________________
વિદ્યમાન છે પણ તપાગચ્છીય શ્રમણ-સમુદાયછે, તે સઘળો વિજયદેવસૂરિ મ.ની પાટપરંપરામાં જ આવનારો છે, તેનાથી અલગ કોઈ સંઘાડો નથી. શ્રી આત્મારામજી મહારાજે પણ પોતાને વિજયદેવસૂરિની પરંપરાના સાધુ તરીકે “જૈન તત્ત્વાદર્શ માં વર્ણવ્યા છે.
અમારે ત્યાં, શાસનસમ્રાટ-સમુદાયમાં, જ્યારે દીક્ષા કે પદપ્રદાનના પ્રસંગે નામકરણ વિધિ થાય છે ત્યારે બોલવામાં આવતો પાઠ આ પ્રમાણે છે : “કોટિક ગણ, વજી શાખા, ચાન્દ્રકુલ, આચાર્યશ્રીવિજયદેવસૂરિ-વિજયસિંહસૂરિ પટ્ટપરંપરાપ્રતિષ્ઠિત આચાર્યશ્રીવિજયનેમિસુરિ'... અન્ય સમુદાયોમાં આ પાઠ-પ્રથા નથી જળવાઈ. દેવસૂર સામાચારીનો પ્રખર પુરસ્કર્તા હોવાનું માનનારો સાગર-સંઘાડો પણ આ પાઠ અને આ નામ નથી બોલતો, તે બહુ વિચિત્ર લાગે. “બૃહદ્યોગવિધિ' માં પદપ્રદાનવિધિના પ્રકરણમાં નામકરણવિધાનમાં ‘વિજયસિંહસૂરિ' નું નામ જોવા મળે છે, તે ઉપરથી ભૂતકાળમાં મોટા આચાર્ય ભગવંતોમાં ઉપરોક્ત જેવો પાઠ ઉચ્ચારવાની પ્રથા હોય તો સંભવ છે. પરંપરાથી અનભિજ્ઞ જનોએ પાછળથી તે ઉચ્ચારવાનું જતું કર્યું હશે? બનવાજોગ છે.
હમણાં હમણાં “દેવસૂર’ શબ્દ તપગચ્છ સાથે કે સામાચારી સાથે જોડાય તે સામે અમુક વર્ગ તરફથી આપત્તિ ઊભી કરવામાં આવી રહી છે. એમના મતે દેવસૂર’ શબ્દ તપાગચ્છની વિશાળતાને સંકુચિત કરનારો છે. આ શબ્દ કોઈ પક્ષને માન્ય હોઈ શકે, આખા ગચ્છને નહિ. વળી, આ શબ્દ કોઈકે પોતાના હેતુ સિદ્ધ કરવા ઘુસાડેલો છે. મૂળભૂત રીતે આ શબ્દ ક્યાંય પ્રયોજાયો નથી. આનાથીય આગળ વધીને આ વર્ગે હસ્તલિખિત પાનાં શોધી કાઢ્યા છે. જેમાં વિજયદેવસૂરિ મહારાજ શિથિલાચારી હતા અને તેમને ગચ્છ બહાર મૂકવામાં આવેલા, એવું પ્રતિપાદન છે. અને તેથી, આવા આચાર્ય કાંઈ ગચ્છપતિ હોય ? અને તેમના નામે કાંઈ ગચ્છ ઓળખાય? આવો પ્રશ્ન તેઓ પૂછવા માંડ્યા છે. ટૂંકમાં, આ વર્ગનું માનવું એવું છે કે અમે “દેવસૂર’ નથી, અને અમારે એ શબ્દ માન્ય નથી.
આ વર્ગને ઉદ્દેશીને કેટલાક મુદ્દા નોંધવા અહીં જરૂરી લાગે છે. ૧. પં.શ્રી રૂપવિજયજી (ડહેલાવાળા) જેવા વૈરાગી મુનિરાજે “ોડપિ યથાર્વઃ” આ શબ્દોમાં વિજયદેવસૂરિને વર્ણવ્યા છે. અર્થાત્ “ગચ્છ પણ જેમના નામે ઓળખાય છે તે.” ૨. તપગચ્છ સ્વયં એક અને અખંડ જ છે. ફક્ત આણસૂર-દેવસૂરના પક્ષ પડવાને લીધે, બન્ને પક્ષોના ઐક્ય બાદ પણ, તે “દેવસૂર તપગચ્છ ના નામે ઓળખાતો આવ્યો છે. અલબત્ત, “દેવસૂર’ શબ્દ લખવાનું બધો વખત આવશ્યક નથી. “તપાગચ્છ” સંઘ એવો શબ્દપ્રયોગ વાસ્તવિક તેમજ સર્વમાન્ય જ છે. માત્ર તિથિવિવાદનો મુદ્દો આવે છે ત્યારે, જે લોકો વિજયદેવસૂરિ-સ્વીકૃત પ્રાચીન અને શાસ્ત્ર-પરંપરાનુસારી આચરણાને સ્વીકારે છે તેઓ, તે આચરણાનો દ્રોહ કરનારા વર્ગથી પોતાને જુદો અને વેગળો રાખવા-દર્શાવવા માટે, “દેવસૂર’ શબ્દ નો પ્રયોગ કરે છે. અને તેમાં કાંઈ અજુગતું નથી જ. પૂનમ-અમાસના ક્ષયે તેરસનો ક્ષય એ દેવસૂર તપગચ્છની માન્ય આચરણા છે. તેથી જુદા પડનારા જે પણ હોય તે બધા દેવસૂર સંઘથી અર્થાત્ તપાગચ્છ સંઘથી વેગળા છે, તે સ્વયમેવ પુરવાર થતી સ્થિતિ છે.
૩. કવિબહાદુર પં. શ્રીદીપવિજયજી મહારાજે પણ આ વાત પોતાના પત્રમાં જણાવેલી છે... श्रीविजयानंदसूरिगच्छीया समस्त संप्रदाय प्रति श्री वडोदरेथी ली.पं. दीपविजयजीनी वंदना... वी. अमास पुंन्यम त्रुटती होइं ते उपर देवसूरिजीवाला तेरस घटाडे छे, तमो पडवो घटाडो छो, ए तमारो હીમો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org