SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. શ્રીપૂજ્ય વિજયધરણેન્દ્રસૂરિજી તરફથી વિ.સં. ૧૯૨૯ માં પ્રગટ થયેલ હેન્ડબિલ માં પણ “...તે ઉપર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયધરણેન્દ્રસૂરિશ્વરજીએ વિચાર્યું કે આપણે શ્રી દેવસુરગચ્છની સમાચારી શી રીતે છે એમ વિચારીને ઠામ ઠામ દેશાંતરના ગીતારથાઉને કાગળ લખ્યા.” આવું લખાણ જોવા મળે છે. એ ઉપરાંત, સાગરગચ્છના શ્રી શાંતિસાગરસૂરિના પત્રમાં પણ “દેવસુરગચ્છના શ્રીજી વિજયધરણેન્દ્રસૂરિ” એવા શબ્દો એકથી વધુ વાર જોવા મળે જ છે. ૪. એક મહત્વની વાત એ છે કે “ડૉ. પી.એલ. વૈદ્ય સમક્ષ (બન્ને પક્ષના આચાર્યોની) મૌખિક પૃચ્છા થઈ હતી.(વિ.સં. ૧૯૯૯ મહા વદિ અમાસ), તેની નોંધ તે વખતે ઉપસ્થિત એવા પં. શ્રીચંદ્રસાગરજી મહારાજે લીધી છે, જે “પર્વતિથિનિર્ણય' ગ્રંથમાં અક્ષરશઃ છપાઈ પણ છે. તેમાં એક પ્રશ્નોત્તર આ પ્રમાણે જોવા મળે છે? “વૈદ્યઃ આપ બન્ને આચાર્યો તપાગચ્છની માન્યતાવાળા છો? બન્ને આ. દેવ : હા. વૈદ્ય : વર્તમાનમાં તપાગચ્છની શાખાઓ કેટલી ? સાગરજી મુખ્યતાએ બે શાખાઓ છે. એક અણસુરતપાગચ્છ અને બીજી દેવસુરતપાગચ્છ. વર્તમાનકાળમાં તપાગચ્છનો સકલ સમુદાય દેવસુર ગચ્છની માન્યતાવાળો છે. આણસૂર ગચ્છની પરંપરાને અનુસરનારા સંતાનીયા નથી. રામવિ. તપગચ્છની ત્રણ શાખા છે. આણસૂર, દેવસૂર અને સાગર. વૈદ્યઃ એ ત્રણમાં તમે કઈ શાખામાં? રામ વિ.: અમે પોતે તો દેવસુર ગચ્છની માન્યતાને અનુસરનારા છીએ.” આ સમગ્ર સંવાદમાં રામ વિ. અર્થાત્ વિજયરામચન્દ્રસૂરિજીએ આપેલો છેલ્લો ઉત્તર, પ્રસ્તુત વિચારણાના સંદર્ભમાં, ખાસ ધ્યાનપાત્ર તથા મહત્વપૂર્ણ છે. વિડંબના એટલી જ કે પોતે પોતાને “દેવસુરગચ્છ” ના અનુસરનારા તરીકે આમ જાહેરમાં સ્વીકારતા હોવા છતાં, તેમના જ પાટવીઓ “દેવસૂર' હોવાનો ઈન્કાર કરતાં ખચકાતા નથી. અને એથીયે વધુ વિડંબનાની બાબત એ છે કે આવા પરંપરાભ્રષ્ટ જીવોની વાતમાં આવીને કેટલાક ભોળા જીવો પણ હવે ‘દેવસૂર’ શબ્દ સામે વિરોધનો ધંધો માંડી બેઠા છે. પ. રહી વાત દેવસૂરિ મહારાજ શિથિલાચારી અને ગચ્છબાહ્ય થયા હોવાની. સત્તરમા-અઢારમાં શતકના ક્લેશકલુષિત અને સંઘર્ષગ્રસ્ત ઈતિહાસથી તદન અનભિજ્ઞ જીવો, અધ્યયન અને વિમર્શ કર્યા વિના જ, આવાં પાનાંને ઈતિહાસનો કે શાસ્ત્રનો દરજ્જો આપી દઈને, એક મહાપુરુષ માટે યુદ્ધાતદ્વા વિચારે કે પ્રલાપ કરે, ત્યારે તેમની અનુકંપા જ ચિંતવવી પડે. ક્રિયોદ્ધારક પં. સત્યવિજયજી ગણિ તથા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ શિથિલાચારી હતા તેવું કોઈ કહે તો કોણ સ્વીકારશે? અને છતાં એમના માટે આવું કહેનારા આજે પણ મળી આવે છે. આ. શ્રી હંસસાગરજીએ, ઉપાધ્યાય ધર્મસાગરજી ગણિને મહાન ઠેરવવાની લ્હાયમાં આ બન્ને મહાપુરુષોને શિથિલાચારી અને અસંયમી વર્ણવવામાં કોઈ કસર નથી છોડી. ઉ. ધર્મસાગર ગણિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy