________________
ચાર કલાકથી વધુ નહિ જ કાઢે.”
ખરેખર, આ જ સ્થિતિ હતી. ગંભીર તબિયતના સમાચારે જનતાને વિહ્વળ કરી મૂકી હતી. એ ટોળે વળીને દર્શને ઉમટવા લાગી. રિલીફ રોડના નાકા સુધી લોકોની કતાર જામવા લાગી. એ ધસારો રોકવા માટે ઉપાશ્રયના દરવાજે આગેવાન શ્રાવકો જાતે ઊભા રહ્યા. અમદાવાદમાં તે સમયે વિદ્યમાન મુનિસમુદાય ત્યાં સતત હાજર રહ્યો.
ત્રીજા દિવસે, જીવદયાપ્રેમી ગુરુભક્ત શ્રાવક શા. સારાભાઈ જમનાદાસને થયું કે, “ડૉક્ટરોએ જો હાથ ધોઈ નાંખ્યા છે, કાંઈ ફેર પડે એમ લાગતું નથી, તો છેલ્લા ઉપાય તરીકે જીવદયાની પ્રવૃત્તિ કેમ ન કરવી ?' – આ વિચાર એમણે પૂ. આચાર્ય શ્રીવિજયોદયસૂરિજી મહારાજને જણાવ્યો અને એમની સંમતિ લઈને કતલખાનેથી જીવો છોડાવવા માંડ્યા. નાના-મોટા સેંકડો જીવોને એમણે છોડાવ્યા. ને એ બધાના ટોળાને પાંજરાપોળે લાવ્યા. ત્યાં એક પછી એક મૂંગા જીવને લઈને એમની પાસે જાય, ને એમના કાનમાં કહે કે, “સાહેબજી ! આપના નિમિત્તે આ જીવને અભયદાન આપીએ છીએ.” પછી એને પાછલે બારણેથી લઈ જાય. આમ સેંકડો જીવો એમની પાસે લઈ ગયા. સારાભાઈના કહેવા મુજબ, તેઓ જયારે જીવ છોડાવ્યાનું એમના કાનમાં કહેતા ત્યારે એ હોંકારો દેતા.
આ પછી, એ દિવસે મોડેથી ડોક્ટરોને એક અને આખરી ઉપચાર- ઈજેક્શનનો પ્રયોગ કરવાનું જરૂરી લાગ્યું. એમણે એ માટેની તૈયારી કરી. પણ એ ઈજેક્શન હાથની નસમાં આપવાનું હતું. એ નસ કોઈના હાથમાં ન આવે. હવે શું થાય? બધા ડૉક્ટરોએ મહેનત કરી, પણ ન ફળી. સૌ થાક્યા. ડૉ. સોભાગચંદ સૌને યાદ આવ્યા. એ વખતે એ બહાર ગયા હતા. તાબડતોબ એમને બોલાવી મંગાવ્યા. આવતાવેંત એમણે નસ હાથમાં લીધી, ને ઈજેક્શન આપી દીધું.
આ પછી કેટલીકવારે વળતાં પાણી થયાં. નાડીને છાતીના ધબકારા, પ્રેશર આ બધું ધીમે ધીમે નિયમ પ્રમાણે શરૂ થતું ચાલ્યું ને બરાબર બોંતેર કલાક બાદ થોડી વારે એમણે આંખો ઉઘાડી.
એમને સંભાળવા આતુર ડૉક્ટરો, અને એમને સાજા થયેલા જોવા ઉત્કંઠ મુનિસમુદાય તથા જનમેદનીના આનંદનો અવધિ ન રહ્યો. ઉપાશ્રય પોળ જયનાદથી ગાજી ઊઠ્યાં,
આચાર્યશ્રીને તો આ બધું જોઈને ભારે કૌતુક થયું: “આ બધું શું છે? આ બધાં કેમ ભેગા મળ્યાં છે? એમને તો હતું કે હું ઊંઘમાંથી ઊઠ્યો છું.”
આ પછી સૌના અદ્ધર બનેલા જીવ હેઠા બેઠા.
એમના જીવનની આ અસાધારણ જીવલેણ બીમારી હતી. એ કહેતા : “આમાંથી હું જાગ્યો, ત્યાર પછી મને લાગ્યું કે મારો પુનર્જન્મ થયો છે.”
આ પછી પણ લગભગ બારેક મહિના સુધી તો બ્લડપ્રેશર, ઊલટી અને ભરપૂર નબળાઈ વગેરે વ્યાધિઓની સતત હેરાનગતિ ચાલુ રહી. દવા- ઇજેક્શનો પણ સતત ચાલુ રહ્યાં.
આ પછી એકવાર મોટા મોટા સર્જન ડૉક્ટરોની એક કૉન્ફરન્સ ખાસ એમને માટે મળી. { આવા ધુરંધર ડૉક્ટરો એમાં ભેગા થયેલા. એમણે એમના આજદિન સુધીના એક્સ-રે, રિપોર્ટો વગેરે ઉપર
૪૨
Sain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org