________________
સંકુચિતતાની વાત તો કેટલી બધી વિચિત્ર લાગે છે ! આપણે જૈન હતા, તેમાંથી શ્વેતાંબર થયા; માત્ર શ્વેતાંબર હતા, તેમાંથી મૂર્તિપૂજક થયા; જે. મૂ.પૂ. હતા, તેમાંથી કોઈ એક ગચ્છના થયા; વડગચ્છ કે ચંદ્રકુલના હતા, તેમાંથી તપગચ્છના થયા; તપગચ્છના હતા, તેમાંથી વડી પોષાલ અને લહુડી પોષાલના થયા; તેમાંથી અમુક તમુક સંઘાડાના થયા; આ બધામાં સંકોચ કે સંકુચિતતાનો અનુભવ ક્યાંય ન થાય, અને આણસૂર તથા સાગર ગચ્છના વ્યાવર્તક “દેવસૂર' શબ્દ વખતે જ સંકુચિતતા લાગે ? ગમ્મત પડે તેવી બાબત છે. તથાસ્તુ.
શ્રી વિજયદેવસૂરિ મહારાજના નામે પ્રવર્તેલી આ પ્રાચીન અને શાસ્ત્રીય સામાચારી અથવા પ્રણાલિકાના વાહક કહો કે સંરક્ષક-સંવર્ધક કહો, તે છે સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ, અને તેમના પગલે પગલાને અનુસરનારા, તેમના પ્રશિષ્ય આચાર્ય શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજ. શુદ્ધ દેવસૂર પરંપરાનું સંરક્ષણ, આ સાધુપુરુષો અને તેમની અશુદ્ર-ગંભીર તેમજ ખાનદાની ભરેલી દષ્ટિ, સૂઝ અને ક્ષમતાનો લાભ સંઘને ન સાંપડ્યો હોત તો, અશક્યપ્રાય જ હતું, એમ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે. કેમ કે તિથિવિવાદના મૂળ અને ખરા પક્ષકારો બે જ સંઘાડા હતા : ૧. સાગરજી મહારાજનો સંઘાડો, ૨. રામચન્દ્રસૂરિજીનો સંઘાડો. બાકીના સર્વ આચાર્યો તથા તેમના સંઘાડા તો આ કે તે પક્ષના સમર્થક કે સાથીદાર માત્ર રહ્યા છે.
માત્ર શાસનસમ્રાટશ્રી અને તેમનો એકમાત્ર સંઘાડો એવો હતો કે જે આ કે તે પક્ષમાં આંખો મીંચીને ઢળી પડ્યો નહિ, પણ સતત મધ્યસ્થતા પૂર્વક આ વિવાદના ઉકેલ માટે સન્નિષ્ઠપણે મથતો રહ્યો છે, અને બન્ને પક્ષકારો સહિત સકલ તપાગચ્છનું ઐક્ય સાધવાની મથામણ કરતો રહ્યો છે. અને તેમ કરવા જતાં બન્ને પક્ષો તરફથી થતા અયોગ્ય અસત્ આક્ષેપોને ખમી ખાઈને પણ ઘણો ભોગ આપતો રહ્યો છે. સં. ૧૯૯૩-૯૪, ૧૯૯૯, ૨૦૦૦, ૨૦૧૪, ૨૦૧૯, ૨૦૪૨, ૨૦૪૪ વગેરેના પ્રસંગો આ બાબતના સાક્ષીરૂપ તથા સાબિતીરૂપ છે.
ગૃહસ્થોમાં કેટલાક મનુષ્યો રાજવંશી હોય છે તો કેટલાક મહાજન હોય છે. આવા લોકોમાં લોહીગત અને વારસાગત - જન્મજાત ખાનદાની હોય છે. આવા લોકો આજના નવધનિકો (Neorich) ની માફક “પૈસો છે માટે ઈજ્જત છે એવા નથી હોતા. પૈસો હોય અથવા ન પણ હોય, સત્તા
ન પણ હોય, પણ આવા જનો પાસે બુદની ખાનદાની એવી હોય છે કે તે તેમને સહજપણે જ આબરૂદાર સિદ્ધ કરી દે છે. આવા લોકો લેતા નથી. આપે જ છે. એમનામાં અકથ્ય ઉદારતા. વિશાળતા અને સહિષ્ણુતા ભરી પડી હોય છે; દુમનની પણ આપત્તિ વેળાએ તેની પડખે જઈ ઊભા રહેવાનું સામર્થ્ય અને સજ્જતા આવા જનોમાં હોય છે; જતું કરવાની વૃત્તિ, છોડ્યા પછી પાછું વાળીને નહિ જોવાની વૃત્તિ, હીન સામે પણ હીન નહિ જ થવાની વૃત્તિ, હલકી વાતોના બળે એટલે કે હમણાંઅશુદ્ધ સાધનો વડે કોઈને પછડાટ આપવાની રુચિ તેમજ તૈયારીનો સદંતર અભાવ; ગંભીરતા અને દરિયાદિલી-આ બધાં વાનાં આવા ખાનદાન જોનોને જન્મસિદ્ધ હોય છે.
જેવું ગૃહસ્થ જનો માટે આ બધું સાચું છે, તેવું જ કેટલાક સાધુપુરુષો માટે તથા તેમના સંઘાડા માટે પણ આ સાચું ઠરે તેમ છે. નેમિસૂરિમહારાજ શાસનના સમ્રાટ કહેવાતા હતા. તેમનામાં, એક સમ્રાટ કે રાજાધિરાજમાં હોવી ઘટે તેવી ખાનદાની ભરપૂર ભરેલી હતી. ઉપરના ફકરામાં વર્ણવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org