________________
પૂ. નન્દનસૂરિ મહારાજનું ચરિત્ર છપાય છે ત્યારે તેમના નામ સાથે સંકળાયેલી એક વિશેષ વાત પણ અહીં નોંધવી છે. તેઓશ્રીએ એક ગ્રંથ રચ્યો છે. - “પર્યુષ (તિથિ-વિનિય.’ આ ગ્રંથ સં.૨૦૫૫ માં છપાયા પછી તેનું ગુજરાતી ભાષાંતર આ. શ્રી નરેન્દ્રસાગરજીએ કર્યું તથા છપાવ્યું છે. તેમાં પાછળના અંશમાં તેમણે પોતાના તરફથી થોડુંક ઉમેરણ કર્યું છે, જેમાં ગ્રંથકાર આચાર્યશ્રીની ભૂલ દર્શાવી છે.
વાત ભા.શુ. ૫ ના ક્ષયે ૩ નો ક્ષય કરવાના ભાષાંતરકાર આચાર્યશ્રીના સ્વપક્ષીય મતની છે. મૂળ ગ્રંથકારશ્રીએ તે મતનો અસ્વીકાર કરીને તેનાથી ભિન્ન મતનું સયુક્તિક પ્રતિપાદન કર્યું છે. ભાષાંતરકારને તે ગમ્યું નથી, તેથી તેમણે મૂળ ગ્રંથકારની તે ભૂલ' હોવાનું નિરૂપી દીધું છે.
આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે પૂ. નન્દનસૂરિ મહારાજ ક્યારેય ત્રીજના ક્ષયના પક્ષમાં હતા નહિ, કે તેમણે તેના સમર્થનમાં કોઈ વાત કે લખાણ પણ કરેલ નથી.
પોતાના ભાષાંતર-પુસ્તકની પ્રસ્તાવનામાં ભાષાંતરકારશ્રીએ એક રમૂજ પડે તેવી વાત નોંધી છે. “સં. ૨૦૦૭ માં કદંબગિરિમાં પૂ. નેમિસૂરિ મ.ને મળવાનું થયું ત્યારે તેમણે નન્દનસૂરિ મ.ને દેખાડી તેમના વખાણ કર્યા, તે વખતે મનમાં બેસતું નહોતું.” – (આ મતલબના શબ્દો છે.)
હવે, નેમિસૂરિ મ. નો કાળધર્મ ૨૦૦૫માં થયો હતો. તો ૨૦૦૭માં તેઓ આ ભાષાંતરકારને મળ્યા તે કઈ રીતે સંભવિત ગણાય? સાર એટલો કે આટલી પ્રગટ વાતમાં પણ જો આવી ઘાલમેલ કરી શકાય તો ભાષાંતરમાં પણ તેવું થાય તેમાં શી નવાઈ? અસ્તુ.
પૂજ્યશ્રીનો સ્મારકગ્રંથ વિ.સં. ૨૦૩૪ માં પ્રકાશિત થયેલો. તેમાં જ આ જીવનકથા પણ પ્રકાશિત છે. શ્રીરતિલાલ દી. દેસાઈએ તેનું સંપાદન કાર્ય સંભાળેલું. વિ.સં. ૨૦૬૪ ના ચાલુ વર્ષે, પૂજયશ્રીની અંતિમ સમાધિની ભૂમિસ્વરૂપ તગડી ક્ષેત્રમાં, શ્રીનન્દનવન તીર્થમાં, તેઓશ્રીના નવનિર્મિત મનોહર ગુરુમંદિરની તથા તેમાં તેમની સુંદર ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી છે તે અવસરને અનુલક્ષીને, સ્મારકગ્રંથમાંથી જીવનકથાનો અંશ આ સ્વતંત્ર પુસ્તકરૂપે પુનઃમુદ્રણ પામી રહ્યો છે, જે હર્ષપ્રદ બીના
પૂજયશ્રીની આ જીવનકથા અનેક આત્માઓને અનેક પ્રકારે માર્ગદર્શન પૂરું પાડશે તેવી શ્રદ્ધા
સાથે
- શીલચન્દ્રવિજય
નન્દનવનતીર્થ વિ.સં. ૨૦૬૪, મહાવદિ ૧૦ ૨-૩-૨૦૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org