SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ગંભીર ચર્ચા-વિચારણા કરી. છેવટે એ બધા સર્વાનુમતે એક નિર્ણય પર આવ્યા કે એમના પર ઑપરેશન કરવું જોઈએ. આવા મોટા ડૉક્ટરોના નિર્ણય કે અભિપ્રાય સામે કોની હેસિયત હોય કે એક શબ્દ પણ ઉચ્ચારે ? પણ ડૉ. અલમૌલાને લાગ્યું કે આ નિર્ણય બરાબર નથી થતો. એમનાથી ન રહેવાયું. એમણે હતી એટલી હિંમત ભેગી કરીને કૉન્ફરન્સને પૂછ્યું : “પણ શા માટે ઑપરેશન કરવાનું ? કહો’. — એ તો જવાબ મળ્યો : ‘‘એ તો ઑપરેશન કરતી વખતે, ખોલ્યા પછી, નક્કી થશે.’ થયું. ચોક્કસ દર્દ કોઇ ન પારખી શક્યું. પરિણામે એમણે ઑપરેશનની સ્પષ્ટ ના ભણી દીધી. ધીરે ધીરે લૉ-પ્રેશર ને ઊલટી બંધ થઈ ગયાં. નબળાઈ ઓછી થઈ, પણ ગૅસની ફરિયાદ પૂર્વવત્ ચાલુ રહી. હાઇબ્લડપ્રેશર એમાં નવું ભળ્યું. સં. ૨૦૧૮માં જમણા પડખે સારણગાંઠનો ઉપદ્રવ થઈ આવ્યો. એના ઑપરેશન માટે મનમાં અનિચ્છા છતાં ડૉક્ટરો ને ભક્ત શ્રાવકોની હિંમતથી તૈયાર થયા. ને પાલીતાણાની હૉસ્પિટલમાં ડૉ. મુકુન્દ પરીખે એનું ઑપરેશન કર્યું. સં. ૨૦૨૮માં ફરી ડાબે પડખે સારણગાંઠ થઈ. એનું ઑપરેશન અમદાવાદમાં, પૉલિક્લિનિકમાં ડૉ. મુકુન્દ પરીખ, ડૉ. હરિભક્તિ વગેરેએ કર્યું. આ પછી બ્લડપ્રેશરનો ઉપદ્રવ ખૂબ ઓછો થઈ ગયો. એ સાથે જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ પ્રમાણમાં ગૅસનો ઉપદ્રવ પણ ઘટતો ચાલ્યો - અલબત્ત, પહેલાંનાં વર્ષોની અપેક્ષાએ. તબિયતના કારણે તેઓ અતિશય કહી શકાય તેવા નિયમિત રહ્યા. ઘણે ભાગે, એક ટંક ભાત-દાળ કે એવી વસ્તુ લેતા; બાકી ચા ને દૂધ. છેલ્લે, સં. ૨૦૩૧માં શરદીનો પ્રકોપ એકદમ થઈ આવ્યો. એમનો કોઠો શરદીનો હતો. આહારનું પ્રમાણ અલ્પ હતું. શિયાળાની ઋતુ હતી. શરીર ઘસાતું હતું એટલે ઠંડીએ વિશેષ અસર કરી. ફેફસામાં કફ ભરાયો, સોજો થઈ ગયો, તાવ આવ્યો ને જોતજોતામાં ડબલ ન્યુમોનિયા થઈ ગયો. બે દિવસ તો એવા પસાર થયા કે, સૌને લાગ્યું કે, હવે હાથ ખંખેરી નાંખવા પડશે. પણ સંઘનું ભાગ્ય જોરાવર નીકળ્યું. ડૉ. સુમન્ત શાહ, ડૉ. સી.એફ. શાહ, ડૉ. છોટુભાઈ, ડૉ. ચંદ્રકાન્ત વકીલ, ડૉ. કીર્તિ શાહ વગેરેના ઉપચારો ને દેખરેખના પરિણામે એમાંથી ઉગરી ગયા. સૌએ કહ્યું : ઘાત ગઈ. એમને પણ થયું કે બીજીવાર પુનરવતાર લાધ્યો ! આ એમના જીવનના નોંધપાત્ર વ્યાધિઓની વિગતો છે. આ સિવાય નાજુક તબિયતના કારણે, તાવ, શરદી, ઝાડા વગેરેની તકલીફ તો એમને અવારનવાર થયા જ કરતી. પણ આવી આવી અસ્વસ્થતાઓમાં પણ એ કદી નાસીપાસ થયા નથી. મનથી હાર્યા નથી. ગમે તેવો ગૅસ થયો હોય, પ્રેશરની વધઘટ હોય, પણ એ વખતે પણ જો શાસનનું કે સંઘનું, પેઢીનું કે Jain Education International ૪૩ For Private & Personal Use Only www.jainellary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy