SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતાપી રાણાજી ! મરણ સહી, ના ધર્મ વિસરે, સદા એથી તારી દુશમન મુખે કીર્તિ ઉચરે.' આ બોલીને ઉમેર્યું : “રાણા પ્રતાપ જે વખતે અકબરને નમવાનો વિચાર કરતા હતા, ત્યારે એમને કોઈકે આ કહ્યું છે.’ આ પછી પૂછે : “તને સિંકદરનાં ફરમાનો આવડે છે ?’’ મેં કહ્યું : “પહેલાં આવડતાં હતાં, હવે નહિ.” કહે : “બહુ સરસ છે. મોટા મહારાજ તો એના પર આખું વ્યાખ્યાન ચલાવતા. હુંય ઘણીવાર કહેતો. હવે ભૂલી ગયો છું.’’ અને છેલ્લે બોલ્યા : “અબજોની મિલકત આપતાં પણ એ સિકંદર ના બચ્યો.' આ પછી સંથારી ગયા. માગશર વિદ ૧૨ : આજે ખડોળ આવ્યા. નવકારશી વાપરીને ઉ૫૨થી બધા સાધુઓ આવ્યા એટલે શ્રી મહાબળવિજયજીને પૂછે : “કેટલાં દ્રવ્ય વાપર્યાં ?’’ એમણે ત્રણેક ગણાવ્યાં. તો કહે : “ના, વધારે હશે.’’ પછી એક એક વસ્તુનું નામ લઈને પૂછતા ગયા : “આ વાપર્યું? આ વાપર્યું ?' હા - ના કરતાં છ દ્રવ્ય વાપર્યાં હોવાનું નક્કી થયું, એટલે કહે : “જુઓ, કેટલાં દ્રવ્ય વાપર્યાં એ ય આમને યાદ નથી !'' ને બધાં હસી પડ્યાં. બપોરે ચા આવી ત્યારે એમની પાટની ડાબી તરફ, મારા આસને હું ઓઢીને સૂતો હતો. એ જોઈને સુરેન્દ્રવિજયને કહે : “આપણે આ તરફ આસન નાખો. આ ચા પીતો નથી, એટલે માગશે નહિ. જે ન માગે એની પાસે બેસવું, એટલે ચા ઓછી ન થાય, આપવી ન પડે.” ગમે તેમ, પણ આજે સવારથી જ તેઓ આવી ગમ્મતમાં હતા. બપોરે શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજ નીચે આવ્યા, ત્યારે એમની મુહપત્તિ આસને વીસરી ગયેલા, તેથી જડી નહિ. એ જોઈને પાસે ઊભેલા બાળસાધુને ઉદેશીને ગમ્મત કરી : “આણે સંતાડી હશે, એની ઝડતી લો. કેમ અલ્યા ! કેટલાની મુહપત્તિ સંતાડી છે ?’’ પછી કહે : “મોટા મહારાજના વખતમાં નિયમ હતો કે દરેકે એક જ મુહપત્તિ રાખવાની; એકથી બીજી મુહપત્તિ કોઈએ નહિ રાખવાની. કોઈ રાખે તો મોટા મહારાજ લઈ લે. જેને કાપ કાઢવો હોય (વસ્ત્રો ધોવા હોય) એ મહારાજજી પાસેથી એટલા વખત પૂરતી બીજી લઈ જાય, ને કાપ પૂરો થયે પાછી આપી આવવાની. આમ કરવાથી કોઈની મુહપત્તિ ખોવાઈ જાય તો તરત ખબર પડે. વધુ રાખતા હોય તો ખોઈ નાખે તો બીજી લઈ લે એટલે ખબરેય ન પડે.’ પાલિતાણાથી શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી વિહાર કરનાર હોઈ દાનવિજયજીએ વિનંતી કરેલી કે, “મને રજા આપો તો હું વહેલો પાલિતાણા પહોંચું, ને એમની સાથે બે દિવસ રહેવાય.’’ એમને Jain Education International ૧૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy