળકોને રાજી રાજી થતાં જોઈને એમનું અંતર પણ કર્યું. ગોચરી વાપરતાં વાપરતાં, એકાસણું કરવા બેઠેલા શ્રી નંદિઘોષવિજયજીને કહે: “તારે કાંઈ લાવવું હોય તો કોઈને ન કહેતો. મને કહેજે. શરમાતો નહિ. હું લાવી દઈશ.ભૂખ્યા ન રહેવું.” ગોચરી પછી હું બહાર આંટા મારતો હતો; એ જોઈને કહે: “અલ્યા, તું તો સ્વાર્થી છે. એકલો એકલો આંટા મારે છે તો મને કહે તો ખરો, મારે ય આંટા મારવા છે.” પછી સાથે પધાર્યા. આંટા માર્યા. મારા હાથમાં પુસ્તક-કાગળિયાં જોઈને પૂછે: આ શું છે?” મેં કહ્યું: “બૂટેરાયજી મહારાજના ચરિત્રની પ્રસ્તાવના લખવાની છે, તેનું સાહિત્ય છે.” આમ કહીને મેં થોડીક પ્રસ્તાવના લખેલી, તે એમના હાથમાં આપી. એનો થોડોક અંશ વાંચીને મને પાછી આપતાં કહે : “હવે તારું હિન્દી સરસ થઈ જશે.” બપોરે શેઠ નરોત્તમભાઈ માયાભાઈ સકુટુંબ આવ્યા. તેમની પાસેથી પ્રતિષ્ઠા અંગેની આગળની માહિતી મેળવી. વળી, વિરોધીઓથી દમ નહિ ખાવાની ને મક્કમ રહેવાની સૂચના પણ આપી. ૧૫૨ Stain Education International Page #169 -------------------------------------------------------------------------- ________________ આ પછી શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી ઉપર તેમની તબિયતને અંગે કાગળ લખાવ્યો એમાં ખાસ સૂચન લખ્યું કે તમારી તબિયત આવી છે, તો તમારે કમુરતાંનો વિચાર ન કરવો જોઈએ કેમ કે યાત્રામાં એનો દોષ નથી હોતો. વળી, ડોળીનો પણ ઉપયોગ કરી શકાય છે. ન કરવાનો આગ્રહ ન રાખવો ને ઉપયોગ કરવો જોઈએ. પણ તબિયતને અંગે વિહાર વેળાસર કરવો ઉચિત છે. અને અમારી દૃષ્ટિએ તો અમદાવાદ કરતાં ય મુંબઈ જવું વધુ ઠીક લાગે છે. ત્યાં જેવાં ડૉક્ટરો ને સાધનો હોય, એવાં અમદાવાદમાં ન હોય વ.વ.” સાંજે ખુમચંદ રતનચંદ, ફૂલચંદભાઈ તથા તેમના દીકરા રમણભાઈ, સાંતાક્રુઝ સંઘના પ્રમુખ વગેરે આવ્યા. એ વખતે શ્રી વિજયકસૂરસૂરિજી મહારાજને સાંતાક્રુઝ ચોમાસું કરાવવાનું નક્કી થયું હતું. એ વાત સાંભળી એમણે ખુમચંદજીની ગમ્મત કરતાં કહ્યું: “કસ્તૂરસૂરિને સાંતાક્રુઝ લઈ જાવ, ને મને કહો કે આપ પાલિતાણા ચોમાસું કરો ને ડેમનું કાર્ય કરાવો. હું પણ આપની સાથે રહીશ. પણ હવે મને ને કસ્તૂરસૂરિને બંનેને કેમ સાચવશો? મુંબઈ રહેશો કે પાલિતાણા રહેશો?” ખુમચંદજી કહે: સાહેબ ! બંને જગ્યાએ થોડો થોડો લાભ લઈશ.” બીજી પણ ઘણી વાતો કરી. માગશર વદિ ૧૧ : વહેલી સવારે પ્રતિક્રમણમાં હું કુમતિ એમ સકલ દૂર કરીએ સીમંધર સ્વામીની ઢાળ બોલ્યો. એમાં “સ્વામી સીમંધરા ! તુ જયો,” અને “મુજ હજો ચિત્ત શુભ ભાવથી, ભવોભવ તાહરી સેવ રે; યાચીએ કોડી યતને કરી, એક તુજ આગળ દેવ રે.” - આ કડી ખૂબ આત્મમસ્તીથી, ગદ્ગદ સ્વરે બે વાર તેઓ બોલ્યા. અહીંથી આજે ફેદરા આવ્યા. અહીં અમદાવાદ- પાંજરાપોળેથી શ્રી રામસિંગ ચૌધરી તથા શ્રી મધુભાઈ રતિલાલ વગેરે વંદન કરવા આવ્યા. એમને કહેઃ “આ ફેદરા અને ખડોળમાં એક એક જ ઘર છે. પણ આઠ મહિનામાં હજારથી બારસો સાધુ-સાધ્વીઓની ભક્તિ આ લોકો કરે છે. એમને ગોચરી- પાણી વહોરાવે, તેય ભક્તિથી. વળી ડોળી કે માણસની જરૂર પડે તો તેય આ લોકો કરી આપે. માંદા પડે તો ડૉક્ટર લાવીને દવા કરાવે. બધું જ કરે. પાણી તો વળી દૂરથી ગાડામાં મંગાવવું પડે છે. આટલું કરે છે, છતાં એમના મનમાં અભાવ નથી. એ તો કહે છે કે “અમને તો આ જ મોટો લાભ છે. આ જ ખરો અમારો ધર્મ છે.' “તમે બધા શેઠિયાઓ અમદાવાદમાં બંગલાઓમાં બેઠા રહો, તેમાં તમને શી ખબર પડે કે સાધુ- સાધ્વીની ભક્તિ કેમ થાય છે? અહીં આવો ને જુઓ તો ખબર પડે.'' બપોરે બોટાદથી એમના સંસારી ભાભી, ભત્રીજા જયંતીભાઈ, બોટાદ- સુધરાઈના પ્રમુખ ૧૫૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ ખાંતિલાલ દેસાઈ, સ્વામીનારાયણ સંપ્રદાયના અગ્રણી જયંતીલાલ ડી. શાહ, રતિલાલ હકમચંદ, ધીરુભાઈ પાટીવાળા વગેરે વંદનાર્થે આવ્યા. એમની જોડે ધર્મ અને બીજી બાબતોની વાતો ચર્ચા. રાણકપુરની પ્રતિષ્ઠા વખતની અભૂતપૂર્વ અને અસાધારણ જાહોજલાલીની વાતો ખૂબ ઊલટથી કરી. કેશુભાઈ શેઠને લખેલો પત્ર એમને વંચાવ્યો. એ વાંચીને એમના સંસારી ભત્રીજા જયંતીભાઈએ પૂછ્યું: “તો આપ પોષ શુદિ આઠમે તો પહોંચી જ જશોને?” કહે: બનતાં સુધી તો પહોંચી જઈશ.” જયંતી: “સાહેબ ! આમ ઢીલું કેમ? કાયમ તો આપ પૂર્ણ આત્મવિશ્વાસથી બોલો છો. આજે આમ ઢીલું કેમ?” આના જવાબમાં મોતીશા શેઠની વાત કરી કે : “એમણે કમુરતામાં કાર્ય આદરેલું તે તેઓ પોતે જોવા ન રહ્યા.” જયંતી : “તો સાહેબ ! આપે કમુરતામાં શા માટે વિહાર કર્યો ?” કહે : “આ તો તીર્થનું કાર્ય છે. ત્યાં આવી બધી વાતો અગત્યની નથી. તીર્થનું કાર્ય જ અગત્યનું ગણાય. એ માટે હું દિવસો લંબાવું તો પહોંચાય ક્યારે? ને કામ ક્યારે થાય? અને એમ રાહ જોઉં તો તીર્થ કરતાં જીવનનો વધુ રાગ છે એવું થાય.” પછી જયંતીભાઈ પૂછે: “સાહેબ ! આપે આપની જ્યોતિષવિદ્યા કોઈને શીખવી કે નહીં?” ત્યારે કહે: “આ પ્રતિષ્ઠાનું કામ થઈ જાય, પછી મેં વિચાર્યું જ છે કે શીલચંદ્ર અને દાનવિજયને જયોતિષ તૈયાર કરાવવું.” આ પછી એમના સંસારી ભાભી (હરગોવિંદદાસનાં પત્ની)ને તબિયતના ખબર પૂછ્યાં. એ સાથે હસતાં હસતાં પૂછે: “કેમ, જયંતી બરાબર સાચવે છે ને?” માજી કહે : “હા, મહારાજ !” એટલે પૂછે : “એની બીકથી તો હા નથી કહેતાં ને?” બધાં ખડખડાટ હસી પડ્યાં. આમ બે-અઢી કલાક પછી બધાએ રજા લીધી. બહાર ગયા પછી ખાંતિભાઈ દેસાઈએ ખૂબ જ સ્વાભાવિકભાવે જયંતીભાઈને પૂછ્યું : “જયંતી ! છેલ્લે સમયે જમના માના મુખ પર ખૂબ તેજ તેજ થઈ ગયેલું, નહિ?” જયંતીભાઈએ હા કહી. “અને તારા બાપા (હરગોવિંદદાસ)ને પણ મહારાજ સાહેબે વાસક્ષેપ નાંખ્યો, પછી ખૂબ તેજ આવી ગયેલું ને?” જયંતીભાઈએ ફરી હા કહી. ૧૫૪ Esain Education International Page #171 -------------------------------------------------------------------------- ________________ ખાંતિભાઈ કહે : “આજે મેં મહારાજ સાહેબના મુખ પર પણ ખૂબ – કોઈ દિવસ ન જોયું હોય - એવું તેજ જોયું. પુણ્યશાળી મહાપુરુષ છે.’ આવી વાતો કરતાં એ લોકો બોટાદ તરફ ગયાં. વિહારમાં મેં ‘સિત્તેજકપ્પો'નું પુસ્તક રાખેલું. એ એમણે બે દિવસથી જોવા લીધેલું. એમાં લાલ ચિહ્નો કરેલાં જોઈને પૂછે : “આ કોઈએ વાંચેલો છે ?’’ મેં કહ્યું : “હા, મારા ગુરુમહારાજે વાંચેલો છે.” કહે : “વાંચી ગયા એ બહુ સારું કર્યું.’ રાત પડી. પ્રતિક્રમણ થયા બાદ હું ભક્તિ કરવા બેઠો, તો મને કહે : “મારે ભક્તિ નથી કરાવવી. બે બત્રીશી સાંભળવી છે. આવડે છે ? યાદ છે ?’’ મેં કહ્યું : ‘‘આવડે તો છે, પણ બે-ચાર ભૂલો પડે છે. કાલે જોઈ લઈશ, ને પછી સંભળાવીશ.” કહે : “સારું, તો શ્લોકો બોલ. તું તો ભૂલી જંઈશ, પણ હું યે ભૂલી જઈશ. માટે થોડા શ્લોકો બોલ.’’ મેં શ્લોકો બોલવા શરૂ કર્યા. છન્દવાર શ્લોકો બોલતો ગયો, પહેલા પૃથ્વી છંદ બોલ્યો, પછી મંદાક્રાંતા લીધો. બધા શ્લોકો મારી સાથે સાથે તેઓ પણ બોલતા જાય. મંદાક્રાન્તા ચાલુ હતા, તે દરમ્યાન મને કહે : “પેલો ચાતક પક્ષીવાળો શ્લોક કયો ? એ બોલ.’” મને થોડીવારે યાદ આવ્યો, ને એક લીટી બોલ્યો. તો પોતેય આખો શ્લોક બોલી ગયા : सन्त्येवास्मिन् जगति बहवः पक्षिणो रम्यरूपास्तेषां मध्ये मम तु महती वासना चातकेषु । यैरूर्ध्वाक्षैरथ निजसखं नीरदं स्मारयद्भिश्चित्तारूढं भवति किमपि ब्रह्मकृष्णाभिधानम् ॥ રસકવિ જગન્નાથનો આ શ્લોક છે. જગન્નાથ અને એનાં કાવ્યો એમને ખૂબ પ્રિય હતાં. આ પછી અષ્ટસહસ્રીના ચાર મંગલ-શ્લોકો બોલાવ્યા. પછી આવ્યો સ્રગ્ધરાનો વારો. હું જગન્નાથનો શ્લોક બોલ્યો : आमूलाद्रत्नसानोर्मलयवलयितादा च कूलात् पयोधेर्यावन्तः सन्ति काव्यप्रणयनपटवस्ते विशङ्कं वदन्तु। मृद्वीकामध्यनिर्यन्मसृणरसझरी माधुरी भाग्यभाजां वाचामाचार्यतायाः पदमनुभवितुं कोऽस्ति धन्यो मदन्यः ॥ આ સાંભળીને કહે : “કેટલી એની (જગન્નાથની) ખુમારી છે !” પછી એનો બીજો શ્લોક (પારીન્દ્રાળાં ધુરીધૈ:૦) બોલ્યો એટલે એનો અર્થ બોલાવ્યો. પછી પૂછ્યું : “આ શેનો શ્લોક છે ?” મેં ૧૫૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ કહ્યું: “જગન્નાથે કામરૂપના રાજા પ્રાણનારાયણ માટે પ્રાણાભરણ કાવ્ય બનાવ્યું છે, એનો આ શ્લોક છે.” પછી (રિચાં સ્તબ્ધનના૦) શ્લોક બોલ્યો. એનો ય અર્થ કરાવ્યો. (સિદ્ધિથોસ્ત્રીસુધાંશુ:૦) શ્લોક બોલ્યો. પૂછ્યું: “આ શેનો છે?” મેં કહ્યું: “પદ્માનંદ મહાકાવ્યનો.” “એ કાવ્ય કોનું છે?” “અમરચંદ્રસૂરિનું.” “એ તો યતિ હતા ને ?” “ના, સાહેબ ! યાદિશબ્દસમુચ્ચયના કર્તા અમરચંદ્રસૂરિનું આ કાવ્ય છે.” આ પછી (માત !જિના મુમતના૦) શ્લોકના બે ચરણ યાદ કરીને બોલ્યા; આખો યાદ ન આવ્યો તેનો અફસોસ કર્યો. શ્લોકો બોલવાનું કાર્ય પૂરું થતાં મેં પૂછ્યું: “સાહેબજી ! પેલી ડાહ્યાભાઈની કવિતા આપ બોલો છે, તે કઈ ?” પૂછ્યું: “ડાહ્યાભાઈ ધોળશાની ને? મને આખી તો યાદ નથી; બે લીટી યાદ છે. આમ કહીને એ લીટીઓ બોલ્યા : “ડાપણ દરિયો વાત વિસામો માણેક મિત્ર ક્યાં મળશો ? જજો જાન્નમમાં રાજ જગતનું, વાત વિસામો ન ટળશો. હજુ જગન્નાથને ભજ લે, તું ગોથા ખાય છ શીદ ને?” આ લીટીઓ બે-ત્રણ વાર બોલ્યા. પહેલી લીટી બીજીવાર બોલીને કહે: “માણેક એમની પતીનું નામ હતું એમ કહેવાય છે. એ મરી ગયા પછી પોતે આ લીટી બોલ્યા છે.” આ પછી મને પ્રશ્ન કર્યો : “દલપતરામની કવિતાઓ છપાય છે ખરી?” મેં હા કહી, એટલે કહ્યું: “એની ચોપડીઓ મંગાવવી જોઈએ.” અને પછી દલપતરામની કવિતાની લીટીઓ બોલવા માંડ્યા. “નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી, સુણીને પ્રશંસા હંસથી નળરાયને મનથી વરી.” જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેણમાં કોણ જાશે ?” વગેરે. આ પછી કહે : “મેઘાણીની ચોપડીઓય ઘણી સારી હોય છે. આપણે ભંડારમાં મંગાવીએ છીએ કે નહિ? આપણા ભંડારમાં છે કે નહિ?” ના કહી તો કહે: “આવી ચોપડીઓ તો ખાસ મંગાવવી જોઈએ. એમાં પૂછવું નહિ. આ વખતે મંગાવી લેજે.” થોડી મિનિટો ગઈ ને એમણે એક કવિતા કહી ઃ મરે ભૂખે ભાવે મૃગપતિ કદી નવ તૃણ ચરે, તપે તાપે તોએ સુખડ ન સુગંધી પરિહરે, ૧૫૬ can Education International Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રતાપી રાણાજી ! મરણ સહી, ના ધર્મ વિસરે, સદા એથી તારી દુશમન મુખે કીર્તિ ઉચરે.' આ બોલીને ઉમેર્યું : “રાણા પ્રતાપ જે વખતે અકબરને નમવાનો વિચાર કરતા હતા, ત્યારે એમને કોઈકે આ કહ્યું છે.’ આ પછી પૂછે : “તને સિંકદરનાં ફરમાનો આવડે છે ?’’ મેં કહ્યું : “પહેલાં આવડતાં હતાં, હવે નહિ.” કહે : “બહુ સરસ છે. મોટા મહારાજ તો એના પર આખું વ્યાખ્યાન ચલાવતા. હુંય ઘણીવાર કહેતો. હવે ભૂલી ગયો છું.’’ અને છેલ્લે બોલ્યા : “અબજોની મિલકત આપતાં પણ એ સિકંદર ના બચ્યો.' આ પછી સંથારી ગયા. માગશર વિદ ૧૨ : આજે ખડોળ આવ્યા. નવકારશી વાપરીને ઉ૫૨થી બધા સાધુઓ આવ્યા એટલે શ્રી મહાબળવિજયજીને પૂછે : “કેટલાં દ્રવ્ય વાપર્યાં ?’’ એમણે ત્રણેક ગણાવ્યાં. તો કહે : “ના, વધારે હશે.’’ પછી એક એક વસ્તુનું નામ લઈને પૂછતા ગયા : “આ વાપર્યું? આ વાપર્યું ?' હા - ના કરતાં છ દ્રવ્ય વાપર્યાં હોવાનું નક્કી થયું, એટલે કહે : “જુઓ, કેટલાં દ્રવ્ય વાપર્યાં એ ય આમને યાદ નથી !'' ને બધાં હસી પડ્યાં. બપોરે ચા આવી ત્યારે એમની પાટની ડાબી તરફ, મારા આસને હું ઓઢીને સૂતો હતો. એ જોઈને સુરેન્દ્રવિજયને કહે : “આપણે આ તરફ આસન નાખો. આ ચા પીતો નથી, એટલે માગશે નહિ. જે ન માગે એની પાસે બેસવું, એટલે ચા ઓછી ન થાય, આપવી ન પડે.” ગમે તેમ, પણ આજે સવારથી જ તેઓ આવી ગમ્મતમાં હતા. બપોરે શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજ નીચે આવ્યા, ત્યારે એમની મુહપત્તિ આસને વીસરી ગયેલા, તેથી જડી નહિ. એ જોઈને પાસે ઊભેલા બાળસાધુને ઉદેશીને ગમ્મત કરી : “આણે સંતાડી હશે, એની ઝડતી લો. કેમ અલ્યા ! કેટલાની મુહપત્તિ સંતાડી છે ?’’ પછી કહે : “મોટા મહારાજના વખતમાં નિયમ હતો કે દરેકે એક જ મુહપત્તિ રાખવાની; એકથી બીજી મુહપત્તિ કોઈએ નહિ રાખવાની. કોઈ રાખે તો મોટા મહારાજ લઈ લે. જેને કાપ કાઢવો હોય (વસ્ત્રો ધોવા હોય) એ મહારાજજી પાસેથી એટલા વખત પૂરતી બીજી લઈ જાય, ને કાપ પૂરો થયે પાછી આપી આવવાની. આમ કરવાથી કોઈની મુહપત્તિ ખોવાઈ જાય તો તરત ખબર પડે. વધુ રાખતા હોય તો ખોઈ નાખે તો બીજી લઈ લે એટલે ખબરેય ન પડે.’ પાલિતાણાથી શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી વિહાર કરનાર હોઈ દાનવિજયજીએ વિનંતી કરેલી કે, “મને રજા આપો તો હું વહેલો પાલિતાણા પહોંચું, ને એમની સાથે બે દિવસ રહેવાય.’’ એમને ૧૫૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીરત્નાકરવિજયજી સાથે જવા સંમતિ આપી. એ બંને ધંધુકાથી જનાર હોઈ આજે સાંજે મને કહે: “આ બંને જાય પછી તારે વિહારમાં મારી સાથે જ રહેવાનું, હો.” મેં કહ્યું: “જી સાહેબ ! મેં નક્કી જ કર્યું છે, સાથે જ રહેવાનો છું.” આમે કાયમ હું વિહારમાં એમની ડોળી સાથે જ ચાલતો. પણ આ વખતે શરૂઆતથી જ પગ છોલાયેલા. સડક પણ સારી ન હતી, એટલે થોડોક પાછળ રહી જતો- નસીબ જ જાણે પાછળ પાડી દેતું'તું! રાત્રે ખડોળવાળા નાનુભાઈ આવીને કહે: “સાહેબ! અહીં બન્ને ગુરુજીના ફોટા છે. આપનો જ નથી, એ મારે જોઈએ છે.” એટલે તરત દાનવિજયજીને બોલાવીને પૂછ્યું: “તેં મારો એક ફોટો કરાવ્યો'તો ને? એ ક્યાં મૂકવાનો છે?” દાનવિજયજી કહે : “એ ખડોળ માટે જ કરાવ્યો છે, સાહેબ! કહે : પાલિતાણા જઈને એ ફોટો મંગાવી લેજે ને ખડોળ મોકલી આપજે. અહીંના ફોટાનું માપ લઈને તે માપની ફ્રેમ પણ કરાવી આપજે. એમનો ફોટો મુકાવવામાં એમને રસ લેતા મેં આ પ્રથમવાર જ જોયા. શો સંકેત હશે? - ન સમજાયું એ વખતે ! પછી મને બહાર જતો જોયો એટલે કહે: “અલ્યા, બે બત્રીશી આજે સંભળાવવાની છે.” મેં કહ્યું: “પાંચ મિનિટમાં જ આવ્યો, સાહેબ !” બહાર જઈને આવ્યો ત્યારે પડખું ફરીને સૂતા હતા ને કાનાભાઈ કમ્મર દબાવતા હતા. એમને ઉઠાડીને હું દબાવવા બેઠો. થોડીવારે પૂછ્યું: “કોણ દબાવે છે?” મેં કહ્યું: “હું છું સાહેબ !” એટલે તરત નીચે બેસીને બત્રીશી બોલવા કહ્યું. હું બંને બત્રીશી બોલ્યો. એ પૂરી થતાં કહેઃ “સ્યાદ્વાદમંજરીવાળી બત્રીશીનો સરળ અર્થ હિંદી ભાષામાં આત્મારામજી મહારાજે કર્યો છે, એ બહુ સરસ છે. એક વાર વાંચી તો જવો.” આટલું કહી એમના ગ્રંથનું નામ યાદ કરવા માંડ્યા, પણ યાદ ન આવ્યું. મેં કહ્યું : “અજ્ઞાનતિમિર- ભાસ્કર?” તો ના કહી. ‘તત્ત્વનિર્ણયપ્રસાદ ?' તરત હા કહી. પછી કહે : “આ બંને ગ્રંથો અને જૈન તત્ત્વાદર્શ વડોદરાથી બે ભાગમાં ફરીવાર છપાયા છે તે પણ વાંચી જવા જેવા છે. વાંચી જજે.” માગશર વદિ ૧૩: આજે ધંધુકા આવ્યા. ત્યાં તેઓ રસિકભાઈ ખડોળવાળાના બંગલે ઊતર્યા. સાધુઓ બધા ઉપાશ્રયે ઊતર્યા. નવકારશી પછી હું બંગલે ગયો, તો મને કહે : “અહીં જગ્યા ઘણી મોટી છે, તારે આવવું હોય તો આવી જજે. રાત્રે અહીં સૂજે.” મેં કહ્યું: “અહીં મહાબળવિજયજી છે, અને ગૃહસ્થોની અવરજવર છે, એટલે હું આજે ઉપાશ્રયે રહીશ.” ૧૫૮ can Education International Page #175 -------------------------------------------------------------------------- ________________ લગભગ અગિયાર વાગે પં. મફતલાલ, ફુલચંદભાઈ, શકરચંદ મણિલાલ, કેશુભાઈ વકીલ, પ્રબોધભાઈ વગેરે અમદાવાદથી આવ્યા. પ્રતિષ્ઠા અંગેના વિરોધની ને તેના પ્રતીકારની વાતો નીકળી. ૫. મફતલાલે કહ્યું: “આ વખતે આપના ચંદ્રોદયસૂરિજીએ બે-ચાર વ્યાખ્યાનો ઘણાં સારાં આપ્યાં છે. વિરોધીઓને ખૂબ ઝાટક્યા છે. મને લાગે છે કે આ લોકો સામે આપણે કંઈક વ્યવસ્થિત કામ કરવું પડશે. સંગઠન કરવું જ જોઈશે, એ માટે ચંદ્રોદયસૂરિજેવા શક્તિશાળી સાધુ મહિનો દિવસ અમદાવાદમાં રહે તો કાંઈક થઈ શકે.” આ વાતને ટેકો આપતાં એમણે કહ્યું: “વ્યાખ્યાનમાં ને લોકને કેળવવામાં ચંદ્રોદયસૂરિની શક્તિ જબરી છે. એણે રોકાવું જોઈએ ને એ રોકાય તો જરૂર ધારે તે કામ કરાવી શકે.” પછી કહે : “આ લોકોને તો એક જ ધંધો છે – સવારમાં ઊઠીને કષાયો કરવા, તોફાન ને ધમાલ કરવી, બીજાની નિંદા કરવી. આ બધામાં જ એમણે ધર્મ માન્યો છે. હવે આ વખતે એનાથી દમ ખાશો તો નહિ ચાલે.” આ શબ્દો બોલતી વખતે એમનો જુસ્સો અસામાન્ય હતો. આ પછી સામા પક્ષવાળા કદાચ પ્રતિષ્ઠાના વિરોધમાં કોર્ટે જવાનું કરે, તો તેની સામે, તેની પૂર્વતૈયારીરૂપે કેટલીક દલીલો અને મુદાઓ તૈયાર કરીને કેશુભાઈ વકીલ લાવેલા, તે વાંચ્યા. તેમાં સુધારા- ઉમેરા કરાવ્યા. ૫. મફતલાલ “નંદિસૂત્રનાં પ્રવચનોની પ્રસ્તાવના લખી લાવેલા. તે વાંચી સંભળાવવાની એમણે વાત કરીએ તો પહેલા ના પાડી. કહેઃ “સાંભળવાની શી જરૂર છે? આને આપી દો.” પંડિતજી કહે: “સાંભળવી તો જોઈએ જ.” એટલે મને પૂછ્યું: “કેમ? તને કેમ લાગે છે?” મેં કહ્યું: સાહેબ ! સાંભળી જાવ એ સારું છે.” એટલે કહે: “તો આ બધા બેઠા છે, તેમની રૂબરૂમાં જ સંભળાવ. બધા સાંભળે તો ખરા.” પછી વકીલને કહે: “વકીલ! કાંઈ ભૂલ લાગે તો કહેજો.” પ્રસ્તાવના વંચાઈ રહ્યા બાદ ૫. મફતલાલે કહ્યું: “કાંઈ ફેરફાર કરવો હોય તો આપ કરજો.” કહેઃ “બરાબર છે, આમાં કોઈ ફેરફાર કરવો નથી.” બપોરે ગોચરી પછી રત્નાકર વિજયજી ને દાનવિજયજી વિહારની તૈયારીમાં હતા ત્યાં જ પાલિતાણાથી પત્ર આવ્યો કે હમણાં વિહાર નથી થવાનો. એટલે તરત જ બંનેને વિહાર કરતા રોક્યા. આજે આખો દિવસ ગામના ને બહારગામના પુષ્કળ લોકો આવ્યા. સાંજે પીવાંદીના બે ભાઈઓ આવ્યા. પરિચિત હતા. પીવાદી પધારવાની વિનંતી કરી. એમને પ્રતિષ્ઠા કરાવવાની હતી. ખૂબ આગ્રહ કર્યો. કહે: “હું ત્યાં ક્યાંથી આવી શકું? પાલિતાણા પણ માંડ જાઉં છું ને?” પછી પૂછ્યું: “તમારે ૧૫૯ www.jain chorary.org Page #176 -------------------------------------------------------------------------- ________________ ત્યાં કોઈ મહારાજ છે કે નહિ?” પેલા ભાઈઓએ કહ્યું : “અમારે ત્યાં દર્શનસાગરજી મહારાજ ચોમાસું હતા; અત્યારે પણ છે.” આ સાંભળીને કહે: “તો પછી નાહક શું કામ બીજે ફાંફા મારો છો? દર્શનસાગરજી ઉપાધ્યાય ખૂબ સરળ ને સારા સાધુ છે; કાંઈ ખટપટ કરે એવા નથી. એમના હાથે જ પ્રતિષ્ઠા કરાવી લ્યો ને? બીજે જશો જ નહિ.” આજે બપોરે પં. બેચરદાસજીનો પત્ર આવેલો. એ વિષે મને રાત્રે કહે: “પંડિતજીનો કાગળ વાંચ્યો? કેવો સરસ લખ્યો છે! જવાબ લખી દેજે.” પ્રસ્તાવના અંગે વાતો થઈ. પ્રતિક્રમણ પહેલાં મને કહે: તારે અહીં સૂવાનું છે ને?” મેં ના કહી. પ્રતિક્રમણ પછી દસ વાગે મને ફરી કહે: “તું અહીં કઈ તરફ સૂઈશ? આ બાજુ કે આ બાજુ?” મને આશ્ચર્ય થયું. મેં પહેલાં ના કહી તોય સાહેબજી કેમ ફરી પૂછતા હશે? પણ બીજો વિચાર ન આવ્યો. મેં આ વખતેય ના કહી. રે! કમભાગ્યે જ આવું કરાવતું હશે ને? ના પાડી, એટલે કહે: “સવારે વહેલો આવી જજે.” સમિયાજીને કહેઃ “આને ઉપાશ્રયે મૂકી આવ.” જતી વખતે પોતે મને કાયમ રાત્રે ઓઢાડતા તે કામળી પરાણે આપી. (૪૭) કાળધર્મ માગશર વદિ ૧૪: આજે સવારથી જ વાતાવરણ વાદળિયું હતું. ગમગીનીનો આછો છતાં અણગમતો આભાસ થતો હતો. પૂજયશ્રી સવારે ઊઠ્યા, ઠલ્લે જઈ આવ્યા. પ્રતિક્રમણાદિ ક્રિયા કરીને તૈયાર થયા. બધા સાધુઓ વિહાર કરી ગયા હતા; અમે બે-ત્રણ બાકી રહ્યા હતા. કહે: “આજે તો નાનો વિહાર છે. આપણે સાડા છ પછી નીકળીશું.” સાડા છએ નીકળ્યા. દેરાસરે ગયા. ચૈત્યવંદન કરીને બહાર શ્રાવકોને માંગલિક સંભળાવ્યું. પછી વિહાર કર્યો. ૧૬૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ રસ્તામાં આકાશ સામું જોઈને કહે : “આજે શુક્ર ને ચંદ્રની યુતિ છે ને ? જો સામે દેખાય છે.” વલભીપુરથી કયા રસ્તે જવું, એની વાત નીકળી. કહે : “આપણે ઘાંઘલી- શિહોરના રસ્તે નથી જવું; આપણે તો કાયમના રસ્તે ઉમરાળા થઈને જ જવું છે.” તગડી પહોંચ્યા. ત્યાં માથું કરવા બેઠા. મારું કરીને ઊઠતાં એકદમ પડી જાય, એમ થયું. તરત જ દાનવિજયજીએ ઝાલી લીધા; પૂછ્યું : “કેમ સાહેબ ! ચક્કર આવે છે?’” કહે : “ના, પણ અશક્તિ ખૂબ લાગે છે.’’ નવકારશી વાપરતાં કહે : “દાનવિજય ! આજે બહુ વપરાઈ ગયું છે, કોઈની નજર તો નહિ લાગે ને ?’” પછી હસ્યા. અહીં આવ્યા પછી મહાબળવિજયજી પડી ગયાની વાત જાણી, એટલે કહે : “એમની ખબર કાઢી આવ્યો ? જા, પહેલાં જઈ આવ.' બધા નવકારશી વાપરવા બેઠા, ત્યારે હું ત્યાં ગયો. મને પૂછે : “વાપર્યું ?” મેં કહ્યું : “મારે એકાસણું કરવું છે.’’ એટલે કહે : “તું તો ગાંડો છે, હું કહું એમ કર. નવકારશી કર.” મેં ના કહી તો કહે: “બેસણું કર.” પણ છેવટે મારો આગ્રહ જોઈને એકાસણાનું પચ્ચક્ખાણ કરાવ્યું. પછી કહે : “ચાલ, મારે બહાર તડકે બેસવું છે. આસન લઈ લે.” બહાર પધાર્યા. હાથમાં ભગવદ્ગીતાની નાની ચોપડી લીધી. તડકે બેસીને ચોપડી મારા હાથમાં આપીને કહે : “આમાં બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના તેર શ્લોકો આવે છે, એ કાઢ ને બોલ. મને એ મોઢે હતા, પણ હમણાં ભૂલી ગયો છું.” મેં શ્લોકો કાઢ્યા ને બોલવું શરૂ કર્યું : સ્થિતપ્રજ્ઞસ્ય ા માા? - એ એક લીટી બોલ્યો, ત્યાં તો તેરે ય શ્લોક તેઓ બોલી ગયા. વચ્ચે વચ્ચે એનો અર્થ સમજાવતા ગયા. અગિયારમા- બારમા શ્લોક વખતે કહે : “આપણામાં તીર્થંકરના જીવો શુક્લધ્યાનના બીજા પાયામાં આવે ત્યારે આવી પ્રસન્નતામાં આવી જાય છે.’ પછી કહે : “આ તો ગીતા છે; સંગ્રહ છે. જેને જે ઉપયોગનું હોય, તેનો ઉપયોગ કરે. બાકીનું પડ્યું રહે. તું એક વખત ગીતા વાંચી જજે.” આ પછી અમને કહ્યું : “હવે તમારે બહાર જવું હોય કે વાંચવું હોય તો જાવ. હું અહીં બેઠો છું.’’ રે, એ વખતે મને કલ્પના પણ ક્યાંથી આવે કે આ શ્લોકો યાદ કરીને પોતાના સ્થિતપ્રજ્ઞસ્વરૂપનું જ દર્શન એમણે આજે કરાવ્યું છે, ને આજે બનનાર બનાવમાં સ્થિતપ્રજ્ઞ બનતાં શીખવાની અમને પ્રેરણા પાઈ છે ? અમે ગયા. એમની નજર એ પછી બળદ પર પડી. સમિયાને કહે : “સમિયા ! આ બળદને તું કાંઈ ખવડાવે છે કે નહિ ?’” સમિયો કહે : “હા સાહેબ ! ઘાસ, રજકો વગેરે ખવડાવીએ છીએ.” તો કહે : “એ બધું નહિ. ગોળ ને તેલ ખવડાવે છે કે નહિ ?” સમિયો કહે : “ખવડાવીએ છીએ, પણ ૧૬૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ હમણાં બે દિવસથી નથી ખવડાવ્યું.” એટલે કહે: “આજે ખવડાવ. હું અહીં બેઠો છું. ગોળ ને તેલ મંગાવીને એને ખવડાવી દે. પછી જ હું અંદર જઈશ.” સમિયાએ ગોળ-તેલ મંગાવ્યાં, તે તેઓશ્રીની નજર સમક્ષ ખવડાવ્યાં. પછી તેઓ અંદર પધાર્યા. ગોચરી પછી મુનિ જિનચંદ્રવિજયજીને કહે: “કેમ ડોહા ! બરાબર વાપર્યું છે ને? ગમે છે ને મારી સાથે ? કહેજો હો. નહિ તો તમારા ગુરુ (યશોભદ્રસૂરિ) મને ઠપકો આપશે કે મારા ચેલાને મહારાજે ન સાચવ્યો !” એ બપોરે તેઓ એમની ભક્તિ કરવા આવ્યા, ત્યારે ગમ્મતમાં કહેઃ “કેમ, અત્યારે દબાવવા આવ્યા એટલે હવે સાંજે નથી આવવાનું?” જિનચંદ્રવિજયજી કહે : “ના, ના, આ તો અત્યારે મન થયું એટલે આવ્યો. સાંજે તો દબાવવાનું જ.” એટલે કહે : “લ્યો દબાવો ત્યારે. આપણે ફાયદો થયો !” બપોરે બરવાળાથી ચંદુભાઈ આવ્યા. એમની જોડે તગડી માટે વૈયાવચ્ચની વ્યવસ્થાની વાત કરી કહે: “કાલે બરવાળા આવીએ ત્યારે વાત.” અમદાવાદથી રામજી ટપાલ વગેરે લઈને આવ્યો. તેમાં એક તાર હતો તે મને વંચાવતાં કહે : “આ તાર રાજીમતીશ્રી ઉપરનો છે. દિવ્યશ્રીજી સાધ્વી બોરસદ કાળ કરી ગયાં છે, એવું લખે છે.” મેં તાર વાંચીને કહ્યું: સાહેબ ! આવું ક્યાં છે? આ તો દિવ્યજીશ્રીજીએ રાજીમતીશ્રી ઉપર કરેલો તાર છે.” એટલે તાર પાછો બરાબર વાંચ્યો. કહે: “ઓહો ! આજે આવું થઈ ગયું! ભૂલ થઈ ગઈ!” આ પછી આકરૂના ડૉ. કિશોરભાઈ આવ્યા. તેઓ જૂના પરિચિત હતા. તેમની જોડે વાતો કરી. પોતાની તબિયતની વિગતો કહી. મને બોલાવીને કહે : “આજે બિકોઝાઇમ આપવાનું ભૂલી ગયો ને? લાવ લઈ લઉં.” મેં આપી, તે લીધી. રોજ એ યાદ કરીને આપવી પડતી, ત્યારે આજે પોતે યાદ કરીને લીધી. આ પછી ઉપાશ્રયની દેખરેખ રાખનારે વિનંતી કરી: પડખે નવો હૉલ બંધાયો છે, તે જોવા પધારો.” એટલે પોતે દાંડો લઈને બહાર આવ્યા. શ્રી વિજયપ્રિયંકરસૂરિજી, શ્રી વિજયસૂર્યોદયસૂરિજી, શ્રી દુર્લભસાગરસૂરિજી વગેરેને બોલાવ્યા: “ચાલો, મારી સાથે.” બધાને લઈને નવા હૉલમાં ગયા. હૉલ જોયો. માપ કરાવ્યું. એસ્ટીમેંટ પૂછી લીધો. હૉલમાં ફરતાં ફરતાં ખૂણામાં કઢી થતી હતી. તે જોઈને પૂછ્યું: “આ શું થાય છે?” ડાહ્યાભાઈ કહે: “કઢી ઊકળે છે.” એટલે કહે: “કઢી જેમ ઊકળે એમ મીઠી થાય.” આ બધું જોઈને આસને પધારી ગયા. બરાબર પાંચમાં દસ મિનિટ ઓછી હતી, ત્યારે ગોચરી આવી. વાપરવા બેઠા. પાસે કે સુરેન્દ્રવિજયજી ને દાનવિજયજી હતા. વાપરી રહ્યા એટલે પાત્રા ધોતા કહે : “જાવ તમે વાપરવા છે ' ' ૧૬૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ જાવ.” અને એ પછી એક મિનિટ પછી મોં ધોતા ધોતાં એકદમ બોલ્યા : “મને કંઈક થાય છે.” અને એકદમ નમી ગયા. જીભ થોથવાઈ ગઈ, લોચો વળી ગયો. હાથમાંથી પ્યાલો સરી પડ્યો. સમિયાનું ને મારું નામ બોલવા પ્રયત્ન કર્યો, પણ એક અક્ષરથી વધુ બોલી ન શક્યા. તરત જ સુરેન્દ્રવિજયજીએ સમિયાને બોલાવ્યો. એણે મને બૂમ પાડી. હું દોડ્યો. જોયું તો થ્રોમ્બોસીસ જેવું લાગ્યું. મેં મારા ગુરુ મહારાજને બોલાવ્યા. બધા ગોચરી પડતી મૂકીને દોડ્યા. મહારાજજીને ઉપાડીને પાટ પર સૂવાડી દીધા. ડૉ. કિશોરભાઈ ગામમાં ગયેલા તેમને તાબડતોબ બોલાવ્યા. એમણે આવતાં જ નાડ હાથમાં લીધી. એમને ગેસ વધતો લાગ્યો. તરત નીલગીરી ચોળવા માંડ્યું. નાડના ધબકારા બરાબર હતા. આંખો બંધ હતી. ડૉક્ટરે બૂમ પાડી : “મહારાજ સાહેબ !” તરત આંખ ઉઘાડી, જોયું ને બંધ કરી.બીજીવાર બૂમ પાડી. બીજીવાર આંખ ખોલી. પછી ત્રીજીવાર બૂમ પાડી ત્યારે ન ખોલી. છાતીની ધમણનો વેગ વધવા માંડ્યો હતો, દબાણ પેટ પરથી હૃદય પર આવ્યું હતું અને નાડી મંદ થવા લાગી. હતી. ડૉક્ટરે સૂચના કરી : “સાહેબ ! કેસ બગડતો જાય છે. હાથમાં નહિ રહે.” બધા બોલી ઊઠ્યા : “શું કહો છો ડૉક્ટર? તમારે જે ઉપચાર કરવા હોય એ કરો, પણ મહારાજને બચાવો.” ડૉક્ટરે એક ઇજેક્શન આપ્યું; ધંધુકાથી ડૉ. ગાંધીને બોલાવવા સૂચન કર્યું. આ જંગલમાં તાબડતોબ સાધન ક્યાં મળે? પણ એ જ મિનિટે પાલિતાણાથી યાત્રા કરીને પાછું ફરતું પાંજરાપોળનું ફડિયા કુટુંબ મોટરમાં ત્યાં આવી ચડ્યું. એ મોટરને તત્કાળ ધંધુકા રવાના કરી. તગડીના સ્ટેશન માસ્તર દ્વારા અમદાવાદ ફૂલચંદભાઈ વગેરે પર સમાચાર મોકલ્યા કે જલદી ડૉક્ટરને લઈને આવો. પણ અહીં તો, મિનિટ શું, સેકન્ડે સેકન્ડ જોખમની હતી. ડૉક્ટર બેબાકળા થઈ ગયા.એ કહે : મહારાજ ! હવે જાય છે. આપને જે કરવું હોય એ કરો.” તરત ચાર શરણાં ને નવકારમંત્રનું રટણ શરૂ થયું. એ વખતે એકવાર એમણે એમની આંખ ઊઘાડી, ચોતરફ ફેરવી, ને મીંચી દીધી. મોં પર પ્રસન્ન હાસ્ય છવાઈ ગયું. પાંચ ને વીસ મિનિટે ધબકારા બંધ થયા, નાડી અટકી ગઈ ! ડૉક્ટરે બરાબર ચકાસણી કરી, તપાસ કરી, ને પાંચ-પચીસ મિનિટે ડૉક્ટર બોલ્યા: “એસ્પાયર્ડ, હાર્ટ ફેઇલ્ડ.” સૌનાં હૈયાં થીજી ગયાં. મન માનવાને તૈયાર ન થયું, કાન સાંભળવા તૈયાર ન થયા! ડૉ. ગાંધીની રાહ હતી. બે-ચાર મિનિટમાં જ તેઓ ઑક્સિજન વગેરે સાધનો લઈને આવી પહોંચ્યા. સૌને લાગ્યું કે કંઈક થશે, પણ એમણે પણ તપાસીને તરત કહ્યું: “હવે કાંઈ નથી!” સૌનાં મન, મગજ ને શરીર જાણે નિશ્રેષ્ટ થઈ ગયાં. એ પરિસ્થિતિનું વર્ણન કરવું અશક્ય છે. રે! કેટલીક પરિસ્થિતિઓ માટે શબ્દ પણ અશક્ત બની જાય છે. આ પ્રસંગ પણ એવો જ અતિ વસમો હતો ! ૧૬૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ હજી તો સિરિયસના સમાચાર પહોંચ્યા હતા. ત્યાં જ પુનઃ ધંધુકાથી લાઈટનિંગ કૉલ જોડાવીને આ સમાચાર પહોંચાડ્યા. સ્ટેશન માસ્તર રામપ્રસાદ શર્મા અને ધંધુકાના ભક્તિવંત ગૃહસ્થોએ ખડે પગે કામ કર્યું. સર્વત્ર કોલ-તારથી સમાચાર આપ્યા. અમદાવાદ, બોટાદ, ધંધુકા, બરવાળા, વળા વગેરેના સેંકડો ભાઈઓ રાત સુધીમાં તગડી આવી પહોંચ્યા. રાત્રે નિર્ણય લેવાયો કે ડોળી મારફતે તેઓશ્રીના નશ્વર દેહને તેઓની જન્મભૂમિ બોટાદ લઈ જવો. રાતોરાત શ્રી ફુલચંદભાઈ વગેરે ગૃહસ્થોએ અંતિમ ગૃહસ્થોચિત વિધિ કરીને, ડોળીમાં એમના દેહને વ્યવસ્થિત પધરાવ્યો. સવારે ૪-૩૦ વાગે ડોળીએ બોટાદ તરફ પ્રયાણ કર્યું. સાથે શ્રી રત્નાકરવિજયજી, હું, દાનવિજયજી તથા બાળમુનિ શ્રી પ્રેમપ્રભસાગરજી એમ ચાર મુનિઓ અને બીજા ત્રણેક બોટાદના ગૃહસ્થો હતા. ડોળીવાળા કાળુભાઈ તથા બાબુભાઈએ લગભગ સોળ માઇલ જેટલો પંથ કાપ્યો. વચ્ચે બીજા ડોળીવાળા આવી જતાં તેમણે બાકીના આઠેક માઇલ કાપ્યા. ડોળીને ક્યાંય જમીન પર મૂકી નહિ. બરાબર ચોવીસ માઇલનો પંથ કાપીને બપોરે ૧૨-૧૫ વાગે ડોળી બોટાદ પહોંચી ગઈ. બોટાદમાં માનવમેદની મા’તી નહોતી. ગામ ઉપરાંત બહારગામનું વીસથી પચીસ હજાર માણસ આવ્યું હતું. ડોળીને ઉપાશ્રયે લઈ જવામાં આવી.ત્યાં ઉપરના મજલે એમના દેહને દર્શનાર્થે ખુલ્લો રાખવામાં આવ્યો. બપોરે ત્રણ વાગે દેવવિમાન જેવી ભવ્ય જરિયાન પાલખીમાં એમના દેહને પધરાવીને અંતિમ મહાયાત્રા શરૂ થઈ; આખા ગામમાં ફરીને પ-૩૦ વાગે નેમિ-નંદનવિહારવાળી જગ્યામાં આવી પહોંચી. ત્યાં ભાવનગરથી આવેલા મીઠું બેડના કરુણ ને હૃદયદ્રાવક સરોદો વચ્ચે એમના નશ્વર દેહનો અંતિમ સંસ્કાર એમના ભત્રીજા જયંતીભાઈએ કર્યો ત્યારે હજારો આંખોમાં આંસુનાં પૂર વહી રહ્યાં હતાં. અને કલમ પણ હવે વધુ લખવાની ના પાડે છે! (૪૮) છેલ્લી વંદના કુદરતનો ક્રમ અકળ છે. એમના પિતાજી હેમચંદભાઈ અડ્યોતેરમે વર્ષે સ્વર્ગવાસી થયા હતા. મોટાભાઈ હરગોવિંદદાસ ૧૬૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ પણ એ જ ઉંમરે અવસાન પામ્યા. અને, પોતે પણ એ જ ઉંમરે કાળધર્મ પામ્યા. સૂરિસમ્રાટ વિક્રમ વર્ષના અંતિમ દિવસે કાળધર્મ પામ્યા, ને વિક્રમના નવા વર્ષે એમને અગ્નિદાહ દેવાયો. આમનો સ્વર્ગવાસ ઈસ્વીસન વર્ષના અંતિમ દિવસે થયો, ને ઈસુના નવા વર્ષે એમનો અંતિમ સંસ્કાર થયો. રે, આવા આવા અગમ્ય સંકેતના રહસ્યને કોણ ઉકેલી શકે? આજે પણ એમની હયાતીના ભણકારા વાગે છે. એમનું સદા પ્રસન્ન અને સહજ પવિત્ર મુખકમળ આંખ સામે તરવરે છે. એમની સાથે વીતાવેલાં અમૃત-વર્ષોનું સ્મરણ હૈયાને હર્ષ-વિષાદની દુવિધાભરી લાગણીથી ભરી દે છે ! એમની સ્મૃતિ સાથે અંતર એકાકાર બની ગયું છે. એમના વિયોગે સર્જાયેલી હૈયાંની સ્થિતિ મસ્ત કવિ' (કવિ શ્રી ત્રિભુવન પ્રેમશંકરના) શબ્દોમાં વર્ણવું તો : રોમ રોમ દવે દુઃખમાં રે, જરીએ રહ્યું નવ જાય; જળ વિણ જેવું માછલું રે, જીવન તરફડતું સીઝાય. વ્હાલીડા ! સંત એ પ્યાસાં દેવનાં એ જી... - આવી બની છે. વ્યથા અકથ્ય છે. હૈયું વિષાદઘેરું છે. એક બાજુ આ દશા છે ત્યારે બીજી તરફ જાણે એ જ પુણ્યપુરુષ કહેતા સંભળાય છે: “રે! સ્થિતપ્રજ્ઞના શ્લોકો ભૂલી ગયો? સ્થિર, શાંત ને સ્વસ્થ ચિત્તે એનું મનન કર. તારી વ્યથા દૂર થશે.” અને, જાણે અંતરમાં અજવાળાં પથરાય છે. એમના માનસ-શરીરને મનોમન વંદન કરું છું, ને એમના ચારિત્રપૂત આત્માને પ્રાર્થના કરું છું: કૃપાનિધાન ! આપની સરળતા અને નિર્દભ નિખાલસતા અમારા જીવનમાં ઊતરે; “આપના ભવ્ય જીવનની કઠોર, નિષ્કલંક સાધના અને સર્વકલ્યાણકર સિદ્ધિ અમને પ્રાપ્ત “આપે આત્મસાત કરેલી સાચી શાસનપ્રભાવના માટેની ધગશ અમારા જીવનમાં અવતીર્ણ - એવા આશીર્વાદ મારા- અમારા- સર્વ ઉપર અવિરત વર્ષાવો ! સદા સ્વર્ગથી નાથ ! આશીષ દેજો !” ૧૬૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૧૩૪-૧૩૫માં ઉલ્લેખિત પત્ર તથા તાર ૧. અંગ્રેજીમાં લખાયેલ મૂળ પત્ર આ પ્રમાણે છે – We tender our heartiest congratulations and good wishes for the celebrations of the liberation of Bhagvan Mahavir's 2500th anniversary at the national leval under your chairmanship. The world at large, at present proceeds towards the path of destruction. The Peaceful coexistence, tolerance of others' opinion, theory of relative values, Anekantvad, non- violence and universal brotherhood for all, these fundamental principles preached by Bhagvan Mahavir will stop the humanity going towards destruction and again will lead the world to the path of peace and prosperity for all, for achieving this goal of universal brotherhood, peace and prosperity and moral and spiritual uplift of the world it is necessary to give wide publicity and propaganda to the fundamental teachings of Bhagvan Mahavir at all levels. We have sent you a wire on 6-11-1974 in this respect. We wish you long life for contributing to advance and betterment of Bharat and world Peace 2. B41 deri 442 CUISI BAL HILLS 89 - we wellcome the celebrations at National level of the 2500th anniversary of the liberation of Lord Mahavir. We Wish the celebrtions all suceess. We believe that the through the medium of the celebrations at the national level, the great principle of non-violence and universal brotherhood preached by Lord Mahavir will receive wide publicity, the humanity at large would try to practise world brotherhood frogetting animosity, hatred and prejudice against each other. Our nation and the whole world should become prosperous and happy in all spheres of life thereby. With the profound faith and belief we send our heartiest blessings and good wishes to the celebrations at all levels.. ૧૬૬ Pain Education International Page #183 -------------------------------------------------------------------------- ________________ ते हि नो दिवसा गताः ગમે તેમ, પણ એમનાં દર્શન મને થયાં, ત્યાર પહેલાં જ મને એમનાં સંબંધી વાતો સાંભળવી ગમતી. એમના સ્વભાવની, એમની બુદ્ધિ પ્રતિભાની વાતો સાંભળવી હું કદી ચૂકતો નહિ. જેમ જેમ એ વાતો સાંભળવા મળી, તેમ તેમ એમનાં દર્શનની ઝંખના વધતી ગઈ. એ ઝંખના સં. ૨૦૨૦માં ફળી. ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની અને દીક્ષા લીધે બે વર્ષ થયેલાં. મારા પૂજ્ય ગુરુમહારાજ સાથે અમે સાત સાધુઓ મુંબઈથી વિહાર કરીને પાલિતાણા આવ્યા, ત્યારે એમના પ્રથમ દર્શન પામ્યો. વૈશાખ શુદિ બીજનો એ ધન્ય દિવસ આજેય મને બરાબર યાદ છે. અમે ત્યાં પહોંચ્યા, ને તરત જ એમના વાત્સલ્યનો રોમાંચક અનુભવ મને થયો. વિહારમાં મારા ડાબા પગે કાંટો વાગ્યો હોઈ, ચાલવામાં તકલીફ પડતી હતી એ વાતની ખબર એ પૂજ્યવરને મળી ગયેલી, એટલે અમે બધા એમને વંદન કરતા હતા, એમાંથી મારું નામ લઈને મને આગળ બોલાવ્યો, પાસે બેસાડી પ્રેમથી માથે હાથ ફેરવીને ખબર પૂછ્યા. મારું હૈયું એ વખતે હર્ષથી ભરાઈ ગયેલું. પછી તો, અમે એક મહિનો પાલિતાણા રહ્યા, તે દરમિયાન ગોચરી વખતે, મને એ પોતાની પડખે જ બેસાડે ને પ્રેમથી વપરાવે. રાત્રે કાયમ બોલાવે, અભ્યાસ અને આવડત વિષે પૂછે, ભણેલાં સૂત્રો, અમરકોષ, વ્યાકરણ, પ્રકરણાદિ બોલાવે. સાથે આનંદ- ગમ્મતની વાતો કરતા જાય. એકવાર મેં એમની પાસે માંગણી કરી : “મારે આપના નાના નાના ફોટાઓ જોઈએ છે.” મને એમ કે તેઓ ભૂલી જશે.મોટા પુરુષોને આવી વાત ક્યાંથી યાદ રહે? પણ મારી ધારણા જૂઠી ઠરી. ત્રણ-ચાર દિવસ પછી મને બોલાવીને કવર આપ્યું. કહેઃ “આમાંથી તારે જોઈએ એટલા ફોટા લઈ લે.” હું રાજીનો રેડ થઈ ગયેલો. એક સાધ્વીજી મહારાજને વર્ષીતપનું પારણું હતું. એ વૃદ્ધ હતા એટલે એમની વિનંતીથી ત્યાં વાસક્ષેપ કરવા પધારેલા. એ સાધ્વીજીએ એક વાટવો એમને આપ્યો. એમણે એ મને આપી દીધો. વાટવો મળ્યો એટલે મારો લોભ વધ્યો. મેં સાહિત્ય મંદિરે જઈને કહ્યું: “સાહેબજી ! આમાં આપનો મંત્રેલો વાસક્ષેપ ભરી આપો.” આ સાંભળીને હસતાં હસતાં મને કહે: “તું તો જબરો નીકળ્યો!” અને તરત પ્રેમથી એ વાટવો વાસક્ષેપથી ભરીને મને આપ્યો. એ વાટવો આજે પણ હું સાચવીને રાખું છું. મહિના પછી અમે પાલિતાણાથી વિહાર કર્યો, ત્યારે એમનાથી છૂટા પડવું મને ખૂબ વસમું લાગ્યું હતું. આ પછી ભાવનગરમાં પૂ. આચાર્ય શ્રી વિજયયશોભદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય વિજયદેવસૂરિજી મહારાજની આચાર્યપદવી વખતે તેઓ વૈશાખ વદમાં ભાવનગર પધારેલા. વૈશાખ વદ અગ્યારશના આચાર્ય પદવી પ્રદાન વેળાએ અભિનવ આચાર્યોને હિતશિક્ષા આપતા શ્લોકો બોલીને તે પર એમણે ખૂબ વિશદ અને હૃદયંગમ વ્યાખ્યાન કરેલું. એમની બોલવાની ને સમજાવવાની પદ્ધતિ ૧૬૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ સૌ કરતાં નિરાળી-આગવી હતી, એમ મને તે વખતે, બાળક હોવા છતાં લાગેલું. જો કે, એ વખતની સમજણ અવ્યક્ત હતી, પણ એ વ્યાખ્યાન તો મને એટલું ગમ્યું કે તેઓ પાલિતાણા ગયા પછી મેં એમને પત્ર લખ્યો કે, “મને હિતશિક્ષાના એ શ્લોકો અર્થ સાથે લખી મોકલવા કૃપા કરો.” બીજા મુનિઓને વિશ્વાસ નહોતો, પણ મને પૂરો વિશ્વાસ હતો કે તેઓ શ્લોકો મોકલશે જ. અને એમણે એ મોકલ્યા ત્યારે પેલા મુનિવરો આગળ હું ખૂબ ખૂબ ખીલીને એ દેખાડવા માંડેલો. ભાવનગરના ચોમાસા પછી અમે મહુવા ગયા, ને ત્યાંથી કદમ્બગિરિ ગયા. ત્યાં એ પૂજ્યવર બિરાજતા હતા. એમના સાંનિધ્યમાં નવ દિવસ રહ્યા. કદમ્બગિરિની યાત્રા મારે એ વખતે પહેલી જ વાર કરવાની હતી. મેં એમની પાસે લાડમાં હઠ કરી : “આપ પધારો મારી સાથે, તો જ મારે જાત્રા કરવી છે; બીજાની સાથે નહિ.” મને યાદ છે કે તેઓ મારા સંતોષને ખાતર કદમ્બગિરિ ઉપર પહેલી ટૂંકે તેમજ વાવડી પ્લોટે પધારેલા, અને મને ખૂબ શાંતિથી ને ગમ્મત સાથે બધું દેખાડેલું ને સમજાવેલું. એમની સાથે પસાર કરેલા એ દિવસો અને અનુભવેલા પ્રસંગોને જીવનનાં અમૂલ્ય સંભારણાં બનાવીને સાચવી રાખ્યા છે. એ યાદ આવે છે ત્યારે થાય છે: તે દિ નો વિવસ તા:” આ પછી વિ.સં. ૨૦૨૨માં એમની નિશ્રામાં ખંભાતમાં ચોમાસું રહેવાનું થયું. તેઓ લાડવાડે અને અમે ઓસવાળ ઉપાશ્રયે હતા. ચોમાસાના દોઢેક મહિના પૂર્વે પૂ. મુનિશ્રી પ્રબોધચંદ્રવિજયજી મહારાજ વગેરે ત્રણેક મુનિઓએ શંખેશ્વરની યાત્રાએ જઈ આવવાનું નક્કી કર્યું. એમાં હું પણ એક હતો. નક્કી થઈ ગયું. વડીલોની રજા-આજ્ઞા મળી ગઈ. પૂજ્યવરની પણ સંમતિ મેળવી. પણ, વિહારની આગલી રાત્રે નવેક વાગે પૂજયવરે કહાવ્યું: “નાના સાધુને લઈને આ ઉનાળામાં ક્યાંય જવું નથી, રહેવા દો.” આ પ્રસંગે એમના નાનામાં નાના મુનિની ઝીણી-જાડી પ્રવૃત્તિ તરફ વાત્સલ્યપૂર્ણ લક્ષ્ય આપવાનાં સ્વભાવના મને દર્શન થયાં. એમની પાસે લગભગ સાંજે કાયમ વંદન કરવા જવાનું થતું ત્યારે મને બોલાવે. રઘુવંશ, કિરાતના શ્લોકો પોતે બોલે, ક્યારેક મારી પાસે બોલાવે, અને પછી કાંઈ કામ હોય તો કહેવાનું ફરમાવે. આમ એમની પાસે જતો ત્યારે, સાચેસાચ, લાગણીના અમીદ્રુપા પાસે ગયાનો અવર્ણ આનંદ હું પામતો. ચોમાસા પછી સં. ૨૦૨૩માં બધા અમદાવાદ આવ્યા. ત્યાં એક મહિના રહ્યા. એ દરમિયાન મેં એક પંડિતજી પાસે તર્કસંગ્રહનો અભ્યાસ શરૂ કર્યો. રોજ રાત્રે પૂજ્યવર પાસે જઈને બેસું. તેઓ મને રોજેરોજનો પાઠ પૂછે, સમજાવે. એક દહાડો એમણે મને બે વાર આ શ્લોક બોલાવ્યોઃ वायोर्नवैकादश तेजसो गुणा, जलक्षितिप्राणभृतां चतुर्दश । दिक्कालयोः पञ्च षडेव चाम्बरे, महेश्वरेऽष्टौ मनसस्तथैव च ।। ત્રીજીવાર મને આપમેળે બોલવા કહ્યું. હું બોલી ગયો. ખૂબ ખુશી વ્યક્ત કરી; કહે: “કાલે ફરી બોલાવીશ. યાદ રહેશે ને ” હા કહી, ને બીજે દિવસે રાત્રે બોલી પણ ગયો. પછી તો તેઓ મને કાયમ નવું નવું સમજાવતા રહ્યા. ૧૬૮ Sain Education International Page #185 -------------------------------------------------------------------------- ________________ મારા પૂ. ગુરુ મહારાજની ગણિપદવી ખંભાત અને પંન્યાસપદવી અમદાવાદ એમના પાવન હાથે થઈ હતી. તે પછી અમારે એક કુમારિકા બહેનને દીક્ષા આપવા વેજલપુર (પંચમહાલ) જવાનું હતું. તેનું મુહૂર્તાદિ બધું કાઢી આપ્યું; પછી કહે : “સૂર્યોદયવિજયજી ! મારી ભાવના આ વખતે પાંજરાપોળે ચોમાસું રહેવાની છે. જો તમે સાથે રહો તો મને અનુકૂળતા અને આનંદ આવશે.” મારા ગુરુ મહારાજે પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું : “સાહેબ ! આપની ભાવના શિરોધાર્ય. મારી ઇચ્છા પણ છે કે આપ પોતે શીલચંદ્રને ભણાવો તો સારું.” ત્યારે કહે: “એમાં તમારે કહેવાનું હોય જ નહિ. મેં પહેલેથી જ એ મનમાં ધાર્યું છે; મારે જ એને ભણાવવાનો છે.” વાત નક્કી થઈ ગઈ. આ પછી અમે વિહાર કર્યો તેની આગલી રાત્રે હું તેમની પાસે ગયો. મેં કહ્યું : “સાહેબ ! આટલા દિવસોમાં મારો અવિનય થયો હોય તો માફી માંગવા આવ્યો છું.” એટલે કહે: “તારે વળી માફી કેવી માંગવાની? એવું બધું વિચારવાનું જ નહિ. તારે જલદી જલદી અહીં આવી જવાનું છે ને મારી પાસે ભણવાનું છે.” અને મારા મસ્તક પર પ્રેમાળ હાથ ફેરવ્યો. અમે વેજલપુર ગયા. ત્યાં ઊંઝાના સંઘે મારા ગુરુ મહારાજને ચોમાસાની વિનંતી કરી. એમણે પૂજ્યવરને એ વાત લખી જણાવી. એ વખતે હુંય તેઓશ્રીને પત્ર લખતો. મોટા પર કેમ પત્ર લખાય, તેની હજી મારી બાળકબુદ્ધિમાં સમજણ ન હતી, પણ એમણે મને લખેલા શબ્દો મને અક્ષરશઃ યાદ છે. એમણે લખેલું : “તમારા નિઃસ્પૃહતા, સરળતા અને વિનય વગેરે ગુણો મને ખૂબ ગમી ગયા છે. હવે તમારે ઊંઝા કે બીજે ક્યાંય જવાનો વિચાર કર્યા વિના અહીં જ આવવાનું છે, ને રહેવાનું છે. તમારા ગુરુમહારાજને પણ આ માટે પત્ર લખ્યો છે.” અને અમે ક્યાંય ન જતાં સીધા અમદાવાદ ગયા; ત્યાં એમના અમૃતમય પુનિત સાંનિધ્યમાં સ્થિર થયા. એમની નિશ્રામાં સતત દસ વર્ષ રહેવાનો અપૂર્વ અવસર મળ્યો. મને યાદ છે ત્યાં સુધી જેઠ વદિ બીજથી એમણે મને તર્કસંગ્રહ ભણાવવો ચાલુ કરેલો. સાથે પૂ. મુનિ (હાલ પંન્યાસ) શ્રી વિકાસવિજયજી તથા પૂ. મુનિશ્રી કુંદકુંદવિજયજી પણ બેસતા. બપોરે કલાકબે કલાક પાઠ ચલાવતા. એમની પાસે જ્યાં સુધી અમે પાઠ લેતા હોઈએ, ત્યાં સુધી ગમે તે શ્રાવકાદિ આવ્યા હોય, તો એમના તરફ એમનું ધ્યાન જતું નહિ; આવનારને કામ હોય તો બેસી રહે, જવું હોય તો ખુશીથી જાય, પણ પાઠમાં ખલેલ પાડીને પૂજ્યવર એમની સાથે વાત કરતા નહિ. અમને ભણાવતી વખતે તેઓ આવા તન્મય થઈ જતા, અને ક્યારેક અમે થાકીએ, પણ તેઓ તો જરાય થાક્યા કે કંટાળ્યા વગર, ચાલુ વિષય કે પદાર્થ પૂરો કરીને જ છોડતા. તર્કસંગ્રહ પછી કારિકાવલી કરાવીને મુક્તાવલી કરાવી. ઇશ્વરવાદ, મંગલવાદ વગેરે દિવસોના દિવસો સુધી સમજાવ્યા. દિવસે તો બે કલાક પાઠ ચાલે, પણ રોજ રાત્રેય અચૂક જવાનું. રાતના આઠથી દસ-અગિયાર વાગ્યા સુધી અવિરત સમજાવે, સાંભળે. તર્કસંગ્રહ મૂળ, કારિકાવલી અને મુક્તાવલી આખી મને મોઢે કરાવેલી. એ રોજ કલાક કલાક સાંભળે અને એમાં ક્યાંય પણ કોઈ શબ્દ કે ફકરો કે કારિકા ભૂલી જઈએ તો તરત પુરવણી કરે. એમને મુક્તાવલી છેક સુધી યાદ હતી. ૧૬૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ વસ્તુ કે પદાર્થ સમજાવવાની એમની પદ્ધતિ એટલી સરળ અને સ્વસ્થ હતી કે મેં મોટા મોટા પંડિતોમાં પણ એવી શક્તિ ને પદ્ધતિ નથી જોઈ. સામો માણસ જ્યાં સુધી સાચેસાચ સંતોષ ન પામે, પૂરેપૂરું ન સમજે, ત્યાં સુધી એ પદાર્થ એને એકથી સો વાર સમજાવતાંય તેઓ કંટાળતા નહિ. આ મારો જાતઅનુભવ છે. અને સામાને સમજાઈ જાય, સંતોષ થાય ત્યારે એમનામાં ઉત્સાહ ઉત્સાહ છવાઈ જતો. મુક્તાવલી આખી મને બે વા૨ એમણે કરાવી. એમાં ય આત્મનિરૂપણવાળો ભાગ મને કેમેય સમજાતો નહિ; એમાં બૌદ્ધ અને વેદાન્તની ચર્ચા છે. આ ચર્ચા એમણે મને સાબરમતીમાં (સં. ૨૦૨૪), રાતના આઠથી બાર વાગ્યા સુધી ખૂબ જ રસમય રીતે સમજાવી. બૌદ્ધોના ચાર વિભાગનું પ્રતિપાદન કરતો શ્લોક ‘અર્થી જ્ઞાનસમન્વિતો' પણ ખૂબ વિશદ રીતે સમજાવ્યો. અને જ્યારે મેં કબૂલ કર્યું કે, આજે આ વાત મને સમજાઈ છે, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયેલા. એકવાર મને ટકોર કરી : “મુક્તાવલીની અર્થથી આવૃત્તિ હમણાં કરી છે ?’’ મેં ના કહી. મને ખૂબ લજ્જા આવી. મેં તરત એ માટે નિયમ કર્યો, ને આવૃત્તિમાં મચી પડ્યો. આખી આવૃત્તિ થઈ, પણ એમાં પ્રવૃત્તિ- નિવૃત્તિ (પ્રયત્ન)નું પ્રકરણ ન સમજાયું. એ વખતે અમે ખંભાત તરફના વિહારમાં હતા. એ દિવસે લીંબાસી ગામમાં બાવાજીના ભાંગ્યાતૂટ્યા મઠમાં મુકામ હતો. ત્યાં તેઓશ્રીએ સવારના દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી એ મોટું પ્રકરણ મને સમજાવ્યું; એવું ઠસાવ્યું કે એમાં કદી ભૂલ જ ન પડે. હું જ્યારથી સમજતો થયો, ત્યારથી મને અહર્નિશ લાગ્યા કરતું કે, ‘દામ્યાં વિદ્યા’— ભણવામાં કોઈ સહાધ્યાયી તો જોઈએ જ. પણ મારે નિઃસંકોચ કહેવું જોઈએ કે આ પૂજ્યવરે મને સહાધ્યાયીની ખોટ કદી લાગવા દીધી નથી. તેઓ ખુદ મારા સહાધ્યાયી બની જતા. દિવસે શું કે રાત્રે શું, લગભગ પાંચ-છ કલાક કાયમ મારા માટે કાઢતા જ. અંતરના આ અનિર્વચનીય હેતને શબ્દોમાં શેં ઉતારું ? વિમાસણ થાય છે. મુક્તાવલી પછી સ્યાદ્વાદમંજરી ભણાવી. પૂજ્યવ૨ પોતે તો મને ભણાવતા જ, તદુપરાંત પંડિતો પાસે અન્યાન્ય વિષયોનું મારું અધ્યયન તેઓ ચાલુ રખાવતા. એક વાર સં. ૨૦૨૫માં ખંભાત ગયેલા, ત્યારે ત્યાં એક છાપેલ પત્રિકામાં કોઈક સાધુના નામ સાથે વ્યાકરણાચાર્ય, ન્યાયતીર્થ વગેરે વિશેષણો જોડેલા. એ વાંચીને મને કહે : “તું ય વ્યાકરણાચાર્ય થઈ જા ને !’’ મેં ના કહી; પરીક્ષા આપવા માટે મારી અનિચ્છા (નફરત) વ્યક્ત કરી. એટલે કહે : “કોઈ દિવસ આવી પરીક્ષાઓ આપવી નહિ, એમાં શો માલ છે ? અને આવી પદવીઓ લેવી નહિ. આપણે તો ગુરુ મહારાજ આપે તે પદવી લેવી. તું વ્યાકરણ ભણી ગયો છે ને ! લાવ, હું તને વ્યાકરણાચાર્ય બનાવી દઉં. અમનેય મોટા મહારાજે આચાર્યપદવી વખતે આવી પદવીઓ ૧૭૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ આપેલી. હું તને આપી દઉં.” હું શરમાઈ ગયો. મેં ના કહી. પણ પછી એમની કૃપા અનરાધાર વર્ષવા લાગી. એ રાતથી જ મને કર્મગ્રંથના અર્થ કરાવવા માંડ્યા. હું મૂળ ગાથા બોલું ને તેઓ એના અર્થ સમજાવે. આમ છ કર્મગ્રંથ કરાવ્યા. આ પહેલાં ચાર પ્રકરણ પણ કરાવેલાં. આપણને ન સમજાયું હોય ને એમને સો વાર પૂછવા જઈએ તો તેઓ નારાજ થવાને બદલે ઊલટા આનંદ પામતા, આનંદથી કંટાળા વિના સમજાવતા. તેઓ ત્યારે જ કંટાળતા કે જયારે આપણને ન સમજાયું હોય તોય સમજ્યા હોવાની હા કહીએ. આ વાતની એમને ભારે ચીડ હતી. શત્રુંજય માહાભ્યનો અમુક ભાગ, જીવસમાસ પ્રકરણ, દશવૈકાલિક હારિભદ્રીયવૃત્તિ નંદિસૂત્ર મલયગિરીયવૃત્તિ, કમ્મપયડીનો અમુક અંશ અને ગુણસ્થાનક ક્રમારોહ, ભાવપ્રકરણ, પંચનિગ્રંથી પ્રકરણ વગેરે અનેક નાના મોટા ગ્રંથોનો અભ્યાસ એમણે સ્વયં અંતરની વિશુદ્ધ લાગણીથી મને કરાવ્યો હતો. અને પંડિતાદિક પાસેના મારા અભ્યાસમાં પણ પૂરો રસ લઈને એમણે માર્ગદર્શન આપ્યું રાખ્યું હતું. આ ઉપરાંત એમના વાત્સલ્યના અમૃતપાનના અસંખ્ય નાના-મોટા પ્રસંગો મેં માણ્યા છે. શિયાળામાં ને ચોમાસામાં રાતે- અડધી રાતે મને તેઓશ્રી કાયમ અચૂક કામળી ઓઢાડી જતા. રાત્રે પોતે જ્યાં હોય ત્યાં આસપાસમાં જ મારો સંથારો કરવાનું કહેતા. સવાર-સાંજના પ્રતિક્રમણ વર્ષો પર્યત સાથે કર્યા છે. એ વખતે થતી વાતોમાં પણ એમની નિખાલસ વૃત્તિ, સર્વોત્કૃષ્ટ ઉદારતા, એમનો અસામાન્ય બુદ્ધિવૈભવ, એમની અનોખી દીર્ઘદ્રષ્ટિ અને એમના નિર્ચાજ વાત્સલ્યની મને સદા સર્વદા પ્રતીતિ થતી રહી છે. પ.પૂ. શાસનસમ્રાટ પરમ ગુરુભગવંતનું જીવન ચરિત્ર તૈયાર કરાવીને છપાવવાની એમની ભાવના અતિઉત્કટ હતી. આ ભાવનાને સફળ બનાવવા માટે એમણે લગભગ બાવીશથીયે વધુ વર્ષો પર્યત તપ કર્યું હતું. એ ગાળા દરમિયાન એ માટે અનેકવિધ પ્રયત્નો પણ કર્યા હતા, પણ એ ફળવાન ન બન્યા. છેવટે સં. ૨૦૧૬માં તેઓ થાક્યા. આનું કારણ એ હતું કે અન્ય લોકો તરફથી એમના પર એવું દબાણ આવવા માંડ્યું કે, “આપ જ એ તૈયાર નથી કરાવતા અને નથી છપાવતા.” પોતાની ઉત્કટ ભાવના અને આ પ્રકારના કંઈક દબાણને વશ થઈને એમણે પોતે તથા પૂ. ગુરુદેવ શ્રી વિજયોદયસૂરિજી મહારાજે સંયુક્ત રીતે કરાવેલી શાસનસમ્રાટના જીવનની વિસ્તૃત નોંધને આધારે શ્રી ફૂલચંદ હરિચંદ દોશી (મહુવાકર)એ તૈયાર કરેલ જીવનચરિત્રને પુસ્તકરૂપે છપાવવાનો એમણે વિચાર કર્યો. એ પોતે આખું લખાણ વાંચી ગયા. પછી, એ લખાણ મારા પૂ. ગુરુજી (પૂ. પંન્યાસ શ્રીસૂર્યોદયવિજયજી ગણિ)ને આપ્યું. એ આપતી વખતના એમના શબ્દો હતાઃ “તમે આ બધી નોટો વાંચી જાવ. એમાં ઠીક લાગે તો સુધારા કરીને મને આપો, એટલે હું એ છપાવી દેવા ચાહું છું. જેવું છે તેવું છપાવી દેવું છે. હવે વાટ નથી જોવી. આ ઉપરથી પછી જેને સારું લખવું હશે એ લખશે. અત્યાર સુધીમાં આવું ય કોઈએ તૈયાર નથી કર્યું, માટે મારે તો આ જ છપાવી દેવું છે.” એ નોટો મારા પૂ. ગુરુજી વાંચવા લાગ્યા. કુતૂહલ અને જિજ્ઞાસાવૃત્તિએ મને પણ એ જોવા - ૧૭૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ વાંચવા પ્રેર્યો. શાસનસમ્રાટ તરફ સ્વાભાવિક આકર્ષણ થયું. મનમાં થયું: “આપણે ન લખી શકીએ? શા માટે નહિ? મહેનત કરીએ તો બધું થઈ શકે.” પૂજયવરનાં પેલાં વચનોનો ડંખ તાજો જ હતો. મારા આ વિચારને આડકતરી રીતે મેં અન્ય મુનિરાજોને જણાવીને એકાકી કે મિશ્ર સાહસ ખેડવા વિનંતી કરી. પણ એ અમાન્ય ઠરી. છેવટે મેં કોઈનેય કહ્યા સિવાય સ્વયમેવ જીવનચરિત્ર લખવું શરૂ કર્યું. એ શરૂ કરવા માટે શુભ મુહૂર્તની મનમાં ઇચ્છા થતાં પૂજયવરને પૂછયું નહિ, પણ એમણે ઘણા લોકોને વિવિધ શુભ કાર્યો માટે પોષ વદિ બીજી છઠ (સં. ૨૦૨૬)નો દિવસ આપેલો, એ મગજમાં રાખીને તે દિવસે લખવાનું આદર્યું. ત્રણ પ્રકરણ લખ્યાં. ચાર દિવસ પછી એક રાતે પૂજ્યવર પાસે લઈ ગયો. ત્યાં બીજું કોઈ નહોતું, એટલે એ લખાણ પૂજયવરને બતાવ્યું, અને વાંચી સંભળાવીને પૂછ્યું : “આવું લખાણ ન ચાલે સાહેબ?” પૂજ્યવરના મોં પર ખૂબ પ્રસન્નતા છવાઈ ગઈ; પૂછયું : “કોણે લખ્યું છે? તેં?” મેં શરમાઈને હા પાડી, તો મને થાબડ્યો. ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. કહે : “લખ, પૂરું કર!” મેં નતમસ્તકે એ આદેશસ્વીકાર્યોને આગેકદમ બઢાવ્યા. પૂજયવરની ખુશીએ મારા ચિત્તમાં ઉત્સાહ વહાવ્યો અને એ પછી અઢી વર્ષ લગભગની મહેનતને અંતે જીવનચરિત્ર સમાપ્ત કર્યું. ચરિત્રના પ્રત્યેક પ્રકરણને અક્ષરશઃ જાતે જ વાંચી જઈ, તેમાં દરેક પ્રકારના સૂચન સાથે સુધારા-વધારા પૂજયવરે પૂરી કાળજીથી કર્યા હતા. મને યાદ છે કે કાપરડાજી તીર્થનું પ્રકરણ તેઓ તબિયત અને કામકાજને લીધે દિવસો સુધી નહોતા વાંચી શક્યા. એકવાર મેં વિશેષ આગ્રહ કર્યો, તો તે દિવસે સમય ન મળતાં રાત્રે બારથી બેના ગાળામાં સમિયાને પાસે બેસાડીને પ્રકાશના ઉપયોગમાં એ વાંચી ગયા, ને જરૂરી સુધારા કરી આપ્યા. ચરિત્ર લેખન પૂરું થયું, ત્યારે પૂજયવર પાલિતાણા હતા. તેમણે છેલ્લાં પ્રકરણો વાંચ્યા પછી એ વિષે મારા પૂ. ગુરુજી ઉપર લાગણીભર્યા પત્રો લખેલા. એવા એક પત્રમાં એમણે લખ્યું કે, “ચરિત્રની શરૂઆતમાં મારે નાના મહારાજને આશીર્વાદ આપવાના છે અને ચરિત્ર નાના મહારાજે પોતાના નામથી શાસનસમ્રાટને ચરણે જ સમર્પણ કરવાનું છે; મને સમર્પણ નથી કરવાનું.” સમર્પણ માટેનો એમનો આ આગ્રહ એમની સ્વ-પ્રત્યેની ઉદાસીનતા અને ગુરુ પ્રત્યેનો અવિહડ રાગ જ દર્શાવે છે. પણ પછી તો બધા આપ્ત મંડળની સલાહ મળતાં, એ ચરિત્ર એમને જ સમર્પણ કર્યું. આશીર્વાદનું લખાણ સ્વયંસ્ફરસાથી, ને સ્વહસ્તે લખીને એમણે જ્યારે મોકલ્યું, તે દિવસે અને તે ઘડી-પળ મારા જીવનના અનિર્વચનીય આનંદાનુભવના અદ્વિતીય દિવસ અને ઘડી-પળ તરીકે મારા સ્મરણપટમાં અંકાઈ ગયા છે. મારા જેવી નાચીજ વ્યક્તિ માટે આ જેવીતેવી ઘટના ન હતી. આ ઘટનાએ પૂજ્યવરના આ અંતરના આશીર્વાદે મારા જીવનમાં અને મારા સ્વભાવમાં અસાધારણ પરિવર્તનો આપ્યાં છે અને એ વિરલ જીવનસ્પર્શી ઘટનાનો ઉલ્લેખ કરવા માટે જ આ આખીયે વાત અહીં નોંધવા પ્રેરાયો છું. એમની પાસે અનેક ક્ષેત્રોના અનેકવિધ માનવો આવતા. એમની સાથેની એમની વાતોનાં ફલક વિવિધ ભાતનાં રહેતાં. એ વાતોમાંની કેટલીક મને યાદ રહી છે, તે અહીં નોંધું છું ઃ (૧) સં. ૨૦૧૬માં એકવાર શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી એમને વંદન કરવા આવ્યા. બંને ૧૭૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચર્ચામાં મગ્ન બની ગયા. એમાં ચાર આશ્રમનો વિષય ચર્ચાયો. એ વખતે પૂજ્યવરે ચાર આશ્રમની વિશદ વ્યાખ્યા કરતાં કહ્યું : “મનુએ ચાર આશ્રમ બતાવ્યા છે. પહેલો બ્રહ્મચર્યાશ્રમ, બીજો ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ, ચોથો સંન્યાસાશ્રમ. એમાં પહેલો આશ્રમ સરવાળા જેવો છે. એમાં એક ધ્યાનથી હમેશાં નવો નવો વિદ્યાદિનો સંચય થતો જ રહે છે, વધ્યા જ કરે છે. આજે દસ તો કાલે વીસ, પછી પચીસ, ત્રીસ એમ વધ્યા જ કરે છે, માટે એ સરવાળા જેવો છે. બીજો આશ્રમ બાદબાકી જેવો છે. કારણ કે, પહેલા આશ્રમમાં જે કાંઈ મેળવ્યું હોય તેનો આમાં ઘટાડો જ થતો જાય છે. વિદ્યા અને સગુણો સંસારમાં ઘટતાં જ રહે છે માટે તે બાદબાકી જેવો છે. ત્રીજો આશ્રમ ગુણાકાર જેવો છે, કારણ કે એમાં એકલા તત્ત્વજ્ઞાન અને પરમાર્થની જ બુદ્ધિ છે. પહેલા આશ્રમમાં જે ભેગું કરેલું, તેમાં ૫૪૫ = ૨૫ એમ ગુણાકારની જેમ તાત્ત્વિક જ્ઞાન ઉમેરાતું જ જાય છે, માટે એ ગુણાકાર સમાન છે. અને ચોથો આશ્રમ ભાગાકાર જેવો છે. એમાં મીંડાંમીંડાં- અજ્ઞાનનાં અને સંસારનાં એક બાજુ કાઢે છે, અને શુદ્ધ તત્ત્વરૂપી ‘ભાગ” રાખી મૂકીને એમાં જ તત્પર બને છે માટે તે ભાગાકાર જેવો છે. પણ, મનુનો આગ્રહ છે કે દરેકે ચાર આશ્રમ ક્રમસર કરવા જ જોઈએ. ત્રણ આશ્રમ કર્યા પછી જ સંન્યાસ લેવાય, તે સિવાય નહિ; જ્યારે મનુનો જ એક શિષ્ય “જાબાલિ નામનો છે, તે કહે છે કે, મનુએ કહ્યું તે ઉત્સર્ગમાર્ગ છે. તેનો અપવાદ પણ છે “ વ વિરત, તતવ પ્રવ્રનેત્ વાલ્યાદામાં કોઈને ચાર આશ્રમ કર્યા વિના પહેલા કે બીજા આશ્રમમાંથી જ સંન્યાસ લેવો હોય તો પણ લઈ શકાય છે. અન્યથા ચાર પણ કરી શકે છે. પણ ચાર આશ્રમ કરવા જ જોઈએ, એવું નથી.” આ પછી શ્રી અમૃતભાઈએ નિગમશાસ્ત્ર સંબંધમાં પૃચ્છા કરી કે આ નિગમશાસ્ત્રો શું છે? તે ક્યાં છે? ક્યાંથી આવ્યા? આના ઉત્તરમાં પૂજયવરે કહેલું કે – “જેમ બ્રાહ્મણધર્મમાં વેદ અને ઉપનિષદ છે, તેમ આપણામાં આગમ અને નિગમ છે. નિગમશાસ્ત્રો બહુ પ્રાચીન અને પ્રાયઃ ભરત મહારાજાએ રચ્યા હોવાનું મનાય છે. એકવાર કચ્છકોડાયના વતની અને સંસ્કૃતના ખૂબ શોખીન શ્રાવક પંડિત રવજીભાઈ મોટા મહારાજ પાસે કોડાયના ભંડારમાંથી નિગમો લઈને આવેલા. રવજીભાઈ સારા જાણકાર હતા ને એમને સાહિત્ય ભેગું કરવાનો ખૂબ શોખ હતો. એમના લીધે જ કોડાયમાં ભંડાર થયો હતો. એમણે કાંચીપુરી કે નદિયા (નવદ્વીપ)માંથી આ નિગમોની પ્રતો મેળવી હતી. “તેઓ એકવાર નદિયા ગયેલા. ત્યાં તે વખતે (આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં) સંસ્કૃતનો ખૂબ પ્રચાર અને અભ્યાસ હતો. ત્યાંના વિદ્યાર્થીઓ વિષે એમણે ત્યાંના લોકો પાસેથી સાંભળ્યું કે, એકવાર બે પનિહારીઓ પાણી લઈને જતી હતી. એમાં એક સ્ત્રીની છાતી પરનું વસ્ત્ર સહેજ ખસી ગયું. એ જોઈને બીજીએ કહ્યું : “વસ્ત્ર સરખું કરી લે, સામે વિદ્યાર્થીઓ આવે છે” ત્યારે પેલી સ્ત્રી કહે : “આપણા ગામના વિદ્યાર્થીઓનું ધ્યાન હરતાં ફરતાં પણ વિદ્યા સિવાય ક્યાંય હોય જ નહિ. માટે તેમનાથી બીને વસ્ત્ર ઢાંકવાની જરૂર નથી. એમને આપણી ખબરેય નહિ હોય.” આ વાત એમણે (રવજીભાઈએ) મોટા મહારાજ આગળ કહેલી એટલે અમને ખબર છે.” ૧૭૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ આ પછી શ્રી અમૃતભાઈએ પૂજયવરને કહ્યું : સાહેબ ! ઉવસગ્ગહર સ્તોત્રમાં “નિટ્ટાબાવા” અને “ચિંતામણિપ્રાયમદિg” આ બે પંક્તિઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ચાર નામો યોજાયાં છે. મંગલ પાર્શ્વનાથ, કલ્યાણપાર્શ્વનાથ, ચિન્તામણિ પાર્શ્વનાથ અને કલ્પવૃક્ષ કે કલ્પદ્રુમ પાર્શ્વનાથ. આમાંથી અત્યારે કલ્યાણ અને ચિંતામણિ બે નામ પ્રસિદ્ધ છે, બીજાં બે અપ્રસિદ્ધ છે. પણ કોઈને આ નામોના મૂળસ્થાનની ખબર નથી. આપને ધ્યાન હોય તો આબૂ - અચળગઢ ઉપર આ ચાર નામના ચાર પાર્શ્વનાથ છે.” પૂજ્યવરે હા કહી. પછી મને કહે કે, “આ વાત ધ્યાનમાં રાખજે, નોંધી રાખજે.” અને પછી બે-એક મહિનામાં જ પાલિતાણા- શત્રુંજય વિહારમાં પૂજયવરના હસ્તે શેઠ સવાઈલાલ કેશવલાલ તરફથી અંજનશલાકા થઈ ત્યારે ઉપર્યુક્ત ચારે નામના પાર્શ્વનાથનાં બિંબોની પણ ખાસ અંજનશલાકા પૂજ્યવરે કરી, ને કદમ્બગિરિ તીર્થે તેની પ્રતિષ્ઠા કરી. (૨) સં. ૨૦૨૮માં સંવત્સરીભેદ આવ્યો, ત્યારે શરૂઆતમાં મુંબઈથી સામા પક્ષ તરફથી એક પત્રિકા બહાર પડેલી. એમાં - “મહામિથ્યાત્વના માર્ગેથી સન્માર્ગે આવવું છે? વિરાધકમાંથી આરાધક બનવું છે? કુગુરુઓની મિથ્યાભરેલી વાઋાળમાંથી છૂટવું છે?” – આ પંક્તિઓ હતી. તે વખતે અને તે પછી ૨૫૦૦મા વર્ષની ઉજવણી વખતે “વીર પરિનિર્વાણ” માં સ્થાનક્વાસી સંઘના ઉપાધ્યાય શ્રી અમરમુનિનો હિંસા અંગેનો એક લેખ છપાયેલો, તે લઈને તેનો પ્રતીકાર કરવાનું કહેવા શેઠ જીવતલાલ પ્રતાપશી આવેલા, તે વખતે પૂજ્યવરે હસતાં હસતાં કહેલું કેઃ “આ લોકો મિથ્યાત્વની વાતો કરે છે, અમરમુનિએ આ લેખમાં જે વિધાન કર્યા છે, તેનાથી આપણે મિથ્યાત્વી ઠરીએ છીએ, માટે તેનો વિરોધ કરવાની વાતો કરે છે. પણ એમના પક્ષવાળાએ આજ સુધી અમને બધાને મિથ્યાત્વી કહ્યા છે ને ગણ્યા છે, તે એમને કોણ કહેવા જાય?” “એક વાર (સં. ૨૦૦૬)માં કદંબગિરિમાં અંજનશલાકા હતી. તેની કાર્ય-પ્રવૃત્તિ માટે ખૂબ રહેતી. એ દરમિયાન યશોદેવસૂરિ ત્યાં આવેલા. એમને મારી સાથે નિરાંતે બેસીને વાતો કરવી હતી, પણ મને અંજનશલાકાની પ્રવૃત્તિમાંથી સમય નહોતો મળતો. હવે એમને વિહાર કરવો હતો, એટલે મારી જોડે વાતો કરવાની ઉતાવળ અને ઇચ્છા વ્યક્ત કરી. એટલે એક દિવસ રાત્રે મેં સમય કાઢ્યો, ને હું જ એમના આસને ગયો. હું, યશોદેવસૂરિજી ને ત્રિલોચનવિજયજી -ત્રણ હતા. એમણે પહેલાં વાત કાઢી : “આ તિથિચર્ચાનું ક્યારે પતાવવું છે? પતી જાય તો સારું. કાંઈક કરો.” મેં કહ્યુંઅમે તો તૈયાર જ છીએ. લાવો હમણાં પતાવી દઈએ. પણ તમારા ગુરુને પતાવવું નથી, પોતાનું પકડી રાખવું છે, એટલે શું થાય !” આ પછી બીજી વાતો ચાલી. વાતવાતમાં યશોદેવસૂરિ મને પૂછે : “તમને લાગે છે કે આ વલ્લભસૂરિજીમાં સમકિત હોય ? અને પુણ્યવિજયજીમાં સમકિત હોય એમ લાગે છે?' મેં કહ્યું: “મને કાંઈ એવું અવધિજ્ઞાન નથી કે હું અમુક માણસમાં સમકિત છે કે નહીં, એ જાણી શકું. પણ હું એક વાત પૂછું છું કે રામચંદ્રસૂરિજીમાં સમકિત હોય એમ તમને લાગે છે?' ન ૧૭૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળતાં જ યશોદેવસૂરિજી ચિડાઈ ગયા. એ ગુસ્સામાં કહે : “આ શું આપ બોલો છો?’’ મેં કહ્યું : “હું બરાબર કહું છું મહારાજ ! જેણે ભારતમાં ઘરે ઘરે, ગામો-ગામમાં, મા ને બાપમાં, બાપ ને દીકરામાં બધે ઠેકાણે મતભેદ પડાવીને કષાયવૃદ્ધિની જ પ્રવૃત્તિ કરી છે, અને કેવળ કષાયની જ પરંપરા વધારી છે, તેવા માણસમાં સમકિત કઈ રીતે હોઈ શકે ? - અને હું પૂછું કે વલ્લભસૂરિજી ને પુણ્યવિજયજી અરિહંત મહારાજને પોતાના દેવ માનતા હતા કે નહિ ? એ કોઈ ખુદાને, રામને કે કૃષ્ણને પોતાના ભગવાન નહોતા માનતા ને? અને, આત્મારામજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા કે નહિ ? કાંઈ બાવા, ફકીર, જોગી કે સંન્યાસીને તો ગુરુ નહોતા માનતા ને ? અને, અરિહંતે કહ્યું તે જ સત્ય છે, એમ માનતા હતા કે નહિ ? “જો તેઓ અરિહંત મહારાજને દેવ માનતા હતા, આત્મારામજીને પોતાના ગુરુ માનતા હતા ને ભગવંતે કહ્યું તે જ સાચું છે, એવી એમને શ્રદ્ધા હતી, તો પછી એમનામાં સમકિત નથી એમ કોણ કહી શકે ?’’ “થયું. એ રાત રહીને બીજી સવારે જ એ લોકો વિહાર કરી ગયા.” આટલું કહીને પૂજ્યવરે ઉમેર્યું : “એ લોકો કોઈનામાં સમકિત માનતા જ નથી; અમારામાં ય નહિ. આનો પહેલાં ખુલાસો કરો, પછી અમર મુનિની વાત કરો’ આ સાંભળીને જીવાભાઈ શેઠ પણ નિરુત્તર રહ્યા. (૩) સાધુઓ કે સાધ્વીઓ મુંબઈ જાય, એ તરફ પૂજ્યવરને અંગત રીતે અરુચિ હતી. એમની પાસે મુંબઈ તરફના વિહાર માટે, કે મુંબઈ પ્રવેશ માટે કોઈ (પોતાના સમુદાયનાં સાધુ-સાધ્વી) મુહૂર્ત મંગાવે તો તેઓ મૂહૂર્ત તો આપતા, પણ સાથે સાથે સ્પષ્ટ જણાવતાં કે, “તમો દરેક સમજો છો કે મુંબઈ જવાના વિચારના અમો નથી. મુંબઈ જવામાં કોઈને પણ અમારી સંમતિ નથી. તેમ મુંબઈ જવામાં અમારી આજ્ઞા કે અનુમતિ છે તેમ કોઈએ પણ સમજવાનું નથી.’’ એકવાર મેં પૂછેલું : “આમ કેમ, સાહેબ ?” એ વખતે કહે ઃ “આપણે મુહૂર્ત મોકલવામાં વાંધો નથી. પણ મુહૂર્ત મોકલીએ એટલે એવો અર્થ થાય કે મહારાજે મુંબઈ જવાની રજા આપી, સંમતિ આપી. આમ કોઈ માની ન લે એટલા માટે મુહૂર્તની સાથે આવી ચોખવટ કરવી સારી. પછી જેને જવું હોય એ જાય; આપણો વિરોધ નથી. પણ એનો અર્થ આપણી સંમતિ છે એવો ન થવો જોઈએ.'' (૪) ઉજવણીના વિરોધે માઝા મૂકી ત્યારે એક દહાડો પૂજ્યવરે એક વાત કહી : “માકુભાઈ શેઠના સંઘમાં લીંબડીમાં એક- બે મૃત્યુ થયેલા. એ પછી કોઈક ઉતાવળિયો બોલેલો કે શેઠે સંઘ કાઢીને શું પુણ્ય બાંધ્યું ? બે જણાં તો મરી ગયાં. આવો તો ધરમ કરાતો હશે ? એ વખતે મહુવાના એક હાજી ત્યાં હતા, એમણે પેલાને વાર્યો કે, ‘અલ્યા, આવું બોલ મા. શેઠે તો ધર્મબુદ્ધિથી સંઘ કાઢ્યો એટલે એમને તો પુણ્ય જ થયું છે. પણ એ ધર્મનું કામ કરતાં આવું જે પાપ અજાણતાં થઈ ગયું હશે ને, એ ૧૭૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ શેઠને નહિ મળે, એ તારા જેવા નિંદકને મળશે. માટે કોઈ સારું કામ કરે તો એની નિંદા ન કરવી.” આટલું કહીને હાજીએ એક વાર્તા કહી : “એક શેઠ હતા. સુખી ને દયાળુ. એણે પોતાના ગામમાં દાનશાળા ખોલી. જે આવે એને જમાડે. એક દહાડો બપોરના અસૂરા બે સંન્યાસી આવી ચડ્યા. થાકેલા હતા. શેઠે તરત રસોઈનો બંદોબસ્ત કર્યો. લાડવા બનાવવાનું રસોઈયાને કહ્યું. રસોયો ઘી લેવા ગયો. ઘી લઈને પાછા વળતાં ખુલ્લી તપેલીમાં કાંઈક ઝેર-ગરલ પડી ગયું; એની એને ખબર ન પડી. એણે તો લાડવા બનાવ્યા. શેઠે પૂરા ભાવથી બંનેને જમાડ્યા. જમીને બેય ઊંઘી ગયા. પણ ઊંઘ્યા તે ઊંઘ્યા જ; પછી જાગ્યા જ નહિ; બંને મરી ગયા ! “શેઠને ફાળ પડી. એમને થયું ઃ નક્કી મેં મહાપાપ કર્યું. એ તો ત્યાં જ અન્નજળ ત્યાગ કરીને ધ્યાનમાં બેઠા. આ વાતની ગામમાં ખબર પડતાં લોકો જાતજાતની વાતો કરવા માંડ્યા. હવે, શેઠના પુણ્ય ઇન્દ્રનું આસન ડોલ્યું. ઈંદ્રે બધી વાત જાણી. શેઠને બચાવવા ઘરડા બ્રાહ્મણનું રૂપ ધરીને એ ગામ બહાર આવ્યો, ત્યારે એને વિચાર આવ્યો કે શેઠ તો પુણ્યવંત છે. એને તો પુણ્ય જ મળ્યું છે. પણ આ બે મર્યાં, એની હત્યાનું પાપ કોના ખાતે જમા કરવું ? આ વિચારમાં ચાલતાં ચાલતાં એની નજરે એક ડોશી પડ્યાં. ડોશીને પૂછ્યું : “માજી ! ફલાણા શેઠની દાનશાળા ક્યાં આવી ?’’ એટલે ડોશી તાડૂકી : “જા, તુંય જા ! બે તો લાંબા થઈને પડ્યા છે, હવે તુંય મરવા જા !’ અને એ તો શેઠની બે જીભે નિંદા કરવા લાગી. ઇન્દ્રને એની શંકાનો ઉકેલ મળી ગયો. એણે હત્યાનું પાપ ડોશીને ખાતે જમા ક૨વાનું નક્કી કરી લીધું. પછી શેઠને ત્યાં જઈ, સમજાવીને એમના ઉપવાસ છોડાવ્યા. વાત પૂરી કરતાં પેલા હાજી પેલા ઉતાવળિયાને કહે : ‘એ ડોશીની જેમ તું નિંદા કરીશ તો, એ મૃત્યુના પાપનો ભાગીદાર તું બની જઈશ. માટે કોઈના સારા કામની નિંદા ન કરતો’.” બે આટલું કહીને પૂજ્યવરે ઉમેર્યું : “આ ઉજવણીમાં થોડોગણો સાવદ્ય વ્યાપાર તો થવાનો જ. એનું પાપ કોને માથે ? આપણે તો શુદ્ધ બુદ્ધિથી ઉજવણી કરી છે.’’ (૫) એક જાપાનીઝ બૌદ્ધ સાધુ ‘ચૂ- સી- હા- સી’ નામના આવેલા. એમને આગમોનો અભ્યાસ ચાલુ હતો. એકવાર ડૉ. સી.એફ. શાહને લઈને તે પૂજ્યવ૨ પાસે આવ્યા. પૂજ્યવરે એમને પાંચ મહાવ્રત, યમ-નિયમ, ચાર ભાવના વગેરે પદાર્થો સમજાવ્યા. પછી એમણે એક પ્રશ્ન રજૂ કર્યો : “આજના વૈજ્ઞાનિક યુગમાં ધર્મનો ઉપયોગ શો ? ધર્મની શી જરૂર ?” પૂજ્યવરે ખૂબ સરળ અને સરસ જવાબ આપ્યો : “અનીતિ તરફ જનારને નીતિને રસ્તે લઈ આવે તેનું નામ ધર્મ. અનીતિ કરનારને સરકાર કાયદા દ્વારા શિક્ષા – સજા કરે છે, પણ તેથી અનીતિ ઘટતી નથી. ધર્મ પણ આ જ કામ કરે છે; પણ તે પ્રેમથી. ધર્મ, પ્રેમપૂર્વક અનીતિ અટકાવે છે, અને જનતાને નીતિ તરફ દોરે છે. માટે આ યુગમાં ધર્મની ખાસ જરૂર છે.” આ જવાબથી એ બૌદ્ધ સાધુ પ્રસન્ન થયા. Main Education International ૧૭૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૬) એક દિવસ પૂજ્યવરે મને કહ્યું: “મારી નાની ઉંમરમાં મારી ભાવના હતી કે કલ્પસૂત્ર અને નન્દિસૂત્ર બંને કંઠસ્થ કરવા. પણ એ કરવા જેવા સમય સંયોગ ન મળ્યા ને કરી નથી શક્યો. તું નંદિસૂત્ર મોઢે કર.” મેં એ આદેશ સ્વીકાર્યો. મૂળ નંદિસૂત્ર કંઠસ્થ કર્યું. એ અરસામાં પૂવર ડબલ ન્યુમોનિયાની ગંભીર બીમારીમાં પટકાયા. તેઓ મને પાસે બેસાડતા, ને રોજ ત્રણ વાર પંચસૂત્ર-પ્રથમ સૂત્રનું શ્રવણ કરતા; નંદિસૂત્ર પણ કાયમ સાંભળતા; સાંભળતી વખતે ખૂબ એકાગ્રભાવ રાખતા અને ઘણો આહલાદ પામતા. (૭) શાંતિવન (અમદાવાદ)ના દેરાસરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ત્યાં શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરે આવેલા. એમની જોડે આગમોની અનેક વાતો પૂજ્યવરે કરી. એમાં વચ્ચે વચ્ચે શ્લોકો પણ ઘણા બોલ્યા. એ પ્રસંગે કહેઃ “વિદ્વાનોનો આનંદ કરોડપતિ કદી લઈ ન શકે. પણ વિદ્વાન ધારે તો કરોડપતિનો આનંદ જરૂર લઈ શકે છે. વિદ્વાનમાં અને કરોડપતિમાં આટલો તફાવત છે.” (૮) શ્રી કલ્યાણભાઈ ફડિયાના નાના ભાઈ મહેન્દ્રભાઈના પુત્રનું બ્રેઇન-ટ્યુમરના રોગમાં નાની ઉંમરે અવસાન થયેલું. એ પછી એકવાર ફડિયાની વિનંતિથી પૂજ્યવર એમના બંગલે પધારેલા. તે વખતે સંસારનું સ્વરૂપ સમજાવીને એમનો શોક ઓછો કરવા એમણે એક દાખલો આપ્યો: છોટાલાલ લલ્લુભાઈ ઝવેરી અમદાવાદના એક નંબરના આગેવાન શેઠ અને શ્રાવક હતા. વિદ્યાશાળાના વહીવટદાર હતા. એમનો અઢાર કે વીસ વર્ષનો દીકરો અચાનક ગુજરી ગયો. એમની પ્રતિષ્ઠા એવી કે આખું ગામ એમને ત્યાં પાથરણે આવેલું, એ સમયે છોટાભાઈએ એક માળાનો ડબ્બો રાખી મૂકેલો. જે આવે એને કહે: “એ મારો મહેમાન બનીને આવેલો, એ પાછો ચાલ્યો ગયો છે. હવે એની પાછળ શોક કરવાથી શું? આ એક માળા લો ને નવકાર ગણો. એના આત્માને એથી શાંતિ મળશે.” (૯) એકવાર કોઈકે પૂછાવ્યું કે પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય કે નહીં? ઘણા ના પાડે છે, આપના જવાબ પર નિર્ણય અવલંબે છે. આ વાંચીને પૂજ્યવર કહે: “મજાની વાત છે આ. શ્રાવકનો દીકરો વાસણનો વેપારી હોય, એ ત્રિગડા તૈયાર કરીને વેચે ને દેવદ્રવ્યના પૈસા લે, એમાં એને કોઈ દોષ નહિ. કેમ કે એણે વસ્તુ આપીને પૈસા લીધા છે. તો પછી પૂજારી એના મહેનતાણાના પગારના પૈસા, દેવદ્રવ્યમાંથી શા માટે ન લઈ શકે? એ તો એની મહેનતના પૈસા લે છે, એમાં શો વાંધો? મને તો જરાય વાંધો નથી લાગતો.” (૧૦) પૂજયવરની પાસે મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે રચેલા લોકપ્રકાશ ગ્રંથનાં તેમણે પોતાના હાથે જ ચિતરેલાં ચિત્ર-યંત્રાદિકના અઠ્ઠાવન કે એટલાં પાનાં હતાં. એ પાનાં જેમાં હોવા જોઈએ એ આખી પ્રત ન હતી; માત્ર એમાંના આટલાં પાનાં જ હતા. પૂજ્યવરે એકવાર આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને એ દેખાડેલાં. આ પછી કેટલાંક વર્ષ બાદ કોઈક ગામના ભંડારમાંથી પુણ્યવિજયજી મહારાજને લોકપ્રકાશની વિનયવિજયજી મહારાજે સ્વહસ્તે લખેલી આખી * . ૧૭૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રતિ મળી આવી. એ પ્રતિમાં પૂજયવર પાસે હતાં, એટલાં જ પાનાં ખૂટતાં હતાં. પુણ્યવિજયજી મહારાજે પૂજયવરને આ વિગત જણાવીને પેલાં પાનાં જોવા મંગાવ્યાં. પૂજ્યવરે એ મોકલી આપ્યાં. પુણ્યવિજયજી મહારાજે એ પાનાંને પેલી પ્રતિની સાથે મેળવ્યાં તો તરત જ પ્રતિ સંપૂર્ણ બની ગઈ. એમણે એ વિગત પૂજ્યવરને જણાવી. એ જાણીને પૂજ્યવરને થયું: “આ અઠ્ઠાવન પાનાં મારી પાસે રહેશે તો આખી પ્રતિ ત્રુટક અને વિભાજિત રહેશે. મનેય આનંદ નહિ આવે ને એમને ય મજા નહિ આવે. આ કરતાં આ પાનાં એમની પાસે રહેશે તો એમને એમના સંશોધનમાં ઉપયોગી થશે ને પ્રતિ પણ એક ઠેકાણે અખંડ બની રહેશે. આ વિચાર કરી એમણે પુણ્યવિજયજી મહારાજને લખ્યું કે, એ અઠ્ઠાવન પાનાં તમારી પાસે એ પ્રતિમાં જ રાખજો; પાછાં મોકલવાની જરૂર નથી.” (૧૧) જોગની આરાધનાને પૂજયવર સાધુજીવનની સર્વોત્તમ અને આવશ્યક આરાધના માનતા. એ આરાધના અપ્રમત્ત ભાવે કરવાનો તેઓ ખાસ આગ્રહ અને ચીવટ રાખતા. ખંભાતમાં સં. ૨૦૩૦માં એમની નિશ્રામાં, એમના હાથે, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર તથા શ્રી આચારાંગ સૂત્રના જોગ કરવાની મને ધન્ય તક મળી. એ દરમિયાન જોગની પ્રત્યેક ક્રિયાવિશુદ્ધ અને અપ્રમત્ત- અગ્લાનભાવે થાય, ગોચરીપાણીમાં બધા નિયમો કડકપણે પળાય, ક્રિયામાં સહેજ પણ ગરબડ રહે નહિ, એ માટેની એમની ચોકસાઈ અને કાળજી મેં બરાબર અનુભવી. તેઓ કહેતાં: જોગ અને તપ એ તો દેવતાધિષ્ઠિત છે. કોઈ માણસ મહિનાના ઉપવાસ કરે, એના શરીરમાં અમુક દિવસો પછી શક્તિ, સ્કૂર્તિ ને તેજ કેમ વધતાં હોય છે? એનો તપ દેવાધિષ્ઠિત બની જાય છે. તેથી એ જ રીતે જોગ એ તો સાધુજીવનની ઉત્કૃષ્ટ આરાધના છે. એમાં સહેજ પણ ખામી કે પ્રમાદ કે અતિચાર સેવવા નહિ, એ સેવશો તો એ આરાધના વિફળ બનશે.” જોગ ન કર્યા હોય તેવા મુનિને પદવી આપવાની તેઓ ના કહેતા. કેટલાક લોકો વગર જોગ કર્યો, પદવી લેવા માટે પૂજ્યવર પાસે સંમતિ મેળવવાનો સીધો કે આડકતરો પ્રયાસ કરતા. પણ એવે વખતે ગાઢ સંબંધોને પણ વચમાં લાવ્યા વિના, એ વાતમાં સંમતિ આપવાનો સ્પષ્ટ ને કડક શબ્દોમાં ઇન્કાર તેઓ કરી દેતા. (૧૨) પૂજ્ય આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વૃદ્ધ સાધ્વીજી શ્રી વિનીતાશ્રીજી મહારાજ પાલનપુર પાસે મેતા ગામે કાળધર્મ પામતાં તેમનાં બે નાની ઉંમરનાં શિષ્યાઓ અમદાવાદ આવ્યાં. બંને સંસારી અવસ્થાથી પૂજયવરના પરિચિત. ઉંમર ખૂબ નાની હતી, ત્યારે પૂજ્યવરે પાલિતાણામાં એમને ખૂબ સાચવેલાં. એ બાળાઓને દીક્ષા પણ પોતે જ આપેલી. એ બંને સાધ્વીઓ અમદાવાદ આવ્યાં, ત્યારે પૂજ્યવરે એમને ખૂબ આશ્વાસન તો આપ્યું, પણ સાથે એમને જોઈતી તમામ સગવડો પણ કરાવી આપી. એમને જે ઉપકરણાદિ જોઈએ તે આપે. એમને જે અગવડો હતી તે દૂર કરાવી. એમની વાતો પ્રેમપૂર્વક સાંભળે ને એમને ખૂબ સાંત્વન આપે. એ સાધ્વીઓને પૂજ્યવરે અમદાવાદમાં રહી જવાનું ખૂબ કહ્યું, પણ એમનો વિચાર હૈદરાબાદ તરફ એમના વડીલો પાસે પહોંચી જવાનો હતો. એટલે પૂજયવરે એમને વિહારમાં જો ઈતી સામગ્રીની તથા અન્ય અનુકૂળતાઓ કરાવી આપી. પાલીતાણાથી એમને અનુકૂળ પડે એવી બાઈની ગોઠવણ કરી અપાવી. એમના વડીલ પર પોતે તાર-ટપાલ લખીને સમાચાર પણ મોકલી- મેળવી આપ્યા. આમ, એમણે ૧૭૮ en Education International Page #195 -------------------------------------------------------------------------- ________________ એટલી બધી કાળજી ને સારસંભાળ કરી કે એ જોઈને થયું કે ગચ્છનાયક હોય તો નાનાં-મોટાં સ્વપરનાં સાધુ-સાધ્વીઓની પ્રેમાળ વિશ્રામણા કરે એવા- આવા જ હોય. આવા આવા તો કંઈક પ્રસંગોથી પૂજ્યવરનું જીવન વિશેષ શોભાયમાન બનેલું છે. મેં તો મને યાદ છે એમાંના કેટલાક પ્રસંગો જ અહીં આપ્યા છે. આ પ્રસંગોમાં એમની વાત્સલ્યભરી સાધુતાનાં દર્શન થાય છે. અને, મારા અંગત અનુભવની વાત કહું તો મેં એમનામાં ઘેઘૂર વડલાની શીળી છાયાની ઠંડક અનુભવી છે; ઝરણાંના નિર્મળ જળની મીઠપ માણી છે; કુટુંબના પિતામહની છત્રછાયા એમના સાંનિધ્યમાં પ્રાપ્ત કરી છે, માતાના હૈયે હોય એવી વહાલપ એમના ચરણોમાં બેસીને હું પામ્યો છું. આ બધું આજે સાંભરે છે ત્યારે હૈયું ઘણીવાર વિષણ બની જાય છે રે! એ પ્રેમાળ હાથ હવે માથે કોણ ફેરવે ? અંતમાં એટલું જ કહીશ કે મારા જીવનના ઘડતરમાં અગ્રભાગ ભજવનાર, પૂરો રસ દાખવનાર એ પરમદયાલુ પૂજ્યવરની કૃપાના સહારે સહારે એમનાં ઉન્નત જીવનને અને ઉદાત્ત આચરણને અનુકૂળ જીવન પસાર કરી શકવાનું સામર્થ્ય મને પ્રાપ્ત થાય. ૧૭૯ Page #196 -------------------------------------------------------------------------- ________________