SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરત્નાકરવિજયજી સાથે જવા સંમતિ આપી. એ બંને ધંધુકાથી જનાર હોઈ આજે સાંજે મને કહે: “આ બંને જાય પછી તારે વિહારમાં મારી સાથે જ રહેવાનું, હો.” મેં કહ્યું: “જી સાહેબ ! મેં નક્કી જ કર્યું છે, સાથે જ રહેવાનો છું.” આમે કાયમ હું વિહારમાં એમની ડોળી સાથે જ ચાલતો. પણ આ વખતે શરૂઆતથી જ પગ છોલાયેલા. સડક પણ સારી ન હતી, એટલે થોડોક પાછળ રહી જતો- નસીબ જ જાણે પાછળ પાડી દેતું'તું! રાત્રે ખડોળવાળા નાનુભાઈ આવીને કહે: “સાહેબ! અહીં બન્ને ગુરુજીના ફોટા છે. આપનો જ નથી, એ મારે જોઈએ છે.” એટલે તરત દાનવિજયજીને બોલાવીને પૂછ્યું: “તેં મારો એક ફોટો કરાવ્યો'તો ને? એ ક્યાં મૂકવાનો છે?” દાનવિજયજી કહે : “એ ખડોળ માટે જ કરાવ્યો છે, સાહેબ! કહે : પાલિતાણા જઈને એ ફોટો મંગાવી લેજે ને ખડોળ મોકલી આપજે. અહીંના ફોટાનું માપ લઈને તે માપની ફ્રેમ પણ કરાવી આપજે. એમનો ફોટો મુકાવવામાં એમને રસ લેતા મેં આ પ્રથમવાર જ જોયા. શો સંકેત હશે? - ન સમજાયું એ વખતે ! પછી મને બહાર જતો જોયો એટલે કહે: “અલ્યા, બે બત્રીશી આજે સંભળાવવાની છે.” મેં કહ્યું: “પાંચ મિનિટમાં જ આવ્યો, સાહેબ !” બહાર જઈને આવ્યો ત્યારે પડખું ફરીને સૂતા હતા ને કાનાભાઈ કમ્મર દબાવતા હતા. એમને ઉઠાડીને હું દબાવવા બેઠો. થોડીવારે પૂછ્યું: “કોણ દબાવે છે?” મેં કહ્યું: “હું છું સાહેબ !” એટલે તરત નીચે બેસીને બત્રીશી બોલવા કહ્યું. હું બંને બત્રીશી બોલ્યો. એ પૂરી થતાં કહેઃ “સ્યાદ્વાદમંજરીવાળી બત્રીશીનો સરળ અર્થ હિંદી ભાષામાં આત્મારામજી મહારાજે કર્યો છે, એ બહુ સરસ છે. એક વાર વાંચી તો જવો.” આટલું કહી એમના ગ્રંથનું નામ યાદ કરવા માંડ્યા, પણ યાદ ન આવ્યું. મેં કહ્યું : “અજ્ઞાનતિમિર- ભાસ્કર?” તો ના કહી. ‘તત્ત્વનિર્ણયપ્રસાદ ?' તરત હા કહી. પછી કહે : “આ બંને ગ્રંથો અને જૈન તત્ત્વાદર્શ વડોદરાથી બે ભાગમાં ફરીવાર છપાયા છે તે પણ વાંચી જવા જેવા છે. વાંચી જજે.” માગશર વદિ ૧૩: આજે ધંધુકા આવ્યા. ત્યાં તેઓ રસિકભાઈ ખડોળવાળાના બંગલે ઊતર્યા. સાધુઓ બધા ઉપાશ્રયે ઊતર્યા. નવકારશી પછી હું બંગલે ગયો, તો મને કહે : “અહીં જગ્યા ઘણી મોટી છે, તારે આવવું હોય તો આવી જજે. રાત્રે અહીં સૂજે.” મેં કહ્યું: “અહીં મહાબળવિજયજી છે, અને ગૃહસ્થોની અવરજવર છે, એટલે હું આજે ઉપાશ્રયે રહીશ.” ૧૫૮ can Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy