SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-કવનને લગતા સમીક્ષા-ગ્રંથમાં આ વર્ણન જોઈ શકાશે. આ પણ અનુકંપાને પાત્ર જ ગણાય તેવી વાત છે. આમ કોઈ માણસ આવા મહાપુરુષો માટે યાતલ્લા લખી દે, તેથી કાંઈ તેઓ તેવા હોવાનું પ્રમાણિત નથી થઈ જતું. એવી જ રીતે વિજયદેવસૂરિ માટે કોઈકે ગમે તેવું લખી મૂક્યું હોય તેથી તેઓ તેવા હોવાનું સાબિત નથી થઈ જતું. સવાલ આવાં પાનાંઓને મહત્વ આપનારાઓના વિવેકનો છે. વિજયદેવસૂરિ મહારાજ તપગચ્છપતિ હતા. મહાતપસ્વી અને સંયમવંત હતા. તત્કાલીન સમગ્ર ભારતનો જૈન સંઘ તેમની આજ્ઞામાં વર્તતો હતો. ઉપા. યશોવિજયજી વગેરેએ પણ, આણસૂરદેવસુરના ઐક્ય થવા બાદ, તે મહાપુરુષની ગુણ ગાથા ગાવામાં કોઈ મણા નથી રાખી. ખરતરગચ્છના વાચક શ્રીવલ્લભગણિએ તો ‘વિનામદાભ્ય' નામે કાવ્યગ્રંથની રચના તેમના વિષે કરી છે. પોતાની અમુક સ્થિતિમાં અમુક જૂથના પક્ષપાત આદિ કારણે તેમના ગુરુમહારાજે-ગચ્છપતિએ તેમની સામે કોઈ શિક્ષાત્મક પ્રાસંગિક પગલાં લીધાં હોય તો પણ, પાછળથી તો તેઓ જ સમગ્ર તપગચ્છના ગચ્છનાયક બન્યા હતા, અને પક્ષપાતરહિતપણે તેમણે સઘળાં જુથોની માન્યતા મેળવી હતી, તે વાસ્તવિક ઈતિહાસ છે, તેને ઉવેખી કેમ શકાય? અને એટલા જ કારણે તેમને “શિથિલ કેમ કહી શકાય? વસ્તુતઃ તે કાળમાં થયેલા પક્ષભેદને અનુલક્ષીને, બન્ને પક્ષના અનેક લેખકોએ, પરસ્પરના પક્ષનું તથા તે તે પક્ષના ભગવંતોનું ઘસાતું-હલકું દેખાય તેવા અનેક પ્રબંધો, લેખો, રાસાઓ લખ્યા છે, જે ભંડારોમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ થાય છે. આ લખાણો તે ઇતિહાસ નથી. દસ્તાવેજી પ્રમાણો નથી. બન્ને પક્ષની આવી સઘળી પ્રાપ્ય રચનાઓનો તટસ્થ અને ગંભીર અભ્યાસ કરવામાં આવે, અને તેને અન્ય માન્ય પ્રમાણોના પરિપ્રેક્ષ્યમાં મૂલવવામાં આવે, ત્યારે જ તેની ખરાઈ થઈ શકે. તેમ કર્યા વિના આવાં પાનાંઓના આધારે મહાપુરુષો પ્રત્યે અરુચિ કેળવવી, તેમના નામનો નિષેધ કરવો, તે સુજ્ઞ અને વિવેકી જીવો માટે ઉચિત નથી લાગતું. ૬. ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી મહારાજનું નિરીક્ષણ નોંધીને આ વાત આટોપીએ : “લૌકિક પંચાંગમાં જયારે જ્યારે આ બારે પર્વતિથિની વધઘટ-ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે ત્યારે આરાધનામાં તે બારે પર્વતિથિમાંથી કોઈ પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ગણાતી નથી, પણ તેને બદલે અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ ગણાય છે, આ રીતે ચાલી આવતી જે શાસ્ત્રાનુસારિણી શુદ્ધ પ્રણાલિકા, જે પૂ. શ્રીવિજયદેવસૂરિજી મહારાજશ્રીની પરંપરાના નામે પ્રસિદ્ધિ પામેલી છે, એટલું જ નહિ, પણ તેમના પહેલાના સમયમાં પણ આ પ્રણાલિકા હોય, એવી અમારી માન્યતા છે, કારણ કે પૂ. શ્રીહીરવિજયસૂરિજી મહારાજની પરંપરાથી જુદી પરંપરા પ્રવર્તાવવામાં પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજનો કોઈ પણ હેતુ હોય, એવું માનવાને કંઈ પણ કારણ નથી. તપગચ્છ સંઘને તથા તેની સામાચારીને “દેવસૂર' ના નામે ઓળખવા પાછળની પૂર્વભૂમિકા, ઉપરોક્ત વિસ્તૃત વર્ણનથી, પૂરી પડે છે. અને આટલું સ્પષ્ટ હોવા છતાં જેમને સંતોષ થતો ન હોય, તેમને માટે વિશેષ કશું કહેવાનું હવે રહેતું નથી. પોતાની પરંપરાનું ગૌરવ ન સ્વીકારી શકે તેમને વધુ કહેવાનો અર્થ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy