SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બાબતો, સાધુપદના સંદર્ભમાં પણ, સૂરિસમ્રાટમાં પૂર્ણપણે અનુભવાતી. અને એ જ સ્થિતિ તેમના વારસદાર એવા નન્દનસૂરિ મહારાજમાં પણ બરાબર અનુભવાતી. એથીયે આગળ વધીને કહી શકાય કે તે મહાપુરુષના સંવાડામાં પણ તેમની ખાનદાનીભરી પરંપરા બહુ મોટા પ્રમાણમાં જીવતી રહી છે. આ મહાપુરુષોએ ક્યારેય હલકી લડાઈ કે લડત કરી નથી. એમની લડાઈ હલકા મુદે નહોતી રહેતી, હલકાં સાધનોથી ન થતી, હલકા લોકો સાથે ન થતી, હલકી રીતે ન થતી. એમની લડાઈ હમેશાં મર્દાનગી-સભર કે સામી છાતીની રહેતી. શુદ્ધ રીતે, શુદ્ધ સાધનો વડે અને શુદ્ધ સિદ્ધાન્ત ખાતર જ તેઓ લડત આપતા. એમાં પણ જયારે સામાવાળા લોકો હલકી રીત દાખવે કે તત્ક્ષણ તેઓ પોતાની વાતોને મ્યાન કરી દેતા. તેમણે, દુશ્મનોની મુશ્કેલીઓમાં તેમને ઉગાર્યાના દાખલા છે. દુશ્મનોની પણ નબળાઈનો લાભ તેમણે કદી ઉઠાવ્યો નથી. પોતાનું ભારોભાર નુકસાન કરનારાઓને પણ ઉદારભાવે ક્ષમા આપ્યાના પ્રસંગો છે. તેઓના નામે કે તેમના સંઘાડાના નામે, કોઈ ક્ષેત્રમાં કે સંઘમાં ક્લેશ અને કુસંપ કરાવ્યાના દાખલા નહિ મળે. પ્રતિષ્ઠા કે ઉદ્દઘાટન જેવાં ધર્મકાર્યો પોતાના હાથે ને નામે જ કરવાની લ્હાયમાં બીજાઓને ત્રાસ કે બરબાદી આપવા જેવી હીનવૃત્તિ આ ખાનદાન ગુરુજનોમાં તથા તેમના સંઘાડામાં જોવા નહિ મળે. સં. ૨૦૪૨ માં પટ્ટક થયો તે વેળા ચાલેલા પ્રચંડ ઊહાપોહ તથા સંઘર્ષના વાતાવરણમાં, તે વખતે બે તિથિ મતના ગણાતા એક અત્યંત પ્રબુદ્ધ તથા જવાબદાર મુનિરાજે મને લખેલું: “એક તરફ અમે – ૨ વાળા છીએ, બીજી તરફ સાગરજીવાળા છે. તમે, નેમિસૂરિવાળા આ બન્ને વચ્ચે ત્રાજવાની દાંડી જેવા કે પછી NAM MOVEMENT (અલિપ્ત ચળવળ) ના સૂત્રધાર સમાન છો. આ બે વચ્ચેના વિસંવાદને તમે જ- નેમિસૂરિવાળા જ શમાવી શકો તેમ છો.” શાસનસમ્રાટ અને તેમના પરિવારની મધ્યસ્થવૃત્તિ, અક્ષુદ્રતા તથા ઉદારતાથી છલકાતી ખાનદાની માટે આનાથી વધુ સારો કયો ઈલકાબ હોય? આવી, બુંદની કે લોહીસિદ્ધ ખાનદાની ભાગ્યે જ ક્યાંય જોવા મળે. આ ખાનદાની વિજયદેવસૂરિ-પરંપરા દ્વારા વારસામાં ઉતરી આવેલી ખાનદાની છે. આ ખાનદાનીમાં ક્ષાત્રતેજ પણ સચવાયું છે, અને મુત્સદ્દીવટ પણ સમાયેલ છે. અને જૈન સંઘે એકસ્વરે જો માન્યતા આપી હોય તો તે આ ખાનદાનીવાળી પરંપરાને જ આપી છે. વિજયદેવસૂરિ મહારાજે પણ જ્યારે અમુક ચોક્કસ જૂથ પ્રત્યે પક્ષપાત દાખવ્યો ત્યારે સંઘે તેમને એકી અવાજે ન સ્વીકાર્યા. તે કારણે જ “આણંદસૂર ગચ્છ' પ્રવર્તેલો. પણ જયાં તેમને વસ્તુસ્થિતિ સમજાઈ, અને પક્ષપાત-મુક્ત બન્યા, તો તત્પણ સકલ સંઘે તેમને વધાવી તથા સ્વીકારી જ લીધા છે. શ્રીનન્દનસૂરિ મહારાજ આ ખાનદાન અને વારસાગત પરંપરાના, દેવસૂર-સામાચારીના પ્રખર સંવાહક હતા. પ્રસંગોપાત્ત કહેવું જોઈએ કે આ સંઘાડામાં જ્યાં સુધી આવી ખાનદાની અંશતઃ પણ જળવાઈ રહેશે ત્યાં સુધી તેને આંચ નહિ આવે. ક્ષીણતા આવી હશે, નષ્ટ નહિ થાય. ક્ષીણતા પણ ક્યારેક, નાદાન પ્રભાવો અને પરિબળોથી ઉગારનારું સાધન બની રહે છે, તે સંભાવના ભૂલવા જેવી નથી. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy